નવપદથી ભગવાન મને એવી શક્તિ આપજો
✳ પ્રથમ પદ
“નમો અરિહંતાણં..” ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે.. ક્યારે અમે વિતરાગ દશાને પ્રગટ કરીએ.. રાગ-દ્વેષથી મુક્ત અરિહંતતાને પ્રાપ્ત કરીએ!
✳ દ્વિતીય પદ
“નમો સિધ્ધાણં..” અનંતા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અંતરથી ભાવના ભાવવાની કે.. હે ભગવાન! મારે પણ તારા જેવું નિષ્પાપ જીવન જોઈએ છે. મોક્ષમાં જીવન નથી માટે કોઈનો જીવ લેવાની વાત નથી. મારે કાયાથી મુક્તિ જોઈએ છે!
✳ તૃતીય પદ
“નમો આયરિયાણં..” પદની આરાધના સાથે આચાર્યજીને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે.. હે ભગવાન! પ્રવૃત્તિઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્તિઓ બદલાવી શકું એવી કૃપા કરજો!
✳ ચતુર્થ પદ
“નમો ઉવજ્ઝાયાણં..” ના સ્મરણ સાથે ઉપાધ્યાયજીને નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે.. અમારા પર એવી કૃપા અને કરુણા કરજો કે અમારી અંદરમાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય અને અમે પણ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પામીએ!
✳ પંચમ પદ
“નમો લોએ સવ્વ સાહૂણં..” લોકમાં બિરાજમાન સર્વ સાધુઓને અને એમના ગુણોને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે.. હે ભગવાન! કોઈ પણ સાધુ-સાધ્વી પ્રત્યે અવિનય, અભક્તિ,અપરાધ કે અશાતના ન થાય એવી જાગૃતિ આપજો.. એવી સાવધાની રાખી શકું એવી કૃપા કરજો!
✳ છઠ્ઠું પદ
“નમો દંસણસ્સ..” દર્શન વિશુદ્ધિની ભાવના સાથે દર્શન ગુણને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે… હે પરમાત્મા! જેનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપને જાણી શકું એવી સમ્યક્ દૃષ્ટિ મારામાં પણ પ્રગટે..!! આંખથી નહીં પણ આત્માથી દર્શન કરી શકું એવી દૃષ્ટિ મને પ્રાપ્ત થાઓ!
✳ સાતમું પદ
“નમો નાણસ્સ..” જ્ઞાન પ્રાગ્ટયના ભાવો સાથે જ્ઞાન ગુણને વંદન નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની કે.. હે પરમાત્મા! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ પ્રગટાવી, જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવાનું સામર્થ્ય આપજો.. મારો પુરુષાર્થ પ્રબળ બને અને મારામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાઓ!
✳ આઠમું પદ
“નમો ચરિતસ્સ..” ચારિત્ર મોહનીય કર્મોના ક્ષયની ભાવના સાથે ચારિત્ર ધર્મને વંદન કરી દરરોજ એકવાર તો સ્મરણ કરવું કે.. હે પ્રભુ! મારે તારો વેશ એકવાર પહેરવો છે! મારા અંત સમય પહેલાં મારા અંતરમાં દીક્ષાના ભાવ પ્રગટે.. સંયમ લેવાના ભાવ પ્રગટે એવી કૃપા કરજો… એવી કૃપા કરજો!
✳ નવમું પદ
“નમો તવસ્સ..” અવગુણ શુદ્ધિ અને આત્મશુદ્ધિના ભાવો સાથે તપ નામના ગુણને વંદન-નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે.. હે ભગવાન! તપ દ્વારા મારે માત્ર કર્મોને જ નહીં, કર્મોના કારણને જ ખપાવવા છે, જેથી ફરી કર્મબંધ થાય જ નહીં. હે ભગવાન! તપ દ્વારા મારે ત્યાગ નથી કરવો, પણ અનાસક્ત ભાવ કેળવી વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે. હે ભગવાન મને એવી શક્તિ આપજો! 🙏
➖➖➖➖➖➖➖➖➖
🏵️ મારા મનમંદિરમાં.. નવપદજી પધારો…
➖➖➖➖➖➖➖➖➖
♦️ હે સિદ્ધચક્ર ભગવંત…!
આ સંસાર ભલે ‘અસાર’ કહેવાતો હોય પણ હે નવપદો ! આપના આ સંસારમાં હોવાના કારણે આ સંસાર સારમય છે…
સિદ્ધચક્ર ભગવંત અને તે પ્રત્યેક પદોમાં સમાતી અગણિત વસ્તુઓ-નવકારમન્ત્ર, સિદ્ધાચલતીર્થ,મુનિગણ,તપ,ત્યાગ,સંયમ,સ્વાધ્યાય અને માતાપિતાદિ ગુરૂજનોની સેવા વગેરે આ સંસારમાં છે, તે બધા કાંઈ મોક્ષમાં નથી. તો આ બધાના કારણે આ સંસારને સાર પણ કેમ ન કહેવાય ?
કેવી તો કમનસીબી છે આપણામાંના ઘણા બધાની કે આપણને છ છ પદાર્થો સુદેવાદિ ત્રણ+સમ્યગ્દર્શનાદિ ત્રણ મળ્યા, તેમનાથી આપણે ઘેરાયેલા, તેમના જ આપણે ઉપાસક, તેમના આપણે ઠેકેદાર, ઝંડાધારી છતાં આપણા જીવનને હજી ‘સુ’ બનાવી શક્યા નહિ. આમાં તેમનો દોષ નથી, આપણી અપાત્રતાનો દોષ છે.
ખેર,હવે જાગ્યા ત્યારથી સવાર કરીએ. આપણે નવપદોની પ્રીતિથી નવપદમય બનીને નવપદમાંના પહેલા પાંચ પદોમાં બેસી જઈએ અને નવપદમાંના છેલ્લા ચાર પદોને આપણામાં બેસાડી દઈએ. નવપદમય થઈને નવપદ બનીએ.
જે જેનું ધ્યાન ધરે તે તેવો થાય. આને ‘ઈલિકાભ્રમરી’ ન્યાય કહ્યો છે. નવપદની ખરી ભક્તિ તો તે જ કરી શકે જે નવપદમય બને. કહ્યું છે કે – ‘‘દેવ બનીને દેવને પૂજો- देवो भूत्वा देवं यजेत , જિન સ્વરૂપ થઈ જિન આરાધો.’
પણ જ્યાં સુધી હૈયે સંસારના ધન વગેરે પદો ૨મતા હશે ત્યાં સુધી નવપદમય શી રીતે બની શકાશે ?
તો ભલે… તે અનિત્ય, અશરણ, અશુભ પદાર્થોને હૈયેથી વાળીઝૂડીને સાફ કરી નાંખીએ અને પરમકૃપાલુ નવપદ-ભગવાનને કહીએ,.
“હે વહાલા ! હવે મારા મનોમંદિરમાં આપ પધારો…
મંદિર વાળીઝૂડીને મેં સાફ સુંદર કરી નાંખ્યું છે…
મારા વહાલાની બરોબરીમાં બેસવા માટે જે કચરા જેવા પદાર્થો તદ્દન નાલાયક જણાયા. મેં તે તમામને કાઢી મૂક્યા છે !..
પધારો વહાલા નવપદ ! પધારો,…
જલદી પધારો…
હવે વધુ વિલંબ થશે તો તે મારા માટે અસહ્ય બની જશે.’’
➖➖➖➖➖➖➖➖➖
🏵️ નવ પદોના વર્ણોનું રહસ્ય…
અરિહંત પરમાત્માનો શ્વેત વર્ણ વિશ્વવાત્સલ્યનો પ્રેરક છે…
સિદ્ધ પરમાત્માનો લાલ વર્ણ આઠ કર્મોના દહન સ્વરૂપ જ્વાળા સૂચવે છે…
અરિહંતની ગેરહાજરીમાં અરિહંત દેવના માર્ગનો પ્રકાશ સૂર્યની જેમ સર્વત્ર ફેલાવતા હોવાથી આચાર્ય-પદનો વર્ણ પીળો છે…
આચાર્યની ધર્મદેશનાથી દીક્ષિત બનેલા મુમુક્ષુઓને જ્ઞાન-ધ્યાનાદિની તાલીમની શીતલ છાંયડી દેતાં વૃક્ષના જેવા ઉપાધ્યાય-પદનો વર્ણ લીલો છે. .
સાધના કરીને કાળાં-ડીબાંગ કર્મોને અંદરથી બહાર કાઢતાં સાધુ-પદનો વર્ણ શ્યામ છે…
સમ્યગ્દર્શનાદિ ચાર પદો આત્માના ઉજ્વળ ધર્મો હોવાથી તેમનો વર્ણ શ્વેત છે..
આ નવ પદોમાં પહેલાં પાંચ પદોના શરણે આપણે જવાનું છે, જ્યારે સમ્યગ્દર્શનાદિ શેષ ચાર પદોને આપણા શરણમાં લાવવાના છે…
➖➖➖➖➖➖➖➖➖
નવપદજી ઓળીની નવે દિવસ કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી મંદ- સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિક્રમણ કરવું.
૨. પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૩. લગભગ સૂર્યોદયને સમયે પડિલેહણ કરવું.
૪. આઠ થોય વડે દેવવંદન કરવું.
૫. શ્રી સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી.
૬. નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવાં.
૭. ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું.
૮. નાહી, શુદ્ધ થઇ શ્રી જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. (પૂજા ભણાવી રહ્યા પછી આરતિ અને મંગલદીવો ઉતારી પ્રભુના નવણજળથી શાંતિકળશ ભણાવવો.)
૯. જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરવા અને તેના ઉપર ફૂલ અને નૈવેદ્ય યથાશક્તિ ચડાવવાં.
૧૦. બપોરના આઠ થોયનું દેવવંદન કરવું.
૧૧. દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા દઈ ખમાસમણાં દેવાં.
૧૨. સ્વસ્થાનકે આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું.
૧૩ આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. પછી ચૈત્યવંદન કરી પાણી વાપરવું, ઠામ ચવિહાર પચ્ચક્ખાણ કરનારને ચૈત્યવંદન કરવાની જરૂર નથી.
૧૪. સાંજે સૂર્યાસ્ત પહેલાં પડિલેહણ કરી, આઠ થોય વડે દેવવંદન કરવું.
૧૫. દેરાસરે દર્શન કરી આરતિ-મંગળદીવો કરવો.
૧૬. દૈવસિક પ્રતિક્રમણ કરવું.
૧૭. જે દિવસે જે પદની આરાધના હોય તેની ૨૦ નવકારવાળી ગણવી.
૧૮. રાત્રે શ્રી શ્રીપાલ રાજાનો રાસ સાંભળવો.
૧૯. એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારાપોરિસી સૂત્રની ગાથાઓ ભણાવી સંથારે સૂઈ રહેવું.
૨૦. દરરોજનો વિધિ હંમેશાં સૂતાં પહેલાં પૂર્ણ કરી દેવી ઉપર મુજબ નવેય દિવસ ક્રિયા કરવાની છે.
શ્રી નવપદજી આરાધન વિધિ
⭕ પ્રથમ દિવસ ⭕
🔸પદ :- શ્રી અરિહંત
🔸જાપ :- ૐ હ્રીં નમો અરિહંતાણં.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- શ્વેત. એક ધાન્યનું આયંબિલ તે ચોખાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- બાર લોગસ્સ
🔸સ્વસ્તિક :- બાર
🔸ખમાસમણ :- બાર
🔸પ્રદક્ષિણા :- બાર
નમો અરિહંતાણં…
અરિહંત ને મારા નમસ્કાર. ..!
અરિ એટલે અંદર ના શત્રુઓ…
અને ..
હંતાણં એટલે નાશ કરનાર…!
💠જેમણે પોતાના આંતરશત્રુ ઓ ને – ક્રોધ , માન , માયા , લોભ, .
વગેરે ને જીતી લીધા છે. ..!
એ અરિહંત છે. …!
અરિહંત ભગવંતો ના ચાર આંતરિક લક્ષણો…ગુણો…
૧ અનંત જ્ઞાન. .🌷
૨ અનંત દર્શન. .🌷
૩ અનંત ચારિત્ર..🌷
૪ અનંત શકિત. .🌷
અરિહંત ભગવંત ..
એ પોતાની આંતરિક લક્ષણો ને..
અખંડ અને અપ્રમત સાધના દ્વારા. .પ્રગટ કર્યા. ..!
અને એમના બાહ્ય આઠ ગુણો…
૧ અશોકવૃક્ષ…
૨ સિંહાસન ..
૩ છત્ર….
૪ ચામર…
૫ ભામંડળ…
૬ દિવ્ય ધ્વનિ…
૭ પુષ્પ વૃષ્ટિ …
૮ દેવ દુંદુભિ. ..
આમ કુલ બાર ગુણો હોય છે….!
અને ૩૪ અતિશયો હોય છે…!
तीर्थंकर के 34 अतिशय
1 से 4👇🏼
*जन्म* के साथ *4 अतिशय*👇🏼
1. अद्भुत रूप, अद्भुत सुगंध, रोग, पसीना और मैल रहित शरीर. .
2. कमल के समान खुशबूवाली सांस
3 . गाय के दूध की धारा के समान श्वेत और दुर्गंध रहित सहज, सुंदर परमात्मा का रक्त और मांस
4 आहार और निहार की क्रिया अदृश्य होती है।
5 से 15
*घातिकर्म क्षय* से उत्पन्न होने वाले *19 अतिशय*
5. एक योजन के समवसरण में मनुष्यों, देवों और तिर्यंचों की कोडाकोडी संख्या का समावेश
6. एक योजन फैलानेवाली और सर्वभाषा के रूप में होने वाली परमात्मा की देशना।
7. भामंडल
8. बुखार वगैरह रोग नहीं होते
9. बैर यानी लोगों में एक दूसरे के प्रति आपत्ति (विरोध ) नहीं होता
10. इति
11. मारि
12. अतिवृष्टि
13. अनावृष्टि
14. स्व परचक्रभय
15. दुर्भिक्ष
16 से 34
*केवलज्ञान* के बाद *देवताओं द्वारा* भक्ति से *बनाए 19 अतिशय* 👇🏼👇🏼
16. धर्मचक्र
17. चामर
18. सिंहासन
19. तीन छत्र
20. रत्नमय इन्द्रध्वज
21. चरण रखने के लिए सोने के कमल
22. तीन गढ़ (किले)
23. चतुर्मुखांगता
24. अशोक वृक्ष
25. काँटे उल्टे हो जाते
26. वृक्षों को नमन
27. दुंदुभिनाद
28. वायु की अनुकुलता
29. पंछियों की प्रदक्षिणा
30. सुगंधित जल की वृष्टि
31. पंचवर्ण पुष्पों की जानु ( घुटने) प्रमाण वृष्टि
32. केश, रोम , दाढी और नाखून का कभी ना बढना
33. कम से कम एक करोड देवताओं का साथ में रहना
34. ऋतुओं और इन्द्रियों की अनुकूलता
અરિહંત ભગવાનને કુલ ૩૪ અતિશયો હોય છે
૪ જન્મથી
૧૧ ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે પ્રગટ થાય છે
૧૯ દેવકૃત અતિશયો થાય છે
૪ જન્મથી
૧. 💪 દેહ – અદ્ભુત સ્વરૂપ, અદ્ભુત સુગંધ, રોગ, પરસેવો અને ગંદકીથી મુક્ત શરીર હોય છે
૨. 👃શ્વાસ – કમળ જેવી સુગંધ જેવો શ્વાસોશ્વાસ હોય છે
૩. 🅾️ લોહી – ભગવાનનું માંસ અને લોહી, ગાયના દૂધના પ્રવાહ જેવું સફેદ અને ગંધહીન, સરળ અને સુંદર હોય છે
૪. 🥗આહાર, નિહાર – આહાર, નિહાર આંખોથી આપણે જોઇ શક્તા નથી
કેવળજ્ઞાન ઉત્પન્ન થતા ૧૧ અતિશયો થાય છે
૫. એક યોજન ભૂમિમાં કરોડો દેવો, મનુષ્ય, તિર્યંચ બેસીને દેશના સાંભળે છે
૬. પોતપોતાની ભાષામાં દેવ, મનુષ્ય, તિર્યંચ વાણી 🎶 સમજી શકે છે
૭. મસ્તક પાછળ સૂર્યમંડળની શોભાવાળું ભામંડળ ☀️હોય છે
૮. ૧૨૫ યોજન સુધી રોગ 💊💉 🤧 આદિ થતા નથી
૯. ૧૨૫ યોજન સુધી વેર 🥷ઉતપન્ન થતા નથી
૧૦. ૧૨૫ યોજન સુધી ઈતીઓ ઉતપન્ન થતા નથી
૧૧. ૧૨૫ યોજન સુધી અતિવૃષ્ટિ ⛈️ થતી નથી
૧૨. ૧૨૫ યોજન સુધી મરકી ☠️ થતી નથી
૧૩. ૧૨૫ યોજન સુધી દુકાળ પડતો નથી
૧૪. ૧૨૫ યોજન સુધી આંતરિક કે બાહ્ય બળવો થતો નથી
૧૫. ૧૨૫ યોજન સુધી અનાવૃષ્ટિ થાય નહિ
દેવકૃત ૧૯ અતિશયો
૧૬. આકાશમાં ધર્મચક્ર ⭕ ચાલે છે
૧૭. શ્વેત ચામર વીંઝાય છે
૧૮. દેવો સ્ફટિકનું સિંહાસન બનાવે છે
૧૯. ત્રણ છત્ર માથે હોય છે
૨૦. રત્નમય ધ્વજ હજાર યોજન ઊંચો આગળ ચાલે છે
૨૧. પગ મૂકવા માટે સુવર્ણકમળ આગળ ચાલે છે
૨૨. સમવસરણ રચાય છે (ત્રણ ગઢ (કિલ્લા))
૨૩. ચારે બાજુ પ્રતિકૃતિ થાય છે (ચતુર્ભુજ)
૨૪. અશોકવૃક્ષ 🌳 રચાય છે
૨૫. રસ્તાના *કાંટા*નો 🌵નાશ થાય છે
૨૬. વૃક્ષની ડાળી 🎋 નમે છે
૨૭. દુંદુભિનો 🎷 ધ્વનિ થાય છે
૨૮. સુખમય પવન 〰️ વાય છે
૨૯. પક્ષીઓ 🦆🪿🦤 પ્રદક્ષિણા દે છે
૩૦. *સુગંધી પાણી*નો 🌧️ વરસાદ થાય છે
૩૧. પાંચ વર્ણવાળા *પુષ્પ*ની 🪷વૃષ્ટિ થાય છે
૩૨. વાળ, દાઢી અને નખ 🪮 💅 ક્યારેય વધતા નથી
૩૩. ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ સાથે રહે છે
૩૪. અનુકૂળ ઋતુઓ ❄️ 🌞 🌧️ રહે છે
💫💫💫💫💫
💠આપણો મોટામાં મોટો શત્રુ ..એટલે મન…!
કેમકે..એ જ અંતરંગ શત્રુઓ ને. .
ફુલવા ફલવા દે છે…તેને મતલબ મનને ..આ આંતરશત્રુઓને લડાઇ કરી હંફાવી દેવાની કોઇ તૈયારી જ નથી કરવી….!
પ્રભુને કોઇ ..
ઉપસર્ગ કરી જાય…!
ડંખ મારી જાય…!
ખીલા ઠોકી જાય…!
ધગધગતી રેતીમાં બેસાડે…!
પણ…
💠મારા અરિહંત પ્રભુ એ…
કયારેય પ્રતિકાર ન કર્યો..
કારણ ?
શું શકિત ન હતી તેમનામાં..?
હતી…પુષ્કળ શક્તિ હતી…
પણ….
💠પ્રભુ આંતરિક શત્રુઓ સામે લડાઇ લડવામાં મશગુલ હતાં…!
બહારનાં શત્રુઓની સામે શક્તિ વેડફવામાં માનતાં નહોતાં. ..
💠જયારે, આપણે બધી શક્તિ બહારનાં શત્રુઓ સાથે લડાઇમાં વેડફી રહ્યાં છીએ…
એ મને કહી જ કેમ જાય ..?
હું એને એ વાકય પાછું ન વાળું..
અકબંધ. .અક્ષરશઃ ત્યાં સુધી ચેન થોડું પડે…!
💎આ ફર્ક છે..જે અરિહંત પ્રભુ ને..મારાથી…આપણાંથી … જુદા પાડે છે…!
બહારનાં શત્રુઓને બાજું પર
મુકી ..આંતરશત્રુઓને ..હરાવવાનો.
.. એ આપનો મોટામાં મોટો ગુણ ..
મને તથા આપણને દરેક ને મળે…!
💠એ માટે અરિહંત પ્રભુ ને… શાશ્વત ઓળીના પ્રથમ દિવસે..
આરાધીએ. … !
અને…
શ્રદ્ધા અને ભાવસભર ..🌹 .
💎વંદના…
💎સાધના…
💎આરાધના…
કરવાથી એ આંતરશત્રુઓને જીતીએ…!
💠ને અરિહંત પ્રભુના..અનંત ગુણો નું એક બિંદુ પામી..ભવ તરીએ…!
આ છે અરિહંત અમારા.🌹
➖➖➖➖➖➖➖➖➖
જગતના જીવ માત્ર પર કરૂણાનો ધોધ વહાવનારા…!
દુશ્મનને પણ પ્રેમથી ક્ષેમકુશળ પૂછનારા…!
જાત માટે કઠોર અને જગત માટે કોમળ…!
કામકુંભ, કામધેનુ, ચિંતામણિ અને પારસમણિ કરતા અત્યંત પ્રભાવવંતા…!
પાંચ કલ્યાણકો વડે જગતના જીવોને આનંદિત કરનારા…!
નરકના જીવોને પણ સુખકારી…!
આધિ – વ્યાધિ – ઉપાધિ ટાળનારા…!
તનના તાપ અને મનના સંતાપ મિટાવનારા…!
જીવનમાં શાંતિ – મરણમાં સમાધિ પરભવે સદગતિ અને પરંપરાએ સિદ્ધગતિ દેનારા…!
૧૨ ગુણોથી યુક્ત અને ૧૮ દોષોથી રહિત…!
જે સોના ચાંદી હીરાના ગઢમાં બેસીને દેવ માનવ જાનવરને દેશના દેનારા…!
જેને પંખી પણ આકાશમાં પ્રદક્ષિણા આપે અને ઘેઘૂર વડલો પણ ઝૂકી જાય….!
અસંખ્ય દેવો અને ઈન્દ્રો પણ જેના ચરણના દાસ બની જાય…!
ભવનો ભાગાકાર અને ગુણનો ગુણાકાર કરાવે…!
અનંત અનંત વંદન હો અરિહંત ભગવંતોને… 🙏🏻
અરિહંત પદનો આયંબિલનો પ્રથમ દિવસ મંગલમય હો.. 🙏🏻
અરિહંત
———————————-
હે વીતરાગ પરમાત્મા!!!
આપને નમસ્કાર થાઓ!..
હે સર્વજ્ઞ એટલે જગતના સર્વ ભાવોને સંપૂર્ણ રીતે જાણનાર પ્રભુ!!!
આપને નમસ્કાર થાઓ!..
હે દેવેન્દ્રથી પૂજાયેલ પ્રભુ!!!
આપને નમસ્કાર થાઓ!…
હે યથાસ્થિત એટલે જેવી હોય તેવી વસ્તુને પરમ સત્યને કહેનારા નાથ!!! આપને નમસ્કાર થાઓ!…
અરુહ એટલે હવે પછી કોઇ વખત
પુનર્જન્મને નહીં લેનારા પ્રભુ!!!
આપને નમસ્કાર થાઓ !…
હે ત્રણ ભુવનના જગદ્ ગુરુ!!!
આપને નમસ્કાર થાઓ!…
આવા આવા ઉત્તમ વિશેષણોને ધારણ કરનારા હે અરિહંત ભગવંત!!!…
આપને મારા કોટિ કોટિ પ્રણામ હો!🙏
અરિહંત પદ
———————————-
▪️ અનંતા કાળચક્ર વિત્યા, પણ.. આપણું સંસારચક્ર ચાલતું જ રહ્યું, ઘૂમતું જ રહ્યું. એનું કારણ, “આપણું કર્મચક્ર.” આપણું કર્મચક્ર જો બંધ પડે, તો સંસારચક્ર બંધ પડે જ પડે. પણ.. આપણું કર્મચક્ર બંધ તો જ પડે, જો આપણે આપણા કષાયચક્રને બંધ કરીએ તો.
▪️ આપણા ક્રોધ-માન-માયા ને લોભને આપણે નબળા ને નષ્ટ કરશું તો જ કષાયચક્ર બંધ પડશે. અને એ ક્રોધાદિને નષ્ટ કરવા આપણે કોઈક એવા ચક્રની સાધના કરી લઈએ જે આ બધા જ ચક્રોને બંધ કરી દે. શું એવું કોઈ ચક્ર છે? હા, એવું ચક્ર છે, જે આ બધા જ ચક્રોને Stop કરી દે, જેનું નામ છે “સિદ્ધચક્ર.”
▪️ આ સિદ્ધચક્રનો મહિમા ખુદ ગૌતમસ્વામીજીએ રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિકને બાર પર્ષદા વચ્ચે કહ્યો હતો. એ સિદ્ધચક્રજીના 9 પદો છે. આ 9 પદોની સાધના કષાયચક્રને નષ્ટ કરી સંસારચક્રમાંથી જીવને બચાવી શાશ્વતી સ્થિરતા સિદ્ધશિલા ઉપર પ્રદાન કરે જ.
▪️ આ નવે પદ શાશ્વત છે. જેમ શ્રી શત્રુંજય તીર્થ શાશ્વત છે, શ્રી નવકાર મંત્ર શાશ્વત છે, એમ શ્રી સિદ્ધચક્ર યંત્ર શાશ્વત છે. આ 9 દિવસની સાધના અનાદિકાળથી ચાલે જ છે ને અનંતકાળ ચાલતી જ રહેશે. આ નવપદમાં પહેલું પદ છે, અરિહંત પદ. આજે લાખોપરાંત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓએ અરિહંત પદની સાધના-આરાધના આયંબિલ તપ કરી આરાધી.
▪️ અરિહંત પરમાત્મા એટલે જે તીર્થંકર પ્રભુ ધર્મતીર્થની.. શાસનની સ્થાપના કરે તેમને અરિહંત કહેવાય. જો અરિહંત ભગવંતે શાસન સ્થાપ્યું ન હોત, આપણને ધર્મમાર્ગ બતાવ્યો ન હોત, તો આજે આપણે ક્યાં હોત ને કેવા હોત એની કલ્પના પણ ધ્રુજાવી દે.
નમસ્કાર પદ સ્તવના
🪷🪷🪷🪷🪷
મહામંત્ર શિરોમણી, ચૌદ પૂરવનો સાર.
પાતિક હરે ભવકરોડના, પ્રણમો શ્રી નવકાર
🌺🌺🌺🌺🌺
(આ દુહો દરેક દૂહા પછી બાલી ખમાસમણ દેવુ)
૧લુ પદ “નમો અરિહંતાણં“
(અક્ષર ૭ – દૂહા ૭)
➖➖➖➖➖➖➖➖➖
[૧] પ્રથમ પંચ પરમેષ્ઠિમાં, તીર્થંકર સુખકર;
કેવળજ્ઞાની કેવલદર્શી, પ્રણમો વારંવાર. મહામંત્ર શિરોમણી૦ ૧
[૨] *આઠ પ્રાતિહાર્ય શે।ભના, ગુણુ બાર ધરનાર;
ચોત્રીશ અતિશય છાજતા, સુરાસુર સરદાર, મહામંત્ર શિરોમણી૦ ૨
[૩] ત્રીજે ભવે વીશ સ્થાનક કરી, બાંધે જે જિન નામ;
વાણી પાંત્રીશ ગુણ ભરી, સુણતાં અવિચલ ઠામ. મહામંત્ર શિરોમણી૦ ૩
[૪] ચ્યવન જન્મ દીક્ષા વળી, કેવલજ્ઞાન નિર્વાણ;
કલ્યાણક જેહનાં જાણીયે, સવિ જીવસુખ નિદાન. મહામંત્ર શિરોમણી૦ ૪
[પ] પ્રથમ ગણધર તીર્થને, થાપે ચૌવિધ સંઘ;
નમતાં પૂજતાં થુણુતાં, તુટે ભવના ફંદ. મહામંત્ર શિરોમણી૦ ૫
[૬] સવિ જીવ કરુ’ શાસનરસી, ભાવના એહનુ મૂળ,;
આત્મવીર્ય ઉલ્લાસથી, ઉજવળ સુખ અનુકૂળ. મહામંત્ર શિરોમણી૦ ૬
[૭] શ્રી નવકાર મહામંત્રમાં, પહેલા પદે અરિહંત;
નમો અરિહંતાણં સદા, ધ્યાતાં શિવવધૂ ક્ન્ત. મહામંત્ર શિરોમણી૦ ૭
🌺🌺🌺🌺🌺
💥 અરિહંત વંદના 💥
➖➖➖➖➖➖➖➖➖
કરી અતુલ આતમ બળ વડે આંતર રિપુ નિકંદના
દુષણ અઢારે દૂર કર્યા આતમ સ્વરૂપની નંદના
ગુણગણ અનંતા જેહના કેમે કરી ય ગણાય ના
અરિહંતના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૧)
કેવળ લહી દ્રષ્ટા બને સવી દ્રવ્ય ખેતર કાળના
જાણે બધા ભાવો છતા તન મન થકી લેપાય ના.
‘વિહરે જે વાયુની પરે વસુધાતલે પ્રતિબંધના
અરિહંતના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૨)
જે દેવનિર્મિત સમવસરણે બેસી દેતા દેશના
વાણી અમીય સમાણી સુણતા તૃત્તિ કદીએ થાય ના
ચોત્રીસ અતિશય શોભતા પાંત્રીસ ગુણ વાણી તણા ,
અરિહંતના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(3)
માર્ગોપદેશેક ગુણ ભલો વ્યસની સેદેવ પરાર્થના ‘
સુર અસુર કિન્નર ભક્તિભાવે હર્ષથી કરે અર્ચના
જે નામનું સંસ્મરણ દૂરિત દૂર કરે ભવભવ તણા
અરિહંતના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૪)
💥 ધન ધન શ્રી અરિહંતને રે…
➖➖➖➖➖➖➖➖➖
(૦૧) અરિહંત પદનો વર્ણ કેવો હોય ?
➡ શ્વેત
(૦૨) અરિહંત ભગવાનની માતાનું નામ ?
➡ કરૂણા
(૦૩) અરિહંત ભગવાનના હાથ પગનાં લક્ષણ કેટલા ?
➡ ૧૦૦૮
(૦૪) અરિહંત ભગવાનના મુખ્ય શિષ્યોને શું કહેવાય ?
➡ ગણધર
(૦૫) અરિહંત ભગવાનના લોહીનો વર્ણ કયો ગુણ બતાવે ?
➡ વાત્સલ્ય
(૦૬) અરિહંત ભગવાન સામાન્યથી કેટલા મુષ્ટિ લોચ કરે ?
➡ પંચમુષ્ટિ
(૦૭) પક્ષીઓ પણ અરિહંત ભગવાનને શું આપે ?
➡ પ્રદક્ષિણા
(૦૮) અરિહંત વંદનાવલીનો ગુર્જરાનુવાદ કોણે કર્યો ?
➡ શ્રીચન્દ્ર
(૦૯) પ્રભુના સમવસરણમાં સોનાનો ગઢ કોણ બનાવે ?
➡ જ્યોતિષ્ક દેવ
(૧૦) અરિહંત ભગવાન ચાલે ત્યારે કાંટા કેવી સ્થિતિ કરે ?
➡ ઉંધા થાય
(૧૧) દીક્ષા સમયે ભગવાનના ખભા પર ઈન્દ્રમહારાજા શું નાખે ?
➡ દેવદૂષ્ય
(૧૨) તીર્થકર નામકર્મ શેનાથી બંધાય ?
➡ વીશસ્થાનક તપથી
(૧૩) અરિહંત પ્રભુ કેટલા મુખે દેશના આપે ?
➡ ચાર
(૧૪) અરિહંત પ્રભુને કઈ લેશ્યા હોય ?
➡ શુક્લ
(૧૫) અરિહંત ભગવાન કેટલા તત્ત્વના ઉપદેશક છે ?
➡ નવ
(૧૬) અરિહંત ભગવાનની વાણી કેટલા ગુણયુક્ત હોય ?
➡ ૩૫
(૧૭) અરિહંત ભગવાનની માતા કેટલા સ્વપ્ન જુએ ?
➡ ૧૪
(૧૮) અરિહંત ભગવાન કેટલા અતિશયથી શોભે ?
➡ ૩૪
(૧૯) અરિહંત ભગવાન ગણધરોને શું આપે ?
➡ ત્રિપદી
(૨૦) અરિહંત ભગવાનને દીક્ષા લેતાં જ કયુ જ્ઞાન પ્રગટે ?
➡ મન:પર્યવ
(૨૧) અરિહંત ભગવાન શેના પર બેસીને દેશના આપે ?
➡ સમવસરણ
(૨૨) અરિહંત ભગવાન વિચરે ત્યારે કેટલા સુવર્ણ કમળ દેવો રચે ?
➡ ૯ (નવ)
(૨૩) અરિહંત પ્રભુએ કેટલા કર્મનો ક્ષય કર્યો હોય ?
➡ ચાર (ધાતી)
(૨૪) અરિહંત ભગવાનના ગુણ કેટલા છે ?
➡ બાર
(૨૫) અરિહંત ભગવાનનું સ્થાન પશ્ચાત્ ક્રમથી નવકારમા કયા પદે આવે ?
➡ નવમા
(૨૬) અરિહંત પ્રભુના ૪ અતિશયોનું વર્ણન ક્યા સ્તવનમાં આવે છે ?
➡️ પ્રથમ જિનેશ્વર
(૨૭) અરિહંત પ્રભુના અન્ય અતિશયોનું વર્ણન ક્યા સ્તવનમાં આવે છે ?
➡️ નિરખ્યો નેમિ
(૨૮) અરિહંત પરમાત્માને ક્યું સંસ્થાન હોય ?
➡️ સમચતુરસ્ત્ર
(૨૯) સમવસરણમાં ચારેય દિશામાં કુલ પગથિયા કેટલા હોય ?
➡️ ८०,०००
(૩૦) અરિહંત પરમાત્મા ક્યા રાગમાં દેશના આપે ?
➡️ માલકૌંસ
(૩૧) અરિહંત પરમાત્માને ક્યું સંઘયણ હોય ?
➡️ વજ્રઋષભનારાચ
(૩૨) ઉત્કૃષ્ટકાળે આ પૃથ્વી પર કેટલા અરિહંત ભગવાન વિચરે ?
➡️ ૧૭૦
⭕ બીજો દિવસ ⭕
🔸પદ :- શ્રી સિદ્ધપદ
🔸જાપ :- ૐ હ્રીં નમો સિદ્ધાણં.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- લાલ…એક ધાન્યનું આયંબિલ તે ઘઉંનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- આઠ લોગસ્સ
🔸સ્વસ્તિક :- આઠ
🔸ખમાસમણ :- આઠ
🔸પ્રદક્ષિણા :- આઠ
શ્રી નવપદજી ઓળી નો બીજો દિવસ
〰〰〰〰〰〰〰〰〰
આ છે સિદ્ધ અમારા…🌹
➖➖➖➖➖➖➖➖➖
સિદ્ધો સર્વે મુક્તિપુરીના ગામી અને ધ્રુવ તારા…!
આઠે કર્મોથી મુક્ત…!
જન્મ-જરા-મરણ ના બંધનથી છૂટેલા…!
અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ-વિર્યને ધારણ કરનારા…!
અનંત ગુણોના ભંડાર…!
૧૪ રાજલોકની ઉપર આલોક ના નાકે સિદ્ધશિલા પર બિરાજમાન…!
અનંત અનંત સુખના માલિક…!
જે ક્યારેય પાછા સંસારમાં નહિ આવનારા…!
સદા અાનંદમાં..સદા પ્રસન્ન..સદા નીજ સ્વભાવમાં..ધ્રુવ તારાની જેમ…!
સંસારમાં ડૂબતા સર્વ જીવોને અાધારભૂત…!
તીર્થંકર ભગવંતો પણ દીક્ષા લેતા જેઓને નમસ્કાર કરે છે…!
એવા અનંત અનંત નમસ્કાર હો સિદ્ધ ભગવંતોને…!
સિદ્ધપદ નો આયંબિલનો બીજો દિવસ મંગલમય હો…🙏
=====================
નમો સિદ્ધાણં. ..
💠જેમણે પોતાનું અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે. .એવો આત્મા…!
💠એ સિદ્ધ ભગવંતો ને કોટી કોટી વંદના. .!
સિદ્ધત્વ એ એવી પવિત્ર અવસ્થા છે…
જયાં ..કર્મ નથી..!
જન્મ નથી…!
મરણ નથી…!
રોગ નથી…!
શોક નથી…!
મોહ નથી…!
માયા નથી…!
દુઃખ નથી…!
દારિદ્ર નથી…!
🍁🍁🍁🍁🍁🍁
છે માત્ર પરમ સુખ….!
પરમ આનંદ….!
અને એની પરાકાષ્ઠા. ..!
અને સિદ્ધ ભગવંતો એ આ સિદ્ધિ મેળવી લીધી…!
પામી લીધી….!
અને સિદ્ધશિલાએ બિરાજમાન થયા…!
ચેતના ની પરિપૂર્ણ જાગૃતિ મેળવી લીધી….!
💫💫💫💫💫💫💫💫
સંસારચક્ર માંથી..બહાર નીકળી જવા માટે ..
સાધના નો…
વૈરાગ્ય નો…
માર્ગ પસંદ કરી…આત્મ પુરુષાર્થ કરે…અને ..આત્મ બળે ..કર્મો ની હોળી. .કરી …અનંતા કર્મો ને એકસાથે બાળી… સંસાર ચક્ર માંથી નીકળી ને..પરમ પદ પામી લે…એ જ તો સિદ્ધત્વ નું લક્ષણ છે…
એ જ તો છે…દરેક આત્મા નું અંતિમ લક્ષ્ય. ..!
અને એ લક્ષ્ય ન મળે ત્યાં સુધી અનંત વાર ભવભ્રમણ માં ફર્યા જ કરવું પડે છે…!
હવે આ ભવભ્રમણમાં ભટકવું ન હોય ..
અનંતી ભટકણથી કંટાળી ગયા હોઇએ .. તો સિદ્ધત્વ ની સાધનાની શરૂઆત કરી લેવી જોઈએ. ..
💫💫💫💫💫💫💫
એ સિદ્ધ ભગવંતો નો ..
મારા પર..આપણાં સહુ નાં આત્મા પર મોટો ઉપકાર છે..!🌹
તેમનો આત્મા સિદ્ધ થયો ..ત્યારે જ મારો.. આપણો…આત્મા અવ્યવહાર રાશિમાંથી નીકળી ..વ્યવહાર રાશિ માં આવ્યો…!
💠એ અનંત ઉપકારી શ્રી સિદ્ધ ભગવંતોનું અનંત ઋણ ચુકવવા માટે પણ આપણે સિદ્ધ થવુ …સિદ્ધ બનવું પડે….!
💦💦💦💦💦💦
💎એ અનંત ઉપકારી શ્રી સિદ્ધ ભગવંતો ને.. કોટી કોટી વંદના. .!🙏🏾
💧🙏🏻🙏🏻🙏🏻💧
શ્રી સિદ્ધ ભગવંતો ના આઠ ગુણ છે. .
આઠ કર્મ ને તોડે ત્યારે આઠ ગુણો ..પ્રગટ થાય છે. ..!
૧ અનંતજ્ઞાન🍂
૨ અનંતદર્શન 🍂
૩ અવ્યાબાધ સુખ🍂
૪ વીતરાગતા🍂
૫ અક્ષયસ્થિતિ🍂
૬ અરુપીપણું🍂
૭ અગુરુલઘુપણું🍂
૮ અનંતવીર્ય🍂
🍃🍃🍃🍃🍃
આપણો આત્મા આ જ તો ઇચ્છે છે..
💠અનંત દુઃખો થી મુકિત. .
💠જન્મ -મરણ થી મુકિત. ..
💠મોહ -માયા થી મુક્તિ…
દરેક આત્મા શુદ્ધ છે. .
સિદ્ધ સ્વરુપ ને પામવાની ઇચ્છા વાળો છે…
જરુર છે એના પર જામેલા. ..!
આપણે પોતે જ દુષ્કર્મો દ્વારા જમાવેલાં… !
કાળા વાદળો ને હટાવવા માટે નાં પુરુષાર્થની …!
💠દરેક આત્મા ને ત્યાં જ બિરાજવું છે…!
એ જ આત્માનું સાચું અને શાશ્વત .લક્ષ્ય છે ..!
એ જ સાચું નિવાસસ્થાન છે…!
એ મેળવવા માટે ચાલો આરાધીએ…
💎શાશ્વતી ઓળીના બીજાં દિવસ ના આરાધ્યદેવ શ્રી સિદ્ધ ભગવંતો ને…!
ને એમનાં અદ્ભુત ગુણોનું. ..
ગાન કરતાં કરતાં… એમનો એક ગુણ ..મારા.. આપણાં આત્મા માં.. પ્રગટ થઇ જાય…
ને ..
તેમની ગોદમાં આપણો પણ કાયમી નિવાસ થઈ જાય. ..!
🌺સિધ્ધના 15 ભેદ
➖➖➖➖➖➖➖
1. જિનસિધ્ધ : જે જિનેશ્વર થઈને મોક્ષે જાય તે. ઋષભદેવ , અજિતનાથ , પાર્શ્વનાથ , મહાવીર સ્વામી વગેરે
2. અજિનસિધ્ધ : જે તીર્થંકર ન થાય , પરંતુ સામાન્ય કેવળજ્ઞાની થઈને મોક્ષે જાય તે. ગૌતમ સ્વામી , સુધર્મા સ્વામી વગેરે.
3. તીર્થસિધ્ધ : તીર્થંકર ભગવંતો તીર્થ સ્થપાયા પછી જે જીવ મોક્ષે જાય તે. પુંડરીક સ્વામી , જંબુ સ્વામી વગેરે
4. અતીર્થસિધ્ધ : તીર્થંકર ભગવંતો તીર્થ સ્થપાયા પહેલાં જે જીવો મોક્ષે જાય તે. મરુદેવી માતા
5. ગૃહસ્થલિંગ સિધ્ધ : જે ગૃહસ્થ વેષમાં જ કેવળજ્ઞાન પામે તે. ભરત ચક્રવર્તી , ઈલાચી પુત્ર , ચિલાતી પુત્ર વગેરે
6. અન્યલિંગ સિધ્ધ : જે જૈનતર સાધુ ( બાવા , જતિ , જોગી આદિ ) ના વેષમાં હોય અને યથાર્થ માર્ગ સમજાવાના કારણે વૈરાગ્ય થવાથી મોહ ક્ષય કરી કેવળજ્ઞાન પામે તે. વલકરચિરી મુનિ
7. સ્વલિંગ સિધ્ધ : જે જૈન સાધુના વેષમાં હોય અને કેવળજ્ઞાન પામે તે. ગૌતમ સ્વામી , જંબુ સ્વામી વગેરે
8. પુલ્લિંગ સિધ્ધ : પુરુષાકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય તે. પાર્શ્વનાથ ભગવાન , મહાવીર સ્વામી વગેરે.
9. સ્ત્રીલિંગ સિધ્ધ : સ્ત્રીઆકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય તે. મલ્લિનાથ , બ્રાહ્મી , સુંદરી વગેરે
10. નપુંસકલિંગ સિધ્ધ : નપુંસકાકારે શરીર હોતે છતે કેવળજ્ઞાન પામીને જે મોક્ષે જાય તે. ગાંગેય ઋષિ
11. સ્વયંબુદ્ધ સિધ્ધ : પોતાની મેળે સ્વયં પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરે અને કેવળજ્ઞાન પામે તે. તીર્થંકર ભગવંતો
12. પ્રત્યેકબુદ્ધ સિધ્ધ : સંધ્યાના રંગ તરંગ આદિ નિમિત્તોથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામે તે. કરકંડુ મુનિ
13. બુદ્ધબોધિત સિધ્ધ : જ્ઞાની ગુરુ દ્વારા પ્રતિબોધિત થઈ દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામે તે. જંબુ સ્વામી , પ્રભવ સ્વામી
14. એક સિધ્ધ : મોક્ષે જતી વખતે એકલા જ હોય તે. મહાવીર સ્વામી
15. અનેક સિધ્ધ : મોક્ષે જતી વખતે અનેક સાથે હોય તે. આદિનાથ ભગવાન
નમો સિદ્ધાણં
▪️ માતૃત્વ કેટલું વાત્સલ્યમય હોય છે, એનું સૌપ્રથમ ઉદાહરણ આજથી અસંખ્ય વર્ષો પહેલા દુનિયાને મળ્યું હતું. પુત્ર ઋષભને યાદ કરતા-કરતા માતાએ આંખને પડલોથી ભરી દીધી હતી. 1,000 વર્ષ સુધી પુત્રને યાદ કરતી ને રડતી માંને જ્યારે ખબર મળી કે ઋષભ તો અહિં આવ્યો છે, ત્યારે ઋષભને જોવાના હરખમાં આવેલા આંસુના પ્રવાહે એમની આંખોના પડલો ભેદાઈ ગયા.
▪️ ને પુત્ર ઋષભની દેવતાઈ અલૌકિક ઋદ્ધિને જોતા-જોતા દુનિયાને પ્રથમ વખત ઉદાહરણ મળ્યું કે, તીર્થ વગર તીર્થની સ્થાપના પૂર્વે માતા મરુદેવા સિધ્ધ બની ગયા!!! સકલ મોહાદિ ભાવોને આત્માથી દૂર કરી આત્માના ચરમ ને પરમ સ્વરૂપને પામી ગયા.
▪️ એ જે પામ્યા તે ‘સિધ્ધપદ’ની આરાધનાનો આજે દિવસ છે. સિધ્ધચક્રજીની ઓળીનો આજે બીજો દિવસ છે. સિધ્ધપદ એ આત્માનું પરમ શુધ્ધ સ્વરૂપ છે, જે આઠે કર્મોના ક્ષય પછી જ પ્રાપ્ત થાય છે. જગતમાં આ જ એક એવું પદ છે જે પુણ્યકર્મના ઉદયથી નહિં, પણ.. સંપૂર્ણ કર્મના ક્ષયથી જ મળે છે.
▪️ ઉદયથી મળે તેનો અસ્ત થાય. કેમકે ઉદય માત્ર નાશવંત છે, પછી એ પુણ્યનો હોય, પાપનો હોય, યાવત્ કોઈપણ કર્મનો હોય… ઉદય હોય એટલે અસ્ત હોય જ. આ પદ એકવાર મળ્યા પછી ક્યારેય આપણાથી કોઈ છીનવી ન શકે. દુનિયાના બધા જ પદો Temporary છે, જ્યારે આ એક જ પદ Permanent છે. અને આ પદની પ્રાપ્તિ માટે જ નવે નવ પદની આરાધના છે.
▪️ આ પદની તમામ ઋધ્ધિ દેહાશ્રિત નહિં આત્માશ્રિત છે, એટલે જ એ શાશ્વત છે. જેણે આત્મશુધ્ધિની પરમ સમીપે પહોંચવું છે, તેણે સિધ્ધપદનું ધ્યાન અખંડ રીતે આત્મદીવડે પ્રગટિત રાખવું. સિધ્ધ થનારા આત્મા લોકાગ્રે બિરાજે છે. એમની આનંદમય અવસ્થા કાલાતીત ને કલ્પનાતીત હોય છે.
▪️ વિશ્વનો પ્રત્યેક આત્મા સિધ્ધ બની શકે છે, જો એને સિદ્ધ બનવાનો ભાવ જાગે તો.. એવું જૈનદર્શનનું સ્પષ્ટ કથન છે. જૈનદર્શનનો આ મૌલિક સિદ્ધાંત છે કે, “अप्पा सो परमप्पा” સિધ્ધપદ પર કોઈની Monopoly નથી. ત્યાં જાતિ-જ્ઞાતિની વાત નથી, આત્મજ્યોતિની જ વાત છે.
▪️ આ સિધ્ધપદને પામનારા આ કાળમાં પ્રથમ મરુદેવા માતા તો અંતિમ જંબુસ્વામિજી હતા. જૈનદર્શનમાં ભવિષ્યમાં થનારા સિધ્ધોને પણ, એની વર્તમાન અવસ્થાને Corner પર મૂકી, Side પર મૂકી વંદન-પૂજન કરવામાં આવ્યા છે ને આવે છે.
▪️ એ ભવ્ય જિનાલયમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભસ્વામીજી ની સુંદર મૂર્તિ છે. જેના અમે વંદન ને દર્શન કર્યા છે ને લાખો લોકોએ એ પ્રભુને પૂજ્યા છે. જૈનદર્શનની આ ભવિષ્ય દ્રષ્ટિ, ભાવીદ્રષ્ટિ કેટલી મહાન છે!
આવા સિધ્ધપદને આજે ખૂબ ભાવથી વંદીએ.
નમસ્કાર પદ સ્તવના
🪷🪷🪷🪷🪷
મહામંત્ર શિરોમણી, ચૌદ પૂરવનો સાર.
પાતિક હરે ભવકરોડના, પ્રણમો શ્રી નવકાર
🌺🌺🌺🌺🌺
૨ જું પદ “નમો સિદ્ધાણ”
(અક્ષર ૫- દુહા ૫)
૮ સિદ્ધ સિદ્ધિમાં શોભતા, પૂર્ણ સુખ ધરનાર;
ભવ ભ્રમણને છેદીને, શાશ્વત સ્થાન વરનાર. મહામંત્ર શિરોમણી૦ ૧
૯ સ્થિતિ સાદિ અનંત છે, અવ્યાબાધ સુખધામ;
આઠ ગુણથી છાજતા, સૌથી ઉંચે ઠામ. મહામંત્ર શિરોમણી૦ ૨
૧૦ અનંતજ્ઞાન દર્શન વળી, વીર્ય અનંત અપાર;
આઠ કર્મ વિનાશીને, વસ્યા સિદ્ધિ મોંઝાર. મહામંત્ર શિરોમણી૦ ૩
૧૧ નમો સિદ્ધાણ પદ જપો બીજા પદે ઉદાર;
અંતિમ ધ્યેય એ આતમા, ધરીયે લાલ શ્રીકાર મહામંત્ર શિરોમણી૦ ૪
૧૨ દુઃખ દારિદ્ર નહિ, નહિ જ્યાં ભય ને શોક;
અગુર્લઘુ અક્ષયસ્થિતિ, સુખના જ્યાં છે થોક. મહામંત્ર શિરોમણી૦ ૫
🌺🌺🌺🌺🌺
સિદ્ધ વંદના
➖➖➖➖➖➖➖➖➖
લોકાગ્રભાગ સિદ્ધશીલા ઉપરે જે બિરાજતા
નિજ પૂર્ણ કેવળજ્ઞાને લોકાલોકને નિહાળતા ‘
આનંદ વેદન સુખ અનુપમ દુઃખ તો લવલેશ ના
સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૧)
જે નિષ્કષાયી નાથ નિર્મોહિ નિરાકારી સદા
અવિનાશી અકલ અરૂપવંતી આત્મગુણની સંપદા
નિર્મુકતા જે વળી નિત્ય દેહાતીત નિજરૂપ રજના
સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૨)
કદી જાયના એવા સુખોના સ્વામી સિદ્ધ જિનેશ્રરો
ક્ષય થાય ના એવો ખજાનો ભોગવે પરમેશ્વરો
રિદ્ધ અને સિદ્ધિ અનંતી ‘જેહની કરે સેવના ‘
સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …-(૩)
ઘાતી અઘાતી કર્મ જે સાથી અનાદિકાળના
તેને કરી ચકચૂર સ્વામિ જે થયા નિજ ભાવના
અક્ષય સ્થિતિ શાશ્રત સુખો ભક્તિ મહા સામ્રાજ્યના
સવિ સિદ્ધના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના ..(૪)
💥 પ્રાણી ! સિદ્ધ ભજો ભગવંત…
➖➖➖➖➖➖➖➖➖
(૦૧) સિદ્ધ ભગવાનને કયું સંઘયણ હોય ?
➡️ હોય જ નહીં
(૦૨) પશ્ચાત્ ક્રમથી સિદ્ધપદ કેટલામું છે ?
➡️ આઠમું
(૦૩) સિદ્ધ ભગવાનનું આયુષ્ય કેટલું હોય ?
➡️ સાદિ અનંત
(૦૪) સિદ્ધ ભગવાનની આરાધના કયા ધાન્યથી કરાય ?
➡️ ઘઉં
(૦૫) સિદ્ધ ભગવાનના ગુણ કેટલા ?
➡️ ૮ (૩૧)
(૦૬) સિદ્ધશિલા કેટલી લાંબી છે ?
➡️ ૪૫ લાખ યોજન
(૦૭) સિદ્ઘ ભગવાન દુષ્ટોનો સંહાર કરવા જન્મ લે ?
➡️ કયારેય ન લે
(૦૮) સિદ્ધશિલા કેટલા યોજન જાડી છે ?
➡️ આઠ
(૦૯) કયા સૂત્રમાં સિદ્ધ ભગવાન પાસે સિદ્ધિ માંગી છે ?
➡️ લોગસ્સ/સિદ્ધાણં-બુદ્ધાણં
(૧૦) સિદ્ધોની પૂર્વાવસ્થાની અપેક્ષાએ કેટલાં ભેદ છે ?
➡️ ૧૫
(૧૧) સિદ્ઘચક્ર યંત્રમાં સિદ્ઘ ભગવાનનું સ્થાન ક્યાં છે ?
➡️ ઉપર (પૂર્વ)
(૧૨) સિદ્ધ ભગવાને કેટલા કર્મોનો ક્ષય કર્યો હોય ?
➡️ આઠેય (સર્વ)
(૧૩) સિદ્ઘશિલાનો આકાર કોના જેવો ?
➡️ અર્ધચન્દ્ર
(૧૪) વેદનીય કર્મના ક્ષયે સિદ્ધ ભગવાનને કયો ગુણ પ્રગટે ?
➡️ અવ્યાબાધ સુખ
(૧૫) મરૂદેવા માતાની ગણના કયા સિદ્ધમાં ગણાય ?
➡️ અતીર્થ સિદ્ધ
(૧૬) પ્રભુ મહાવીરનો સમાવેશ હાલ કયા પદમાં થાય ?
➡️ સિદ્ધપદ
(૧૭) કઈ ગતિમાંથી નીકળી સિદ્ધ થઈ ન શકાય ?
➡️ તેઉ/વાઉ
(૧૮) ઉત્કૃષ્ટ ઉંચાઈવાળા વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ?
➡️ બે
(૧૯) એક સાથે વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ મોક્ષે જાય ?
➡️ ૨૦
(૨૦) મોક્ષમાં કેટલા સિદ્ધ ભગવાન છે ?
➡️ અનંતા
(૨૧) અન્યલિંગે કોણ સિદ્ધ થયું ?
➡️ વલ્કલચિરી
(૨૨) ભરત મહારાજા કયા લિંગે સિદ્ધ થયા ?
➡️ ગૃહસ્થ
(૨૩) ગાંગેય કયા લિંગે સિદ્ધ થયા ?
➡️ નપુંસક
(૨૪) પંચ પરમેષ્ઠિમાં અશરીરી કેટલા ?
➡️ એક (સિદ્ધ)
(૨૫) આયુષ્ય કર્મનો ક્ષય કરી સિદ્ધ ભગવાન કયા ગુણને પ્રાપ્ત કરે ?
➡️ અક્ષય સ્થિતિ
(૨૬) સિદ્ધ ભગવંતો કેટલામા અનંતા જેટલા હોય ?
➡️ પાંચમા
(૨૭) સિદ્ધ ભગવંતોની જઘન્ય અવગાહના કેટલી હોય ?
➡️ ૧ હાથ ૮ અંગુલ
(૨૮) સિદ્ધ ભગવંતોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય ?
➡️ ૩૩૩ ૧/૩ ધનુષ
(૨૯) બધો સમય એક સરખો કોનો જાય ?
➡️ સિદ્ધ ભગવાનનો
(૩૦) આ અવસર્પિણીમાં અહીંથી છેલ્લા સિદ્ધ કોણ થયું ?
➡️ જંબૂસ્વામી
(૩૧) સિદ્ધશિલાની મધ્યભાગે જાડાઈ-ઉંચાઈ કેટલા યોજન છે ?
➡️ આઠ
(૩૨) સિદ્ધશિલા શેની બનેલી છે ?
➡️ નિર્મળ સ્ફટીક રત્નની
⭕ ત્રીજો દિવસ ⭕
🔸પદ :- શ્રી આચાર્ય પદ
🔸જાપ :- ૐ હ્રીં નમો આયરિયાણં.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- પીળો…એક ધાન્યનું આયંબિલ તે ચણાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૩૬ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૩૬
🔸ખમાસમણ :- ૩૬
🔸પ્રદક્ષિણા :- ૩૬
નમો આયરિયાણમ્..🌹
➖➖➖➖➖➖➖➖➖
આચાર્ય છે, જિન શાસનના દક્ષ વ્યાપારી શુરા
“જિન શાસનના મહારાજા”
છત્રીસ ગુણ સંપન્ન…!!!!
વર્તમાન ચોવીસીના તીર્થાધિપતિ
પ્રભુ વીરના શાસનની ધુરાને ૨૧,૦૦૦ વર્ષ ચલાવનારા…!!!
ચર્તુવિધ સંઘના વર્તમાન અધિપતિ…!!!
દુનિયાના તમામ ખુણાઓએ પ્રભુ વીરના વચનોને સરળતાથી વ્યાપ્ત કરનારા..!!!
જે દેવ પણ છે … “તિથ્થયર સમો સૂરિ”..!!
જે ગુરુ પણ છે …. તેથી જ પંચ પારમેષ્ઠીમાં મધ્ય સ્થાને બિરાજમાન..!!
તીર્થંકર પરમાત્મા કથિત અને ગણધર ભગવંત રચિત શાસ્ત્રના જાણકાર..!!
આપણા અજ્ઞાનના અંધકારને દુર કરવા જ્ઞાનાચાર…!!!
આપણી જડતાને દુર કરવા દર્શનાચાર..!!!
આપણી દુઃખ સમાધીને કાઢવા ચારિત્રાચાર…!!!
આપણા ખાઉધરાપણાને દુર કરવા તપાચાર…!!!
અને…
આપણા કાયા કલેશના દુર્ગુણને દુર કરવા વિર્યાચાર…!!!
આ પંચાચારનું પાલન કરે અને કરાવે
પ્રભાવક્તા થકી જીવને શીવ, ખુનીને મુનિ, મુર્ખને મહા વિદ્વાન, શેતાનને સુર(દેવ) બનાવનારા …!!!
જિન શાસનના પ્રગટ શિરતાજ આચાર્ય ભગવંતોને બહુમાનપુર્વક કોટી કોટીવંદના
નવપદના તૃતીય આસનસ્થ આચાર્ય પદનો તૃતીય દિન મંગલમય હો … !!!
➖➖➖➖➖➖➖➖➖
નમો આયરિયાણં…
🔔આયરિયાણં એટલે આચાર્ય. ..!
અને આચાર્ય એટલે ગુરુ…!
અને ગુરુ પણ સદગુરુ. ..!💎
જીવનમાં સાચા ગુરુની પ્રાપ્તિ સદ્ ભાગ્યે થાય છે. ..
નિર્ગ્રંથ…
નિસ્પૃહ. ..
નિર્મળ. ..
એવા ગુરુ ભવસાગર પાર કરાવી શકે છે….!⛴🛳🛥
💦💦💦💦💦
🔔શુદ્ધ આચારોના જે પ્રતિક છે…!
પોતે જે ધર્મ આચરી રહ્યા છે..તેના પ્રતિબોધક. .!
સત્ય નું નિષ્ઠા સાથે પાલન કરતાં હોય…
એ ગુરુ ..એ સદગુરુ. ..એ આચાર્ય. .!
💥આચાર્ય ભગવંતો…એ તીર્થંકર ભગવંતનું શાસન ..કુશળતાથી ચલાવી રહ્યાં છે…!
તેઓ આગમને સુરક્ષિત રાખી..અને પ્રભુ પરંપરા ને સતત આગળ વધારતાં રહે છે…!
તેઓ ..તીર્થંકર પ્રભુ ના અભાવ માં..શાસન ધુરાને ઝાલીને આગળ વધતાં રહે છે…!
🌟🌟🌟🌟🌟
આવાં આચાર્ય ભગવંતો…૩૬ ગુણોના ધારક છે…
૧ પંચ મહાવ્રત ધારી..
2 પંચ સમિતિ યુકત…
૩ ત્રણ ગુપ્તિ
૪ ચાર કષાયોને જીતનાર…
૫ નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર….
૬ પંચાચારથી યુકત….
૭ પાંચ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર…!
એટલે કુલ મળીને ગુણો ૩૬
થાય…!
💠આવાં આચાર્ય દેવોને કોટી કોટી વંદના …
💧🙏🏻🙏🏻🙏🏻💧
કોઇ એ કુદરત ને પુછયુ. “.તારી વિરાટ સમૃદ્ધિમાં સૌથી શ્રેષ્ઠ તત્વ કયુ? ..”
કુદરત બોલી…”કરુણા, પ્રેમ , અને વાત્સલ્ય નું નિતાંત વહેતું ..મીઠું ..મધુરું ઝરણું..!”
💥”ગુરુ” તત્વથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કશું જ નથી…!
💠અનંતા ભવે જયારે જન્મોજન્મ ના ઋણાનુબંધ ઉદય મા આવે અને અનંતા પુણ્ય નો ઉદય થાય ..ત્યારે ગુરુ તત્વની અનુભૂતિ થાય છે !
સદગુરુ એ હોય કે જે કોઇના ના બને, ને છતા બધા ના હોય. ..
જો તે કોઇના બને , તો બીજાને
અન્યાય કરે.., પણ સદગુરુ કોઇ ને અન્યાય ના કરે. ..!
એ તો સમાનતા નો અનુભવ કરાવે. .
અને એ સમાનતા અનુભવ્યા બાદ વ્યક્તિ સ્થિર અને શાંત બને
.અને ગુરુ કોઇને વધુ સીંચે. ..તો ઓછું…!એ જે તે આત્માના ગુણો અને યોગ્યતા અનુસાર…પોષે છે…!
સર્વ પ્રત્યે એકસરખી લાગણી. .
🔔ને એ સદગુરુ આપણા અંત ને તો અવશ્ય સુધારે…પણ અંત પછી ના અનંત ને’ય સુધારે…!
🍂🍂🍂🍂🍂
🔔જીવન ના અંધકાર હટાવવા સમર્થ જો કોઇ હોય ..તો તે ગુરુ જ છે…ગુરુ પરત્વે ની આસ્થા. .એ માર્ગ ભુલેલાને રસ્તે ચઢાવે છે…!
આપણે પણ
માર્ગભુલેલા..
માર્ગ ભટકેલાં. ..
જ છીએ ને ?
તો ચાલો આરાધીએ. .
શાશ્વતી ઓળીના ત્રીજા દિવસે. .
ત્રીજું પદ .. નમો આયરિયાણં !
ને
પ્રભુ પાસે પ્રાર્થીએ , કે આપ જેમ ગુરુ ગૌતમસ્વામી ના ગુરુ બન્યાં..તેમ અમને પણ આપ જેવાં ગુરુ ની પ્રાપ્તિ થાય. ..!
➖➖➖➖➖➖➖➖➖
આચાર્ય ભગવંત એટલે…
કર્મ સામે જે સતત ઝઝુમે તે આચાર્ય ભગવંત…
પાપમય સંસારથી જે મુક્ત બનાવે તે આચાર્ય ભગવંત…
જેમની આરાધનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે તે આચાર્ય ભગવંત…
પંચપરમેષ્ઠીમાં સૌથી વચ્ચે જે બિરાજી રહ્યાં છે તે આચાર્ય ભગવંત…
જે આપણા જીવનને સરળ કરે છે તે છે આચાર્ય ભગવંત…
જેમના ધ્યાનથી મોહનો નાશ થાય છે તે છે આચાર્ય ભગવંત…
કડક આચારપાલનના આગ્રહી આચાર્ય ભગવંત જગતને સદાચારના પાલનનો સંદેશ આપતા કહે છે કે –
જીવનમાં સાત વ્યસનના અનાચારો દૂર કરવા જોઈએ અને તેનાથી બચવા માટે કુસંગથી સદા દૂર રહેવું જોઈએ..
પાંચ આચારના પાલનથી પવિત્ર, સિદ્ધાંતની શુદ્ધ દેશના આપનારા, સાચા પરોપકારમાં નિશદિન તત્પર એવા શ્રી આચાર્ય ભગવંતનું ત્રીજા પદમાં હું ધ્યાન ધરું છું…🙏
➖➖➖➖➖➖➖➖➖
નમો આયરિયાણં …
આજે..એ ગુરુઓને વંદના કરીએ…
🌸એક ગુરુદેવ …કે જેમણે …નાસ્તિક પ્રદેશીરાજા ને ધર્મ પમાડી. .. ને મુકિત માર્ગ પર લઇ ગયાં…
પુ. શ્રી કેશી ગણધર ભગવંત … 🙏🏻
🍂🍂🍂🍂🍂🍂🍂
🌸 એક ગુરુદેવ. .કે જેમણે…
અકબર ને પ્રતિબોધી ને અહિંસક.. બનાવી….અને .અમારિપ્રવર્તન કરાવ્યુ..ને જૈનધર્મી બનાવ્યો..મુક્તિ માર્ગ સમજાવ્યો…!
શ્રી હીરસુરીશ્વરજી મહારાજ ..🙏🏻
🍂🍂🍂🍂🍂🍂🍂🍂
🌸અને એક ગુરુદેવ.. એ..કે જેમણે…
કુમારપાલ મહારાજા …ને ધર્મ માર્ગ ..બતાવી..ખુબ ખુબ જૈન ધર્મ નો ફેલાવો કરાવ્યો.. .મોક્ષ સુધી પહોંચાડયા. …
શ્રી હેમચંદ્રાચાર્ય જી મહારાજ
🍂🍂🍂🍂🍂🍂🍂
💦💦💦💦💦
જૈનશાસનમાં . આવા તો કૈ’કેટલાયે ગુરુ ભગવંતો છે…જેમણે ..
અનંતા આત્મા ઓ ને તાર્યા. ..
મુક્તિ પદે બિરાજમાન કર્યા. …
વંદના આવા ગુરુદેવો ને..
કે , જેઓ..આ ભવનો અંત તો સુધારે…પણ અંત ના ‘યે અનંત ને સુધારે.. .
વંદના…એ આચાર્ય ભગવંતો ને …💧
મને પણ તારજો …ગુરુદેવ. … 🙏🏻
💦🙏🏻🙏🏻🙏🏻 💦
🍁 નમો આયરિયાણં.. 🍁
▪️ તીર્થંકરની તુલના ન થાય, તો તીર્થંકર જોડે કોઈની સરખામણી તો ક્યાંથી થાય! પણ.. સંબોધ પ્રકરણમાં 1444 ગ્રંથના રચયિતા ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ 9 વાર 9 ઉપમા આપી જેને તીર્થંકર સાથે સરખાવ્યા છે, એ છે પૂજ્ય આચાર્ય ભગવંતો!
▪️ પ્રભુની સાથે જેની તુલના કરાઈ છે, એમની આરાધનાનો આજે દિવસ છે. નવપદજીની ઓળીનો આજે ત્રીજો દિવસ છે. તીર્થંકરના અભાવમાં તીર્થંકર સમાન જેને કહ્યા છે, એને તીર્થંકર સમાન આપણે માનવા. જે સંઘ આચાર્ય ભગવંતના અનુશાસનમાં ન હોય તેને સંઘ મનાય નહિ.
▪️ સંઘની વ્યાખ્યા કરતા શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે, “सायरियो संघो” – સંઘ હંમેશા આચાર્યયુક્ત જ હોય, એટલે કે આચાર્ય ભગવંતને માથે રાખનારો હોય. જૈનશાસનમાં કોઈપણ ક્રિયા કરવી હોય તો’ય આચાર્ય મહારાજાની આજ્ઞા લેવી અનિવાર્ય છે. સામાયિક આદિ લેવી હોય તો’ય સ્થાપનાચાર્યની સામે આદેશ માંગીને જ લેવાય.
▪️ પંચિદિય સૂત્ર એ આચાર્ય ભગવંતના ગુણોને અભિવ્યક્ત કરતું સૂત્ર છે. “ગચ્છાચાર પયન્ના” નામના આગમસૂત્રમાં તો સ્પષ્ટ લખ્યું છે કે, “तित्थयर समो सूरि” – આચાર્ય ભગવંત તીર્થંકર સમાન છે. આચાર્ય ભગવંતની સેવા ત્રીજે ભવે મોક્ષ આપે એવી મહાન છે, તો એમની આશાતના મોક્ષે જતા અટકાવે જ. રે! એમની અપ્રસન્નતા બોધિ બાળી નાખે ને મોક્ષ ન થવા દે.
▪️ દશવૈકાલિક સૂત્રના 9માં અધ્યયનમાં સ્પષ્ટ શબ્દો છે, “अबोहि आसायण नत्थि मोक्खो” – પ્રભુ તો શાસન સ્થાપે, પણ.. એ શાસનને અવિચ્છિન્નપણે આપણા સુધી લાવનારા જો કોઈ હોય તો એ ગુરુજનો જ છે. કેવા હતા આપણા પૂર્વકાલીન આચાર્ય ભગવંતો? આપણા તપાગચ્છના પ્રથમ આચાર્ય, જેમના નામે આ તપાગચ્છ બન્યો તે પૂ.આ. શ્રી જગચ્ચંદ્રસૂરીશ્વરજી મ., જેમણે જીવનભર માટે આયંબિલનો તપ કર્યો.
▪️ આ.યશોભદ્રસૂરિ મ.એ જીવનભર માટે 6 વિગઈનો ત્યાગ કર્યો. પૂ. દાદાગુરુદેવ પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. 77 વર્ષની ઉંમરે આગમસૂત્ર ઉત્તરાધ્યયન કંઠસ્થ કરે. પંચપરમેષ્ઠિમાં મધ્યસ્થાને બિરાજમાન છે આચાર્ય ભગવંતો! અરિહંતે સ્થાપેલા શાસનને આપણા સુધી લાવનારા છે પૂ. આચાર્ય ભગવંતો!
▪️ વીશસ્થાનકની પૂજામાં તો પૂ.આ. શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મ. એ લખ્યું છે કે, ભાવાચાર્યના દર્શનથી સુધર્માસ્વામિજી ને જંબુસ્વામિજીના દર્શન-વંદનનો લાભ મળે છે. આ નવપદ ઓળીમાં મહિમાવંતો શ્રીપાળરાજાનો રાસ પ્રાયઃ સર્વત્ર વંચાય, એ શ્રીપાળ-મયણાનો ઉધ્ધાર કરનારા હતા પૂ.આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.!
▪️ જેમણે મયણા-શ્રીપાળના કલ્યાણ માટે એમને સિધ્ધચક્ર યંત્ર આરાધના વિધિ બતાવી. અત્યારે ચાલતી સિદ્ધચક્રની આરાધના એ આચાર્ય ભગવંતનો જ ઉપકાર છે. આચાર્ય ભગવંતની અસીમ કરૂણાએ કોઢીયાને કંચનવર્ણો બનાવી દીધો.
▪️ જેમણે અઢાર દેશની અંદર અહિંસાનું પાલન કરાવ્યું ને અકબર જેવા મુસ્લિમને’ય Non-Veg ખાતા અટકાવ્યો, એ પણ હતા પૂ.આચાર્ય ભગવંત! જંગમ તીર્થ એવા આચાર્ય ભગવંતની આરાધનાના દિવસે આપણે જે-જે આચાર્ય ભગવંતને ઓળખતા હોઈએ, એ સર્વને નજર સમક્ષ લાવીએ. ને જે પણ આપણા ઉપકારી હોય એમનું વિશેષ સ્મરણ ને વંદન કરીએ.
▪️ આચાર્ય ભગવંતો 36 ગુણના ધારક હોય છે. તેઓ પીતવર્ણે દીપે છે. એ પોતે તો ત્રીજે ભવે મોક્ષે જાય, પણ.. એમની સેવા કરનારા શ્રમણ કે સંઘ પણ ત્રીજા ભવે મોક્ષે જાય છે. અને આ ઓળીની આરાધના શ્રીપાલ-મયણાને બતાવનારા પણ આચાર્ય ભગવંત જ હતા.
▪️ એ કેવા સત્વમૂર્તિ ને સંયમમૂર્તિ હતા કે એમની બતાવેલી આરાધનાથી શ્રીપાલનો તો કોઢ ગયો, પણ.. આજે લાખો વરસ થવા છતા’ય એ ઓળીનો પ્રભાવ એ જ મહિમાવંતો છે ને ગુંજતો છે ને આજે’ય એટલો જ Powerful છે.
છેલ્લે, તીર્થંકરના સ્વરૂપ જેવા, ગણધરના રૂપ જેવા ને જિનશાસનના ભૂપ જેવા પૂ.આચાર્ય ભગવંતોના ચરણે આજના આચાર્યપદ દિને અનંત-અનંત વંદના!!! આચાર્ય ભગવંતમાં સામાન્યતઃ મુખ્ય ચાર ગુણો હોય છે. ૧.ગીતાર્થતા ૨. સંવિગ્નતા. ૩. સૂક્ષ્મની તાકાતનું સ્વામિત્વ. ૪.શાસનપ્રભાવક પુણ્યશાલિતા..
નમસ્કાર પદ સ્તવના
🪷🪷🪷🪷🪷
મહામંત્ર શિરોમણી, ચૌદ પૂરવનો સાર.
પાતિક હરે ભવકરોડના, પ્રણમો શ્રી નવકાર
🌺🌺🌺🌺🌺
૩જુ પદ “નમો આયરિયાણં”
(અક્ષર-૭ દુહા-૭)
૧૩ ત્રીજે પદે આચાર્યજી, શાસનદીપક સાર;
અરિહંત જિન અભાવમાં, તત્વ પ્રકાશનકાર, મહામંત્ર શિરોમણી૦ ૧
૧૪ દર્શન-જ્ઞાન ચારિત્રનાં, આચાર ને તપાચા૨;
વીર્યાચાર આચારને, પાળે પલાવે ઉદ્દાર. મહામંત્ર શિરોમણી૦ ૨
૧૫ છત્રીશ ગુણુથી જે ભર્યો, શાસનના શણગાર;
શાસનરક્ષા પ્રચાર કરતા, નાયક જે નિરધાર.મહામંત્ર શિરોમણી૦ ૩
૧૬ ત્રીજે પદે નવકારમાં, આચાર્ય શોભનાર;
જ્ઞાતા શાસન ધર્મના, રહશ્ય તણા સુખકાર, મહામંત્ર શિરોમણી૦ ૪
૧૭ ધ્યાતા સૂરિમંત્રનાં, પંચ પીઠ સંયુક્ત;
રાજા સમ સૂરિરાજજી, હોયે ભવથી મુક્ત. મહામંત્ર શિરોમણી૦ ૫
૧૮ નમો આયરિયાણં જપો, જાપ છે સુખ નિદાન;
પીત વર્ણથી ધ્યાઈએ, પામીએ શાશ્વત સ્થાન. મહામંત્ર શિરોમણી૦ ૬
૧૯ છત્રીશ છત્રીશીઓ ભલી, આચાર્ય ગુણની ખાણ;
આરાધના એ પદની જાણો, દાયક પદ નિર્વાણ. મહામંત્ર શિરોમણી૦ ૭
🌺🌺🌺🌺🌺
આચાર્ય વંદના
➖➖➖➖➖➖➖➖
પરમેષ્ઠિના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતા
છત્રીસ ગુણોને ધારતા ષડ્ શત્રુગણ નિવારતા
વહેતા વ્રતોના ભારને કરતા સ્વ-પરની સારણા
આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૧)
ધૂરિ જે જિનશાસન તણા દેતા મધુરી દેશના
પ્રતિબોધતા ભવિ લોકને જે ભાવતા શુભ ભાવના
શાસન પ્રભાવક જે કહ્યા નેતા ચતુર્વિધ સંઘના
આચાર્યના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના ….(૨)
ગીતાર્થતા જેને વરી વ્યવહાર કુશળતા ભરી
ભાખ્યા જે તીર્થંકર સમાં શાસ્ત્રોતણા જ્ઞાનેશ્વરી
જયકાર શાશનનો કરે પાલક સદા જિનઆણના
આચાર્યના શુભ યરણમાં કરૂં ભાવથી હું વંદના …(૩)
જ્ઞાનાંદિ પંચાચાર જે પાળે પળાવે હેતથી
સાધુ તથા સમુદયનુ કરે યોગ-ક્ષેમ વિવેકથી
તોલીને લાભ લાભ જે રક્ષક બને શ્રી સંઘના
આચાર્યના શુભ યરણમાં કરૂં ભાવથી હું વંદના …(૪)
💥 તિત્થયર સમો સૂરિ…
➖➖➖➖➖➖➖➖➖
(૧) આચાર્ય ભગવંતનો વિશિષ્ટ ગુણ કયો છે ?
➡️ આચારપાલન
(૨) આચાર્ય ભગવંતના શિરે શેની ચિંતા હોય ?
➡️ શાસન
(૩) કયા સૂત્રમાં આચાર્યના ગુણ બતાવ્યા છે ?
➡️ પંચિંદિય
(૪) આચાર્ય પદની આરાધનામાં કેટલા સાથિયા કરાય?
➡️ ૩૬
(૫) કલિકાલસર્વજ્ઞ તરીકે કયા સૂરિજી ઓળખાતા ?
➡️ હેમચંદ્રસૂરિજી
(૬) રોજની ૧૦૦૦ ગાથા કયા સૂરિજી ગોખતા ?
➡️ બપ્પભટ્ટસૂરિજી
(૭) ‘સવાઈ હીરલા’નું બિરૂદ કયા સૂરિજીને મળ્યું ?
➡️ સેનસૂરિજી
(૮) ‘જગદ્દગુરૂ’ તરીકેની ખ્યાતિ કયા સૂરિજીને મળી ?
➡️ હીરસૂરિજી
(૯) ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિજી ?
➡️ હરિભદ્રસૂરિજી
(૧૦) સિદ્ધચક્ર યંત્રનો ઉદ્ધાર કરનાર સૂરિજી ?
➡️ મુનિચંદ્રસૂરિજી
(૧૧) કયા સૂરિજી પાસે તાવ ઉતારવાનો મંત્ર હતો?
➡️ માનદેવસૂરિજી
(૧૨) ભક્તામર સ્તોત્રના રચયિતા સૂરિજી ?
➡️ માનતુંગસૂરિજી
(૧૩) ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય મ. શેના સમાન ?
➡️ તીર્થંકર
(૧૪) રત્નાકર પચ્ચીશીની રચના કરનાર ?
➡️ રત્નાકરસૂરિજી
(૧૫) કચ્છવાગડ દેશોદ્ધારક સૂરિજી ?
➡️ કનકસૂરિજી
(૧૬) અધ્યાત્મયોગીજી સૂરિજી ?
➡️ કલાપૂર્ણસૂરિજી
(૧૭) કલ્યાણમંદીર સ્તોત્ર રચયિતા ?
➡️ સિદ્ધસેન દિવાકરસૂરિજી
(૧૮) ‘સંસ્કાર શિબિર’ના આદ્ય પ્રણેતા ?
➡️ ભુવનભાનુસૂરિજી
(૧૯) ‘શાસનસમ્રાટ’ની ખ્યાતિ પ્રાપક ?
➡️ નેમિસૂરિજી
(૨૦) કયા સૂરિજીએ ૧૦૦+૧૦૦+૮૭ ઓળી કરી ?
➡️ રાજતિલકસૂરિજી
(૨૧) ‘આગમોદ્ધારક’ના બિરૂદથી ઓળખાતા સૂરિજી કોણ ?
➡️ આનંદસાગરસૂરિજી
(૨૨) ‘વ્યાખ્યાન વાચસ્પતિ’ના બિરૂદથી ઓળખાતા સૂરિજી કોણ ?
➡️ રામચન્દ્રસૂરિજી
(૨૩) ‘માલવભૂષણ’ના બિરૂદથી પ્રખ્યાત સૂરિજી કોણ ?
➡️ નવરત્નસાગરસૂરિજી
(૨૪) ‘સરસ્વતીલબ્ધપ્રસાદ’ તરીકે પ્રસિદ્ધ સૂરિજી કોણ ?
➡️ રત્નસુંદરસૂરિજી
(૨૫) ‘યુવાહૃદયસમ્રાટ’થી કયા સૂરિજી ઓળખાતા હતા?
➡️ હેમરત્નસૂરિજી
(૨૬) ૮૪ શિષ્યોને એક સાથે આચાર્ય પદવી આપનારા સૂરિવર ?
➡️ ઉદ્યોતનસૂરિજી
(૨૭) પોતાના ગુરુને ૧૦૮ હાથ પ્રમાણ પત્ર લખનારા સૂરિજી ?
➡️ મુનિસુંદરસૂરિજી
(૨૮) પગે ઔષધીનો લેપ કરી આકાશમાં ઉડી પાંચ તીર્થોની યાત્રા કરનારા ?
➡️ પાદલિપ્તસૂરિજી
(૨૯) કામના કાદવમાં રહેવા છતાં નિર્વિકારીતા પામેલ કમળ સમા ?
➡️ સ્થુલિભદ્રજી
(૩૦) દીક્ષાના દિવસથી જ છ વિગઈનો ત્યાગ કરનારા સૂરિજી ?
➡️ શીલભદ્રસૂરિજી
(૩૧) ઈન્દ્રને નિગોદનું સ્વરૂપ કહેનારા સૂરિજી ?
➡️ આર્યરક્ષિતસૂરિજી
(૩૨) ૪ લાખ જિનબિંબોની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરનારા સૂરિવર ?
➡️ વિજયસેનસૂરિજી
(૩૩) ૮૪ વાદીઓ સામે વિજય મેળવનારા સૂરિદેવ ?
➡️ વાદિદેવસૂરિજી
(૩૪) શંખેશ્વરના ધ્યાને કાળ કરી તીર્થના અધિષ્ઠાયક બનનારા ?
➡️ વર્ધમાનસૂરિજી
(૩૫) પૂર્વભવે પુંડરિક કંડરિક’ અધ્યયનનો ૫૦૦ વાર સ્વાધ્યાય કરનારા ?
➡️ વજ્રસ્વામીજી
(૩૬) વેશ્યાના મુખે ‘દશમા તમે’ વાક્ય સાંભળી પુનઃ દીક્ષા લેનાર ?
➡️ નંદિષેણજી
(૩૭) દેવકીને છેલ્લી માં બનાવવાના વચનને સિદ્ધ કરનારા ?
➡️ ગજસુકુમાલમુનિજી
(૩૮) જેમના દર્શન માત્રથી ૫૦૦ ચોરો સંયમી બન્યા ?
➡️ કપિલ કેવલી
(૩૯) પાપના પાતાળે ગયેલા મનને મોક્ષની મંઝીલ સુધી પહોંચાડનાર ?
➡️ પ્રસન્નચંદ્રજી
(૪૦) પોતાની અનાથતાને જાણી નાથ બનવા સંયમ લેનાર ?
➡️ અનાથિમુનિ
(૪૧) યક્ષને બળદ બનાવી અષ્ટાપદની યાત્રા કરનાર સૂરિદેવ ?
➡️ વીરસૂરિજી
(૪૨) હિંસક એવા રાજા અકબરને અહિંસક બનાવનાર જગદ્દગુરુ ?
➡️ હીરસૂરિજી
(૪૩) શ્રીપાલ-મયણાને સિદ્ધચક્રને આરાધના બતાવનારા સૂરિજી ?
➡️ મુનિચંદ્રસૂરિજી
(૪૪) સાધ્વીજીના શીલની રક્ષા માટે ગર્દભિલ્લ રાજા સામે યુદ્ધ કરનાર ?
➡️ કાલકસૂરિજી
(૪૫) ૮૪ પ્રકારના વાદોમાં જીત મેળવનાર વનવાસી ગચ્છના આચાર્યશ્રી ?
➡️ પ્રદ્યુમ્નસૂરિજી
(૪૬) સાત યક્ષને શંખેશ્વર તીર્થે ક્યા સૂરિજીએ પ્રતિબોધ કર્યા ?
➡️ પરમદેવસૂરિજી
(૪૭)’કર્મસાહિત્ય નિપૂણમતિ’ તરીકે પ્રખ્યાત આચાર્ય ભગવંતશ્રી ?
➡️ પ્રેમસૂરિજી
(૪૮)‘પંજાબ કેશરી’ ના બિરૂદથી પંકાયેલા જૈનાચાર્ય ?
➡️ વલ્લભસૂરિજી
(૪૯) “બાપજી મહારાજ” ના હુલામણા નામથી પ્રસિદ્ધ સંયમૈકલક્ષીસૂરિજી?
➡️ સિદ્ધિસૂરિજી
(૫૦) ‘તીર્થોદ્ધારક’ ના બિરૂદથી ઓળખાતા પૂજ્ય આચાર્યશ્રી ?
➡️ નીતિસૂરિજી
(૫૧) વર્તમાનમાં કયા આચાર્યશ્રીને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો ?
➡️ રત્નસુંદરસૂરિજી
⭕ ચોથો દિવસ ⭕
🔸પદ :- શ્રી ઉપાધ્યાય પદ
🔸જાપ :- ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- લીલો….એક ધાન્યનું આયંબિલ તે મગનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૨૫ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૨૫
🔸ખમાસમણ :- ૨૫
🔸પ્રદક્ષિણા :- ૨૫
➖➖➖➖➖➖➖➖➖
આ છે ઉપાધ્યાય અમારા…..🌹
➖➖➖➖➖➖➖➖➖
નમો ઉવજ્ઝાયાણં
25 ગુણો ના ધારક….!
લીલા વર્ણ વાળા…!
વિનય ગુણ ને ધારણ કરનારા..!
સંયમીઓ ની માતા બની ને , યોગ -ક્ષેમ ના કાર્ય મા સતત રત….!
સંયમ જીવન ટકાવવાના અને આગળ વધારવાના
સુત્રો રૂપી માળા દ્વારા જીનશાસન ના અર્ક ને સંગ્રહ કરનાર….આગળ વધારનાર…સુત્ર દાતા…..!
આચાર્ય ભગવંત જીનશાસન ના રાજા છે,તો ઉપાધ્યાય ભગવંત એ રાજા પાસે મંત્રી છે…!
જીનશાસન પર આવતા ભય આક્રમણ ને રાજા દુર કરે છે તો,ઉપાધ્યાય ભગવંત અંતર આક્રમણ ને દુર કરે છે….!
બેલગામ બનેલા મન ઇંદ્રીય ના ઘોડા ને કાબુ મા રાખનાર…રખાવનાર…શ્રેષ્ઠ સારથી છે….!
તમામ ઉપાધ્યાય ભગવંતો ને કોટી કોટી વંદના…!
ઉપાધ્યાય પદ નો આયંબિલ નો ચોથો દિવસ મંગલમય હો..!
➖➖➖➖➖➖➖➖➖
🟩 🟢 શ્રી ઉપાધ્યાય પદના 25 ગુણો🟢🟩
🟢 1) શ્રી આચરંગ સૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 2) શ્રી સૂત્રકૃતાંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 3) શ્રી સ્થાનંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 4) શ્રી સમવાયંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 5) શ્રી ભગવતી સૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 6) શ્રી જ્ઞાનધર્મકથાંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 7) શ્રી ઉપાસક્ષાંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 8) શ્રી અંતાક્રિદશાંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 9) શ્રી અનુત્તરોપતિકાદ શૃંગસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 10) શ્રી પ્રશ્નવ્યકરણ સૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 11) શ્રી વિપક્ષસૂત્ર – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 12) શ્રી ઉત્પદપૂર્વ- પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 13) શ્રી અગ્રાયણિયાપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 14) શ્રી વીર્યપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 15) શ્રી અસ્તિપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 16) શ્રી જ્ઞાનપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 17) શ્રી સત્યપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 18) શ્રી આત્મપ્રવદ પૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 19) શ્રી કર્મપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 20) શ્રી પ્રત્યાખ્યાન પ્રવદપૂર્વ, – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 21) શ્રીવિદ્યાપ્રવદપૂર્વ- પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 22) શ્રી કલ્યાણપ્રવદપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 23) શ્રી પ્રણવયપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 24) શ્રી ક્રિયાવિશાલપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
🟢 25) શ્રી લોકબિન્દુસરપૂર્વ – પઠનપાઠણગુણ યુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ
➖➖➖➖➖➖➖➖➖
નમો ઉવજ્ઝાયાણં…
☘જ્ઞાન એ અમુલ્ય છે…જ્ઞાન વિના ની ક્રિયા એ ..કશી કિંમત વિનાની ક્રિયા છે…!
☘ને આ વાત એ ઉપાધ્યાય પદ સમજાવે છે…!
☘ઉપાધ્યાય. . જેમના મન..અને આત્મા. .ના દરેક પ્રદેશ માં..શાસ્ત્રો નું જ્ઞાન રમતું હોય …!
અને એ શાસ્ત્રનાં જ્ઞાન ના અનુરૂપ પોતાનાં સ્વભાવ ને ઢાળી લીધો હોય…
☘અને પ્રભુ વાણી પ્રત્યે. .અતૂટ શ્રધ્ધા. ..કે , જે શ્રધ્ધા ને કોઇ ડગમગાવી ન શકે…!
☘તેઓ આત્મા ને લક્ષમાં રાખતાં હોવાથી…તેમની સ્મરણશકિત ઉત્કૃષ્ટ કક્ષા ની હોય છે. ..!
☘તેઓ સતત જ્ઞાન -ધ્યાન માં લીન હોય છે. ..!
તેઓ વિતરાગ ની વાણી ને…
જ્ઞાન ધારા ને….
અધ્યાત્મ તત્વને અખંડ અવિરત રાખે છે. …!
💦💦💦💦💦
☘શ્રી ઉપાધ્યાય ભગવંતો ના ૨૫ ગુણો હોય છે…!
૧૧ અંગ..અને
૧૨ ઉપાંગ ના ધારક.. હોય છે…!
🍃🍃🍃🍃🍃
☘ઉપાધ્યાય પદ એ જ્ઞાન નું પ્રતિક છે…
જ્ઞાનની આરાધના ..માટે ઉપાધ્યાય પદની આરાધના જરુરી છે. ..
અને..
આત્મજ્ઞાન નો પ્રકાશ ..જો મેળવવો હોય …તો ચાલો આરાધીએ. ..
☘શાશ્વતી ઓળીના ચોથા દિવસે. ..શ્રી ઉપાધ્યાય પદને…
💦💦💦💦💦
ઉપાધ્યાય જી…પોતે ૧૧ અંગ અને ..૧૨ ઉપાંગ ને ધારણ કરી. ..
તેનો અભ્યાસ – સ્વાધ્યાય પોતે કરે છે, તેમજ શિષ્યો ને પોતે ભણાવે છે. .!
આવા ૨૫ ગુણોથી સુશોભિત. ..
ઉપાધ્યાય ભગવંત ..
વંદનીય છે. .!
અભિનંદનીય છે. ..!
💫💫💫💫💫
આજના યુગમાં. ..
પાશ્ચાત્ય યુગમાં…
ટેલીવિઝન ના યુગમાં…
તથા ..
અનુકરણ ની આંધળી દોટમાં..
સાચો અભ્યાસ. ..
સંસ્કૃતિ તથા સભ્યતા. .
ભુલાયા છે…!
અને ..
આત્મલક્ષી ભણતર ભુલાયા છે. …!
જો એ પણ સાથે કરવામાં આવે તો…સ્મરણશકિત ..તીવ્ર બને છે..!
તો સ્મરણશકિત તીવ્ર બનાવવા. .
ચાલો આરાધીએ જ્ઞાન ની આરાધનાના એક પદ. .ઉપાધ્યાય પદને…
અને દુર કરીએ…
અજ્ઞાન ના અંધકાર ને. ..
ને….પ્રગટાવીએ. . જીવનમાં જ્ઞાન નો દિપક. ..!
💫💫💫💫💫
🌷નમો ઉવજ્ઝાયાણં 🌷
ઉપાદયાય પદની આરાધના નિમિતે સંકલ્પો
➖➖➖➖➖➖➖➖➖
ઉપાદયાય ભગવંત ભણે અને ભણાવે છે માટે ગુરુ કહેવાય…માટે
(૧) જીવનમાં એક ગુરુ અવશ્ય રાખીશ…
(૨) જેના માથે ગુરુ નથી એ નગુરો કહેવાય…
(૩) ગુરુ ભગવંતની સેવાથી વિનય આવે..જ્ઞાન ચઢે…વિઘ્ન દૂર થાય..
(૪) ગુરુ બે જણને ન હોય,એક તીર્થંકર ભગવંતને…અને બીજા સંસારમાં જેને ઘણા સમય સુધી રખડવાનું હોય એને…
(૫) જીવનમાં કોઈ પણ કાર્ય મારા ગુરુને પૂછીને જ કરીશ…
(૬) મારું જીવન મારા ગુરુદેવને સમર્પિત બને એવો પ્રયત્ન કરીશ…
(૭) મારા ઉપકારી ગુરુભગવંતને દિવસમાં એક વાર અવશ્ય યાદ કરીશ…
(૮) ગુરુદેવના ઉપદેશનો અમલ કરીને ધર્મના સંસ્કારો દ્રઢ કરવા કોશિષ કરીશ…
(૯) સંયમ અને સંયમી આત્માઓ માટે હૃદયમાં પૂજ્યભાવ રાખીશ…
ઉપાધ્યાય પદ
➖➖➖➖➖➖➖➖➖
વર્ષો પહેલા બનેલી એક સત્યઘટના. ના.. ના.. દુર્ઘટના!
▪️ એ સમયે જૈન માત્રની આસ્થાના કેન્દ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિને એક અભિમાની, લાલચુ ને નઠારા ઠાકુરે એક લોખંડના પટારામાં મૂકીને પટારાને ખંભાતી તાળા મારી દીધા, જેથી કોઈ દાદાના દર્શન ન કરી શકે. ને જેને કરવા હોય તે ઠાકુરને રીઝવે ને રૂપિયા ગજવે દે તેને જ ઠાકુર દર્શન કરાવે, બાકીનાને દર્શન સદંતર બંધ.
▪️ ઘણો સમય આ રીતે પસાર થયો. સાધુ-સાધ્વીજીને તો દર્શન ઔર દુર્લભ થયા. ઘણાએ ઠાકુરને સમજાવ્યા, નૈવેદ્ય ધર્યા. પણ.. અભિમાની એ એકનો બે ન થયો. ભારતભરમાં દાદાના ભક્તો ઉદાસ હતા. એમાં એક દિવસ એક ઓલીયા આત્મજ્ઞાની ને પ્રભુના અનોખા ભક્ત સંત આવ્યા.
▪️ એમણે ઠાકુરને કહ્યું, “અમને દાદાના દર્શન કરાવો.” ખબર નહિં તે દિવસે ઠાકુરના ભેજામાં શું ભરાયું હશે કે એણે ધરાર ઘસીને ના પાડી દીધી. આ પ્રભાવિક ને ભાવિક સંતે કહ્યું, “ભાઈ! દૂરથી આવ્યા છીએ. દાદાનો પટારો ખોલ.” પણ.. નઠારો ઠાકુર ન માન્યો.
▪️ ને ઓલીયા સંતનો, અલખના મહાસંતનો આત્મા ઉકળી નહિં, પણ.. કકળી ઉઠ્યો અને એમની પ્રભુદર્શનની પીડાના પારાવારમાં ભરતી ચડી. ને વ્યાકુળતાનો વિસ્ફોટ થયો. એમના આત્માના પ્રદેશે પ્રદેશથી પ્રભુમિલનનો અંતર્નાદ પ્રગટ્યો. ને એ અંતર્નાદે જે-જે શબ્દો ધર્યા એ આજે’ય લાખો જૈનોના કંઠે ગવાતા રહે છે. એ પટારા પાસે ઊભા રહ્યા ને ખુમારીએ અવતાર લીધો. એ બોલ્યા,
પાર્શ્વ શંખેશ્વરા, સાર કર સેવકા,
દેવકા એવડી વાર લાગે;
પ્રગટ થા પાસજી, મેલી પડદો પરે,
ઠાકુરા ચાકુરા માન માંગે.
▪️ ને અંતઃસ્થલથી પ્રગટ થયેલા આ પાતાલ ઝરણાએ બ્રહ્માંડને હલાવી દીધું ને વિસ્ફોટ નહિ પણ સ્ફોટ થયો. ને આંખ મીંચીને ખોલીએ એટલા પલકારામાં તો મજબૂત પટારો.. જાણે મેરૂપર્વત હલ્યો હોય એમ હચમચી ગયો, ને.. એના બંધ દરવાજા ધડાક્ દઈને ખુલી ગયા. ને અંધારાને ભેદીને સૂર્યોદય થયો હોય એમ શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ દાદા પ્રગટ થયા!!!
▪️ ઠાકુર ધ્રુજી ગયો ને પછી તો સંતના પગ પૂજીને, ક્ષમા માંગી. ને એ દિવસે હિંદુસ્તાનમાં જ્યાં-જ્યાં સમાચાર પહોંચ્યા, ત્યાં-ત્યાં દીવા થયા ને દિવાળી પ્રગટી, વગર આસો માસે! સકલ સંઘને દાદાના લાખેણા દર્શન કરવાનારા એ અલખના યોગી હતા ઉપાધ્યાયજી મ.! અને એ ઉપાધ્યાયજીનું નામ હતું, ઉપા. શ્રી ઉદયરત્નવિજયજી મ.સા.!!!
▪️ આજે શાશ્વતી ઓળીનો ચોથો દિવસ છે, જે ઉપાધ્યાય પદની આરાધનાનો દિવસ છે. આપણે સહુ શંખેશ્વર દાદાના ભક્તો આજે ઉપાધ્યાય પદના દિવસે ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન વિ.મ.ને યાદ કરી એમને લાખ-લાખ વંદન કરીએ. ને કહીએ, “દાદાના દર્શન કરાવનારી આપની પરાભક્તિને અને શક્તિને અમારા લાખ-લાખ વંદન!!!”
▪️ શ્રી સિધ્ધચક્રજીની આરાધનાના ચોથા પદે બિરાજમાન ઉપાધ્યાયજી મહારાજને જૈનશાસનના યુવરાજ પદે સ્થાપ્યા છે. આચાર્ય ભગવંત રાજા છે, ને પિતા સમાન છે, તો ઉપાધ્યાયજી યુવરાજ સમા છે, ને માતાના સ્થાને છે. આચાર્ય ભગવંતનું શાસન હોય, ઉપાધ્યાયજી મહારાજની સંભાળ હોય.
▪️ જિનશાસનનું શિક્ષણકેન્દ્ર એનું બીજું નામ, ઉપાધ્યાયજી મ.સા! હાલતી ચાલતી, વિહાર કરતી Mobile University એટલે ઉપાધ્યાયજી મ.સા. યોગશતકમાં એવું લખ્યું છે કે, તીર્થમાં જઈને અભ્યાસ કરવો, ભણવું. એ તીર્થ એટલે શત્રુંજય મહાતીર્થ, ગિરનાર કે બીજા કોઈ તીર્થ નહિં, પણ.. ત્યાં સ્પષ્ટ ખુલાસો લખ્યો, એ તીર્થ એટલે ઉપાધ્યાય. એમની પાસે જઈ ભણવું. જૈન સંઘનું જ્ઞાનતીર્થ એટલે ઉપાધ્યાયજી મ.!
▪️ જિનશાસનના જ્ઞાનમાર્ગના અધિકારી એટલે ઉપાધ્યાયજી મ.સા.!!! જીનશાસનના ઇતિહાસમાં 400 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા થઈ ગયા, જેમને સરસ્વતી ‘માં’એ વરદાન આપ્યું હતું, ને કાશીના તમામ પંડિતોએ ઈતિહાસમાં પહેલીવાર ‘ન્યાયવિશારદ’નું બિરૂદ આપ્યું હતું, જેમણે સેંકડો ગ્રંથો બનાવ્યા’તા. રે! માત્ર નવ્યન્યાય પર 100 ગ્રંથો લખ્યા. એમની પ્રજ્ઞા, મેધા, ક્ષયોપશમ અદ્ભુત હતો. ને આ મહાપુરૂષ સમા ઉપાધ્યાયજી જૈનશાસનને મળ્યા એમાં કારણ હતું, ભક્તામર સ્તોત્ર.
▪️ આજથી 400 વર્ષ પૂર્વે સમૂહમાં પૂ.સાધુ ભગવંત ભક્તામર બોલતા. ભક્તામર પઠનની પ્રણાલિકા જૈનશાસનમાં સેંકડો વર્ષથી ચાલતી આવે છે. ઉપાધ્યાય સકલચંદ્રજી મહારાજે પ્રતિષ્ઠાકલ્પની રચના કરી. વર્તમાનમાં થતી અંજનશલાકા ને પ્રતિષ્ઠા આવા બધા ગ્રંથોને આધારિત છે.
▪️ ઇતિહાસ જોતા જણાય છે કે, ઉપાધ્યાય મહારાજે જિનશાસનને ખૂબ પ્રદાન કર્યું છે. શ્રીપાલ-મયણાનો રાસ.. એ બે ઉપાધ્યાયજી મ.સાની સંયુક્ત રચના છે. ઉપાધ્યાયજી યશોવિ.મહારાજે ઉપાધ્યાય વિનયવિ.મ.સા. ના કાળધર્મથી અધૂરો રહેલો આ રાસ પૂરો કર્યો હતો. ઉપાધ્યાય વિનયવિ.મહારાજ અડધે સુધી શ્રીપાલ-મયણા રાસ રચ્યો, એ શૈલી આખી તાત્ત્વિક રહી. જ્યારે બાકી રહ્યો તે ઉપા. યશોવિ.મહારાજે પૂરો કર્યો, જેની પ્રાસાદિક શૈલી રહી. પણ.. સોનામાં સુગંધ જેવી રચના બની.
▪️ આવા ઉપાધ્યાયજી મહારાજ 25 ગુણોના ધારક છે. લીલા વર્ણે બિરાજે છે. લીલો વર્ણ ગતિનો સંકેત છે. લીલી ધજા – Green Signal ગતિ આપે છે. ગતિનું પ્રતિક છે લીલો વર્ણ. જે ઠંડક પણ આપે. ઉપાધ્યાયજીનું લીલા વર્ણે ધ્યાન કરે તેને ચિત્તશાંતિ, સમાધિ ને પ્રસન્નતા મળે. આજે’ય આ બધુ મળી શકે છે.
આજે ચોથે દિવસે પ્રભુએ ખુદ જેમને 16-16 ઉપમા આપીને વર્ણવ્યા ને વખાણ્યા છે, એ ઉપાધ્યાયજી મહારાજાના ચરણે અનંત વંદન!!!
ઉપાધ્યાયજી વાચના આપે,
શિષ્યોની જડતાને કાપે,
સમકિતના દાતાર, જપીએ સાંજ-સવાર!
નમસ્કાર પદ સ્તવના
🪷🪷🪷🪷🪷
મહામંત્ર શિરોમણી, ચૌદ પૂરવનો સાર.
પાતિક હરે ભવકરોડના, પ્રણમો શ્રી નવકાર
🌺🌺🌺🌺🌺
૪થુ પદ “નમો ઉવજઝાયાણં”
(અક્ષર-૭ દુહા-૭)
૨૦ નમો ઉવજઝાયાણં જપો, ચોથે પદ સુખકાર;
લીલા વર્ણ વખાણીએ, ઉપાધ્યાય નિરધાર. મહામંત્ર શિરોમણી૦ ૧
૨૧ અંગ અગ્યાર તે જાણીએ, ઉપાંગ છે વળી બાર;
દશ પયન્ના મૂલ ચાર છે, છ છેદ શ્રીકાર. મહામંત્ર શિરોમણી૦ ૨
૨૨ નંદી અનુચોગ સૂત્ર છે, આગમ પીસ્તાલીશ;
ભણે ભણાવે શિષ્યને, પાઠક વર મુનીશ, મહામંત્ર શિરોમણી૦ ૩
૨૩ પચવીશ ગુણ જેમના કહ્યા, આતમને હિતકાર;
ધ્યાવો પાઠક પ્રવરને, આવે જ્ઞાન અપાર. મહામંત્ર શિરોમણી૦ ૪
૨૪ અજ્ઞાને પડયા જીવને, કરતા જે પ્રતિબોધ;
મોહથી મૂર્છિત જીવને, આપે બોધ અમોધ. મહામંત્ર શિરોમણી૦ ૫
૨૫ જડમતિ શિષ્યોને પણ, કેળવી આપે જ્ઞાન;
તત્ત્વામૃતનુ પાન કરાવી, કરતા જે સાવધાન. મહામંત્ર શિરોમણી૦ ૬
૨૬ યુવરાજ સમ ઉપાધ્યાયજી, નવિ સેવે પ્રમાદ;
વિનયમૂર્તિ વખાણીએ, પ્રકાશે આતમવાદ. મહામંત્ર શિરોમણી૦ ૭
🌺🌺🌺🌺🌺🌺
ઉપાધ્યાય વંદના
➖➖➖➖➖➖
શાસન તણા ઉધાનને લીલડુ નિત જે રાખતા
ચોથે પદે જે અલંકર્યા નિલ વરણ કાંતિ સુરાજતા
પોતે ભણે પરને ભણાવે ભંડાર ગુણ વિનય તમા
ઉપાધ્યાયના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૧)
શાસ્ત્રો તમા ગુઢાર્થભેદો બુદ્ધિબળથી ખોલતા
જે સારથી સમુદાયના સન્માર્ગને સંસ્થાપતા
અજ્ઞાનના અંધારપટ ઉલેચતા શિશુવૃદના
ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૨)
શાસન તણા સામ્રાજયના મહામંત્રીપદ પર રાજતા
જે પદ તણા સંસ્મરણથી મંદો સુપાવે પ્રાજ્ઞતા
ઉપયોગવંત પ્રધાન જયણા ભાવ ભીરુ પાપના
ઉપાધ્યાયના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(3)
જે ગુપ્તરત્ન નિધાન સમ પચ્ચીશ ગુણે કરી ઓપતા
મહાને ચલાવે પણ સૂરિની આણ કદીએ ન લોપતા
કરે સારણા ક’દી વારણા નિત ચોયણા પ્રતિચોયણા
ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના ..(૪)
💥 ઉપાઘ્યાય પદ વંદો…
➖➖➖➖➖➖➖➖➖
(૧) ઉપાધ્યાય ભગવંતના શિરે શેની ચિંતા હોય?
➡️ ગચ્છની
(૨) ઉપાધ્યાય પદનો વર્ણ કયો ?
➡️ લીલો
(૩) સિદ્ધચક્ર ગટ્ટામાં ઉપાધ્યાયજીનું સ્થાન ક્યાં ?
➡️ નીચે (પશ્ચિમે)
(૪) ઉપાધ્યાય પદની આરાધનામાં કેટલા ખમાસમણ હોય ?
➡️ ૨૫
(૫) ન્યાયવિશારદનું બિરૂદ કોણે મેળવ્યું ?
➡️ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.
(૬) સત્તરભેદી પૂજાની રચના કયા ઉપાધ્યાયજી ?
➡️ સકલચંદ્રજી મ.
(૭) ઉપાધ્યાયજી કેટલા અંગના જ્ઞાતા હોય?
➡️ અગિયાર
(८) ‘શ્રીપાળરાસ’ની રચના (શરૂ) કોણે કરી ?
➡️ વિનયવિજયજી મ.
(૯) ‘પાસ શંખેશ્વરા’ છંદની રચના કોણે કરી ?
➡️ ઉદયરત્નજી મ.
(૧૦) ઉપાધ્યાયજી શેની વાચના આપે ?
➡️ સૂત્રની
(૧૧) જૈનશાસનમાં ઉપાધ્યાયજીનું સ્થાન કોના જેવું?
➡️ યુવરાજ
(૧૨) ઉપાધ્યાયજીના કયા બે વિશિષ્ટ ગુણ છે ?
➡️ વિનય/જ્ઞાનદાન
(૧૩) શ્રીપાળરાસની પૂર્ણાહુતિ કોણે કરી?
➡️ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.
(૧૪) ક્ષમાપના કર્તવ્યમાં પર્યુષણમાં કયા ઉપાધ્યાયજીનું દ્રષ્ટાંત?
➡️ ધર્મસાગરજી મ.
(૧૫) ઉપાધ્યાયજી બીજા કયા નામથી ઓળખાય છે ?
➡️ વાચક/પાઠક
(૧૬) ઉપાધ્યાયની (પદ) આરાધના કયા ધાન્યથી?
➡️ મગ
(૧૭) તત્ત્વાર્થાધિગમ સૂત્રની રચના કયા ઉપાધ્યાય?
➡️ શ્રી ઉમાસ્વાતીજી
(૧૮) સત્તરભેદી પૂજાની રચના ઉપાધ્યાય એ કઈ ક્રિયામાં કરી ?
➡️ કાયોત્સર્ગ
(૧૯) ત્રણ વર્ષની વયે ૧૧ અંગ ભણનાર કોણ હતું ?
➡️ વજસ્વામીજી
(૨૦) ‘સિદ્ધારથના રે…’ સ્તવન રચયિતાના ગુરૂ?
➡️ કીર્તિવિજયજી
(૨૧) ઉપાધ્યાયજી પાસે ઘણું જ્ઞાન હોવાથી તેમને શું કહેવાય ?
➡️ બહુશ્રુત
(૨૨) પૂ.આ.ભુવનભાનુસૂરિજી મ.સા.ના સમુદાયમાં હાલે ઉપાધ્યાયજી કોણ છે ?
➡️ પૂ. વિમલસેન વિજયજી મ.
(૨૩) ઉપાધ્યાયજી કેટલા ઉપાંગના જ્ઞાતા હોય ?
➡️ બાર
(૨૪) વાગડ સમુદાયમાં પહેલા કોણ ઉપાધ્યાયજી હતા?
➡️ પૂ. પ્રીતિવિજયજી મ.
(૨૫) પશ્ચાત્ ક્રમથી નવપદના કેટલામાં પદે ઉપાધ્યાયજીનું સ્થાન છે?
➡️ છઠ્ઠા
(૨૬) ક્યા મહોપાધ્યાજીનું વચન ટંકશાળી કહેવાય છે ?
➡️ યશોવિજયજી
(૨૭) ક્યા ઉપાધ્યાયજી અકબરને ધર્મબોધ આપવા રહ્યા હતા ?
➡️ શાન્તિચન્દ્રજી
(૨૮) ઉપાધ્યાયજી કેટલા અંગના જ્ઞાતા હતા ?
➡️ અગિયાર
(૨૯) બારમા અંગનું નામ શું છે ? જેનો હાલ વિચ્છેદ થયેલ છે.
➡️ દ્રષ્ટિવાદ
(૩૦) ચૌદપૂર્વનો સમાવેશ ક્યા અંગમાં થાય છે ?
➡️ દ્રષ્ટિવાદ
(૩૧) મહો. યશોવિજયજી તો કલિકાલ શ્રુતકેવલી હતા આવું કોણે કહ્યું ?
➡️ માનવિજયજી
(૩૨) કોણે જહાંગીરની શાહજાદીનો ઇન્કાર કરી.. સંયમ નિર્મળ રાખ્યું ?
➡️ ઉ. સિદ્ધિચન્દ્રજી
⭕ પાંચમો દિવસ ⭕
🔸પદ :- શ્રી સાધુપદ
🔸જાપ :- ૐ હ્રીં નમો લોએ સવ્વસાહુણં.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- કાળો…એક ધાન્યનું આયંબિલ તે અડદનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૨૭ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૨૭
🔸ખમાસમણ :- ૨૭
🔸પ્રદક્ષિણા :- ૨૭
➖➖➖➖➖➖➖➖➖
આ છે સાધુ અમારા…🌹
➖➖➖➖➖➖➖➖➖
નમો લોએ સવ્વસાહુણં
27 ગુણો થી યુક્ત….કૃષ્ણ વર્ણા….!
સાધના કરે તે સાધુ…(મોક્ષ માર્ગ ની)
સહાય કરે તે સાધુ…(મોક્ષ માર્ગ ના સાધક ને)
શાસન કરે તે સાધુ….(મોક્ષ સાધવા)
સાધુપણુ એટલે શું ? સર્વ જીવ સ્નેહ પરિણામ….જગત ના જીવ માત્ર પર વાત્સલ્ય ભાવ….!
14 પુર્વધર ના અષ્ટ પ્રવચન માતા ના આરાધક….!
પંચ મહાવ્રત ધારક….!
સંસાર ના સમસ્ત પાપ ના ત્યાગી..!
મોહરાજા ની સામે ઝઝુમતા સૈનિકો…..!
મહાવિદેહ મા રહેલા કે , નંદીશ્ર્વરની યાત્રા એ ગયેલા…ગોચરી પાણી લાવી ભક્તિ કરતા કે ,રોગ સહન કરતા…રાત્રી ના કાઉસગ્ગ ધ્યાને રહેલા કે, નવા દિવસ ની સાધના માટે નિંદ્રાવશ થયેલા…સાધુમહારાજ કે સાધ્વીજી મહારાજ…..પ્રભાવક પુજયો કે, કોઇપણ અન્ય મુનીવરો ને..કોટી કોટી વંદન…!
મહાવિદેહ ક્ષેત્રના 1-1 વિહરમાન જીન સાથે વિચરતા100 કરોડ સાધુ – 100 કરોડ સાધ્વીજી ..આમ કુલ 20 વિહરમાન ભગવાન ના 2000 કરોડ સાધુ અને 2000 કરોડ સાધ્વીજી ભગવંતો ને કોટી કોટી વંદન..!
ગુરુજી અમારો અંતરનાદ, સંયમ ના દ્યો આશિર્વાદ…..!
સાધુપદ નો આયંબિલ નો પાંચમો દિવસ મંગલમય હો….!
સાધુપદ
🖤સાધના કરે એ સાધુ…!
જેના મનમાં સંસાર નુ સઘળું.. એક નાટક છે..
જે છે તેમાં ..કોઇ સુખ નથી..!
આત્મિક આનંદ નથી…
એવું પ્રભુનું સત્ય વચન સમજાયું હોય.. અને પ્રભુના માર્ગ પર …
પ્રભુ નો વેશ પહેરી લઇ… પ્રભુની આજ્ઞા અનુસાર જીવન વિતાવે. …એ છે…સાધુ…!
🖤સાધુ એટલે અણગાર
જેમને કોઇ ની સાથે. .કોઇ લગાવ નથી…
તેમનો પરિવાર એ છે..
જેમાં સમગ્ર જીવ આવી જાય.. !
અને પ્રત્યેક જીવ પ્રત્યે જેમનાં દિલમાં કરુણા ભાવ વહેવા લાગે. . !
એ છે સાધુ…!
💦💦💦💦💦
🖤સાધુ ના ૨૭ ગુણો છે. ..!
પાંચ મહાવ્રત નુ પાલન કરનાર…!
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર ..!
ચાર કષાય- વિવેક…!
🌸🌸🌸🌸🌸
🖤આમ , સાધુ જીવનની ..સાધનામાં તાત્પર્ય છે.. કે , કષાય મુકત બની… પંચમહાવ્રત નુ શ્રેષ્ઠ રીતે પાલન કરવું…અને મોહ કર્મ ક્ષીણ કરી … આત્માને વિતરાગતા નો સ્વાદ ચખાડી. .મુક્તિપદે બિરાજમાન થવું… !
🌈🌈🌈🌈🌈
🖤આ સાધુભગવંતો ને વંદન કરવા દ્વારા આપણી ચેતના ને…ઉર્ધ્વ ગતિ કરાવવા…સાધુ પદની આરાધના કરીએ…🌹
⬛ ⚫ શ્રી સાધુના 27 ગુણો ⚫⬛
⚫ 1) સંપૂર્ણપણે પ્રાણાતિપાત – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 2) સંપૂર્ણપણે મૃષાવાદ – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 3) સંપૂર્ણપણે અદ્ત્તાદાન – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 4) સંપૂર્ણપણે મૈથુન – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 5) સંપૂર્ણપણે પરિગ્રહ – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 6) સંપૂર્ણપણે રાત્રિભોજન – વિરમાણા મહાવ્રતા યુક્તાય શ્રી સાધ્વે નમઃ
⚫ 7) પૃથ્વીકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 8) અપકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 9) અગ્નિકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 10) વાયુકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 11) વનસ્પતિકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 12) ત્રસકાય – રક્ષકાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 13) સ્પરસેન્દ્રિય – સંયતાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 14) રસેન્દ્રિય – સંયતાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 15) ધરણેન્દ્રિય – સંયતાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 16) ચકસુરેન્દ્રિય – સંયતાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 17) સૉત્રેન્દ્રિય – સંયતાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 18) લોભાનિગ્રહ કરકાય – શ્રી સાધ્વે નમઃ
⚫ 19) ક્ષમા ગુણ – યુક્તાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 20) સદ્ભાવના – ભાવકે શ્રી સાધ્વે નમઃ
⚫ 21) અનુલેખન વગેરે પ્રવૃત્તિઓ શુદ્ધકારકાય – શ્રી સાધ્વે નમઃ
⚫ 22) સંયમયોગ – યુક્તાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 23) મનોગુપ્તિ – યુક્તાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 24) વચનગુપ્તિ – યુક્તાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 25) કાયાગુપ્તિ – યુક્તાય શ્રી સાધ્વે નમઃ ।
⚫ 26) ભૂખ દ્વારવિષ્ટિ – પરિષહ સહન કરવા તૈયાર છે એવા શ્રી સાધ્વે નમઃ
⚫ 27) મૃત્યુનો ઉપસર્ગ સહન કરવા તૈયાર છે એવા શ્રી સાધ્વે નમઃ
નમો લોએ સવ્વ સાહુણં 🌹
🌧🌧🌧🌧🌧
🏵️ ઓળીનો પાંચમો દિવસ…. સાધુ પદની આરાધના નિમિતે સંકલ્પો
➖➖➖➖➖➖➖➖➖
(૧) રોજ સાધુ ભગવંતને વંદન કરીને..ગોચરીની વિનંતી કરીશ…
(૨) બિમાર સાધુ-સાધ્વીજી ભગવંતની સેવા કરીશ…
(૩) સાધુ-સાધ્વીજી ગોચરી માટે પધારે ત્યારે બીજા ઘર બતાવીશ અને અનુકુળતા કરી ઉપાશ્રય સુધી મૂકવા જઈશ…
(૪) જીવન દરમિયાન ૧૮૦૦૦ સાધુ ભગવંતને વંદન કરીશ…
(૫) દિવસમાં ૧, મહિનામાં ૨૭, વર્ષમાં ૨૭૦ સાધુ ભગવંતને વંદન કરીશ…
(૬) સાધુ-સાધ્વીજી ભગવંતની અનુકુળતા જાણી તેમનું દીક્ષા લેવા માટેનું કારણ જાણીશ…
(૭) દિવસમાં-અઠવાડિયામાં કે મહિનામાં અવશ્ય સાધુ ભગવંતનો સત્સંગ કરીશ…
(૮) સાધુ -સાધ્વીજી ભગવંતને વિહારમાં લેવા-મૂકવા જઈશ…
(૯) એક સાધુ ભગવંતની સેવાથી આખા અઢી દ્વીપમાં (૫ મહાવિદેહ-૫ ભરત-૫ ઐરાવત) બધાની સેવાનો લાભ મળે અને આશાતના કરવાથી અઢી દ્વીપમાં રહેલા બધાની આશાતનાનું પાપ લાગે તે માટે હુ…
સાધુ ભગવંત એટલે…
સાધના કરવા.. કર્મનો નાશ કરવા.. જે સતત જાગૃત રહે તે સાધુ ભગવંત..
વિષયકષાયમય સંસારથી જે મુક્ત બનાવે તે સાધુ ભગવંત..
જેમની આરાધનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે તે સાધુ ભગવંત..
નવ પદમાં વચ્ચે રાજાની જેમ શોભી રહ્યા છે તે સાધુ ભગવંત..
જે આપણા જીવનને સફળ બનાવે છે તે છે સાધુ ભગવંત..
જેમના ધ્યાનથી અવિરતિનો નાશ થાય છે તે સાધુ ભગવંત..
કષાયને દૂર કરવા માટે જગતને સંદેશ આપતા સાધુ ભગવંત કહે છે કે –
માયા છોડી સરળ બનો, જે સરળ હોય તે જ સાચો સાધુ બને છે, ને તેની જ શુદ્ધિ થાય છે..
પંદરે કર્મભૂમિમાં વિચરતા, સત્યાવીશ ગુણોને ધારણ કરનારા, ત્રણ-ગુપ્તિએ ગુપ્ત, સર્વસંગથી મુકાયેલા, બાર કષાયના ક્ષય ઉપશમવડે જેમને સર્વવિરતિ ગુણઠાણાની પ્રાપ્તિ થઇ છે. એથી કષાયના ક્ષય કરનારા કહેવાય છે. એવા નિર્મમ નિઃસંગ મુનિવરોનું, પાંચમા પદમાં હું ધ્યાન ધરું છું..🙏
સાધુ પદ
————————
▪️ સંસારનો વિનાશ, સૃષ્ટિનો સર્વનાશ, બ્રહ્માંડનું કોઈપણ બળ કે પરિબળ નહિં જ કરી શકે, જ્યાં સુધી એક સાધક શ્રમણ સાધનાની ધૂણીને જીવંત રાખીને ચિદાનંદી મોજમાં બેઠો હશે. નઠારો છઠ્ઠો આરો શ્રામણ્યના સુરક્ષા કવચને ભેદી નહીં શકે.
▪️ સૃષ્ટિની એકપણ ક્ષણ જ્યારે શ્રમણ વગરની થશે, તત્ક્ષણ છઠ્ઠો આરો પોતાના સર્વનાશી ચરણ સૃષ્ટિ ઉપર મૂકી દેશે. એટલે કે પ્રલય થશે, સૃષ્ટિનો સર્વનાશ થશે, અગ્નિનો વરસાદ થશે ને બધું જ બરબાદ થશે. આ બધાને રોકીને બેઠા છે શ્રમણ. સર્વનાશ પર Stay Order જેવા શ્રમણને વંદન!
▪️ આજે શાશ્વતા સિદ્ધચક્રજી મહારાજની ઓળીનો પાંચમો દિવસ છે, સાધુપદનો. સાધુપદ મહાન છે. તીર્થંકરો પણ તીર્થની સ્થાપના ત્યારે જ કરી શકે કે કરી શક્યા જ્યારે શ્રમણનું અવતરણ થયું, એટલે કે કોઈક સાધુ બન્યું. તીર્થસ્થાપનાના મૂળ સમા સાધુ ભગવંતને વંદન!
▪️ સિદ્ધપદ, તીર્થંકરપદ, આચાર્યપદ ને ઉપાધ્યાયપદ, રે.. પંચ પરમેષ્ઠીની માતૃભૂમિ – Native Place જો કોઈ હોય તો માત્ર શ્રમણ છે, સાધુ પદ છે. આજે એ પદની આરાધના કરવાની છે. સાધુ બન્યા વગર સિદ્ધ ન બનાય, અરિહંત ન બનાય ને ગુરૂ ન બનાય. બધા પદનું સર્વપ્રથમ પ્રવેશદ્વાર છે… સાધુ-શ્રમણ-મુનિ.
▪️ પરમપદનું મંગલાચરણ છે શ્રમણ. નિર્મમ ને નિ:સંગના હલેસાથી જે સંસારને પેલે પાર પહોંચે ને પહોંચાડે તે શ્રમણ. પદાર્થના વળગણથી ને પાત્રના આકર્ષણથી દૂર અને એના દ્વારા જાગતા ઘર્ષણથી સુદૂર એનું નામ શ્રમણ.
▪️ શ્રમણની આંતર દુનિયાનું દર્શન કરાવતી અદ્ભૂત, અનુભૂત ને પ્રમાણભૂત બે પંક્તિઓ, ભક્તહૃદયી કવિશ્રેષ્ઠ પૂજ્ય પદ્મવિજયજી મહારાજે લખી છે,
હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિસંગ,
દિન-દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ.
▪️ જેનો નિજાનંદી રંગ શુદ્ધ સોનાની જેમ સર્વદા ને સર્વથા વધતો જ રહે છે, તે મુનિવર છે, શ્રમણ છે, ક્ષમાશ્રમણ છે. જેનું મન માયાથી પર છે તે નિર્મમ ને જેની કાયા કંચન-કામિનીના પડછાયાથી પર છે તે નિ:સંગ. એટલે જે વિચારથી વૈરાગી ને જે આચારથી ત્યાગી તેને મુનિવર કહ્યા.
આવા મુનિવરો માટે લખાયું,
ભવ અટવી ઉલ્લંઘણ, છઠ્ઠા ગુણઠાણે પરિવરિયા રે
▪️ સંસાર અટવીથી પાર ઉતરવા જે છઠ્ઠા-સાતમા ગુણઠાણે પહોંચ્યા છે, બેઠા છે. અપ્રમત્ત ગુણસ્થાનકને જેમણે ધારણ કર્યું છે, એવા મુનિવરો સ્વયં તરે છે ને બીજાને તરાપો બની તારે છે. એટલે જ મુનિને તીર્થ કહ્યા છે.
“तारयतीति तीर्थ : તારે તેનું નામ તીર્થ.”
▪️ આવા મહામુનિઓના પ્રભાવે સમાધિ મળે, સન્માર્ગ મળે, સદ્દગતિ મળે, સમ્યક્ત્વ મળે, સંપૂર્ણજ્ઞાન કેવલજ્ઞાન મળે.
▪️ સાધુવેશના દર્શનથી સમાધિ મળે…
ઉદયનમંત્રી… યુદ્ધના મેદાન જીતીને ઘાયલ થઈ મરણ સમીપે પહોંચેલા આ મહામંત્રીને જ્યારે મંત્રીઓએ-સેનાપતિઓએ ને સૌએ અંતિમ ઈચ્છા પૂછી, ત્યારે એમણે કહ્યું, “મારે શ્રમણ ભગવંતના – સાધુ ભગવંતના દર્શન કરવા છે.”
તે વખતે ભાંડ-બહુરૂપીયો સાધુનો વેશ પહેરી આવ્યો ને મહામંત્રીને માંગલિક સંભળાવ્યું. સાધુ વેશના દર્શન થતા મહામંત્રી પરમ આનંદ સાથે.. સમાધિ સાથે મૃત્યુને વર્યા. પછી ઘટના એવી છે કે, એ બહુરૂપીયાને મહેનતાણામાં સોના-ચાંદી આપ્યા. તો’ય એણે લીધા નહીં ને એ ત્યાં જ ઉભો રહ્યો.
એટલે રાજ્યના અધિકારીઓએ કહ્યું, “હવે મંત્રીની આંખ મિંચાઈ ગઈ, તમે તમારું મહેનતાણું લઈ અહીંથી ચાલ્યા જાઓ.” તે વખતે આ બહુરૂપીયો કહે, “ત્યાં આંખ મીંચાઈ ગઈ, પણ.. અહિંયા આંખ ઉઘડી ગઈ.” ને ધર્મલાભ બોલી એણે વિહાર કર્યો. ને શત્રુંજય ઉપર જઈ સંલેખનાપૂર્વક પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું. આજથી કહેજો, સાધુનો વેશ સમાધિ આપે ને સંયમ પણ આપે.
▪️ સાધુની ક્રિયા સન્માર્ગ આપે…
તામલી તાપસ : 60,000 વર્ષ તપ કરે, જંગલમાં જ રહે, ખૂબ ત્યાગી જીવન જીવે. એક દિવસ એણે જંગલમાંથી પસાર થતા સાધુવૃંદને જોયું. બધા જ સાધુ ખૂબ જ ધીમેથી ઈર્યાસમિતિના ઉપયોગપૂર્વક નીચે જોઈને પગ મૂકીને ચાલતા હતા.
એ વખતે કરોડોનો વૈભવ છોડી તાપસ બનેલા તામલી તાપસે વિચાર્યું, “આ મુનિઓ આટલા ધીમે કેમ ચાલે છે?” ને પછી ખબર પડી કે, એ લોકો જીવદયાના પાલન માટે ધીમે-ધીમે પગ મૂકે છે. એને આ ક્રિયા જોતા સાધુધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટ્યો. ને મનમાં થયું, “शोभनोડयं धर्म:” ને તત્ક્ષણે સાધુની આ ક્રિયાએ એમને પ્રભુનો માર્ગ આપ્યો. ને એ દૃઢ સમ્યક્ત્વી ઈશાનેન્દ્ર બન્યા. આજથી કહેજો, સાધુની ક્રિયા સન્માર્ગ આપે.
▪️ સાધુની સહાય સદ્દગતિ આપે…
બલભદ્રમુનિ જંગલમાં વિચરતા’તા. એક હરણ એમનું ભક્ત બની ગયું. કોઈપણ મુસાફર જંગલમાં ભાથુ ખાવા બેસે એટલે એ હરણ પેલા મુનિનો અને એ ગૃહસ્થનો ભેટો કરાવે. પોતાના ઈશારાથી અથવા એ ગૃહસ્થના કપડા ખેંચીને એને મુનિ પાસે લઈ આવે.
એક દિવસ બપોરનો ટાઈમ થયો છે. મુનિ તો જંગલમાં સાધનારત છે. ત્યાંથી થોડે દૂર એક વટેમાર્ગુ ભાથુ છોડી જમવા બેઠો. હરણે દોડી આવી વટેમાર્ગુના કપડા મોઢામાં પકડીને ખેંચીને મુનિનો અને વટેમાર્ગુનો ભેટો કરાવ્યો. પેલો વટેમાર્ગુ ભાવવિભોર બની ગયો. એણે મહાત્માને આહાર વહોરવા વિનંતી કરી. મહાત્માએ પાત્ર હાથમાં લીધું.
પણ.. વટેમાર્ગુનું ભોજન પાત્રામાં પડે એ પૂર્વે ભયાનક ધડાકા સાથે વીજળી પડી. વહોરનારા મુનિ, વહોરાવનાર વટેમાર્ગુ, ને મૂંગુ હરણ ત્રણેનું આયુષ્ય ત્યાં જ પૂરૂ થયું. પણ.. કમાલ એ થઈ. ત્રણે ત્રણ મરીને પાંચમા દેવલોકે – સ્વર્ગમાં ગયા. આજથી કહેજો, સાધુને કરેલી સહાય સદ્દગતિ આપે.
▪️ ખાવા માટે પણ લીધેલું સંયમ સમ્યક્ત્વ આપે…
રાજા સંપ્રતિ પૂર્વજન્મમાં ભિખારી હતા. માત્ર ખાવા માટે લીધેલું સંયમ એમને સ્મયકત્વ આપી ગયું. રાજા સંપ્રતિ બનાવી સવા કરોડ જિનબિંબ ભરાવવાના લાભાર્થી બનાવી ગયું. ને એમણે કરેલું સુકૃત જૈન ઈતિહાસમાં ચિરસ્થાયી યાદ બની ગયું.
▪️ સાધુનું દર્શન સંપૂર્ણજ્ઞાન કેવલજ્ઞાન આપે…
ઈલાયચીકુમાર દોરડા પર નાચે. સામેના ઘરમાં એક પદ્મિની સમા બેન સાધુ ભગવંતને ગોચરી વહોરાવે છે. એના હાથમાં લાડુનો થાળ ભર્યો છે. મહાત્મા કહે છે, “બેન! ખપ નથી. એક-બેથી વધુ નહી લેતા.” બેન ખૂબ આગ્રહ કરે છે.
દોરડા પર નાચતો ઈલાયચી આ જુએ છે અને એ વિચારે છે, ધિક્કાર છે મને. હું એક નટડીના રૂપમાં પાગલ બન્યો, એના માટે માં-બાપને છોડ્યા. જ્યારે આ મુનિવર આવી રૂપવાન સ્ત્રી સામે જ ઉભી-ઉભી આગ્રહ કરે છે, તો’ય વધુ લેવાની ના પાડે છે. એ કેવા નિર્વિકારી કે રૂપે અપ્સરા જેવા શ્રાવિકા ઉભા છે, તો’ય નજર ઉંચી કરી એને જરી’ય જોતા નથી. ધન્ય છે! એમના સંયમને, એમની નિર્વિકારી નજરોને.”
ને એને પસ્તાવો જાગ્યો. ને ત્યાં જ સાધુના દર્શને ઈલાયચીને ભાવધારામાં ચડતા સંપૂર્ણજ્ઞાન કેવલજ્ઞાન થઈ ગયું. આવા હોય છે મુનિ ભગવંતો. એમનું સ્મરણ પણ જીવનમાં શાતા આપે, મરણમાં સમાધિ આપે ને પરલોકમાં સદગતિ આપે ને અંતે પરમગતિ આપે.
▪️ એટલે જ રાજા કુમારપાળે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મ.સા. પાસે ઓઘાની માંગણી કરી હતી. ને રોજ પ્રભુના મંદિરમાં જઈ રડી-રડીને કહેતા, “तव शासनस्य भिक्षुत्वं, देहि में परमेश्वर:। – પ્રભુ! તમારા શાસનનું સાધુપણુ મને આપો.”
▪️ મસ્ત હોય છે સાધુની જિંદગી. દશવૈકાલિકની ચૂર્ણીના અક્ષરો છે, સાધુની ઉપધિચર્યા કેવી હોય, એટલે કે એની પાસે વસ્તુ કેટલી હોય? તો લખ્યું, “ઘટાદાર ઝાડ પર અચાનક આગ લાગતા બેઠેલા પંખીને ઉડતા જેટલી વાર લાગે, એટલી જ વાર સાધુને ઉપધિ સમેટતા લાગે.”
▪️ છેલ્લે.. ઉપાધ્યાયપદ ને આચાર્યપદ… ઔદયિકભાવ છે. જ્યારે સાધુપદ… ક્ષયોપશમભાવ છે. કેમકે આચાર્ય બનવાની તરસ ન જોઈએ. જ્યારે સાધુ બનવા તો તૃષાતુર થવું જોઈએ. આચાર્યપદ, ઉપાધ્યાયપદ માટે નિષ્કામભાવ, જ્યારે સાધુપદ માટે તો પુરુષાર્થભાવ ને ઈચ્છા બધુ જ કરવાનું.
▪️ સાધુ ભગવંતની આરાધના-ભક્તિ મહાન લાભ દે છે, તો એની આશાતના-નિંદા ભયાનક દુ:ખ, દૌર્ભાગ્ય ને દુર્ગતિ દે છે. શ્રીપાલ રાજાને થયેલો કોઢ ને એમના પર આવેલી આપદા ને વિપદા… એ બધાનું કારણ માત્ર પૂર્વ જન્મમાં મુનિની કરેલી આશાતના.
ચાલો, આજે એક સંકલ્પ કરીએ,
જેણે છોડ્યા છે જર જમીન ને જોરૂ,
એ છે મારા પ્રભુના છોરૂ!
એમની થાય એટલી ભક્તિ-સ્તવના
પૂજના કરીને સંકલ્પ કરૂ,
જીવ્યો ભલે દરજીએ સીવેલા વેશમાં.
પણ.. મરું તો પ્રભુ વીરના વેશમાં!
▪️ છેલ્લે.. કોઈને દીક્ષાનો અંતરાય કરનારને ગણધર હત્યા જેટલું પાપ લાગે, એમ આગમસૂત્રો કહે છે. માટે, કોઈને દીક્ષા માટે રોકતા નહિ.
સર્વમંગલ!
શાશ્વતી નવપદજીની ઓળીના આજના પાંચમા દિવસે સમાધિદાતા, સન્માર્ગદાતા, સદ્દગતિદાતા, સમ્યક્ત્વદાતા, ને સંપૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) દાતા સાધુ ભગવંતોના ચરણે અનંત-અનંત વંદન!!!
નમસ્કાર પદ સ્તવના
🪷🪷🪷🪷🪷
મહામંત્ર શિરોમણી, ચૌદ પૂરવનો સાર.
પાતિક હરે ભવકરોડના, પ્રણમો શ્રી નવકાર
🌺🌺🌺🌺🌺
પ મું પદ “નમો લોએ સવ્વસાહૂણં”
(અક્ષર-૯ દુહા-૯)
૨૭ પાંચમે પદે વિરાજતા, સાધુજી સુખકાર;
નવકારમાંહે ધ્યાઇએ, આતમને હિતકાર. મહામંત્ર શિરોમણી૦ ૧
૨૮ આત્મહિતને સાધતા, તેણે સાધુ હોય;
તરી તારે જે અન્યને, તરણતારણ તે જોય. મહામંત્ર શિરોમણી૦ ૨
૨૯ સત્યાવીશ ગુણ જેહના, દોષ સકલ હરનાર;
સહાય કરે જે મુમુક્ષુને, સમતારસ ભંડાર મહામંત્ર શિરોમણી૦ ૩
૩૦ સમિતિ ગુપ્તી સાધતા, સાધે જ્ઞાન સુચોગ;
ક્રિયા સફલ જે આચરે, ઢાળે કર્મનો રોગ, *મહામંત્ર શિરોમણી૦ ૪ *
૩૧ વિષય કષાય નિવારતા, ટાળે પંચ પ્રમાદ,
રહે આતમ ધ્યાનમાં, નવિ કરતા ઉન્માદ. મહામંત્ર શિરોમણી૦ ૫
૩૨ દર્શન જ્ઞાન ચારિત્રના, ત્રિવેણી સંગમ સ્થાન;
માન પાન વિસારીને, ધરતા આતમ ધ્યાન. મહામંત્ર શિરોમણી૦ ૬
૩૩ પંચ મહાવ્રત પાળતા, અહિંસાને વળી સત્ય;
ચોથી અબ્રમ્હત વારતા પરિગૃહ કરતા ત્યક્ત. મહામંત્ર શિરોમણી૦ ૭
૩૪ શ્યામ વર્ણ ધ્યાઇએ, કર્મ મલ ઝટ જાય;
વિરતિ સર્વથી દિલ ધરો, જિન શાસન સુખદાય. મહામંત્ર શિરોમણી૦ ૮
૩૫ નમો લોએ સવ્વસાહૂણં, ધ્યાવો ધરી બહુમાન;
ભવ ભ્રમણને છેદીને, પામીએ મુક્તિ સ્થાન. મહામંત્ર શિરોમણી૦ ૯
🌺🌺🌺🌺🌺
સાધુ વંદના
➖➖➖➖➖➖
તજી માત તાત સ્વજન સંબંધી પ્યારા સૌ પરિવારને
મુકી માચા ને મમતા નઠારી સ્વાર્ધ ભર્યા સંસારને
કરે સાધના એકાંતમાં એક પૂર્ણ પદની ઝંખના
એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૧)
તપ ત્યાગને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિશદિન રહે
ઉપસર્ગ ને પરિષહ તણી વણઝાર જે હસતા સહે
દશવિધ સાધુ ધર્મની કરે ભાવથી આરાધના
એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૨)
તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા
નૈષ્ઠિક બ્રહ્મો રાચતા સવિ જીવના જે આશરા
વર હેમ ની પરે ઓપતા સેતુ સકલ કલ્યાણના
એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું. વંદના …(3)
સાધે જે નિરતિચાર પાંચ મહાવ્રતોનાં યોગને
જે વાસી – ચંદન કલ્પ, ના વાંછે સુરાદિ ભોગને
ઈચ્છે પ્રસંશા ના કદી નિંદક પ્રતિ પણ દ્વેષ ના
એ શ્રમણના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના ..(૪)
💥 મુનિરાજ કુ સદા મોરી વંદના…
➖➖➖➖➖➖➖➖➖
(૧) સાધુ પદની આરાધના કેટલામા દિવસે કરાય?
➡️ પાંચમા
(૨) સાધુ ભગવંતો કેટલા ગુણ યુક્ત હોય ?
➡️ સત્તાવીશ
(૩) કયા સાધુ ભગવંતનું નામ ૮૪ ચોવિશી સુધી અમર રહેશે ?
➡️ સ્થૂલિભદ્રમુનિ
(૪) સવારે રાગી – બપોરે વૈરાગી – સાંજે વીતરાગી ?
➡️ ગજસુકુમાલમુનિજી
(૫) નદીનો કિનારો ફેરવનાર મુનિ કયા ?
➡️ કુલવાલકમુનિ
(૬) ચામડી ઉતરતે છતા સમતાધારી મહામુનિ ?
➡️ ખંધકમુનિ
(૭) કડવી તુંબડી… કીડીના રક્ષાર્થે વાપરનાર ?
➡️ ધર્મરુચિમુનિ
(૮) વાઘણ પોતે બચકા ભરે ને મુનિ ક્ષમા ધરે ?
➡️ સુકોશલમુનિ
(૯) ગુરૂવંદનથી કેટલા ગુણની પ્રાપ્તિ થાય ?
➡️ છ
(૧૦) નિત્ય ઉર્ધ્વ પરિણામી મુનિ જેને વીરે વખાણ્યા..
➡️ ધન્નાજી
(૧૧) સાડા આઠ ક્રોડ મુનિ સાથે શત્રુંજય પર્વતથી મોક્ષે જનાર ?
➡️ શાંબ-પ્રધુમ્ન
(૧૨) કોણે પોતાના ગુરૂણીજીને કેવલરત્નની ભેટ ધરી ?
➡️ મૃગાવતીજી
(૧૩) કૃષ્ણ મ. કેટલા સાધુ ભગવંતના વંદન દ્વારા ૪ નરક તોડી ?
➡️ ૧૮૦૦૦
(૧૪) ૭૦૦ રોગોને ૧૬ વર્ષ સુધી સહન કરનાર ?
➡️ સનત્ મુનિજી
(૧૫) આંગળી પકડી આત્માનંદી બનનાર ?
➡️ અઈમુત્તામુનિ
(૧૬) નાટક કરતા કેવળજ્ઞાની બનનાર ?
➡️ અષાઢાભૂતિમુનિ
(૧૭) મુનિના દર્શને કોને કેવળજ્ઞાન થયું ?
➡️ ઈલાચીકુમાર
(૧૮) કલિકાલસર્વજ્ઞજીનું મુનિપણાનું નામ ?
➡️ સોમચંદ્રમુનિ
(૧૯) સાધુ ભગવંત કેટલા પરિષહને સહન કરે ?
➡️ ૨૨
(૨૦) સાધુ (યતિ) ધર્મ કેટલા હોય ?
➡️ ૧૦
(૨૧) નવી પેઢીને બચાવવા તપોવનની પ્રેરણા કરનાર ?
➡️ પં. ચન્દ્રશેખર વિ.
(૨૨) માતાના સંતોષ માટે દ્રષ્ટિવાદ કોણ ભણ્યું હતું ?
➡️ આર્યરક્ષિતજી
(૨૩) કયા મુનિજીએ રાજાને બોધપાઠ આપવા વૈક્રિય શરીર બનાવ્યું ?
➡️ વિષ્ણુકુમારમુનિ
(૨૪) ગોખતા ગોખતા કયા મુનિવરને કેવલજ્ઞાન થયું ?
➡️ માસતુષમુનિ
(૨૫) પતિત થયેલ કયા મુનિવર વેશ્યાગૃહે રહીને રોજ દશને પ્રતિબોધતા હતા?
➡️ નંદિષેણમુનિ
(૨૬) દુર્ધ્યાનમાં સાતમી નરક યોગ્ય કર્મ બાંધી શુભ ધ્યાને મોક્ષ પ્રપ્તિ કરનાર ?
➡️ પ્રસન્નચંદ્રમુનિ
(૨૭) દરરોજ ૫૦૦ સાધુની નિર્દોષ ગોચરી લાવી ભક્તિ કરનાર કોણ ?
➡️ બાહુમુનિ
(૨૮) ભગવાન વીરની ગોચરી લાવનાર મહામુનિ ?
➡️ લોહાર્યમુનિ
(૨૯) પાત્રામાં થૂંક નાખનાર મુનિઓને પણ ઉપકારી ગણનાર ?
➡️ કરકંડુમુનિ
(૩૦) નેમનાથ પ્રભુના કયા મુનિને ભોગાંતરાયકર્મનો ઉદય હતો ?
➡️ ઢંઢણમુનિ
(૩૧) ધમ્મિલકુમારને વિવિધ તપ-જપ આપી સુખી-સંયમી બનાવનાર ?
➡️ અગડદત્તમુનિ
(૩૨) સોનીનો પરિષહ સમભાવે સહેતા મહામુનિ ?
➡️ મેતારજમુનિ
⭕ છઠ્ઠો દિવસ ⭕
🔸પદ :- શ્રી દર્શન પદ
🔸જાપ :- ૐ હ્રીં નમો દંસણસ્સ.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- સફેદ…એક ધાન્યનું આયંબિલ તે ચોખાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૬૭ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૬૭
🔸ખમાસમણ :- ૬૭
🔸પ્રદક્ષિણા :- ૬૭
નમો દંસણસ્સ….! સમ્યક્ દર્શન….!
➖➖➖➖➖➖➖➖➖
67 ગુણો…! શુકલ (સફેદ ) વર્ણ..!
જે જીનેશ્વર ભગવંતો એ કહ્યુ છે એ જ સાચુ અને સત્ય….અને…બાકી નુ બધુ ખોટું અને….અસત્ય. …એવી દ્ઢ માન્યતા….!
જીનેશ્વર પરમાત્મા ની કૃપા એ જે ન થાય તે કરવાની તાકાત જગત મા કોઇ ની નથી, આવો પાક્કો વિશ્ર્વાસ….!
જન્મ્યા ભલે હોસ્પિટલ મા….જીવ્યા ભલે સંસાર મા…. પણ…મૃત્યુ તો સાધુવેશ મા જ લાવવાની ભાવના એનુ નામ સમ્યક્ દર્શન…..!
રેતી ને પીલે હજુ પણ તેલ નીકળે….ઝેર ખાય તો હજુ જીવાય….દરિયા ના પાણી ને વલોવતા હજુ પણ માખણ નીકળે પણ સંસાર મા કયારેય સુખ મળે જ નહી..મળશે જ નહી…એવી પાક્કી વિચારધારા. …એનુ નામ સમ્યક્ દર્શન..!
બીજા ના દુઃખ ને જોઈ ને સુખી આનંદિત થાય નહી અને બીજા ના સુખ ને જોઈ ને ઇર્ષ્યા બળવાનુ ના કરે તેનુ નામ સમ્યક્ દર્શન…!
જગત ના જીવ માત્ર પ્રત્યે જેના દિલ મા પ્રેમ વાત્સલ્ય અને મૈત્રી નો ધોધ વહે છે તેનુ નામ સમ્યક્ દર્શન. …!
મોક્ષ મહેલ નો પાયો…ધર્મ નો આધારસ્તંભ….ગુણો નુ ભાજન. ….સિદ્ધશિલા નો દરવાજો એ સમ્યક્ દર્શન છે….!
જગત મા જે કંઈ નાશ પામે છે તે મારુ નથી અને જે મારુ છે તે નાશ પામતું નથી..એવી વિચારધારા….!
ભગવાન, તારા માત્ર દર્શન પણ સમ્યક્ દર્શન પેદા કરે છે….! તો તારી પુજા -તારી આજ્ઞા નુ પાલન -તારી સેવા -આરાધના -ઉપાસના શુ ના કરી શકે…..!
સૌને સમ્યક્ દર્શન જલ્દીથી પ્રાપ્ત થાય એ જ શુભકામના…!
દર્શન પદ નો આયંબિલ નો છઠો દિવસ મંગલમય હો….!
➖➖➖➖➖➖➖➖➖
સમ્યગ દર્શન…
🌐વિતરાગી પ્રભુ એ બતાવેલાં તત્વો ઉપર રુચિ ….પ્રીતિ… વિશ્વાસ કરવો … ! તે જ સંપુર્ણ સત્ય છે. .
એમ માનવું તે જ સમ્યગ દર્શન કહેવાય છે. ..!
💦💦💦💦💦
વિતરાગી પ્રભુ નાં વચનો નિર્દોષ…અને પરમહિતકારક હોવાથી તેના ઉપર પ્રીતિ કરવી…
વિશ્વાસ કરવો …
એ જ સાચા છે…એ શ્રધ્ધા કરવી…
સમ્યગ દર્શન જીવ ને જ થાય છે…
તેના બે નિમિત્ત છે..
બાહ્ય ને અભ્યંતર. ..
બાહ્ય માં…ગુરુ નો સત્સંગ, ઉપદેશ …પ્રતિમા દર્શન. .તે…
અને અભ્યંતર નિમિત માં..
દર્શન મોહનીય કર્મ નો ક્ષય…
🌈🌈🌈🌈🌈
જે આત્મા ને મોહ નો ક્ષય કરી, અરિહંત સ્વરુપી થઈ. .અનંત સુખના ભોકતા થવું છે…તેને માટે આ જ એક ઉપાય નું અવલંબન જરુરી છે. ..!
💧💧💧💧💧
અરિહંતના ધ્યાનથી પોતાના
શુદ્ધાત્માનું સ્વરુપ સમજાય છે ..
અને શુદ્ધ આત્મા સ્વરુપ ની યથાર્થ સમજણ થવાથી ..
મિથ્યાભ્રાંતિ રુપ અનાદિ નો
મિથ્યામોહ આપોઆપ નાશ પામે છે. ..!
પ્રભુ ના આત્માનું દ્રવ્ય , ગુણ , અને પર્યાય વડે ધ્યાન કરવાથી…પોતાનો આત્મા પણ તે જ સ્વરુપ છે…તેનો ખ્યાલ આવે છે…અને આત્મ સ્વભાવ ની યથાર્થ અને શુદ્ધ શ્રદ્ધા. .થી મોહ નાશ પામે છે. .. !
🌟🌟🌟🌟🌟
તો મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે ..
પ્રથમ સોપાન ..સમ્યગ દર્શન ને મેળવવા ..પ્રભુ પર પુરેપુરી શ્રદ્ધા રાખી. .પ્રભુ વચન ને ..જીવન માં પુર્ણ પણે ઉતારવા. ..
શાશ્વતી ઓળી નો છઠ્ઠો દિવસે ..દર્શન પદ ની આરાધના કરીએ….!
➖➖➖➖➖➖➖➖➖
સમ્યક્ત્વ એટલે શ્રદ્ધા..
(૧) જીવનભર સુદેવ-સુગુરુ-સુધર્મ પર શ્રદ્ધા રાખીશ, તેમના વચનોને સાચા માનીશ અને તેમને જ વફાદાર બનીને જીવન જીવીશ….
(૨) સાચા ધર્મ અને ખોટા ધર્મની જાણકારી મેળવીશ….
(૩) સુદેવ-સુગુરુ-સુધર્મ સિવાય બીજે ક્યાંય માથું નમાવીશ નહિં….
(૪) શ્રદ્ધા વગર કરેલો બધો જ ધર્મ નિષ્ફળ જાય. માટે હું જે પણ ધર્મ કરીશ તે પૂરી શ્રદ્ધાથી કરીશ….
(૫) દેવ-ગુરુ-ધર્મની નિંદા કરીશ નહિં કે શંકા કરીશ નહિં….
(૬) હોળી-ધૂળેટી-નવરાત્રી આદિ મિથ્યા ધર્મ માનીશ નહિં – રમીશ નહિં કે અનુમોદના પણ કરીશ નહિં…
(૭) સમ્યક્ત્વ મજબૂત બને તે માટે ભગવાનની ભક્તિ કરીશ – ગુરુની સેવા કરીશ – ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરીશ….
(૮) શાસનની રક્ષા – તીર્થની રક્ષા માટેના કાર્યો કરીશ…
(૯) શાસ્ત્રમાં જેમના દ્રષ્ટાંતો આપ્યા છે તેવા સમકિતી જીવોના ચરિત્ર વાંચીશ…
દર્શન પદ
———————————-
▪️ ખાલી કલ્પના કરીએ, તમને મળવા કોઈ આવ્યું છે. તમે એની જોડે વાત કરી રહ્યા છો. ત્યાં જ એના Mobile પર મેયરનો ફોન આવ્યો. થોડીકવાર થઈ ને M.L.A.નો ફોન આવ્યો. થોડીકવાર થઈ ને M.P.નો ફોન આવ્યો. તમને તે વખતે શું લાગે? આની ઓળખાણ મોટી છે.
▪️ ત્યાં જ કોઈ Ministerનો ફોન આવ્યો ને કહ્યું, મુખ્યમંત્રીએ તમને Ring કરવા કહ્યું છે. તે વખતે તમને લાગે કે આ માણસ પહોંચેલો છે. તમે નાસ્તો કરાવી રહ્યા છો. સાચું કહેજો, ફોને ફોને તમારો વ્યવહાર એની જોડે વધુ ને વધુ Soft ને સ્નેહાળ બનતો ગયો કે નહિં?
▪️ ને.. નાસ્તો પૂરો થાય ન થાય ત્યાં જ Ring વાગી, ને એ માણસે ફોન ઉપાડ્યો. સામે છેડે જે બોલતા હતા તે હતા Prime Minister of India શ્રી નરેન્દ્ર મોદી! સાચું કહો, હવે તમારી Feelings કેવી? તમે ક્ષણ-બે ક્ષણ તો અવાક્ હો ને તમને લાગે માણસ મોટો છે, નહિં તો Prime Minister of Indiaનો ફોન એના પર આવે ક્યાંથી?
▪️ વડાપ્રધાનનો ફોન ને રાષ્ટ્રપતિનો Message માણસને મોટો સાબિત કરી શકે છે. પણ.. ધારો કે, ભગવાનનો Message આવે તો? તો એ વ્યક્તિ મોટો તો હોય જ, પણ.. એ મહાન પણ હોય. પણ.. ભગવાન કોઈ દિવસ કોઈને Message મોકલે ખરા? એવું કોઈ દા’ડે બને ખરું?
▪️ હા..! આજથી 2600 વર્ષ પહેલા એવી એક ઘટના ઈતિહાસના પાને નોંધાઈ છે, જેમાં ભગવાને પોતે.. હા પોતે! સામે ચડીને Message મોકલ્યો હતો.
ઘટના કંઈક આવી છે.
▪️ કરોડો દેવતાઓથી સેવાતા ને લાખો શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાથી પૂજાતા વીતરાગ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજી ભગવાન પાસે અંબડ પરિવ્રાજક, જે સંન્યાસીમાંથી સમ્યગ્દર્શન પામી પ્રભુના સમર્પિત બનેલા એમણે પ્રભુશ્રીને કરબધ્ધ પ્રાર્થના કરી કે, “પ્રભુ! હું રાજગૃહી જઈ રહ્યો છું. કોઈ કાર્ય-સંદેશો કે Message કોઈને’ય આપવો હોય તો ફરમાવો.”
▪️ એ વખતે વીતરાગ પરમાત્માએ ફરમાવ્યું, ”અંબડ! રાજગૃહી જાય તો સુલસાને મારા ધર્મલાભ કહેજે.” અંબડના રોમેરોમમાં પ્રભુએ સેવાકાર્ય ફરમાવ્યાનો આનંદ હેલે ચઢ્યો. ને સુલસા માટે એનો અહોભાવ આતમના પ્રદેશે પ્રદેશથી પ્રગટ્યો. અંબડ રાજગૃહી આવ્યો.
▪️ પ્રભુનો Message-સંદેશો આપવા એ સુલસા પાસે જવા ઉતાવળો થયો હતો. પણ.. ત્યાં જ એની અહોભાવભરી પ્રજ્ઞા ને પ્રીતિએ Join Voucherમાં સંયુક્ત બની, ભેગા મળી એક અભિયાન ચલાવ્યું કે, “સુલસાને ભગવાને શું કામ ધર્મલાભ કહેવડાવ્યા? રાજગૃહીમાં તો કરોડપતિઓ વસ્યા છે, અભયકુમાર જેવા મંત્રી છે ને ધન્ના-શાલિભદ્ર જેવા શ્રેષ્ઠિઓ છે. રે! ખુદ રાજા શ્રેણિક પણ છે. પણ.. તે છતાં પ્રભુએ Message – ધર્મલાભ સુલસાને જ કેમ કહેવડાવ્યા?”
▪️ અંબડે વિચાર્યું, “પરમાત્માએ જેને Message આપ્યા એની ઊંચાઈ મેરૂશી ઊંચી હોય જ! એણે સુલસાને માણી જોવા, પીછાણી લેવા ને રહસ્યને જાણી લેવા નગર બહાર લીલા રચી. આ અંબડ સિધ્ધપુરુષ હતા. એમણે બ્રહ્માનું રૂપ લીધું ને દેવગણ સાથે ઉતર્યા. ગામ આખું બ્રહ્માજીને જોઈ, સાક્ષાત્ નિરખી હરખી ઉઠ્યું.
▪️ બધા દર્શન કરવા આવ્યા. પણ.. સુલસા ન આવી. બીજે’દિ અંબડે વિષ્ણુનુ રૂપ લીધુ. ગામના બાકી રહેલા’ય આવ્યા. અંબંડ જુએ છે, પણ.. સુલસા નથી આવી. ત્રીજે’દિ એણે મહેશનું રૂપ લીધુ. હવે તો ગામનું કોઈ બાકી ન રહ્યું. પ્રજા ઘેલી બની ગઈ. ઘણાએ જઈને સુલસાને કહ્યું, “સુલસા! બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ આવ્યા, આજે મહેશ આવ્યા. તું કેમ દર્શને નથી આવતી?” સુલસા કહે, “મારા વીર આવે તો જ હું દોડી આઉં.”
▪️ ને.. ત્યાં તો ચોથે દિવસે ગામ આખામાં પ્રભુ મહાવીર પધાર્યાની વધામણી ફરી વળી. હજારો જૈનો ઉમટ્યા. અંબડ જુએ છે, હજુ સુલસા નથી આવી. બધાએ જઈને સુલસાને કહ્યું, “સુલસા! તારા ભગવાન આવ્યા. હજુ’ય તું નથી ગઈ? જા.. જા.. જલ્દી જા.” તો’ય સુલસા ના ગઈ. અંબડે વિચાર્યું, “ખરી પ્રભુની ભક્તા!”
▪️ ગામ આખું’ય ગાંડુ થયું. પણ.. આનું તો રૂંવાટુ’ય કંપ્યુ નહિ. ને બીજે’દિ અંબડ પોતે સુલસાને ઘેર આવ્યા.. ને દરવાજે ઊભા રહ્યા. સુલસાએ અતિથિનું ઔચિત્ય જાળવ્યું. ત્યાં તો અંબડ કહે, “સુલસા! પ્રભુ વીરે તને ધર્મલાભ કહેવડાવ્યા છે.”
▪️ ને.. “વીર” શબ્દ સાંભળતા સુલસાની આંખે ગંગા ને જમનાના નીર વહેવા માંડ્યા. ને અધીર બનેલી સુલસા બોલી ઉઠી, “અરે! સાધર્મિક ભાઈ! અંદર તો પધારો. આપના પગલા કરો. મારા વીરે મને ધર્મલાભ કહ્યા! મારા જેવી નાચીઝ, નાની ને સામાન્યને પ્રભુએ યાદ કરી! હું ધન્ય બની ગઈ.” સુલસાના સાડાત્રણ કરોડ રૂંવાટા ફૂલની જેમ ખીલી ઉઠ્યા.
▪️ કથા તો લાંબી છે. પણ.. અંબડનુ સમાધાન થઈ ગયું. એ બોલી ઉઠ્યા, “સંસાર આખામાં આવી આસ્થા, શ્રધ્ધા, આવી પ્રીતિ ને ભક્તિ ક્યાંય ન જોઈ! પ્રભુ આને ધર્મલાભ ન કહેવડાવે તો બીજા કોને કહેવડાવે?” એ નમી પડ્યા. પણ.. છેલ્લે એ પૂછી બેઠા, “સુલસાબેન! મેં ભગવાનનું રૂપ લીધું તો’ય તમે આવ્યા નહિ, ઠગાયા નહિ. એ મને નથી સમજાતું.”
▪️ સુલસા કહે, “મારા સાધર્મિક બંધુ! પ્રભુવીર આસપાસ આવે ને મારા રૂંવાટે-રૂંવાટે વગર વાટે આનંદના અખંડ દીવા ઝગમગે. મને એ ઉજાસથી ભરી દે. ને મારા ભાઈ! પ્રભુવીર પધારે ને તો મારા રોમેરોમ વિકશ્વર થાય ને મને ચોક્કસ અંત:સ્વર સંભળાય, સુલસા! તારા મહાવીર પ્રભુ આવ્યા!” અંબડ સુલસાની આ શ્રધ્ધા પર ઓવારી ગયા.
આ શ્રધ્ધા એટલે સમ્યગ્દર્શન!
▪️ સિધ્ધચક્ર મહારાજની ઓળીનો આજે છઠ્ઠો દિવસ. આજનું પદ છે સમ્યગ્દર્શન. આ પદ બધા જ પદોની સફળતાનું મૂળ છે. સિધ્ધચક્રજીના નવે નવ પદોને ફળવાન બનાવવાની શક્તિ માત્ર આ એક જ પદમાં છે. આ સમ્યગ્દર્શન વિના બધી જ સાધના આરાધના ભેગી મળે તો’ય મોક્ષ ન જ મળે.
▪️ જૈનદર્શનમાં સમ્યગ્દર્શનને ધર્મનુ પ્રવેશદ્વાર જણાવ્યું છે. આ સમ્યક્ત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન મેળવે તો’ય તે અજ્ઞાની જ છે. અભવી ને દુર્ભવી જીવો સમ્યક્ત્વ પામી શકતા નથી. રે! આ સમ્યક્ત્વનુ મહત્વ ત્યાં સુધી લખ્યું છે કે, કદાચ ચારિત્રભ્રષ્ટ તરી જાય પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા ન જ તરે.
▪️ સંબોધસિત્તરીમાં સ્પષ્ટ પાઠ લખ્યો છે, “दंसणभठ्ठस्स नत्थि निव्वाणं।” આ સમ્યક્ત્વની એક નાની વ્યાખ્યા, “મારા પ્રભુએ કહ્યું તે સાચું જ છે.” આવી દૃઢ શ્રધ્ધા, તેનું નામ સમ્યક્ત્વ! “तमेव सच्चं निसंकं, जं जिणेहिं पवेइयं”।
▪️ આવું સમ્યગ્દર્શન જેને મળે તે આત્મા સંસારરસીયો ના રહે. શાસ્ત્રવાર્તા સમૂચ્ચયમાં ખૂબ જ સ્પષ્ટ પંક્તિ છે, “सम्यग्दर्शनपूतात्मा, न रमन्ते भवोदधौ।” ને.. કદાચ એને સંસારિક પ્રવૃત્તિ કરવી પડે તો એ કેવી હોય એને માટે યોગબિંદુ ગ્રંથમાં લખ્યુ છે કે, “तप्तलोह पदन्यास प्रवृत्ति।” તપેલા લોખંડ પર પગ મુકતા જીવ જેટલી સાવધાની રાખે એથી વધુ એ સાવધ સંસારના કાર્યો કરવામાં રહે.
સમ્યગ્ દર્શન…
જ્યારે સંસાર દુઃખમય છે, બિહામણો છે તેવું લાગે ત્યારે જ ભયભીત બનીને દેવના શરણે દોડી જવાય છે. એના શરણથી સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થાય છે..લલિતવિસ્તરા ગ્રંથમાં ધર્મનું મૂળ સુકૃતોની અનુમોદનાથી, વંદનાથી કહ્યો છે..
સાચા છે વીતરાગ સાચી છે વાણી,
આધાર છે આજ્ઞા બાકી ધૂળધાણી.
જે કાંઈ મારા વહાલા વીતરાગ સર્વજ્ઞ દેવાધિદેવે કહ્યું છે તે બધું અક્ષરશ: કાના, માત્રના ફેરફાર વગર સર્વથા સાચું છે આવી જે જિન વચન ઉપર અવિહડ શ્રદ્ધા તે સમ્યગ્ દર્શન છે..
‘પચ્ચીસમાં તીર્થંકર હોઈ શકે જ નહિ ‘ એવી શ્રદ્ધા સુલસાની રગરગમાં એવી પ્રસરી ગઈ હતી કે જેના કારણે તમામ જૈનો અંબડ પરિવ્રાજકની ઈન્દ્રજાળમાં ફસાયા હતા પણ સુલસા અડોલ રહી હતી..
♦️ ભકિત ચતુષ્ક એ સમ્યગ્ દર્શન..
સમ્યગ્ દ્રષ્ટી જીવમાં ભકિત, મૈત્રી, શુદ્ધિ અને શૌર્ય આ ભક્તિ ચતુષ્ક અવશ્ય હોય…
♦️ પાપ ધિક્કાર – રાગવિરાગ તે સમ્યગ્ દર્શન..
સમકિતી જીવના તપ,ત્યાગ મહાવ્રત ઉપર જો મોહરાજા અહંકાર આદિ પેદા કરીને પાણી ફેરવી નાખે તો ય પાપ ધિક્કાર નામનું શસ્ત્ર તેમની પાસે હશે તો અષાઢાભૂતિ, નંદિષેણ, સુલસ, ક્ષીરકદંબક પાઠક, સત્યકી, શ્રેણિક, ગોશાલકની જેમ હારની બાજીને જીતમાં ફેરવતા બહુ સમય નહિ લાગે..
♦️ જાગરણ અને અ – ચિત્તપાત એ સમ્યગ્ દર્શન…
ચિત્તની સતત જાગૃતિ – પાપ કરતી વખતે આ ખોટું થાય છે એવી સ્પષ્ટ વિવેકદ્રષ્ટિ સમકિતી જીવમાં અવશ્ય હોય..
ભરત ચક્રી રાજ સિંહાસને બેસતાં ત્યારે ય લમણે હાથ દઈને બેસતા, મનમાં બોલતા, “હાય! આ રાજનું સ્વામિત્વ મને કઈ નરકમાં લઈ જશે?”
જંબુકુમાર અને ગુણસાગર આઠ કન્યાઓની સાથે બેસીને પણ કેટલા બધા જાગ્રત હતા !
♦️ આદર – કદર એ સમ્યગ્ દર્શન..
સમકિતી જીવને ચારિત્રધર્મ ઉપર અતિશય આદર હોય, સંયમધર મહાત્માઓની તે ખૂબ કદર કરતો હોય. શ્રેણિક અને કૃષ્ણ આ વાતની પાકી સાક્ષીરૂપ છે. કૃષ્ણ તો ઉંમરલાયક થએલી પોતાની તમામ દીકરીઓને દીક્ષા અપાવવા માટે પૂછતાં કે, બેટા તારે દાસી થવું છે કે રાણી ? જો રાણી થવું હોય તો પરમાત્મા નેમિનાથજી પાસે દીક્ષા લે..
♦️ સુખે અલીનતાદિ એ સમ્યગ્દર્શન
જે આત્મા સમકિત પામે છે તે પ્રાયઃ તો સર્વવિરતિધર્મ પામ્યા વિના રહેતો નથી. પણ જો કદાચ કર્મોદયે વિરતિ ન પામી શકે તો ય તેનામાં નીચેની પાંચ વસ્તુઓ તો બરોબર વિકસે છે..
૧) તે સુખે અલીન રહે છે. (ભરત, જંબૂ, શાલિભદ્ર)
૨) તે દુઃખે અદીન રહે છે. (શ્રેણિક વગેરે.)
૩) તે પાપે અપીન (નબળા) રહે છે. (રાવણ વગેરે)
૪) તે બુદ્ધિમાં અહીન રહે છે. (મયણા વગેરે.)
૫) તે ધર્મમાં અક્ષીણ રહે છે. (કુમારપાળ વગેરે.)
નિશ્ચયનયથી જે ‘ગેટ વે ઓફ નવપદ’ ગણાય છે તે સમ્યગ્ દર્શન-ગુણને આપણા સહુના કોટિ કોટિ વંદન…🙏
———————————-
યાદ રહે,
જો પ્રગટે શ્રધ્ધા, તો સફળ કામ બધ્ધા!
———————————-
છેલ્લે, “પ્રભુ તને તજુ નહિ ને બીજાને ભજુ નહિ.” એનું નામ સમ્યગ્દર્શન. આજે છઠ્ઠા પદને ખૂબ ભાવથી વંદન કરીએ ને આપણી શ્રધ્ધા ખૂબ પ્રબળ બનાવીએ.
आँखों में अगर मुस्कान है, तो इंसान तुमसे दूर नहीं,
पाँखो में अगर उड़ान है, तो आसमान तुमसे दूर नहीं;
शिखर पर बैठकर विहग ने, यही गीत गाया है,
श्रद्धा में अगर जान है, तो भगवान तुमसे दूर नहीं!
સમ્યગ્ દર્શન એટલે…
કર્મ મુક્ત અવસ્થા.. અતૂટ શ્રદ્ધા તે સમ્યગ્ દર્શન…
રાગમય સંસારથી જે મુક્ત બનાવે તે સમ્યગ્ દર્શન…
જેના ધ્યાનથી જીવનમાં વિચારોની મધુરતા પ્રગટે તે સમ્યગ્ દર્શન…
જીવનમાંથી અશ્રદ્ધાને દૂર કરવા માટે જગતને સંદેશ આપતા સમ્યગ્ દર્શન પદ કહે છે કે –
શંકાના દૂષણથી દૂર રહો…
નિંદાના પ્રદુષણથી મુક્ત બનો…
પ્રશંસાના ભૂષણથી યુક્ત બનો..
શ્રી સર્વજ્ઞ ભગવંતના આગમમાં ભાંખેલા તત્ત્વોની સદેહણારૂપ, સમ્યગ્ દર્શનરૂપી રત્નદીપકનું છઠ્ઠા પદમાં હું સતત ધ્યાન ધરું છું…🙏
🌟🌟🌟🌟🌟
સમ્યક દર્શન વંદના
➖➖➖➖➖➖➖
મારા પ્રભુએ જે પ્રરૂપ્યું તે જ સાચું એક છે
તે સત્ય છે નિઃશંક છે તે પ્રાણ છે આધાર છે.
શ્રદ્ધા ખડગ જેવી અડગ મુજ અંતરે હો સ્થાપના ,
દર્શન તણા શુભ ચરણમાં કરું ભાવથી દું વંદના …(૧)
છોને ચમત્કારો બતાડે દેવતાઓ ભલભલા
તોડી શકે ના કોઈ મુજ શ્રદ્ધા તણી શુભ શૃખલા
સમક્તિધારી શ્રાવિકા સુલસાના ગુણ કહેવાય ના
દર્શન તણા શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૨)
જે બીજ છે શીવપદ તણું સડસઠ વિભેદે વર્ણવ્યુ
ક્ષાયોપશમ ક્ષાચિક ઉપશમ દ્રષ્ટિ નિર્મળતા ભર્યું
જેનું અનુપમ સ્થાન છે છઠ્ઠે પદે સિદ્ધચક્રના
દર્શન તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૩)
તનથી રહે સંસારમાં પણ મોક્ષમાં મનડુ રમે
તપ ત્યાગ સંયમ ભાવના જેની રગરગમાં રમે
ઉત્કૃષ્ટ છાસઠ સાગરૂની સ્થિતિ હોવે ખંડના
દર્શન તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૪)
💥 સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા ! સમ્યગ્દર્શન…
➖➖➖➖➖➖➖➖➖
(૧) સમ્યગ્ નો અર્થ શું થાય ?
➡️ સાચું
(૨) સમ્યગ્ દર્શન એટલે શું ?
➡️ સર્વજ્ઞ વચનોને સાચા માનવા
(૩) પશ્ચાત્ ક્રમથી સમ્યગ્ દર્શન પદ કેટલામું ?
➡️ ચોથું
(૪) સમ્યગ્ દર્શન પદની આરાધના કયા ધાન્યથી ?
➡️ ચોખા
(૫) સમ્યગ્ દર્શન પદની આરાધનાના ખમાસમણ કેટલા ?
➡️ ૬૭
(૬) સમ્યક્ત્વની સજ્ઝાય પ્રતિક્રમણમાં રચનાર ?
➡️ મહો.યશોવિજયજી મ.
(૭) સમ્યગ્ દર્શનની આત્માને કઈ વિશિષ્ટ દ્રષ્ટિ હોય?
➡️ દ્રષ્ટિવાદોપદેશિકી
(૮) શ્રેણિક મહારાજા કયા ગુરૂના સમાગમે સમકિતી બન્યા ?
➡️ અનાથિમુનિ
(૯) સિદ્ધચક્રજીમાં સમ્યગ્ દર્શનનું સ્થાન ક્યાં ?
➡️ જમણે ખૂણે (અગ્નિ)
(૧૦) સમ્યક્ત્વીને સર્વજ્ઞ પ્રભુના કેટલા વચન પર શ્રદ્ધા હોય ?
➡️ સર્વ
(૧૧) સમ્યક્ત્વી જીવ પાપ કરે તો અલ્પ કર્મબંધ થાય એવુ કયા સૂત્રમાં ?
➡️ વંદિત્તાસૂત્ર
(૧૨) જિનશાસનની પ્રભાવના કરે તેવા પ્રભાવક કેટલી જાતના ?
➡️ આઠ
(૧૩) શેની ગણતરી સમ્યક્ત્વ પછી થાય ?
➡️ ભવની
(૧૪) કોના સમ્યક્ત્વની પરીક્ષા કરવા અંબડશ્રાવકે રૂપ કર્યા ?
➡️ સુલસા
(૧૫) પ્રભુવીરનો આત્મા કયા ભવમાં સમકિતી બન્યો ?
➡️ નયસાર
(૧૬) કોના દર્શન વારંવાર કરવાથી સમકિત નિર્મળ બને?
➡️ સર્વજ્ઞ પ્રભુ
(૧૭) કયા સૂત્રમાં સમ્યક્ત્વની માંગણી કરી ?
➡️ લોગસ્સ/ઉવસગ્ગહરં/જયવીયરાય
(૧૮) સમ્યક્ત્વીના કેટલા અતિચાર ત્યજવા ?
➡️ પાંચ
(૧૯) સમ્યક્ત્વીનો વધુમાં વધુ સંસાર કેટલો રહે ?
➡️ અર્ધપુદ્દગલપરાવર્ત
(૨૦) કયો કષાય સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે ?
➡️ અનંતાનુબંધી
(૨૧) કઈ પ્રક્રિયા એટલે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ ?
➡️ ગ્રંથીભેદ
(૨૨) સમ્યગ્ દર્શન પદનો વર્ણ કેવો છે ?
➡️ શ્વેત
(૨૩) પ્રભુવીરને ઉપસર્ગ કરનારો કોણ મરતાં સમકિત પામ્યો ?
➡️ ગોશાળો
(૨૪) સમકિતના ૬૭ બોલની સજઝાય કયા ગ્રંથમાંથી રચના પામી ?
➡️ સમ્યક્ત્વ સપ્તતિ
(૨૫) ‘સમકિતનું મૂળ જાણીએજી’ સજઝાયના રચયિતા કોણ?
➡️ ઉદયરત્ન મ.સા.
(૨૬) ક્યું સમ્યક્ત્વ કંઇક અધિક ૬૬ સાગરોપમ રહે છે ?
➡️ ક્ષાયોપશમિક
(૨૭) કયું સમ્યક્ત્વ વધુમાં વધુ ૩૩ સાગરોપમ સાધિક રહે ?
➡️ ક્ષાયિક
(૨૮) ક્યું સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત રહે છે ?
➡️ ઔપશમિક
(૨૯) સમ્યક્ત્વને અટકાવનાર ક્યું કર્મ છે ?
➡️ દર્શન મોહનીય
(૩૦) શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આ શું છે ?
➡️ સમ્યક્ત્વના લક્ષણ
(૩૧) સમ્યક્ત્વ વિનાના નવપૂર્વધર કેવા ગણાય ?
➡️ અજ્ઞાની (અભણ)
(૩૨) ક્યા જીવને ક્યારે પણ સમ્યગ્દર્શન થતું નથી ?
➡️ અભવ્ય
⭕ સાતમો દિવસ ⭕
🔸પદ :- શ્રી જ્ઞાનપદ
🔸જાપ :- ૐ હ્રીં નમો નાણસ્સ.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- સફેદ…એક ધાન્યનું આયંબિલ તે ચોખાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૫૧ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૫૧
🔸ખમાસમણ :- ૫૧
🔸પ્રદક્ષિણા :- ૫૧
નમો નાણસ્સ…🌹
➖➖➖➖➖➖➖➖➖
સમ્યકજ્ઞાન…મતિજ્ઞાન..શ્રુતજ્ઞાન..અવધિજ્ઞાન..મન:પર્યવજ્ઞાન..કેવલજ્ઞાન..
આત્મા ઘરમાં પ્રવેશ કરવા જ્ઞાન એ દિપક બનીને પ્રકાશ પાથરે છે..સમ્યક્ જ્ઞાન એ આંખ(દ્દષ્ટિ) છે…
જ્ઞાન ના પ્રભાવે જ આપણને તીર્થંકર ભગવંતોએ મોક્ષનો માર્ગ બતાવ્યો છે..અનુષ્ઠાનો બતાવ્યા છે..સાધના ની રીતો બતાવી છે..
એંઠા મોંઢે જમતા જમતા ન બોલવું..ગાળ ના બોલવી..નિંદા ના કરવી..અવગુણ ના ગાવા..જૂઠું કે બીજાને આઘાત લાગે એવું ન બોલવું…
અક્ષર લખેલા કપડાં,બૂટ,ચપ્પલ,ટોપી,પટ્ટા વગેરે ન પહેરવા..પેપર કે પુસ્તક દ્વારા પવન ન ખાવો..પેપર કે કાગળ પર બેસવું નહિં..અક્ષરને થુંક ના લગાડવું..પગ ન લગાડવો..તોતડા, બોબડા,આંધળા કે લંગડાની મશ્કરી ન કરવી..આ બધી પ્રાથમિક કક્ષાની જ્ઞાન ની આરાધના છે..
જેના પ્રભાવે આપણને જીનવચનો સાંભળવાનો યોગ મળે..જીનવચનો સાંભળવા ગમે..ધર્મમાં મન લાગે..જડતા બુદ્ધિહિનપણું ચાલ્યું જાય..આપણી વાત કોઈ પણ સાંભળવા તૈયાર થાય એવું કરવું જોઈએ..
ભગવાન ની સ્તુતિ-ગુણગાન-વ્યાખ્યાન-હિતશિક્ષા વગેરે સાંભળવું..ધર્મના અથવા આત્માને હિતકારી વાંચન કરવું..જ્ઞાન-જ્ઞાનીઓનો આદર સત્કાર કરવો..પાઠશાલામાં બાળકો અને વડિલોએ ભણવા જવું..આ બધું જ્ઞાનપદની સેવા ઉપાસના છે..
મા-રુષ(ગુસ્સો ના કરવો) અને મા-તુષ(રાગ ના કરવો) આ બે જ વાક્ય ગોખી ના શકનાર મહામુની માસ્તુષજી ૧૨ વર્ષ સુધી ભણતાં જ રહ્યા..ખેદ-જ્ઞાની ના અનુભવી તો કેવલજ્ઞાન પામી ગયા..
નમસ્કાર હો એ જ્ઞાન-જ્ઞાનીઓના ચરણોમાં..
જ્ઞાનપદ નો આયંબિલનો સાતમો દિવસ મંગલમય હો…
જ્ઞાન પદની આરાધના નિમિતે સંકલ્પો
➖➖➖➖➖➖➖➖➖
(૧) દિવસમાં ૩૦ મિનિટ ધર્મનું વાંચન-શ્રવણ કરીશ…
(૨) રોજ એક નવી ગાથા કરીશ…
(૩) જ્ઞાન ચઢે તે માટે કાઉસ્સગ્ગ કરીશ અને માળા ગણીશ…
(૪) સંઘની પાઠશાળામાં બાળકોને પ્રભાવના અને સારો અભ્યાસ કર્યો હોય તેનું બહુમાન કરીશ…
(૫) પાઠશાળામાં ભણાવતા અધ્યાપકો અને ગુરુભગવંતને ભણાવતા પંડિતોના એક પગારનો લાભ લઈશ…
(૬) મન બગડે તેવા કોઈ પણ અશ્લીલ સાહિત્યનું વાંચન કરીશ નહિં…
(૭) ઍંઠા મોઢે બોલીશ નહિં કે પુસ્તક વાંચીશ નહિં…
(૮) કાગળ પર બેસીશ નહિં કે તેના પર ખાઈશ નહિં…
(૯) કાગળ બાળીશ નહિં – ફટાકડા ફોડીશ નહિં. કોઈ પણ રીતે જ્ઞાનની આશાતના થાય નહિં એનો પુરો ખ્યાલ રાખીશ…
સમ્યક્ જ્ઞાન …
જે પણ તપ કરો….
જે પણ ક્રિયા કરો…
પણ..
જ્ઞાન વિના ની ક્રિયા..તપ… એ …નિષ્ફળ છે..!
જે ક્રિયા…જે તપ…જ્ઞાન સાથે થાય તે.. કરોડો વર્ષ નું પાપ….માત્ર એક શ્વાસોશ્વાસ માં ખપે છે…!
આ છે જ્ઞાન નું મહત્વ. ..
પણ આ સમજ આપે કોણ ?
જ્ઞાની…!
🥀🥀🥀🥀🥀
બધી ક્રિયા નું મુળ શ્રદ્ધા. ..!
શ્રદ્ધા નું મુળ જ્ઞાન….!
સુર્ય દિવસે પ્રકાશ આપે …
ચંદ્ર રાતે પ્રકાશ આપે….
પણ દિપક ..
ગમે ત્યાં…
ગમે ત્યારે પ્રકાશ આપે…
એ દિપક છે જ્ઞાન નો. …!
💫💫💫💫💫
🌸 પાણી માં અસંખ્ય જીવો છે…
વિતરાગી પ્રભુ એ પોતાના જ્ઞાન થી જાણી બતાવ્યું….!
🌟વિજ્ઞાને હમણાં સાબિત કર્યુ…કે, પાણી માં 36000 જીવ છે…
🌸ઉકાળેલું પાણી ..પીવાથી. લગભગ ઘણા બધા રોગો નો નાશ થાય છે. .
વિતરાગી પ્રભુ એ બતાવ્યુ…
🌟ડોકટર કહે છે , લગભગ બીમારી ગરમ પાણી .થી કંટ્રોલ માં આવે છે…
🌸 જૈન ધર્મ માં…બેસીને જ પાણી પીવુ. . એ પ્રભુની આજ્ઞા છે..
🌟વિજ્ઞાને હવે છેક સાબિત કર્યુ કે…બેસીને પાણી પીવાથી .ઘૂંટણ ના રોગ થતા નથી..
🌈🌈🌈🌈🌈
આ ભક્ષ્ય. ..
આ અભક્ષ્ય..
આ પેય…
આ અપેય. ..
વગેરે થી જો જ્ઞાન હોય તો બચી શકાય છે…!
🌧🌧🌧🌧🌧
છઠ્ઠ કરી સાત યાત્રા શત્રુંજય ની કરવાથી ત્રીજે ભવે મોક્ષ…
ગિરનાર ને રોજ ભાવથી ઘરે બેસી વંદના કરવાથી ચોથે ભવે મોક્ષ…!
આ બધુ જ્ઞાન હોય તો જાણી શકાય…
બચી શકાય..
માટે આજે આરાધીએ. .
શાશ્વતી ઓળીના સાતમા દિવસે..
જ્ઞાન પદ ને….
જ્ઞાન પદ
———————————-
▪️ બદામ ખાવાથી બુધ્ધિ વધે, બ્રાહ્મીના ઉપયોગથી બુધ્ધિ વધે, માલકાંકણી તેલના પ્રયોગથી બુધ્ધિ વધે.. એવું લોકો કહે છે. પણ.. જ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ વધે. જ્ઞાની ને જ્ઞાનના સાધનોની પર્યુપાસનાથી જ્ઞાન વધે. જ્ઞાનની ઉપાસના કેટલી સામર્થ્યવાન છે એનું એક જ દ્રષ્ટાંત કાફી છે – તીર્થંકરપદ!
▪️ સિધ્ધપદ તો અસંખ્ય આત્માઓને મળે, પણ.. જગતનું જે સર્વોત્કૃષ્ટ પદ છે, એ તીર્થંકરપદ તો આ અવસર્પિણી કાળમાં માત્ર ને માત્ર 24 આત્માઓને જ મળ્યું ને મળે. ભગવાન મહાવીર ની આસપાસ 50,000 કેવલજ્ઞાનીઓ તો ગૌતમસ્વામીજીના શિષ્યરૂપે વિચરતા હતા. એ સિવાય હજારો કેવલજ્ઞાનીઓ હતા. પણ.. તીર્થંકર તો એક જ હતા, પ્રભુ મહાવીરસ્વામીજી!
▪️ આ જગતના નાથનું પદ તો માત્ર તીર્થંકરને જ મળે. એ તીર્થંકરપદ મેળવવાનો Easy રસ્તો, સરળ રસ્તો, Shortcut Way એટલે જ્ઞાન. શાસ્ત્રોમાં લખ્યું છે કે, જે રોજ ભણે તે તીર્થંકર બને. રોજ ભણવાનું માપ કેટલું? કેટલી ગાથા, કેટલા શ્લોકો રોજ ભણે તો તીર્થંકર બને, 1000 શ્લોક, 500 શ્લોક, 100/200.. કેટલા શ્લોક?
▪️ ના! શાસ્ત્રોમાં લખ્યું, જે રોજ “1 અક્ષર” પણ નવો ભણે તે તીર્થંકર નામકર્મ બાંધે! શક્તિ ન હોય તો એક અક્ષર પણ ભણો, જે તમને તીર્થંકરપદ સુધી.. કેવલજ્ઞાન સુધી પહોંચાડી દે છે. અભિનવ જ્ઞાનપદ વીસસ્થાનકનું એક પદ છે, એની આરાધના કરનારો તીર્થંકર બને, કેવલજ્ઞાની બને એવો સ્પષ્ટ ખુલાસો આ પદના વર્ણનમાં, પરંપરામાં કરવામાં આવ્યો છે.
▪️ જે જ્ઞાનનો એક અક્ષર તીર્થંકર બનાવી દે એ જ્ઞાનપદની આરાધનાનો શાશ્વત દિવસ આજે છે. પ્રભુએ કેવલજ્ઞાન પછી સૌથી પ્રથમ કયું દાન આપ્યું? આ પ્રશ્નનો એક જ જવાબ અનંતકાળથી રહ્યો છે કે, પ્રભુએ કેવલજ્ઞાન પછી સૌથી પહેલું દાન, જ્ઞાનદાન આપ્યું, દેશના આપી, જ્ઞાનની લ્હાણી કરી.
▪️ જ્ઞાનની મહત્તા દર્શાવતા આગમસૂત્રે ભાખ્યું છે કે, “पढमं नाणं तओ दया।” – પ્રથમ જ્ઞાન પછી દયા. અને કારણ આપતા લખ્યું કે, અજ્ઞાની દયાના નામે.. હિંસા’ય દયાના ભાવ સાથે કરી બેસશે. માટે જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. એક દ્રષ્ટાંત લખ્યું છે,
▪️ એક ડોશીમા જીવદયાના ભાવે રોજ ઢોરઢાખરને સૂર્યાસ્ત સુધી પાણી પીવડાવે. એક દિવસ એક વાછરડું સૂર્યાસ્ત પછી પાણી પીવા આવ્યું. ડોશીમાએ કહ્યું, “જો સૂર્યાસ્ત થઈ ગયો છે. તને તરસ્યો ન રખાય.” એટલે ગળામાં દોરડું બાંધી કૂવામાં ઉતાર્યું ને કહ્યું, “ધરાઈને પાણી પીજે.”
▪️ બીજે દિવસે ડોશીમાએ જોયું તો વાછરડું કૂવામાં મરી ગયું હતું. આનું નામ જ્ઞાન વગરની, સમજણ વગરની, વિવેક વગરની દયા. એટલે જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. ગાથા યાદ નથી રહેતી કે થતી નથી.. માટે ગોખવાનું બંધ ન કરવું.
▪️ અમારા નાના મહારાજે આખું પક્ખીસૂત્ર માત્ર એક જ કલાકમાં કંઠસ્થ કરી લીધું. તો ઉત્તરાધ્યયન ને આચારાંગના, કલ્પસૂત્રના જોગમાં એ આગમો કંઠસ્થ કરી લીધા. ને અગિયારે અંગ કંઠસ્થ કરનારા અનેક શક્તિવંતો આજે’ય સમુદાયમાં દીપે છે.
▪️ પુષ્પમાલા આદિ ગ્રંથમાં લખ્યું છે, 6 મહિને 1 લીટી ગોખાય, યાદ રહે… રે! 15 દિવસે 15 અક્ષર યાદ રહે, તો’ય ભણવાનું ચાલુ રાખવું. જ્ઞાનીનો સંપર્ક ને આપણો ઉદ્યમ રંગ લાવશે જ. શાસ્ત્રમાં પંક્તિ છે, “सम्पर्कोद्यमसुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम्।”
▪️ બાકી અત્યારે’ય.. અમારા રાજા કુમારપાળ 72 વર્ષે સંસ્કૃત ભણ્યા. રાજા કુમારપાળે નિયમ કર્યો હતો કે, સવારે દાંતણ – Brush ત્યારે જ કરવું જ્યારે મારા દાંત 32 છે, તો 32 અધ્યાયનો સ્વાધ્યાય થઈ જાય. યોગશાસ્ત્રના 12 પ્રકાશ ને વીતરાગ સ્તોત્રના 20 પ્રકાશ – કુલ 32 પ્રકાશનો સ્વાધ્યાય કર્યા પછી જ મોઢામાં પાણી લેવું.
▪️ 18 દેશની વ્યવસ્થા ને 72 વર્ષની અવસ્થા.. તો’ય એ અસ્વસ્થ થયા વગર 32 પ્રકાશનો સ્વાધ્યાય કરે. આપણે રોજ નવું ભણવાનું.. રે! પાઠશાળાએ કે ગુરૂદેવ પાસે જઈ ભણવાનો સંકલ્પ કરવો જ જોઈએ. પ્રાયઃ પેથડ મંત્રીની વાત છે. દર વર્ષે અમુક દિવસો સુધી ગુરુદેવ જ્યાં હોય ત્યાં ચાલ્યા જવું, ને સૂત્રપાઠ નવો કરવો. જૂનાનું Revision ને શુધ્ધિકરણ કરવું.
▪️ પેથડ મહામંત્રીને રાજકાજમાંથી Time ન મળે, એટલે પત્ની પથમણિએ એમની પાલખીમાં ઉપદેશમાલા ગ્રંથ મૂકી દીધો. રાજદરબારે પાલખીમાં બેસીને જતા મંત્રી એને ગોખે. વસ્તુપાલ, તેજપાલ રોજ ભણવા બેસે. ને પ્રાયઃ 700 પાઠશાળા નિર્માણ કરી, 7 કરોડ સોનામહોર જ્ઞાનમાર્ગે ખર્ચ્યા.
▪️ લલ્લિગ શ્રાવકે ગુરુ હરિભદ્રસૂરિ મ. રાત્રે’ય ગ્રંથ સર્જન કરી શકે માટે અચિત્ત પ્રકાશને ફેલાવતા સવા કરોડના રત્ન ઉપાશ્રયની દીવાલમાં જડાવ્યા. જિનશાસનના પ્રભાવક મહાપુરુષ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા બાલમુનિ હતા ત્યારે, ભણવાનો સમસ્ત લાભ જસમાઈ નામની શ્રાવિકાબેને લીધો હતો. જેના પરિણામે 2,000 શ્રમણગણનું નેતૃત્વ કરનારા ને અકબર જેવાને અહિંસક બનાવનારા હીરસૂરિ મ. આપણને મળ્યા.
▪️ તો જ્ઞાનના સર્વોચ્ચ શિખરોને સર કરનારા મહોપાધ્યાય, શ્રી યશોવિજયજી મ. જૈન સંઘને મળ્યા તેનું કારણ, એક ધનજી સૂરા નામના શ્રાવક, જેમણે તમામ પંડિતોના મનને ભરીને ભરપૂર જ્ઞાનપ્રદાયક બનાવ્યા.
▪️ આજે જ્ઞાનપદના દિવસે, _શ્રમણ – શ્રમણીને ભણાવતા પંડિતો પર ને પાઠશાળામાં યથાશક્તિ વરસજો. શાસ્ત્રોએ ‘સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી’ એમ કહી સ્વાધ્યાયની, જ્ઞાનની ઉત્કૃષ્ટતા પ્રમાણિત કરી આપી છે. પૂ. વજ્રસ્વામી જેવા મહાજ્ઞાની ને ઉત્કૃષ્ટ પ્રભાવક એ સ્વાધ્યાયને લીધે જ આપણને મળ્યા. તો એક સાધ્વીજીના સ્વાધ્યાયના મંજુલઘોષે 1444 ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિ મ.સા. આપણને મળ્યા.
▪️ છેલ્લે.. આ જ્ઞાન કેટલું મહાન છે, એક જ શબ્દ સાથે પૂરું કરીએ. જે કર્મોને ખપાવતા કરોડો કરોડો વર્ષ લાગે, એ કર્મો જ્ઞાનીને ખપાવતા કેટલો સમય લાગે?
બહુ કોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ,
જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ.
જ્ઞાનની તાકાત કેટલી કે, એક શ્વાસમાં ક્રોડો ભવોના કર્મો ખપી જાય. ચાલો સંકલ્પ કરીએ, રોજ એક ગાથાનો!
हे प्रभु आनंददाता! ज्ञान हमको दीजिए,
शीघ्र सारे दुर्गुणों से दूर हमको कीजिए;
लीजिए हमको शरण में हम सदाचारी बने,
ब्रह्मचारी धर्मरक्षक वीर व्रतधारी बने!
💥💥💥💥💥💥💥
સમ્યક જ્ઞાન વંદના
➖➖➖➖➖➖
કર્મો ખપાવી ઘાતીયા કેવળ લહી પ્રભુ શુભ સમે
ખોલે ખજાનો ગૂઢ હિતકર મોહ મિથ્યા તમ શમે
આપે ત્રિપદ ગણધારને કરે ચૌદપૂરવ સર્જના
સદ્જ્ઞાનના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૧)
છે શાસ્ત્ર “દિપક” સારીખા મોહાંધકારધને વને
છે. શાસ્ત્ર દિવાદાંડી સમ મિથ્યા મહોધધિ તારણે
પદ પદ પરમ પાવન શૂચિ અનેકાંતવાદ નિદર્શના
સદ્જ્ઞાનના શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૨)
આતમ સ્વરૂપને શોધવા સદજ્ઞાન છે સાચો સખા
સ્વ-પર પ્રકાશક જે કહ્યું આત્મિક ગુણ અમુલખા
મતિ-શ્રુત-અવધિજ્ઞાન, મન-કેવલ વિભેદો જ્ઞાનના
સદ્જ્ઞાનના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૩)
જ્ઞાની ખપાવે ચીકણા કર્મો જે શ્વાસોશ્વાસમાં તે
કરોડો વર્ષો ના છુટે અજ્ઞાનના અંધારમાં
જ્ઞાને હીણા પશુ સમ કહ્યા, કિશ્યા કહુ ગુણ જ્ઞાનના?
સદ્જ્ઞાનના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૪)
💥 જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદો……
➖➖➖➖➖➖➖➖➖
(૧) રોજની ૭૦૦ ગાથા કંઠસ્થ કરનાર કોણ હતું?
➡️ દુર્બલિકા પુષ્પમિત્ર
(૨) રોજની ૧૦૦૦ ગાથા કંઠસ્થ કરનાર કોણ હતું?
➡️ શ્રી બપ્પભદ્રસૂરીશ્વરીજી મ. સા.
(૩) લીંબુ ઉછાળીને નીચે પડે તેમાં નવા (૯) શ્લોક કોણ બનાવતું ?
➡️ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.
(૪) ૧ સોપારી ઉછાળીને નીચે પડે તેમાં નવા (૭) શ્લોક કોણ બનાવતું ?
➡️ મહો. શ્રીયશોવિજયજી મ.સા.
(૫) ગોખતા ગોખતા કોને કેવળજ્ઞાન થયું?
➡️ શ્રી માસતુષમુનિજી
(૬) જ્ઞાનની આરાધનાથી કયા કુમારનું મૂર્ખપણું ચાલ્યું ગયું?
➡️ શ્રી વરદત્તકુમાર
(૭) ઘોડિયામાં ૧૧ અંગ કોણ ભણ્યા હતા ?
➡️ શ્રી વજ્રકુમાર
(૮) ૫૦ વર્ષની ઉંમરે કયા રાજા કઠીન એવું વ્યાકરણ ભણ્યાં?
➡️ શ્રી કુમારપાળ રાજા
(૯) સૌથી પ્રાચીન જ્ઞાનભંડાર કયા તીર્થમાં છે?
➡️ શ્રી જેસલમેર
(૧૦) ૧૪૪૪ ગ્રંથની રચના કયા સૂરિજીએ કરી ?
➡️ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી
(૧૧) માતાની ઈચ્છાથી દ્રષ્ટિવાદ ભણવા કોણ મુનિ બન્યા ?
➡️ શ્રી આર્યરક્ષિતજી
(૧૨) જ્ઞાનની આરાધના કયા દિવસથી શરૂ કરવી જોઈએ?
➡️ કારતક સુદ-૫
(૧૩) માતાની સમાધિ માટે ૩ll ક્રોડ શ્લોકની રચના કોણે કરી?
➡️ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
(૧૪) ૨૧ વખત જૈન દીક્ષા છોડવાનો વિચાર કરનાર સિદ્ધર્ષિ કઈ ટીકાથી સ્થિર બન્યા?
➡️ લલિતવિસ્તરા
(૧૫) જ્ઞાનની આરાધના કેટલા મહિના સુધી કરવાની હોય?
➡️ ૬૫ (૫ વર્ષ-૫ માસ)
(૧૬) જ્ઞાન વિનાના મનુષ્યને શાસ્ત્રમાં શેના સમાન ગણાવ્યા છે ?
➡️ પશુ
(૧૭) સિદ્ધર્ષિગણિએ કયા અદ્ભુત વૈરાગ્યસભર ગ્રંથની રચના કરી ?
➡️ ઉપમિતિ ભવ પ્રપંચા
(૧૮) કયા શ્રાવકે કિંમતી રત્નો ઉપાશ્રયમાં જડાવી શ્રુતભક્તિ કરી હતી ?
➡️ લલ્લિંગ શ્રાવક
(૧૯) શાસ્ત્રીય પ્રશ્નોત્તર માટે હીરસૂરિજીએ રચેલો ગ્રંથ કયો ?
➡️ હીરપ્રશ્ન
(૨૦) જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે બંધાય ?
➡️ જ્ઞાન, જ્ઞાની, ગુરુ, જ્ઞાનના ઉપકરણની આશાતના કરવાથી તેમજ અક્ષરવાળા કપડા, ઘડિયાળ વિગેરે પહેરવાથી, ખાતા-ખાતા બોલવાથી, અક્ષરવાળી ચીજ ખાવાથી, છાપા પર ખાવાથી
(૨૧) જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરીને બાંધેલા કર્મથી શું થાય?
➡️ મંદબુદ્ધિ, પાગલપણું, બહેરા, મુંગા, આંધળાપણું મળે.
(૨૨) જ્ઞાનના કેટલા અતિચાર ન લાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ?
➡️ આઠ
(૨૨) જ્ઞાનના કુલ ભેદ કેટલા છે ?
➡️ ૫૧ (૨૮+૧૪+૬+૨+૧)
(૨૩) મતિજ્ઞાનના ૨૮ ભેદના પ્રભેદ કેટલા થાય છે?
➡️ ૩૪૦
(૨૪) કયુ અવધિજ્ઞાન ચક્ષુની પેઠે સાથે રહે છે ?
➡️ અનુગામી
(૨૫) મનના વિચારોને વિશેષ રીતે જણાવનારું કયુ મન:પર્યવજ્ઞાન છે ?
➡️ વિપુલમતિ
(૨૬) ‘રાજાનો દદતે સૌખ્યમ્’ના નવ લાખ અર્થ કરનાર ?
➡️ સમયસુંદરજી
(૨૭) થરાદના ક્યા શેઠે ૩ ક્રોડ સોનામહોર ખર્ચી શાસ્ત્રો લખાવ્યા ?
➡️ આભૂ
(૨૮) કયા મંત્રીએ ૧૮ કોડ સોનામહોર ખર્ચી શાસ્ત્રો લખાવ્યા ?
➡️ વસ્તુપાલ
(૨૯) ક્યા રાજાએ ‘સિદ્ધ હેમ વ્યાકરણ’ની ભવ્ય રથયાત્રા કઢાવી ?
➡️ સિદ્ધરાજ
(૩૦) શાસ્ત્રીય પ્રશ્નોત્તર માટે સેનસૂરિજી એ રચેલો ગ્રંથ ?
➡️ સેનપ્રશ્ન
(૩૧) ધર્મઘોષ સૂરિજી માત્ર છ ઘડીમાં કેટલા શ્લોકો મુખપાઠ કરતા ?
➡️ ૫૦૦
(૩૨) પહેલા ચાર જ્ઞાન ક્યા ભાવના અને કેવળજ્ઞાન કયા ભાવના છે ?
➡️ ક્ષાયોપશમિક/ક્ષાયિક
⭕ આઠમો દિવસ ⭕
🔸પદ :- શ્રી ચારિત્ર પદ
🔸જાપ :- ૐ હ્રીં નમો ચારિતસ્સ.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- સફેદ….એક ધાન્યનું આયંબિલ તે ચોખાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૭૦ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૭૦
🔸ખમાસમણ :- ૭૦
🔸પ્રદક્ષિણા :- ૭૦
નમો ચારિત્તસ સમ્યક્ ચારિત્ર્ય…!..🌹
➖➖➖➖➖➖➖➖➖
ચા – ચાર ગતિથી….
રિ – રિક્ત કરે.. છોડાવતા..!
ત્ર – ત્રાણ આપે… રક્ષા કરે…!
ચાર ગતિથી છોડાવીને આપણું રક્ષણ કરે એનુ નામ ચારિત્ર્ય…!
વિતરાગ થવાની શાળા…!
જીવ માત્ર પ્રત્યે વાત્સલ્ય કેળવવાની નિશાળ…!
તમામે તમામ પાપ વ્યાપારથી મુક્ત રાખવનાર જીવન…!
મોક્ષમાં જવા માટે સંસાર સાગર તરવાની સ્ટીમર…!
સમ્યક્ દર્શન એ દ્રષ્ટિ છે (વલણ છે)
સમ્યક્ જ્ઞાન એ પ્રકાશ છે (વાચન છે)
સમ્યક્ ચારિત્ર્ય એ ચરણ છે (વર્તન છે)
પ્રસન્નતા ભરી જીંદગીનો આસ્વાદ જ્યાં મલે એવું સ્થાન એટલે સમ્યક્ ચારિત્ર્ય….!
માનવ જીવન જેના પામ્યા વગર નિષ્ફળ ગયું કહેવાય તેવું જીવન તે સમ્યક્ ચારિત્ર્ય….!
અનુત્તરવાસી દેવતાઓ પણ જેને પામવા સતત ઝંખી રહ્યાં છે તે જીવન એટલે સમ્યક્ ચારિત્ર્ય…!
ચારિત્ર્ય = સર્વવિરતીવાળુ જીવન…!
અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદથી અલંકૃત થયેલા પૂજ્યવરો પરમેષ્ઠિ ભગવંતો જેની સાધનામાં સદા રત રહે છે તે જીવન એટલે સમ્યક્ ચારિત્ર્ય…!
જ્યાં પાંચ મહાવ્રત પાળવાના, રાત્રિ ભોજન છોડવાનું, પૈસાને ના અડકાય, ના વિજાતીય વ્યક્તિને અડકાય, ના ક્યારેય સ્નાન કરાય, ના ક્યારેય વાહનનો ઉપયોગ કરાય, નથી જેને ગામમાં ઘર કે મકાન, ના કદિ ઠંડીમાં તાપણું કરે, ના કદિ ગરમીમાં પંખો વિંઝે, લોહીના સંબંધે બંધાયેલા સ્વજન પરિવારને છોડી જગત જીવ માત્રને પોતાના પરિવારના બનાવવાનું થાય તે જીવન એટલે સમ્યક્ ચારિત્ર્ય….!
ચારિત્ર પદનો આઠમો દિવસ મંગલમય હો…!
ચારિત્ર પદની આરાધના નિમિતે સંકલ્પો
➖➖➖➖➖➖➖➖➖
(૧) દિવસમાં એક – મહિનામાં ૨૦ સામાયિક કરીશ…
(૨) મહિનામાં એક – વર્ષમાં ૧૦ પૌષધ કરીશ….
(૩) જેમણે ચારિત્ર ગ્રહણ કર્યું છે તેમને સહાયક બનીશ..
(૪) ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ કરીશ…
(૫) કોઈ પણ જીવ ચારિત્ર ગ્રહણ કરતું હોય તેને અંતરાય તો નહિ જ કરું…
(૬) ‘સર્વ વિરતિ’ ના મળે તો મીની ચારિત્ર કહેવાય એવા ૧૨ વ્રત – ૧૪ નિયમનો સ્વીકાર કરીશ…
(૭) ઘરમાં ચારિત્રના ઉપકરણો રાખી, રોજ દર્શન કરીશ…
(૮) દીક્ષા લેનારા જીવોની ખૂબ અનુમોદના કરીશ. ક્યારેય નિંદા નહિં કરું…
(૯) ચારિત્ર જીવન સ્વીકારનારનું જીવન ઉત્તમ બને – શ્રેષ્ઠ બને અને સ્વાસ્થ્ય સારું રહે તેવી રોજ ભાવના ભાવીશ….
સમ્યક્ ચારિત્ર
જે આચાર મોક્ષમાં લઇ જાય …એ ક્રિયા …એટલે
ચારિત્ર. ..!
સારામાં પ્રવૃતિ ને ખરાબમાંથી નિવૃતિ એટલે ચારિત્ર …!
આત્માનો સ્વભાવ…એટલે
જ્ઞાન , દર્શન, ચારિત્ર , ને તપ , ….
ને એમા રમણતા. ..એટલે જ ચારિત્ર. ..!
💫💫💫💫💫💫💫💫
દેવો ને ઇન્દ્ર પણ જે સર્વ વિરતી ને પ્રણામ કરે છે….
ને એ વેશ ને મેળવવા માટે ઝંખે છે…
અક્ષયસુખ , અવ્યાબાધ, અનંતી શક્તિ, નિરંજન , નિરાકાર પણું , સમજાય જતાં ..
ચક્રવર્તી પણ છે ખંડ ને છોડી ને ..ચારિત્ર ધારણ કરે છે… !
રંક ..સંપ્રતિ મહારાજા પણ આગલા ભવ માં દિક્ષા ધારણ કરી…તો એને દેવો પણ પુજે છે…!
અને એ દિક્ષા ના કારણે બીજે ભવે સમ્રાટ બન્યાં…!
💦💦💦💦💦💦💦💦
અશરણ નું શરણ છે ચારિત્ર. ..
લાચાર , નિરાધાર, એવા નંદિષેણ …જયારે આપઘાત કરવા જતા હતા ત્યારે. ..એક મુની જોઇ ગયાં ..અને એને ધર્મ સમજાવી …દિક્ષા આપી…!
🌸 જન્મ , જરા , મરણ થી મુકિત આપનાર એકમાત્ર ચારિત્ર જ છે…!
🌸 આઠ કર્મ ને ખાલી કરે , તે ચારિત્ર. ..!
🌧🌧🌧🌧🌧🌧🌧🌧
તીર્થંકર પણ ત્રણ જ્ઞાન હોવા છતાં દિક્ષા લે છે…
અર્જુનમાળી , દ્રઢપ્રહારી , જેવા પાપીઓ એ, પાપ ને ધોવા માટે ચારિત્ર ધારણ કરેલું…!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
જે સારી રીતે ચારિત્ર પાળે …
વિધી પુર્વક પાળે …
તો…
અનુતર દેવો ના સુખો ને પણ ટપી જાય…એવું અનંત સુખ પામે છે…!
🥀🥀🥀🥀🥀🥀🥀
આવું ઉતમોતમ ચારિત્ર આપણને પણ મળે એ માટે ચાલો આરાધીએ. ..
શાશ્વતી ઓળીના આઠમા દિવસે. ..
ચારિત્ર પદને….!
ચારિત્ર જ્ઞાન ના ઉપકરણો વિષે જાણીશું.
ચારિત્રના ઉપકરણો
૧) ઓઘો — સાધુ જીવનનું મુખ્ય પ્રતીકછે. સૂક્ષ્મ – ઝીણા જીવોની જયણા પાળવામાં કામ કરે છે. ઓઘાનું બીજુ નામ રજોહરણ છે. સાધુ-મુનિવરો હરસમયે માથે જ રાખવાનો હોય છે. અને નીચે બેસતાં, કમાડ, બારી, વગેરે ઉઘાડ – બંધ કરતાં જયણાપૂર્વક પૂજવા પ્રમાર્જવા આ ઓઘાનો ઉપયોગ થાય છે. દીક્ષા ગ્રહણ વખતે ગુરુભગવંત વિધિપૂર્વક આપે છે.આ ઓઘામાં એક ચંદનની લાકડી, લાલ કલરનું, હાથે ગુંથેલું, મંગલમય આકુતિઓવાળુ,પાઠું (બનાતનું જાડું કપડું) તેની ઉપર એક સફેદ મલમલનું કપડું અને એક ઉનનું ગરમ કાપડ (ઓઘારીયું) અને બે સુતરાઉ દોરા (નિષેધીયું) આ બધા થી વ્યવસ્થિત પણે તે બાંધેલ હોય છે.
૨) ચરવળો — એક ચોક્કસ આપવાળી અને આકારવાળી કાળાકલરની કે કથ્થઈ રંગની લાકડીના છેકે ઉનની સફેદ દશી (પાતળી દોરી) ઓ બાંધેલ હોય છે. ઓધાની જેવોજ આકાર હોય છે. પણ આ માત્ર ભાઈઓ – બહેનો માટે હોય છે. સુક્ષ્મ જીવરક્ષાના સાધન તરીકે ઉપયોગ કરવાનો હોય છે. સામાયિક -૫તિક્રમણ- પૌષધ વગેરેમાં અવશ્ય રાખવાનો હોય છે. ભાઈઓને ગોળ દાંડી અને બહેનોને ચોરસ દાંડીનો રાખવાનો હોય છે.
૩) મુહપત્તિ –કંઈ પણ બોલતી વઅતે મુખ પાસે રાખાવનું આઠ પડવાળુ કપડું તેનાથી વાયુકાયના જીવોની જયણા પાળવાનો હેતુ છે. ઉપાશ્રયની ધર્મક્રિયામાં અવશ્ય મુહપત્તિ રાખવાની હોય છે.
૪) દેડાસન — પાંચ – છ વેંત લાંબી નેતર કે સીસમની લાકડીને છેડે ઓઘા જેવીજ ઉનની દોરી બાંધેલી હોય છે. સાધુ – સાધ્વી કે પૌષધવ્રત લેનારને કાજો ( કચરો) કાઢવા, રાત્રે જમીન ઉપર ફેરવીને જવા-આવવા માટે, આ દેડાસનનો અવશ્ય ઉપયોગ કરવાનો હોય છે. જીવરક્ષાનો હેતું છે.
૫) દાંડો — ગોળ અને ઉપરના ભાગે મેરુ વગેરે ચોક્કસ આકારનો પાંચ કૂટ આસપાસનો લાકડીનો દંડ હોય છે. તે સીસમ વગેરેનો બનેલો હોય છે. દીક્ષાના પ્રથમ દિવસથી સાધુવેશની સાથે જ આપવામાં આવે છે. તે બહાર આવવા – જવા વિહાર – ગૌચરી વગેરેમાં સાધુને સાથે રાખવાનો હોય છે. આ દંડ વિના સાધુને ૧૦૦ ડગલાથી દૂર જઈ શકાતું નથી. અનિવાર્ય પ્રસંગે સ્થાપીને અમુક ક્રિયા કરી શકાય છે.
૬) કામળી — સાધુ – સાધ્વીજી ભગવંતોના ખભે અથવા આખા અંગે ઢાંકી શકાય તેવું ઉનનું (ગરમ) વસ્ત્ર જેનાથી દેશરક્ષા કરાય છે. આ કામળી વિના પણ ૧૦૦ ડગલાથી દૂર જવાતું નથી. આના વિવિધ પ્રકારો રહેલા છે.
૭) સંથારીયું –રાત્રિના સુતા (સંથારા) માટે જમીન ઉપર પાથરવાનું ઉનનું ગરમ વસ્ત્ર. જે પ થી ૬ ફુટ લાંબુ હોય છે. ગૃહસ્થ ગાદલા રજાઈ ઉપર સુવે તેમ સાધુ આ સંથારા ઉપર શયન કરે છે.
૮) કપડો — સાધુ ભગવંતને સિવેલા કે ઓટયા વગરનો સવા બે થી અઢી મીટરનો કોટન(સુતરાઉ)નો કપડો. જ બુશર્ટ ને સ્થાને આખો સળંગ કપડો ,ચોળપટ્ટો પહેર્યાપછીઉપર પહેરતા હોય છે.
ચારિત્ર પદ
———————————-
▪️ અઢાર-અઢાર દેશનો માલિક પ્રચંડ પરાક્રમી ને પરાજય જેની સામે ડોકાવાની’ય હિંમત નો’તો કરી શકતો, એ રાજા કુમારપાળ આજે ડુસકે-ડુસકા મૂકીને રડતા હતા. ને વિશાળ જિનાલયના ઘુમ્મટમાં એના પડઘા ઘૂમરાતા હતા. જે-જે મંદિરમાં હતા તે તે બધાની આંખો’ય ચોમાસુ લઈ બેઠી હતી.
▪️ બધાને આશ્ચર્ય ને આઘાત એટલે હતો કેમ કે, અંદાજો નો’તો આવતો કે રાજા કુમારપાળ જેવો મર્દાનગીનો પર્યાય આજે કેમ રડે છે? પણ.. ત્યાં જ દર્દથી ઘૂંટાયેલા આછા-આછા ને ધીમા-ધીમા શબ્દો સંભળાયા, “तव शासनस्य भिक्षुत्वं, देहि मे परमेश्वर:! देहि मे परमेश्वर:! देहि मे परमेश्वर:!” પ્રભુ તારા શાસનનું સાધુપણું મને આપ.
▪️ “મારાથી નહિં રહેવાય, નહિં સહેવાય, તારા વિના કોને કહેવાય! કેમ કે ગુરૂ હેમચંદ્રસૂરિજી મહારાજે ના પાડી છે. ને તે’ય પ્રભુ! તમારા નામે કે ઉદયન રાજર્ષિ પછી કોઈ રાજાને દીક્ષા નહિં દેવી, એવી પ્રભુ પરંપરામાં ના છે. એટલે દેવાધિદેવ! તમને જ વિનવું, तव शासनस्य भिक्षुत्वं, देहि मे परमेश्वर:!”
▪️ કુમારપાળનું આ રૂદન ઘણાના હૃદયમાં ચારિત્ર બીજનું વપન કરી જતું. કુમારપાળ જીવ્યા ત્યાં સુધી રોજે રોજ રડતા રહ્યા. કેમકે કુમારપાળ રાજાને ખબર હતી કે, ચારિત્ર વિના નહિં મુક્તિ. જેના વગર મુક્તિ નથી એ ચારિત્રપદનો આજે દિવસ છે. સિધ્ધચક્રજીની ઓળીના આઠમા દિવસે ખૂબ જ આરાધકો આયંબિલમાં જોડાતા હોય છે ને ચારિત્ર પદની આરાધના કરતા હોય છે.
▪️ સિધ્ધચક્રના નવપદોમાં પાંચમું પદ સાધુપદ છે. આઠમું પદ ચારિત્ર પદ છે. આમ જોઈએ તો બંન્નેમાં ચારિત્ર કેન્દ્રસ્થાને છે. છતાં એમાં ફેર એટલો કે સાધુપદ એ સાધકપદ છે, ચારિત્ર પદ એ સાધનાપદ છે, ને સિધ્ધપદ એ સાધ્યપદ છે.
▪️ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકામાં ચરણ એટલે ચારિત્ર શબ્દની અદ્ભૂત વ્યાખ્યા આપતા જણાવ્યું છે, “चरन्ति गच्छन्ति परमपदं अनेन जीवा तत्चरणं” જેનાથી જીવો પરમ પદે જાય તેનુ નામ ચારિત્ર. ચારિત્ર શબ્દની એક વ્યાખ્યા નાની ઉંમરમાં ગુરૂમુખે પાઠમાં સાંભળી હતી કે, च = સમુચ્ય, रिक्त = ખાલી. જેનાથી કર્મનો સમૂહ, ઢગલો, જથ્થો ખાલી થાય તેનું નામ ચારિત્ર અને કર્મનું ખાલી થવું, Totally Nil થવું એનું નામ તો મોક્ષે જવું છે.
▪️ દરેક તીર્થંકર પરમાત્માએ કેવલજ્ઞાન પામ્યા પછી પ્રથમ દેશનામાં ચારિત્રધર્મની જ સૌપ્રથમ પ્રરૂપણા કરી છે. કેમકે પૂજામાં વીરવિજય મ. લખ્યું છે, “ચારિત્ર ધર્મ જસ મન વસ્યો, સફલો તસ અવતાર.” પરમાત્માની પૂજા એ દરેક સંસારી માટે અનિવાર્ય છે. જો ન કરે તો છટ્ઠનું પ્રાયશ્ચિત છે, એ પ્રભુપૂજા પણ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટે જ છે.
▪️ દ્રવ્ય સમર્પણ ભાવવળગણને દૂર કરનાર છે. જૈન દર્શન તો એટલે સુધી સાપેક્ષ લખે છે કે, “જ્ઞાનનું ફળ મોક્ષ નહિં, પણ.. ज्ञानस्य फलं विरति:” જ્ઞાનનું ફળ એ ચારિત્ર છે. સાચું જ્ઞાન દીક્ષા અપાવે જ અથવા દીક્ષાના ભાવમાં તો રમાડે જ. જેને ચારિત્રની ભાવના જ ન થાય તે અજ્ઞાની છે.
▪️ ઓઘો હાથમાં હોય કે નહિં, પણ.. હૈયામાં તો હોય જ, એનું જ નામ શ્રાવક છે. આ ચારિત્ર, ઉદયથી નથી મળતું, પણ.. ઉદ્યમથી મળે છે. ચારિત્રને રોકનારું કર્મ ચારિત્રમોહનીય છે. મોહનીય કર્મ ઘાતી કર્મ છે. ને ઘાતી કર્મ પ્રારબ્ધથી નહિં પુરુષાર્થથી નાશ પામે. ઉદયથી નહિ ઉદ્યમથી જ નાશ પામે.
▪️ જે પ્રભુએ દેશવિરતિ ધર્મ બતાવ્યો તેને ઘણાએ પોતાનો મતલબીયો અર્થ કરી લાભ લેવા પ્રયાસ કર્યો કે આખિર દેશવિરતિ ભગવાનને જ કહી છે, તો સર્વવિરતિ ન લેવાય તો ચાલે. એના નિરસન માટે એક પંક્તિ શાસ્ત્રે લખી છે કે, દેશવિરતિ ધર્મ કોણે આરાધવો? અથવા દેશવિરતિ કોણે આરાધવી? તો લખ્યું, “सर्वविरति लालस: खलु देशविरति:” સર્વવિરતિનો ઈચ્છુક હોય, પણ.. સામર્થ્ય ઓછું પડે એણે દેશવિરતિ લેવાની. બાકી બધાએ ચારિત્ર લેવું જ લેવું.
▪️ કેમકે સંસારની પ્રત્યેક પળો ને દરેક સ્થળો કર્મબંધના કારણ છે. જ્યાં ડગલે ને પગલે હિંસા સહજ છે.
———————————-
યાદ રહે,
સંસારના સુખો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા જીવોની કબર પર બેઠા વગર ભોગવી નથી શકાતા. જે હિંસાથી ડરે તે સંયમભાવ ધરે.
———————————-
▪️ પૂ.ઉપાધ્યાયજી યશોવિજયજી મ. જે લખ્યું છે, “14 રાજલોકમાં અમારીની ઉદ્ઘોષણા એનું નામ દીક્ષા!” યાદ રહે, જ્ઞાન બારમે ગુણઠાણા સુધી, ચારિત્ર 14 ગુણઠાણા સુધી ને એથી આગળ સિધ્ધોમાં’ય ચારિત્ર માન્યું. આત્માની અંતિમ અવસ્થામાં સ્થિરતારૂપ ચારિત્ર વર્તે છે.
▪️ આવા ચારિત્ર ધર્મને આરાધવાની, સ્વીકારવાની, લેવાની ઈચ્છા-ભાવના સમ્યક્ત્વધારીને અવશ્ય હોય. ને જો ન લઈ શકે તો એનુ એને ભારોભાર દુઃખ હોય ને દુઃખની હારોહાર કોઈ લેતું હોય એનો આનંદ અપરંપાર હોય. મગધના સમ્રાટ રાજા શ્રેણિક જ્યારે શાલિભદ્રજીએ દીક્ષા લીધી ત્યારે એની વર્ષીદાન યાત્રામાં, શોભાયાત્રામાં ચામર લઈને, ઘેલા બનીને, ભાવુક બનીને નાચતા હતા. ને વારંવાર શાલિભદ્રજીને વંદન કરતા હતા ને રૂદન કરતા હતા.
▪️ સંભવનાથ દાદાના સમયમાં નાના રાજકુંવરને દીક્ષાના ભાવ જાગ્યા. રાજા-રાણી, માતા-પિતાએ ખૂબ સમજાવ્યા. છેલ્લે જ્ઞાનીને કહ્યું, એમનો ઉત્સવ કરીએ, પછી દીક્ષા આપીએ. જ્ઞાનીએ કહ્યું, मा पडिबंधं कुणह પ્રતિબંધ = અંતરાય ન કરો. ને દીક્ષા લેતા સમયે ઓઘો લઈને નાચતા જ સમાધિ મૃત્યુ આવી ગયુ ને દેવ બન્યા!
▪️ રાણી રડે. તે વખતે દેવ આવ્યા ને કહ્યું, “હું જ તમારો પુત્ર! તમે એમ ના વિચારતા કે દીક્ષાના મુર્હૂતમાં ખામી છે. પણ.. મારું આયુષ્ય આટલું હતું. જો દીક્ષાની ના પાડત તો’ય મરત. પણ.. ક્યાં જાત કોણ જાણે! તમે હા પાડી તો ઓઘો હાથમાં ને હું ગયો.”
———————————-
યાદ રહે, ચારિત્રને માટે ક્યારેય કોઈને મોહવશ વગર કારણે વિલંબ ન કરાવતા.
ફરીથી લખું, એક આત્માને દીક્ષાનો અંતરાય કરે તેને ગણધરહત્યા જેટલુ પાપ લાગે.
———————————-
▪️ છેલ્લે.. આજે આઠમુ પદ, અષ્ટ ગતિ, આઠ કર્મો, આઠમા પદની આરાધના, અષ્ટ કર્મનુ નિવારણ કરી અષ્ટમ ગતિ એટલે મોક્ષ આપે.
એક મિનિટ, આઠ ગતિને જાણી લો.
▪️ મનુષ્ય, દેવ, તિર્યંચ, નરક. મનુષ્યમાં સ્ત્રી-પુરુષ, દેવલોકમાં દેવ-દેવી, તિર્યંચમાં પુલ્લીંગ-સ્ત્રીલીંગ. જ્યારે નરકમાં માત્ર નપુસંક લિંગ. એટલે સાત ભેદ એ સાત ગતિ. આ સાતે ગતિમાંથી મુક્ત કરી સિધ્ધચક્રજી અષ્ટમી ગતિ આપે.
એક સંકલ્પ કરીએ,
▪️ દિકરો આપણી પેઢી સંભાળે એના કરતા પ્રભુની પેઢી સંભાળે એવી પ્રેરણા દો. ને દિકરીને કહો, “બેટા! પારકે ઘેર જવા કરતા પ્રભુને ઘેર જવું શ્રેષ્ઠ છે.” શ્રીકૃષ્ણજીએ પોતાની તમામ દિકરીઓને દીક્ષા અપાવી હતી. વધુ એક વાત, સંયમ ન લેવાય ત્યાં સુધી સામાયિક તો કરવી જ જોઈએ. લખ્યું છે, “सामाईअ जत्ति आवारा समणो इव सावओ” શ્રાવક સામાયિકમાં હોય ત્યારે સાધુ જેવો જ હોય.
▪️ આવા ચારિત્ર ધર્મને અને એને ધરનારા મહામુનિઓને આજે વંદન કરીએ ને પ્રભુને કહીએ, “દરજીના કપડામાં જીવ્યો, હવે વીરજીના કપડામાં એટલે સાધુના વેશમાં.. રે! છેલ્લે મૃત્યુ તો સાધુના વેશમાં જ થાય એવી કૃપા કરજો.” બસ! ચારિત્રધરને વંદના!!! જેમના લીધે શાસન સ્થપાયું, ચારિત્રધર વગર શાસન સ્થાપના ન થાય. ફરીથી વંદના.
ચારિત્રધર્મ નમો હવે, જે કરે કર્મ નિરોધ,
ચારિત્રધર્મ જસ મન વસ્યો, સફલો તસ અવબોધ!
💥💥💥💥💥💥💥
સમ્યક ચારિત્ર વંદના
➖➖➖➖➖➖➖➖➖
ચારિત્રમોહ વિનાશથી ભવિજન સુસંયમ પામતા
ઈન્દ્રિય નોઈન્દ્રિય દમી આતમવિશુદ્ધિ ધારતા
છે પંચસમિતિ ગુપ્તીત્રય અષ્ટ માતની જ્યાં સેવના
ચારિત્રના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૧)
ચારિત્ર છે તલવારની ધારા સમું વ્રત આકરું
આજ્ઞા તણી આરાધના દુષ્કર છતા ગુણ આગરૂ
મનની કરી વિલિનતા ગીતાર્થ ગુરૂ સમુપાસના
ચારિત્રના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૨)
વસવુ ગુરુકુળવાસમાં આતમ સમર્પિત ભાવથી
પ્રતિશ્રોત વહેલુ ખંતથી, ઈચ્છાડડદિના નિરોધથી
જ્યાં ચૌદ રાજ તણા જીવોને છે અભયની ઘોષણા
ચારિત્રના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૩)
પાળ્યા અનંતા દ્રવ્ય ચારિત્રો છતા ભવ વા શમ્યા
પળવાર સંચમ ભાવથી પાળી પરમપદ ઉપન્યા
છે રાજમારગ આ જ એક જ અંન્ય કો શિવપંથ ના
ચારિત્રના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના …(૪)
💥 ચારિત્ર પદ નમો આઠમે રે…
➖➖➖➖➖➖➖➖➖
(૧) ચારિત્રના પ્રભાવે ભિખારી મરીને કયો રાજા બન્યો?
➡️ સંપ્રતિ
(૨) ચારિત્રપદની આરાધના કયા ધાન્યથી કરવી જોઈએ ?
➡️ ચોખા
(૩) ચારિત્ર મેળવવા કોણે ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલ કર્યા ?
➡️ સુંદરી
(૪) કયું કર્મ ચારિત્રને ઉદયમાં આવવા દેતું નથી ?
➡️ ચારિત્ર મોહનીય
(૫) ચારિત્ર પદની આરાધના કરનારે કેટલા ખમાસમણ દેવા ?
➡️ ૭૦
(૬) જંબુકુમારના સંવાદથી કુલ કેટલાએ ચારિત્ર અંગીકાર કર્યું ?
➡️ પ૨૭
(૭) બાલ્યવયમાં જ ચારિત્ર અંગીકાર કરી અગિયાર અંગ ભણનાર કોણ?
➡️ વજ્રસ્વામી
(८) ગજસુકુમાલ મુનિનો ચારિત્ર પર્યાય કેટલો હતો?
➡️ ૧૨ કલાક
(૯) કયું ચારિત્ર યાવજજીવનું હોય છે ?
➡️ સર્વવિરતિ
(૧૦) નવતત્ત્વમાં ચારિત્રના ભેદ કેટલા બતાવ્યા છે ?
➡️ પાંચ
(૧૧) કયા મહારાજા પોતાની પુત્રીઓને ચારિત્ર લેવાની પ્રેરણા કરતા?
➡️ કૃષ્ણ મહારાજા
(૧૨) સાધુ ભગવંત ચારિત્ર અંગીકાર કરે ત્યારે શેનો પાઠ ઉચ્ચરે ?
➡️ કરેમિભંતે
(૧૩) શરીરના દાહથી ત્રાસી કોણે ચારિત્ર અંગીકાર કર્યું ?
➡️ અનાથીમુનિ
(૧૪) પરમાત્માને ચારિત્ર અંગીકાર કરવા માટે વિનંતી કોણ કરે ?
➡️ નવ લોકાંતિકદેવ
(૧૫) પત્નિના વચનથી કોણ ચારિત્રમાં સ્થિર થયા ?
➡️ ભવદેવમુનિ
(૧૬) ચારિત્ર પર્યાયની મુખ્ય ગણતરી ક્યારથી થાય?
➡️ વડીદીક્ષા
(૧૭) કયા શ્રાવકના સામાયિક ચારિત્રની પ્રશંસા પ્રભુ વીરે કરી હતી ?
➡️ પુણિયાશ્રાવક
(૧૮) ચક્રવર્તી પણ ચારિત્રના પ્રભાવે મરીને ક્યાં સુધી જઈ શકે છે ?
➡️ મોક્ષ
(૧૯) ચારિત્રના પ્રકારમાં શ્રેષ્ઠ ચારિત્ર કયું છે ?
➡️ યથાખ્યાત
(૨૦) પાર્શ્વપ્રભુના સાધુઓ કેટલા મહાવ્રતો ઉચ્ચરે ?
➡️ ચાર
(૨૧) ચારિત્રપદનો વર્ણ કયો છે ?
➡️ શ્વેત
(૨૨) ચારિત્રપદના ૭૦ તથા બીજી રીતે કેટલા ભેદ છે ?
➡️ ૧૭
(૨૩) નવપદમાં ‘ચારિત્રપદ’ કેટલામું પદ છે ?
➡️ આઠમું
(૨૪) શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટામાં ચારિત્રપદનું સ્થાન ક્યાં છે ?
➡️ નીચે ડાબે ખૂણે (વાયવ્ય)
(૨૫) લગ્ન કરીને ફરતાં ગુરુવાણી સાંભળી કોણ મુનિવર બન્યું ?
➡️ દ્રઢબાહુ-મનોરમા
(૨૬) ‘જહાં લાહો તહાં લોહો’ વિચારતા કોણે દીક્ષા લીધી ?
➡️ કપિલ
(૨૭) કયા રાજાના ૧૦ પૌત્રો + ૨૩ પુત્રો + ૨૩ પત્ની = ૫૬ વ્યક્તિએ દીક્ષા લીધી ?
➡️ શ્રેણિક
(૨૮) અષ્ટાપદ પર્વત પર કેટલા તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી ?
➡️ ૧૫૦૦
(૨૯) ઉદયન રાજાનું ખૂન કરવા કોણે દીક્ષા લીધી ?
➡️ વિનયરત્ને
(૩૦) નલિની ગુલ્મ વિમાનમાં જવા કોણે દીક્ષા લીધી ?
➡️ અવંતિસુકુમાર
(૩૧) ભાઈને મારવા ઉગામેલી મુઠીથી લોંચ કરી કોણે દીક્ષા લીધી ?
➡️ બાહુબલી
(૩૨) પશુઓનો ચિત્કાર સાંભળી કોણે ચારિત્ર લીધું ?
➡️ નેમકુમારે
⭕ નવમો દિવસ ⭕
🔸પદ :- શ્રી તપ પદ
🔸જાપ :- ૐ હ્રીં નમો તવસ્સ.
🔸નવકારવાળી :- વીસ
🔸વર્ણ :- સફેદ…એક ધાન્યનું આયંબિલ તે ચોખાનું કરવું.
🔸કાઉસ્સગ્ગ :- ૫૦ લોગસ્સ
🔸સ્વસ્તિક :- ૫૦
🔸ખમાસમણ :- ૫૦
🔸પ્રદક્ષિણા :- ૫૦
નમો તવસ્સ – સમ્યગ તપ..🌹
➖➖➖➖➖➖➖➖➖
આત્માની ઉન્નતિ કરાવે અને તમામ લબ્ધી જેનાથી પ્રાપ્ત થાય તે તપ….!
સાથે સાથે ધાતુ શરીરની તપાવે તેનું નામ તપ….!
ઈચ્છાઓ ઉપર બ્રેક લગાવે તેનું તપ….!
નિકાચિત અને ચીકણા ઘનઘાતી અને અઘાતી તમામ કર્મોના અનુબંધને તોડે તેનું નામ તપ…!
6પ્રકારના બાર્ય અને 6 પ્રકારના અભ્યંતર તપ જિનશાસનની પ્રભાવનાના કારણ છે…..!
સાડા બાર વર્ષમાં 11 વર્ષના ભગવાન મહાવીરે ઉપવાસ તપ કર્યા તે બધા પાણી વિનાના (ચોવીયારા) પારણે માત્ર એક જ વાર જમવાનું અને પછી થામ ચોવીયાર.. ક્યારે બે દિવસ સાથે ખાધું નથી એક દિવસમાં બે ટંક ખાધું નથી…..!
મહાવીર સ્વામી ભગવાન પૂર્વના નંદનરાજાના ભવમાં દીક્ષા લઈને એક લાખ વર્ષ સુધી 11લાખ 80હજાર 645 માક્ષશમન કર્યા હતા….!
14000 શિષ્યોમાં ચઢતા પરિણામ અને તપના વર્ણન દ્વારા મહાવીર પ્રભુ એ ધન્ના ને વખાણ્યો હતો….!
યુગ જુના આત્મામાં પડી પડીને ગંધાઈ ઉઠેલા કર્મોના કચરાને તપની ચિનગારી દ્વારા આંખના પલકારામાં બાળીને જળમૂળથી સાફ કરી શકાય છે…!
ના ખાવું તે અનશન
ખાવુંજ જ પડે તો ઓછું ખાવું તે ઉણોદરી
ઓછું ન જ ચાલે ઓછી વાનગી લેવી તે વૃત્તિ સંક્ષેપ
ખારું ખાટું તીખું મીઠું ગમે તેવું ચલાવીલેવું તે રસ ત્યાગ
વહેલું મોડું ખાવાનું મળે તે ચલાવી લેવું તે કાયા કલેશ
શરીરના અંગોપાંગ સંકોચી રાખવા તે શાલીનતા
આ 6 બાર્ય તપ દ્વારા તેમજ 6 અભ્યન્તર તપ આત્માની પરિણતિ કહેવાય
તપ પદનો આયંબિલનો નવમો દિવસ મંગલમય હો…..
સમ્યક્ તપ પદની આરાધના નિમિતે સંકલ્પો
➖➖➖➖➖➖➖➖➖
(૧) પર્વ તિથિએ અવશ્ય નાનો-મોટો તપ કરીશ…
(૨) તપ કરનારાને તપ કરવામાં સહાયક બનીશ…
(૩) રોજ ઓછામાં ઓછું નવકારશી – ચોવિહાર કરીશ…
(૪) તપ કરનારનું બહુમાન કરીશ – અનુમોદના કરીશ…
(૫) આયંબિલ તપ કરનારને આયંબિલ શાળામાં પીરસદારી કરી, શક્ય એટલી શાતા આપીશ…
(૬) તપ કરનારને પ્રોત્સાહન આપીશ, નબળા પડનારને મજબૂત બનાવીશ, તેમના નાના-મોટા કાર્યોની જવાબદારી લઈ પૂર્ણ કરીશ…
(૭) સંઘમાં ચાલતા સમૂહ તપમાં સમય અને સંપત્તિનું યોગદાન આપીશ…
(૮) કોઈ પણ તપસ્વીની નિંદા કરીશ નહિં…
(૯) જાણતા-અજાણતા કરેલા પાપોની ગુરુદેવ પાસે આલોચના લઈને આત્માને શુદ્ધ બનાવીશ…
તપ…
જે ક્રિયા વડે શરીર નો રસ…રુધિર .. વગેરે સાત પ્રકારની ધાતુઓ..
અથવા તો
કર્મ સમુહ…તાપ પામે ,
શોષાઈ જાય ,તેને તપ
કહેવામાં આવે છે….!
💦💦💦💦💦💦💦💦
જીવનની ચાર ગતિ પૈકી મનુષ્ય ગતિ સર્વ શ્રેષ્ઠ છે. ..!
સર્વોત્કૃષ્ટ સુખ મોક્ષની પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય બીજું કોઇ સાધન નથી…!
🌐દેવો પણ એ દુર્લભ માનવજીવન ને ઝંખે છે. .!
🔮માનવજીવન નું ચણતર ધર્મ ના દ્રઢ પાયા પર રહેલું છે…ધર્મ એ તેજરુપ છે…!
જો એ ધર્મરુપી તેજ લુપ્ત થયું તો…? જીવન ની કિંમત કાચના કટકાની માફક નહીંવત્ છે..!
🌐દાન, શીલ , તપ, ભાવ ..એ ચારેય ધર્મ ના સ્તંભ છે…!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
જિનપુજા , સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મકરણી નિર્જરા ના હેતુભૂત છે..
પરંતુ,
કર્મો ના ક્ષય માટે તો તપ એ જ એક અમોઘ ઉપાય છે. ..!
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
🌈ભવચક્ર માં અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું તે જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. ..!
🌈જે સુખની પાછળ દુઃખ આવે , કે , જન્મ મરણ ના ફેરા કરવા પડે તે અક્ષયસુખ ન કહી શકાય …!
🌧🌧🌧🌧🌧🌧🌧🌧
🎋અનુતર વિમાનવાસી દેવો ના સુખની તુલનામાં…કોઇ સુખ સંસારમાં નથી…!
છતાં પણ…
🎋એ અપૂર્વ સુખ ભોગવ્યાં પછી પણ જન્મ , જરા, મરણાદિ નુ દુઃખ સહેવું પડે છે…!
તો અવિચળ , શાશ્વત , અનુપમ મેય સુખ , મુક્તિ માં જ છે…!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀
તપના આરાધનથી તેવું મુક્તિ સુખ મેળવી શકાય છે. ..!
તો ચાલો આરાધીએ. .તપ પદને ….
તપ….
તપ કરવાથી કોણ કોણ તર્યુ ?
🌷તપ કરવાથી
શ્રીપાલ અને મયણાસુંદરી
તરી ગયા…!
🌷 આ જ ભવે મોક્ષ થવાનો
છે , એ જાણવા છતાં ..તપ
કર્યો…નિર્જળા ઉપવાસ …
એ
શ્રી આદિનાથ દાદા. .
🌷 અને સૌથી વધુ ઘોર ઉપસર્ગ
સહીને સાડા બાર વરસ
તપ કરનાર આપણાં શ્રી
મહાવીર સ્વામી પ્રભુ
💫💫💫💫💫💫💫💫
આ બંને ભગવાન જાણતા હોવા છતાં પણ કર્મ ખેરવવા
તપ કર્યા…
🌷અને ઘોર તપ કરનાર …
સુંદરી. ..શ્રી આદિનાથ દાદાના
પુત્રી. ..!
કે , જેમણે 60000 વર્ષ
આયંબિલ કર્યા….!
🌷છઠ્ઠ ને પારણે છઠ્ઠ કરનાર
તપસ્વી શ્રી ગૌતમ સ્વામી
જેના પ્રભાવે. ..અનંત લબ્ધિ
એમના ચરણોમાં આળોટતી.
અને એ તપ ના પ્રભાવે જ
તેઓએ અષ્ટાપદજી ની
યાત્રા કરી…!
🌧🌧🌧🌧🌧🌧🌧🌧
તપ શક્તિ મુજબ…કરાય..
તપના બે ભેદ છે…
૧ બાહ્ય..
૨ અભ્યંતર..
🌴🌴🌴🌴🌴🌴🌴
જે તપ સમતા સાથે..કરવામાં આવે તે ..તપ કર્મ ને ખેરવી નાખે છે…!
દ્વારિકા નગરી…પુણ્યોદય ત્યાં સુધી જાગૃત રહ્યુ…જયાં સુધી અખંડ આયંબિલ થતા રહ્યાં…!
જેવા આયંબિલ તપ અટકયું.,
અને દ્વારિકા નગરી ભડકે બળીને ખાખ થઈ ગઈ. ..
ને અસંખ્ય લોકો એ આગમાં ભુંજાઇ ગયા…! ને એ દ્વારિકા નગરી …છ મહિના સુધી ભડકે બળતી રહી…!
🌈🌈🌈🌈🌈🌈🌈🌈
ટુંકમાં , તપ કરવાથી …
🌸 મન …
🌸 શરીર …
🌸 વાણી …
🌸 આત્મા ..
શુધ્ધ રહે છે. ..
🍃 તપ એ મોક્ષે લઇ જનાર છે
🥀🥀🥀🥀🥀🥀🥀🥀
આજના દિવસે એ સર્વ મહાતપસ્વીઓને કોટી કોટી વંદના. ..🙏🏼
તપ પદ
———————————-
▪️ આજનો દિવસ કેટલો મોટો છે, મહાન છે ને મહત્વનો છે. જરા વાંચીને વંદના કરજો એ શાશ્વતા સિધ્ધ ગિરીરાજને! એ પાર પામી પરમાત્મા બનેલા આત્માઓને!! પાંચ પાંડવો 20 કરોડ મહામુનિઓ સાથે આજના જ દિવસે ગિરીરાજ ઉપર મુક્તિને પામ્યા!!!
આવતી સાલ આ દિવસે આયંબિલ થાય તો આયંબિલ ને થાય તો ઓળીનો સંકલ્પ કરજો.
▪️ આપણે તો ન પૂછીએ પણ રાજા શ્રેણિકે તો પ્રભુને પૂછી જ લીધું, “પ્રભુ! આપના 14,000 શ્રમણોમાં અધિકા કોણ?” ને.. ભગવાને ફરમાવ્યું, “મારા 14,000 સાધુમાં અધિકા હોય તો કાકંદીનો ધન્નો અણગાર!” સાંભળનારા બધા ભાવુક બની વંદી પડ્યા. તમે કલ્પના કરો, પ્રભુએ બધાથી અધિકા ધન્નાજીને કેમ કહ્યા? ધન્નાજીની એવી કઈ ઊંચાઈ હતી કે સર્વજ્ઞ પરમાત્માએ ધન્નાજીને બાર પર્ષદામાં વખાણ્યા.
એક નાનકડો દુહો બસ છે એ કહેવા,
બાર પર્ષદા આગળે, શ્રેણિક સભા મોઝાર;
વીરે પ્રશંસ્યો તપ ગુણ થકી, ધન ધન્નો અણગાર!
▪️ જરા કલ્પના કરો, તપ ગુણને આગળ કરી પ્રભુએ બધા શ્રમણશ્રેષ્ઠોમાં, શ્રમણગણમાં ધન્નાજીને વખાણ્યા. આજે એ જ તપપદનો દિવસ છે. સિધ્ધચક્રજીની નવપદની ઓળીનો આજે નવમો દિવસ છે. નિગોદથી નિર્વાણ સુધીની યાત્રામાં મહત્વનું પરિબળ જો કોઈ હોય તો તે તપ છે.
▪️ નિગોદથી બહાર લાવનારી નિમિત્તભૂત છે અકામ નિર્જરા ને નિર્વાણ સુધી પહોંચાડવામાં સહાયક છે સકામ નિર્જરા. નિર્જરાનો ઉપાય છે તપ. તત્ત્વાર્થ સૂત્રમાં લખ્યું છે, “तपसा निर्जरा च” તીર્થંકરો પણ તપધર્મને સમાચરે છે. પ્રત્યેક તીર્થંકરો જ્યારે સંયમ ગ્રહણ કરે ત્યારે તપ હોય જ ને નિર્વાણ પામે ત્યારે તપ હોય જ!
▪️ શેત્રુંજા ગઢના વાસી આદીશ્વર દાદા નિર્વાણ પામ્યા તે દિવસે 6 ઉપવાસ હતા, વચ્ચેના 22 તીર્થંકરોને માસક્ષમણ હતું, ને આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરસ્વામી ભગવાને છટ્ઠનો તપ કર્યો હતો. ગમે તેવા ચીકણા કર્મોને ખપાવવા તપ સમર્થ છે.
▪️ અને તપનું અતુલ બળ તો એટલું જબરદસ્ત છે કે કોઈ પણ પાપના નિવારણ માટે, કોઈપણ ભૂલના નિવારણ માટે જ્યારે ગીતાર્થ ગુરૂ પાસે આલોચના લેવા કોઈપણ મુમુક્ષુ જાય ત્યારે ગુરુ પ્રાયશ્ચિત આપે છે તપ, માત્ર તપ! એનો અર્થ એ થયો કે પાપને નષ્ટ કરવાની તાકાત, ગમે તેવા પાપને ધોવાની તાકાત તપમાં છે.
▪️ તપના બાર પ્રકારો જૈનદર્શને અદ્ભૂત દર્શાવ્યા છે. નાનામાં નાનો ને મોટામાં મોટો એટલે અશક્ત ને સશક્ત બંન્ને કરી શકે, સ્વશક્તિ ને સ્વઈચ્છાનુસાર તપધર્મની સાધના. તપ ધર્મનો મહિમા લખતા લખ્યું છે, “देवा वि तं नमंसंति” દેવો પણ તપસ્વીને નમન કરે. નમનથી આગળ દેવો’ય તપસ્વીના દાસ બની સેવા કરે છે.
▪️ કૃષ્ણર્ષિના તપના પ્રભાવની વાત પ્રસિધ્ધ છે. આજે’ય આ બધું બને છે કે તપસ્વીને દેવ સાન્નિધ્ય મળે છે, ને એ દેખી’ય શકાય છે. અમારા તપસ્વી સાધ્વીજી સંઘયશાશ્રીજીએ અમદાવાદ – શાંતિનગરમાં જ્યારે 51 ઉપવાસ કર્યા ત્યારે પ્રત્યક્ષ દિવ્યતત્વને જોનારાએ જોયા. ને સુમતિનાથ દાદાના દેરાસરમાં કેસરજલ વૃષ્ટિ, બાદલાની વૃષ્ટિ ને ભગવાનના અંગમાંથી વાસક્ષેપનું આવતું રહેવું એ અમે પોતે’ય જોયું છે.
▪️ તપ કરનારા તો કેવા ઘોર તપ કરે છે અને દેવતાઓ આજે’ય કેવા એના પરચા પૂરે છે, એનું એક દૃષ્ટાંત : એક મહાત્માએ અભિગ્રહ કર્યો કે, કોઈ રડતી છોકરી છરીથી શાક વહોરાવે તો જ મારે પારણુ કરવું. અભિગ્રહ લંબાતો ચાલ્યો. ઘણાએ કહ્યું, “તમારો અભિગ્રહ બોલી દો તો ખબર પડે.” મહાત્મા બોલે જ નહિં ને જો બોલી દે તો અભિગ્રહ ભંગ નક્કી!
▪️ પણ.. થોડાક દિવસ થયા ને એક દિવસ એમની ધારણા પ્રમાણે અભિગ્રહ પૂરો થયો. એક ઘરમાં એ વહોરવા ગયા. બેનને વહોરાવવાનુ નો’તું. છોકરી રડતી હતી ને એણે ચમચીની છરીથી શાક વહોરાવ્યું. ને મહાત્માએ પારણુ કર્યું.
▪️ હજુ એક દૃષ્ટાંત : અમારું ચોમાસુ મદ્રાસ. કેસરવાડીમાં ઉપધાન હતા. એક વ્યક્તિએ અભિગ્રહ ધાર્યો, એમને અટ્ઠમ ઉપર નિવિ પ્રાયઃ હતી. બધા પીરસવા આવે પણ એ કશુ લે જ નહિં. બપોર થઈ, પણ.. એમનો અભિગ્રહ પૂરો જ ન થયો.
▪️ અસીમ ઉપકારી પૂ.ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજા ત્યાં બિરાજમાન હતા. પૂ.ગુરૂદેવશ્રી ત્રણ ટાઈમ સૂરિમંત્ર ને નવસ્મરણ ગણે. છેલ્લે.. પૂ. ગુરૂદેવશ્રી સૂરિમંત્રના જાપ પૂર્ણ કરીને ત્યાં પધાર્યા. ત્યાં જઈ પૂ. ગુરુદેવે ભક્તામર સંભળાવ્યું. ને એમનો અભિગ્રહ પૂરો થયો. આવા તો કેટલાય દાખલાઓ છે.
▪️ શાસ્ત્રમાં તપની વ્યાખ્યા લખી છે, “इच्छा निरोधस्तप:” ઈચ્છાનો નિરોધ કરવો એનું નામ તપ. એકવાર બાર પ્રકારના તપનું Short વર્ણન ક્યાંકથી મળે તો વાંચી લેજો. તમને લાગશે કે કેટલી Easy છે તપ આરાધના. આ તપ ત્રણ શલ્યરહિત થવો જોઈએ. કોઈપણ જાતની લાલસાથી થતો તપ એ જૈન પરિભાષામાં લાંઘણ છે.
▪️ આ અવસર્પિણિમાં સૌથી અધિક આયંબિલનો તપ અખંડ 60,000 વર્ષ સુધી સુંદરીએ કર્યો હતો, જે ભગવાન ઋષભ જિનેશ્વરના સુપુત્રી હતા. આત્મ-કમલ-લબ્ધિ સમુદાયના વિશ્વવિક્રમી તપસ્વી પૂ.આ.વારિષેણસૂરિ મ.સા.એ 100 ઓળી પૂર્ણ કરી, એમાં ઘણી ઠામ ચોવિહારી ને કેટલી’ય તો માત્ર મગ વાપરીને કરી. ને ઉપર મરાઠા પ્રદેશમાં વિચરણ ને 40-40 કિ.મી.નો વિહાર.
▪️ પૂ.આ. શ્રી હંસરત્નસૂરિ મ.સા. 180 ઉપવાસ, પૂ.આ. શ્રી રાજતિલકસૂરિ મ.સા. ને સા.હંસકીર્તિશ્રીજી 300 ઓળી, ભીષ્મ તપસ્વી પૂ.આ. શ્રી કુમુદચંદ્રસૂરિ મ.સા. તો આજીવન આયંબિલની સાધના કરનારા, પૂ.આ.શ્રી હિમાંશુસૂરિ મ.સા. ને પૂ.આ. શ્રી હેમવલ્લભસૂરિ મ.સા. આદિ કેટલાય તપસ્વીરત્નો આપણા શાસને ઝગમગે છે.
▪️ આયંબિલ તપના પ્રભાવની ઘણી બધી કથાઓ છે, એમાં એક છે જે ગિરનારી નેમનાથ દાદાથી જોડાયેલી છે. દ્વૈપાયન ઋષી.. જે દેવ થઈ દ્વારિકાનો નાશ કરવા માંગે છે, તેને અટકાવવાનો, દ્વારિકાને સર્વનાશથી બચાવવાનો ઉપાય શ્રીકૃષ્ણજીએ પ્રભુને પૂછ્યો. પ્રભુએ એ વખતે ફરમાવ્યું, “જ્યાં સુધી દ્વારિકામાં એક પણ આયંબિલ થતું હશે ત્યાં સુધી દ્વારિકા સુરક્ષિત રહેશે. એનો નાશ દ્વૈપાયન નહિં કરી શકે.”
▪️ ને.. 12-12 વર્ષ દ્વૈપાયન દૈત્ય ધમપછાડા કરતો રહ્યો. પણ.. એ દ્વારિકાને કશું જ ન કરી શક્યો. ને.. એક દિવસ ગડબડ કહો કે ગફલત કહો કે કિસ્મત કહો.. આયંબિલ ન થયું. ને દ્વૈપાયને આકાશમાંથી અગનજ્વાળા વરસાવી દ્વારિકાને સમુળગી સળગાવી દીધી. બળતી દ્વારિકા ને ભસ્મ થઈ જતી દ્વારિકાને શ્રીકૃષ્ણજી પણ અટકાવી ન શક્યા.
▪️ મંત્ર-સૂત્ર ને સાધનાની સફળતા માટે’ય “आचाम्लादि तप: कृत्वा” લખ્યું છે, એક ત્રિસૂત્રી છે, “આયંબિલનો તપ, નવકારનો જપ, બ્રહ્મચર્યનો ખપ, ટાળે બધી જ લપ!” આયંબિલ માંગલિક છે. જો કે તપ જ માંગલિક છે, પછી ભલે એ બારમાંથી કોઈપણ પ્રકારનો કેમ ન હોય!
▪️ આજે તપપદના દિવસે પ્રભુવીરે નંદનઋષિના ભવમાં કરેલા 11,80,645 માસક્ષમણને યાદ કરીને વંદનાવલી સમર્પીએ. ને.. આપણે પણ રાત્રિભોજન – અભક્ષ્ય – કંદમૂળ આદિનો ત્યાગ કરીએ.
▪️ વૃક્ષનું મૂળ નીચે જ હોય, ફૂલ ઉપર હોય. બધા જ ફળો તપને આભારી છે. કેમકે પૂ.ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે, તપ એ આત્મશક્તિને જાગ્રત કરે છે ને ચિત્તવૃત્તિને એટલે કે મનની વિક્ષિપ્તતાને, ચંચલતાને એટલે વૃત્તિને શાંત કરે, સુષુપ્ત કરે ને અંતે સમાપ્ત કરે.
▪️ “आत्मशक्ति समुत्थानं चेतोवृत्ति निरोधकृत्” ચિત્તવૃત્તિનો નિરોધ ને આત્મશક્તિનો બોધ એ જ તો નિર્વાણનો પથ છે. આજે તપપદને વંદના કરીએ ને કમ સે કમ એક નાનો તપ ચાલુ કરીએ, જેનો લાભ ખૂબ મોટો છે.
▪️ રોજ ધારણા અભિગ્રહ લેવો કે જ્યારે ખાવું-પીવું હોય ત્યારે પહેલા એક નવકાર ગણવો ને પછી એક નવકાર ગણવો. એક મહિનો જે આ કરે તેને 28-29 ઉપવાસનો લાભ મળે. ચલો.. તપના પ્રદેશે પ્રવેશીએ.
💥💥💥💥💥💥💥💥
સમ્યક તપ વંદના
➖➖➖➖➖➖➖➖
તોડે નિકાચીત ઘાતી ધન કર્મો તણા સમુદાયને
કુવાસના કુવિકાર સઘળા દૂર કરે કુસંસ્કારને
આધિ ઉપાધિ વ્યાધિઓ જેનો કરે સંગાથ ના
તે તપ તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૧)
ધાતુ તપાવે તન તણી કુવિચારધારા મનતણી
કરી શુદ્ધિ આ જીવનતણી પહોંચાડતો શિવપથ ભણી
બાહ્ય અભ્યંતર બાર ભેદો શાસ્ત્રમાં છે જેહના
તે તપ તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના ..(૨)
જે થયા કૃતકૃત્ય તે તીર્થંકરો પણ તપ તપે
દીક્ષા સુકેવળજ્ઞાન ને નિર્વાણ કાળે અઘ ખપે
ઈચ્છિત આપે વિઘન કાપે દુરિત દ્વંદ્વ નિકંદના
તે તપ તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના ..(૩)
સંવત્સરી વર્ષા લગે પ્રભુ ત્રષભજીએ તપ કર્યો
મહાવીર પ્રભુ ષડ માસ કરી ઉપવાસ નિર્જલ સંચર્યો
પચાસ ભેદે જે કરાવે સકામ નિર્જરા સાધના
તે તપ તણા શુભ ચરણમાં કરૂં ભાવથી હું વંદના …(૪)
💥 તપ ગુણ ઓપે રે… રોપે ધર્મને…
➖➖➖➖➖➖➖➖➖
(૧) તપ પદ એ પશ્ચાત ક્રમથી નવપદનું કેટલામું પદ છે ?
➡️ પહેલું
(૨) તપ પદની આરાધના કરનારે કેટલા લોગસ્સનો કાયોત્સર્ગ કરવો જોઈએ ?
➡️ ૫૦
(૩) તપ પદના બાહ્ય પ્રકાર કેટલા છે ?
➡️ ૬
(૪) ગુરુ તેમજ વડીલોની ભક્તિ કરવી તે કયો તપ છે?
➡️ વૈયાવચ્ચ
(૫) શેનો રોધ કરીએ તો એ સાચો તપ કહેવાય ?
➡️ ઈચ્છા
(૬) કયા આચાર્ય ભગવંતશ્રીના બિરૂદથી તપાગચ્છ પ્રચલિત થયો?
➡️ જગચ્ચન્દ્રસૂરિજી
(૭) ઉપધાનતપમાં ઉપવાસના પારણે કયો તપ આવે ?
➡️ નીવી
(૮) કયા સૂરિજીના તપના પારણે શ્રાવકો જિનાલય બંધાવતા ?
➡️ કૃષ્ણર્ષિ
(૯) કયા તપને શ્રમણજીવનનો પ્રાણ કહ્યો છે ?
➡️ સ્વાધ્યાય
(૧૦) વીરપ્રભુના સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી કોણ હતું?
➡️ ધન્નાજી
(૧૧) અકબર અને હીરસૂરિજીના મિલનમાં કઈ શ્રાવિકાનો તપ હતો?
➡️ ચંપા
(૧૨) કયા તપનું પારણું કરવા શ્રાવકો આદિનાથ પ્રભુના સાન્નિધ્યમાં જાય છે ?
➡️ વર્ષીતપ
(૧૩) ખા ખા કરવાની વૃત્તિવાળાને શું કહેવાય ?
➡️ આહારસંજ્ઞા
(૧૪) “તપસા નિર્જરાચ” આ સૂત્ર કયા ગ્રંથનું છે?
➡️ તત્વાર્થાધિગમ
(૧૫) શરીરને વિવેક પૂર્વક કષ્ટ આપવો તે કયો તપ છે?
➡️ કાયક્લેશ
(૧૬) નંદન રાજર્ષિના ભવમાં પ્રભુવીરના આત્માએ કેટલા માસક્ષમણ કર્યા હતા ?
➡️ ૧૧,૮૦,૬૪૫
(૧૭) કયા તપ દ્વારા થયેલા પાપોની વિશુદ્ધિ થાય છે?
➡️ પ્રાયશ્ચિત
(૧૮) અનશન તપ કરી ચંડકૌશિક સર્પ મરીને કયાં ગયો ?
➡️ દશમા દેવલોક
(૧૯) આયંબિલના તપ દ્વારા કોણે પોતાની કાયાને સૂકવી નાંખી ?
➡️ સુંદરી
(૨૦) વર્તમાનમાં એક સાથે કેટલા ઉપવાસનું પચ્ચકખાણ લઈ શકાય ?
➡️ ૧૬ ઉપવાસ
(૨૧) કયા તપમાં પૂજ્યશ્રીના દાંડાની ઊંચાઈની આંગળ પ્રમાણ ઉપવાસ કરવાના હોય ?
➡️ મોક્ષદંડક તપ
(૨૨) કયો તપ હંમેશા વૃદ્ધિ પામતો ને આહારસંજ્ઞા પર વિજય પમાડતો તપ છે ?
➡️ વર્ધમાન તપ
(૨૩) કયા તપમાં માત્ર હાથ અને મોઢું જ હલાવાય ને ઠામ ચોવિહાર થાય?
➡️ એકલઠાણું
(૨૪) સળંગ ૩૦ ઉપવાસના તપને શું કહેવાય ?
➡️ માસક્ષમણ
(૨૫) ભૂખ કરતાં ઓછું જમવું તે કયો તપ કહેવાય?
➡️ ઉણોદરી
(૨૬) ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ કોણે કર્યા હતા ?
➡️ ગૌતમસ્વામી
(૨૭) યાવત્ જીવ અટ્ઠાઈના પારણે અટ્ઠાઈ કરનાર આચાર્ય ?
➡️ વીરસૂરિજી
(૨૮) ૧૬ વર્ષ સુધી ફક્ત જુવારના રોટલા વાપરી તપ કરનાર ?
➡️ અભયદેવસૂરિજી
(૨૯) તપના પ્રભાવે દેવો સેવા કરવા આવેલ તેવા મહામુનિ ?
➡️ હરિકેશી
(૩૦) આચાર્ય પદ પછી છ વિગઇ અને ભક્તના ઘરની ગોચરીનો ત્યાગ કરનાર ?
➡️ માનદેવસૂરિજી
(૩૧) બાર વર્ષ છઠ્ઠના પારણે આયંબિલ કરનાર આચાર્ય ?
➡️ કક્કસૂરિજી
(૩૨) આયંબિલ દ્વારા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરનાર સતિ ?
➡️ દમયંતિ
શ્રી નવપદજીનું સ્તવન
~~~~~
નવપદ ધરજો ધ્યાન ભવિ તુમે !
નવપદ ધરજો ધ્યાન ;
એ નવપદનું ધ્યાન કરતાં,
પામે જીવ વિશ્રામ… ભવિ. ૧
અરિહંત સિદ્ધ આચારજ પાઠક ,
સાધુ સકળ ગુણખાણ… ભવિ.૨
દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ ,
તપ તપો બહુમાન… ભવિ.૩
આસો ચૈત્રની સુદી સાતમથી ,
પૂનમ લગી પ્રમાણ… ભવિ.૪
એમ એકાશી આંબિલ કીજે ,
વરસ સાડા ચારનું માન… ભવિ.૫
પડિક્કમણાં દોય ટંકના કીજે ,
પડિલેહણ બે વાર… ભવિ. ૬
દેવવંદન ત્રણ ટંકના કીજે ,
દેવ પૂજો ત્રિકાળ… ભવિ. ૭
બાર આઠ છત્રીસ પચવીશનો ,
સત્તાવિસ સડસઠ સાર… ભવિ. ૮
એકાવન સિત્તેર પચાસનો ,
કાઉસ્સગ્ગ કરો સાવધાન… ભવિ. ૯
એક એક પદનું ગણણું નિત્યે,
ગણીએ દોય હજાર… ભવિ. ૧૦
ઈણ વિધિ જે એ તપ આરાધે ,
તે પામે ભવપાર… ભવિ. ૧૧
કરજોડી સેવક ગુણ ગાયે,
મોહન ગુણ મણિમાળ… ભવિ.૧૨
તાસ શિષ્ય મુનિ ‘હેમ’ કહે પ્રભુ !
જન્મ મરણ દુ:ખ ટાળ… ભવિ. ૧૩
નવપદ ધરજો ધ્યાન ભવિ તુમે…
🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻
શ્રી નવપદજીના સ્તવનનો અર્થ
~~~~~~~~~
હે ભવ્યજીવો ! તમે અરિહંતાદિ નવપદોનું મનમાં ધ્યાન કરજો. એ નવપદોનું ધ્યાન કરવાથી પ્રાણી મોક્ષ/સ્વગુણોમાં કાયમી વિસામો પામે છે. (૧)
એ નવપદજી ની અંદર અરિહંત – સિદ્ધ – આચાર્ય – ઉપાધ્યાય – સાધુ એ પાંચે પરમેષ્ઠી ગુણોની ખાણ સ્વરૂપ છે. બહુમાન પૂર્વક ઉત્તમ એવા દર્શન – જ્ઞાન અને ચારિત્રનું ગુણોનું તમે આરાધન કરો અને તપ ગુણને તપો. (૨-૩)
આસો અને ચૈત્રની અજવાળી સાતમથી પૂનમ સુધી ૯-૯ દિવસની આરાધના ૯ વખત કરવાથી ૮૧ દિવસની આરાધના સાડા ચાર વરસે એટલે કે દર છ મહિને ૯ દિવસ આ તપ પૂર્ણ થાય છે. (૪-૫)
એ તપ આરાધનાની વિધિ બતાવે છે. જેમ કે :- દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું , સવાર-સાંજ બે વખત વસ્ત્ર પાત્ર આદિનું પ્રતિલેખન કરવું , સવાર બપોર સાંજ એમ ત્રણે કાળે આઠ થોયથી દેવવંદન કરવા , ત્રિકાળ જિનપૂજા કરવી , અરિહંતનો ૧૨ , સિદ્ધનો ૮ , આચાર્યનો ૩૬ , ઉપાધ્યાયનો ૨૫ , સાધુનો ૨૭ , સમ્યગ્ દર્શનનો ૬૭ , જ્ઞાનનો ૫૧ , ચારિત્રનો ૭૦ , અને તપનો ૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ( ૯ દિવસમાં અનુક્રમે ૧ – ૧ દિવસે) મન વચન કાયાના ઉપયોગપૂર્વક કરવો. અરિહંત આદિ એક – એક પદનો જાપ દરરોજ બે હજારનો કરવો. આ પ્રમાણે વિધિપૂર્વક જે નવપદજીની ઓળીનો તપ આરાધે છે તે પ્રાણી ભવરૂપી સમુદ્રને તરી જાય છે. (૬ થી ૧૧)
સેવક હેમવિજય મ. બે હાથ જોડીને કહે છે – “હે પ્રભુજી મારા જન્મમરણના ફેરા તું દૂર કરજે”
શ્રી નવપદ ભાવના-વંદના
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૧
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી અરિહંત પદ ભાવના..
સમવસરણમાં પ્રભુજી બીરાજે,
ચોત્રીશ અતિશય પ્રભુજીને છાજે,
પાંત્રીશ વાણી ગુણ ગણ ગાજે,
વંદના હોજો હમારી આજે…
હે નાથ ! આપે સમ્યક્ત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કરી વિશ્વ કલ્યાણની ભાવનાથી રંગાઈ, નિરતિચાર સંયમ પાળી, વીસ સ્થાનક તપની આરાધના કરી જે તીર્થંકર નામ કર્મની નિકાચના કરી તેવી અનુપમ આરાધના અને ભાવનાની આપ કૃપાનાથની અસીમ નિસીમ કૃપાથી મને પ્રાપ્તિ હો !
હે નાથ ! આપ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્ય તથા જ્ઞાનાદિ ચાર અતિશય એમ બાર ગુણ સહિત છો ! આપના તે ગુણો અનેકાનેક જીવોને ધર્મ પ્રાપ્તિનું નિમિત બને છે ! હે નાથ ! મારો આત્મા સદા આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશયોનું ધ્યાન કયારે કરશે !
હે નાથ ! આપના ચોત્રીશ અતિશયો અને પાંત્રીશ વાણીના ગુણોનું આ દાસને મંગળમય ધ્યાન કયારે પ્રાપ્ત થશે !
હે દેવાધિદેવ ! આપની કૃપાથી મારો આત્મા સદા શ્રી અરિહંત પદના ધ્યાનમાં લીન રહો..!
હે નાથ ! આપના ચરણકમળમાં ચરણ કિંકરની કોટીશ: વંદના..! કોટીશ: વંદના..! 🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૨
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી સિદ્ધ પદ ભાવના..
સિદ્ધશિલાએ સિદ્ધ પ્રભુને, પ્રણમતાં પાતિક ધ્રૂજે કે પાપ થાયે દૂર,
ગુણ સિદ્ધોનાં યાદ કરતા, હૈયુ મારૂં રીઝે કે પાપ થાયે દૂર..
હે સિદ્ધ ભગવંતો ! આપની માફક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી હું અનંતજ્ઞાનનો ગુણ કયારે પ્રાપ્ત કરીશ !
હે જગન્નાથ ! દર્શનાવરણીય કર્મનો ક્ષય કરી હું અનંત દર્શનનો ગુણ કયારે પ્રાપ્ત કરીશ !
હે નાથ ! આપના ધ્યાનથી મારા વેદનીય કર્મનો સર્વથા નાશ થઈ મને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાઓ !
હે વિભો ! મોહનીય કર્મના ચૂરેચૂરા કરી મને અનંત ચારિત્રની પ્રાપ્તિ કયારે થશે !
હે પ્રભો ! આયુષ્ય કર્મનો નાશ કરીને અક્ષયસ્થિતિને હું કયારે પ્રાપ્ત કરીશ !
હે પરમાત્મા ! નામ કર્મનો વિનાશ કરી મારો અરૂપી ગુણ મને ક્યારે પ્રાપ્ત થશે ! અર્થાત્ મારૂં આ સંસારનું નાટક કયારે બંધ પડશે !
હે નાથ ! ગોત્ર કર્મનો ક્ષય કરીને હું અગુરૂ લઘુગુણનો માલિક કયારે થઈશ !
હે નાથ ! હે નાથ ! હે નાથ ! અંતરાય કર્મનો નાશ કરી અનંતવીર્ય ગુણ ધરનાર હું ક્યારે બનીશ !
હે નાથ ! મારી ભાવના સફળ કરો. કર્મની જંજીરોમાં જકડાયેલા આ કેદીને મુક્ત કરો ! મુક્ત કરો ! નાથ ! મને મુક્ત કરો !…🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૩
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી આચાર્ય પદ ભાવના..
હે નાથ ! આપના દર્શનથી પૂર્વના મહાપુરૂષો શ્રી ગૌતમ સ્વામી મહારાજા વગેરે સ્મૃતિમાં આવે એવા આપના પ્રતિરૂપ ગુણની હું સ્તવના કરું છું… 🙏
હે મધુરભાષી ! હે ગાંભીર્ય ગુણનિધિ ! ઉત્તમ બુદ્ધિના નિધાન ! ધૈર્યવંત ! આપ ઉપદેશ પરાયણ ! હે નાથ ! આપને નિવેદન કરેલી વાત કદી પણ હોઠે ન આવે તેવા અપરિશ્રાવી ગુણથી આપ શોભિત છો !
ચંદ્ર સમાન સૌમ્ય ! ગચ્છના હિત માટે સંગ્રહ કરનારા દ્રવ્યાદિ અભિગૃહધારી! આત્મશ્લાઘાથી દૂર સુદર ! મેરૂ સમાન અચલ ! વૈરાગ્યરંજીત હૃદયવંત અને પ્રશાંત ! ક્ષમામૂર્તિ છો !
કોમળતા, સરળતા, નિર્લોભતા, તપસ્વિતા, સંયમિતા, સત્યતા, પવિત્રતા, નીર્મમતા, શુદ્ધ બ્રહ્મચર્યથી વિભૂષિતતા, આદિ ગુણગણોથી આપ શોભી રહ્યા છો !
સ્વનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને ધર્મકથક દુર્લભ એ બારે ભાવનાથી આપે આત્માને ભાવિત કર્યો છે !
હે નાથ ! અનાદિ અનંતકાળથી દૂરાચારથી લપેટાયેલો હું આપ કૃપાનાથની અસીમ નિસીમ કૃપા ચાહું છું !
હે ભવોદધિતારક ! હે સુકાની ! આપની કૃપાથી પંચાચારના પાલનમાં હું ક્યારે ઉદ્યત થઈશ !
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૪
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી ઉપાધ્યાય પદ ભાવના..
હે નાથ ! આપ શાસ્ત્ર પ્રતિપાદિત યથાર્થ વિધિસહિત સકળ શાસ્ત્રારાધ્યયન પૂર્વક શુદ્ધ ચારિત્ર આરાધનામાં લીન રહી કેવળ ઉપકારક દ્રષ્ટિથી સાધુ સમુદાયને અનેક પ્રકારે સંયમ સેવામાં લીન બનાવનાર છો !
મુક્તિ માર્ગમાં સહાયતા આપી પત્થર સમાન જડબુદ્ધિ શિષ્યોને શાસ્ત્ર પ્રવિણ બનાવનાર છો !
શિષ્યોને ઉત્તમ આચારમાં સુવિનિત કરનારા ! આચાર્યપદની યોગ્યતાવાળા ! હે ઉપાધ્યાય ભગવંત! હું આપને નમું છું… આપને નમું છું…
આપને ભાવથી નમી ભાવના ભાવું છું કે, હે નાથ ! અનાદિ અનંતકાળથી અવિનયથી ઉન્મત્ત બનેલા મને આપની અનહદ કૃપાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય..! 🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૫
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી સાધુ પદ ભાવના..
હે દયાળુ ! આપ જીવમાત્રની હિંસાથી, અસત્ય માત્રથી, ચોરી માત્રથી, સર્વથા સર્વ પ્રકારે વિરમેલા છો !
હે પ્રભુ ! આપ સર્વથા મૈથુનથી વિરમેલા છો. વળી, પરિગ્રહ માત્રના સર્વથા ત્યાગી છો ! આપ કદી પણ કોઈપણ પ્રકારે રાત્રિ ભોજન નહિ કરનાર છો !
હે નાથ ! આપ સર્વથા, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિયાદિ, ત્રસકાય એમ છ કાયના રક્ષક છો!
હે વિભો ! આપ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને સ્વરની અનુકૂળતામાં નહિ રાચનારા અને પ્રતિકૂળતામાં અકળામણ નહિ અનુભવનારા મહાવૈરાગી છો !
હે નાથ ! હે નાથ ! આપની કૃપાથી મારામાં એ સામર્થ્ય પ્રગટો કે જેથી હું પંચ મહાવ્રતધારી ! છકાય રક્ષક! ઈન્દ્રિયોને મનનો માલિક ! ક્ષમાને સંતોષનો ઉપાસક ! યોગોનું દમન કરનાર ! અને પરિષહ ઉપસર્ગોને સહન કરનાર થાઉં એ જ મારી એકની એક અને સદાની ભાવના અને પ્રાર્થના છે. 🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૬
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી દર્શન પદ ભાવના..
હે દેવાધિદેવ !..
આપની કૃપાથી..
પ્રવચન પ્રતિપાદિત જીવાદિ નવ તત્ત્વોની વિચારણા !
પરમાર્થના જાણ મુનિભગવંતોની ઉપાસના !
સમ્યકત્વથી ભ્રષ્ટ નિવૃત પાસત્થાદિનો અપરિચય !
મિથ્યાત્વવાસિત જીવોના સંસર્ગનો અભાવ !
ધર્મશ્રવણની અભિલાષા !
સંયમની રૂચિ !
દેવગુરૂવાદિકનું અપ્રમત્તપણે વૈયાવચ્ચ !
શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધભગવંત, શ્રી જિનપ્રતિમા, શ્રી પ્રવચન, શ્રી ક્ષમાદિ યતિ ધર્મ, શ્રી આ.ભ., શ્રી ઉપાધ્યાય ભ., શ્રી સાધુ ભ., શ્રી સમ્યગ્ દર્શનનો વિનય !
આપે પ્રતિપાદેલું તત્વ જ સાચું છે એવી અંતઃકરણની વિચારણા આપની ભક્તિથી ન થાય તે અન્યથી ન જ થાય તેવી ઉચ્ચાર શુદ્ધિ !
છેદન ભેદન સહુ પણ આપ સિવાય અન્ય દેવોને નમું નહિ તેવી કાય શુદ્ધિ !
શ્રી જિનવચનમાં શંકાનો ત્યાગ !
અન્ય મતની અભિલાષાનો ત્યાગ !
મિથ્યા દ્રષ્ટિની પ્રશંસાનો ત્યાગ !
મિથ્યા દ્રષ્ટિતા સંસર્ગનો ત્યાગ !
પ્રાવચનિક, ધર્મકથી, વાદિ, નૈમિતિક તપસ્વી, વિદ્યાના જાણ, સિદ્ધ અને કવિ એ શાસન પ્રભાવકોની પ્રભાવકતા !
શ્રી જિનશાસનની ક્રિયામાં કુશળતા, પ્રભાવના, તીર્થભાવના, સ્થૈર્ય, શ્રી જિનશાસનની ભક્તિ, એ ભૂષણપંચકની પ્રાપ્તિ !
ઉપશમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિકાય, એ પંચ લક્ષણોથી યુકતતા !
વંદન, નમન, આલાપ, સંલાપ, દાન અનુપ્રદાન ત્યાગ એ છ યતના !
સામર્થ્યના અભાવે રાજા, ગણ, ચોર, દેવ, ગુરૂ આજીવિકાના કારણે વિપરિત આચરણ માત્ર છાયાથી પણ હૈયાથી નહિ જ કરવા રૂપ આગાર!
સમ્યગ્ દર્શન ધર્મ કલ્પવૃક્ષનું મૂળ છે, ધર્મ નગરનું પ્રવેશદ્વાર છે, ધર્મ પ્રાસાદનો પાયો છે, સમાદિ ધર્મના ગુણોનો આધાર છે. ખાંતિ, સંવર રૂપ અમૃતરસનું ભજન છે, શ્રુતજ્ઞાન, શીલાદિ પણ ગુણરત્નોનો ભંડાર છે, એવી ચિંતવનાના રૂપ છ ભાવના !
આત્મા છે. પર્યાયે અનિત્ય છે, છતાં સ્વરૂપે નિત્ય છે કર્મનો કર્તા ને ફળનો ભોક્તા છે. સર્વ કર્મનો ક્ષય મોક્ષ અને સમ્યગ્ જ્ઞાન ક્રિયા એ મોક્ષનો ઉપાય છે એવું ચિંતન !
એમ સડસઠ ભેદે મને સમ્યકત્વની પ્રાપ્તિ થાઓ ! પ્રાપ્તિ થાઓ !
હે નાથ ! અનાદિ અનંતકાળથી મિથ્યાત્વને વશ પડી ચારે ગતિમાં સુખમાં લીન અને દુઃખમાં દીન થઈ, અનંત, દુઃખોના ડુંગરા મેં ઊભા કર્યાં.
હે નાથ ! હે નાથ ! મારા મિથ્યાત્વના ચૂરેચૂરા કરી મને સમ્યક્ત્વનો પ્રકાશ આપો ! પ્રકાશ આપો…!🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૭
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી જ્ઞાન પદ ભાવના..
સ્પર્શ, રસ, ઘ્રાણ, શ્રવણ એ ચાર ઈન્દ્રિયોના વ્યંજનાવગ્રહ તેમજ પાંચ ઇન્દ્રિયો તથા મનના અર્થાવગ્રહ સ્વરૂપ એ છના ઈહા, અપાય, ધારણા, સ્વરૂપ મતિજ્ઞાન
તથા અક્ષર, અનક્ષર સંજ્ઞી, અસંજ્ઞી, સમ્યગ્, મિથ્યા, સાદિ, અનાદિ, સપર્યવસિત, અપર્યવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ સ્વરૂપ શ્રુતજ્ઞાન !
આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતિ અપ્રતિપાતિ અવધિજ્ઞાન !
ઋજુમતિ, વિપુલમતિ સ્વરૂપે મનઃપર્યવ જ્ઞાન !
અને લોકાલોક પ્રકાશક શ્રી કેવળજ્ઞાનને નમસ્કાર કરી ! ભાવના ભાવું છું કે..
હે નાથ ! હે અનંતજ્ઞાન ! આપની અસીમ નિસીમ કૃપાથી શ્રી જ્ઞાનપદની આરાધના કરી મારો આત્મા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનો અને જ્ઞાનીનો ઉપાસક બની સર્વજ્ઞ બને !
હે નાથ ! અનાદિ અનંત કાળથી હું અજ્ઞાનના અંધકારમાં જ અટવાયો છું. હે પ્રભુ ! મને જ્ઞાનનો પ્રકાશ આપો અને મારા અજ્ઞાનના અંધકારને કાપો…🙏
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૮
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી ચારિત્ર પદ ભાવના..
પાંચ મહાવ્રત, દશ પ્રકારે યતિધર્મ, છકાય રક્ષા, સત્તર પ્રકારે સંયમ, દશ ભેદે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની વાડ, જ્ઞાન દર્શન ચારિત્રની પરિણતિ, અનશનાદિ બાર પ્રકારે તપ અને કષાયનો નિગ્રહ એ ચારિત્રના સીત્તેર ભેદને નમી હું ભાવના ભાવું છું કે..
હે નાથ ! એવો શુભ દિવસ ક્યારે આવશે કે જયારે મારો આત્મા હિંસા, મૃષા, ચોરી મૈથુન, પરિગ્રહનો સર્વથા ત્યાગ કરશે !
હે નાથ ! આચાર્ય ભગવંત, ઉપાઘ્યાય ભગવંત, તપસ્વી, નવદીક્ષિત, ગ્લાન, સ્થવીર, ઉત્તમ સમાચારીવાળા મુનિ, શ્રી ચતુર્વિધ સંઘ, કુલ અને ગણનું વૈયાવચ્ચ કરવાનું સામર્થ્ય મને કયારે મળશે !
બ્રહ્મચર્યની નવ વાડને પાળવા સ્વરૂપ ચારિત્ર મને કયારે મળશે !
દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ સ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિ મને ક્યારે થશે ?
હે નાથ ! હું અનશનાદિ બાહ્ય અભ્યંતર તપ રૂપ ચારિત્રને ક્યારે આચરીશ..!
કષાયનો નિગ્રહ કરવાનું સામર્થ્ય મને ક્યારે પ્રાપ્ત થશે..!
💥 શ્રી નવપદ ભાવના-વંદના – ૦૯
➖➖➖➖➖➖➖➖➖
🔸શ્રી તપ પદ ભાવના..
યાવત્ જીવ આ અમુકાળનું અનશન, બાહ્ય અભ્યંતર, ઉણોદરી, દ્રવ્યક્ષેત્ર, કાળ, ભાવથી વૃત્તિસંક્ષેપ લોચાદિકષ્ટ, રસત્યાગ, ઈન્દ્રિય, કષાય અને યોગની સંલીનતા સ્ત્રી, નપુંસક, રહિત વસતીમાં રહેવારૂપ, આલોચના, પ્રતિક્રમણ ઉભય, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદમૂળ, અનવસ્થા, પારાંચિક રૂપ પ્રાયશ્ચિત તપ,
જ્ઞાન દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા, ઉપચાર, આદિ વિનય, આચાર્યાદિ દસનું વૈયાવચ્ચ, વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપેક્ષા અને ધર્મકથા રૂપ સ્વાધ્યાય તપ
આર્તરોદ્ર ધ્યાન નિવૃત્તિ, ધર્મશુકલ ધ્યાન પ્રવૃત્તિ, બાહ્યાભ્યંતર ઉત્સર્ગ એ તપના પચાસ ભેદને નમું છું.
હે નાથ ! અનાદિ અનંતકાળથી, આ જીવે ખા ખા કર્યું છે તેથી ઈન્દ્રિયો અને મન બેકાબુ બન્યા છે.
હે નાથ ! આપની કૃપાથી મારા આત્માને કર્મની નિર્જરાના અનુપમ સાધન ! શ્રી બાહ્ય અભ્યંતર તપની મને પ્રાપ્તિ થાઓ !..🙏
===========================================================
આયંબિલ તપના મહા તપસ્વીઓ..
➖➖➖➖➖➖➖➖➖
▪️વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવલી બન્યા જેઓ ગઇ ચોવીશીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા. તેમનું નામ ૮૦૦ ચોવીશી સુધી અમર રહેશે..
▪️ભગવાન ઋષભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ..
▪️સનકુમાર ચક્રવર્તીએ પૂર્વભવમાં વર્ધમાન તપની ઓળી પુર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઈ ત્રીજા દેવલોકે ગયા..
▪️ભગવાન નેમિનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલની આરાધના ચાલેલ..
▪️પાંચ પાંડવોએ પૂર્વભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ..
▪️મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠના પારણે આયંબિલ કર્યા હતા. (જ્ઞાતા સૂત્ર)..
▪️મહાસતી દમયંતીએ પૂર્વભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનનાં લલાટમાં હીરાના તિલક સ્થાપેલ..
▪️ચરમકેવલી જંબુસ્વામીએ પૂર્વભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબિલ કરેલા..
▪️ધન્ના અણગારે જાવજજીવ સુધી છઠ્ઠના પારણે આયંબિલ કરેલા..
▪️સિંહસેન દિવાકર સૂરિએ ૯ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલા..
▪️વીરપ્રભુની ૪૪મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરિએ જાવજજીવ આયંબિલ કરેલા..
▪️સંતિકર સ્તોત્રનાં કર્તા મુનિસુંદરસૂરિએ જાવજજીવ સુધી અખંડ આયંબિલ કરેલા..
▪️વર્ધમાનસૂરિએ વસ્તુપાલના સ્વર્ગ ગમન પછી જાવજજીવ આયંબિલ કરેલા..
🎋મહાન તપ આયંબીલ
➖➖➖➖➖➖➖➖➖
સ્વાદને કાબૂમાં લેતી ભોજન વ્યવસ્થા વિશ્વભરમાં કે ભારતભરના કોઈ પણ ધર્મમાં સ્વાદને મારવા માટે ભોજનની આવી કોઈ વ્યવસ્થા હોય તો જણાવશો.
➿➿➿➿➿➿➿➿➿
દૂધ કે
દૂધમાંથી બનતી તમામ વસ્તુનો ત્યાગ
દહીં કે
દહીંમાંથી બનતી
તમામ વસ્તુનો ત્યાગ
ઘી કે
ઘી માંથી બનતી
તમામ વસ્તુનો ત્યાગ
ગોળ કે
ગોળ માંથી બનતી તમામ વસ્તુનો ત્યાગ
તેલ કે
તેલમાંથી બનતી તમામ વસ્તુનો ત્યાગ
કડાઈમાં બનતી તમામ વસ્તુનો ત્યાગ
તમામ મરી મસાલાનો ત્યાગ
(મીઠું,મરી, સૂંઠ,હીંગ,મેથી સિવાયના)
તળેલા તમામ ફરસાણનો ત્યાગ
તમામ પ્રકારના મિષ્ટાન્ન, મીઠાઈ, ગળપણનો ત્યાગ ..
તમામ પ્રકારના મેવાનો ત્યાગ
તમામ પ્રકારના ફળનો ત્યાગ
તમામ પ્રકારના પીણાંનો ત્યાગ
તમામ પ્રકારના જ્યુસનો ત્યાગ
તમામ પ્રકારના શાકભાજી,લીલોતરીનો ત્યાગ,
તમામ પ્રકારના મુખવાસ નો ત્યાગ
આવી એકમાત્ર વ્યવસ્થા
ફક્ત જૈન શાશનમાં છે…
અને તે આયંબિલ તરીકે ઓળખાય છેઃ
જૈનશાસ્ત્રોમાં આયંબિલના તપને મહા મંગલને કરનારો કહ્યો છે.
કઠિન કર્મોને કાપનારો કહ્યો છે
જીભના સ્વાદ પર કાબુ લેવા માટે અમોઘ શસ્ત્ર ગણ્યો છે
ભારતભરમાં અને વિદેશમાં પણ અમુક જગ્યાએ
નવપદજીની ઓલીમાં
લાખોની સંખ્યામાં
આયંબિલ નામનો તપ
બાળક ,યુવાન, પ્રૌઢ, વૃદ્ધ,વયોવૃદ્ધ
તમામ ઉંમરના
પૂજ્ય સાધુ,
પૂજ્ય સાધ્વીજી,
ભાઈઓ અને બહેનો
હસતા હસતા કરશે..
જૈન સંઘ માં આવા આયંબિલ તો બારે મહિના થતા હોય છે.
🎋આયંબિલની આરાધનાથી શું લાભ થાય?
— આયંબિલમાં જો શ્રદ્ધા અને સમજ ભળે તો એ સમ્યક્છ રૂપે પરિણમે છે.
— આયંબિલથી આત્મશક્તિ ખીલે છે.
— આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે.
— આયંબિલથી મન પર જીત મેળવી શકાય છે.
— આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
— આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે.
— આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે.
— આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે.
— આયંબિલ આહાર પ્રત્યેની આસક્તિને તોડાવે છે.
— આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે.
— આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે.
— આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે.
— આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગઈ અવિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે.
— આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેકસેશન મળે છે, અને ઓછું વર્ક કરવું પડે છે.
— મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.
— લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે.
શરીર સ્વાસ્થ્ય:
— આયંબિલ કરવાથી લોહી શુદ્ધ થાય છે.
— ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.
— રેઝીસ્ટન્સ પાવર વધે છે.
— શરીરને ડિટોક્સિફાય કરે છે.
— શ્રદ્ધાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ શકે છે.
— ઑઈલ અને સુગર વિના પણ શરીરને પૂરતું પોષણ મળી રહે છે.
માનસિક તથ્ય:
— સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે.
— મનની ચંચળતા શાંત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રોશ પણ ઘટે છે.
— મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેશર અને હાર્ટએટેકના ચાન્સિસ ઘટી જાય છે, શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે.
‘અનાસક્તિથી અરિહંત સુધી લઈ જનારી આરાધના!’
💥 આયંબિલથી થતા લાભો..
➖➖➖➖➖➖➖➖➖
મહામંગળકારી આયંબિલ તપથી…
(૧) વિધ્નોનો નાશ થાય છે.
(૨) વિષયવિકારો શમી જાય છે.
(૩) સંપતિઓ-અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે.
(૪) કષાયોના ઉકળાટ શમી જાય છે.
(૫) આહાર સંજ્ઞા નાશ પામે છે. ખાનપાન પ્રત્યે ઉદાસીનતા આવે છે.
(૬) રસેન્દ્રિયને જીતી શકાય છે. આત્માના અણાહારી સ્વભાવનો આસ્વાદ થોડા અંશે અનુભવી શકાય છે.
(૭) વિકારોનું શોષણ થવાથી શીલ-સંયમની સલામતી જળવાય છે.
(૮) નિકાચિત કર્મોનો પણ નાશ થાય છે.
(૯) પ્રમાદ દૂર થાય છે. સર્વ ધર્મક્રિયા અપ્રમત્તપણે થાય છે.
(૧૦) શરીરનો કચરો જડમૂળથી સાફ થવાથી દેહ નિરોગી રહે છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
(૧૧) કોઇપણ સત્યકાર્યના પ્રારંભે આયંબિલ તપ કરવાથી કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે.
(૧૨) મિષ્ટાન્ન, વિગઈઓ, લીલોતરીનો ત્યાગ થવાથી ભોજનનો ખર્ચ ઓછો થાય છે. એથી આર્થિક લાભ પણ થાય છે.
(૧૩) એક જ વાર લૂખુંસૂકું ભોજન કરવાનું હોવાથી શરદી, ડાયાબિટીસ, અપચો, ગેસ, તાવ, અલ્સર, બી.પી. કોલેસ્ટ્રોલાદિ એક પણ રોગ થતા નથી. કદાચ રોગ થયા હોય તો પણ આયંબિલ કરવાથી નાશ પામે છે.
(૧૪) રોગને શમાવવાનું રામબાણ ઔષધ, અમૃત રસાયણ, જડીબુટ્ટી આ આયંબિલ તપ છે.
(૧૫) શ્રીપાળ રાજાનો ભયંકર કોઢ રોગ આયંબિલ તપની આરાધનાથી નાશ પામ્યો હતો.
(૧૬) નવપદજી પર શ્રદ્ધા વધે છે, તેથી મિથ્યાત્વનો નાશ થાય છે અને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૧૭) આર્તધ્યાન, ચિંતા, કલેશ ઓછા થવાથી મનની પ્રસન્નતા વધે છે.
(૧૮) રસકસ જતા અનેક વિકારો અને દુર્ગુણો નું પોષણ મંદ પડે છે. તેથી પ્રભુભકિત વધે છે.
(૧૯) ધર્મકાર્યમાં ધન વાપરવાની ઉદારતા રહે છે. તેના પ્રભાવથી દાનધર્મની સુંદર આરાધના થાય છે.
(૨૦) આત્માનું ઓજસ વધે છે, મહાસત્વ ખીલે છે. સહનશીલતા કેળવાય છે.
(૨૧) દુર્ગતિના દ્વાર બંધ થઈને સદ્દગતિનાં દ્વાર ખૂલે છે. પરંપરાએ મોક્ષગતિ પ્રાપ્ત થાય છે.
(૨૨) સર્વ વિઘ્ન વિનાશક આયંબિલ તપની જયાં સુધી દ્વારિકા નગરીમાં આરાધના ચાલુ હતી, ત્યાં સુધી ૧૨ વર્ષ સુધી દ્વૈપાયન ઋષિ તેને બાળી શક્યા નહોતાં.
(૨૩) ૧૦૦૦ વરસો સુધી દુ:ખો સહીને નારકીના જીવો જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો જીવ એક આયંબિલથી ખપાવે છે.
(૨૪) મોક્ષના શાશ્વત સુખ આપવાનો કોલ આ તપે આપ્યો છે.
(૨૫) ઉત્કૃષ્ટભાવે આયંબિલ તપની આરાધનાથી તીર્થંકર પદવી પણ પ્રાપ્ત થાય છે.
🏵️ઓળી કરનાર ભાઇ બહેનોને આવશ્યક સૂચનો
——————————————–
1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી અ-મારી’ પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.
➖➖➖➖➖➖➖➖➖
📍નવપદજી ઓળીની નવે દિવસ કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી મંદ- સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિક્રમણ કરવું.
૨. પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૩. લગભગ સૂર્યોદયને સમયે પડિલેહણ કરવું.
૪. આઠ થોય વડે દેવવંદન કરવું.
૫. શ્રી સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી.
૬. નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવાં.
૭. ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું.
૮. નાહી, શુદ્ધ થઇ શ્રી જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. (પૂજા ભણાવી રહ્યા પછી આરતિ અને મંગલદીવો ઉતારી પ્રભુના નવણજળથી શાંતિકળશ ભણાવવો.)
૯. જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરવા અને તેના ઉપર ફૂલ અને નૈવેદ્ય યથાશક્તિ ચડાવવાં.
૧૦. બપોરના આઠ થોયનું દેવવંદન કરવું.
૧૧. દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા દઈ ખમાસમણાં દેવાં.
૧૨. સ્વસ્થાનકે આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું.
૧૩ આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. પછી ચૈત્યવંદન કરી પાણી વાપરવું, ઠામ ચવિહાર પચ્ચક્ખાણ કરનારને ચૈત્યવંદન કરવાની જરૂર નથી.
૧૪. સાંજે સૂર્યાસ્ત પહેલાં પડિલેહણ કરી, આઠ થોય વડે દેવવંદન કરવું.
૧૫. દેરાસરે દર્શન કરી આરતિ-મંગળદીવો કરવો.
૧૬. દૈવસિક પ્રતિક્રમણ કરવું.
૧૭. જે દિવસે જે પદની આરાધના હોય તેની ૨૦ નવકારવાળી ગણવી.
૧૮. રાત્રે શ્રી શ્રીપાલ રાજાનો રાસ સાંભળવો.
૧૯. એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારાપોરિસી સૂત્રની ગાથાઓ ભણાવી સંથારે સૂઈ રહેવું.
૨૦. દરરોજનો વિધિ હંમેશાં સૂતાં પહેલાં પૂર્ણ કરી દેવી ઉપર મુજબ નવેય દિવસ ક્રિયા કરવાની છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥 શ્રી નવપદ ગુણ ચિંતન..
➖➖➖➖➖➖➖➖➖
(૧) અઢાર દોષરહિત, વિશુદ્ધ કેવલજ્ઞાનને ધારણ કરનારા, સત્યતત્ત્વને પ્રગટ કરનારા, ઈન્દ્રો પણ જેમના ચરણમાં નમસ્કાર કરે છે. એવા શ્રી અરિહંત પ્રભુનું પ્રથમ પદમાં ધ્યાન કરું છું.
(૨) પંદર ભેદથી પ્રસિદ્ધ, ગાઢ કર્મના બંધનથી મુકાયેલા, અનંતચતુષ્કને ધારણ કરનારા, એવા શ્રી સિદ્ધ ભગવંતો બીજા પદે રહેલા છે. તેમનું એકચિત્તે નિરંતર ધ્યાન ધરું છું.
(૩) પાંચ આચારના પાલનથી પરમ પવિત્ર, સિદ્ધાંતની શુદ્ધદેશના આપનારા, સાચા પરોપકારમાં નિશદિન તત્પર, એવા શ્રી આચાર્ય ભગવંત જે ત્રીજા પદે બિરાજે છે. એમનું શુદ્ધ મને ધ્યાન કરું છું.
(૪) આચાર્ય ભગવંતની આજ્ઞાથી જે સાધુઓના સમુદાયની ચિંતામાં નિરંતર જોડાયેલા રહે છે. સૂત્ર અને અર્થને ભણાવવામાં હંમેશા ઉદ્યમવંત હોય છે. આગમ સ્વાધ્યાયમાં જેમનું મન લયલીન રહે છે એવા શ્રી ઉપાધ્યાય ભગવંત ચોથા પદે શોભે છે એમને ધ્યાનમાં લાવું છું.
(૫) પંદર કર્મભૂમિમાં વિચરતા, સત્યાવીશ ગુણોને ધારણ કરનારા, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, સર્વ સંગથી મુકાયેલા, બાર કષાયના ક્ષય ઉપશમવડે જેમને સર્વવિરતિ ગુણઠાણાની પ્રાપ્તિ થઈ છે. એથી કષાયના ક્ષય કરનારા કહેવાય છે. એવા નિર્મમ નિઃસંગ શ્રી મુનિવરો, જે પાંચમા પદે બિરાજે છે. તેમને ધ્યાનમાં લાવું છું.
(૬) શ્રી સર્વજ્ઞ ભગવંતના આગમમાં ભાંખેલા તત્ત્વોની સદેહણારૂપ, સમ્યગ્દર્શનરૂપી રત્નદીપક જે છઠ્ઠા પદમાં કહેલ છે તેનું સતત- ધ્યાન ધરું છું.
(૭) જીવ અજીવ વગેરે નવતત્ત્વના શુદ્ધ બોધ રૂપ જ્ઞાન જે સર્વ ગુણોનું મૂળ છે. વિનય પૂર્વક શિખવા લાયક છે જેના પાંચ અને એકાવન ભેદ કહ્યા છે. જે સાતમે પદે શોભી રહેલ છે તે સમ્યગજ્ઞાનને સદા ધ્યાનમાં લાવું છું.
(૮) જેમાં આરંભાદિ સર્વ અશુભ ક્રિયાઓનો ત્યાગ અને ઉત્તમ ક્રિયાઓને અપ્રમતપણે આચરવાની છે. તેવા ઉત્તમ ગુણ યુક્ત ચારિત્રની પાલના એજ માનવભવનું વાસ્તવિક ફળ છે અને જૈન શાસનમાં ઉચ્ચતમ સ્થાને લાવનાર તથા ટકાવનાર છે. એવા ચારિત્રપદને આઠમા પદમાં ધ્યાવું છું.
(૯) જે ચીકણા કર્મોના સમૂહ રૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન છે. જેના બાર અંગ છે. જેમાં કષાયના તાપથી સદાય બચવાનું છે. એવા નવમા તપપદને દેહ નિર્મમતા અને આહાર અવાંચકતાના ભાવપૂર્વક ધ્યાવું છું.
આ નવે ય પદો જૈનશાસનમાં સાર છે. સમસ્ત જૈનશાસન એમાં સમાઇ ગયેલ છે. એની વિધિપૂર્વક આરાધના મને ભવોભવ પ્રાપ્ત થાય એ ભાવે નવેપદોના ધ્યાનમાં લીન રહેવા પ્રયત્ન કરું છું. નવપદમય સિદ્ધચક્રનું શરણું ભવોભવ મળો, એ જ યાચના..🙏
🩸 નવપદનો ભંડાર
➖➖➖➖➖➖➖➖
▪️ અરિહંત ભગવંતો ઉપકારના ભંડાર છે,
▪️ સિદ્ધ ભગવંતો સુખના ભંડાર છે,
▪️ આચાર્ય ભગવંતો આચારના ભંડાર છે,
▪️ ઉપાધ્યાય ભગવંતો વિનયના ભંડાર છે,
▪️ સાધુ ભગવંતો સહાયના ભંડાર છે,
▪️ સમ્યક્ દર્શન સદ્દ્ભાવનાઓનો ભંડાર છે,
▪️ સમ્યક્ જ્ઞાન સદ્દવિચારોનો ભંડાર છે,
▪️ સમ્યક્ ચારિત્ર સદ્દ્વર્તનનો ભંડાર છે,
▪️ સમ્યક્ તપ એ સંતોષનો ભંડાર છે,
અને સંપૂર્ણ નવપદ પુણ્યાનુબંધી પુણ્યનો ભંડાર છે.