પંચ પરમેષ્ઠિની વંદના ત્યારે પૂર્ણતા પામે છે, જ્યારે દરેક પદ સાથે વર્ણસ્મરણ, ગુણસ્મરણ, ઋણસ્મરણ, ભાવસ્મરણ અને ધ્યાનસ્મરણ પૂર્વક નમસ્કાર કરવામાં આવે. આવી વંદના મનને માત્ર પવિત્ર જ નથી કરતી, પરંતુ આંતરિક શાંતિ, આત્મિક ઉન્નતિ અને આનંદ–ઉલ્લાસમાં અપરંપાર વૃદ્ધિ કરાવે છે.
(૧) અરિહંત ભગવંતો…
વર્ણસ્મરણ : શ્વેત વર્ણ
ગુણસ્મરણ : ૧૨ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : તીર્થ સ્થાપનાનું મહાન ઋણ
ભાવસ્મરણ : આપ જેમ નિર્ભય, ક્ષમાશીલ, સર્વજ્ઞ બનવાનો ભાવ
ધ્યાનસ્મરણ : ચિંતામણિ સમ અરિહંતના સ્વરૂપે એકાગ્રતા
(૨) સિદ્ધ ભગવંતો…
વર્ણસ્મરણ : રક્ત વર્ણ
ગુણસ્મરણ : ૮ અનંત ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : શુદ્ધ, નિર્વિકારી મુક્ત સ્વરૂપનું આલંબન આપવાનું ઋણ
ભાવસ્મરણ : જન્મ–મરણથી પાર શુદ્ધ સ્વરૂપ મેળવવાનો ભાવ
ધ્યાનસ્મરણ : શરીરરહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે ધ્યાન
(૩) આચાર્ય ભગવંતો…
વર્ણસ્મરણ : પીત વર્ણ
ગુણસ્મરણ : ૩૬ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : ધર્મમાર્ગનો ઉપદેશ કરવાનો ઋણ
ભાવસ્મરણ : આજ્ઞામાં સ્થિર, શીષ્ટાચારવાળા બનવાનો ભાવ
ધ્યાનસ્મરણ : આચાર્યની શાંતિ, શિસ્ત અને તપસ્વી તેજ પર ધ્યાન
(૪) ઉપાધ્યાય ભગવંતો…
વર્ણસ્મરણ : લીલો વર્ણ
ગુણસ્મરણ : ૨૫ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : આગમ–સૂત્રનો બોધ કરાવવાનું ઋણ
ભાવસ્મરણ : શાસ્ત્રજ્ઞાન વધારવાનો અને ગુણાનુવાદ કરવાની ભાવના
ધ્યાનસ્મરણ : જ્ઞાનપ્રકાશ રૂપે ધ્યાન
(૫) સાધુ ભગવંતો…
વર્ણસ્મરણ : શ્યામ વર્ણ
ગુણસ્મરણ : ૨૭ ગુણોથી યુક્ત
ઋણસ્મરણ : સાધનાનું જીવંત આલંબન આપવાનું ઋણ
ભાવસ્મરણ : તપ, ત્યાગ, વિનય અને સમ્યક ચાલ–વચન–માનસ ધરણાનો ભાવ
ધ્યાનસ્મરણ : સાદગી, શાંત, અગુરુ–લઘુવૃત્તિ સ્વરૂપે ધ્યાન
શ્રી નવકાર મહામંત્ર
પ્ર. નવકારમંત્ર કેટલા ગણશો ?..
જ. સવારે ઉઠતાં બાર કે આઠ અને રાત્રે સૂતાં સાત કે બાર નવકારમંત્ર ગણીશું.. દરરોજ ૧૦૮ નવકારની માળા (નવકારવાળી) ગણીશું..
શ્રી નવકાર મહામંત્ર અસંખ્ય મંત્રોનો સાર છે..
તેનું શાસ્ત્રીય નામ શ્રી પંચપરમેષ્ઠિ મહાશ્રુત-સ્કંધ છે..
શ્રી નવકાર મંત્ર, શ્રી નમસ્કાર મહામંત્ર વગેરે તેના બીજા નામો છે..
(૧) શ્રી જિનશાસનનો સાર,
(૨) શ્રી ચૌદ પૂર્વનો સાર,
(૩) શ્રી સમગ્ર ધર્મનો સાર,
(૪) સમગ્ર શ્રી દ્વાદશાંગીનો સાર,
(૫) સર્વે ધર્માનુષ્ઠાનો સાર છે..
જીવ નવ લાખ નવકાર ગણતાં નરક નિવારે..
નવકારથી અપૂર્વ સંપત્તિઓ પામે.
નવકારથી દુર્ગતિ ન જ થાય.
નવકારથી વિનયયુક્ત પરિવાર મળે.
નવકારથી વાઘ-સિંહાદિ શાંત થાય.
નવકારથી વૈરી શત્રુ પણ શાંત થાય.
નવકારથી આપત્તિઓ દૂર થાય.
નવકારથી નવનિધિ પામે.
નવકારથી શક્તિ અને આનંદ મળે.
નવકારથી મનોવાંછિત ફળ મળે.
નવકારથી ભયંકર અટવી પાર પમાય.
નવકારથી બધી વસ્તુઓ સુંદર મળે.
નવકાર ભાવથી ગણે તેની સેવા દેવો કરે.
નવકારથી અનુત્તર વિમાનના સુખોયે મળે.
નવકાર પ્રતિમાના આલંબનથી ગણો.
નવકાર કમળની કલ્પનાથી ગણો.
નવકાર મન, વચન અને કાયાની એકાગ્રતાથી ગણો…
(પછી કોઈ મંત્રની જરૂર નહિજ પડે.)
પ્ર. કોને કોને નમશો ?..
જ. શ્રી અરિહંત ભગવંતોને,
શ્રી સિદ્ધ ભગવંતોને,
શ્રી આચાર્ય મહારાજોને,
શ્રી ઉપાધ્યાય મહારાજોને,
શ્રી સાધુ મહારાજોને..
ભાવથી નમસ્કાર કરશું..
પ્ર. કેવી રીતે નમશો ?..
જ. ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી..
પ્ર. નમવાથી શું થાય ?
જ. પાપ ધોવાય, પુણ્ય બંધાય, કર્મ કપાય, મોક્ષે જવાય..
દુ:ખ સહુ દૂર ટળે,
સુખ સાગર ઉભરાય;
જે સમરે નવકારને,
મોક્ષ નગરમાં જાય..
આપણે કેટલા પુણ્યશાળી છીએ કે ગળથૂથીમાં નહીં ગર્ભમાંથી જ નવકાર મંત્રનું શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયેલ છે.🙏 મંત્રાધિરાજ નવકાર મંત્રનો પ્રભાવ….🙏🏻
શ્રી નવકાર, એ છે 📜ચૌદ પૂર્વનો સાર
અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ સાર..
ધર્મ અને સત્તનો પ્રભાવ જ એવો હોય છે કે જો સાચી શ્રદ્ધા હોય તો ગળામાં કોઈ 🐍નાગ પહેરાવી જાય તો 💐🌼🌻🌹ફૂલની માળા થઈ જાય…
પાપી ફેંકે પથરો ફૂલ થઈ પથરાય..
પ્રચૂર પૂણ્યોદયે જૈનોને ગળથૂથીમાં નહીં ગર્ભમાંથી જ નવકાર મંત્રનું શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયેલ છે.
આગમાં 🔥જલતા તિયૅંચ એવા 🐍નાગ – 🐍નાગણીને અંતિમ સમયે નવકાર મંત્રનું શ્રવણ કરાવવાથી તિયઁચ પણ સદ્દગતિને પામી જાય છે.
શ્રી નવકાર મહા મંત્રનું મહાત્મય…🙏🏻
પ્રતિક્રમણ પછી શ્રાવક – શ્રાવિકાઓ નવકારનો મહિમા વર્ણવતી ધૂન સમૂહમાં સ્વાધ્યાય કરે છે…
એક અક્ષર નવકારનો,
શુદ્ધ ગણે જે સાર,
તે બાંધે શુભ દેવનું,
આયુષ્ય અપરંપાર,
ઓગણીસ લાખ ત્રેસઠ હજાર બસ્સો બાસઠ પળ,
ત્યાં સુધી સુખ ભોગવે,
નવકાર મંત્રનું ફળ,
વાણી દ્વાદશાંગ અંગની,
દેખ લીઓ તત્કાલ,
અશુભ કરમ કો હરંતો,
મંત્ર ભલો નવકાર,
વાણી દ્ગાદશાંગ અંગની,
દેખ લીઓ તત્કાલ….
મંત્રનો રાજા એટલે મંત્રાધિરાજ નવકાર મંત્ર🙏🏻
જૈનાગમ શ્રી આવશ્યક સૂત્ર તથા શ્રી ભગવતીજી સૂત્રમાં નવકાર સૂત્રનો ઉલ્લેખ આવે છે.
જેવી રીતે પર્યુષણ પર્વને પર્વનો રાજા એટલે કે પર્વાધિરાજ કહેવામાં આવે છે તેવી જ રીતે નવકાર મંત્રને મંત્રાધિરાજ એટલે કે મંત્રનો રાજા કહેવામાં આવે છે.
નવકાર મંત્રના નવ પદમાં કોઈ વ્યક્તિના ગુણગ્રામ નથી.દા.ત.નમો લોએ સવ્વ સાહૂણં નું ઉચ્ચારણ કરીએ એટલે લોકમાં બીરાજતા ૨૭ ગુણના ધારક સર્વે પૂજનીય સંત – સતિજીઓને આપણા નમસ્કાર થઈ જાય છે.
પ્રાર્થનામાં સૌ ભાવિકો ભાવપૂર્વક સ્મરણ કરે છે એ
શ્રી રત્નાકર પચ્ચીસીના રચયિતા પૂ.શ્રી રત્નાકરજી મ.સાહેબે નવકાર મંત્રનો મહિમા વર્ણવતા ગાથા ૧૧ માં કહે છે…
નવકાર મંત્રં વિનાશ કિધો,
અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રનાં વાક્યો વડે,
હણી આગમોની વાણીને….
ટૂંકમાં, નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે.જૈનોના ચારેય ફિરકાઓ માન્ય છે.
માત્ર જૈન જ નહીં પરંતુ જનમાત્ર અહોભાવપૂર્વક નવકાર મંત્રનો આદર કરી જાપ જપે છે.
સૌ ભાવિકોએ નિત્ય નમસ્કાર મહામંત્રનું અહોભાવપૂર્વક જપ સાધના સાથે સ્મરણ કરી નવકાર મંત્રને હ્રદયસ્થ કરવા જોઈએ
નવકારનું દર્શન – શ્રવણ..
નજર સામેના નવકાર લખેલા પટ કે કાર્ડમાંથી નવકાર વાંચવાની રીત તો આગળ બતાવી. શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે બીજા બે સુંદર પ્રયોગ છે.
૧) આંતર – દર્શન
આંખો અડધી મીંચેલી રાખો.
કલ્પનાશક્તિને કામે લગાડો.
રત્નમય ચમકતા અક્ષરોથી લખેલો નવકાર કલ્પનામાં જુઓ.
તે અક્ષરમાં જડેલા રત્નો ઝળાહળા ઝળાહળા થઈ રહ્યા છે. તે કલ્પનાચિત્ર પર ઉપસેલા નવકાર મંત્રના એક એક અક્ષર વાંચો.
હ્રસ્વ, દીર્ઘ, જોડાક્ષર, કાનો, માત્રા વગેરે બરાબર જુઓ. મન આ નવકારના કલ્પનાચિત્રમાં તલ્લીન બની જશે.
૨) આંતર – શ્રવણ
કલ્પનામાં પ્રિયજનના આલાપ સાંભળતા હોય તેવો અનુભવ તો ઘણાંને હશે. આજે એવી કલ્પના કરો કે અંદરથી કોઈ નવકાર બોલી રહ્યું છે. કલ્પનામાં તમે એક મુખ જુઓ. તે મુખના હોઠ ફફડતા દેખાઈ રહ્યા છે. તેમાંથી ગંભીર સ્વરે નમસ્કાર મહામંત્ર ધ્વનિત થઈ રહ્યો છે. તમે તે અવાજને એકાગ્ર બની સાંભળી રહ્યા છો.
નવકાર બોલાય કલ્પનામાં
નવકાર સંભળાય કલ્પનામાં
પણ, મન બંધાઈ જાય નવકારમાં..
નવકારઃ બોલો… વાંચો..
માનસ જાપ એ ઉત્તમ જાપ છે. પરંતુ, અભ્યાસ દશામાં માનસ જાપ કરતા મન આડું-અવળું ભટક્યા કરે તેવું બની જાય તો મનને સ્થિર કરવા નીચેના બે ઉપાય અજમાવી શકાય.
૧) બોલીને જાપ કરો :
સહેજ મોટેથી બોલીને જાપ કરવાથી સંભળાતા ઉચ્ચારોમાં મન કેન્દ્રિત થશે. મોટેથી બોલવાનું છે તેથી નીકળતા ઉચ્ચારો બરાબર શુદ્ધ નીકળે, પદ ક્રમશ: વ્યવસ્થિત બોલાય, હ્રસ્વ-દીર્ઘના ઉચ્ચાર બરાબર આવે, સંયુક્ત વર્ણોના ઉચ્ચારમાં અશુદ્ધિ ન રહી જાય વગેરે બાબતોમાં મનને પરોવાયેલા રહેવું પડે છે. બિચારા મનજી ભાઈ! આ એક ખીલે બંધાઈ જવાથી ક્યાંય ભાગવું હોય તો પણ ભાગી શક્તા નથી.
૨) વાંચીને જાપ કરો :
નવકાર લખેલો ચિત્રપટ કે નવકારનું સુંદર કાર્ડ તમારી નજર સામે રાખો. હવે તમારે નવકાર બોલવાના નથી કે મનમાં નવકારનું સ્મરણ પણ કરવાનું નથી. પરંતુ, સામે રહેલા પટ કે કાર્ડમાં લખેલો નવકાર તમારે વાંચવાનો છે.
વાંચવાની પ્રક્રિયામાં તો આંખની સાથે મનને ભળવું જ પડે.
પણ ધ્યાન રાખજો-
અધવચ્ચે મન ક્યાંક ભાગી ન જાય ! વાંચતા વાંચતા અચાનક વાંચવાનું બંધ થઇ જાય અને નવકાર સંસ્કારવશ આપમેળે ગણાઇ જાય તેવું બનવાની શક્યતા છે. જો તેવું બનશે તો મનને ભાગી જવાની અનુકૂળતા મળી જશે.

