Shatrunjaya or Shetrunjaya (“place of victory against inner enemies”) originally Pundarikgiri), are hills located by the city of Palitana, in Bhavnagar district, Gujarat, India. They are situated on the banks of the Shetrunji River at an elevation 164 feet (50 m) above sea level. These hills have similarities to other hills where Jain temples have been built in Bihar, Gwalior, Mount Abu and Girnar.

The Jain’s sacred hill of Shatrunjaya have 865 temples atop itself. The hills were sanctified when Rishabha, the first tirthankara of Jainism, gave his first sermon on the top of this hill. The ancient history of the hills is also traced to Pundarika Swami, a chief Ganadhara and grandson of Rishabha, who attained Nirvana/Moksha here. His shrine located opposite to the main Adinath temple, built by Son of Rishabha, Bharata.

There are several alternate spellings, including Śatruñjaya, Satrunjaya, Shetrunja, and Shetrunjo. Shatrunjaya was also known as Pundarikgiri as Pundarik was said to have attained nirvana on this mountain. Alternate names include Siddhakshetra or Siddhanchal as many thirtankaras have received enlightenment here.

Shatrunjaya is the most sacred place for the Shwetambara Jains.

The Shatrunjay Mahatirth, Palitana temples are considered the most sacred pilgrimage place (tirtha) by the Jain community. There are more than 1300 temples located on the Shatrunjaya hills, exquisitely carved in marble. The main temple on top of the hill, is dedicated to 1st tirthankar lord Adinath (Rishabdeva).

According to Jain scriptures, this is believed to be an eternal shrine. In ancient times, this was known as Pundarikgiri. There are 108 names of this shrine in scriptures. Countless times this shrine has been renovated and during the present “Avasarpini” part of the cycle of time (time runs in cycles having two halves, one in which there is general ascendance and the other in which there is general descendance, former being termed as “Utsarpini” and the latter “Avasarpini”) there have been such resuscitations

Renovations of the following 16 times :
1st at the instance of Bharat Chakravarthy, son of Sri Adishvar Bhagwan.
2nd at the instance of king Sri Dandvirya 3rd at the instance of Sri Ishanendra during the period between the 1st and 2nd Tirtankaras of the present set of 24.
4th at the instance of Sri Mahendra Indra
5th at the instance of Indra of the 5th Dev-Lok.
6th at the instance of Sri Chamarendra.
7th at the instance of Sri Sagar Chakravarthy during the period of Sri Ajithnath Bhagwan.
8th at the instance of Sri Vyantarendra during the period of Sri Abhinandan Bhagwan.
9th at the instance of king Sri Chandrayasha during the period of Sri Chandraprabh Bhagwan.
10th at the instance of Sri Chakrayuddha, son of Sri Shanthinath Bhagwan.
11th at the instance of Sri Ramchandraji, during the period of Sri Munisuvrat Bhagwan.
12th at the instance of Pandavas, during the period of Sri Neminath Bhagwan.
13th at the instance of Sri Javadshah, a resident of Mahuva in Vikram year 108.
14th at the instance of Minister Bahad, during the period of Raja Sri Kumarpal in Vikram year 1213.
15th at the instance of Sri Samarashah in Vikram year 1371.
16th at the instance of Sri Karamashah, a resident of Chittod on the auspicious 6th day of the dark half of the month of Vaishakh in Vikram year 1587.

Besides above, they have been carried out by Raja Samprati, Raja Vikramaditya, Raja Am, Sri Tejpal soni of Khambhat and Sri Anandji Kalyanji Pedhi founded by Sri Swetamber Jain Sangh as and when found necessary.

The description of nine Tunk is as under:

  1. Sheth Narsi Keshavji Tunk built at the instance of Sheth Narsi Keshavji in Vikram year 1921. Principal Deity is Sri Shanthinath Bhagwan.
  2. Tunk of Choumukhiji (the quadruple idol whose face is seen on all four sides). This is the highest point of the mountain, the top of the sikhar of which is visible from a great distance. It was renovated in Vikram year 1675 at the instance of Sheth Sadasomji. Behind this tunk in the temple of Pandavas, there are idols of five Pandavas, Mother Kunti, and Sati Draupadi. On this point, there is also a temple of Mother Marudevi which is very ancient. The principal idol of the Tunk is Sri Adishvar Bhagwan. In the area outside the tunk of Choumukhiji, there is group of four temples which is known as Khartar Vasahi.
  3. Chhipa Vasahi Tunk, built at the instance of Chhipa brothers in Vikram year 1791. Principal Deity is Sri Adishvar Bhagwan.
  4. Sakar Vasahi Tunk, built at the instance of Sheth Sakarchandra Premchandra in Vikram year 1893. Principal Deity is Sri Chintamani Parshvanath Bhagwan.
  5. Nandishvar Tunk, built at the instance of Shethani Ujambai in Vikram year 1893. In the centre of this tunk are installed 4 idols each facing all the four directions of eternal Jineshvar gods Sri Rishabhanan, Sri Chandranan, Sri Varishen and Sri Vardhaman. The Principal Deity here is Sri Chandranan Jineshvar Dev.
  6. Hem Vasahi Tunk, built at the instance of Sri Hemabhai a resident of Ahemdabad in Vikram year 1886. Principal Deity of Sri Ajithnath Bhagwan.
  7. Prem Vasahi Tunk, built at the instance of Modi Sri Premchandraji Lavji in Vikram year 1843. Principal Deity is Adishvar Bhagwan.
  8. Bala Vasahi Tunk , built at the instance of Sri Balabhai in Vikram year 1893. The principal Deity is Sri Adishvar Bhagwan.
  9. Motishah Tunk, built at the instance of Sheth Sri Motishah and ceremonially consecrated at the instance of his son Sri Khimchandra in Vikram year 1893. The Principal Deity is Sri Adishvar Bhagwan.

Shatrunjaya holds a special place for Jains because of its close affinity with the first Jina, Adishvara.

1⃣ શત્રુંજય તીર્થનુ ધ્યાન ધરવાથી કેટલા પલ્યોપમના કર્મો નાશ પામે ?
: 👉🏻 ૧૦૦૦ 🌹

2⃣ સોનાની ચોરી કરનારને શત્રુંજયના કયા દિવસની યાત્રા કરવાથી શુદ્ધ થવાય ?
: 👉🏻 ચૈત્ર પુનમનો ઉપવાસ કરી યાત્રા કરવાથી 🌹

3⃣ પશુઓની ચોરી કરી હોય તો કેવી રીતે શુદ્ધ થવાય ?
: 👉🏻 મૂળનાયકની પુજા કરવાથી શુદ્ધ થવાય 🌹

4⃣ તળેટીમાં એક પહોર જાગરણ કરવાથી કેટલા ઉપવાસનો લાભ મળે ?
: 👉🏻 છ (૬) મહિનાના ઉપવાસનો લાભ મળે 🌹

5⃣ કયા પરમાત્માના ભાઈએ શત્રુંજય નો સંઘ કાઢ્યો ત્યારે રાયણ વૃક્ષમાંથી દૂધ ઝર્યુ હતું ?
: 👉🏻 પાર્શ્વનાથ પ્રભુના ભાઈ હસ્તિસેન 🌹

6⃣ અજિતનાથ પ્રભુ આ તીર્થ પર કેટલી વખત આવ્યા હતા ?
: 👉🏻 ૩૦૦૦ વખત 🌹

7⃣ ચંદન તલાવડી બનાવનાર મુનિ ?
: 👉🏻 ચિલ્લણ મુનિ 🌹

8⃣ આ તિર્થ પર કયું પક્ષી નથી આવી શકતું ?
: 👉🏻 કાગડો 🌹

9⃣ ૧૪ રાજલોકનું શિલ્પ કયા દેરાસરમાં છે ?
: 👉🏻 ભુલવણી ના દેરાસરમાં 🌹

1⃣⏺ શત્રુંજય પર દાદાના સાલગીરીનો દિવસ કયો છે ?
: 👉🏻 વૈશાખ વદ ૬ 🌹

1⃣1⃣ મોદીની ટુંકમાં કોના ગોખલા આવેલા છે ?
: 👉🏻 સાસુ-વહુ.🌹

1⃣2⃣ આ ચોવિસીના કયા ભગવાનના ચોમાસા શત્રુંજય પર થયા છે ?
: 👉🏻 અજિતનાથ અને શાંતિનાથ 🌹

1⃣3⃣ શત્રુંજયના કેટલા ઉધ્ધાર ઈન્દ્ર એ કરાવ્યા છે ?
: 👉🏻 ૫ (પાંચ) 🌹

1⃣4⃣ સવા-સોમાની ટુંકને બીજા કયા નામથી ઓળખાય છે ?
: 👉🏻 ચૌમુખજીની ટુંક 🌹

1⃣5⃣ શત્રુંજયનુ પુન્ડરિક ગિરિ નામ ક્યારે પડયું ?
: 👉🏻 ચૈત્રી પુનમના દિવસે🌹

1⃣6⃣ શત્રુંજય માટે વસ્તુપાળે પાષાણની શિલા કેટલી અને ક્યાંથી મંગાવી હતી ?
: 👉🏻 મમ્માણીની ખાણમાંથી પાંચ શિલા મંગાવી હતી 🌹

1⃣7⃣ શત્રુંજય પર અષ્ટાપદનુ મંદિર કયા ઉધ્ધાર વખતે બન્યું હતું ?
: 👉🏻 પંદરમા ઉધ્ધાર વખતે 🌹

1⃣8⃣ દશાર્ણભદ્રે કરેલા સામૈયાનું દ્રશ્ય કઈ ટુંક ના ગુમ્બજમાં છે ?
: 👉🏻 પ્રેમચંદ મોદી 🌹

1⃣9⃣ ખોળામાં ઋષભદેવ પ્રભુને લઈને બેઠેલા મરુદેવા માતાની પ્રતિમા કઈ ટુકમાં છે?
: 👉🏻 મોતીશાની ટુંકમાં 🌹

2⃣⏺ શત્રુંજય પર કયા ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનુ સમવસરણ મંદિર છે ?
: 👉🏻 વિશેષાવશ્યક 🌹

2⃣1⃣ શત્રુંજય પર આદિનાથ પ્રભુ ની એક પ્રતિમા આવી પણ છે ?
Hint,= વાળ ની એક સ્ટાઇલ
: 👉🏻 લટવાળા 🌹

2⃣2⃣ પુન્ડરિક સ્વામી એ માસક્ષમણના તપથી મોક્ષે ગયા તો તેમણે કયા દિવસથી ઉપવાસ ચાલુ કર્યા હશે ?
: 👉🏻 ફાગણ સુદ પુનમ 🌹

2⃣3⃣ શત્રુંજયના કેટલા ઉધ્ધાર ચક્રવર્તી એ કરાવ્યા છે?
: 👉🏻 ૨(બે) 🌹

2⃣4⃣ મહારાષ્ટ્રના કયા તિર્થને શત્રુંજય સમાન ગણાય છે ?
: 👉🏻 કુમ્ભોજ ગિરિ 🌹

2⃣5⃣શત્રુંજય તીર્થને લક્ષમાં રાખીને કરાતો નાનો પણ અભિગ્રહ કેટલા પલ્યોપમ નો નાશ કરે ?
: 👉🏻 ૧;૦૦;૦૦૦ પલ્યોપમ 🌹

2⃣6⃣ શત્રુંજય પર સૌથી ઉંચી ટુંક કઈ છે ?
: 👉🏻 સવા્સોમાની ટુંક 🌹

2⃣7⃣ કઇ ટુંકના જિનાલય નલિની ગુલ્મ વિમાનના આકારમાં છે ?
: 👉🏻 મોતીશા ટુંક 🌹

2⃣8⃣ સિધ્ધાચલ પર અદબદજી દાદાનો પ્રક્ષાલ કયા દિવસે થાય છે ?
: 👉🏻 વૈશાખ વદ છઠ્ઠ 🌹

2⃣9⃣ ગિરિરાજ પર કુલ કેટલા જિનબિમ્બ છે ?
: 👉🏻 ૨૭૦૦૭ 🌹

3⃣⏺ અંતિમ પ્રશ્ન…
રાયણ પગલાંની પ્રતિષ્ઠા કોણે કરાવી હતી ?
: 👉🏻 કર્માશાએ. 🌹

 

શંત્રુજય તિર્થ મહાત્મ્ય
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🌟 જેમ પાર્શ્વનાથ દાદાની સ્તુતિથી સર્પનું ઝેર ઉતરી જાય છે , તેમ ત્રણ લોકના ઐશ્વર્યરૂપ આ ગિરિરાજના નામ માત્રથી બધા પાપ નાશ પામે છે.

🌟 જે મનુષ્ય ગિરિરાજના 108 નામ પ્રાતઃ કાળે જે બોલે , સાંભળે , યાદ કરે છે તેની વિપત્તિઓ સર્વ રીતે ક્ષય પામે છે ને સંપતિઓ પ્રાપ્ત થાય છે.

🌟 આ સિદ્ધગિરિ સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે ,
સર્વ પર્વતોમાં ઉત્તમ પર્વત છે ,
સર્વ ક્ષેત્રોમા ઉત્તમ ક્ષેત્ર છે .

🌟 આ કાળની શરૂઆતમાં મોક્ષદાયક પ્રથમ તીર્થ આ શત્રુંજય જ હતું.

🌟આ ગિરિરાજના દર્શન કરવાથી , પૃથ્વી પર જેટલા પવિત્ર તીર્થો છે તે સર્વેના દર્શન કર્યા ગણાય છે.

🌟 15 કર્મભૂમિમાં વિવિધ તીર્થો છે , તે સર્વમાં આ શત્રુંજય સમાન પાપનાશક અન્ય કોઈ તીર્થ નથી.

🌟 મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ સમ્યગ દ્રષ્ટિ જીવો દરરોજ શત્રુંજય મહાતીર્થની સ્તવના કરે છે.

🌟 જ્યારે આ તીર્થનું પ્રમાણ અલ્પ રહેશે , વર્તમાન વીર શાસનનો ઉચ્છેદ થશે ત્યારે પણ આ ગિરિરાજનું ઋષભકુટ ( મુખ્ય શિખર ) તો ભવિષ્યમાં થનારા પદ્મનાભ પ્રભુના શાસનકાળ સુધી પણ દેવોથી પૂજતું રહશે.

🌟 જેમાં નિવાસ કરનાર તિર્યંચો પણ પ્રાયઃ સદગતિ પામે છે.

🌟 તેનું સ્મરણ – ભજન કરનાર જીવો ત્રીજે ભાવે મુક્તિ પામે છે.

અઢીદ્વીપ ની અંદર 15 કર્મભૂમિઓમાં અનેક તીર્થો આવેલા છે. એમાં શેત્રુંજય એ શ્રેષ્ઠ – શાશ્વત ગણાય છે.

ભગવાન સીમંધરસ્વામીએ પણ આ ગિરિરાજની પ્રશંસા કરી છે.

જ્યાં અનંત આત્માઓ સિદ્ધપદને પામ્યા છે. ભગવાન ઋષભદેવે 99 પૂર્વ પર્યંત વિચરી ધર્મના ઘોષ ગજાવ્યા છે. આ ગિરીરાજના ફકત મંદિરો જ નહિ પણ એની એક એક શીલા, શીલાખંડ , રજકણ પણ પૂજનીય છે.

આ ગિરીરાજ ભારતનું અલંકાર છે. તેની પાછળ ચોકીદાર સન્માન કદંબગિરીની ગીરમાળ છે. એના વામ ભાગે ભાડવો ડુંગર છે. જમણા હાથે શત્રુંજય સરિતા અને તાલધ્વજ ગિરી છે .તલેટીમાં પાલીતાણા નગર છે.

ગિરીરાજ ની પાંચ તળેટીઓ પ્રસિદ્ધ છે.
1️⃣ વડનગર
2️⃣ વલ્લભીપુર (વાળા)
3️⃣ ઘેટીપાગ (આદપુર)
4️⃣ જૂની તળેટી પાલીતાણામાં કંકુબાઈની ધર્મશાળા પાસે છે.
જે વિજય તળેટી કહેવાય.. પાસે સાચા સુમતિનાથનો સુંદર જિનાલય છે.
5️⃣ જય તળેટી ( હાલની)

રસ્તામાં ઠેર ઠેર જિનાલયો આવી રહ્યા છે . જેવા કે દાદાનીવાડી નું જિનાલય , હિંમતવિહારનું જિનાલય છે. કચ્છીભવનના જિનાલયો નંદપ્રભા પ્રાસાદ જેવા અનેક સુંદર જિનાલયો , જિનાલયની ધજા કે પરમાત્માના દર્શન થાય ત્યારે નમો જિણાણં બોલીને આગળ વધીએ..🙏🙏

” એકકું ડગલું ભરે , શંત્રુજય સામું જેહ ;
ઋષભ કહે ભવ – ક્રોડના, કર્મ ખપાવે તેહ . ”
—————–

ગિરીરાજ તરફ આગળ વધતા સુંદર – મનોહર – પવિત્ર પર્વત ના દર્શન થતા મનમાં જાત્રાના કરવાના ભાવો નો ઉલ્હાસ – ઉત્સાહ વધતા જાય છે.

જય તળેટી પહોંચતા પહેલા

કેશરીયાજી :–
—————–
બહાર ગાયને ધાવતાં સિંહના બચ્ચાને અને સિંહણને ધાવતાં વાછરડાને જોઈને, જીવ માત્ર પ્રત્યે પ્રેમ વાત્સલ્ય વહેવડાવવાનો સંકલ્પ કરી અંદર આદેશ્વર દાદા ના દર્શન કરી નમો જીણાણં બોલીએ.

જંબૂદ્વીપ :–
————-
જમણી બાજુ નજરે પડે છે : જંબુદ્વીપ ❗
સ્થિર પૃથ્વી ઉપર રહેલા મેરુપર્વતની આસપાસ સૂર્ય ચંદ્ર ફરે છે ; અને તેનાથી રાત્રિ – દિવસ કે ઋતુઓ થાય છે , એવી જૈનશાસનની માન્યતાને ચરિતાર્થ કરતી આ જંબૂદ્વીપ યોજના વિજ્ઞાનવાદની સામે પડકારરૂપ છે. કાઉસ્સગીયા મહાવીરપ્રભુને નમો જિણાણં કહી આગળ વધીએ.🙏

ગોડી પાર્શ્વનાથના પગલાં :–
———————————
જમણી બાજુ ગોડી પાર્શ્વનાથ ભગવાનના પગલાં છે, તેમને વંદના કરી નમો જિણાણં બોલીએ. 🙏

સામે ઊંચો શેત્રુંજય ગિરિરાજ દેખાઈ રહ્યો છે.

આગમમંદિર :–
——————-
વર્તમાનકાળમાં આધારરૂપ છે જિનબિંબ અને જિનાગમ❗ ચૌમુખ પ્રાસદ સહિત આગમના અક્ષરોને નમસ્કાર કરી નમો નાણસ્સ નો ગુંજરાવ કરીએ.🙏🙏

આગમમંદિરમાં દર્શન કરી જય તળેટી પર પહોંચ્યા…

કવડયક્ષ (કપર્દીયક્ષ) :—
—————————
શંત્રુજય ગિરિરાજના અધિષ્ઠાયક આ કપર્દીયક્ષ છે. યાત્રામાં સહાયક બનવા તેમને પ્રણામ કહીએ.🙏🙏

જય તળેટી પહોંચ્યા.

જ્યાં તળેટી પહેલી આવે, ગિરિવર દર્શન વિરલા પાવે ;
પ્રભુના પગલાં પુનિત ને અભિરામ છે .
તો ચાલો સિધ્ધગિર જઈએ…..

પ્રારંભમાં મહા પવિત્ર અને મહાપ્રભાવિક ગીરીરાજની સ્પર્શના વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં એ મનમોહન પાગ તરીકે ઓળખાતી.

રોજ જેનો અભિષેક થાય છે , વરખ – પુષ્પથી પૂજન થાય છે, વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે.

જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તળેટીની યાત્રા કરે છે.

છ’રી સંઘો , 99 યાત્રા, સંઘો અને ચાતુર્માસમાં રોજ વાજતે – ગાજતે તળેટીએ ભક્તિનો મેળો રચાય છે . સાંજે મહાઆરતીનો પણ પ્રસંગ ઉજવાય છે. તળેટીની મહાપૂજા પણ યોજાય છે.

ગિરીરાજની પૂજયતાને વરેલી ગિરીશિલા છે.

” અનંતાનંત આત્માઓને સિદ્ધિપદની બક્ષિસ આપનાર આ શેત્રુંજય ગિરિરાજ ની માત્ર સ્પર્શના પણ ભવોભવના મારા કર્મને ખતમ કરવા સમર્થ છે. આવી સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો….. ” વગેરે ભાવપૂર્વક ગિરિરાજની આ પવિત્રભૂમિને મસ્તકથી સ્પર્શ કરીએ અનંતા ને તાર્યા તેમ આપણને પણ તારવાની વિનંતી કરીએ…🙏🙏

શ્રી શેત્રુંજય ગિરિરાજ ની વિધિસહિત યાત્રા કરવા જુદી જુદી જગ્યાએ મળીને કુલ પાંચ ચૈત્યવંદન કરવાના હોય છે..

આ જય તળેટી પર પહેલું ચૈત્યવંદન કરીએ..🙏🙏

ગિરિરાજની મસ્તકથી સ્પર્શ કરી , જય તળેટી ચૈત્યવંદન પૂર્ણ કરી …. જાત્રનો પ્રારંભ કરતા…

ગોવિંદજી ખોનાનું જિનાલય :—
———————————–
થોડા પગથિયાં ચડતા ડાબી બાજુ અચલગચ્છીય શ્રાવક ગોવિંદજી ખોના એ બંધાવેલું ધર્મનાથ ભગવાનનું જિનાલય આવ્યું.
નમો જિણાણં કહી પરમાત્માને વંદન કરીએ.🙏

ઉપર ચડી રહેલા આપણે ડાબી તરફ અજીતનાથ ભગવાનના પગલાં ને નમો જિણાણં કરીએ. 🙏

જમણી બાજુ ગૌતમસ્વામીના પગલાંને નમો સિદ્ધાણં કહીને વંદના કરીએ🙏

આગળ વધતા આદિનાથ અને શાંતિનાથ ભગવાનના પગલાંને નમસ્કાર કરીને🙏🙏 , જુદી જુદી દેરીમાં રહેલા ધર્મનાથ, કુંથુનાથ અને નેમીનાથ ભગવાનના પગલાંને પણ નમો જિણાણં કહીને વંદના કરીએ.🙏

સરસ્વતી મંદિર :–
———————
થોડા ઉપર ચડ્યા ત્યાં તો જમણી બાજુ એક દેરી તરફ જતી કેડી દેખાય છે. ચાલો પગથીયા ઉપરથી ઉતરીને તે કેડી ઉપર આગળ વધીએ..

દેરી નાની છે. નીચા નમીને અંદર જઈએ અતિ પ્રાચીન અને પ્રભાવશાળી હંસવાહીની સરસ્વતી દેવીની સ્તુતિ બોલીએ :

સૂઅ દેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મ સંઘાયં ;
તેસિં ખવઉ સયયં , જેસિં સુઅસાયરે ભત્તિ

જો અનુકૂળતા હોય તો ‘ ૐ ઐં નમઃ ‘ નો જાપ કરવો.

દેરીમાંથી બહાર નીકળી, કેડી ઉપર થઈને મૂળ રસ્તે આવીને ડાબી બાજુના પગથિયાં ચઢી ધનવશીની ટૂંકમાં આપણે પ્રવેશીએ.

ધનવશીની ટૂંક :-
——————–
ધનવશીટૂંક બાબુના દેરાસર તરીકે પણ પ્રસિદ્ધ છે.

મુર્શિદાબાદના રાયબહાદુર બાબુ ધનપતસિંહજીએ પોતાના માતુશ્રી મહેતાબ કુમારીની પ્રેરણા તે સં. 1950 માં આ ભવ્ય જિનાલય બનાવ્યું છે.

આ સામે દેરીઓ તથા દર્શનીય પટના દર્શન કરીએ. હવે જમણી બાજુ રત્નમંદિરમાં રહેલી રત્ન પ્રતિમાઓ તથા બાજુમાં રહેલા સહસ્ત્રકૂટ મંદિરમાં દર્શન કરીએ . ‘ નમો જિણાણં’ 🙏

હવે ડાબી બાજુ જઈએ. સામે પાવાપુરીની પ્રતિકૃતિ રૂપ વિશાળ જળ મંદિર દેખાય છે. મહાવીરસ્વામી ભગવાનને તથા સામે બિરાજમાન ગૌતમસ્વામીને વંદના કરીએ.🙏
આ વિશાળ ટૂંકમાં જલમંદિર પણ દર્શનીય છે

દાદાની ટૂંકના અનુકરણ આ વિશાળ ટૂંકમાં આપણે હવે ઉપર ચડીએ. અશક્ત અને વૃદ્ધો ગિરિરાજ ઉપર ન ચડી શકે તો પણ યાત્રાનો લાભ મેળવે તે માટે સં.1950 માં બનાવેલા આ જિનાલયમાં બિરાજમાન ઋષભદેવ , પુંડરીકસ્વામી, રાયણ પગલાં , શાંતિનાથ ભગવાનને વંદના કરી , પ્રદક્ષિણામાં 84 દેવકુલિકામાં રહેલા પરમાત્માને નમો જિણાણં કહીને વંદના કરીએ.

*મહેતાબકુમારી જ્યારે શત્રુંજયની યાત્રા કરવા પધાર્યા ત્યારે તેમને શત્રુંજયની યાત્રા બહુ કઠીન લાગી એટલે તેમણે પોતાના પુત્ર બાબુને આદેશ કર્યો કે તળેટીમાં પણ આદિનાથદાદાનું એવું દેરાસર બનાવો કે જેવું ડુંગર ઉપર છે એવું. જેથી અમારા ( વૃધ્ધ – અશક્ત) જેવા લોકો અહીં પાંચ ચૈત્યવંદન કરી ગિરિરાજની જાત્રાનું પુણ્ય મેળવી શકે.

હાલમાં અનેક સંઘો અને સંઘપતિઓ જય તળેટીની ૯૯ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. જેમાં પ્રથમ ચૈત્યવંદન જય તળેટી અને બીજા ચાર ચૈત્યવંદન આ ટૂંકમાં કરી લાભ મેળવી રહ્યા છે.

બાબુના દેરાસરમાંથી જમણી બાજુ બહાર નીકળીએ..

સમવસરણ મંદિર :-
————————
અરે આ તો નીચેથી સીધો ઉપર આવતો રસ્તો ભેગો થઈ ગયો… સામે દેખાય છે ભવ્ય સમવસરણ મંદિર..

સાક્ષાત ભગવાનની દેશના સાંભળવા સમવસરણમાં આવ્યો હોઈએ તેમ લાગે છે ને પૂ. કસ્તુરસૂરિજીની સ્વપ્નસૃષ્ટિની આ દેણ છે ❗

નીચે ને ઉપર ચૌમુખજી , અંદર દેરીઓમાં ૧૦૮ પાર્શ્વનાથ અને ૨૪ ભગવાનના દર્શન નમો જિણાણં બોલીને કરીએ.

આ શંત્રુજય ગિરિરાજનો જયતળેટીથી રામપોળ સુધીનો રસ્તો બે માઇલ બે ફલાંગ જેટલો છે.

3364 પગથિયાં ચઢીશું ત્યારે રામપોળ આવશે. હાલ તો ધીમે ધીમે ચઢીએ , નહિ તો હાંફ ચડી જશે ❗

અને આ આવ્યો પહેલો વિસામો..

ભરત ચક્રવર્તીના પગલાં :–
——————————
આ તો છે ધોળી પરબ..અને જમણી બાજુ ભરત મહારાજાના પગલાં છે, તેને નમસ્કાર કરીએ… નમો સિદ્ધાણં 🙏🙏

શંત્રુજય મંડળ શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ પુત્ર અને આ અવસર્પિણીકાળમાં થયેલા પ્રથમ ચક્રવર્તી આ ભરત મહારાજાએ શ્રી શંત્રુજય ગિરિરાજનો સહુ પ્રથમ છ’રી પાલિત સંઘ કાઢયો હતો અને પ્રથમ ઉદ્ધાર પણ કર્યો હતો.

એક વાર તેઓ જયારે પોતાના અરીસાભુવનમાં શણગાર સજતાં હતાં. ત્યારે વીંટી સરકી જતાં વીંટી વગરની આંગળી કદરૂપી જણાઇ ❗બધી વીંટી ઉતારી તો શરીરની કદરૂપતાનું વિશેષ દર્શન થયુ.

અનિત્યતાની ભાવનાનું ચિંતવન કરતાં તેઓ ઘાતી કર્મ ખપાવીને કેવળજ્ઞાન પામ્યા..🙏

દેવોએ આપેલા સાધુવેશને ધારણ કરીને , જીવોને પ્રતિબોધ આપીને તેઓ છેલ્લે બાકીના અઘાતી કર્મો ખપાવીને સિધ્ધ પદે આરુઢ થઇ મોક્ષે ગયા.

તેમના આ પગલાં છે. નમો સિદ્ધાણં કહી વંદન કરી આગળ વધીએ.🚶‍♀️🚶‍♂️

સિદ્ધાચલનો મૂક સંદેશ :—
——————————
થાકી ગયા છીએ ને ❓ ચિંતા ન કરીએ …. હવે આ સીધા ચાલવાનો રસ્તો આવ્યો છે…. થાક બધો ઉતરી જશે❗

સાંસારિક બધી વાતો અને વિચારોને દૂર કરીને, નીચે જોઇને જયણાપૂર્વક આપણે સીધા ચાલી રહ્યા છીએ ત્યાં જાણે કે સિદ્ધાચલ ( શંત્રુજય) નો આ રસ્તો આપણને મૂક સંદેશ આપતો જણાય છે કે , ” સંસારયાત્રામાં પણ તું સીધો ચાલજે. માયા – કપટ વગેરે વડે જરાક વાંકો ચૂકો ચાલ્યો તો દુર્ગતિઓ રૂપી ખીણમાં ફેંકાયા વિના નહિ રહે❗

ગિરિરાજના આ સિદ્ધાચલ સંદેશ ને જીવનના આત્મસાત કરવાનો સંકલ્પ કરતા આપણે આગળ વધી રહ્યા છીએ ત્યાં સીધા રસ્તાના છેડે , સં. 1861 માં સુરતના ઈચ્છાચંદ શેઠે બનાવેલો ‘ ઈચ્છાકુંડ ‘ આવ્યો.

વાહ ….. કેવું સરસ ❗ આ જમણી બાજુ દેરી આવી.

વંદના…પાપ નિકંદના..:–
———————————

આ શાશ્વત ગિરીરાજની આ તો વળી અદ્દભૂત વિશેષતા ❗ જ્યાં થોડુંક ચઢો ત્યાં વંદના કરવાનું કોઈક સ્થાન આવી જ જાય❗❗❗

વંદનાની સાથે ચડતા ચડતા થાકેલાને થોડો વિસામો પણ મળી જાય.

વચ્ચે વચ્ચે આવતા વિસામાઓ અને દેરીઓ કહે છે કે સંસારમાં ભમતાં ભમતાં થાક લાગ્યો હોય અને હવે વિસામો જોઈતો હોય તો જરા અહીં વંદના કરતો જા 🙏. વંદના કરતાં થઈ જશે: અનંતાનંત ભવોના આપની નિકંદના ❗❗

ચાલો ….આપણે પણ આ દેરીમાં રહેલા ગીરીરાજના આદિનાથ ગિરનારજીના નેમીનાથ અને જેમણે અહીં પધારીને ગિરિરાજના મહિમાને વર્ણવ્યો હતો તે નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત સ્વામીને વંદના કરીએ. 🙏

આદિનાથ ભગવાનનાં પગલાં :–
————————————

થોડા ઉપર ચઢીએ એટલે લીલી પરબ આવી.

આ પરબ પણ અચલગચ્છીય સુજાપુરના શ્રાવકના ના સહયોગથી બંધાઈ છે.

થોડા ઉપર ચઢીએ ત્યાં બાજુમાં દેરીમાં રહેલા આદિનાથ ભગવાનનાં પગલાં ને નમો જિણાણં કહીને સહેજ આગળ વધ્યા ત્યાં તો કુમારકુંડ આવ્યો❗

કુમારકુંડ :–
————
કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીની મહારાજની પ્રેરણાથી છ’રી પાલિત સંઘ લાવેલા કુમારપાળ મહારાજાએ આ કુંડ બનાવ્યો છે , તથા ગિરીરાજ ઉપર ” કુમારપાળવિહાર ” નામની ટૂંક પણ બનાવી છે.

એકવાર છ’રીપાલિક સંઘની સાથે યાત્રા કરીને વસ્તુપાળ નીચે ઉતરતાં આ કુમારકુંડ પાસે આવ્યા. સંઘ આવ્યો છે , ખૂબ કમાણી થશે તેવી આશા લઈને ઉપર ચઢતો માળી પાછા ફરતા સંઘને જોઈને નિરાશ થયો ❗ પણ આ તો મહાઉદાર વસ્તુપાળ ❗ તેમણે તમામ ફૂલો ઉદારતાપૂર્વક ખરીદી લીધાં અને આ જગ્યાએથી જ ગિરિરાજને ફૂલડાંઓથી વધાવ્યો.

કુમારકુંડ સ્થળે આવેલા આપણને આ પ્રસંગ ઉદાર બનવાનો મૂક સંદેશ પ્રસારિત કરે છે…

કુમારપાળ મહારાજા યાત્રામાં આવતા તમામ વૃક્ષોને પણ નમસ્કાર કરતા.🙏🙏

હિંગળાજનો હડો :—
————————–

પ્રભુજી ❗️આવ્યો હિંગળાજ નો હડો કે કેડે હાથ દઈ ચડી રે લોલ.

હવે આપણે સતત સીધું ચઢાણ ચડવાનું છે. બસ ચઢયા જ કરો. સામે પગથિયા જ પગથિયા દેખાય છે. પૂર્વે તો પગથિયા જ નહોતાં. કેડે હાથ દઈને ચઢવું પડતું હતું ❗️
ચાલો આપણે પણ ધીમે ધીમે ડગ ભરતાં ઉપર ચઢીએ…અને આ શું આવ્યું ❓️

આ તો આવ્યો પહેલો હિંગળાજનો હડો

હે…. આવ્યો હિંગળાજ હડો,
કેડે હાથ દઇને ચઢો,
ફૂટયો પાપનો ઘડો , બાંધ્યો પુણ્યનો પડો..

સિંધુ નદી તરફ ના વિસ્તારમાંની શ્રી શંત્રુજગિરિરાજની યાત્રા કરવા આવતા યાત્રિકોને કરાંચીના જંગલમાં હિંગુલ નામનો રાક્ષસ હેરાન કરતો હતો. નેમીનાથ પરમાત્માની અધિષ્ઠાયિકા અને સૌરાષ્ટ્ર દેશની રખેવાળી અંબિકાદેવીએ આ હિંગુલરાક્ષસનો પરાભવ કર્યો.

હિંગુલરાક્ષસની વિનંતીથી તેઓ હિંગળાજમાતા તરીકે પ્રસિધ્ધ થયા.

તેમની પ્રતિમા અહીં પૂજાતી હોવાથી આ ભાગ હિંગળાજના હડા તરીકે ઓળખાય છે.

યાત્રામાં સૌની રક્ષા થાય એવી ભાવના ભાવવી.

કલિકુંડ પાર્શ્વનાથના પગલાં : —
————————————
થોડું ચઢીને ચોકમાં રહેલાં કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના પગલાં ને “નમો જિણાણં” કરીએ.. બે રસ્તા પડે છે.. જમણી બાજુના જુના રસ્તે પ્રાચીનકાળના હજારો યાત્રિકોના ઉત્તમ ભાવનાના પવિત્ર પરમાણુઓ પથરાયેલા છે. આ જુના રસ્તે થોડે આગળ જતાં જમણી બાજુ બેસવાનો ઓટલો આવે છે.

કહેવાય છે કે ભરૂચના અનુપચંદ શેઠ વિસામા માટે આ ઓટલે બેઠાં .. સાથે રહેલા ગિરધરભાઇ ભોજકને તેમણે કહ્યું કે ” અહીં કોઇ મરે તો તે કેવું કહેવાય ❓ ભોજકે જવાબ આપ્યો કે , ” જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદના ભોકતા બન્યા છે, ત્યાં તો મહાપુણ્યશાળીને જ મોત મળે ❗❗

આ સાંભળતાં જ અનુપચંદભાઇએ પોતાની ડોક ગિરધરભાઇના ખભે ઢાળી દીધી… ઈચ્છામૃત્યુને તેઓએ આ જગ્યાએ પ્રાપ્ત કર્યુ.

સમવસરણદેરી :—-
——————-
થોડા આગળ જતા શેત્રુંજય ઉપર મંડાયેલા પ્રભુ વીરના સમવસરણ ને યાદ આપતી સમવસરણના આકારની દેરી આવે છે. જેમાં પ્રભુ વીરના પગલાં છે. ” નમો જિણાણં “

આપણે હવે ડાબી બાજુના નવા રસ્તે ઉપર ચડી રહ્યા છીએ.🚶‍♀️🚶‍♂️🚶‍♀️🚶‍♂️

શાશ્વત જિનના પગલાં :–
——————————
આગળ વધતા હેમાભાઈનો કુંડ અને પરબ આવી. બાજુમાં નકશીવાળી દેરીમાં ઋષભાનન, ચંદ્રાનન, વર્ધમાન અને વારીષેણ એ ચારે શાશ્વત જિનના પગલાં છે.

દેવલોક વગેરેમાં જે જે શાશ્વત જિનાલયો છે ; તે દરેકમાં આ ચાર ભગવંતની જ પ્રતિમા હોય છે. ચાલો.. ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ..

આની પાછળ છાલાકુંડ છે.

શ્રી પૂજયની ટૂંક :—-
———————–
અહીંથી પણ જૂનો અને નવો ; એમ બે રસ્તા જાય છે. નવા રસ્તે આગળ વધીએ અને આ શ્રીપૂજ્ય ની ટૂંક આવી. ચાલો અંદર જઈએ ૭ ફણા વાળી ૧૭ ઇંચની પદ્માવતીદેવીના મસ્તક ઉપર બિરાજમાન પાંચ ફણાવાળા પાર્શ્વનાથ ભગવાનને વંદના કરીએ. ” નમો જિણાણં “

પદ્માવતી દેવીને પ્રણામ કહીએ. આ ટૂંકમાં દેરીઓમાં શ્રી પૂજયોના પગલાં છે.

એક મોટા કુંડની ચારે બાજુ રહેલી દેરીઓમાં ગોડીજી પાર્શ્વનાથ , આદિનાથ , ગૌતમસ્વામી ના પગલાને વંદના કરીને બહાર નીકળીએ. ૨૪ દેરીઓ સુંદર બની છે. 🙏🙏

દ્રાવિડ વારિખિલ્લજી:—
——————————
હવે તો ચઢાણ જેવું લાગતું જ નથી. બે – ચાર પગથીયા ચઢવાનું અને ચાલવાનું… ; આ રીતે જ્યાં જુનો અને નવો રસ્તો ભેગો થાય છે ત્યાં પહોંચ્યા એટલે ચોતરા ઉપર મોટા ઘુમ્મટવાળી દેરી આવી…. અંદર રહેલી
1. દ્રાવિડજી
2. વારિખીલ્લજી
3. અઈમુત્તાજી અને
4. નારદજીની
ઉભી પ્રતિમાઓને વંદન કરીએ… ” નમો જિણાણં “

પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રવિડરાજાના બે પુત્રો દ્રાવિડ અને વારિખીલ્લ નજીવા કારણથી ૧૦ – ૧૦ કરોડના સૈન્ય સાથે યુદ્ધના મેદાનમાં ઘોર સંગ્રામ કરવા લાગ્યા. ૧૦ કરોડ સૈનિકોનો કચરઘાણ વળી ગયો.

ચોમાસું આવતા યુદ્ધ વિરામ થયો. સુવલ્ગુતાપસ પાસે હિંસાની ભયંકરતા જાણીને, ભાઈને રાજ્ય સુપ્રત કરવા દ્રાવિડ પોતે વારિખીલ્લ પાસે ગયો , પણ વારિખીલ્લે મોટા ભાઈના પગમાં પડીને ક્ષમા માંગી – વૈરાગ્ય પામીને , દસ કરોડ સૈન્યની સાથે દ્રાવિડ અને વારિખીલ્લ તાપસ બન્યા.

ચારણમુનિના સત્સંગથી જૈન સાધુ બનીને શંત્રુજય ગિરિરાજ પહોંચ્યા. આ ગિરિરાજ ના પ્રભાવે તેઓ દસ કરોડની સાથે કાર્તિક સુદી પૂર્ણિમાની દિને મોક્ષે પહોંચ્યા. તેમની આ બે પ્રતિમા છે.

અઈમુત્તા અણગાર :—-
————————–
ગૌતમસ્વામી પાસે નાનકડા અઈમુત્તાએ દીક્ષા લીધી. ચોમાસામાં તળાવમાં હોડી તરાવતાં બાળકોને જોઈને , બાળપણ યાદ આવ્યું. પોતાની પાતરી તરાવવા મૂકી. સાધુઓ પાસેથી , કાચા પાણીની થયેલી વિરાધના જાણીને પશ્ચાતાપ થયો. ઈરિયાવહી સૂત્રથી પ્રતિક્રમણ કરતાં . પશ્ચાતાપના તીવ્ર ભાવે કેવળજ્ઞાન પામ્યા. 🙏🙏

સાંભળવા પ્રમાણે આ અઈમુત્તાકેવલી વિચરતાં વિચરતાં શંત્રુજય ગિરિરાજ પધાર્યા. અહીં તેમણે નારદજીને શંત્રુજય ગિરિરાજનું માહાત્મ્ય જણાવ્યું હતું. તેઓ અત્રે મોક્ષે ગયા.

નારદજી :—-
————–
નારદજી પણ ૯૧ લાખની સાથે અહીં મોક્ષે ગયા છે.

ચારે સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને , મોક્ષ મેળવવાની ઝંખના સાથે ઉપર ચઢવાની તૈયારી કરીએ ; ત્યાં ઉપર જાણે મોક્ષ પહોંચાડનારી નિસરણી ન હોય તેવું ગગનચુંબી શિખર દેખાય છે ને ❓

આ સામે ઊંચે દેખાતું શિખર દાદાની ટૂંક નથી હોં ❗એ તો છે ચૌમુખજીની ટૂંકનું શિખર… ચારે બાજુ ૨૫ – ૨૫ માઇલ દૂરથી પણ આ શિખરના દર્શન થાય છે. ચાલો.. અહીંથી જ ” નમો જિણાણં ” કહીને વંદના કરી આગળ વધીએ…

હીરાબાઇએ બનાવેલા હીરાકુંડ અને પછી સુરતના શેઠ ભૂખણદાસે બંધાવેલા કુંડને વટાવીને હવે આપણે એક ચોતરા પાસે આવી પહોંચ્યા છીએ.

શ્રી શત્રુંજય તીર્થાધિરાજજીનું સ્તવન
~~~~~

સિદ્ધાચલગિરિ વિમલાચલગિરિ ભેટ્યા રે ,
ધન્ય ભાગ્ય હમારાં…

એ ગિરિવરનો મહિમા મોટો ,
કહેતાં ન આવે પારા ;
રાયણ રૂખ સમોસર્યા સ્વામી,
પૂર્વે નવાણું વારા રે… ધન્ય.૧

મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર,
ચૌમુખ પ્રતિમા ચારા ;
અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે ,
સમકિત મૂળ આધારા રે… ધન્ય. ૨

ભાવ ભક્તિશું પ્રભુ ગુણ ગાવે,
અપના જન્મ સુધારા ;
યાત્રા કરી ભવિજન શુભ ભાવે,
નરક તિર્યંચ ગતિ વારા રે… ધન્ય. ૩

દૂર દેશાંતરથી હું આવ્યો ,
શ્રવણે સુણી ગુણ તોરા ;
પતિત ઉદ્ધારણ બિરૂદ તમારૂં,
એ તીરથ જગ સારા રે… ધન્ય. ૪

સંવત અઢાર ત્યાંશી માસ અષાઢો ,
વદી આઠમ ભોમવારા ;
પ્રભુજી કે ચરણ પ્રતાપ કે સંઘમેં ,
‘ક્ષમારતન’ પ્રભુ પ્યારા રે… ધન્ય. ૫

સિદ્ધાચલગિરિ વિમલાચલગિરિ ભેટ્યા રે…

🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ના સ્તવનનો અર્થ
~~~~~~~~~

અમને ગિરિરાજશ્રી સિદ્ધાચલજી ભેટવા – સ્પર્શવા મળ્યો એ અમારા અહોભાગ્ય – ધન્યભાગ્ય છે. એ ગિરિવરનો મહિમા એટલો મોટો છે કે એ મહિમા ગમે તેટલો બોલીએ તોપણ એનો અંત ન આવે. પ્રથમ જિનપતિશ્રી ઋષભદેવ સ્વામીનું અહીં રાયણના ઝાડ નીચે નવ્વાણું પૂર્વ (૬૯ ક્રોડા ક્રોડી ૮૫ લાખ ક્રોડ ૪૪ હજાર ક્રોડ) વખત સમવસરણ રચાયું હતું. (૧)

અહીં ચારે દિશામાં મૂળનાયક તરીકે બિરાજતાં ચતુર્મુખ શ્રી આદિનાથ ભગવાનના ચાર પ્રતિમાજીને હે ભવ્યો ! તમે આઠ ઉત્તમ – દ્રવ્યોથી ભાવપૂર્વક પૂજા કરો કારણ કે એ પૂજા સમકિતનું મૂળભૂત કારણ છે. (૨)

જે ભવ્ય પ્રાણી ભાવથી અને ભક્તિથી અરિહંતના ગુણો ગાય છે. એના જન્મ સુધરી જાય છે અને અત્રે શુભ ભાવપૂર્વક જે યાત્રા કરે છે એની નરક અને તિર્યંચગતિનું ગમન અટકી જાય છે. (૩)

હે સુંદર તીર્થાધિરાજ ! તમો પતિતના ઉદ્ધારક છો એવું તમારૂં ઉત્તમ બિરુદ અને તમારા ઉત્તમ ગુણોનું શ્રવણ કરીને હું દૂર દેશાંતરથી આપની પાસે યાત્રાર્થે આવ્યો છું અને હું ધન્યભાગી બન્યો છું. (૪)

ખિમારત્ન નામના કવિપ્રવર મુનિરાજશ્રી કહે છે કે – “હે ક્ષમારત્ન પ્રભુજી ! વિક્રમ સંવત ૧૮૮૩ની સાલમાં અષાઢ વદ ૮ (જેઠ વદ આઠમ) સોમવારના રોજ આપના ચરણકમળની કૃપાથી પ્રતાપજી નામના શ્રેષ્ઠિવર્યના સંઘની સાથે હું અત્રે યાત્રા માટે આવ્યો છું એ મારા અહોભાગ્ય છે.” (૫)

🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

ત્રિશિખરી દેરી :—
——————-
આ ચોતરા ઉપર ત્રણ શિખરવાળી દેરીમાં , પાંચ શ્યામવર્ણની કાઉસ્સગીયા પ્રતિમા જે દેખાય છે, તે રામ , ભરત , થાવચ્ચાપુત્ર , શુક્ર પરિવ્રાજક અને શેલકાચાર્યની છે.

રામ – ભરત :—
—————-
રામાયણના મુખ્ય પાત્ર રામચન્દ્રજીએ આ શંત્રુજય ગિરીરાજનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો છે. તેઓ અને તેમના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિઓ સાથે અહીં મોક્ષે ગયા છે. ” નમો સિદ્ધાણં “

થાવચ્ચા પુત્ર :—
——————-
થાવચ્ચા શેઠાણીના પુત્રે નેમીનાથ ભગવાનની દેશના સાંભળીને, વૈરાગ્ય પામી , 32 કરોડ સોનામહોરની સંપત્તિ તથા 32 પત્નીઓને છોડી બીજા એક હજાર પુરુષો સાથે પરમાત્મા પાસે દીક્ષા લીધી. છેલ્લે આ શંત્રુજય ગિરીરાજ ઉપર તેઓ બધા એક મહીનાનું અનશન કરીને મોક્ષે ગયા. ” નમો સિદ્ધાણં “

શુક્ર પરિવ્રાજક :—
———————
જલશૌચમાં ધર્મ માનનાર સુદર્શન થાવચ્ચા પુત્રના સત્સંગને પામી ચુસ્તશ્રાવક બન્યો. સુદર્શનને છેતરાયેલો માની , તેના ભૂતપૂર્વ ગુરૂ શુક્ર પરિવ્રાજક ત્યાં આવ્યા. સુદર્શન તેમને આચાર્ય થાવચ્ચાપુત્ર પાસે લઈ ગયો. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવ છે. જલશૌચમાં ધર્મ નથી પણ પુષ્કળ હિંસા છે. જલશૌચથી મોક્ષ થતો હોય તો બધા જ માછલાઓ જલ્દી મોક્ષમાં જવા જોઈએ વગેરે યુક્તિઓ વડે પ્રતિબોધ પામેલા શુક્રપરિવ્રાજકે પોતાના ૧૦૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. પછી આચાર્ય થઈને તેઓ છેલ્લે શંત્રુજય ગિરીરાજ ઉપર ૧૦૦૦ શિષ્યો સાથે અનશન કરીને મોક્ષે ગયા. ” નમો સિદ્ધાણં “

શેલકાચાર્ય :–
—————-
આ શુકાચાર્ય ( શુક્ર પરિવ્રાજક) પાસે મંડુકદેશના રાજા શેલકજીએ, પંથકજી વગેરે ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષા લીધી હતી. શુકાચાર્ય નિર્વાણ પછી આ શેલકાચાર્ય પોતાના શિષ્યો સાથે મંડુકનગરીમાં આવ્યા. શરીરમાં આવેલી માંદગીના અહીં ઉપચારો કર્યા. શારીરિક માંદગી તો દૂર થઈ પણ ખાવા-પીવાની આસક્તિ રૂપ આત્મિક માંદગી શરૂ થઈ. ત્યાં જ રોકાઈ ગયા.

શિથીલાચારી જાણી પંથકજીએ અન્ય શિષ્યોને વિહાર કરાવી દીધો.

શિથીલ ગુરૂની પણ સેવા કરતાં પંથકજી મુનિએ ચોમાસી પ્રતિક્રમણ કરતાં નિદ્રામાં પોઢેલા ગુરૂ શેલકાચાર્યના પગને સ્પર્શ કર્યો, ખામણા કર્યા.

નિદ્રામાં ખલેલ પડતાં ગુરૂ ગુસ્સે ભરાયા. પંથકજીએ વિનયપૂર્વક ક્ષમા માંગતા કહ્યું કે , ચોમાસાની પૂર્ણાહૂતિએ ચોમાસી પ્રતિક્રમણ કરતી વખતે ચારે મહીનાના આપના સંબંધમાં થઈ ગયેલા અપરાધોની ક્ષમા માંગવા મેં આપના ચરણને સ્પર્શ કર્યો હતો ❗❗

આ શબ્દો સાંભળતા જ શેલકાચાર્યનો અંતરાત્મા જાગ્રત થયો. ચોમાસી પ્રતિક્રમણ પણ કર્યું નથી. તેનું ભાન થયું ; પોતાની તમામ શિથિલતા પ્રત્યે ધિક્કાર વછૂટ્યો. પ્રાયશ્ચિત કરીને સંયમજીવનને વ્યવસ્થિત કર્યું. શિષ્યો પણ તેમની પાસે પાછા આવી ગયા. છેલ્લે શંત્રુજય ગિરીરાજ ઉપર આવી , અનશન કરીને તેઓ ૫૦૦ શિષ્યોની સાથે મોક્ષે ગયા. ” નમો સિદ્ધાણં “

ગમે તેવા પાપો સેવાઈ ગયા હોય , પણ પશ્ચાતાપ કરીને શુદ્ધિ મેળવીએ તો મોક્ષમાં પણ પહોંચી શકાય છે. તે જાણીને જલ્દીથી તમામ પાપોની ગુરૂભગવંત પાસે આચોલના કરીશું તેવા સંકલ્પપૂર્વક આપણે આગળ વધી રહ્યા છીએ.

સુકોશલમુનિના પગલાં :—
——————————-
ડાબી બાજુ સુકોશલ મુનિના પગલાંની દેરી આવી. આગળ વધવાની ઉતાવળ ન કરીએ. ” નમો સિદ્ધાણં ” કહીને વંદનના કરીએ.

રામચંદ્રના પૂર્વજ રાજા કીર્તિધરે રાણી સહદેવી અને પુત્ર સુકોશલને મૂકીને દીક્ષા લીધી. વિહાર કરતાં એકવાર તેઓ પોતાની નગરીમાં આવ્યા. રાજમાતા સહદેવીને ભય લાગ્યો કે પિતાના ઉપદેશથી પુત્ર પણ દીક્ષા લઈ લેશે તો ❓ તે સ્વાર્થી નારીએ સર્વ સંત સંન્યાસીઓની સાથે પતિમુનિને પણ નગરમાંથી બહાર કઢાવ્યા.

સુકોશલને સંસારની સ્વાર્થમયતાના કારણે બનેલા આ બનાવની ખબર પડી એટલે દુઃખી થઈને તે પિતામુનિ પાસે ક્ષમા માંગવા ગયો. ઉપદેશ સાંભળી , વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી.

પુત્રના વિરહથી હે પુત્ર ❗હે પુત્ર❗ એમ આર્તધ્યાન કરતી તે સહદેવી અંતે મૃત્યુ પામી જંગલમાં વાઘણ બની.

ગિરિરાજ ઉપર આવેલા બંને મુનિને જોતા જ વિફરેલી તે વાઘણ પહેલા સુકોશલમુનિ ઉપર હુમલો કર્યો. પંજો મારી લોહી પીવા લાગી, માંસ ખાવા લાગી. મુનિને જમીન ઉપર પટકી ..બે પંજાથી જડબું ચીરવા લાગી.

સમતાભાવમાં લીન બનેલા સુકોશલમુનિ શુકલધ્યાન લગાવીને કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા..🙏🙏

જડબું ફાડી, અંદર રહેલા સોનાના દાંત જોતાં તે વાઘણ વિચારમાં પડી ❗ જાતિ સ્મરણ જ્ઞાન થયું. અરરરર… મેં આ શું કર્યું ❓માતા થઈને દીકરા ઉપર હિચકારો હુમલો ❓ તીવ્ર પશ્ચાતાપ થયો. અનશન કર્યું. અઢી દિવસ પછી મરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી એક ભવ કરી મોક્ષે જશે. 🙏🙏

સહદેવી હાય – વોય (આર્તધ્યાન) કરીને માનવમાંથી તિર્યંચ બની ; જ્યારે ગિરિરાજના પ્રભાવે વાઘણ મરીને દેવ બની મોક્ષ જશે.

આ જાણ્યા પછી હાય વોય કદી પણ ન કરવાનો સંકલ્પ કરીને

થોડા આગળ વધ્યા ત્યાં તો ડાબી બાજુ દેરી આવી. આમાં નમી વિનમીના પગલાં છે. ચાલો દર્શન કરીએ… ” નમો સિદ્ધાણં “

નમી – વિનમી :–
—————–
પરમાત્મા ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી સાધના કરતા હતા. ત્યારે રાજ્યોનો ભાગ મેળવવા નમિ – વિનમીએ પ્રભુની ખૂબ સેવા કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને વંદન કરવા આવેલા ધરણેન્દ્રે તેમને ૧૬૦૦ વિદ્યાઓ અને વૈતાઢય પર્વત ઉપરના ૧૧૦ નગરોનું રાજય આપીને વિદ્યાધર બનાવેલા. પરમાત્માની સેવા કદી પણ નિષ્ફળ જતી નથી.

આ નમી – વિનમી ફાગણ સુદ 10ના દિને શત્રુંજય ગિરિરાજ ઉપર બે કરોડ સાથે મોક્ષે ગયા. ” નમો સિદ્ધાણં ” 🙏

નમિ – વિનમિ પરમાત્મા ઋષભદેવની સેવા કરી રહ્યા છે. તે દ્રશ્યને જણાવતી પ્રતિમા ઉપર દાદા ના દરબારમાં રાયણ પગલાંની પાસે દેરીમાં છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલા ઋષભદેવ ભગવાનની આજુબાજુ ઉભેલા નમિ – વિનમિકુમારના હાથમાં રહેલી તલવારમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે.

બાજુમાં બાહુબલીજી અને ભરતજીની મૂર્તિ પણ છે. બ્રાહ્મી અને સુંદરી (ઋષભદેવની પુત્રીની) મૂર્તિ પણ તેની અંતર્ગત છે. આપણે ઉપર પહોંચીશું ત્યારે તેના અચૂક દર્શન કરીશું.

હાલ તો આપણે ઉપર ચડઢવાનું ચાલુ રાખીએ…🚶‍♂️🚶‍♀️🚶‍♂️🚶‍♀️

હવે શું આવ્યું ❓

હનુમાનધારા :—
———————–
અને…. ❗❗ આ આવી હનુમાનધારા , ડાબી બાજુ ઘટાદાર વડલા નીચે પાણીની પરબ દેખાય છે. જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ દેખાય છે. ચોતરા ઉપર ઋષભદેવ ભગવાનના પગલાં છે.ચાલો…. વંદના કરીએ ” નમો જિણાણં “

ઉપર ચડવા માટે હવે સામે બે રસ્તા દેખાય છે માટે મૂંઝાઈ ગયા ❔❔

મુંઝાવવાની જરાય જરૂર નથી.. ડાબી તરફના રસ્તા પાસે દાદાની ટૂંક તરફ જવાનો રસ્તો અને જમણી તરફ રસ્તા પાસે નવ ટૂંક તરફ જવાનો રસ્તો એવા બોર્ડ વંચાય છે ને ❓❓

દાદાની ટૂંક તરફ …ઘણા સમયથી આપણું મન આદેશ્વર દાદા ના દર્શન કરવા થનગની રહ્યું છે. તેથી આપણે ડાબી બાજુના રસ્તે ઉપર ચઢીશું.. જમણીબાજુના રસ્તે ચઢીને, પહેલાં નવટૂંકના દર્શન કરતા કરતા પણ દાદાની ટૂંકમાં જવાય છે.

પણ…. હમણા આપણે દાદાને ભેટવા ચાલ્યા… 🙏🙏 જય જય શ્રી આદિનાથ 🙏🙏

તાલધ્વજગિરી :—
————————
મનોહર વળાંકવાળા રસ્તે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ડાબી બાજુ દૂર દૂર તાલધ્વજ (તળાજા) ગિરીરાજ દેખાય છે. અહીંથી જ વંદના કરીએ.. ” નમો જિણાણં “

નીચે જોતાં ખૂબ મનોહર અને આહલાદકારી દ્રશ્ય દેખાય છે.. શત્રુંજય નદી ખળ ખળ વહી રહી છે

આપણે તો હાલ ઉપર તરફ આગળ વધવાનું ચાલુ રાખવાનું છે.

જાલી મયાલી ઉવયાલી :—-
——————————
અને આ જમણી બાજુ જુઓ તો ભેખડ દેખાય છે. નાના નાના પગથિયાં ભેખડની ઉપર કોતરમાં જાય છે. પર્વતમાં કોતરેલી જાલી, મયાલી અને ઉવયાલીની પ્રતિમા દેખાય છે.

તેઓ શ્રીકૃષ્ણના પુત્રો હતા અને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને અનશન કરીને આ શંત્રુજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. આપણે તેને વંદના કરીએ..🙏 ” નમો સિદ્ધાણં “

લગભગ બધો થાક ઉતરી ગયો છે.. કારણ કે દાદાને ભેટવાની અંતરમાં તાલાવેલી વધી રહી છે… અને આ શું સામે એક મોટો દરવાજો દેખાય છે ❓❔

કયાં પહોંચ્યા આપણે ❓

થોડા પગલાં આપણે આગળ વધ્યા ત્યાં તો સામે થોડે ઉપર મોટો જે દરવાજો દેખાય છે, તેનું નામ છે રામપોળ..

🔆🔆 રામપોળ 🔆🔆
~~~~~
પ્રભુજી ❗આવી રામપોળકે…….
સામા મોતીવસહિ રે લોલ…..

શંત્રુજયની દેવનગરીમાં પ્રવેશ આપતો ગેટવે ઓફ ‘શંત્રુજય ‘ તરીકે રામપોળનું સ્થાન ગણાય છે. મોતીશા શેઠનો એક માણસ રામજી હતો તેની યાદમાં આ નામ પડ્યું છે.

સડસડાટ પગથીયા ચઢ્યા એટલે ડાબીબાજુ દહીં વેચવાવાળા બેઠેલાં છે. જમણી બાજુ પાણીની મોટી પરબ છે.

◾ તીરથની આશાતના નવિ કરીએ ◾
~~~~~~~~

ગિરીરાજની આશાતના કરવી તે પાપની બારી છે , તો આ સામે જે રામપોળ દેખાય છે, તે પુણ્યાની બારી છે. કારણ કે રામપોળની અંદર જિનાલયોની હારમાળા આવશે , જેમાં બિરાજમાન ભગવંતોના દર્શન – વંદન – પૂજનથી ઢગલાબંધ પુણ્યનું સર્જન થાય છે.

પંચશિખરી જિનાલય :–
——————————-
રામપોળના દરવાજામાં આપણે પ્રવેશ્યા એટલે સામે જમણી બાજુ પાંચ શિખરવાળું વિમલનાથ ભગવાનનું જિનાલય આવ્યું. અંદર પ્રવેશીને દર્શન કરીએ. ” નમો જિણાણં “… આ દેરાસર ઔરંગાબાદના શેઠ વલ્લભભાઈ મોહનદાસે કરાવેલ છે.

ત્રિશિખરી જિનાલય :—
—————————–
પછી બાજુમાં સુમતિનાથ ભગવાનનું ત્રણ શિખરવાળા જિનાલયમાં પ્રવેશ કરીને દર્શન કરીએ. ” નમો જિણાણં “.. આ જિનાલય સુરતના દેવચંદ કલ્યાણજી શેઠ પરિવારે કરાવેલ છે.

મોતીશાની ટૂંક :—
—————–
બહાર નીકળ્યા એટલે બાજુમાં મોતીશાશેઠની ટૂંકનો ભવ્ય દરવાજો દેખાય છે. આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે , તેથી બહારથી જ ટૂંકમાં બિરાજમાન આદેશ્વર ભગવાનને ” નમો જિણાણં ” કહીને વંદના કરીને આગળ વધીએ..આ ટૂંકમાં ૧૬ મંદિરો છે ૧૨૩ નાની દેરીઓ છે.

ડાબી બાજુએ વિસામો લેવા બેઠેલા ડોળીવાળા દેખાય છે. થોડા પગથિયા ચડયા એટલે જમણી બાજુ ઘેટીની પાગ તરફ જવાનો રસ્તો દેખાય છે. પહેલા અત્રે કુંતાસર નામે ખીણ હતી. મોતીશા શેઠે ખીણ પૂરાવી. બહારના ભાગમાં કુંતાસર કુંડ છે. તેની દીવાલ ના ગોખલામાં કુંતાસરદેવીની મૂર્તિ સ્થાપેલી છે. સામે દેખાય છે તે દરવાજા સગાળપોળ તરીકે ઓળખાય છે. બંગાળના સરાફની યાદમાં નામ અપાયું છે.

🔆🔆 સગાળપોળ 🔆🔆
~~~~~
સાથે લાવેલાં કપડાના બુટ – સ્લીપર , લાકડી વગેરે અહીં મૂકીને આગળ વધાય છે. સામે જે ચોક છે તે દોલાખાડી તરીકે ઓળખાય છે.

ડાબી બાજુ નોંધણકુંડ , સગાળકુંડ અને તેની પાસે આણંદજી – કલ્યાણજીની પેઢી દેખાઇ રહી છે.

દાદાને ભેટવા માટે થોડી જ ક્ષણોનો વિલંબ છે.

◾◾વિમલવસહી ◾◾
~~~~~~~
વાઘણપોળ :–
——————-
થોડા પગથિયાં ચડ્યા એટલે સામે દેખાય છે વાઘણપોળનો દરવાજો 🚪🚪
વાઘણપોળથી દાદાના દરબાર સુધીના વિસ્તારને દાદાની ટૂંક, વિમલવસહી કે મરૂદેવા શિખર કહેવાય છે.
જમણી બાજુ અચલગચ્છીય શેઠશ્રી કેશવજી નાયકની ટૂંક દેખાય છે. તેમાં પાંચ મહાતીર્થની રચના છે. ત્યાં રહેલા સર્વ પરમાત્માને વંદના કરીએ. ” નમો જિણાણં “. વાઘણપોળનું નિર્માણ ઈ.સ.1232 ના મંત્રી વસ્તુપાળ – તેજપાળે કરાવ્યું. પુનનિર્માણ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ કરાવેલ છે.

◾◾શાંતિનાથ ભગવાનનું દેરાસર ◾◾
~~~~~~~~~
જયાં સોહે શાંતિનાથ દાદા,
સોળમાં જિન ત્રિભુવન ત્રાતા,
પોળે જાતા સૌ પહેલા પ્રણામ…..

ડાબી બાજુ દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલ ભવ્ય જિનાલય છે. અંદર શાંતિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે.

શત્રુંજય ગિરિરાજ યાત્રા કરનારે બીજું ચૈત્યવંદન અહીં કરવાનું હોય છે. ચાલો આપણે અંદર જઈને દર્શન -પૂજન ચૈત્યવંદનાદિ કરીએ.🙏🙏

પ્રભુને ભાવસાથે વંદન કરતા કહીએ

ઉંચે ઉંચે નાથ બિરાજો , શાંતિ નામ ધારી રે ;
મીઠી મીઠી લહેરો આવે , ભાવો દે વધારી રે ;
ભક્તિ કેરુ ભેટણું મારુ કરી લો સ્વીકાર રે…..
દર્શન કરતા હર્ષિત થાય મન મોઝાર……

ભાવ સાથે ચૈત્યવંદન કરી બહાર નીકળીએ… આગળ વધીએ..

◾◾ ચક્રેશ્વરી દેવીની દેરી ◾◾
~~~~~~~

પ્રભુજી ! આવી વાઘણપોળ કે ,
ડાબા ચક્કેશ્વરી રે લોલ ;
ચક્કેશ્વરી જિનશાસન રખવાલ કે ,
સંઘની સહાય કરે રે લોલ….

શાંતિનાથ ભગવાનના દર્શન કરીને બહાર નીકળીને ડાબી તરફ સાંભળીને નીચે ઉતરીને ચક્કેશ્વરો માતાને પ્રણામ કરીએ..

ચક્કેશ્વરીદેવી પરમાત્મા ઋષભદેવ ભગવાનની અધિષ્ઠાયિકા છે. શંત્રુજય ગિરિરાજનો સોળમો ( હાલનો) ઉદ્વાર કરનાર કર્માશાની તે કૂળદેવી છે. તેમણે કર્માશાને શંત્રુજય ગિરિરાજનો ઉદ્વાર કરવામાં સહાય કરી હતી.

જયાં ચક્કેશ્વરી છે માતા , વાઘેશ્વરી દે સુખશાતા ;
કવડજક્ષાદિ સૌ દેવતા તમામ છે
સૌ ચાલો સિદ્ધિગિરિ જઈએ….

બાજુમાં વાઘેશ્વરીમાતાની પ્રતિમા છે. ચક્કેશ્વરી તથા વાઘેશ્વરી બંને દેવીની પ્રતિમા કર્માશાએ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. શાસનરક્ષા માટે અને આરાધનામાં સહાય કરવા માટેની પ્રાર્થના કરવા પૂર્વક પ્રણામ કરીએ.

સાવધાન :–
—————
ત્રણ લોકના નાથ વીતરાગ પરમાત્મા જ આપણા ભગવાન છે. શાસન દેવી – દેવતાઓ સમ્યગદ્રષ્ટી આત્માઓ છે. તેથી તેમને સાધર્મિક સમજીને ગૃહસ્થોએ બે હાથ જોડીને પ્રણામ કરાય. પણ ખમાસમણ તો કોઇને ન દેવાય. દેવ – દેવીની નવ અંગે પૂજા પણ ન થાય. પરંતુ સાધર્મિકભાઇની જેમ તેમના કપાળે અંગૂઠાથી તિલક કરાય.

કવડયક્ષ :—
————–
પગથીયા ચઢીને ઉપર આવ્યા ત્યાં તો સામે દેખાય છે . . કવડયક્ષ ( કપર્દીયક્ષની દેરી)

શંત્રુજય ગિરિરાજના અધિષ્ઠાયક આ કપર્દીયક્ષ છે. યાત્રામાં સહાયક બનવા તેમને પ્રણામ કહીએ.

ગંઠ્ઠસી પચ્ચક્ખાણ દ્વારા પ્રતિજ્ઞાનુ ચૂસ્ત પણે પાલન કરી દેવલોકમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયો. શંત્રુજય ગિરિરાજનો અધિષ્ઠાયક દેવ બન્યો. અને તીર્થની રક્ષાનું કાર્ય કરે છે.

જયાં જયાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ 🙏

અહીંથી દાદાના દરબાર તરફ નજર માંડીએ તો ડાબી અને જમણી બંને બાજુ દેરાસરો જ દેરાસરો નજરે પડે છે. જાણે કે દેરાસરોની એક નગરી જ જોઈ લો. આપણે તે તમામ દેરાસરોમાં બિરાજમાન ભગવંતોને ભાવપૂર્વક વંદના કરીએ… ” નમો જિણાણં “

◾◾નેમનાથની ચોરી ◾◾
~~~~~~
પ્રભુજી આવી નેમનાથની ચોરી
કે પૂણ્ય પાપની બારી રે લોલ…

ડાબી બાજુની ” નેમનાથની ચોરી ” નામથી પ્રસિદ્ધ દેરાસરમાં પ્રવેશીને દર્શન કરીએ. ” નમો જિણાણં “

નેમીનાથ ભગવાન જાન લઈને રાજીમતીને પરણવા ગયા હતા , પણ અબોલ પશુઓનો કરુણ કલ્પાંત સાંભળીને, કરુણાના મહાસાગરે પરણ્યા વિના જ જાન પાછી વાળી હતી. નેમિનાથ ભગવાનની જાન, લગ્નની ચોરી વગેરે આ જિનાલયમાં છે. કલાત્મક કોતરણી જોવા જેવી છે. આ બધું જોતા માણસ ભૂલભૂલામણીમાં પડી જાય છે. માટે આને ભુલભુલવણીનું દેરાસર પણ કહેવાય છે. ઘુમટમાં કમલપત્ર – નાગપાશ- રાજીમતી નો વિલાપ, અષ્ટમહાસિદ્ધિ વગેરે દ્રશ્યો પણ છે.

વળી આ જિનાલયમાં ૧૭૦ જિનેશ્વર ભગવંતોનો સુંદર પટ દર્શનીય છે. જ્યારે આપણા ભરતક્ષેત્રમાં બીજા શ્રી અજીતનાથ ભગવાન વિચારતાં હતા ત્યારે ભરત – ઐરાવત – મહાવિદેહ ક્ષેત્રના મળીને કુલ ૧૭૦ ભગવંતો વિચરતા હતાં.

આ પટને વંદના કરવાથી ઉત્કૃષ્ટપણે વિચરતા આ ૧૭૦ ભગવાનને વંદના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ.

હવે સામેની બાજુ જઇએ.. ➡️➡️

સમવસરણ મંદિર :–
————————–
પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને દેવો સમવસરણની રચના કરે છે. નીચે ચારે બાજુ ૧૦ – ૧૦ હજાર પગથિયાવાળો ચાંદીનો ગઢ , વચ્ચે ચારે બાજુ પાંચ – પાંચ હજાર પગથિયાવાળો તિર્યંચોને બેસવાનો સોનાનો ગઢ અને સૌથી ઉપર ચારે બાજુ પાંચ -પાંચ હજાર પગથિયાવાળો દેવો – માનવોને બેસવા રત્નોનો ગઢ દેવો બનાવે છે. જેમાં સિંહાસન પર બેસી ભગવાન દેશના આપે છે.

વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું આ સમવસરણ છે. અઢારમાં સૈકામાં બન્યું છે. તેમાં બિરાજમાન પરમાત્મા મહાવીરદેવને વંદના કરીએ. ” નમો જિણાણં “

અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય :–
——————————————-
બાજુમાં થોડા પગથિયાં ચઢ્યા ત્યાં તો આવ્યું અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ❗શ્યામવર્ણના નયનમનોહારી છે : ભગવાનને ❗બસ જોયા જ કરીએ… ખસવાનું મન જ થતું નથી. વિ.સં. ૧૭૯૧ વૈ.સુ. ૭ ના મહામંત્રી ભંડારી રત્નસિંહજીએ પ્રતિમા ભરાવી છે.

પાછળના ભાગથી નવટૂંકના ગગનચુંબી જિનાલયોના દર્શન થઈ રહ્યા છે. ” નમો જિણાણં ” કરીને પગથિયા ઉતરીએ….

જમણી બાજુના નાના દેરાસરોમાં બહારથી જ દર્શન થાય તેવા અદભુત નંદીશ્વરદ્વીપ અને અષ્ટાપદજી તીર્થના બે પટ છે. અખંડ આરસની શીલા માંથી તે કંડારાયા છે . કળા કારીગીરી અજબની છે. તેના દર્શન કરીને પાછા ડાબી બાજુ જઈને નેમનાથની ચોરીના દેરાસરની પાસે પહોંચીએ પુણ્ય પાપની બારીમાં ❗❗

પુણ્ય – પાપની બારી :—
—————————-
પુણ્ય – પાપનું પારખું કરવાને ગુણવંત ,
મોક્ષબારી નામે છે , તિહાં પેસી નિકસો સંત.

દેરીમાં સામે દેખાય છે. સાંઢણી ઉપર બેઠેલા શેઠ અને તેની આગળ નીચે દોરડું લઈને બેઠેલો રબારી. સાંઢણીના પગ વચ્ચેની જગ્યાને પુણ્ય – પાપની બારી કહેવાય છે. જે આ બારીમાંથી નીકળી જાય છે તે પુણ્યશાળી કહેવાય છે.

જેઓ નીકળી શકતા નથી, તેઓ પછીથી તપ કરીને પુણ્યશાળી બને છે. અને તપથી શરીર પાતળું થવાથી આરામથી આ બારીમાંથી બહાર નીકળી જાય છે.

આ દેરી પાછળ શંત્રુજય ગિરિરાજના પ્રતિ અસીમ આસ્થા ધરાવનાર ભાગ્યશાળીનાં બલિદાનનો ગૌરવસભર ઈતિહાસ છુપાયેલો છે.

આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલાં પાટણના મણિયાતી પાડામાં રહેતા બાળબ્રહ્મચારી પ્રતાપદાસ શેઠ શંત્રુજય ગિરિરાજ પ્રત્યે અતિશય ભક્તિભાવ ધરાવતાં હતા. તેઓ કાર્તિકી ચૈત્રી પૂનમની યાત્રા તો કરે જ.

દર વર્ષે કા.સુદ. ૧૩ – ૧૪ – ૧૫નો ચોવિહાર અઠ્ઠમ કરે. ચોમાસી પ્રતિક્રમણ કરીને પવનવેગી સાંઢણી ( ઊંટડી ) ઉપર બેસીને રબારી કાર્તિકી પૂર્ણિમાના શંત્રુજય ગિરીરાજ પહોંચી જાય. ભાવવિભોર બનીને યાત્રા કરે. દર વર્ષનો આ તેમનો ક્રમ.

પણ એકવાર વરસાદ ન થવાના કારણે ભયંકર ગરમીથી અઠ્ઠમ ભારે પડ્યો. છતાં યાત્રા કરવા ચોમાસી પ્રતિક્રમણ પછી નીકળ્યા તો ખરા. વલ્લભીપુર પહોંચતાં તો હાંફી ગયા. છતાં યાત્રા કરવાનો ભાવ ઉછળતો જ હતો. માંડ માંડ શંત્રુજયની તળેટીએ પહોંચ્યા .પણ ત્યાં જ ત્રણેનું પ્રાણપંખેરૂં ઊડી ગયું ❗ મૃત્યુ મહોત્સવરૂપ થયું.

સકલ સંઘે આ ત્રણે ઉત્તમ જીવોની અનુમોદના કરવા આ શિલ્પ રચીને અત્રે ગિરીરાજ ઉપર પધરાવ્યું.

આ સમાચાર પાટણમાં કારતક વદ બીજે મળ્યા એટલે અત્યારે પણ તેમના બંને ભાઈઓના પરીવારમાં કાકાજી – સાહેબનો એ દિવસ ઉજવાય છે. મણીયાતી પાડામાં તેઓના ઘરદેરાસરમાં સાંઢણી ઉપર બેઠેલા આ કાકાજી સાહેબ તથા રબારીનું જુનું ભીંતચિત્ર આજે પણ છે.

આ ત્રણે ધન્ય આત્માના દર્શન કરવા લોકો જાય માટે પૂર્વ પુરુષોએ બાળજીવોને આકર્ષણ જાગે તેવું આને *” પુણ્ય પાપની બારી ” નામ આપી દીધું.

 

જિનાલયોની શ્રેણી :–
—————————–
હવે ડાબીબાજુની લાઈનમાં જિનાલયોની શ્રેણી ….

1. વિમલનાથ ભગવાનનું
2. અજીતનાથ ભગવાનનું
3. સહસ્ત્રફણા પાર્શ્વનાથનું
4. નલિન મનોહર દેરીના
5. ધર્મનાથ ભગવાનનું
6. ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું
7. પાર્શ્વનાથ ભગવાનનું
8. સુમતિનાથ ભગવાનનું
9. શાંતિનાથ ભગવાનનું
10. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું
11. કુમારપાળ રાજાએ બનાવેલા દેરાસર

બધા દેરાસરોમાં ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ.

જમણી બાજુની લાઈનમાં આવેલા જિનાલયો :–

1. ચંદ્રપ્રભસ્વામીનું
2. સંભવનાથ ભગવાનનું
3. પાર્શ્વનાથ ભગવાનનું
4. ચંદ્રપ્રભ સ્વામીનું
5. સંભવનાથ ભગવાનનું
6. અજિતનાથ ભગવાનનું
7. પાર્શ્વનાથ ભગવાનનું
8. ઋષભદેવ ભગવાનનું
9. ધર્મનાથ ભગવાનનું
10. મહાવીર સ્વામી ભગવાનનું
11. સો થાંભલાવાળા ચૌમુખજીનું દેરાસર . સં. ૧૬૮૬ માં જોધપુરવાલા મનોતમલ્લ જયમલ્લજીએ કરાવ્યું.
12. કપડવંજવાળાના ઋષભદેવ ભગવાનનું ….અને…
13. પદ્મપ્રભસ્વામીનું

આ દરેક જિનાલયોમાં દર્શન – વંદના કરીએ… ” નમો જિણાણં “

અચલગચ્છીય સુથરીના શ્રાવકનું જિનાલય અને કલ્યાણસાગરસૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત શાંતિનાથ ભગવાનનું જિનાલય છે.

” મંદિરોની નગરીમાં જાહોજલાલી છે…..”

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
◾◾ ગુરુવંદના ◾◾
~~~~~~
આગળ જતાં જમણી બાજુ સાવ રસ્તા ઉપર ગુરૂ મૂર્તિની દેરી આવી. તેમાં શંત્રુજય ગિરિરાજના અદ્દભૂત મહિમાને વર્ણવતાં , શ્રી શંત્રુજય મહાત્મ્ય ગ્રંથના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિજીની ગુરુમૂર્તિ છે. ગુરુના ચરણકમળમાં ‘ મત્થએણ વંદામિ ‘ કહીને તેમને વંદના કરીએ. ગુરુમૂર્તિનું આ શિલ્પ દર્શનીય છે. અહીં ગુરુવંદન કરીએ.

વીર વિકમશીનો પાળીયો :—-
————————————
હવે આગળ વધી રહ્યા છીએ. સામે જમણી બાજુ ફૂલવાળાની નજીકમાં કુમારપાળના મંદિરની સામે , લીંબડાની ડાળ નીચે વીર વિકમશીની પ્રરાક્રમગાથાની સ્મૃતિ કરાવતો વિક્રમશીનો પાળીયો દેખાય છે.

જે વિકમશીની કથાને યાદ કરાવે છે.

એક સમય હતો. જયારે ગરવા ગિરિરાજ પર ઘનઘોર જંગલો હતા. હરાભરા આ ગિરિવરની કંદારાઓમાં રાની પશુઓ નિવાસ કરતા. એકવાર એક સિંહે કંદરાઓને ત્યજી દઈને દાદાની ટૂંકના બારણે અડ્ડો જમાવ્યો. વનરાજને જોતાં જ ભલભલાના છક્કા છૂટી જતાં. ડરના માર્યે યાત્રિકોએ પણ ઉપર યાત્રાએ જવાનું લગભગ બંધ કરી દીધું હતું.

વિકમશી નામનો એક કાચો કુંવારો ભાવસાર યુવાન પોતાના ભાઈ – ભાભી સાથે પાલિતાણામાં વસતો હતો. શરીરે હ્રુષ્ટ પુષ્ટ હતો ભારે મિજાજનો પણ માલિક હતો.

એકવાર ગામમાં રખડીને બપોરના જમવાના સમયે ઘરે પહોંચ્યો. રસોડામાં શોધ – ખોળ કરવા છતાં કોઈચીજ હાથ લાગી નહિ. એટલામાં તો કૂવે કપડાં ધોવા ગયેલાં ભાભી આવી ચડ્યા.

ભૂખથી તેનો મીજાજ આસમાને આંબી ગયો છે , એ વિકમશી ભાભી ઉપર તાડૂકી ઊઠ્યો.. રે ❗બાર વાગ્યા તોય રસોઈના કોઈ ઠેકાણા નથી ❗ખબર નથી અહિં પેટમાં કેવી આગ લાગી છે . ભાભી ❗તમને શું કહેવું ❓ તમે સાવ નકામા છો. ❗

દીયરનો આક્રોશ જોઈને ભાભીથી રહેવાયું નહિ. તમતમતા શબ્દોનો સણસણતો જવાબ આપતાં ભાભી બોલ્યો , ” ભાઈની કમાણી ઉપર તાગડધીન્ના કરીને આટલું જોર શાનું બતાડો છો ❓ બાવડામાં બહુ જોર કૂદતું હોય તો જાવને ગિરિરાજ પર ❗પેલો સિંહડો અડ્ડો જમાવીને બેઠો છે એને પાંસરો કરી આવોને ❗નાહક ઘરમાં શું ઠાલું શૂરાતન બતાવી રહ્યા છો ❗

ભાભીની જબાનેથી વછૂટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોને વિકમશીને વીંધી નાખ્યો. એ પળનો ય વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો અને સીધો તળેટી પહોંચ્યો.

વિકમશીની કથા :–
————————
ભાભીની જબાનેથી વછૂટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોને વિકમશીને વીંધી નાખ્યો. એક પળનો ય વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો અને સીધો તળેટી પહોંચ્યો.

તળેટી પોતાના મિત્રોને જણાવ્યું કે વનરાજનો વિજય કરવા જાઉં છું. જો ઉપર ઘંટ વાગે તો સમજો કે સિંહ મર્યો અને યાત્રા ખૂલી થઇ છે. જો ઘંટના વાગે તો સમજજો કે વિકમશી મરી ગયો.

આટલા સમાચાર આપીને વિકમશીએ વીરને શોભે એવી અદાથી ગિરિરાજ પર આરોહણ કર્યું. સુતેલા ઉપર ઘા કરીને અન્યાય ન કરાય ; તેથી ધોકાનો છેડો અડાડીને સૂતેલા વનરાજને જગાડ્યો.

વિફરાયેલા વનરાજે વિકમશી તરફ તરાપ મારી. વિકમશીએ તેના માથા પર ધોકો માર્યો. ભારે આઘાતથી સિંહ ઢળી પડ્યો.

વનરાજને મરેલો સમજીને ઘંટ વગાડવા વિકમશી મંદિર તરફ દોડ્યો. પણ ઘવાયેલા સિંહે પાછળથી વિકમશી ઉપર હુમલો કર્યો. ઝપાઝપી થઈ. વિકમશીને લોહીલુહાણ કરી સિંહ મૃત્યુ પામ્યો.

ઘાયલ વિકમશી મન કાઠું કરીને ઉઠયો. માંડ માંડ મંદિર સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો.

ટન….ન…ન…ન….ટન….❗ટન….ન…ન…ન….ટન….❗

અને હંમેશ માટે ઢળી પડયો…

સકળ સંઘ માટે યાત્રા છૂટી કરીને વિકમશી ઈતિહાસમાં અમર બની ગયો. ” કાયર બનવાને બદલે , ધર્મના માટે બલિદાન આપો. ” એવી મૂક શીખ વીર વિકમશીનો પાળીયો આજે પણ આપી રહ્યો છે.

સામે હાથી પોળનો દરવાજો દેખાય છે.

સુરજકુંડ :–
————–
હાથીપોળના આ દરવાજાની ડાબી તરફના રસ્તે આપણે સુરજકુંડ તરફ જઈએ. સાવકીમાતા વીરમતીએ ચંદરાજાને કૂકડો બનાવી દીધો હતો. પત્ની પ્રેમલાલચ્છી સાથે આવેલો આ કૂકડો જે કુંડમાં પડતાં ફરી ચંદરાજાના મૂળ રૂપને પામ્યો હતો તે સૂરજકુંડની પાસે આપણે આવી પહોંચ્યા છીએ. ભીંતમાં શીલ્પની ઉપસાવેલું કૂકડાનું ચિત્ર ચંદરાજાની યાદ આપે છે.

◾◾ ચંદરાજાની કથા ◾◾
~~~~~~
આભાપુરી નગરીમાં રાજા વીરસેને પોતાના ચંદકુમારને રાજ્ય સોંપ્યું. વીરસેન ગુજરી જવાથી ચંદરાજા રાજ્યનું પાલન કરતા હતા. અપરમાતા વિરમતી તેમનું ધ્યાન રાખતા હતા. એકાદા વીરમતી ચંદરાજા ની રાણી ગુણાવલીને દેશાવર જોવા લઈ ગયાં. પોતાની વિદ્યાથી એક વૃક્ષ પર બેસી સાસુ – વહુ ઊડ્યાં. તેની બખોલમાં છુપી રીતે ચંદરાજા બેસી ગયેલાં. સિંહલપુરમાં ચંદરાજા જ પ્રેમલાલચ્છીને પરણ્યા હતા. આ વાત વીરમતી હાથમાં મીંઢળ થી જાણી તેને દ્વેષ થયો. ચંદરાજાને કૂકડો બનાવી દીધો. ગુણાવલી કલ્પાંત કરવા લાગી. વીરમતીનું હૃદય જરા પણ દૂષિત ન થયું.

એકાદા નાટક કરનારા રૂપે આવે પ્રેમલાલચ્છીએ નાટક કરી દાનના બદલામાં વીરમતી માતા પાસેથી આ કૂકડો માંગી લીધો. પ્રેમલાલચ્છી ફરતી ફરતી શેત્રુંજય પર આવી. પ્રભુની યાત્રા કરી કુકડાને લઈ સૂર્યકુંડની પાળી પર બેઠી. એ સમયે ચંદરાજા ને પૂર્વ ની સુંદર અવસ્થા યાદ આવી અને હૃદય ભરાઈ ગયું. આપઘાત કરવા સૂરજ કુંડમાં તેમણે ઝંપલાવ્યું. પ્રેમના તેમને પકડવા દોડી. આખરે કૂકડાના પગમાં જીર્ણ થયેલો દોરો તૂટી પડતાં તેઓ કુંડ પડયા.. પરંતુ કૂંડના પ્રભાવે ચંદરાજા પોતાના મૂળ અદભુત સ્વરૂપને પામ્યા. સર્વત્ર આનંદ પ્રસરી ગયો .બંને નરનારે ત્યારબાદ ભાવપૂર્વક યુગાદિદેવની પૂજા કરી..

ધન્ય ધન્ય સૂરજકુંડ જલ, કલિમલ મલહણનાર ;
ચંદરાજા જલ મહિમા થકી, પામ્યા મનુષ્ય અવતાર..

આ કુંડની અનેક પ્રભાવી કથાઓ આગળના ભાગમાં જાણીશું…

 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
◾◾ મહિપાલ રાજાનો પ્રસંગ ◾◾
~~~~~~~~
આ રાજા નો કોઢનો રોગ પણ આ કુંડના પ્રભાવથી દૂર થયેલ.

સૌરાષ્ટ્ર માં ગિરીદુર્ગ નામે નગરમાં સૂર્યમલ નામે રાજા હતો. તેને બે પુત્ર હતા. દેવપાલ અને મહિપાલ. તેમાં મહિપાલ 72 કલામાં પ્રવીણ હતો. રાજાની રાણીનું નામ શશીલેખા હતું.

મહિપાલ એકાદા યુવાન થયો. પરદેશ ભ્રમણ કરવા નીકળ્યો, ત્યાં અનેક નગરોમાં ફરતો ધન કમાતો બે રાણી પરણ્યો. નગર પ્રતિ પાછા ફરતાં પૂર્વના અશુભ કર્મના ઉદયે કોઢ રોગ ઉત્પન્ન થયો. ઘણી દવા કરી પણ એક પણ દવા લાગુ ન પડી. એક વખત તે ઝાડ નીચે સૂતો હતો. આ સમયે ચંદ્રચૂડ નામના એક વિદ્યાધરે પોતાની સ્ત્રી સહિત ગગનમાર્ગે શત્રુંજયની યાત્રા કરીને પાછા ફરતાં આ મહિપાલને જોયો. દયા આવતા સુરજ કુંડનું જળ તેના પર છાંટ્યું. મહિપાલ તરત જ જળ પ્રભાવે નિરોગી થયો. ત્યારબાદ તેને સ્વજનનો મેળાપ થાય છે. મુનિરાજ નો પણ મેળાપ થાય છે, પૂર્વભવ સાંભળે છે. પ્રતિબોધ પામી મહિપાલ પોતાના પુત્ર શ્રીપાલને રાજ્ય આપી શત્રુંજય પર આવી અનશન કરે છે.
” કર્મ ખપાવી મુક્તિને વરે છે..”

◾◾ કંડુરાજર્ષિનું પ્રસંગ ◾◾
~~~~~~
ચંદ્રપુર નગરમાં કંડૂ નામે રાજા થયો. તે ઘણો પાપી હતો. સ્ત્રી, પરધન ક્રૂરતા વગેરેથી ઘણા પાપ કર્યા. તેથી તેને ક્ષય રોગ થયો. ખૂબ દુઃખી થતા તે રાજ્ય છોડી મરવા ગયો. પણ આપઘાત કરવાના સમયે અંબિકાદેવીએ ગાય રૂપે આવી તેને બોધ આપી સમતા ભાવમાં રહેવાનું કહ્યું. તેની પરીક્ષા એક યક્ષે કરી. સમતા નિહાળી અંબિકા દેવી પ્રગટ થયાં. શેત્રુંજય જવાની પ્રેરણા કરી. તે શત્રુંજય પર આવી એક મુનિ પાસે દીક્ષા લઈ, ઘોર તપ કરી કર્મ ખપાવી મુક્તિ પામ્યા.

સ્તવનમાં કહ્યું છે કે :–

“કંડુરાય મહાપાપીયો ઈહાં આવી ,
હાં રે શીલ સન્નાહે કાયા દીપાવી.

હાં રે વ્રતશસ્ત્રથી મોહ હરાવી ,
હાં રે વરી શિવવધુ નાર.
વિમલાચલ જગનાથને ચિત્ત ધરીએ….”

આદેશ્વર ભગવાનના પગલાં :–
————————————–

સૂરજકુંડની પાસે આદેશ્વર ભગવાનનાં પગલાં દેખાય છે. ચાલો ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ.

વંદના કરીને આપણે પાછા હાથીપોળના દરવાજે આવી ગયા છીએ. દાદાના દર્શન જલ્દી થવાના છીએ.

ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે. જમણીબાજુ રહેલા ફુલવાળાઓ પરમાત્માની ભક્તિ કરવા પોતાના ફૂલો ખરીદવા માટે પૂજકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ડાબી બાજુ રહેલા સ્નાનગાર તરફ અનેક યાત્રિકો પૂજા કરવા માટેની પૂર્વ તૈયારી માટે જઈ રહ્યા છે. પૂજાના વસ્ત્રોમાં સજ્જ થયેલા ભાવીકો “પરમાત્માની આજ્ઞા મસ્તકે ચઢાવું છું ; તેવું સૂચવતા તિલકને કરી રહ્યા છે તો કોઈ કેસર સુખડને વાટી રહ્યા છે. *સામે રતનપોળનો દરવાજો દેખાઈ રહ્યો છે. રતનપોળ એટલે દાદાનો દરબાર.

આપણને તો દાદાને ભેટવાની ઉતાવળ છે ને ❓ તો ચાલો… સીધા રતનપોળમાં જઈએ….

હે નાથ ❗ તારું મુખડું જોવા , નયન મારા ઉલ્લસે ;
હે નાથ ❗તારા વચન સુણવા , શ્રવણ મારા ઉલ્લસે ;
હે નાથ ❗તુજને ભેટી પડવા , અંગ અંગ સમુલ્લસે ;
ધરું ધ્યાન ગિરી શણગાર જગદાધાર આદિ જિણંદ હે…

દાદાને જોવા , ભેટવા તન – મન ઉલ્લસી રહ્યું છે , નાચી રહ્યું છે….🙏🙏🌟

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
◾◾ રતનપોળ ◾◾
~~~~~~~

” આવ્યા દાદાને દરબાર…”
” હૈયે હર્ષ તણો નહિ પાર….”

બે માઇલ અને બે ફલાંગનો માર્ગ પસાર કરીને, 3364 પગથીયા ચઢીને 2000 ફૂટની ઊંચાઈએ આપણે જે દાદાને ભેટવા આવ્યા છીએ 7.5 માઈલના ગીરીરાજના ઘેરાવવામાં આવેલા 3500 જિનાલયોમાં સર્વોત્કૃષ્ટ, જિનાલયમાં બિરાજમાન કુલ 27008 જિનપ્રતિમાઓ અને ચરણ પાદુકાની 1500 જોડમાં સર્વનું ધ્યાન ખેંચનાર જે આદેશ્વરદાદાને ભેટવા આપણું મન વધુને વધુ ઉત્સુક બન્યું છે. તે આદેશ્વરદાદાનો દરબાર સામે શોભી રહ્યો છે. સામે આદેશ્વરદાદાના દર્શન થાય છે…

બોલો….. આદેશ્વર ભગવાનની જય…જય..જય..🙏🙏

બે હાથ જોડીને, મસ્તક નમાવીને ” નમો જિણાણં ” બોલીને અલૌકિક પ્રતિમાના દર્શન થતાં જ અનેરો આનંદ થાય છે. થાક બધો જ ઊતરી જાય છે.

આદેશ્વર દાદાને નિહાળતા રહીએ અને આપણા કર્મોની નિર્જરા કરીએ… પણ સાથે સાથે વધુને વધુ દર્શન – વંદનનો લાભ લઈએ..

હવે સમ્યગ્ દર્શન – જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને મેળવવા દાદાને ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. આપણને અતિ વ્હાલા એવા આદેશ્વરદાદા ને પોતાની દક્ષિણ (જમણી) બાજુ રાખીને ફરવું તેને પ્રદક્ષિણા કહેવાય… વચ્ચે આવતા જિનાલાયોના દર્શન કરતાં કરતાં ઉતરોત્તર મોટી થતી ત્રણ પ્રદક્ષિણા દઈએ..

 

પ્રથમ પ્રદક્ષિણા :–
————————
દાદા ના દરબારમાંથી આપણી ડાબી બાજુથી બહાર નીકળી,

▶️ સૌપ્રથમ સહસ્ત્રકુટ મંદિરમાં રહેલા 1024 અને વંદના કરીએ.🙏🙏 ” નમો જિણાણં “.

▶️ ૧૪૫૨ ગણધરના પગલાં :– ત્યારપછી દાદાના જિનાલયની પાછળ દેરીઓને વંદના કરતાં કરતાં રાયણ પગલાંના દર્શન કરીને આગળ વધીએ એટલે ૧૪૫૨ ગણધરનાં પગલાંનું મંદિર આવે.

૨૪ ભગવાનના બધા મળીને કુલ ૧૪૫૨ ગણધર હતા. તેઓના પગલાં અહીં સ્થાપન કરવામાં આવ્યા છે. તેમને ” નમો સિદ્ધાણં ” કહીને વંદના કરીએ.

▶️ સીમંધરસ્વામી : આગળ વધતાં વસ્તુપાળ તેજપાળે બંધાવેલું જિનાલય આવ્યું. તેમાં રહેલા સીમંધરસ્વામી ભગવાનને વંદના કરીએ. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી ભગવાન સદેહે વિચરી રહ્યા છે. ત્યાંથી મોક્ષમાં પણ જવાય છે. આપણે પણ તેમને વંદના કરીને મોક્ષની યાચના કરીએ. ” નમો જિણાણં “.

સીમંધરસ્વામી ભગવાનની પ્રતિમા ઉપર ‘આદેશ્વર ભગવાન’ તરીકેનો લેખ છે, છતાં ગમે તે કારણસર આ પ્રતિમા સીમંધરસ્વામી તરીકે લોકોમાં પૂજાય છે.

આ જિનાલયમાં મા સરસ્વતીજીની પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. પ્રણામ કહીએ.

અબ તો પાર ભયે હમ સાધુ
સીમંધર સ્વામીના જિનાલયની બહાર જમણી બાજુ કલાકારીગરીવાળા સુંદર આરસના ગોખલામાં પંચધાતુની સુંદર ગુરુમૂર્તિ છે.

સ્થાનકવાસી આત્મારામજી મહારાજને શાસ્ત્રોનો અભ્યાસ કરતાં સ્પષ્ટપણે સમજાયું કે મંદિર માર્ગ સાચો છે. અને તેથી સ્થાનકવાસી મતનો ત્યાગ કરીને તેઓ શંત્રુજય ગિરિરાજ પધાર્યા. પરમાત્માના પાવન દર્શને તેમની આંખોમાંથી પશ્ચાતાપની અશ્રુધારા વહેવા લાગી.

અત્યાર સુધી પરમાત્માની મૂર્તિ અને તેની પૂજાનું ખંડન કર્યું ; તેનો પશ્ચાતાપ કર્યો. પ્રતિમાવિરોધના પાપોમાંથી શી રીતે મુકત થવાશે ❓ તેવી વેદના – વ્યથામાંથી પરમાત્માની પ્રતિમાના દર્શન કરતાં જ તેમને મુક્તિ મળી ગઇ. આનંદથી તેઓ નાચી ઊઠયા ને તેમના મુખમાંથી પંક્તિઓ સરી પડી

અબ તો પાર ભયે હમ સાધુ
શ્રી સિદ્ધાચલદર્શન કરી..

આ આત્મારામજી મ.સા. મંદિરમાર્ગી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. તરીકે પ્રસિદ્ધ થયા ; પંજાબ પ્રાન્ત ઉપર તેમણે ખૂબ જ ઉપકાર કર્યો છે. તેમની યાદમાં પંજાબ જૈન સંઘ તથા આત્માનંદ સભાએ ( ભાવનગર) આ પ્રતિમા અહીં બિરાજમાન કરી છે.

અહીં પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ.

◾◾ બીજી – ત્રીજી પ્રદક્ષિણા ◾◾
~~~~~~~

સીમંધર સ્વામીના જિનાલયની સામે તેના જેવું જ નવા આદેશ્વરજીનું જિનાલય છે. ત્યાંથી બીજી પ્રદક્ષિણા શરૂ કરવી.

▶️ નવા આદેશ્વરજી :– વસ્તુપાળ તેજપાળે આ જિનાલય બંધાવ્યું છે. પૂર્વે આ જિનાલયમાં અન્ય ભગવાન બિરાજમાન હતા.

અઢારમાં સૈકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો. અચાનક ભયંકર કડાકા સાથે વીજળી પડી. દાદાના શિખરને ફાડીને મંદિરમાં પ્રવેશેલી વિજળી દાદાની નાસિકાને ઘસરકો લગાડવા દ્વારા ખંડિત કરીને જમીનમાં ઉતરી ગઈ.

ખંડિત બિંબના સ્થાને એવું નવું બિંબ ભરાવવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. સુરતના તારાચંદ શેઠ, નૂતન બિંબ ભરાવવાનો આદેશ લઈને , સુરતમાં વિધિપૂર્વક આદેશ્વરદાદા, બે કાઉસ્સગિયા પ્રભુ તથા ચરણપાદુકા તૈયાર કરાવીને ગિરિવર ઊપર પહોંચ્યા.

કર્માશાએ ભરાવેલા જુના આદેશ્વરદાદાને ખસેડવા શિલ્પીઓ ગભારામાં દાખલ થયા ત્યારે ભયંકર અવાજ થયો. ગભરાઈને બહાર નીકળી ગયા. થોડીવાર પછી પ્રવેશ કરીને જુના દાદાને ખસેડવા ગયાં ત્યાં ” ના… ના ” એવા ભયંકર અવાજ થયા.

સંઘે સારું મુહૂર્ત જોઇને ઉત્થાપવાનો નિર્ણય કર્યૉ.

પણ રાત્રે સ્વપ્નમાં તારાચંદ શેઠ અને પૂજારીને ચકેશ્વરી દેવીએ જણાવ્યું કે ઘણા વર્ષોથી આ બિંબ પૂજાતું આવ્યું છે. ઉત્થાપનાનું કાર્ય પડતું રખાયું અને નવા પ્રતિમાજીઓને અહીં જિનાલય નિર્માણ કરી એમાં પધારવામાં આવ્યા જે નવા દાદા નામે ઓળખાય છે.

આ ભમતીની શરૂઆત જ્યાંથી થાય છે, ત્યાંથી દર્શન કરતાં આગળ વધીએ. ત્યાં એક દેરીમાં રહેલી નેમીનાથ ભગવાનની મૂર્તિ અલૌકિક છે. વંદના કરીએ ” નમો જિણાણં “.

આ દેરાસરમાં ૧૫મો ઉદ્ધાર કરાવનાર સમરાશાના પિતાશ્રી દેશલશાના મોટાભાઈ આસધર અને તેમના પત્ની રત્નશ્રીની મૂર્તિઓ પણ છે. બે નવપદજી આરસમાં કોતરેલા છે. બે કાઉસગ્ગ પ્રભુ અને પાદુકા મનોહર છે.

આગળ વધતાં વીસ વિહરમાન પ્રભુ , સમેતશિખરજીનું દેરાસર , આદિનાથ , સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુને જુહારીએ. 🙏🙏

ત્રીજી પ્રદક્ષિણામાં પાંચ ભાઇના દેરાસરને જુહારી આગળ વધીએ.

▶️ મેરૂ પર્વત :– આગળ વધતાં મેરૂ પર્વત આવ્યો. અમદાવાદના માકુભાઈ શેઠ શંત્રુજય ગિરિરાજનો છ’રી પાલિત સંઘ લઈને આવેલા. તે સંઘની સ્મૃતિમાં તેમણે ત્રણ ગઢવાળો આરસનો મેરૂપર્વત બનાવરાવ્યો છે. તેની ઉપર ચૌમુખજી બિરાજે છે. વંદના કરીએ નમો જિણાણં. મેરૂ પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. જેની ઉપર ભગવંતોનો જન્મ મહોત્સવ દેવો અને ઈન્દ્રો કરે છે.

▶️ અષ્ટાપદજી :– વીસ વિહરમાન જિનાલયની પાછળના ભાગમાં ભમતીમાં ફરતા ફરતા આગળ વધીને એટલે જમણી બાજુ વળવાની સાથે અષ્ટાપદજીનું જિનાલય આવે છે. અત્યંત દર્શનીય આ મંદિર છે. અષ્ટાપદજીમાં રાવણને વીણા બજાવતો અને મંદોદરીને નૃત્ય કરતા બતાવ્યા છે.
ગૌતમસ્વામીને સૂર્યના કિરણો વડે ઉપર ચઢતાં બતાવ્યા છે, અષ્ટાપદજી તીર્થ હાલમાં દેખાતું નથી. અહીં દર્શન કરીને તે તીર્થનો લાભ મેળવીએ. અષ્ટાપદજી ઉપર બિરાજમાન ચોવીસે ભગવાનને વંદના કરીએ… ” નમો જિણાણં “.🙏

રાયણપગલાં પાસે ત્રીજું ચૈત્યવંદન કરી હવે આગળ વધીએ…

નમી-વિનમી :–
——————
પછી પાછળની ભમતીમાં આગળ વધીએ તો દેરીમાં વિશિષ્ટ પ્રકારનું શિલ્પ જોવા મળે છે. તે શિલ્પની નજીકમાં દીવૉ લઈને જોઈએ તો આદેશ્વરદાદાની આજુબાજુ ઊભેલા નમી – વિમનીના હાથમાં રહેલી તલવારમાં પ્રભુજીનું પ્રતિબિંબ દેખાય છે. જાણે કે ત્રણે જગતનો ઉદ્વાર કરવા માટે પ્રભુજીએ કુલ ત્રણ રૂપ ન લીધાં હોય ❗ ” નમો જિણાણં “

ભરત – બાહુબલીજી :–
—————————–
તેની બાજુમાં બીજે કયાંય જોવા ન મળે તેવી અલૌકિક બાહુબલી અને ભરતજી પ્રતિમા છે. ” નમો સિદ્ધાણં ” કહીને તેમને વંદના કરીએ.

વિજયશેઠ – વિજયાશેઠાણી :–
————————————–
૮૪૦૦૦ સાધુઓને આહાર – પાણી વહોરાવવાથી જે લાભ વિજયશેઠ અને વિજયાશેઠાણીને જમાડવાથી મળે તેમ કેવલી ભગવાને જણાવ્યું હતું , તેમાં તેમના અણિશુદ્ધ બ્રહ્મચર્યની મહતા ગવાઈ છે.

એકને કૃષ્ણપક્ષના અને બીજાને શુકલ પક્ષના બ્રહ્મચર્યનો નિયમ હતો. યોગાનુયોગ બંનેના લગ્ન થયા. પરસ્પરના નિયમની ખબર પડી. કોઈ જ પ્રકારનો અફસોસ કે સંકલ્પ વિકલ્પ ન કરતાં સાથે રહીને પણ સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તેઓએ કર્યું. તે બંનેની ઊભી મૂર્તિઓ આ ગિરિરાજ ઉપર ગોખલામાં સ્થાપના કરવામાં આવી છે.

બ્રહ્મચર્યપાલન માટેનું બળ મેળવવા તેમના દર્શન કરીએ.

નવનિધાનનું દેરાસર :–
—————————-
આગળ વધતાં નવનિધાનનું દેરાસર આવ્યું. અંદર રહેલા ૧૪ ભગવાનને વંદના કરીએ. કેટલાક આને ચૌદ રતનનું દેરાસર પણ કહે છે. ” નમો જિણાણં “

◾◾◾ રાયણવૃક્ષ ◾◾◾
~~~~~~~

અષ્ટાપદજી તીર્થથી આગળ વધીએ નાની મોટી દેરીઓમાં રહેલા ભગવંતોને વંદના કરતા રાયણવૃક્ષ પાસે આવી પહોંચ્યા. આ રાયણવૃક્ષ શાશ્વત છે. શ્રી આદેશ્વર ભગવાન 99 પૂર્વવાર (1 પૂર્વ = 70560 અબજ) આ રાયણવૃક્ષ નીચે સમોસર્યા કર્યા હતા. તેથી આ વૃક્ષ તીર્થની જેમ જ વંદનીય છે.

▶️આ વૃક્ષના થડ, ડાળી , ફળ , પાંદડા પર વગેરે ઉપર દેવોના સ્થાન છે.
▶️આ વૃક્ષના થડ, ડાળી , ફળ , પાંદડા વગેરે ભૂલથી પણ તોડવા નહિં.
▶️આ વૃક્ષના સ્વાભાવિક રીતે જ નીચે પડેલા પાંદડા – ફૂલ – ડાળીને લાવી જીવની જેમ સાચવી રાખવા. એના જળનું સિંચન કરવાથી સર્વ પ્રકારના અનિષ્ટો નાશ પામે છે.
▶️સુવર્ણ, રત્ન કે મુકતાફળ (મોતી)થી વંદના પૂર્વક આ વૃક્ષની પૂજા કરવામાં આવે તો સ્વપ્નમાં સર્વ શુભાશુભ કહી આપે છે.
▶️આ વૃક્ષનું પૂજન કરવાથી શાકીની – ભૂત -વૈતાળ -રાક્ષસ આદિનો વળગાડ પણ દૂર થઈ જાય છે.
▶️ રાયણવૃક્ષમાંથી જેના ઉપર દૂધ ઝરે તે આત્મા ત્રીજા ભવે મોક્ષે જાય છે.

◾◾◾ રાયણપગલાં ◾◾◾
~~~~~~~
આ શંત્રુજય ગિરીરાજ ઉપર જે જે તીર્થંકર પરમાત્મા પધારે છે. તે તમામનો સમવસરણ આ રાયણવૃક્ષ નીચે મંડાય છે. આ વૃક્ષની નીચે, સુરાસુરેન્દ્રોએ સેવેલ શ્રી આદેશ્વર ભગવાનની ચરણ પાદુકા છે. જે રાયણ પગલાં તરીકે પ્રસિદ્ધ છે. તેની પ્રતિષ્ઠા કર્માશાએ કરાવી છે.

આવા મહાપ્રભાવશાળી રાયણવૃક્ષને તથા રાયણ પગલાં ને ત્રણ પ્રદક્ષિણા આપવી, પછી રાયણ પગલાં સામે સ્તુતિ , સાથિઓ કરી શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપરના પાંચ ચૈત્યવંદનમાંનું ત્રીજું ચૈત્યવંદન કરવું.

 

નવી ટૂંક :–
————
થોડા આગળ વધ્યા એટલે ડાબીબાજુ નવી ટૂંકમાં જવાનો રસ્તો આવ્યો. ચાલો… ત્યાં દર્શન કરવા જઈએ. દાદાની ટૂંક જેવી આ ટૂંક છે. સામે પુંડરિકસ્વામી છે. ભમતીમાં એક દેરીમાં મહાવીરપ્રભુના મુખમાંથી ઝરી રહેલાં ફૂલડાંને ગ્રહણ કરીને માળ ગૂંથતા ગણધરોના વિશિષ્ટ શિલ્પના પણ દર્શન કરીએ, મૂળનાયક આદેશ્વરદાદાનું ચૈત્યવંદન કરીને નવી ટૂંકમાંથી પાછા મૂળ ટૂંકમાં આવીને ભમતીના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ..

ગંધારિયા ચૌમુખજી :–
————————-
શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર અને જેમના નામથી શત્રુંજય ગિરિરાજનું નામ પુંડરિકગિરિ પડ્યું છે, તે પુંડરિકસ્વામીના જિનાલય તરફ આગળ વધતાં છેલ્લે ગંધારિયા ચૌમુખજીના દર્શન કરીએ. 🙏

મૂળનાયક શાંતિનાથ ભગવાનને ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ. ત્રણ પ્રદક્ષિણા લઈને બધા પરમાત્માને વંદના કરીએ.🙏

અકબર પ્રતિબોધ જગદ્દગુરૂ હીરસૂરિમહારાજ વિ.સં. ૧૬૫૦માં સિદ્ધગિરિ પધારેલા. તે વખતે ૭૨ સંઘો યાત્રા કરવા આવેલા. જગદ્દગુરૂનો પરમભક્ત ગંધારનો શ્રાવક રામજી પણ આવ્યો હતો.

દાદાના દર્શન કરીને , પુંડરીકસ્વામીના દેરાસરની પાસેના ચોકમાં વ્યાખ્યાન ગોઠવ્યું. અનેકે ચતુર્થવ્રત સ્વીકાર્યું. ગુરુદેવે રામજી શ્રાવકને આ સ્થળે યાદી અપાવી કે વ્રત લેવાનો આ ઉત્તમ અવસર છે. કેમ કે તમે પૂર્વે જણાવેલ એક પુત્ર થયા પછી હું આ મહાનવ્રત સ્વીકારીશ.

ગુરુ ભગવંતના વચનને ઉલ્લાસભેર સ્વીકારીને, ભરયુવાનવયે વાસનાને તિલાંજલી આપીને રામજી શ્રાવક અને તેની શ્રાવિકાએ (ઉંમર 22 વર્ષ) ચતુર્થવ્રત ગ્રહણ કર્યું. તેની યાદમાં તે સ્થળે આ ગંધારીયા ચૌમુખજી જિનાલય બનાવ્યું. પરમાત્માને વંદના કરતી વખતે આપણે પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલનની શક્તિ મેળવીએ.

પછી ગોખલામાં ભગવાનને પોતાની પાસે લઇને ઊભેલી ૨૪ ભગવાનની માતાઓને પ્રણામ કરીને હવે આપણે આવ્યા છીએ ; દાદાને એકીટસે જોવા માટે સતત તેમની સામે બેસી રહેલા પુંડરિકસ્વામી જિનાલયમાં..

◾◾ પુંડરિકસ્વામીજી ◾◾
~~~~~~

પરમાત્મા ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરિકસ્વામી ભગવાનની સાથે જ આ શંત્રુજય ગિરિરાજ ઉપર પધાર્યા હતા. વિહાર વખતે પરમાત્માએ પુંડરિકસ્વામીને કહ્યું કે તમે આ ગિરિરાજ ઉપર જ રોકાઓ, આ તીર્થના પ્રભાવે તમે મોક્ષ પામશો. તમારાથી આ તીર્થ વિશેષ પ્રસિદ્ધિને પામશે.

પુંડરિકસ્વામીની સાથે પાંચ કરોડ મુનિઓએ ફાગણ સુદ પૂર્ણિમાના દિને અનશન સ્વીકાર્યું. અને ચૈત્ર સુદ પૂનમે પુંડરિકસ્વામી પાંચ કરોડની સાથે મોક્ષે સિધાવ્યા. ત્યારથી આ તીર્થ પુંડરિકગિરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિને પામ્યું.

પુંડરીકસ્વામી પાસે ચોથું ચૈત્યવંદન કરવાનું છે. અહીં ત્રણે પ્રદક્ષિણા પણ પૂર્ણ થઈ.

ચાલો… હવે દેવાધિદેવ – શંત્રુજયમંડણ એવા આદેશ્વરદાદાને ભેટવા….જેમને ભેટવા મન – તન – હ્રદય રોમાંચિત છે. ઠેઠ નીચેથી ઉપર ૩૩૬૪ પગથીયા ચડીને આવવાની જે મહેનત કરી છે , તેનું ફળ અત્યારે મેળવવાનું છે… બસ…હવે તો ભક્તિ જ કરવી છે. અને પોતાના દોષોના નાશનો સંકલ્પ કરીને પ્રભુ પાસે આત્મશુધ્ધિ કરીએ….🙏🙏🙏

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

◾◾ દાદાના દરબારમાં ◾◾
~~~~~~
સામે રહેલા દાદા ના દર્શન કરવાનું સદ્દભાગ્ય આપણને હમણાં જે સાંપડવાનું છે તેનું યશ કર્માશાને ફાળે જાય છે.

પૂર્વે અનાર્યોએ પરમાત્માની પ્રતિમાના ટૂકડે ટૂકડા કરી દીધા હતા. બચ્યું હતું માત્ર પ્રતિમાજીનું મુખ❗પદ્માસન પર રહેલા તે મુખના દર્શન કરવા માટે યાત્રિકોને ૧૦૦ – ૧૦૦ સોનામહોર સુબાને આપવી પડતી હતી.

પણ શંત્રુજયના ૧૬માં ઉદ્ધારક કર્માશાએ સુબાને પુષ્કળ ધન (સુવર્ણગિરી) આપીને લાખો યાત્રિકો માટે દાદાનો દરબાર ખૂલ્લો મૂકી દીધો.

આદેશ્વરદાદા ની નવી પ્રતિમાનું સર્જન કરાવ્યું. વૈશાખ વદ છઠ્ઠના દિને વિદ્યામંડનસૂરીજી સહિત ૮૪ ગચ્છો પૈકી ૫૦૦ આચાર્યોએ તેનું અંજન કર્યું.

મંગળ અને પવિત્ર વાતાવરણમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે આદેશ્વરદાદાના બિંબમાં સમ્યગદ્રષ્ટી દેવ સંક્રાન્ત થયો અને આપણે જે રીતે શ્વાસોશ્વાસ લઈએ છીએ તે રીતે પરમાત્મા આદેશ્વરદાદાએ સાત વાર શ્વાસોશ્વાસ લીધા, જાણે કે પરમાત્મા સજીવન થયા. આજે પણ તેઓ હાજરાહજૂર લાગે છે. તેમના સાનિધ્યની પ્રસન્નતાનો પમરાટ પ્રાપ્ત થાય છે.

આ દાદાની પ્રતિષ્ઠા કરનાર આચાર્યદેવ વિધામંડનસૂરીજી નામના – કામનાની ખેવના વિનાના નિ:સ્પૃહી હતા. અને તેથી તેમણે પોતાનું નામ ક્યાંય ન લખાવ્યું.

પરમાત્માના પ્રથમ દર્શને જ જેઓએ કેવળજ્ઞાન અને મોક્ષ મેળવી લીધા તે પરમાત્માની સામે ગજ – અંબાડીએ બેઠેલા માતા મરૂદેવા આપણને જાણે કે મુક સંદેશ આપે છે કે ” દર્શન કરવા આવ્યા છો, તો મારી જેમ દર્શન કરજો કે જેથી ફરી જન્મ – જીવન – મરણના ફેરા ફરવા ન પડે.”

દાદાના જે મંડપ છે તેને મેઘનાદ મંડપ કહેવાય છે. આ પ્રાસાદનું નામ નંદીવર્ધન પ્રાસાદ છે.

અને આ આવી ગયો દાદાનો દરબાર…….

🙏 બોલો… આદેશ્વર ભગવાન કી જય… જય..જય…જય..🙏

ભીડ વચ્ચે પણ પરમાત્માને નયનરમ્ય મુખારવિંદ શોભી રહ્યું છે. પરમાત્મા આપણી સામે અમી નજરે જોઈ રહ્યા છે. અત્યંત સૌમ્ય – પ્રસન્ન – આનંદિત પ્રભુની મુખમુદ્રા છે. નક્કી… બધા દુ:ખો આમની નજરથી દૂર થશે જ… આવી કરુણા થી આપણા પાપો અને દોષો નાબૂદ થવાના જ … બસ…દાદાને નિરખ્યા જ કરું.. નિરખ્યા જ કરૂં…

હવે દાદાની ભાવથી ભક્તિ કરવા … પાંચમું ચૈત્યવંદન કરીએ.

◾◾ દાદાના દરબારમાં ◾◾
~~~~~~
દાદાનું ચૈત્યવંદન કરીને દાદાની ભક્તિ કરી છતાં મનડું માનતું નથી…

આદિનાથ ❗તારા મિલન વિના…મારૂં જીવન કેમ જિવાય…
તું સોળ કળાએ પૂરો…. તારી સામે હું સાવ અધૂરો…
મારાથી કયાં પહોંચાય…આદિનાથ દાદા… નયનોનાં નૂર મેં ખોયા..
રંગરાગ જગતના જોયા…બળતામાં ઘી હોમાય…
આદિનાથ દાદા સદાયે હસતા… મારા મનમંદિરમાં વસતા..
છોડીને કેમ જવાય… સમજુને શું કહેવાય…
હે ❗❗ આદિનાથ દાદા ❗❗
તમે અમારા ભવના તારક.. ભવના ઉદ્ધારક..
તમને છોડીને કેમ જવાય… કેમ જવાય… 😥😥

પૂર્વના કાષ્ઠના મંદિરનો જીર્ણોદ્વાર કરીને સં. ૧૨૧૭માં બાહડ મંત્રી વડે પાષાણના બનાવાયેલા અને તેજપાળ સોની દ્વારા સં. ૧૬૫૦માં જીર્ણોદ્વાર કરાયેલા બાવન હાથ ઊંચા નંદીવર્ધન નામના પ્રાસાદમાં આવેલા મેધનાદ નામના મંડપમાં બેસીને કર્માશાએ ભરાવેલા અને પ્રતિષ્ઠિત કરેલા આદેશ્વરદાદાની આપણે હમણા ભક્તિ કરી રહ્યા છીએ.

આ જિનાલય ૧૨૪૫ કુંભ , ૨૧ સિંહ , ૭૨ થાંભલા , ૪ યોગીનીઓ અને ૧૦ દિક્પાલ છે. અહીં ચારે બાજુ ૧૯૭૨ દેરીઓ, ૪ ગવાક્ષ , ૩૨ પુતળીઓ , ૩૨ તોરણો , ૨૯૧૩ પાષાણના પ્રતિમાજી , ૧૩૧ ધાતુના પ્રતિમાજી તથા ૧૫૦૦ પગલાં છે. તે બધાને ભાવથી આપણે વંદના કરીએ. 🙏🙏

પ્રણિધાને ભજો એ ગિરિ જાઓ ,
તીર્થંકર – નામ નિકાયો ;
મોહરાયને લાગે તમાચો ,
શુભવીર વિમલગિરિ સાચો ;
સ્નેહી સંત ❗એ ગિરિ સેવો.
ચૌદ ક્ષેત્રમાં , ત્રણ ભુવનમાં તીરથ ન એવો
સ્નેહી સંત ❗એ ગિરિ સેવો.

આવા ગિરીરાજને ભાવથી વંદના કરી , યાત્રા કરી ભવોભવના પાપ કર્મની નિકંદના કરી …

તીર્થ સ્થાનો પર પ્રભુની પક્ષાલ – પૂજા દ્વારા ભાવ – ભક્તિમાં વધારો કરી પાપોની નિર્જરા કરી પુણ્ય ઉપાર્જન કરવાનો શ્રેષ્ઠ માર્ગ જ્ઞાની ભગવંતો જણાવે છે.

ત્યાર પછી પ્રભુ ફરીથી મળવાનો કોલ દઈને , બીજી જાત્રા ન કરવી હોય તો નીચે તરફ ઉતરવાનું શરૂ કરી શકાય.

◾◾ ઘેટીપાગની યાત્રા ◾◾

દાદાની આ એક યાત્રા કર્યા છતાં સંતોષ નથી થતો ને ❓ બીજી યાત્રા કરવાનું મન ખૂબ થઈ રહ્યું છે ને ❗તો પૂર્વના મહાપુરુષોએ એવી વ્યવસ્થા કરી છે કે , દાદાને દરબારે દર્શન કરીને ઘેટીની પાગે ઉતરીને ત્યાં જો તળેટીનું ચૈત્યવંદન કરીએ અને પછી ફરી ઉપર ચઢીને બાકીના ચારે ચૈત્યવંદન કરવા પૂર્વક દાદાના દર્શન કરીએ તો બે યાત્રાનો લાભ મળે.

આપણે પણ બે યાત્રા કરવી છે. તેથી દરબારમાંથી બહાર નીકળીને રતનપોળ , હાથીપોળ , વાઘણપોળ વટાવીને સગાળપોળમાંથી બહાર નીકળ્યાં ત્યાં મોતીશાની ટૂંક પહેલા ડાબી બાજુ ઘેટીની પાયગા જવાનો રસ્તો આવ્યો . સીધા ચાલીને હવે આપણે બારીમાંથી બહાર નીકળી નીચે ઉતરવાનું છે….

ડુંગર ચઢવા દોહ્યલા… ઊતરતાં શી વાર ❓
—————————————————
આપણે સડસડાટ ઘેટીના પાયગા તરફ ઉતરી રહ્યા છીએ.. અને આ વચમાં આવી ૨૪ તિર્થંકર પરમાત્માના પગલાંની દેરી. બાજુમાં કુંડ અને વિસામો છે. ” નમો જિણાણં ” કહીને વંદના કરીએ.

હજુ નીચે જઈએ એટલે ઘેટીની પાયગા પહેલા નવી બનેલી સિદ્ધાચલ શણગાર ટૂંક અને બુદ્ધિસાગર ટૂંક આવી, ત્યાં રહેલ તમામ પરમાત્માઓને વંદના કરીએ. ” નમો જિણાણં ” અને સ્હેજ આગળ વધ્યા એટલે ઘેટી પાયગા આવી. અહીં દેરીમાં પરમાત્માના પગલાં છે..

અહીં ચૈત્યવંદન કરીએ.

◾ઘેટીની પાગ◾
~~~~
ઘેટી ગામની પાસે આદપુરમાં આવેલી હોવાથી ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા ઋષભદેવ શંત્રુજય ગિરિરાજ ઉપર કુલ ૯૯ પૂર્વવાર આવ્યા હતા. ૧ પૂર્વ એટલે ૭૦૫૬૦ ( ૮૪ લાખ × ૮૪ લાખ ) જયારે જયારે પરમાત્મા શંત્રુજય પર્ધાયા ત્યારે ફાગણ સુદ આઠમ જ હતી , અને પરમાત્મા આદપુરની આ ઘેટીની પાગેથી જ ચડ્યા હતા. અને તેથી તો નવ્વાણું યાત્રા કરનારે પણ ઓછામાં ઓછી નવયાત્રા તો આ ઘેટીની પાગથી જ કરવાની હોય છે. ( નીચે આદપુર ગામમાં ૯૯ ઈંચના આદેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. )

ઘેટીની પાગે ચૈત્યવંદન કરીને હવે આપણે બીજી યાત્રાનો પ્રારંભ કરીએ છીએ..દાદાના ગુણગાન ગાતાં ગાતાં ઉપર આવી ગયા.. સગાળપોળમાં પ્રવેશ કરીને વાઘણપોળમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરીને પૂર્વે જણાવ્યું તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દઈને દાદાના દરબારમાં આવી પહોંચ્યા છીએ. અને બીજી યાત્રાના ભક્તિરસને લૂંટી રહ્યા છીએ.

દાદાને છોડતા પહેલા દાદા પાસે ભૂતકાળના તમામ પાપોનું , વર્તમાનના અનેક મોટા દોષોનું અને આ ભવના તમામ પાપો અને દોષોનું ત્રણ ત્રણ વાર મિચ્છામિ દુક્કડ્મ જરૂર કરી લઇએ.

◾ નીચે ઉતરાણ ◾ 🚶‍♂️🚶‍♀️🚶‍♂️
————————————————

ફરીથી આવી યાત્રાનો લાભ મળ્યા કરે, દાદાનું વહેલું દર્શન થાય તેવી ભાવના ભાવતા આપણે દાદા ના દરબારમાંથી બહાર નીકળીને…રતનપોળ – હાથીપોળ – વાઘણપોળ – સગાળપોળ વટાવીને રામપોળના દરવાજે આવી ગયા છીએ.

રસ્તામાં આવતા જિનાલયોને “નમો જિણાણં” કહીને ફરીથી જયાં સુધી દાદાના દર્શન ન થાય ત્યાં સુધી એકાદ ચીજનો ત્યાગ કરવાનો સંકલ્પ કરીને હવે સડસડાટ નીચે ઉતરી રહ્યા છીએ…

એક પછી એક દેરી અને વિસામાને વટાવતાં આપણે ઠેઠ તળેટીએ આવી પહોંચ્યા છીએ …

આજે હ્દય અતિ આનંદથી ઉભરાઈ રહ્યું છે. મન મલકાઈ રહ્યું છે. આંખોમાં હર્ષના આંસુ છે… દાદાની – શંત્રુજય ગિરીરાજની યાત્રાનો અચિંત્ય લાભ મેળવવાનો યોગ પ્રાપ્ત થયો છે.

શક્ય હોય તો યાત્રા તપ દ્વારા કરવાથી તેનું પુણ્ય – લાભ અનેક ગણું વધી જાય છે. શરીરની શક્તિ ન હોય તો પણ બહારનું કાંઈ પણ ન ખવાય… અભક્ષ્ય ન ખવાય. 🙏🙏🙏

આ ભાવ યાત્રાનું વિવેચન લખતાં કાંઇ પણ જિનાજ્ઞા વિરુધ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડ્ડમ…🙏🙏

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 

શંત્રુજય ગિરીરાજ ઉપર જુદી જુદી નવટૂંકો આવેલી છે. આગળના ભાગમાં નવ ટૂંકોની વિશેષતા – વિવેચન જાણશું..

આગળના ભાગમાં જણાવ્યા પ્રમાણે તળેટીથી યાત્રાની શરૂઆત કરતાં હનુમાન ધારા પાસેથી દાદાના દરબારમાં પહોંચવા બે રસ્તાઓ દેખાય છે. તેમાંનો જમણી બાજુનો રસ્તો નવટૂંક તરફ જઈ રહ્યો છે.

જયાં નીરખીને નવટૂંકો પાતિકનો થાય ભુક્કો

નવટૂંક તરફ જતાં પગથીયાં જયાં પૂર્ણ થાય ત્યાં કિલ્લામાં પ્રવેશ કરવાનો દરવાજો આવે છે.. આ કિલ્લામાં ધર્મનગરી છે. ઠેર ઠેર જિનાલયો પથરાયેલા છે. ટૂંકની સંખ્યા ભલે નવ ; પણ દેરાસરો, દેરીઓ, પ્રતિમાઓની સંખ્યા તો ઘણી મોટી ❗ એક એક શિલ્પ જાણે કે મૂર્તિમંત શ્રદ્ધાનું પ્રતિક ❗ પરમાત્મા પ્રત્યેના સમર્પણભાવ અને અહોભાવનું પ્રતિબિંબ ❗ અનેકોને ભગવદ્દભક્તિમાં તરબોળ કરતું આલંબન ❗

નવ ટૂંકના દરવાજામાં પ્રવેશીને ડાબી તરફ જઈએ એટલે અંગારશાપીરની દરગાહ આવે છે. દરેક સંઘપતિ દાદાની યાત્રા કરતી વખતે સૌ પ્રથમ અહીં ચાદર ઓઢાડે છે .

આમ કેમ ❓

જૈનોના સૌથી મોટા તીર્થમાં મુસલમાન પીરની દરગાહ કેમ ❓

◾◾અંગારશા પીર ◾◾

શેરશાહ નામનો પાટણનો સૂબો હતો. સત્તા અને યુવાનીએ તેનામાં અવિવેકનો તરખાટ મચાવ્યો હતો. કયાંક કોઈ રૂપવતી સુંદરી દેખાઈ નથી કે તેને સ્વાધીન કરી નથી.

કુણઘેરનો ભાણજી શ્રાવક પોતાની રૂપવતી પત્ની કોડાઈને લઈને શંત્રુજયની યાત્રાએ જઇ રહ્યો હતો. શેરશાહે અપહરણ કરાવીને તેને પોતાના ઘરમાં બેસાડી.

રોજ રૂમ બંધ કરીને કોડાઈ આદેશ્વરદાદા અને શંત્રુજયનું ધ્યાન ધરતી હતી. કોઈકે સુબાના કાન ભંભેર્યા. તપાસ કરવા સુબાએ એકાએક રૂમમાં જઈને જોયું તો કોડાઈ ધ્યાનમાં લીન હતી , પૂછ્યું ” શું કરે છે ❓” કોડાઈએ કહ્યું ” મારૂં જીવન પતિત થયું છે. પતિતને પણ પાવન કરનાર આદેશ્વર ભગવાન અને શંત્રુજય તીર્થનું ધ્યાન ધરું છું. જો તમે એક વાર તેના દર્શન કરશો તો પાવન થઈ જશો. ”

અને એકવાર સુબો કોડાઈને લઈને શંત્રુજય પહોંચ્યો. સાથે અંગારશા નામના ઓલીયાને રાખ્યો છે. શંત્રુજય ઉપર અદ્દભૂત , અલૌકિક , દેદીપ્યમાન આદેશ્વર ભગવાનને જોઈને શેરશાહ સુબો સ્તબ્ધ થઈ ગયો. હાથ જોડાઈ ગયા. ભક્તિભાવથી મસ્તક નમી ગયું. સાથે રહેલા સેવક પાસે પરમાત્માને ચરણે ધરવા સોનામહોરનો થાળ મંગાવ્યો.

અંગારશા ઓલીયાથી આ સહન થતું નથી. મુસલમાન થઈને જૈનોના ભગવાનને નમ્યો ❗કાફર થયો ❗સમજે છે શું ❓ ત્યાં તો સોનામહોરોનો થાળ ધરાવાયો.

ગુસ્સે થયેલો અંગારશા આદેશ્વર ભગવાન ઉપર શસ્ત્રનો છૂટો ઘા કરીને ભાગે છે. રસ્તામાં પડીને મૃત્યુ પામે છે અને પીર બને છે.

શંત્રુજય અધિષ્ઠાયક કપર્દીયક્ષે એ પીરને નાથ્યો . શંત્રુજયની રક્ષા કરવાનું કામ સોપ્યું.

એકવાર મહમદ બેગડો શત્રુંજય પર્વત પર દેરાસરો તોડવા આવ્યો હતો તે સમયે અંગારશા પીરે અંગારાનો વરસાદ કરતા લૂંટારાને ભાગવુ પડયુ હતું.

હઝરત અંગારશા પીરનું મહત્વ ૯૦૦ વર્ષથી થયાવત છે. સોમનાથ મંદિર લૂંટવા આવેલો બાદશાહ મહમદ બેગડો પાલિતાણાના શત્રુંજય પર્વત પર આવેલા દેરાસરો પણ લૂંટવા આવી ચડયો હતો. તેવા અરસામાં શત્રુંજય પર્વત પર અંગારશા પીર ભક્તિમાં લીન હતા . અને તેઓને બાદશાહની હરકત અંગે જાણ થતાની સાથેજ દેરાસરોનું રક્ષણ કરવાનું પોતે બીડું ઝડપી લીધુ હતું. મસમોટું સૈન્ય લઇને આવેલા મહમદ બેગડાને ભગાડવા માટે અંગારશાએ પર્વત પરથી ભક્તિના માધ્યમ વડે અંગારા વરસાવ્યા હતા, અને બાદશાહના સૈન્યએ પણ ભાગી જવાની ફરજ પડી હતી. હઝરત અંગારશા પીરે પોતાનું સમગ્ર જીવન શત્રુંજય પર્વત પર જ વિતાવ્યુ હતુ, અને તેઓના નિધન બાદ સમાધી સ્થળે અંગારશા પીરની દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તીર્થની રક્ષા કરતાં હોવાથી સંઘપતિ અહીં ચાદર ઓઢાડીને પછી આગળ યાત્રા કરે છે.

 

◾◾ 1. નરશી કેશવજીની ટૂંક ◾◾

અંગારશા પીરના સ્થાન બાદ અચલગચ્છીય નરશી કેશવજીની ટૂંક આવી. મધ્યમાં મંદિરના મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીને ” નમો જિણાણં ” … આજુબાજુ ૩૪ દેરીઓ આવેલી છે.

સંપ્રતિરાજાનું જિનાલય :–
——————————–
બહાર નીકળતાં સંપ્રતિ રાજાએ બંધાવેલા દેરાસરમાં રહેલા શાંતિનાથ ભગવાન તથા અન્ય સર્વ જિનબિંબોને આવેલા છે.

આગળ જેમ જેમ વધીએ તેમ તેમ ચારે બાજુ જિનાલયો અને જિનબિંબો આવ્યા કરે છે. ” જયાં જયાં પ્રતિમા જિનતણી , ત્યાં ત્યાં કરૂ પ્રણામ “.

મરૂદેવી પ્રસાદ :–
———————-
સંભવનાથ પ્રાસાદ , ઋષભદેવ પ્રાસાદ , કુંડીવાળાના તથા કચ્છ નલિયાના નરશી નાથાના દેરાસરમાં ચંદ્રપ્રભસ્વામી વગેરેને વંદના કરતાં કરતાં મરૂદેવીમાતાના પ્રાસાદમાં હાથી ઉપર બિરાજમાન મરૂદેવા માતાને વંદના કરીએ. ” નમો સિદ્ધાણં “.

ત્યાંથી બીજી ટૂંક તરફ આગળ વધતાં , વચ્ચેના અનેક જિનાલયોમાં જિનબિંબોને વંદના કરીએ.

◾◾ 2. ખરતરવસહી ટૂંક ◾◾

આ ટૂંકમાં ચૌમુખજી ( ચાર) આદેશ્વર ભગવાન હોવાથી ચૌમુખની ટૂંક તરીકે પણ પ્રખ્યાત છે. ૨૭૦ ફૂટ લાંબી , ૧૧૬ ફૂટ પહોળી અને ૯૭ ફૂટ ઊંચી છે. ચારેબાજુ ૨૫ – ૨૫ માઈલના ઘેરાવામાંથી આ ટૂંકનું ઉંચું શિખર દેખાય છે. આ ટૂંક સવચંદ અને સોમચંદ નામના બે શેઠીયાઓએ બનાવી હોવાથી સવા-સોમાની ટૂંક તરીકે પણ ઓળખાય છે.

સૌરાષ્ટ્રના વંથલી ગામમાં , દીનદુઃખીયાના બેલી અને ધર્મવીર એવા સવચંદ શેઠ , પરદેશથી વહાણ પાછા ન ફરતાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયા. થાપણદારો થાપણની ઉઘરાણી કરવા લાગ્યા. શેઠે જે હતું તે બધું ચૂકવ્યું. બાકી રહેલા એક શેઠે પોતાના લાખ રૂપિયાની તાત્કાલિક ચૂકવણી કરવાની પઠાણી ઉઘરાણી કરી. હવે કાંઈ હતું નહિ. ઈજ્જતનો સવાલ હતો. ના પણ કેમ પડાય ❓

ઘણો વિચાર કરીને , શેઠે અમદાવાદના ધનાસુતારની પોળના સોમચંદશેઠ ઉપર અશ્રુભરી આંખે હુંડી લખી આપી.

સોમચંદ શેઠ પાસે હૂંડી આવી , તેમના ચોપડામાં સવચંદશેઠનો કોઈ ખાતું જ ન હતું. હુંડીને બારીકાઈથી જોતાં, હુંડી લખતી વખતે પહેલા બે આંસુથી ઉપસી ગયેલો ભાગ દેખાયો. શેઠ સમજી ગયા કે સંકટમાં આવેલા આ શેઠે ઈજ્જત બચાવવા મારા ભરોસે આ હુંડી લખી આપી હોવી જોઈએ. શેઠે લાખ રૂપિયા હુંડી લાવનારને આપી દીધા.

સમય જતાં વ્હાણો પરદેશથી પાછા ફર્યા. સવચંદશેઠ વ્યાજ સાથે લાખ રૂપિયાની મૂડી લઈને અમદાવાદ સોમચંદશેઠને ત્યાં પહોંચ્યા. પૂજા કરી લીધા પછી શેઠના ચરણે રકમ પરત કરવા લાગ્યા. ત્યારે સોમચંદશેઠે ઘસીને ના પાડતા કહી દીધું કે અમારા ચોપડે તમારું ખાતું બોલતું જ નથી. પછી શી રીતે લઉં ❓ સવચંદશેઠે કહ્યું કે , ” પણ તમે મારી ઈજ્જત સંકટના સમયે સાચવી લઈને મને સહાય કરી છે. તમારો ઉપકાર કદી ભૂલું તેમ નથી. તમારી આ રકમ તમારે સ્વીકારવી જ જોઇએ.

સોમચંદશેઠ ટસ ના મસ ના થયા. અંતે આ ઝઘડાનો તોડ એ નીકળ્યો કે આ રકમમાં બંને શેઠીયાઓએ બીજી રકમ ઉમેરીને શ્રી શંત્રુજય તીર્થાધિરાજ ઉપર એક ટૂંકનું નિર્માણ કરવું.

થોડાક સમયમાં જ આ ચૌમુખજીની ટૂંક નિર્માણ પામી. વિ.સં. ૧૬૭૫માં પરમાત્માની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ ટૂંક ચૌમુખજીની ટૂંક કે સવાસોમાની ટૂંક તરીકે ઓળખાય છે.

ચૌમુખજીની ટૂંકના મુખ્ય દેરાસરમાં ચૌમુખજી આદીશ્વર ભગવાન છે.

દરેક ટૂંકમાં મુખ્ય દેરાસરે ચૈત્યવંદન વિધિ સહિત કરવું. 🙏

◾◾3. છીપાવસહી ટૂક ◾◾

ખરતરવસી ટૂંકની બાજુમાં ડુંગરાવનાં ઢોળાવ પર છીપાવસહીની ટૂંક આવેલી છે઼ તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરો છે. તેમાં છીપાવસી નામનું પૂર્વાભિમૂખ મંદિર મુખ્ય છે.

આ નાની ટૂંક વિ.સ.1791( ઇ.સ. 1735 ) માં ભાવસાર ભાઈઓએ પુન: પ્રતિષ્ઠા કરાવી છે , પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલુ છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતું હતું , તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. મૂળનાયક આદેશ્વર ભગવાન છે. ભાવસાર ભાઈઓ રંગારા હોવાથી મૂળનાયકને પણ રંગ ચડાવેલ છે.

છીપાવસહી એ શેત્રુંજય પરના ઉતમ મંદિરપૈકીનુ એક છે. છીપાવસહી પાછળ રહેલુ મંદિર મોટે ભાગે તો સંઘવી પેથડના સમયનુ હશે. ચૈત્યપરિપાટીઓમાં તેનો ટોટરા વિહાર તરીકે પરિચય આપ્યો છે.

આ ટૂંકમાં છ નાની દેરી અને ૧૪ મોટી દેરીના મળીને કુલ ૪૮ ભગવાન છે. બધાને ” નમો જિણાણં ” કહીને વંદના કરવી.

જયારે ગઢની રાંગને અડીને આવેલુ શ્રેયાંસનાથનુ મંદિર ખરતરગચ્છીય શ્રાવકોએ વિ.સ.1377 (ઇ.સ. 1321) માં ફરીને બનાવ્યુ છે, અને મઘ્યકાળમાં તે મોલ્હાવસહી નામે ઓળખાતુ હતું શ્રેયાંસનાથનું આ મંદિર પહેલા પણ ત્યાં હતું.

બહારના ઢોળાવ ઉપર શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની પાસે પાસે દેરી છે. તે બંને ભગવાનને વંદના કરવી. 🙏

બીજા અજિતનાથ ભગવાન અને સોળમાં શાંતિનાથ ભગવાને શંત્રુજય ગિરિરાજ ઉપર એકેક ચોમાસા કર્યા હોવાથી ( તે સિવાયના ભગવાને ચોમાસા કર્યા નથી ) આ દેરીઓ બનાવી છે.

સાંભળવા પ્રમાણે પૂર્વે આ બંને દેરીઓ સામસામે હતી. પૂ. નંદિષેણસૂરિ મ.સા. અત્રે અજિતશાંતિસૂત્રની રચના કરી હતી. તેના પ્રભાવે સામ-સામેના બદલે પાસે પાસે થઈ ગઈ. જેથી કોઈને એક ભગવાનના દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ ન પડે.

કેટલાક આ હકીકત છ ગાઉની યાત્રા સ્થળે બની છે , તેમ માને છે.

આપણે તેમને વંદના કરી આગળની ટૂંકમાં જઈએ.

◾◾4. સાકરવસહીની ટૂંક ◾◾

શ્રેયાંસનાથના મંદિરની પાછળના ભાગમાં આવેલ કોટની અંદર સાકરવસહીની ટૂંક છે, જે અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સ.1893 (ઇ.સ. 1837) માં બંધાવી છે.

આ ટૂંકમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. તેની સામે પુંડરિકસ્વામીનું દેરાસર છે. બાજુમાં શેઠ લલ્લુભાઇ જમનાદાસનું પદ્મપ્રભસ્વામીનું વિ.સ. 1893 (ઇ.સ.1837) નું તેમજ શેઠ મગનલાલ કરમચંદનુ પણ એ જ મિતિનું પદ્મપ્રભુનુ મંદિર આવેલુ છે.

પ્રસ્તુત ટૂંકની પાછળ પાંચ પાંડવોનુ કહેવાતુ મંદિર છે. શાહ દલીચંદ કીકાભાઇએ તેમાં વિ.સ. 1421 (ઇ.સ. 1365) માં પાંચ પાંડવોની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢના મંત્રી પેથડશાહનું કરાવેલુ છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. મંદિરના મંડોવર પર અને શિખરમાં કોતરણી છે. મંદિર દક્ષિણાભિમુખ છે. આ મંદિરની પાછળ અને ચૈામુખ ટૂંકમાં જેનુ બારુ પડે છે તે સહસ્ત્રકૂટનુ મંદિર સુરતના મૂળચંદ મયાભાઇ બાવચદે વિ.સ.1860 (ઇ.સ. 1804) માં બંધાવેલું છે.

સર્વ જિનેશ્વરોને વંદના કરી આગળની ટૂંક તરફ જઈએ.

◾◾5. ઉજમફોઈની ટૂંક ◾◾

આ ટૂંકે જઈ ક્રોધ ન કરશો

એક સમયે અમદાવાદમાં પ્રેમાભાઈ નામના નગરશેઠ હતા. તેમના બેનનું નામ ઉજ્મબેન હતું. નગરશેઠના બેન હોવાના કારણે આખું નગર એમને ઉજમફોઈ તરીકે જ ઓળખતું હતું.

ઉજમફોઈના લગ્ન સમયે તેમના ભાઈ , બહેનને દાયજામાં આપવા 500 ગાડા ભરીને કરીયાવર લઈ આવેલા.

બહેનને બધો કરીયાવર બતાડ્યો , પણ બહેનને આનંદ ન થયો. ભાઈએ પૂછ્યું ” કેમ બહેન ❗તને સંતોષ ન થયો ❔ કાંઈ વાંધો નહિ. હજુ પણ તારી જે ઈચ્છા હોય તે કહે. તે પણ ઉમેરી દઈશું .”

ઉજમફોઈ બોલ્યા : “આ બધી સામગ્રીઓ તો સંસારવર્ધક છે. મારે તો જોઈએ સંસારતારક ચીજ. અને તે છે શંત્રુજય ગિરિરાજ ઉપર જિનાલય ❗ તું મારો સાચો ભાઈ હોય તો કરિયાવરમાં શંત્રુજય ઉપર જિનાલય બાંધી આપ. ભાઈએ કહ્યું . ” ચિંતા ન કરીશ , બહેન ટૂંક સમયમાં તે પણ થઈ જશે.

ભાઈએ શેત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલય નું નિર્માણ શરૂ કરાવ્યું. પરમાત્માના પાંચે કલ્યાણકોની ઉજવણી કરીને દેવો જે નંદેશ્વરદ્વીપમાં જાય છે , તે નંદેશ્વરદ્વીપ ઉપર આવેલા 52 જિનાલયના જેવી રચના શરૂ કરી. ચારે બાજુ પથ્થરમાં જાળીઓ કોતરી છે. મંદિરની વચમાં મુખ્ય દેરી છે. તેની આસપાસ ચારે બાજુ ૧૩ – ૧૩ નાની દેરીઓ છે. સૌથી વચ્ચે જંબુદ્વીપ મધ્યનો મેરૂપર્વત બતાડેલ છે. જેની ઉપર પરમાત્મા બિરાજમાન કરેલ છે. વિ.સં. ૧૮૮૩માં નંદીશ્વરદ્વીપની રચનાવાળા આ જિનાલયમાં ઉજમફોઈના હાથે પ્રતિષ્ઠા થઈ.

સર્વ જિનબિંબોને વંદના કરવી.

આ ટૂંકના ચોકમાં બે નાની બારીઓ આવેલી છે. તેમાંથી જોતાં સહેજ દૂર દાદાની ટૂંક અને મોતીશાની ટૂંકનો દેખાવ સુંદર લાગે છે.

બહાર નીકળીને જુદા જુદા બે દેરાસરમાં રહેલા કુંથુનાથ અને શાંતિનાથ ભગવાનને વંદના કરી આગળની ટૂંક તરફ જઇએ.

◾◾6. હીમાવસહી ( હેમાભાઈ)ની ટૂંક ◾◾

અમદાવાદના નિવાસી અકબરમાન્ય શેઠ શાંતિદાસના વંશજ નગરશેઠ હેમાભાઇએ આ ટૂંક વિ.સં. 1882માં બંધાવી છે. વિ.સ.1886 ( ઇ.સ. 1830) માં પ્રતિષ્ઠા કરાવેલ .

ઉપર ત્રણ શિખરો છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. જ્યારે બીજા ચૈામુખજી તથા પુંડરિકસ્વામી પણ છે. આ મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સ.1888 (ઇ. સ. 1832) માં બંધાવ્યુ છે. ટૂંકની બહાર જીજીબાઇના નામથી ઓળખાતો કુંડ છે.

◾◾7. મોદીની ( પ્રેમાવસહી)ની ટૂંક ◾◾

અમદાવાદના શ્રીમંત વેપારી પ્રેમચંદ લવજી મોદી શ્રી શેત્રુંજય મહાતીર્થનો છ’રી પાલિત સંઘ લઈને અત્રે આવ્યા હતા. અહીંના સાત્વિક વાતાવરણથી મુગ્ધ થયેલા તેમણે ભાવવિભોર બનીને વિ.સં. 1837માં આ ટૂંકનું નિર્માણ કર્યું હતું.

મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે.

આ મુખ્ય મંદિરમાં ગુંબજમાં બે સુંદર દ્રશ્યો છે. મહારાજા દર્શાર્ણભદ્રે પરમાત્મા મહાવીરદેવેનું ભવ્ય સામૈયું કર્યું. તેના મનમાં ગર્વ આવ્યો કે આ વિશ્વમાં મારા જેવું ભવ્ય સામૈયું કરનાર છે કોઈ બીજો ❓ તે વખતે તેના મનનો અહંકારભાવ જાણીને ઈન્દ્ર મહારાજાએ અતિભવ્ય સામૈયું કર્યું , જેને જોઈને દર્શાણભદ્રનો ગર્વ ગળી ગયો.

તેમણે વિચાર્યું કે હવે હું એવું તે શું કરું ❓ જે દેવ પણ ન કરી શકે. તરત જ તેઓ પરમાત્માને વિનંતી કરીને સાધુ બની ગયા , જે દેવ પણ ન કરી શકે તે આ માનવે કરી બતાવ્યું. ઈન્દ્રે કહ્યું : ” તમે જીત્યા , હું હાર્યો.” દર્શાણભદ્રનો ગર્વ પણ સાધુજીવન અપાવનારો સુંદર બન્યો.

અહીં એક ચિત્રમાં દર્શાણભદ્ર સામૈયું કરે છે, તે બતાવ્યું છે તો બીજા ચિત્રમાં ઈન્દ્ર દર્શાણભદ્રનો ગર્વ ઉતારવા જે ભવ્ય સામૈયું કરે છે તે બતાવ્યું છે.

મૂળનાયકના મંદિર સામે શ્રી પુંડરિકસ્વામીનું મંદિર છે. તેમને વંદના કરીએ ” નમો સિદ્ધાણં “. ૨૪ ભગવાનના જુદા જુદા ગણધરોની કુલ સંખ્યા ૧૪૫૨ હતી. તે બધા મોક્ષે ગયા છે. તે ૧૪૫૨ ગણધરોનાં અહીં પગલાં છે. તેમને ” નમો સિદ્ધાણં ” વંદના કરીએ.

◾◾8. બાલાવસીનીની ટૂંક ◾◾

મુંબઈમાં પ્રસિદ્ધ ગોડીજી દેરાસર બંધાવનાર ઘોઘા નિવાસી દીપચંદભાઈ (બાલાભાઈ) એ શત્રુંજય ગિરિરાજ ઉપર વિ.સં.1893માં આ ટૂંક બંધાવી. મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનને ” નમો જિણાણં” કહી વંદના કરીએ..🙏🙏

ઉપર ચૌમુખજી વગેરે , પુંડરિકસ્વામી આદિ જે જે ભગવંતો અત્રે બિરાજમાન છે તેમને વંદના કરીએ અને આગળની ટૂંક તરફ જઇએ. 🙏🙏

◾◾9. મોતીશાની ટૂંક ◾◾

પરમાત્માનો પક્ષાલ કરતી વખતે ગવાતી
” લાવે લાવે મોતીશી શેઠ , ન્હવણ જળ લાવે રે…..”

પંક્તિમાં પ્રસિદ્ધ બનેલા શેઠનું વહાણ એકવાર ચીન તરફ જતું હતું. આ વહાણમાં ગેરકાયદેસરનો અફીણ જઈ રહ્યું છે, એવો વહેમ પડવાથી સરકારી કારભારીએ વાહણ પાછળ બોટ મૂકી, આ સમાચાર મળતા મોતીશા શેઠે સંકલ્પ કર્યો કે , જો આ વહાણ બચી જાય તો તેની ઉપજ મારે શંત્રુજય ગિરીરાજ ઉપર વાપરવી.. ધર્મ પસાયે વહાણ બચી ગયા.

બાર -તેર લાખની ઉપજ થઈ. શેઠે શંત્રુજયનો સંઘ કાઢ્યો. ગિરીરાજ ઉપર પધાર્યા. સિદ્ધભૂમિના દર્શને ભાવવિભોર બન્યા. દેરાસર બાંધવાની ભાવના જાગી. પણ અહીં તો ઠેરઠેર મંદિરોની હારમાળા પથરાયેલી હતી. ક્યાંક મંદિર બાંધવા માટે સમથળ જગ્યા ખાલી નહોતી.. હવે શું કરવું ❔

તેમની નજર બે શિખર વચ્ચે રહેલી કુંતાસરની ભયંકર ખીણ ઉપર પડી. વિચાર ઝબુક્યો.. ” જો આ ભયંકર ખીણ પૂરીને મંદિર બનાવાય તો બે શિખર એક થાય, યાત્રિકોને ફરવું ન પડે. ભયંકર દેખાવ દૂર થાય.”

ખીણ પૂરવાનું કપરૂં કાર્ય શેઠની ભારે ઉદારતાથી સારી રીતે પૂર્ણ થયું. માલહામાન ચઢાવવા માટે પાલક બાંધવા માટે તે વખતે 80,000 રૂપિયાના તો દોરડા વપરાયા. બીજો ખર્ચ કેટલો આવ્યો હશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે.

નલીનીગુલ્મ વિમાનના આકારે જિનાલયો તૈયાર થવા લાગ્યા. અચાનક મોતીશા શેઠનું અવસાન થયું. પણ પિતાની ભાવનાને સાકાર કરવા, પુત્ર ખીમચંદે ધામધૂમપૂર્વક શંત્રુજયનો સંઘ કાઢયો. વિ.સં. ૧૮૯૩માં ૧૮ દિવસના ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે લગભગ એક લાખ માણસો હાજર રહ્યા હતા.

મોતીશાની ટૂંક બરાબર દાદાની ટૂંક જેવી જ છે. મધ્યના મૂળમંદિરમાં આદેશ્વરદાદા બિરાજે છે. દર્શન – સ્તુતિ – પૂજન – ચૈત્યવંદન વગેરે કરીને પ્રભુને વંદના કરીએ. બરાબર તેની સામે પુંડરીકસ્વામી છે.

પુંડરીકસ્વામીના રંગમંડપમાં ખોળામાં રીખવાને લઈને બેઠેલા માતા મરૂદેવાની અદ્દભૂત પ્રતિમા છે. તેમને વંદના કરીએ.🙏🙏

તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામસામા ચૈામુખ મંદિરો છે : જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઇતાએ અને બીજુ ઘોલ઼ેરાવાળા શેઠ વીરચંદ ભાઇચદે કરાવ્યુ છે. આ સિવાય પણ અહી બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મુજબ છે :

1️⃣ ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઇ

2️⃣ આદિશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઇ

3️⃣ પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પેમજી રંગજી

4️⃣ પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ

5️⃣ સહસ્ત્રકૂટનું મંદિર મુંબઇવાળા શેઠ જેઠાશા નવલશા

6️⃣ સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ

7️⃣ સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદ

8️⃣ મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ

9️⃣ ગણઘર ચરણપાદુકાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ
આ ટૂકની બહાર વાપી- કુંડ છે. કુંડને છેડે કુંતાસરદેવીની મૂર્તિ છે .

તેમાં રહેલા સર્વ ભગવંતોને વંદના કરીને બહાર નીકળીએ એટલે જમણી બાજુએ સગાળપોળનો દરવાજો નજરે ચઢે છે.

શત્રુંજયની સાથે નવનો આંકડો અનેક રીતે જોડાયેલો છે જેમાં આ નવ ટૂંક પણ શત્રુંજય ની યશકલગીમાં ઉમેરો કરે છે.

નવ ટૂંકની યાત્રા કરી પૂર્વ સંચિત કર્મો ખપાવીએ…🙏🙏

જિનાજ્ઞા વિરુધ્ધ લખાયુ હોય તો મિચ્છામિ દુક્કડમ. 🙏🙏

 

💥 યે હૈ પાવનભૂમિ..
યહાં બાર બાર આના..
➖➖➖➖➖➖➖➖➖
🔺 શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ.

▪️ શત્રુંજય પર્વતને જોયા વિના પણ શત્રુંજયે યાત્રા જતા સંઘનું વાત્સલ્ય કરે તો ક્રોડ ગણું પુણ્ય થાય. (શ્રાદ્ધવિધિ)

▪️ અન્ય સ્થાનમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતા જેટલું શુભ ફળ પામે તેટલું ફળ આ તીર્થમાં નિર્મલતાથી ક્રિયા કરે તો અંતર્મુહૂર્તમાં પામે. (શ્રાદ્ધવિધિ)

▪️ શત્રુંજય તીર્થમાં રથ મૂકવાથી ચક્રવર્તી થાય. (શ્રાદ્ધવિધિ)

▪️ રાયણવૃક્ષના દરેક પાંદડામાં, ફળમાં, થડમાં દેવવાસ છે. માટે છેદવા નહિ.

▪️ આ વૃક્ષને પૂજવાથી તાવ ઉતરી જાય.

▪️ બે મિત્રો, બે બેનપણી થતાં આ વૃક્ષની સાક્ષી રાખે તો સુખી થાય.

▪️ વૃક્ષ નીચે પડેલી છાલ, પાંદડાનું પાણી કરીને પીએ અથવા શરીર ઉપર સ્મરણ કરીને ચોપડે તો દુષ્ટ રોગ નાશ પામે.

▪️ સોનાની ચોરી કરી હોય તો – ચૈત્રી પૂનમનો ઉપવાસ કરી યાત્રા કરવાથી શુદ્ધ થાય.

▪️ વસ્ત્રની ચોરી કરી હોય તો – આ તીર્થે સાત આયંબિલથી શુદ્ધ થાય.

▪️ કાંસા-તાંબા-પિત્તળની ચોરી કરી હોય તો – સાત દિવસ પુરિમુડ્ઢ તપ કરવાથી શુદ્ધ થાય.

▪️ મોતી-પરવાળાની ચોરી કરી હોય તો – ૧૫ આયંબિલથી શુદ્ધ થાય.

▪️ અન્ન-જલની ચોરી કરી હોય તો – સુપાત્ર દાનથી શુદ્ધ થાય.

▪️ પશુઓની ચોરી કરી હોય તો – મૂલનાયકની પૂજાથી શુદ્ધ થાય.

▪️ રાજભંડારમાં ચોરી કરી હોય તો – કાર્તિક માસમાં સાત આયંબિલથી શુદ્ધ થાય.

▪️ સધવા, વિધવા, સાધ્વી સાથે ગમન કરનાર – છ મહિના સુધી તપ કરવાથી શુદ્ધ થાય.

▪️ બીજાની વસ્તુ પોતે રાખી મૂકે તો – છ માસ સામાયિકથી શુદ્ધ થાય.

🔺 નંદીશ્વરદ્વીપની જાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી બે ગણું પુણ્ય કુંડલગિરિની યાત્રા કરવાથી થાય…

તેનાથી ત્રણ ગણું પુણ્ય રૂચકગિરિની યાત્રા કરવાથી થાય…
તેનાથી ચાર ગણું પુણ્ય ગજદંતગિરિની યાત્રાથી થાય…
તેનાથી બે ગણું પુણ્ય જંબુવૃક્ષ ઉપર આવેલા ચૈત્યોથી થાય…
તેનાથી છ ગણું પુણ્ય ઘાતકી વૃક્ષ ઉપર રહેલા ચૈત્યોથી થાય…
તેનાથી બાર ગણું પુણ્ય પુષ્કરવરદ્વીપના ચૈત્યોથી થાય…
તેનાથી સો ગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા ઉપરના ચૈત્યોથી થાય…
તેનાથી હજાર ગણું પુણ્ય સમેતશિખરની યાત્રાથી થાય…
તેનાથી દશ હજાર ગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી થાય…
તેનાથી લાખ ગણું પુણ્ય રૈવતગિરિની યાત્રાથી થાય…
તેનાથી ક્રોડ ગણું પુણ્ય શત્રુંજયની સ્પર્શના કરવાથી થાય…

 

💥 રાયણવૃક્ષ – રાયણ પગલાં..
➖➖➖➖➖➖➖➖➖
🔸 રાયણવૃક્ષને શ્રી રાજાદની વૃક્ષ કે રાજનંદની વૃક્ષ પણ કહે છે.

🔸 આ રાયણવૃક્ષ શાશ્વતું વૃક્ષ છે. આ વૃક્ષ પણ ઉત્તમ તીર્થની જેમ વંદન કરવા યોગ્ય છે.

🔸 આ રાયણવૃક્ષ નીચે ઋષભદેવ પ્રભુ ૬૯ કોડા કોડી, ૮૫ લાખ કરોડ, ૪૪૦૦૦ કરોડ અર્થાત્ નવ્વાણું પૂર્વવાર સમોસર્યા છે.

🔸 રાયણવૃક્ષ નીચે ઋષભદેવ પ્રભુનું સમવસરણ રચવામાં આવતું હતું.. પ્રભુ ત્યાં બેસીને દેશના આપતા હતા.

🔸 રાયણવૃક્ષનાં પાંદડા, ફળ અને શાખાઓ પર દેવતાઓનો વાસ છે માટે આ વૃક્ષનાં પાંદડા વગેરે તોડવા નહિં.

🔸 રાજનંદીનીનું (રાયણવૃક્ષ) વંદનાપૂર્વક સોના-રૂપા ને મોતી વડે ભક્તિથી પૂજન કર્યું હોય તો ભાવિ સર્વ શુભાશુભ સ્વપ્નમાં દેખાય છે.

🔸 રાયણવૃક્ષનાં પૂજનથી શારીરિક દોષો નાશ થાય છે, ઝેર વગેરે પણ દૂર થાય છે.

🔸 જો કોઈ મનુષ્યને શાકિની, ભૂત, વેતાળ વિગેરે વળગ્યા હોય અને જો તે રાયણવૃક્ષની પૂજા કરે તો તે વળગાડના દોષથી મુક્તિ મેળવે છે.

🔸 રાયણવૃક્ષનાં ખરી પડેલાં પાંદડા જો સંઘરી રાખ્યા હોય તો સર્વ અનિષ્ટો વિલય પામે છે.

🔸 કોઈ સંઘનો નાયક, જ્યારે ભક્તિથી એની ત્રણ પ્રદક્ષિણા કરે છે ત્યારે જો તે વૃક્ષના દેવો પ્રસન્ન થઈ તેનાં મસ્તક ઉપર દૂધની વૃષ્ટિ કરે છે, તો તેનાં બેય જન્મ સુધરે છે.

🔸 રાયણવૃક્ષની પૂર્વદિશામાં સૂર્યોઘાન છે. અહીંના ઉત્તમ સરોવરનાં પાણી, પ્રાણીઓનાં અઢાર પ્રકારનાં કોઢનો નાશ કરે છે.

🔸 રાયણવૃક્ષની પશ્ચિમમાં એક દુર્લભ રસકૂપિકા છે. એમાં રહેલા રસના લેપથી લોખંડ મટીને સુવર્ણ બની જાય છે.

🔸 જો કોઈ ભાગ્યશાળી ઉત્તમોત્તમ ભાવપૂર્વક અઠ્ઠમનો તપ કરી ઋષભદેવ પ્રભુની પૂજા – નમસ્કાર કરે છે તો આ વૃક્ષના પ્રભાવથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે.

🔸 આ રાયણવૃક્ષને સાક્ષી રાખી જો કોઈ બે આત્માઓ પરસ્પર મૈત્રી બાંધે છે તો તે બંને સમગ્ર ઐશ્વર્યને મેળવીને અંતે પરમપદ પામે છે.

🔸 રાયણવૃક્ષ નીચે એક દેરીમાં ઋષભદેવ પ્રભુના વિશાળ સુંદર ચરણ પાદુકાઓ છે જેમને રાયણ પગલા કહેવાય છે.

🔸 આ રાયણ પગલા મહાસિદ્ધિને આપનારા છે.

🔸 રાયણ પગલાની પ્રતિષ્ઠા વિ. સંવત ૧૫૮૭માં કરમાશાએ સંપન્ન કરાવી હતી.

🔸 રાયણવૃક્ષ સહિત રાયણ પગલાને ત્રણ પ્રદક્ષિણા આપીને અહીં ત્રીજું ચૈત્યવંદન કરવામાં આવે છે.

 

શ્રી શત્રુંજય માટે બલિદાન….

🏵️વીર વિક્રમશી ભાવસાર

એક સમય હતો. જ્યારે ગરવા ગિરિરાજ પર ઘનઘોર આડબીડ જંગલો હતા. હરાભરા આ ગિરિવરની કંદરાઓમાં રાની પશુઓ નિવાસ કરતા. એકવાર એક સિંહે કંદરાઓને ત્યજી દઇને દાદાની ટૂંકના બારણે અડ્ડો જમાવ્યો. વનરાજને જોતાં જ ભલભલાના છક્કા છૂટી જતા. સહુ કોઈ દૂરથી જ વનરાજને સલામ કરીને ભાગી જતા. ડરના માર્યા યાત્રિકોએ ઉપર જવાનું લગભગ બંધ કરી દીધું હતું. તળેટીએ દિનરાત આ વનરાજની વાતો ચર્ચાતી હતી. સહુ કોઈ યાત્રા ક્યારે શરૂ થાય તેની રાહ જોતા હતા.

વિક્રમશી નામનો એક કાચો કુંવારો ભાવસાર યુવાન પોતાના ભાઇ-ભાભી સાથે પાલીતાણામાં વસતો હતો. શરીરે હુષ્ટપુષ્ટ હતો. ભારે મિજાજનો પણ માલિક હતો.
એકવાર ગામમાં રખડીને બપોરે જમવાના સમયે ઘરે પહોંચ્યો. રસોડામાં શોધખોળ કરવા છતાં કોઇ ચીજ હાથ લાગી નહિ. એટલામાં તો કૂવે કપડા ધોવા ગયેલાં ભાભી આવી ચડ્યા.

ભૂખથી તેનો મિજાજ આસમાનને આંબી ગયો છે, એ વિક્રમશી ભાભી ઉપર તાડૂકી ઊઠ્યો. રે…! બાર વાગ્યા તોય રસોઇના કોઈ ઠેકાણા નથી…! ખબર નથી અહીં પેટમાં કેવી આગ લાગી છે, ભાભી ! તમને શું કહેવું? તમે સાવ નકામા છો!

દિયરનો આક્રોશ જોઇને ભાભીથી રહેવાયું નહિ. એમણે પણ સામે સીધો જોરદાર જવાબ આપ્યો કે કમાઈને ઘરમાં એક પાઈ આપવી નહિ. આખો દિ રખડ્યા કરવું અને જમવાના ટાઈમે હાજર થઈ જવું ! આ કયા ઘરનો ન્યાય ? મહેનત મજૂરી તમારા મોટા ભાઈ કરે અને તાગડધિન્ના તમારે કરવાના ! અને વધારામાં પાછુ અમારા ઉપર આવો રોફ ઠોકવાનો ! બાવડામાં બહુ જોર કૂદતું હોય તો જાવને ગિરિરાજ પર ! પેલો સિંહડો અડ્ડો જમાવીને બેઠો છે, એને પાંસરો કરી આવોને. નાહક ઘરમાં શું ઠાલું શૂરાતન બતાવી રહ્યા છો !

ભાભીની જબાનેથી વછૂટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોએ વિક્રમશીને વીંધી નાખ્યો. એ પળનો ય વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો. સીધો તળેટીએ પહોંચ્યો.

તળેટીએ પોતાના મિત્રોને જણાવ્યું કે વનરાજનો વિજય કરવા જાઉં છું. જો ઉપર ઘંટ વાગે તો સમજજો કે સિંહ મર્યો અને યાત્રા ખૂલી થઇ છે. જો ઘંટ ન વાગે તો સમજજો કે વિક્રમશી મરી ગયો છે.

ઉપર જઈને વીર વિક્રમશીએ ધોકાનો છેડો અડાડીને સૂતેલા વનરાજને જગાડ્યો. ઘણા દિવસે એકાએક નરમાંસની ગંધ આવતાં, લાકડીનો છેડો ટચ થતાં, સિંહ કેશવાળી ખંજવાળીને સફાળો ઊઠ્યો. પળનોય વિલંબ કર્યા વિના એ વિક્રમશી સામે ધસ્યો. વિક્રમશીએ પણ સામે સીધો ઘા કર્યો અને એક ઝાટકે સિંહને મહાત કર્યો. ભારે આઘાતથી તરફડીને સિંહ ઢળી પડ્યો.

વીર વિક્રમશી ઘંટ વગાડવા મંદિર તરફ દોડ્યો. પણ એટલામાં તો ઘવાયેલા સિંહે વળતો હુમલો કર્યો અને વિક્રમશીને લોહી લુહાણ કરી નાખ્યો. ઘાયલ વિક્રમશી મન કાઠું કરીને ઊઠ્યો. માંડ માંડ મંદિર સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો.

ટન… ન… ન… ન… ટન…! ટન… ન… ન… ન… ટન…!

ઘંટનાદ થતાં મિત્રો દોડી આવ્યા અને જોયું તો એક બાજુ સિંહ મરેલો પડ્યો હતો અને બીજી બાજુ વિક્રમશી પડ્યો હતો. મિત્રોએ તેને ખૂબ ખૂબ ઢંઢોળ્યો, પણ ઊઠ્યો નહિ. મિત્રોએ વિચાર્યું કે સિંહને માર્યા પછી વિક્રમશી પણ ઘંટ વગાડીને ઘાયલ સ્થિતિમાં મરણ પામ્યો છે.

વીર વિક્રમશી ગયો પણ યાત્રા ખુલ્લી કરતો ગયો. હજારો નર-નારીઓ નિરંતર ગિરિરાજ પર યાત્રાર્થે જવા લાગ્યા.

વીર વિક્રમશીની પરાક્રમ ગાથાની સ્મૃતિરૂપે હાથી પોળના આગળના ચોકમાં લીંબડાની ડાળ નીચે વીર વિક્રમશીનો પાળીયો આજે પણ ઊભો છે. જે વીર વિક્રમશીની યાદ તાજી કરાવી રહેલ છે.

🎋શ્રી શત્રુંજયના 108 નામ
〰〰〰〰〰〰〰
૧ શ્રી શત્રુંજયગિરિ નમોનમઃ
૨ શ્રી વિમલાચલગિરિ નમોનમઃ
૩ શ્રી સિદ્ધક્ષેત્રગિરિ નમોનમઃ
૪ શ્રી શાશ્વતગિરિ નમોનમઃ
૫ શ્રી પુંડરિકગિરિ નમોનમઃ
૬ શ્રી બાહુબલીગિરિ નમોનમઃ
૭ શ્રી મરૂદેવા ગિરિ નમોનમઃ
૮ શ્રી મહાતીર્થગિરિનમોનમઃ
૯ શ્રી મહાપદ્મગિરિ નમોનમઃ
૧૦ શ્રી દ્દઢશક્તિગિરિ નમોનમઃ
૧૧ શ્રી મુક્તિનીલયગિરિ નમોનમઃ
૧૨ શ્રી સુરશૈલ ગિરિ નમોનમઃ
૧૩ શ્રી પુષ્પદંતગિરિ નમોનમઃ
૧૪ શ્રીપૃથ્વીપીઠગિરિ નમોનમઃ
૧૫ શ્રીસર્વ કામદાયકગિરિ નમોનમઃ
૧૬ શ્રીશ્રીપદગિરિ નમોનમઃ
૧૭ શ્રી કૈલાશગિરિ નમોનમઃ
૧૮ શ્રી કદંબગિરિ નમોનમઃ
૧૯ શ્રીરૈવતગિરિ નમોનમઃ
૨૦ શ્રીઉજ્વળગિરિ નમોનમઃ
૨૧ શ્રી પુણ્યરાશિ ગિરિ નમોનમઃ
૨૨ શ્રીઇન્દ્રપ્રકાશગિરિ નમોનમઃ
૨૩ શ્રીસુભદ્રગિરિ નમોનમઃ
૨૪ શ્રીમહાગિરિ નમોનમઃ
૨૫ શ્રી કંચનગિરિ નમોનમઃ
૨૬ શ્રીકનકગિરિ નમોનમઃ
૨૭ શ્રીઢંકગિરિ નમોનમઃ
૨૮ શ્રી લોહીત્યગિરિ નમોનમઃ
૨૯ શ્રી તાલધ્વજ ગિરિ નમોનમઃ
૩૦ શ્રીસ્વર્ગગિરિ નમોનમઃ
૩૧ શ્રીનાંદીગિરિ નમોનમઃ
૩૨ શ્રીતાપસગિરિ નમોનમઃ
૩૩ શ્રી બ્રહ્મગિરિ નમોનમઃ
૩૪ શ્રી ઉદયગિરિ નમોનમઃ
૩૫ શ્રી નંદીવર્ધનગિરિ નમોનમઃ
૩૬ શ્રીપ્રભુપદ નમોનમઃ
૩૭ શ્રી મુક્તિનિલયગિરિ નમોનમઃ
૩૮ શ્રીઅર્બુદગિરિ નમોનમઃ
૩૯ શ્રીમહાયશગિરિ નમોનમઃ
૪૦ શ્રીજયંતગિરિ નમોનમઃ
૪૧ શ્રી મહાનંદગિરિ નમોનમઃ
૪૨ શ્રીમહાબલગિરિ નમોનમઃ
૪૩ શ્રીઆનંદગિરિ નમોનમઃ
૪૪ શ્રી હેમગિરિ નમોનમઃ
૪૫ શ્રી હસ્તિસેનગિરિ નમોનમઃ
૪૬ શ્રીમાલ્યવંતગિરિ નમોનમઃ
૪૭ શ્રીવિભાસગિરિ નમોનમઃ
૪૮ શ્રી વિશાલગિરિ નમોનમઃ
૪૯ શ્રી ભવ્યગિરિ નમોનમઃ
૫૦ શ્રીશ્રેષ્ઠગિરિ નમોનમઃ
૫૧ શ્રીઉજ્જવળગિરિ નમો નમઃ
૫૨ શ્રીચર્ચગિરિ નમોનમઃ
૫૩ શ્રી આલંબનગિરિ નમોનમઃ
૫૪ શ્રીસદ્દ્ ભદ્ર ગિરિ નમોનમઃ
૫૫ શ્રી સુરપ્રિય ગિરિ નમોનમઃ
૫૬ શ્રી નગેશ ગિરિ નમોનમઃ
૫૭ શ્રી પ્રત્યક્ષ ગિરિ નમોનમઃ
૫૮ શ્રી સિદ્ધિપદઅર્પણગિરિ નમોનમઃ
૫૯ શ્રીપર્વતેન્દ્ર ગિરિ નમોનમઃ
૬૦ શ્રી ક્યંબુ ગિરિ નમોનમઃ
૬૧ શ્રી વૈજયંત ગિરિ નમોનમઃ
૬૨ શ્રી અજરામરપદગિરિ નમોનમઃ
૬૩ શ્રીઅનંતશક્તિગિરિ નમોનમઃ
૬૪ શ્રીઅકલંકગિરિ નમોનમઃ
૬૫ શ્રી અકર્મક ગિરિ નમોનમઃ
૬૬ શ્રીમુક્તિગેહ ગિરિ નમોનમઃ
૬૭ શ્રીમહાપીઠ ગિરિનમોનમઃ
૬૮ શ્રીભદ્રપીઠ ગિરિ નમોનમઃ
૬૯ શ્રી પાતાળમૂલ ગિરિ નમોનમઃ
૭૦ શ્રીસિધ્ધાચલ ગિરિ નમોનમઃ
૭૧ શ્રીસિદ્ધિરાજગિરિ નમોનમઃ
૭૨ શ્રીસુતિર્થરાજગિરિ નમોનમઃ
૭૩ શ્રી સહસ્ત્રાખ્ય ગિરિ નમોનમઃ
૭૪ શ્રીસારસ્વત ગિરિ નમોનમઃ
૭૫ શ્રીસહસ્ત્રપત્રગિરિ નમોનમઃ
૭૬ શ્રી ભગીરથ ગિરિ નમોનમઃ
૭૭ શ્રી અષ્ટોત્તરશતકૂટગિરિ નમોનમઃ
૭૮ શ્રી શતપત્રકગિરિ નમોનમઃ
૭૯ શ્રીકોડીનિવાસગિરિ નમોનમઃ
૮૦ શ્રી કપર્દીવાસગિરિ નમોનમઃ
૮૧ શ્રી વિજયાનંદ ગિરિ નમોનમઃ
૮૨ શ્રીવિશ્વાનંદ ગિરિ નમોનમઃ
૮૩ શ્રીસહજાનંદ ગિરિ નમોનમઃ
૮૪ શ્રી શ્રુયાનંદ ગિરિ નમોનમઃ
૮૫ શ્રી જયાનંદ ગિરિ નમોનમઃ
૮૬ શ્રીભદ્રંકરગિરિ નમોનમઃ
૮૭ શ્રીક્ષેમન્કર ગિરિ નમોનમઃ
૮૮ શ્રી શિવંકર ગિરિ નમોનમઃ
૮૯ શ્રી મેરુમહીધર ગિરિ નમોનમઃ
૯૦ શ્રીયશોધર ગિરિ નમોનમઃ
૯૧ શ્રી કર્મક્ષયગિરિ નમોનમઃ
૯૨ શ્રી દુઃખહરગિરિ નમોનમઃ
૯૩ શ્રી કર્મસુદનગિરિ નમોનમઃ
૯૪ શ્રીમહોદય ગિરિ નમોનમઃ
૯૫ શ્રીજગતરણ ગિરિ નમોનમઃ
૯૬ શ્રી ભવતરણ ગિરિ નમોનમઃ
૯૭ શ્રી રાજરાજેશ્વરગિરિ નમોનમઃ
૯૮ શ્રીકેવળદાયક ગિરિ નમોનમઃ
૯૯ શ્રીગુણકંદગિરિ નમોનમઃ
૧૦૦ શ્રીઅભયકંદ ગિરિ નમોનમઃ
૧૦૧ શ્રી પ્રીતિમંડણગિરિ નમોનમઃ
૧૦૨ શ્રીક્ષિતિમંડલમંડન ગિરિ નમોનમઃ
૧૦૩ શ્રીજ્યોતિસ્વરૂપગિરિ નમોનમઃ
૧૦૪ શ્રીઅમરકેતુ ગિરિ નમોનમઃ
૧૦૫ શ્રી વિજયભદ્રગિરિ નમોનમઃ
૧૦૬ શ્રીવિલાસભદ્રગિરિ નમોનમઃ
૧૦૭ શ્રીઆતમસિદ્ધિગિરિ નમોનમઃ
૧૦૮ શ્રીસર્વાર્થસિદ્ધિગિરિ નમોનમઃ

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
➖➖➖➖➖➖➖➖➖

 

💥 શત્રુંજયના પાંચ ચૈત્યવંદન
➖➖➖➖➖➖➖➖➖

🔅 જય તળેટીનું ચૈત્યવંદન…

શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે…ભાવ ધરીને જે ચઢે તેને ભવજલ પાર ઉતારે..

અનંત સિદ્ધનો એહ ઠામ સકળ તીરથનો રાય…પૂર્વ નવ્વાણું ઋષભદેવ જ્યાં ઠવિયા પ્રભુ પાય…

સૂરજકુંડ સોહામણો કવડજક્ષ અભિરામ…નાભિરાય કુલમંડણો જિનવર કરું પ્રણામ..
➖➖➖➖➖➖➖➖➖

🔅શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન…

શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો…

મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણમણિખાણ…

ચાલીસ ધનુષ્યની દેહડીએ, સમચારીસ સંઠાણ વદન પદ્મ જયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ…
➖➖➖➖➖➖➖➖➖

🔅શ્રી રાયણ પગલાનું ભગવાનનું ચૈત્યવંદન…

એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદો, રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો…

એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ, ચૈત્રી પુનમને દિને, તેહ અધિકો જાણ…

એહ તીરથ સેવો સદા આણી ભક્તિ ઉદાર, શ્રી શત્રુંજય સુખદાયકો, દાન વિજય જયકાર…
➖➖➖➖➖➖➖➖➖

🔅શ્રી પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન

અદિશ્વર જિનરાયનો, ગણધર ગુણ્યવંત પ્રગટ નામ પુંડરીક જાસ, મહિમાએ મહંત.

પંચ ક્રોડી મુનીરાજ સાથ અણસણ તીહાં કીધ શુક્લ ધ્યાન ધ્યાતા અમૂલ , કેવલ વર લીધ

ચૈત્રી પૂનમને દિને , પામ્યા પદ મહાનંત તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ.
➖➖➖➖➖➖➖➖➖

🔅શ્રી આદિશ્વર ભગવાનનું ચૈત્યવંદન

આદિદેવ અલવેસરુ, વિનિતાનો રાય નાભિરાયા કુલ મંડણો , મરુદેવા માય.

પાંચશે ધનુષની દેહડી , પ્રભુજી પરમ દયાલ ચોરાશી લાખ પૂર્વનું , જસ આયુ વિશાલ

વૃષભ લંછન જિન વૃષધરુંએ, ઉત્તમ ગુણ મણિ ખાણ તસ પદ પદ્મ સેવન થકી લહીએ અવિચલ ઠાણ.

 

➖➖➖➖➖➖➖➖➖

શ્રી શત્રુંજય તીર્થની યાત્રા દરમિયાન પાંચ ચૈત્યવંદનો કરતી વખતે આપણે મનમાં શું ચિંતન કરવું જોઈએ…પ્રભુ પાસે શું માંગવું જોઈએ…એ અંગેનું ભાવનાત્મક ચિંતન…

👉 ‘આપણે પહેલાં ફક્ત વિચાર જ કરવાનો છે. કદાચ અત્યારે આપણને તેવી લાગણી થવાની નથી. પણ જેવી રીતે બંગલાનો વિચાર કરતાં-કરતાં પુરુષાર્થ જાગે છે, મૂડી ભેગી કરીએ છીએ અને બંગલો બને છે. ફેકટરીનો વિચાર કરતાં- કરતાં ફેકટરી પણ બને છે.

તેવી રીતે આપણે આ વિચાર સતત કરીશું તો આપણે પણ પરમાત્મા આદિનાથ જેવા જ થઈ જઈશું. હકીકતમાં આપણે પોતે પરમાત્મા છીએ પણ અત્યારે આપણું જે પરમાત્મસ્વરૂપ ઢંકાઈ ગયું છે એ આ ચિંતન કરતા કરતા કદાચ ખુલ્લું થઈ જશે…

(૧) પહેલું ચૈત્યવંદન એ જય તળેટીનું છે..પહેલા આ તળેટી “મનમોહન પાગ” ના નામે ઓળખાતી હતી. અત્યારે “જય તળેટી”ના નામથી ઓળખાય છે. તળેટીની સન્મુખ દેરીઓમાં શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી શાંતિનાથ, શ્રી અભિનંદનસ્વામી વગેરેના ચરણપાદુકાઓ છે. ડાબી અને જમણી દેરીઓમાં પણ વિભિન્ન ચરણપાદુકાઓ છે.

🔅 ચૈત્યવંદન…

શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર , દીઠે દુર્ગતિ વારે ;
ભાવ ભરીને જે ચઢે , તેને ભવપાર ઉતારે…(૧)
અનંત સિદ્ધનો એહ ઠામ , સકળ તીરથનો રાય ;
પૂર્વ નવ્વાણું ઋષભદેવ , જ્યાં ઠવિયા પ્રભુ પાય…(૨)
સૂરજકુંડ સોહામણો , કવડજક્ષ અભિરામ ;
નાભિરાય કુલમંડણો , જિનવર કરું પ્રણામ…(૩)

જય તળેટીના પ્રથમ ચૈત્યવંદનમાં પ્રભુ પાસે માંગવાનું છે કે ‘હે પ્રભુ ! મારામાં સ્નેહભાવ પરિણમો..’

શત્રુનો જય કોનાથી થાય છે ?
સ્નેહભાવથી…એટલે મારામાં સ્નેહભાવ ઉત્પન્ન થાઓ..

આ ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંતાનંત આત્માઓ મુક્તિ પામ્યા છે તેથી આ ગિરિરાજના અણુએ અણુ પવિત્ર છે, પૂજનીય છે. આ શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ મારા ભવોભવના કર્મોને ખતમ કરવા સમર્થ છે. આની સ્પર્શના પામીને આજે હું કૃતાર્થ બન્યો.. વગેરે ભાવપૂર્વક ગિરિરાજની આ પવિત્રભૂમિને મસ્તકથી સ્પર્શ કરીને અને અનંતાને તાર્યા તેમ આપણને પણ તારવાની વિનંતી કરવાની છે..

આમ, પહેલું ચૈત્યવંદન એ સ્નેહભાવનું છે.

 

(૨) બીજું ચૈત્યવંદન શાંતિનાથ ભગવાનનું છે.

વાઘણપોળની ડાબી બાજુ સોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે. શાંતિનાથ પ્રભુની પ્રતિમા અત્યંત મનોરમ્ય છે. જાણે સતત આપણા ઉપર અમી વરસાવી રહ્યા છે.

જ્યાં સોહે શાંતિનાથ દાદા,
સોળમાં જિન ત્રિભુવન ત્રાતા.

શ્રી શાંતિનાથ ભગવાને અહીં ચાતુર્માસ કર્યુ હતું અને આ ગિરિરાજ ઉપર અનેકવાર સાધુઓની સાથે પધાર્યા હતા. એમની સ્મૃતિમાં આ મંદિરનું નિર્માણ સં. ૧૮૬૦ વૈશાખ સુદ પાંચમને સોમવારે દમણ નિવાસી શેઠ શ્રી હીરાચંદ રાયકરણે કરાવ્યું હતું. અહીં પ્રત્યેક યાત્રિકને બીજું ચૈત્યવંદન કરવું આવશ્યક છે.

🔅 ચૈત્યવંદન..

શાંતિ જિનેશ્વર સોળમા , અચિરાસુત વંદો ;
વિશ્વસેન કુલ નભોમણિ , ભવિજન સુખ કંદો…(૧)
મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ ;
હત્થિણાઉર નયરી ઘણી , પ્રભુજી ગુણમણિખાણ…(૨)
ચાલીસ ધનુષ્યની દેહડી , સમચારીસ સંઠાણ ;
વદન પદ્મ જયું ચંદલો , દીઠે પરમ કલ્યાણ…(૩)

આપણે શાંતિનાથ ભગવાન પાસે માંગીએ છીએ કે મારા દુઃખ-દર્દ દૂર થાવ, પણ એ નહિ, મારા રાગ-દ્વેષ દૂર થાય એવી માંગણી કરવાની છે. જો રાગ-દ્વેષ શાંત થશે તો દુઃખ-દર્દ શાંત થવાના જ છે. આપણે રાગ અને દ્વેષના કારણે જ દુ:ખી થઈએ છીએ.

શાસ્ત્રમાં કહ્યું છે કે રાગ ઉત્પન્ન થાય એટલે જીવને બાળે, દ્વેષ ઉત્પન્ન થાય તો પણ જીવને બાળે અને રાગ-દ્વેષની શાંતિ થાય એટલે ટાઢક વળે.

ખંધકઋષિની ખાલ ઉતારવા આવ્યા તો પણ તેમણે શું માન્યું, કે કર્મ ખપાવવા માટે મેં દીક્ષા લીધી છે, તો આ સહન કરવાથી મારા કર્મ જલ્દી ખપી જશે. આપણને આવો વિચાર નથી આવતો માટે સામાન્ય દુઃખમાં પણ અતિ દુઃખ લાગે છે. ઘણાં માણસો થોડાકમાં પણ કેટલુંય દુઃખ માનતા હોય છે અને ઘણાં માણસો કેટલાય દુ:ખમાં પણ સમતાભાવ રાખે છે, તેથી તેમને ઘણું દુઃખ થોડું લાગે છે.

પેલા વણઝારાં જે ગામે-ગામ ચાલતાં હોય, તેમને પોતાનું ઘર નથી હોતું, પોતાનું ગામ નથી હોતું, તેઓ ગામે-ગામ ફરતાં હોય, ગાડાંની ઓથમાં રસોઈ કરે, ગાડાંની ઓથમાં જ સૂઈ જાય અને છતાં પણ મસ્તીથી રહેતાં હોય. જયારે આપણી પાસે કેટલીય વસ્તુઓ હોય પણ ચિત્તની પ્રસન્નતા નથી એટલે શાંતિનાથ ભગવાનની પાસે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ, જેવા પણ વાતાવરણમાં હોઈએ તેમાં આપણું મન શાંત રહે તેવી માંગણી કરવાની છે.

ચૈત્યવંદન કરીને પછી આપણે પરમાત્મા શાંતિનાથ ભગવાન પાસે શાંતિથી બે મિનિટ બેસવાનું છે અને પરમાત્મા સાથે એકમેક બનીને મનને સ્થિર કરીને વિચારવાનું છે કે “મારા જીવનમાં રહેલી અશાંતિ અસંતોષ અને અસમાધિને દૂર કરનારા અને મને શાંતિ-સંતોષ અને સમાધિમાં સ્થિર કરનારા હે પરમાત્મા..! મારા રાગ-દ્વેષરૂપી અજ્ઞાનના અંધારા દૂર થાય અને મારામાં સમતાભાવ પ્રગટે એવી મારા પર કૃપા વરસાવો..

આપણે તળેટીના ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી અનંત આત્માઓને મુક્તિમાં જતા કલ્પવાના છે અને આપણને જગતના સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ પ્રગટે તેવી ભાવના લાવવાની છે. જ્યારે બીજા ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી સમભાવની માંગણી કરીને જીવનમાં સમભાવ આવે તેવી ભાવના ભાવવાની છે…

આમ, બીજું ચૈત્યવંદન એ સમભાવ કે સમતાનું છે.

(૩) ત્રીજું ચૈત્યવંદન રાયણ પગલાંનું છે.

શાશ્વત રાયણ વૃક્ષ પાસે ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુ નવ્વાણું પૂર્વ વાર પધાર્યા હતા અને આ વૃક્ષની નીચે સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપતા હતા તેથી ત્યાં પ્રભુના ચરણ પાદુકા છે. રાયણ વૃક્ષ નીચે ચરણ પાદુકા હોવાથી પરમાત્માના પગલાને રાયણ પગલા કહે છે. તે ચરણની ડાબી અને જમણી બાજુ શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીજીની બે મૂર્તિ છે. આની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં કરમાશાએ કરી હતી. રાયણ વૃક્ષ સહિત રાયણ પગલાંને ત્રણ પ્રદક્ષિણા આપીને અહીં ત્રીજું ચૈત્યવંદન કરવાનું હોય છે.

🔅 ચૈત્યવંદન..

એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદો,
રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો…(૧)
એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ,
ચૈત્રી પુનમને દિને, તેહ અધિકો જાણ…(૨)
એહ તીરથ સેવો સદા આણી ભક્તિ ઉદાર,
શ્રી શત્રુંજય સુખદાયકો, દાન વિજય જયકાર…(૩)

આ રાયણ પગલાં એટલે ભગવાનના પગલા. પગલાનો બીજો અર્થ છે ચરણ-પાદુકા અને ચરણનો બીજો અર્થ છે ચારિત્ર. અહીં દાદાના ચરણની પૂજા થાય છે એટલે રાયણ પગલે ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટેની માંગણી કરવાની છે.

ચારિત્રનો અર્થ માત્ર વેશ બદલવાનો નથી, અંદરથી ચારિત્ર આવવું જોઈએ. અંદરથી ચારિત્ર આવ્યા પછી જો વેશ બદલાય તો તેની મજા કંઈ જુદી જ હોય છે. તો અંદરનું ચારિત્ર એ શું છે?

ચારિત્રનો મુખ્ય અર્થ છે આત્મ-રમણતા… આત્મ-રમણતા બાહ્ય ઉપયોગની સામગ્રી ઘટાડવાથી આવે છે. એટલે કે જેમ જેમ આપણે બાહ્ય સામગ્રીનો ઘટાડો કરીએ તેમ તેમ આત્મ-રમણતા આવે છે.

આત્મ સુખનું કારણ વિરતિ છે . જેટલા અંશમાં આપણાથી શકય હોય તેટલા અંશે વિરતિનું પાલન કરવાથી આપણો ભાવ જે દેહ તરફ છે, તે દેહ તરફથી ઘટીને આત્મા તરફ જાય છે. એટલે આત્મભાવ પ્રગટે છે.

આત્મભાવ પ્રગટે પછી દુનિયાની કોઈ બાહ્ય વસ્તુમાં રસ જ ન હોય, આત્મામાં જ રસ હોય. સત્ય, સંતોષ એ બધા આત્માના ગુણો છે, તેમાં આત્મ-રમણતા આપોઆપ આવી જ જાય, એટલે ત્રીજા ચૈત્યવંદનમાં આત્મ-રમણતાની માંગણી કરવાની છે…

આમ, ત્રીજું ચૈત્યવંદન એ આત્મભાવ એટલે આત્મ – રમણતાનું છે.

(૪) ચોથું ચૈત્યવંદન પુંડરીકસ્વામીનું છે.

શ્રી પુંડરીક સ્વામી ઋષભદેવ દાદાના પૌત્ર અને તેમના પ્રથમ ગણધર હતા. તેમનું મૂળ નામ ઋષભસેન હતું.

શ્રી ઋષભદેવ ભગવાને પુંડરીક ગણધરને કહ્યું હતું કે ‘તમે આ સિદ્ધ ગિરિરાજ ઉપર કેવલજ્ઞાન પામી નિર્વાણ પામશો.’ તેથી તેઓ પોતાના પાંચ કરોડ શિષ્યો સાથે આ ગિરિરાજ ઉપર આવી ફાગણ સુદ પૂનમે અનશન કરી કેવલજ્ઞાન પામી ચૈત્ર સુદ પૂનમે પાંચ કરોડ શિષ્યો સાથે મોક્ષે ગયા. ત્યારથી આ ગિરિરાજ પુંડરીકગિરિના નામથી પણ ઓળખાય છે.

વિક્રમ સંવત ૧૫૮૭માં કરમાશાએ આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. અહીં આવીને દર્શન કરતા એવું લાગે છે કે જાણે પુંડરીક સ્વામી દાદાની સામે જોયા કરે છે અને દાદા પુંડરીક સ્વામીની સામે અમૃત દ્રષ્ટિએ એકી ટશે જોઈ રહ્યા છે. ગુરુ-શિષ્યની આવી અદ્ભૂત જોડી ભક્તોને અનુપમ આનંદ ઉપજાવી રહી છે. શ્રી પુંડરીક સ્વામીની ભક્તિ કરવા માટે અહીં ચોથું ચૈત્વંદન કરવાનું હોય છે.

🔅 ચૈત્યવંદન…

શ્રી આદિશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત,
પ્રગટ નામ પુંડરિક જાસ, મહીમાએ મહંત…(૧)
પંચકોડિ મુનિરાજ સાથ, અણસણ તિહાં કીધ,
શુક્લઘ્યાન ધ્યાતા થકાં, અમૂલ કેવલ વર લીધ…(૨)
ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ,
તે દિનથી પુંડરિકગિરિ, નામ દાન સુખકંદ …(૩)

પુંડરીક એટલે કમળ…
પુંડરીક એ કમળનું નામ છે. કમળ ઘણી જાતનાં હોય છે. પરંતુ તેમાં પુંડરીક કમળ શ્રેષ્ઠ કમળ ગણાય છે. કમળનો સ્વભાવ છે કે, એ કાદવમાં ઊગે છે, પાણીમાં મોટું થાય છે અને છતાં પણ કાદવ અને પાણીથી અદ્ધર રહે છે. તેને પાણીનું ટીપું પણ ચોંટતું નથી. પાણીનું ટીપું તેના પર પડે તો પણ તરત નીચે સરી જાય છે. આમ, કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં એનાથી અલિપ્ત રહીને પોતે પૂજ્યના ચરણોમાં પહોંચીને પવિત્ર બની જાય છે.

તેવી જ રીતે આપણે સંસારમાં જન્મ્યા છીએ, સંસારમાં મોટા થયા છીએ તેમ છતાં સંસારની કોઈ વસ્તુ આપણને અડે નહીં તેવી માંગણી પુંડરીકસ્વામી પાસે કરવાની છે, તેવી ભાવના કરવાની છે. જો આવી ભાવના ચૈત્યવંદન કરતા આપણે કરીશું તો ધીમે-ધીમે એવી સ્થિતિ આપોઆપ સર્જાઈ જશે.

જો આપણે સંસારરૂપ કાદવમાં ઉત્પન્ન થયા હોવા છતાં આ સંસારના વિષય કષાયના ભાવોથી અલિપ્ત રહીને વિષય-કષાયથી નિર્લેપ રહીને પૂજ્યોના ચરણોમાં રહીશું તો મળેલ દુર્લભ મનુષ્યભવ સફળ કરી લેશું. તે માટે અહીં પુંડરીક સ્વામી સામે બેસીને બે મિનિટ સુધી પુંડરીક સ્વામી ભગવાન સામે જોયા જ કરવાનું છે અને એમની પાસે નિર્લેપભાવ માગ્યા જ કરવાનો છે. એ મહાપુરુષના અણુઓ- પરમાણુઓનો સંચાર આપણા અંતઃ સ્થળ ઉપર થશે તો આપણું જીવન પણ ધન્યાતિધન્ય બની જશે.

આમ, ચોથું ચૈત્યવંદન એ નિર્લેપભાવ એટલે નિર્લેપપણાનું છે.

 

(૫) પાંચમું ચૈત્યવંદન આદિશ્વર દાદાનું છે…

આદિશ્વર દાદાનું મંદિર પહેલા કાષ્ઠનું હતું. વિ. સં.૧૨૧૭ માં શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી બાહડમંત્રીએ તેનો જીર્ણોદ્ધાર કરીને આરસપહાણનું બનાવ્યું હતું.

ત્યાર બાદ વિ. સં. ૧૫૮૭માં કરમાશાએ વિદ્યામંડનસૂરિજીના માર્ગદર્શન અનુસાર મંદિરનો જીર્ણોદ્ધાર કરીને આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી…

પછી વિ. સં. ૧૬૫૦માં જગદ્ ગુરુ શ્રી વિજયસેનસૂરિજીના ઉપદેશથી ખંભાત નિવાસી તેજપાલ સોનીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

મંદિરમાં જે મંડપ છે તેનું નામ મેઘનાદ મંડપ છે અને આ પ્રાસાદનું નામ નંદિવર્ધન પ્રાસાદ છે. દાદાના મંદિરની ઊંચાઈ બાવન હાથ છે.

વર્તમાનમાં જે દાદાનું પરિકર છે, એને અમદાવાદ નિવાસી શ્રી શાંતિલાલ શેઠે કરાવ્યું છે અને વિ. સં. ૧૬૭૦માં જગદ્ ગુરુ આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના સંતાનીય આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા કરાવી હતી..આદિશ્વર ભગવાનની ભક્તિ કરવા માટે અહીં પાંચમું ચૈત્યવંદન કરવાનું છે.

🔅 ચૈત્યવંદન…

આદિદેવ અલવેસરુ , વિનિતાનો રાય ;
નાભિરાયા કુલ મંડણો , મરુદેવા માય…(૧)
પાંચશે ધનુષની દેહડી , પ્રભુજી પરમ દયાલ ;
ચોરાશી લાખ પૂર્વનું , જસ આયુ વિશાલ…(૨)
વૃષભ લંછન જિન વૃષધરું એ , ઉત્તમ ગુણ મણિ ખાણ ;
તસ પદ પદ્મ સેવન થકી , લહીએ અવિચલ ઠાણ…(૩)

હવે દાદા પાસે ચૈત્યવંદન કરતા એમ વિચારવાનું છે કે જાણે દાદા એમના ભવ્ય દરબારમાં સિંહાસન પર બેસી એમની દિવ્ય દેશના સંભળાવી રહ્યા છે અને આપણે તેને ઝીલી રહ્યા છીએ.. દાદાના દર્શન કરતાં આપણા આત્માને પણ પરમાત્મા સ્વરૂપે જોવા માટે મનમાં પરમાત્મ ભાવ પ્રગટે તેવું ચિંતન- મનન કરવાનું છે.

જેમ આપણને મનમાં કલ્પના હોય છે કે જો સારી મૂડી થાય તો આવો બંગલો બનાવીશું, આવી ફેકટરી બનાવીશું, તો તેના માટે પહેલાં મનમાં જ નક્કી કરવું પડે છે ને ! પહેલાં મનમાં બધા Plan ગોઠવાય, પછી તે નકશામાં આવે અને પછીથી હકીકતમાં આવે છે.

એમ પૂર્વના ચાર ચૈત્યવંદન દ્વારા આપણે મનમાં ગોઠવી લીધું છે કે મને આત્મભાવ પ્રાપ્ત થાવ, મને રાગ-દ્વેષની શાંતિ મળો, મને સ્નેહ પરિણામ મળો, મને નિર્લેપભાવ મળો. કોઈપણ જાતનો લેપ મને લાગે નહીં. એમ આ ચાર ભાવની ભાવના આપણે કરી લીધી છે. આવી ભાવના કર્યા બાદ પછી તો આદેશ્વરદાદાનાં દર્શન કરતી વખતે પરમાત્મભાવની પ્રાપ્તિનું જ ધ્યેય રાખવાનું હોય છે કેમ કે આત્મામાં પરમાત્માના દર્શન કરવા તે જ સાધનાનું અંતિમ લક્ષ્ય છે.

મનુષ્યભવની અંદર જો કોઈ કર્તવ્ય હોય તો એ આત્મામાં રહેલા પરમાત્મપણાને ખોલવાનું છે. આપણે અનંત ખજાનાનાં સ્વામી એવાં પરમાત્મા છીએ પરંતુ ખબર નથી એટલે દુનિયા પાસે ભીખ માંગતા ફરીએ છીએ. હકીકતમાં આપણો આત્મા અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખનો સ્વામી છે. એ આત્મભાવ, પરમાત્મભાવ મેળવવા માટે આદિશ્વરદાદાની ચૈત્યવંદન દ્વારા ભક્તિ કરવાની છે.

આમ, પાંચમું ચૈત્યવંદન એ પરમાત્મભાવ મેળવવા માટેનું છે.

સંપૂર્ણ…

જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ !🙏

 

🏵️શત્રુંજયના 21 નામો
——————————————–

🌸1. શ્રી શત્રુંજ્ય

શુકરાજાએ પોતાના પિતા એવા સાધુભગવંતના વચનવડે જે ગિરિરાજનું છ મહિના સુધી સતત ધ્યાન ધરવાથી પોતાના બાહ્ય શત્રુઓ પર વિજય કર્યો અને પછી અભ્યંતર શત્રુ પર વિજય કર્યો તેથી આ ગિરિનું નામ “શ્રી શત્રુંજય” જાહેર થયું.

🌸2. પુંડરીકગિરિ

શ્રી પુંડરીક સ્વામી ગણધરે પોતાનું મુક્તિસ્થાન એવા શ્રી શત્રુંજયમાં પધારી દેવ અને મનુષ્યોની સભામાં શ્રી શત્રુંજયનું માહાત્મ્ય કહ્યું. ને ત્યાં ચૈત્ર મહિમાની પૂનમને દિવસે પાંચક્રોડ મુનિઓ સાથે એક માસનું અનશન કરી મુક્તિએ પહોંચ્યા. તેથી તેનું નામ “પુંડરીકગિરિ” જાહેર થયું.

🌸3. સિદ્ધક્ષેત્ર

વીસ ક્રોડ પાંડવો આ સ્થાનમાં મોક્ષ પામ્યા છે. અને અનંતા જીવો પણ મોક્ષ પામ્યા છે. માટે આ ગિરિનું નામ “સિદ્ધક્ષેત્ર” થયું.

🌸4. વિમલાચલ

ચંદ્રશેખર વગેરે અનેક રાજાઓ અનાદિકાળનાં કર્મના કચરાને દૂર કરીને આ શ્રી સિદ્ધાચલમાં નિર્મલ – વિમલ થયા. માટે તેનું નામ “વિમલાચલ” એવું નામ પાડવામાં આવ્યું.

🌸5. સુરગિરિ

પર્વતોમાં સુરગિરિ એટલે મેરુપર્વત મોટો છે. તેથીજ તેના ઉપર દરેક તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થાય છે. પરંતુ ત્યાં કોઇ મોક્ષે જતું નથી. ત્યારે આ ગિરિરાજ અનંતા જીવોને મોક્ષ જવામાં સહાયભૂત બને. માટે તે મોટો છે. તેથી એનું નામ “સુરગિરિ” પડ્યું.

🌸6. મહાગિરિ

આ ગિરિરાજ 80 યોજન પહોળો છે. અને 26 યોજનની ઊંચાઈવાળો છે. વળી આ ગિરિરાજ બીજા પર્વતો કરતાં મહિમા વડે મોટો છે. માટે તેનું નામ “મહાગિરિ” પડયું.

🌸7. પુણ્યરાશિ

શાસ્ત્રમાં શ્રાવકને દાન દેવાવડે મેઘની (વરસાદ)ની ઉપમા આપેલ છે. અને તે શ્રાવક આ ગિરિરાજમાં આવીને દ્રવ્ય આપવા વડે પુણ્યનાં કામો કરે છે. તેથી તેની પુણ્યની રાશિ ( સમૂહ ) વધે છે. માટે આ ગિરિનું “પુણ્યરાશિ” નામ થયું.

🌸8. શ્રીપદગિરિ

જે નારદો બ્રહ્મચારી હોવા છતાં જગતના જીવોને લડાવી મારનારા છે. આવા નારદો પણ આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શ્રી – પદ – મોક્ષલક્ષ્મીનું પદ મેળવે છે માટે આ ગિરિરાજનું નામ “શ્રીપદગિરિ” થયું.

🌸9. ઈન્દ્રપ્રકાશ

ઈન્દ્ર મહારાજાની આગળ – સન્મુખ શ્રી સીમંધર સ્વામીએ શ્રી શત્રુંજયનો મહિમા વર્ણવ્યો અને તે મહિમા જગતમાં પ્રસિદ્ધિ પામ્યો. માટે આ ગિરિનું નામ “ઈન્દ્રપ્રકાશ” થયું.

🌸10. મહાતીર્થ

અણુવ્રતને ધારણ કરનારા દશ ક્રોડ શ્રાવકને જમાડતાં જે ફ્લ પ્રાપ્ત થાય તેના કરતાં જૈન ધર્મનાં તીર્થોની યાત્રા કરવામાં ઘણો લાભ રહેલો છે. અને તેનાથી પણ શ્રી સિદ્ધાચલની ભૂમિમાં એક મુનિને દાન આપતાં ઘણો જ લાભ થાય છે. માટે આ ગિરિનું નામ “મહાતીર્થ” પડ્યું.

🌸11. શાશ્વતગિરિ

આ શ્રી શત્રુંજય ગિરિરાજ અનંતકાળ સુધી રહેશે. વળી તે ગિરિ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વધ-ઘટ થશે. પણ સર્વથા નાશ પામવાનો નથી. માટે તેને પ્રાયે શાશ્ર્વતો કહ્યો છે. આ વાતને શ્રી શત્રુંજ્યના માહાત્મ્યમાં સાંભળી છે તેથી આ ગિરિનું નામ “શાશ્વતગિરિ” થયું.

🌸12. દ્રઢ શક્તિ

ગાય , સ્ત્રી , બાલક ને મુનિની હત્યા કરનારા , પરસ્ત્રી ગમન કરનારા , ચોરી કરનારા, દેવ દ્રવ્યને ગુરુ દ્રવ્યનું ભક્ષણ કરનારા આ ગિરિરાજમાં આવીને પોતાનાં દ્રઢ ગાઢ પાપોને ભાવથી જાત્રા કરતાં ગાળી નાંખે છે. માટે તેનું નામ “દ્રઢશક્તિ” થયું.

🌸13. મુક્તિનિલયગિરિ

કૃષ્ણ મહારાજાની થાવચ્ચા રાણીના પુત્ર થાવચ્ચા પુત્રે ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળી સંસારની ભયાનક્તા જાણી સંસારનો ત્યાગ કરી દીક્ષા લઇ એક હજાર મુનિઓ સાથે શ્રી શત્રુંજય પર આવીને તપ કરીને અનશન કરતાં મુક્તિના સ્થાનને પામ્યા. માટે આ ગિરિરાજનું “મુક્તિનિલયગિરિ” નામ થયું.

🌸14. પુષ્પદંતગિરિ

ચંદ્ર અને સૂર્ય આકાશમાં ઊભા રહીને આ ગિરિરાજનાં દર્શન કરીને અત્યંત આનંદ પામે છે. અને તેને પુષ્પોથી વધાવે છે. તેથી આ ગિરિરાજનું નામ “પુષ્પદંત” પડયું.

🌸15. મહાપદ્મગિરિ

જે પ્રાણીઓ આ તીર્થની અંતરના ભાવથી આરાધના કરે છે. તે પ્રાણીઓ કર્મના કાદવરૂપ સમુદ્રને તરીને મોક્ષનિરંજનીને પામે છે. માટે આ ગિરિનું નામ “મહાપદ્મગિરિ” થયું.

🌸16. પૃથ્વીપીઠ

આત્માને લાગેલાં કર્મોને દૂર કરીને મોક્ષરૂપી લક્ષ્મીને પરણવી હોય તો લગ્ન મંડપ અને વરરાજાને બેસવાની બેઠક બનાવવી પડે. તો ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષરૂપી સ્રીને પરણે. તે શિવરૂપી સ્ત્રીના વિવાહમાં મુનિવરો માટે ગિરિરાજ મંડપ અને બેઠક બને છે. તેથી આ ગિરિરાજને “પૃથ્વીપીઠ” નામથી વર્ણવવામાં આવ્યો.

🌸17. સુભદ્રગિરિ

આ પરમ પવિત્ર ગિરિરાજ સહુને પવિત્ર કરનાર છે. તેની રજ અને ઝાડ પણ પવિત્ર છે. ને તે પોતે જ મંગલરૂપ છે. તે ગિરિ ભદ્ર એટલે કલ્યાણ કરનારો છે. તેથી લોકો તેની રજને મસ્તકે ચઢાવે છે. તેથી આ ગિરિવરનું નામ “સુભદ્રગિરિ” પડ્યું.

🌸18. કૈલાસગિરિ

આ ગિરિરાજના પરમ પવિત્ર સ્પર્શથી શેત્રુંજી નદીનું પાણી પણ પવિત્ર અને પાપને ધોઈ નાંખનારું છે. આથી વિધાધરો, દેવતાઓ – અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની ઈચ્છાએ અહીં આ ગિરિરાજમાં નદીમાં આવીને વિલાસ-આનંદ પ્રમોદ કરે છે, માટે આ ગિરિરાજને “કૈલાસ” એવા સુંદર નામથી ઓળખવામાં આવ્યો.

🌸19. કદંબગિરિ

ગઈ ચોવીશીના બીજા તીર્થંકર ભગવાન શ્રી નિર્વાણી પ્રભુના કદંબ નામના ગણધરે પોતાની મુક્તિ માટે પૂછ્યું ત્યારે પ્રભુએ આ ગિરિરાજનું પુણ્ય સ્થાન બતાવ્યું હતું. તેથી તેમના નામ ઉપરથી આ ગિરિવરનું “શ્રીકદંબગિરિ” એવું નામ પ્રસિદ્ધ થયું.

🌸20. ઉજ્જવલગિરિ

આ ગિરિરાજનું મૂળ પાતાલમાં છે. મન-વચન અને કાયાના ઉજજવલ–શુભયોગથી તેને વંદન કરવામાં આવે તો તેમનો સંસાર અલ્પ થઈ જાય છે. માટે આ ગિરિનું “ઉજ્જવલગિરિ” એવું નામ પડયું.

🌸21. સર્વકામદાયકગિરિ

આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શરીરસુખ , મનની શાંતિ , પુત્રની પ્રાપ્તિ થાય છે.

🌸આદિનાથ દાદાની મોટી ટૂંક
——————————————-
▪️દાદાનું દેરાસર ભોંયતળિયેથી 52 હાથ ઉંચું છે. શિખરમાં 1245 કુંભો છે. 21 સિંહોના વિજય ચિન્હ શોભી રહ્યા છે. ચાર દિશામાં ચાર યોગિનીઓ છે. દશ દિકપાલોનાં પ્રતીકો એના રક્ષકપણાનો ખ્યાલ આપી રહ્યા છે. મંદિરની વિશાળતાનો ખ્યાલ આપતી ગભારાની આસપાસ 72 દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષો એની ભવ્યતામાં વધારો કરે છે. 32 પૂતળીઓ અને 32 તોરણો આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટકી રાખવા 72 આધારસ્તંભો છે.

▪️ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના 16 ઉદ્ધાર થયાં છે. વર્તમાનકાળમાં જે આ મંદિર છે તે વિક્રમ સંવત 1213 માં બાહડ મંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમાં અને સોળમાં ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે. પણ મંદિર નવું બંધાયું નથી. સોળમાં ઉદ્ધાર કર્તા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીના બનાવેલ આ મૂળ મંદિરને નંદીવર્ધન એવું નામ અપાયું છે.

▪️દાદાની મોટી ટૂંકમાં

પ્રતિમાજી 4339
ધાતુના પ્રતિમાજી 50
મોટી દેરી 44
નાની દેરી 289
➖➖➖➖➖➖➖➖➖➖

 

💥 શાશ્વત મહાતીર્થ શ્રી શત્રુંજય… જ્યાં કાંકરે કાંકરે અનંતા સિધ્યા..
➖➖➖➖➖➖➖➖➖

🔅 આદેશ્વર ભ.ના સાધુ – ૧૭ ક્રોડ મુનિઓ સાથે..

🔅 અજિતનાથ ભ.ના સાધુ – ૧૦ હજાર મુનિઓ સાથે…

🔅 શાંતિનાથ ભ.ના સાધુ – ૧, ૫૨,૫૫,૭૭૭ મુનિઓ સાથે

🔅 સોમયશા – ૧૩ ક્રોડ મુનિઓ સાથે..

🔅 ભરત મુનિ – પ ક્રોડ મુનિઓ સાથે..

🔅 સાગરમુનિ – ૧ ક્રોડ મુનિઓ સાથે…

🔅 રામ-ભરત – ૩ ક્રોડ મુનિઓ સાથે…

🔅 અજિતસેન – ૧૭ ક્રોડ મુનિઓ સાથે…

🔅 સારમુનિ – ૧ ક્રોડ મુનિઓ સાથે…

🔅 દમિતારી – ૧૪૦૦૦ મુનિઓ સાથે…

🔅 આદિત્યયશા – ૧ કરોડ મુનિઓ સાથે…

🔅 નારદજી – ૯૧ લાખ મુનિઓ સાથે…

🔅 વાસુદેવની પત્ની – ૩૫ હજાર મુનિઓ સાથે…

🔅 વૈદર્ભી – ૪૪૦૦ મુનિઓ સાથે…

🔅 બાહુબલીજીના પુત્ર – ૧૦૦૮ મુનિઓ સાથે…

🔅 થાવચ્ચા પુત્ર – ૧૦૦૦ મુનિઓ સાથે…

🔅 થાવચ્ચા ગણધર * ૧૦૦૦ મુનિઓ સાથે…

🔅 સેલકાચાર્ય – ૫૦૦ મુનિઓ સાથે…

🔅 શુક્રપરિવ્રાજક – ૧૦૦૦ મુનિઓ સાથે…

🔅 કાલિક – ૧ ક્રોડ મુનિઓ સાથે…

🔅 સુભદ્રમુનિ – ૭૦૦ મુનિઓ સાથે…

🔅 ભરત – ૧૦૦૦ મુનિઓ સાથે…

🔅 કદંબ-ગણઘર – ૧ ક્રોડ મુનિઓ સાથે…

🔅 પુંડરિક ગણધર – પાંચ ક્રોડ મુનિઓ સાથે… ચૈત્ર સુદ પૂનમ

🔅 દ્રાવિડ વારિખિલ્લજી – દશ ક્રોડ મુનિઓ સાથે… કારતક સુદ પૂનમ

🔅 શાંબ-પ્રદ્યુમ્ન ,- ૮ાા ક્રોડ મુનિઓ સાથે… ફાગણ સુદ તેરસ

🔅 પાંચ પાંડવ – ૨૦ ક્રોડ મુનિઓ સાથે… આસો સુદ પૂનમ

🔅 નમિ-વિનમિ – ૨ ક્રોડ મુનિઓ સાથે… ફાગણ સુદ એકમ

આ ઉપરાંત બ્રહ્મર્ષિ (ભરતના પુત્ર), શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, ઋષભસેન રાજા, વસુદેવના પુત્ર, દેવકીના પુત્ર, જાલી, મયાલી, ઉવયાલી, સુવ્રતશેઠ, મંડક, આણંદઋષિ, નારદ, અંધક, વિષ્ણુ, ધારીણી, વિગેરે અનંતા આત્માઓ આ શત્રુંજય પર્વત પર અણસણ કરી મુક્તિ પદને પામ્યા છે….

 

💥 યે હૈ પાવનભૂમિ..
યહાં બાર બાર આના..
➖➖➖➖➖➖➖➖➖

🔺 શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ.

▪️ શત્રુંજય પર્વતને જોયા વિના પણ શત્રુંજયે યાત્રા જતા સંઘનું વાત્સલ્ય કરે તો ક્રોડ ગણું પુણ્ય થાય. (શ્રાદ્ધવિધિ)

▪️ અન્ય સ્થાનમાં ક્રોડ પૂર્વ સુધી ક્રિયા કરતા જેટલું શુભ ફળ પામે તેટલું ફળ આ તીર્થમાં નિર્મલતાથી ક્રિયા કરે તો અંતર્મુહૂર્તમાં પામે. (શ્રાદ્ધવિધિ)

▪️ શત્રુંજય તીર્થમાં રથ મૂકવાથી ચક્રવર્તી થાય. (શ્રાદ્ધવિધિ)

▪️ રાયણવૃક્ષના દરેક પાંદડામાં, ફળમાં, થડમાં દેવવાસ છે. માટે છેદવા નહિ.

▪️ આ વૃક્ષને પૂજવાથી તાવ ઉતરી જાય.

▪️ બે મિત્રો, બે બેનપણી થતાં આ વૃક્ષની સાક્ષી રાખે તો સુખી થાય.

▪️ વૃક્ષ નીચે પડેલી છાલ, પાંદડાનું પાણી કરીને પીએ અથવા શરીર ઉપર સ્મરણ કરીને ચોપડે તો દુષ્ટ રોગ નાશ પામે.

▪️ સોનાની ચોરી કરી હોય તો – ચૈત્રી પૂનમનો ઉપવાસ કરી યાત્રા કરવાથી શુદ્ધ થાય.

▪️ વસ્ત્રની ચોરી કરી હોય તો – આ તીર્થે સાત આયંબિલથી શુદ્ધ થાય.

▪️ કાંસા-તાંબા-પિત્તળની ચોરી કરી હોય તો – સાત દિવસ પુરિમુડ્ઢ તપ કરવાથી શુદ્ધ થાય.

▪️ મોતી-પરવાળાની ચોરી કરી હોય તો – ૧૫ આયંબિલથી શુદ્ધ થાય.

▪️ અન્ન-જલની ચોરી કરી હોય તો – સુપાત્ર દાનથી શુદ્ધ થાય.

▪️ પશુઓની ચોરી કરી હોય તો – મૂલનાયકની પૂજાથી શુદ્ધ થાય.

▪️ રાજભંડારમાં ચોરી કરી હોય તો – કાર્તિક માસમાં સાત આયંબિલથી શુદ્ધ થાય.

▪️ સધવા, વિધવા, સાધ્વી સાથે ગમન કરનાર – છ મહિના સુધી તપ કરવાથી શુદ્ધ થાય.

▪️ બીજાની વસ્તુ પોતે રાખી મૂકે તો – છ માસ સામાયિકથી શુદ્ધ થાય.

🔺 નંદીશ્વરદ્વીપની જાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી બે ગણું પુણ્ય કુંડલગિરિની યાત્રા કરવાથી થાય…

તેનાથી ત્રણ ગણું પુણ્ય રૂચકગિરિની યાત્રા કરવાથી થાય…
તેનાથી ચાર ગણું પુણ્ય ગજદંતગિરિની યાત્રાથી થાય…
તેનાથી બે ગણું પુણ્ય જંબુવૃક્ષ ઉપર આવેલા ચૈત્યોથી થાય…
તેનાથી છ ગણું પુણ્ય ઘાતકી વૃક્ષ ઉપર રહેલા ચૈત્યોથી થાય…
તેનાથી બાર ગણું પુણ્ય પુષ્કરવરદ્વીપના ચૈત્યોથી થાય…
તેનાથી સો ગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા ઉપરના ચૈત્યોથી થાય…
તેનાથી હજાર ગણું પુણ્ય સમેતશિખરની યાત્રાથી થાય…
તેનાથી દશ હજાર ગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી થાય…
તેનાથી લાખ ગણું પુણ્ય રૈવતગિરિની યાત્રાથી થાય…
તેનાથી ક્રોડ ગણું પુણ્ય શત્રુંજયની સ્પર્શના કરવાથી થાય…

 

🏵️ શ્રી શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ…
➖➖➖➖➖➖➖➖➖

૧) ધરમાં બેઠા શત્રુંજયનું ધ્યાન ધરે તો ૧ હજાર પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે.

૨) શત્રુંજય તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી અમુક ઇષ્ટ વસ્તુ ન ખાવી તેવો અભિગ્રહ કરે તો ૧ લાખ પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે.

૩) શત્રુંજયની યાત્રા કરવા ઘરેથી નીકળે તો ૧ સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૪) શત્રુંજય મહાતીર્થ ઉપર ચડી શ્રી મૂળનાયક દર્શન કરે તો ર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૫) તીર્થનાયકની પૂજા-સ્નાત્ર કરતાં ૧ હજાર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૬) શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવનાથી સિદ્ધગિરિ તરફ જતાં દરેક ડગલે હજાર ભવ કોટીના પાપ કર્મોનો નાશ થાય છે.

૭) અન્ય તીર્થે પૂર્વ ક્રોડ વર્ષ આરાધના કરતાં જે ફળ પ્રાપ્ત થાય તેટલું ફળ શત્રુંજય તીર્થ પર નિર્મળ ભાવે માત્ર ૪૮ મિનિટની આરાધનાથી પામી શકાય છે.

૮) શ્રી શત્રુંજય તીર્થને વંદન કરવાથી સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઇ તીર્થ છે તે સર્વના દર્શન યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.

૯) અન્ય તીર્થોમાં ઉગ્ર તપ કરવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે તેટલું ફળ શત્રુંજયગિરિમાં માત્ર રહેવાથી મળે છે.

૧૦) અન્ય તીર્થે ૧ ક્રોડ મનુષ્યને ઇચ્છિત ભોજન આપવાથી પ્રાપ્ત થતું ફળ આ તીર્થમાં ૧ ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે.

૧૧) શ્રી શત્રુંજય તીર્થ ઉપર કૃષ્ણાગરૂ આદિ ધૂપ ૧૫ ઉપવાસનું, બરાસનો ધૂપ કરવાથી ૩૦ ઉપવાસનું અને સાધુ સાધ્વીજી ભગવંતને વહોરાવવાથી કેટલાયે માસક્ષમણનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi