🎊આનંદ ભયો🎊

જાતે ગુલાલ ઉડાડવાનું મન થાય છે
સોફા ઉપર કૂદવાનું મન થાય છે
ઘર માટે ચા બનાવવાનું મન થાય છે
આજે સૌ સાથે ભેટવાનું મન થાય છે

પાણીનું પૂર હેત લઈ ને આવ્યો છે સમીર સુવાસ લઈ ને આવ્યો છે
પતંગયું રંગ છાંટણા લઈ આવ્યો છે
પારિજાત દિવ્યતા લઈ આવ્યો છે

મારી કરામત હવે સૌને જાણ થઈ છે
મારા ગુણોની દૃષ્ટિ મને માફક આવી છે
તેને પરાક્રમ કરવા સંમતિ મળી ગઈ છે
રણશિંગુ ફૂંકાય તેની ઘડી ગણાય છે

જાણ અજણની ગૂંચવણ હવે હટી છે
ડાઘા વગરનું દેખાતું હવે થયું છે
હિંમત બાણે ચડી તૈયાર થઈ છે
જાત સાથે રમખાણ થવા તૈયારી છે

ઈમાનદારી હજી જીવંત છે,રડી શકું છું
ના હકનું છીનવાનું હવે છોડી શકું છું
સત્ય મને હવે ગમવા માંડ્યું છે
તેને પક્ષમાં રાખી વિરોધો હું શહી શકું છું

મારા અને મારી પાસે અમૂલ્ય ગુણો છે
ચાહું છું તેને,હવે મારી આદત બની છે
મારો નિખાર મારા તેજ વધ્યા છે
મર્દ છું કહેણ નીકળ્યું પ્રસન્નતા વધી છે
🏵️🏵️🎉🎉🏵️🏵️

🌹યુગલનો પરિણય દિન 🌹

મધુર મધુર મહેંકવું છે
સમીર ને વાત કરી છે
સૌરભે પરબિડ્યા બનાવ્યા છે
તૈયારી અહી થઈ ગઈ છે,
અમારો આજ પરિણય દિન છે

પાંદડે પાંદડે તોરણ બંધાયા છે
ડાળીઓ એ અંગડાઇ લીધી છે
વૃક્ષ કમાન થઈને ઊભાં છે
નૃત્ય ની ઘડી ગણાય રહી છે
અમારો આજ પરિણય દિન છે

બાગ ખીલી ઉઠ્યા છે
ફૂલોની છબ પથરાય ગઈ છે
વિવિધ મેઘધનુષી ઉભરાયા છે
રોમાંચ અહી ભરપૂર જામ્યો છે
અમારો આજ પરિણય દિન છે

અમે એકબીજાને જોઈએ છીએ
મૌન ભાષા બની વહે છે
આપલે થાય છે, શબ્દ ઠીજી ગયા છે
તૃપ્ત અમે તૃપ્તિ માં ખોવાયા છીએ
આમારો આજે પરિણય દિન છે.
🙏સંતોષ 🙏
દુનિયા કરો મુઠ્ઠીમાં બોલવું ગમે
રણમાં જાણે પડઘા મળે તેમ ગાજે
ટાવર નાં સમય કાંટા ચલાવું તેમ વધે
ટમટમતા તારલાં તોડીને લાવું તેમ ચડે
તોડી નાંખ પેટી ને ફોડી નાંખ તબલાં તે વેંટ માં ફરે

આંખોમાં આસું આવે ને જાય, સહજ છે
પાંપણ તેને રોકે, તેને ઘટના કહે સહજ છે
સાગર રેંતી માં વાયદા લખાય સહજ છે
સાગર ની લહેરો તેને ભૂંસી નાખે તે સહજ છે
વાયદાઓ આંસુઓ ભેગા થઈ ને પ્રશ્ન કરે તે સહજ છે

સંતોષ અમૃત ધારા છે પૂર્ણતા તેને વારે છે
સાગર કિનારા ની જુગલબંધી સમજે સુખ તેની હારે છે
ઝંખનાઓ ની રઝળપાટ ઈચ્છાઓ નો ગ્રાફ લઈ ને ફરે છે
વરસે નહિ, ચડે ઉપર, ને પડે, મન ને ઢીંમચા આપતો ફરે છે
ધનનાં ઢગલા પર સાપ બેઠો, આપણ સંતોષના વાઘા ગમે છે.
🌹🌹❤️❤️🌹🌹

🤘 આપણી રીતે રહેવું 🤘
કેવું ફાવી ગયું છે કોઈકને લેબલ મારવાનું
હજી તો બોલે ત્યાં તો ટોકી દેવાનું
ભલીવાર એનામાં ના હોય કહી દેવાનું
ખરાઈ ખોટાઈ એના સતાધિશ રહેવાનું
વાહ બાપુ આપણે તો આપણી રીતે જીવવાનું

ઉકળી ઉઠે સામે વાળો, તોય એક બે ને સાડા ત્રણ
ખોટું તેને લાગ્યું તો લાગે, એક બે ને સાડા ત્રણ
અમે તો અમારા પ્રમાણે કહીએ નહિ તો એક બે ને સાડા ત્રણ
સંબંધ રાખવો હોય તો રાખે નહિ તો એક બે ને સાડા ત્રણ
વાહ બાપુ આપણે તો આપણી રીતે રહેવું.

પણ ગોથા ત્યાં કેમ ખવાય જ્યારે વાત આપણી પર આવે
કહેવું સાંભળવું તેમાં અવળા દવલા કરવાનું કેમ આવે
પોતાની માટે માન્યતા ભ્રમણા ભરેલી કેમ આવે
પૂર્ણતા સર્વ સત્ય નાં હાંકોટો બરાળા પડી કેમ આવે
સાચું હશે તો સ્વીકારશે, નહિ તો પાછું, તે આવે
વાહ બાપુ આપણે તો આપણી રીતે રહેવું.

છોડ ને બધી પંચાત, ને છોડ બધો કકળાટ
સ્વભાવ માં વસી જવાય કર જાતે ચળકાટ
બાંધવા કા…

🌻કવિતા🌻
એક કલ્પના
માઈલો કાપે ના કોઈને નડે
રેખા ને પાર અસ્ખલિત વહે
ઓટકાર પોતાનો પોતાનામાં રહે
ગગન ને કાપે મૌલિકતા માં ચરે
તૃણ ને નભમાં તારલાં ભો ને ભેટે
સૌરભ વર્ષા કરે ફુવારા આકાશને ઠારે
કવિતા મારી, હું મારા ભાવને જાણું

પહાડ ને રસ્તા બનાવી દે
ચટ્ટાનો ને તાબે કરી લીલાશ ભરી દે
ઝરણાં,નદી,સાગર ની દિશા તોડી દે
તરસ ભગાડે ગળે ભીનાશ ભરી દે
ફરિયાદ નહિ,વાદ નહિ, હેત ભરી દે
ચોગાનમાં સમસ્યાને ફળ શોધી દે
મલક આખાને પોતાનું બનાવી દે
કવિતા મારી, હું મારા ભાવ ને જાણું

ભાવક ને તેમાં બેસવું હોય તો બેસે
સાગર મારો,નાવ મારી બેસવું હોય તો બેસે
તરંગો મારા,તકદીર મારી પ્રસરવું હોય તો બેસે
જગત આખું પોતીકું કરવું હોય તો બેસે
અહી મલકાય જવું હોય તો બેસે
ગોઠવાયેલું નાં હોય તો શું થયું, છે ને, બેસવું હોય તો બેસે
ભાઈબંધી જોઈએ,શેષ સૌ વ્યર્થ, માનવું છે, તો બેસે
ઉદ્દગાર નીકળ્યો, જીલવો હોય તો બેસે
કવિતા મારી, હું મારા ભાવ ને જાણું.
❤️❤️🌺🌺❤️❤️

🎉હું🎉
હું છું તો છું, પોતે પોતાની સાથે ભાળે
જોર લગાકે હૈસો કર, અસ્તિત્વ ફળે
પર હોય કે હું જોર સરખી થઈ સરે
કળ ને ફળ હું માં રહે વધે અને ઠરે
તોય હું થી હું કેમ દૂર રહી ચરે

જન્મ લીધો, વધ્યો, તળીયું જાણી લીધું
બહાર પુરુષાર્થ લીધું, માલિકોર છોડી દીધું
ધ્યાનમાં લીધું, દૃષ્ટિ એ પીધું, છોડી બધું દીધું
ભાવને ઉગ્રતા આપી પુરુષાર્થ ને જોર દીધું
સહજ જોરે, લક્ષ જોડે, થાય આકાર નિરાકાર હોલે હોલે
🎊🎊🎊🌹🎊🎊🎊

🔥ગુસ્સો🔥
વાતના મંડાણ સહજતાથી થાય
તેમાં હવે ના ગમતાં મસાલા ઉમેરાય
ખદબદે, ઉભરા ની રાહ જોવાય
ક્ષણ છૂટે, ધીરજ ટૂટે શબ્દો હણાય
ને ગુસ્સા નાં વિધિવત મંડાણ થાય

ગમતું બોલવું તેવા નિયમ ને શરત ક્યાં થયેલા
બળતરા થાય તેટલા અંદર શ્વાસ લેવા ક્યાં કહેલું
નાક ચડી જાય, આંખો પરિમાણો બદલે ક્યાં કહેલું
હાથો હવાને હલબલાવી નાંખે, ઝાટકણી, ક્યાં કહેલું
ગુસ્સામાં કાઈ કેટલું થયેલું.

શબ્દો પોપકોર્ન ની જેમ ફૂટે
ગતિ પકડે સાચા બનવા બધું કરી છૂટે
કાનમાં ગયણા મુકાય, પસંદગીનું છૂટે
સંવાદ ટૂટે, તું તું મેં મેં તત્કાળ ફૂટે
ને ગુસ્સા જ્વાળામુખીની જેમ ફૂટે

સાચું મારું, સામે સાચનો અંશ હોય સ્વીકારી લે
વાતનું વતેસર થાય તે પહેલાં શાંતિ સ્વીકારી લે
તર્ક ને તથ્ય સામેથી પણ આવે સ્વીકારી લે
જે તે કહી દેવું સામે પણ આવડે સ્વીકારી લે
ગુસ્સામાં ભલું ક્યાં કાઈ થયું સ્વીકારી લે

મન અસ્થિર, હ્રુદય અસ્થિર…

👏જાણું👏
મતિ, ગતિ અને સ્થિતિ અનંત
બુદ્ધિ, સુધ્ધી અને રિદ્ધિ અનંત
ગુસ્સો, જુસ્સો અને ઠસ્સો અનંત
અનંત ની ભીડમાં એકલો અટૂલો
શોધું મને, હું ક્યાં અને કેમ અટૂલો
કોયડો સતાવે રહું સાવ આમ અટૂલો

ધનનો ઢગલો, મોભાનો ડગલો
જુદા જુદા મુખવટા નો પડઘો
નટ બન્યો વૃત્તિમાં રહ્યો ભમરો
બળ આયુ ભેગા થાય તોય કાઈ ન વળે
ઝઘડો પોતાના સાથે બહાર ખોળે
કોયડો પેચીદો હું માં હું ખોળું

સહેલું સહજ સરળ ને કા તાળું
બુદ્ધિ છોડુ ને હ્રુદય જઈ ભાળું
રહેલું ભીતરમાં બહાર લાવી જાણું
વહે જ્ઞાન સરીતા તેમાં ડૂબકી મારી તૃપ્ત થવું
ટેકો જ્ઞાનનો સ્પષ્ટ સઘળું થતું જાણું
મારામાં રહું પૂર્ણને જાણું આટલું જાણું તોય બહુ જાણું
🍁🍁🏵️🏵️🍁🍁

🌹ફૂલવાડી🌹
ગુરુને હેત કરવા શિષ્ય રચે
રંગબેરંગી ફૂલો સમીર સાથે રમે
મહેંકને પ્રસાર કરી મસ્તીથી ખેલે
પારિજાતની દિવ્યતા તેમાં કૈદ હોય
ગુલાબની ભવ્યતા તેમાં સર્પિત હોય.
મોગરા ની મહેંક તેમાં ઉજાગર હોય
ગુરુને પ્રસન્નતા ની ભરતી કરતી હોય

ગુરુએ અમને તેનામાં વાવ્યા
તેમાં કરુણા સ્નેહ નિરંતર ભળ્યા
ચિંતા અને ચીવટ નાં પગરવ માંડ્યા
પ્રમાદ ખસેડી,ધર્મ પરિસરમાં લાવ્યા
સંયમી જાત્રામાં માબાપ બની આવ્યા
અમને સંભાળી, સહજતા થી તાર્યા
ગુરુ તું છે ન્યારો તું બહુ પ્યારો

વાદ ને સંવાદ ને ધર્મ સાથે જોડ્યા
સૂક્ષ્મ ને સાપેક્ષ સાથે જોડ્યા
તર્ક વિતરક સરળતામાં ગોઠવ્યા
કેવું, કેટલું, ક્યારે બોલવું તેના ભાન કરાવ્યા
દરેક અક્ષર પરમેશ્વર સુધી લાવ્યા
પલરી તમે અમારા સાત્વિક હેલી લાવ્યા
ગુરુ હું care of તું થી ઓળખાતા થયાં.

આ વાત મારી ફૂલવાડી ની છે
આ સંબંધ સેતુ હવે વાયરે વાવી છે
અમારી વાડી માં હવે વ…

🙏ગુરુ મારાં પાર કરનારા🙏
જીવન અમારું સુઘડ કરનારા
શુદ્ધ, પરીશુદ્ધ નીરગ્રંથ કરનારા
બાંધછોડને નિષેધ,મક્કમ કરનારા
ગુરૂ મારાં પાર કરનારા

આકુળતા વ્યાકુળતા થી પર કરનારા
સમતા સહજ સ્વભાવ માં લાવનારા
ક્ષમા પરિણામોના પાઠ ભણાવનારા
ગુરુ મારાં પાર કરનારા

અમે તો તમારા ફૂલવાડી મહેંકાવનારા
સૌરભના મૂળ માં જઈ ખૂપનારા
ભવ્યતા, દિવ્યતા, પ્રસરાવનારા
ગુરુ મારાં પાર કરનારા

પ્રસમ મુર્તિ, સિદ્ધાંતનાં આગ્રહી આપ
કરુણા મુર્તિ સંવેદના નાં વહેણ આપ
જ્ઞાન ઉપાસક, જ્ઞાયકનાં ભેરુ આપ
ગુરુ મારા પાર કરનારા

અમે નદી ભિન્ન ભિન્ન નામે આવ્યા
મહાસાગર બની વધાવા આવ્યા
નામ કમી કરી વિશાળતા લાવ્યા
ગુરુ મારા પાર કરનારા

આપ સચ્ચિદાનંદ ને લગોલગ છો
જ્ઞાન સ્વરૂપ, પૂર્ણસ્વરૂપના દર્શન છો
સનાતન અને સર્વસ્વમાં સમાયાં છો
ગુરુ મારા પાર કરનારા

🎉અનુશાસન 🎉
નદી બે કિનારે વચ્ચે વહે જીવંત છે એટલે
દાંત કવચ બને, જીભ કાબૂમાં રહે એટલે

ઈંટો ભેગી રહે સિમેન્ટ પલરે એટલે
હસી શકાય છે, સંવેદના ની લગોલગ ચાલીએ એટલે

લીલુંછમ વૃક્ષ રહે,પાણી સૂરજ પહોંચે એટલે
સુખી છીએ સંસ્કરણ, વાવણી થઈ એટલે

સૂરજના તાપ માફકનો વાદળ ઢાંકે એટલે
ટકી ગયા કોઈ પોતાનું આવી ને ખભો આપ્યો એટલે

નાકને ટેરવે તકે ચશ્મા, દૃષ્ટિને સમાન રાખે એટલે
આરામથી જીવાય છે, ચોખા ભેરુ મળ્યા એટલે

ગુલાબ, કમળ ઊગે, કાંટા, કાદવ ની દરકાર ના રાખે એટલે
સારાપ આ ગમે, પ્રતિકૂળ અનુકૂળ ત્યજીએ એટલે
નદીની નિર્મળતા, સર્વે ને સ્વીકારે એટલે
આતમ સુદ્ધિ, સિદ્ધિ ખૂલે, મલિનતા ભાગે એટલે.
🌺🌺🌹🌹🌺🌺

🏵️હોય🏵️
ઉબડ ખાબડ ટેકરા ટેકરી એક નવા ઉઘાડ માટે હોય

ઘડિયાળની ટીક ટીક, કાંટા ને સમય સાથે સંબંધ હોય

દરવાજા ખોલતા તરડાયેલો અવાજ કોઈની યાદોનો હોંકારો હોય

રેતીની સૂકું રહેવું પ્રતીક્ષા સાગર ની ભીનાશની હોય

અક્ષત, કંકુ અને શ્રીફળ પ્રભુને ચરણે સારાપના મંગલાચરણ હોય

ઓશ બિંદુ ફૂલ પર જરે પુષ્પરજ ની એષણા હોય

પંખીની કુંજ પોતિકાને વહાલનું બ્યુગલ હોય

નવોઢા નુ ઘુંઘટ માં છુપાવું કોઈનો કાગ ડોળે ઇન્તેઝાર હોય

છે બધું સમાયેલું છતાંય અલગ શ્રધ્ધાથી જોડાયેલું હોય
⛓️⛓️🌷🌷⛓️⛓️

🔥સ્વાર્થ – નિસ્વાર્થ🔥
ગોથા ખાઈ જવાય તેવું જીવન
સ્વાર્થ અને નિસ્વાર્થ ભેદમાં ચાલ્યું છે
કોયડો ગૂંચવાયેલો પણ લક્ષ ઓછું છે
પીધેલાની જેમ ભ્રમણા ગમતી ગઈ છે
જીવતા છીએ કારણ કે જીવન છે
કેમ, શા માટે ક્યાં કોઈને ખબર છે
બેફિકર નહિ તણાવમાં અહી જીવાય છે

કરુણા પ્રેમ સ્નેહની વ્યાખ્યા અહી બદલાય છે
મને ગમતું તે મારું, ન મળે તો છીનવી લેવું છે
અહી ગાય ને ઘાસ નંખાય, દૂધના વેપાર ચાલે છે
બિલાડીને દૂધ પવાય છે વધારે ઉંદર મારાય છે
ફૂલોને છુંદાય છે, અતરનાં પૂમડાં બનાવાય છે
નદી નાં વહેણ બદલાય, દારૂના પીઠ્ઠા ખોલાય છે
ચારે કોર સ્વાર્થના રાંધણ આરોગાય છે

પલાંઠી વાળી બેસીએ તો મન ને હ્રુદય સંધી કરે ને
કમાયા, વધારે કમાયા તેને રોક તો મુક ને
ગતિ પ્રગતિ સારી છે, તરફડાટ વધતો જાય છે ને
ઘવાય જવું એક વાત, મૂર્જાય જવું ફરિયાદ છે ને
સમજવું પડે સ્વાર્થ ની આંટીઘૂંટી તે આંતરી ઊભી છેને
ભૌતિક સુખોની ઝ…

❓થાય ને?❓
ચાલી છે કેવી ઝટપટ
બધે લાગેલી છે ખટપટ
મારા તારા માં છે અટપટ
આ કેવો જામ્યો છે ખદબદ

હુસાતુસી માં જામ્યો છે રંગમંચ
પાત્રોની વફાદારી પર ચડ્યો પ્રશ્નમંચ
ગાફેલ, ભૂલને ટાંકી બેઠા ચકચાર મંચ
નામકમીના વેરઝેર થી રચાયું પંચ

ઝંખનાઓ ચગડોળે ચળે
સુખદુઃખ નાં આંટા ફરે
આંટી ઘૂંટી થી જિંદગી સરે
પ્રસન્નતા છે નહિ તોય વાતો ચગે

પાણીના પૂર ને કિનારે પારી બંધાય
સપનો નાં પૂર ને પાંપણે બંધાય
પુષ્પ રજ ને ભમરે બંધાય
બાંધેલા ફરિયાદ કઈ ખીંટી એ બંધાય

મેળે મેળે કાઈ ના થાય
લક્ષ પર વિશ્વાસ થી આગળ જવાય
પુરુષાર્થ તેમાં ભળે ત્યારે થાય
સદૈવ આનંદ ત્યારે રચાય

આટલું છે તે બહુ છે, એમ થાય ને
જે છે તેમ ઓછું થાય એમ મનાય ને
લગાવ શેની ઉપર નહિ એમ થાય ને
સરખામણી ત્યાંથી હટે એમ થાય ને
✊✊🤘🤘✊✊

💯મારી વાત💯
પ્રેમના પરબીડ્યા અહી વેચાય છે
કેટલો કેવો રાખવો તે રીતે વેચાય છે
લાગણી અહી આપલે થી વેચાય છે
હિસાબો થી અહી સઘળું વેચાય છે

ચામડીના છિદ્રો સંકોચાઈ બરડ થઈ
સંવેદના નો પ્રવેશ રોકતી ગઈ
ભલું બૂરું નાં વિવેક ભૂલતી ગઈ
કઠોર બની વહેવાર માં વેચાતી ગઈ

સાંધા વાંધા નાં ઉકેલ ખોરવાય ગયા
અદાલતો નાં ચકકર વધતા ગયા
અધિકારો નાં ઓટકર ખવાતા ગયા
ફરજો પર સવાલ ઉઠતા ગયા

આત્મસાતની સૂઝબૂઝ ભુલાતી ગઈ
મલીપાના સત્વ અહી રુંધાતી ગઈ
નિશ્ચય નાં નિષેધ સત્યને ભૂલતી ગઈ
જ્ઞાન દર્શન ચારિત્રનાં ધજ્યા ઉડાડતી ગઈ

કા પુરુષાર્થ ઉપડે નહિ
કા ચિંતા દુર્લભ માનવ દેહ નહિ
કા મલકાતું પ્રસન્નતા ની ફિકર નહિ
કા ફેરા ટળે પરમાનંદ વહે તે કોશિષ નહિ
🌹🌹🎊🎊🌹🌹

🌷પળે – પળે🌷
તારું મારુંની પીંજણ પળે પળે
નાની વાતોમા છે હું વિશેષ પળે પળે
મેળવેલ પર આધિપત્ય પળે પળે
સમય સંજોગ નહિ, સ્વાર્થ પળે પળે

ડમરી ઉઠે વિચારોની પળે પળે
ચક્રવાક બની મન ધૂણે પળે પળે
મૂંઝવણ ખેંચાણ પ્રભાવે પળે પળે
હ્રુદય બેઠું એકલું, મન ખીલે પળે પળે

હિંમત હોશ હાલતાં થયા પળે પળે
લક્ષમાં થીંગડા છે,અંચઈ છે પળે પળે
ગમતું જ મારું,ખયાલ આ, પળે પળે
ઝંખનાઓનાં અહી પોટલાં ભરાય પળે પળે

રખાય સાચું ગુરુ એ કહ્યું પળે પળે
જરૂર હોયતો મુલાવાય પળે પળે
વેપારની જેમ સત્વને પારખી શકાય પળે પળે
પળને છોડી પરમાનંદમાં પ્રવેશાય પળે પળે
🙏🙏🌺🙏🙏🙏

🌹 સર્જાય 🌹
સાડીમાં ટાંકેલ આભલાં સાડી નિખારે
માટી પલરી કુંજો બને તૃપ્ત ને ભરે
પથ્થર પર લાગતા ટાંકણા મૂર્ત સર્જે
અભ્યાસ માણસને માણસ બનાવે

વેદના સંવેદના પર આખો માંચડો
દુઃખનો કેફ સુખ પર ભારી પડતો
પૂનમ ને અમાસ પર આમ ભીસાતો
પ્રસન્નતા અભિપ્રેત થવા બેચેન, પણ મૂંઝાતો

ભૂલાય જવાય દુઃખ હાર જીત ક્રમશઃ આવતો
બનાવે નમ્ર, વિનમ્ર શુદ્ધતા નીખારતો
માલીપા ને વધાવી લેવાય વિશ્વાસ ઉઘાડતો
ચૈતન્ય સ્વરૂપ બેઠો છે ડોંક્યું વિશ્વાસ મુકતો

ગજબ છે ઠેલ્યા શાસ્ત્રો માણવા જેવા
પ્રેરણા આગળ વધારે, તે સમજાયું દેવા
સ્વજનો ઉત્પ્રેરક બની વિશ્વાસ વધારે
ભગવાનનાં ભરોસા આમ જીતાય દેવા
🌹🌹🎊🎊🌹🌹

🍁એક પછી એક🍁
હું મને શોધવા નીકળ્યો બજારમાં
ખુલાસા થવા માંડ્યા એક પછી એક

સંબંધ સંકટે છૂટયા, અળખામણા થયા
પોતાના ઝાંકળ ઉડે તેમ ઊડી ગયા એક પછી એક

કર્યું તે ભોગવ્યું, તેમાં નિરાશા શાની
થોડીવાર ઉભુ રહ્યું,છૂટે પછી એક પછી એક

અક્ષત, શ્રીફળ ને માનતા પ્રભુ સન્મુખ મૂક્યા
ગરજે ગધેડા ને બાપ, તે કળી ગયા એક પછી એક

મલિનતા વ્યવહારમાં હોય તો ઠીક છે
વિચારે પણ દેખાય એક પછી એક

ભમરડા બહુ ફેરવ્યા, રહ્યા ત્યાં ને ત્યાં
તે ચતું થયું, મોં સૌ એ ફેરવ્યા એક પછી એક

રફતાર સમૃદ્ધિ નો સાચો હતો , આગળ વધ્યો
ખબર પછી પડી એકલતા ઘેરાય એક પછી એક

હવે થા સીધો ચિંતનને ચાકડે ચડ
તો વલોવાય માલીપા એક પછી એક

નિશ્ચય વિના પાર નહિ તે માની લે
કર પછી પુરુષાર્થ એક પછી એક
✊✊👏👏✊✊

🙏સુધરી જઈએ 🙏
વાદળો એકત્રિત થયા
લીધી અંગત જવાબદારી
નીચે દેખાતા વેંતિયા મણાને
શાન લાવીએ ઠેકાણે,
વર્ષી પડ્યા અને કર્યા અભિષેક
હવે તો સુધરી જઈએ……..

આ પુષ્પ રજ મધુવન મધુવન ભટકે
મહેંક ભરી દ્વાર દ્વાર ફરકે
કોશિષ કરે તાજા સુવાસિત ભરખે
નિમિત્ત બનવા મધુ વાયુ બની સરકે
સુવાસ હોય, સુવાસિત કરવા મલકે
હવે તો સુધરી જઈએ……..

કમાન થઈ વૃક્ષો લચકે
કોયલ કુંજ કરી માનવ જોય હરખે
આભલાં બની ફૂલો ચળકે
લીલાશ બની પર્ણો સળવળે
દિવ્યતા સર્જી માણા ને ઉશ્કેરે
હવે તો સુધરી જઈએ……..

રસ્તા માં સાવચેત પાટિયા ટિંગાણા
અંધારે દૃષ્ટિ પડે તેવા માપ ટિંગાણા
ગતિ મર્યાદા નાં સૂચનો ટિંગાણા
અકસ્માત ના થાય તે સંકેતો ટિંગાણા
સુરક્ષિત રાખવા સઘળું કરી ટિંગાણા
હવે તો સુધરી જઈએ…….

હાલો અળગા કરીયે સ્વાર્થના કવચ
નિર્મળ સદાચારના પહેરીએ કવચ હૃદયને આપીએ સતના સુરક્ષા કવચ
સ્વીકારી સર્વે નાં મંતવ્યો નાં કવચ
સાચું સામે પક્ષે હોય, મિટાવ અહમ્ નાં કવચ
હવે તો સુધરી જઈએ……..

✊સાચું કહેવું✊
કેવું, કેટલું, ક્યારે કહેવું ભાન હોવું જોઇએ
પાત્રતા પ્રમાણે પીરસવું જોઈએ
કાગ નો વાઘ આમ થતું હોવું જોઈએ
સાચું કહેવું તેનું ભાન હોવું જોઈએ

ડચકાં આવે, સંબંધો ને આવે આંચ
ત્યારે રાખ સમતા,નીકળ ત્યાંથી બહાર
તેલ જો તેલની ધાર જો, સમજવું પડે
સાચું કહેવું તેનું ભાન હોવું જોઈએ

આંધળા ને આંધળો ના કહેવાય નેત્રહિનમાં વિવેક દેખાય
કારેલા ની કળવાસ આપણાં સ્વાસ્થ્ય માટે ઠીક
બોલ નીકળે તે રસગુલ્લા બની ભાવતું કરાય
સાચું કહેવું તેનું ભાન હોવું જોઈએ

પરિણામ બૂરું જ હોય તો ન બોલવાના નવ ગુણ
સમયની રાહ જોવામાં વાંધો ક્યાં?
આંબાની ઋતુ ની રાહ જોવામાં વાંધો ક્યાં?
સાચું કહેવું તેનું ભાન હોવું જોઈએ

તોય સત્ય સાલુ વહાલું લાગે
અસત્યથી હજાર ગણું સારું લાગે
સુંદર વાઘા, લાલી લિપસ્ટિક ની જરૂર ના લાગે
સાચું કહેવું તેનું ભાન હોવું જોઈએ
💯🌺🌺💯

❓કોને શીખવ્યું?❓
બધેથી હાર્યા, તો જાત સાથે વિવાદ
કોને શીખવ્યું?
હ્રુદય બાપલું બેઠુતું, સુષુપ્ત, કર્યો કકળાટ
કોને શીખવ્યું?
જ્ઞાનની વહેંચણી હજી કરી, ત્યાં હુવાપો
કોને શીખવ્યું?
સાંચ સમીપે પહોંચ્યો, ત્યાં તોંક્યો
કોને શીખવ્યું?
સત્ ની આંખો મંડાણી, ત્યાં જ અંધાપો
કોને શીખવ્યું?
તર્ક સાથે હું તું તું, આ રમત હજી ના છોડી
કોને શીખવ્યું?
ગમે ના ગમે આદત હજી છોડી,પાછું શીખી ગયો
કોને શીખવ્યું?
દરેક કણ સ્વતંત્ર વર્તે સ્વભાવે, તો ઉધામો
કોને શીખવ્યું?
જ્ઞાન કરુણા લાવે, ગણિત વિજ્ઞાનના આંકડા ક્યાંથી આવ્યાં
કોને શીખવ્યું?
ચૈતન્ય પૂર્ણતા સચ્ચિનાનંદ લક્ષ,તોય આકુળતા
કોને શીખવ્યું?
🌺🌺🎊🎊🌺🌺

કેમ ભુલાય 👈
ધીરજનાં ફળ મીઠાં, વાતને રદીયો
ને દોડ્યા હરણની ચાલે, પછી હાંફે
અત્યારે નથી તો નથી, ખમૈયા કરને
કેમ ભુલાય..,…

તારું જે નથી તેની દોડ કેમ ચાલે
સરખામણીનાં ચક્કરમાં પડે કેમ ચાલે
હાંશકારો ખોવાઈ ગયો,અધીર બને
કેમ ભુલાય…..

માનવ છો માનવ નાં સ્વભાવમાં રેહને
પ્રતિકૂળતા અમથી આવી, ને ડરીયે
ક્ષણનો શ્વાસ લે આપોઆપ સરખું થાય
કેમ ભુલાય…….

છું વ્યક્તિ વિશેષ મારા પરાક્રમ વિશેષ
ગતિ પ્રગતિ સ્થિરતામાં છે ભાન વિશેષ
કશું જ ના સુજે ત્યારે અદબ પલાંઠી વાળી બેસને
કેમ ભુલાય……

આવશે તે આવશે જ, ત્યારે પર્યાપ્ત હશે
બુદ્ધિ રાખજે ઠેકાણે, વર્તનમાં વિનમ્રતા
નાનો બની રહેવાય, લાગે શાણો
કેમ ભુલાય…….
🎊🎊🎉🎉🎊🎊

😭સાવ જુઠ્ઠાં 😭
ગુરુના થાક્યાં ગળા, આપણે એવા ને એવા
હઠ્ઠ જાણે નાં સુધારવાની એ ચડ્યા
સામે હોય ત્યારે ડાહ્યા, પછી એવા નઠારા
અમે તો સાવ જુઠ્ઠાં…

પરીક્ષા કરવી જ હોય તો કર ને સંસારનાં સંબંધોની
પૈડા માંથી હવા નીકળે,તેમ થયો ઠુસ
ત્યાં બધે પરાણે પ્રીત ને ચાપલૂસી ની રીત
અમે તો સાવ જુઠ્ઠાં……

પ્રતિક્ષા સુખની કરવાની છોડને ભાઈ
દુઃખ સાથે લાવશે, આ જંજાળ ને છોડને ભાઈ
કરાય પ્રતિક્ષા ભગવાનની તેના જેવું થવું છે ને?
અમે તો સાવ જુઠ્ઠાં……

નિંદા બીજાની બહુ કરી લીધી
સમીક્ષા બીજાની કુંડલી સાથે કરી લીધી
જાત સાથે ના ફાવ્યું, નિંદા તેની ના કરાય?
અમે તો સાવ જુઠ્ઠાં…….

પરીક્ષા, પ્રતિક્ષા, સમીક્ષા ની ભાતો પર ચિંતન કરાય
જુઠ્ઠાં બની બહુ ફર્યા સાચા થતાં જવાય
ખેલદિલી માલીપાં માટે પણ રખાય
સાવ સાચા સાવ જુઠ્ઠાં માંથી થવાય
👏👏🤘🤘👏👏

👁️જાણે,👁️
જોય લીધું, માપી લીધું
આંખોએ હવે સાવ સંઘરી લીધું
વાત નહિ વિવાદ નહિ તેની સાથે
બસ જોયું ને પસાર કરી દીધું સાથે
નિરીક્ષણ થી વધુ કાઈ ના કરી લીધું

આંખો ચોખ્ટા બનાવે ચિત્રને પડદે લગાડે
ખરાઈ ખોટા નાં અહી વિશ્લેષણ લગાડે
માપદંડ અને પરિણતી ગણતરી લગાડે
વ્યવહાર ને ઉપયોગિતા ની ભીડમાં લગાડે
નીરક્ષણ વધારે મજબૂત થતું તેવું લગાડે

નિરીક્ષણ સામાન્યથી વિશેષ ઉઠતું જાણે
અંદરથી ખળભળે, જોયેલું ભેગું ભળે જાણે
તોલમાપ પડદે પડદે થતું ઊગતું જાણે
વલોણું જ્ઞાન નું લઈ સત્વ અલગ તારી જાણે
નિરીક્ષણ જતું, દૃષ્ટિ ઉદભવતુ હોય જાણે

જ્ઞાનની છાલક, ભેદો નાં રજો ઉડાડી જાણે
સામાન્ય થી સહવિશેષ યાત્રા ખુદ ને જાણતો જાણે
ગમ્યું ના ગમ્યું નાં છેદ ઉડે, સાચકલું ઉભરી જાણે
સ્વીકાર તેનો, મહિમા તેનો, પૂર્ણ દર્શન થયા જાણે
🎊🎊🎉🎉🎊🎊

💥ધર્મ💥
હુંતુંતું હુતુતું રમતા જાય
કર્મોને ધક્કો મારતા જાય
ધર્મ કરે એને રોજ લીલાલહેર
બાકીનું જીવતર ચારચરમાં લહેર

બાળપણ ગયું ધીંગામસ્તી ને ખેલ
ભોળપણ વહ્યું ને વાતોની મ્હેર
પુસ્તકોનો નાતો ગિલ્લી દંડાનાં ખેલ
ના સાંભર્યું કાઈ અંદર નો ખેલ

આવી યુવાની વસંતની થઈ ચહેલ
રોમાંચ ને નવા ચહેરા સાથે ગેલ
સ્વપ્નોનો ઝંકારો ને રાસનો થતો ખેલ
રુદિયું પોકારે સાંભળે ના કોઈ ટેલ

તેજ તાપ ને પ્રસિદ્ધિના થયા ઓરતા
હું જ સાચો ને વટે થયો ફરતો
મનના રવાળે ચગડોળે ચડતો
તાણ, તંગદિલી ને આમ નોતરતો

ઘરડે આવી હાંફી ગયો
તાંતણે તાંતણે ગાંઠો બાંધતો ગયો
માંલિકોર અંધકાર ને ભળતો ગયો
મોડું તો મોડું પ્રાયશ્ચિત કરતો ગયો

વિશેષ, અતિશય છે તે તો ધર્મ હો
સ્પષ્ટ ને ચોખ્ખા થવાની પ્રક્રિયા હો
આનંદ અને પ્રશાંત રહેવાનું ઇજન હો
ચૈતન્ય સ્વરૂપ નો અરીસો હો…..
🙏🙏🌹🌹🙏🙏

🛕દર્શન🛕
પ્રભુનાં દર્શન મારાં પોતાનાં દર્શન
સોહામણા સુંદર સ્વરૂપવાન દર્શન
દિવ્યતા ભવ્યતા સરળતાનું બિંબ દર્શન
રૂપાળી આંખોમાં વહેતું અસ્ખલિત કરુણા દર્શન
દર્શન છે બહુ પ્યારું વાહલું ન્યારું

તારા ગુણો ને સંભારું, વાગોળું અનેકવાર
પ્રતિકૂળતા, અનુકૂળતા માં સ્થિતપ્રજ્ઞતા
વૈભવતા ઓંશ ટપકે રહે તોય અલિપ્ત
મશગુલ જ્ઞાન પુંજમાં પ્રગટે પ્રસન્નતા ની મ્હેર
દર્શન છે પ્યારું, વાહલું ન્યારું

વિલેક્ષણ વિરતી, વિપુલ ધૈર્ય
કર્તા ની જીદ છોડી, દૃષ્ટા બનતા
રાહનાં રાહીલ સૌને હોંકારો દેતા
આભૂષણોમાં અલંકૃત દેહ શોભતું
દર્શન તારું પ્યારું વહાલું ન્યારું

હસતા છોડ્યા વૈભવ વિલાસ સઘળા
ગ્લાનિ નહિ , બહારથી રહે અળગા
અંતર્મુખ, મલક મલક થતો ચહેરો
જગમહતા તારલાઓ બેઠા આઠે પહોરે
દર્શન તારું પ્યારું વહાલું ન્યારું

ત્યાગનાં તર્પણ સમર્પણ ની સમીક્ષા
ત્રિકાળ નાં ત્રિભોવન છેદે સાંપેક્ષતા
જે છે તે સચોટ સ…
🙏👍💐

🙏ઘમ રે ઘમ ઘંટી 🙏
ઘમ રે ઘમ ઘંટી અભ્યાસ ની એ ઘંટી
અભ્યાસ કરે તે સઘળે ફળે
બાકી સૌ ચગડોળે ફરે
ઘમ રે ઘમ ઘંટી……
સાહિત્ય સંગીત કલા ગળથૂથી માં રહે
તેને ટાળે તે ક્યાંય નો નાં રહે
ઘમ રે ઘમ ઘંટી…….
પારંગત થવું તે મહેનત કરે
બાકી આળસુ બની ઢોર ની જેમ ચરે
ઘમ રે ઘમ ઘંટી…..
સદ્બુદ્ધિ, સદવિચાર, સહિષ્ણુતા અભ્યાસથી શોભે
નહિતર ગટર નાં પાણી ગંદવાડ ને ખોળે
ઘમ રે ઘમ ઘંટી……..
જ્ઞાન, ધ્યાન મૌન અભ્યાસથી ઉદ્દભવે
બાકી તો થોર રેતાળ ને ખાવા ધોળે
ઘમ રે ઘમ ઘંટી……..
ભીતર નું ભણીએ‌ તો વીરતી ખીલે
ના ભણીએ એનું ચરાચર રહે
ઘમ રે ઘમ ઘંટી…….
🙏🙏🎊🎊🙏🙏

🌺આ ના સમજાણું🌺
આ ના સમજાણું…….
નિર્ધનનાં સુખની વ્યાખ્યા ધનની લાલસા
રણદ્વીપ ની શોધમાં અમાપ રણમાં ભટકવું
ધન ની ટોપલી મળે ને ઝંખના વૃદ્ધિ માં લટકવું
બ્રેક વગરની ગાડી માં ગતિ તેજમાં ભટકવું
આ ના સમજાણું…….

પેલા પશુ ધૂણે બોલવા નાં પ્રયાસે
શબ્દોથી જાણે અભિવ્યક્ત થવાના અભરખા
ક્યારેક ભીંતે ભટકાય, ક્યારેક થાંભલે
પોતાના અસ્તિત્વ સાબિત કરવાં ક્યક્યા ભટકે
પરવશતા ભરપૂર તોય તે ના અટકે
આ ના સમજાણું……..

સાંભળ્યું છે આ હરીફાઈ દેવો માં પણ જામી છે
સદાકાળ સુખની છલાંગ પર મીટ માંડી છે
શિથિલતા ત્યાંની ત્યાં પડી છે
દેવો ને પણ હવે ભૂખ લાગી છે
આ ના સમજાણું……..

જે છે તેને સમજવું આઘુ ખસતું જાય છે
હરિફાઈ ની હોડ માં હ્રુદય અળગું થતું જાય છે
સાચું સ્વરૂપ, પરમાત્માની ઠેલના થતી જાય છે
ધ્યાન અંદરથી હટી બહારનું ભમતું જાય છે
આ ના સમજાણું…….
🙏🙏😭😭🙏🙏

🌹નહિ ફાવે🌹
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે
પ્રેમમાં માં સાબિતી શાની?
પ્રેમ છે તો છે, તેના સમ થોડા હોય
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે

સ્ખલન હોય તો હોય
આ ત્રુટીઓનો જાહેર પ્રદર્શન ના હોય
કહ્યું કે ખેલદિલીથી તને ના સમજાયું
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે

કંત થવાના અભરખા અમને હોય
આંખોના આંસુ લૂછવા રૂમાલ હોય
હૃદયમાં તું જ રહે તે જીદ ના હોય
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે

પ્રેમના પાત્રો ઇતિહાસ માં મળી જાય
એકબીજાના પૂરક એવા ચિન્હો મળી જાય
પ્રેમમાં અમે જીવીએ, વારે વારે ઇતિહાસ ના દેખાડાય
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે

અભીપ્સા અભિપ્રેત થાય તેનો ડર ક્યાં છે
જીદ નાં ઓટકાર બને, લય ખળભળે છે
સ્વીકારી લે જેવો છું તેવો ને તેવો
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે

એકબીજા માટે સર્જાયેલા છે, સાચું માન
ચાંદ ચાંદની, નદી વૃક્ષ ની ઉપમા છોડ સાચું માન
સીધુંસત કહેવું, મેલું કાઈ નહિ, સાચું માન
ગડબડ ગોટાળા આપણને નહિ ફાવે
🎊🎊🌺🌺🎊🎊

તૃપ્તિ💦
ચાટ પર બેઠેલું પક્ષી
કઈક મોટે વિહાર કરતુ આવ્યું પક્ષી
વાદળ પવન કાપી આવ્યું પક્ષી
સંદેશો લઈને ઉભે પગે આવ્યું પક્ષી
ચાટ નાં કોરે પોતાના પ્રતિબિંબ જોતું
વિરામને પડખે રાખી ચાંચે પાણી ભરતું

લીમડાની છાયા શીતળતાની લહેર
અરમાનોથી અભિપ્રેત પક્ષીની લહેર
સઘળાં થાકને બાજુ મૂકી કરે લહેર
જાણે મુશ્કેલીનો પાટલો હળવો કરતો
ચાંચે પાણી લે મસ્તીમાં લહેર કરતો
ગીત ગાતું પાછું પોતાનામાં ખુશ ફરતો

મન હરખાયું કઈક સમજાયું
હ્રુદય નો તૃપ્ત ઓટકાર સમજાયું
પળના ઉડાન અંતે ચાટથી સમજાયું
સારું કામ થયું આ ચાટથી જગાયું
મફતનો પાઠ પક્ષી સમજાવતું ગયું
લે પછી બારી બેસી મે મધુર ગીતને ગાયું
🌹🌹🍁🍁🌹🌹

⛩️પ્રવેશદ્વાર⛩️
એક સામટું વંટોળ ઘૂસ્યું છે પ્રવેશદ્વારે
ધૂળની ડમરીઓ વંટોળે છે પ્રવેશદ્વારે
અડે ને વાગે તેવો વંટોળ છે પ્રવેશદ્વારે
યાદ કરાવતું વંટોળ કઈક પ્રવેશદ્વારે

નાની વાતો ઘર કરે,ને વાવાઝોડું જાગે
બાવળના શૂળ જેવું ભોંકાય જાગે
ઘાવ તાજો રહે નીકળે નહિ ન ભાગે
ચિંકળા ને કાઢવું હવે અસહ્ય લાગે

બિલાડી ઉંદર ની રમત અંદર જામી
પૂર્વગ્રહ જાગ્યું ને પરોજણ હવે જામી
કઈક માટે જીવતા ચરિત્ર અંદર ભર્યા છે
ને અંદર ને અંદર મુંજારો હવે કર્યો છે

મનને હવે લાગ્યો થાક ફર્યો અંદર
પ્રવેશદ્વાર હૃદયનો ખુલ્લો દેખાયો અંદર
કરુણાવંત મનની પહેલને સ્વીકારે છે અંદર
ફરી એક થયા ને ખાધું પીધું ને રાજ કરે અંદર.
🌾🌾🌱🌱🌾🌾

✒️ખબર નથી✒️
મારી વાત કરવા જ્યારે જાઉં ત્યારે જીભ દગો દઈ જાય
શબ્દો એકઠા કરેલા તે લાળ ની પ્રવાહી માં વિલીન થાય
ખબર નહિ આવું શાને થાય…….

બૂરું કદી વિચારમાં નથી લાવ્યો તોયે આ કંપન કેમ હશે
એવું નથી કે ડરું છું, પણ કોણ જાણે બોલ વિલીન થતા હશે
ખબર નહિ આવું શાને થાય……

પ્રિય હશો પ્રિય ને વેદના એમ ક્યાં અપાય છે
સંવેદના હજી જાગ્રત છે એમ ક્યાં હજી છોડાય છે
ખબર નહિ આવું શાને થાય……

તને કહેવાની પ્રબળ ઈચ્છા આમ વિલીન થાય
મૌન ખાલી મોં માં રહે અને અશ્રુ વહેતા થાય
ખબર નહિ આવું શાને થાય…….

તું સમજી જાય મારા મૌન તો મુબારક આપીએ તને
ના સમજે તો પણ તને મુબારક આપીએ તને.
ખબર નહિ આવું શાને થાય…….
🤫🤫🌾🌾🤫🤫

🌱વાહ! શું મેળ જામ્યો છે🌱
ઘડિયાળનો કાંટો હૃદયનો ધબકાર
અવિરત ચાલે,ચાલ્યા જ કરે ઝણકાર
હાંફે,અટકે, પાછો ચાલે લગાતાર
પળે પળ સૂચક ને બધાયમાં અંગીકાર
વાહ! શું મેળ જામ્યો છે?

છે નજરની સામે નદી,પર્વત ને ઘણુંય બધું
દિશે અલગ અલગ છતાંય ચિત્ર માં રહે બધું
કાઢો એકને ચિત્ર કહે અધૂરું બધું
છે ને એકરૂપ પણ સ્વભાવે છે જુદું જુદું
વાહ! શું મેળ જામ્યો છે?

વિવિધતા માં એકતા પાંગરે અંદર ને અંદર
સેંકડો રસ વહે છે અંદર ને અંદર
ઉગે, ઉઠે,વહે, સહે અંદર ને અંદર
આરાધના તોય કેવી ચાલે અંદર ને અંદર
વાહ! શું મેળ જામ્યો છે?
👍👍🍒🍒👍👍

⛈️વરસાદ કેટલુંય યાદ અપાવે⛈️
લીલાછમ આસપાસ સાથે શ્વાસ લઉં છું
વરસાદની ભીની ભાત સાથે ભળતો રહું છું
કઈક રોમાંચની માલીપાર લટાર માર્યા કરું છું
યાદોના હિસાબ ચોપડે માંડતો હોઉં છું
વરસાદ તું કેટલુંય યાદ અપાવે છે….

વિતાવેલી પળોમાં વેદના નો ઉભરો આનંદની હેલી છે
આશાની અભિલાષા સંતોષનો સાંત્વન છે
જીવવાની લાલસા અને ફેલાય જવાનો જલસો છે
વરસાદના છાંટા જિંદગીનાં ચિત્રપટ ની પ્રસ્તુતિ છે
વરસાદ તું કેટલુંય યાદ અપાવે છે….

ઘોર અંધારું અને ચમકતી વીજળી
ડરાવે સતાવે ગજાવે દૂર બેઠે પડે તાળી
થોભાવે, હચમચાવે ચકરાવે ગૂંચવણ છે ભારી
વરસાદ ભીનું સંકેલે મોઢે લાગે ભેજ તેજ ભારી
વરસાદ તું કેટલુંય યાદ અપાવે છે….
💦💦💦💦

🍀સુંદરમય🍀
તનમય મનમય છે સંધિમય
વિચારોનો વિલાસ છે અંતરમય
ભેદ ભલે હોય સમાય જવું મિલનમય
ચિત્ર છે કેટલું સુંદરમય……

પાણી માટી રગડોદાય ચાંખડે ચડે
ઘાટ અનેક ઘડાય કિંમત ત્યારે વધે
આરસ મૂર્તિ બને ટાંકણા ખમવા પડે
કઈક બનવા સમર્પિત થવું પડે…..

ચળકાટ વાસણનો ઘર્ષણથી આવે
સોનું તપીને આકાર આપવા પામે
પાણી ભરાય તે માટે ઘડાને ઝૂકવું પડે
વિનમ્ર બનવા આવું થતું રહે……

જાણનારો બનવા સંયમ જાળવો પડે

પીપાસુ બનવું હોય તો કુવે જવું પડે
મેઘધનુષ થવા રંગનો કાફલો સ્વીકારવો પડે
કરુણા અવિરત વરસે તે માટે ઈશ્વર થવું પડે
પ્રેમની પરબ બાંધવા આટલું કરવું પડે

અંતરની ખણખોદ માં સત્વ મળી આવે
દૃષ્ટા બની સચ્ચાઈ નિરખતી આવે
ઘ્યાન અંદર વધે ઉઘાડ દેખાતો આવે
જ્ઞાયક બનવા જ્ઞાન નો મેળાવડો થતો આવે
🌺🌺🎊🎊🌺🌺

🍁ઝળકે🍁
વિચારોનો થાક આંસુથી બહાર વહે
શરીરનો થાક પસીનો થઈ બહાર વહે
વેદના ફરિયાદ નો વાવાઝોડું થઈ વહે
અરે! આ તો શું થઈ કેમ થઈ વહે?

લોટનું ખીરું ઢીલું પણ તેલમાં પડે કડક રંગે બહાર નીકળે
લોટ આકાર બદલે તે વણાય, સેકાય રોટલી બની બહાર નીકળે
શાક પોતે કપાય મસાલા ને તેલ ચડે રસ વ્યંજન થઈ બહાર નીકળે
અજબ ગજબ ની રમત નીકળે…..

ચાસ પડે પાણી ગરકે ને ધરતી પ્રગટે
સૂર્યનું ટીપું પડે કળી ફૂલ થઈ પ્રગટે
વળવાય ઝાડને ચોંટીને આગળ પ્રગટે
કુદરતના ખેલ અવનવા પ્રગટે….

જોયું જાય તો બધા પોતપોતના સ્વભાવે ઝળકે
છે માણસ તે તો ચૈતન્ય માં ઝળકે
પુરુષાર્થ કરે ને પરમાર્થ થઈ ઝળકે
પ્રભુ સમીપે કેવો ઝળકે ?
🎊🎊🍁🍁🎊🎊

🍁ના ખોવાય 🍁
બીજાની ખોડણી કરવાં માં મજા છે
આપણું કાઈ ના જાય તેની મજા છે
ક્યાં ખબર છે, કરવાથી ખાડા થાય
ધીરે ધીરે તેમાં આપણો ગરકાવ થાય

કોતરણી કરીયે તો મૂર્તિ સ્વરૂપે થાય
પૂજાય ને અહોભાવ ભારોભાર થાય
કોઈક ને થુંક ઉડદાય તેની શી મજા?
કોઈકની વાહ થાય તેમાં નથી મજા?

સદગુણોની રક્ષા કાજે માથું મેલાય
રાખે મજબૂત તે ઉતરતો ના ઘલાય
ધનથી કમજોર માફ તે આવે ને જાય
જાગીર મળી તે ન ખોવાય, તો સઘળું ખોવાય
🎊🎊🍁🍁🎊🎊

🔥ઉપાડો🔥
ભીતરે આજે ઉપાડો લીધો
કચરાને કાઢી ઉઘાડ ને પીધો

જગતને ચોક્ખું જોવા ચશ્માને લીધો
ભાળ્યું પણ બીજાનું પોતે સુકો દીઠો

લીસોટા ને ઘીસોતા અટવાયેલી યાત્રા ઘીસોટા લૂછાય લીસોટા હૃદયે માત્રા

બીજાનું બોલવું ભૂલી જવાય મંજૂર
પણ જીભ ક્યાં ઠેકાણે કરે છે મંજૂર

આયુષ્ય તો ચાલે અલ્પવિરામ સાથે
ક્યારે પૂર્ણવિરામ આપશે સાથે સાથે

અખૂટ ભીતરમાં તે ક્યારેક ખોલીએ
આમ શળી જાય તે પહેલા ખોલીએ

મુબારક છે જો સમજી જાઈએ
બાકી જીવ્યા છે તેમ જીવતા જઈએ
🍁🍁🎊🎊🍁🍁

🍁ખોટું બોલતા આવડી ગયું🍁
મને વાત વાતમાં ખોટું બોલતા આવડી ગયું
તે ફોનની રણકી હોય દરવાજે કોઈ આંગતુક હોય
નથી, પછી મળશે, હોય, છતાં કહેવાતું ગયું

ખોટું ઓફિસમાં ચાલે તેમાં કલા આવે
દોષનો ટોપલો ચાલાકીથી બીજા પર આવે
ભૂલ પોતાની પણ ઠપકો ખાઈ બીજો મજા આવે

વ્યવહારે હોય છતાં ગરીબ થઈ રહેવું
પોતાના માટે મબલક પણ બીજાને આપવા મુઠ્ઠી બંધ
તોય દાનવીર નાં લેબલ મારતા ફરતા રહેવું

આવેલ રોગને વિલાસી બનાવો
તેને પંપાળી પંપાળી મોટો બનાવો
ને સહાનુભૂતિ નો મામલો બનાવો

અરે ભાઈ હદ થઈ મંદિરના ભંડારે
જૂની નોટો, ભેળસેળ ચાંદી પુરાયે ભંડારે
વાહ! રમત કેવી ચાલે જગતાત ને હારે
🌾🌾🎊🎊🌾🌾

👃સ્વીકાર 👃
ભૂલનો સ્વીકાર થાય તો શું થાય
અહમ્ નારાજ, તેથી વિશેષ શું થાય
કોઈ ઊંચો,કોઈ નીચો સાબિત થાય
ક્ષણનું પ્રદર્શન,રાહત સદાયની થાય

નદી પોતાના પ્રદેશમાં મહારાણી હોય
પોતાના નામ અને સરનામા હોય
રૂઆબને દબદબો અકબંધ હોય
મળે સાગરને બધું ન્યોચ્છવર હોય

વૃક્ષ ઉઠે છે જમીનથી ફળે છે ફૂલે છે
લચી પડેલ ડાળે પક્ષી શ્વસે છે છલકે છે
સ્વપ્નો અહી વાયરે છે, વાવેતર છે
મુળિયા છુપાય તે ક્યાં દિસે,ક્યાં દીઠે છે

ગુમાન શરીર કરે તે આત્મે ક્યાં અડે
નોખી તેની ભાત નોખી તેની જાત જડે
બંને પોતાની ધરી માં ફરે તેમાં ચડે
છોડને, સ્વમાં વસી સ્વમાં જ ફળે
🌹🌹🎊🎊🌹🌹

🌹મારો દેશ 🌹
જેવો છે તેવો દેશ મારો પ્યારો છે
વહેતી નદીઓનું ખલ ખલ પ્યારો છે
પહાડો થી વહેતો વાયરો પ્યારો છે
સાગર ની ઉઠતી લહેરો પ્યારો છે

અહીં પક્ષી નો કલરવ પૂજાય છે
પ્રાણીઓ નો ઉપકાર અહી નોંધાય છે
અહિંસાના પાઠ અહી ભણાવાય છે
કુદરતનું અહી અભિવાદન કરાય છે

દેવી દેવતા શ્રધ્ધા અંધશ્રદ્ધા સરખે ચાલે
દેખીતું ખોટું લાગે તોય અપનાવી ચાલે
આસ્થા અહી વિસ્તરે બધું સુખથી ચાલે
અહી સંવેદના જીવંત થતી ચાલે

અનેક્તા માં એકતા અહી સ્વીકારાય
સહિષ્ણુતા આદતોમાં સ્વીકારાય
ભાઈબંધી સહજતાથી સ્વીકારાય
આખું વિશ્વ કુટુંબ બનાવી સ્વીકારાય

ઘણા અવળચંડો એ અમને લૂંટ્યા
વિશ્વાસઘાત કરી સેંકડો સમય લૂંટ્યા
રંજીત ભોમ કરતા કરતા લૂંટ્યા
કાળા વાદળો ઘેરાયા ને અમને લૂંટ્યા

શૂરવીરોનાં થનગનાટથી અમે રહ્યા જીવતા
સંતોની વાણી ની શ્રધ્ધા અમે જીવતા
ખેડુ ની લીલાશ માં અમે જીવતા
વાહલો દેશ કરી ક્ષણ ક્ષણ જીવતા

પ્રગતિ…

🎊ગુરુ🎊
ગુરુ પાસે જવાનું મન થાય ગુરુ ગમે
કઈ કેટલાય પ્રશ્નો ઉઠે ગુરુ પાસે સમે
ગુરુ નું હાસ્ય ગુંજારો બની મને વસે
ગુરુ જાણે બધું,સાંભળવાનું કરે પ્રિયે
વાહ! ગુરુ તું તો છે અમારો વિસામો

થાકિયે મનથી તારો ઓટલો શોધીએ
સ્વાર્થ છે એમ નહિ રાહત શોધીએ
સ્વસ્થ વિચારીયે, કલા તે શોધીએ
હારજીત એમ નહિ સત્વ ને શોધીએ
વાહ! ગુરુ તું તો છે અમારો વિસામો

હરખાવ છું ત્યારે તને ગાઈ લવ છું
તારી ભક્તિ માં શક્તિ લેતો જાઉં છું
નવી ઊર્જા નું ગ્રહણ કરતો જાઉં છે
તારા આશીર્વાદને સ્પર્શતો જાઉં છે
વાહ! ગુરુ તું તો અમારો વિસામો છે

તારા શરણે ભેદ ખૂલે છે
તારા અરિસે ચોખા દેખાય છે
હું પણું નજરો નજર દિશે છે
ઓગળી જાય ક્રમે ક્રમે તે શોબત છે
વાહ!ગુરુ તું તો અમારો વિસામો છે
🌹🍁🍁🌹🍁🍁🌹

🎊ઝળકે🎊
મહેંકવું અને ચહેકવું કુદરત પાસે છે
છોળ ઉગે સાથે ભવ્યતા પસરે છે
આવી મહેરબાની કેમ, કોને જાણે છે
આનંદથી જાત સાથે સંવાદ છેડે છે

શાંત જકડાયેલું પાણી મસ્તી ને ઝંખે
તેને સ્પર્શના ની પ્રતીક્ષા ઝંખે
સ્વીકારે તેમાં ઓળઘોળ થવાનું ઝંખે
આનંદી થઈ આનંદ આપતું ઝંખે

નક્કી એક વાત થઈ સાથે મન ઝળકે
સમાય જવું તેમાં શોભા અતિ ઝળકે
પોતાનામાં મસ્ત, પ્રદાન તેથી ઝળકે
સર્વસ્વમાં આમ ભળતું સૌ ઝળકે
🌹🌹🍁🍁🌹🌹

👃માફ કરશોજી👃
ચોમાસુ આવે વસંત સાથે આવે
લીલાં લચી પડેલા પાન ફૂલને લાવે
હળવેથી મન ખોલે હૃદયે પ્રાણ લાવે
સૃષ્ટિ આખી લીલુછમ મલ્કી ગાવે

ઉમળકો રોમાંચનો સઘળે ફરે ઘેલો
ગજાગ્રહ, પૂર્વગ્રહ હડસેલો ઘેલો
કડવાશ ને કકરાત ખુદેડતો ઘેલો
હળવાશ માં મન નાચતો ઘેલો

લે માફ કરી નવી શરૂઆત કરીએ
લાગી ઠેંશ હાથ જોડી માફ કરીયે
વલોવી, નીચોવીને બહાર કરીયે
ખુલા મને સૌનો સ્વીકાર કરીએ
🌹🌹🍁🍁🌹🌹

🍁ભક્ત 🍁
વધે, વહે, ચડે છે એ જિંદગી મારી
મહેંકે ચહેકે ચમકે છે જિંદગી મારી
રંગોનો આસ્વાદ ભરતું જિંદગી મારી

કળશ હાથમાં લઈ સમર્પિત થાઉં છું
વહેતા અશ્રુથી ભક્તિ વહેવતો જાઉં છું
તારા જેવું થવું ને નિશ્ચય કરતો જાઉં છું

વ્યથા વ્યાકુળતા કથા શીદ ને કરું હું
જગતમાં છું પણ આ પ્રથા થી દુર છું હું
અડી ના શકે કોઈ મને તેટલો હું દૂર છું

ઇંટોનાં થપ્પાની જેમ હું કેમ જીવી શકું?
હું તો શ્વાસ ઉચ્છવાસ નો માનવી છું
શ્વાસોશ્વાસ તારૂ રટણ કરતો માનવી છું
🌹🌹🍁🍁🌹🌹

💫ફરે છે💫
સરળ છું
સહજ છું
સ્વાભાવિક છું
છતાંય ફરિયાદી કા ‘ છું?

ખીલતા આવડે છે
ચગતા આવડે છે
ઝૂમતા આવડે છે
છતાંય નિરાશા કા ‘ ફરે છે?

બહાર જતા આવડે છે
અંદર ફરતા આવડે છે
એ વાયરામાં વહેતા આવડે છે
છતાંય અધૂરાપણું કા ‘ ફરે છે?

શું ખૂટે છે કોને ખબર?
ખૂટે છે તેનો દબાવ છે ખબર
બહાર ખેલાય અંદર પિલાય છે ખબર
છતાંય કળવા આ જિંદગી ફરે છે…..
🍀🍀🌷🌷🍀🍀

🌹જાગતાં રહો🌹
શીતળતા સમાવી નવ આશા પાંગરે
કવચ તોડી જાગતું કરે નગરે નગરે
કઈક આકાંક્ષા યુવાનોમાં ટગરે ટગરે
અજબ જામ્યું છે પ્રહરે પ્રહરે……

નવકારશી કરવા નદી નીકળી ગામે ગામે
કિનારા મલકના આશીર્વાદ આપે ધારે ધારે
ભેટે છે સ્વરૂપમાં લગનથી સહારે સહારે
ગજબ સમર્પણ છે પ્રહરે પ્રહરે…….

મધુવન ધરતી સાથે સંવાદ છેડે પ્યારે પ્યારે
ટમટમીયા સુગંધથી ખીલી ઊઠે ક્યારે ક્યારે
જાગતું મધુવન દિવ્યતા આપતું ભારે ભારે
અજબનું સૌમ્ય ભાસતું પ્રહરે પ્રહરે…

સૃષ્ટિનો દબદબો આકારે હારે હારે
વિકલ્પો કા ‘ ન ઠરે સહારે સહારે
ઊગવું ખીલવું અસ્ત છે ક્રમે ક્રમે
અજબની એકાગ્રતા પ્રહરે પ્રહરે……
🍀🎊🍀🎊🍀

🍀બદલાવ 🍀
પ્રણાલિકા પ્રમાણે ચાલવું કોને કીધું
પરિવર્તન સાથે ન બદલવું કોને કીધું

બદલાવ માં વેંઠવું પડે, છે મનનો વિકાર
નવું જ છે તે મન ગોઠવે કરે વિચાર

અદલબદલ થયા કરે ત્યારે રસ્તો જડે
નિશ્ચય ભાળીએ તે ડગલું ત્યાં જ વડે

ગોકળ ગાય ની ગતિ મુબારક છે
સાચા છે તેનો હાંશકારો મુબારક છે

ચશ્માની બહાર દૃષ્ટિ છે ખ્યાલ આવે
પછી અંદર બહાર સહજતા થી આવે

બિંદુથી વર્તુળ થાય તે ભૂમિતિએ આપ્યું
પરિઘ કેટલો રાખવો તે આપણને આપ્યું

સેતુ તે તો મર્યાદા બાંધવાનો હેતુ છે
ઉલંઘન તેનું કરીયે તો શાને તે હેતુ છે

અંદરથી અને બહારથી પ્રતિભા એક
બને સ્વભાવગત ત્યારે સ્વરૂપ બને એક
❤️❤️🌹🌹❤️❤️

🍀રહેવાય 🍀
એવું નથી કે બીજા કહે તેમ રહેવાય
આપણે આપણી રીતે રહેવાય

સંબંધ બાંધેલ તે ઉદ્દેશ્ય સ્વીકારાય
પછી સ્વાર્થ નિસ્વર્થમાં કેમ અટવાય

મળી છે પ્રહર આઠ તેમાં તે રહેવાય
તેમાં સજાગ રહેવાય, ફરિયાદ કા કહેવાય

દેખાતા નથી તે પ્રભુનું ના માન્યું સમજાય
ગુરુ બેઠો સામે તેનું પણ કા ન સંભળાય

લક્ષ્ય બંધાય ત્યારે સઘળુ સમજાય
પુરુષાર્થ કરાય ત્યારે સ્વમાં રહેવાય
🍁🍁🌹🌹🍁🍁

🌹ઈચ્છા🌹
ઇરછાઑ આ ગગને દોડે
તેતો દોડે હરણના પગના જોડે
દોડ્યાજ કરે એને ના રોકે ટોકે

સંધિકરણથી દુર રહી એકલો લલકારે
વગર મફતનો મન ને એકલો પડકારે
મન વગર જાણે હ્રુદયથી દૂર ક્ષણે ક્ષણે

વિરતી અવિરતી દ્વંદ છેડાયું અહીં
ભીતરે કોને સ્વીકારવું જામ્યું મહીં
ઉતાર ચઢાવ સાપ સીડી નો ખેલાયો અહીં

આતમ સ્થિર દૃષ્ટિ કરે ચારેકોર
સત્વ ને પારખવા દ્વાર ખોલે માલિકોર
ઈચ્છા છોડી જાણનારો બને, મન માલિકોર
🍁🍀🍁🍀🍁🍀🍁

😡કકળાટ😡
શાનો મચ્યો છે કકળાટ
બધું જ મનાય છે તેનો રઘવાટ
ઠેકાણુ જામ્યું નથી તેનો ફફડાટ

તને ગમ્યું તે બીજાને ન જામ્યું
સ્વીકારી લે જલ્દી તેમાં આણ્યું
પ્રસન્નતા અને હળવાશ નું પારણુ

કેરી માં ગોઠલી છે તેમાં ઔષધિ ગુણ
ફેંકાય જાય પણ ગુણ ન છોડે ગુણ
ગ્રહે તે પામે છોડે તે રહે નિર્ગુણ

જ્ઞાનનું તો એવું કરે ન કોઈ કકળાટ
લે તેને આપે બહુ, નહિ તો ‘ ઢ ‘ નો રજળપાટ
પૂર્ણતા સ્વીકાર ને છોડ ને કકળાટ.
😭😭🌹🌹😭😭

❤️આવને❤️
હું પ્રેમ લઈ ને આવું તું સમર્પણ લાવ
ઉજાણી ઓગળવાની આવે છે આવ

ઢળતી સાંજ ને તારાં ઝળહળે
ચાંદ પાલખી માં બેસી રાત ઝળહળે

આશા તને પામવા આંખે વિસ્તારી છે
સાત્વિક નેણ નાં પાણીમાં ફેલાવી છે

વિરહ કાબૂમાં રાખ્યો છે હવે બહુ થયું
મુલાકાતની ઘડી ગોઠવ હવે બહુ થયું

શણગાર નાં સર્જન આ દ્વારની અંદર વાટ જોવે
આવ તો દ્વાર બંધ કરું મૌન વાટ જોવે

એકમેક નું એક થવું નક્કી જ છે
વિના સમય બગાડી આવને, નક્કી જ છે
❤️❤️🌹🌹❤️❤️

🍁સમજાય 🍁
આળસ મને ખપે નહિ
પ્રવૃત્તિ મને ખપે નહિ
મારા વાંધા વચકા બહુ
કામ કરતા ને રોકે બહુ

આદતનો વળગાડ લાગ્યો મને
પંચાતનો રંગ ચડ્યો છે મને
જાણ્યા વગર વિવાદ કર્યા કરું
સામે વાળાને નીચો કરતો ફરું

ખુશ તો છું મુખવટો લઈ ને ઘુમુ
અંદરના દંભને લઈ વટભર ઘૂમુ
જ્ઞાન નહિ મિથ્યા નો ઉપાસક બનું
પછી બસ કુંડેળામાં ફરતો બનું

ઠેર નાં ઠેર જેવા ઘાટ ઘડાય
સમજાય ત્યારે મોડું થયું જણાય
રે ઊભો અરીસા સામે ત્યારે સમજાય
જેવા છો તેવા દેખાય હવે સમજાય
🍁🍁🍀🍀🍁🍁
આ તો કેવી આદત પડી ગઈ
બધે વળતર લેવાની આદત પડી ગઈ
કામમાં કામચોરીની આદત પડી ગઈ
છોડી ના શકાય તેવી આદત પડી ગઈ

બધુજ મફત મળે તેવું ના હોય
થોડો પુરુષાર્થ જેવું તો હોય
પગ ને હાથ હલાવા પડતા હોય
પ્રારબ્ધથી બધું મળતું ના હોય

પોતાનું આકાશ ને પોતાના નાં રંગ
રંગભરેલું ચિત્ર વિચાર હોય સંગ
તેને આંબવા હૃદયે ભરેલો હોય રંગ
જીત્યા નો ઉમંગ ઉત્સાહ હોય સંગ

ધર્મે તો શિખડાવ્યું છે ભાઈ
જેવું રોપો તેવું લણો છો ભાઈ
વધારે આશ તે કેમ ચાલે ભાઈ
અપેક્ષા ને બદલે આપવાનું છે ભાઈ
અમારા મોટા ભાઈ નાં જન્મદિને ……

🌹મોટા🌹
ભાઈ મારો મોટો મળે ન જોટો
ઓછું બોલે પણ લાગણીમાં મોટો
નારાજગી ને સંતાડે જોડે રહે મોટો

ભીંતે ગલગલીયા કરે કઈક કહેતો ફરે
રસ્તો કાઢી સવારની સૌરભ લેતો ફરે
હઠને દૂર રાખી સૌમાં સમાય જા ફરે
મંદ મંદ મુખે હાસ્ય રાખતો જતો ફરે

પરિવાર બેઠો હૈયે તેની ચિંતા હૈયે
અગવળતા સ્વગળતા તેઓની હૈયે
સુજબુજથી ઉકેલ લાવે મજાથી હૈયે
વાહ! મોટા તુ તો છે અલબેલો હૈયે

પ્રવાસમાં સંધાયનો નાસ્તો લાવે યાદ છે
તહેવારોમાં મીઠાઈ પીરસાય યાદ છે
ઉજાણીમાં સાથે રહે હસતો રહે યાદ છે
બસ ગમતાં નો ગુલાલ કરે યાદ છે.
🎊🎊🍀🍀🎊🎊

🌹Happy Dashera…… 🌹
Good – Bad are the ripples
Pops to make us cripple
Eventual mind get confused
Gazing with uncertainty fused

Victorious we are take drive
Evils then takes outward drive
With candid love and zeal
Compassion on head feel

Dashera reminds the path
Steps to be loveable path
Gratitude aptitude on crest
To make world lovely place
🍁🍁🍀🍀🍁🍁

અમારા મોટા ભાઈ નાં જન્મદિને ……
🌹મોટા🌹
ભાઈ મારો મોટો મળે ન જોટો
ઓછું બોલે પણ લાગણીમાં મોટો
નારાજગી ને સંતાડે જોડે રહે મોટો

ભીંતે ગલગલીયા કરે કઈક કહેતો ફરે
રસ્તો કાઢી સવારની સૌરભ લેતો ફરે
હઠને દૂર રાખી સૌમાં સમાય જા ફરે
મંદ મંદ મુખે હાસ્ય રાખતો જતો ફરે

પરિવાર બેઠો હૈયે તેની ચિંતા હૈયે
અગવળતા સ્વગળતા તેઓની હૈયે
સુજબુજથી ઉકેલ લાવે મજાથી હૈયે
વાહ! મોટા તુ તો છે અલબેલો હૈયે

પ્રવાસમાં સંધાયનો નાસ્તો લાવે યાદ છે
તહેવારોમાં મીઠાઈ પીરસાય યાદ છે
ઉજાણીમાં સાથે રહે હસતો રહે યાદ છે
બસ ગમતાં નો ગુલાલ કરે યાદ છે.
🎊🎊🍀🍀🎊🎊

🎊તહેવારો મારા હું તહેવારનો🎊
જ્ઞાનની ઉપાસના જ્ઞાનની મહિમા
દીવડાં ને તોરણનાં ખુલાસા નો મહિમા
હેતના હેંજ ને ખુલા મૂકવા નો મહિમા
થાય જ્ઞાન થી શરૂ અંતે લક્ષ્મી નો મહિમા

ધન્વંતરી નાં લે આશીર્વાદ શરીર એમાં સમાય
સ્વાસ્થ્ય સ્વસ્થ તેમાં ઘણું સમાય
મન ને મોકળુ મળે વિચારો ત્યાં સમાય
મંગલ મંગલ ઘેલું કરતું સમાય

પછી વારો આવે હિંમત નો તે કેમ ભુલાય
હ્રુદય નાં ઓટકાર ને તે કેમ ભુલાય
ગભરાટ ને ઠેલ્લો મારી આગળ જવાય
હિમ્મત ભૂરી ભૂરી અનુમોદના કરાય

તહેવારો લાવે ધનની લાહણી
ધનિક થી છેટું સમૃદ્ધિ ની છે લાહણી
ભેગુ નહિ વ્યય ની છે લાહણી
પોતે નહિ સર્વજ્ઞ માં ફેલાવાની લાહણી

મહાવીર ગૌતમ ની જુગલબંધી ની યાદી
રામ સીતા અયોધ્યા માં વસવાટ ની યાદી
સ્વર્ગ ને મોક્ષમાં વિચારતા ની યાદી
થવું છે મોક્ષગામી તે નિશ્ચય ની યાદી

નવ પ્રભાત ખીલ્યો નવ આશા સાથે
રંગોળી રંગ ભરે નવ રચના સાથે
આરંભ સમારંભ નાં મેળાવડા સાથે
નવાં ઇતિહાસ થઈ જાય સાથે સાથે
🌹🍀🌹🍀🌹

🎊મધુરતા🎊
કર્ણ સારું સાંભણી શકે તો તેનું કામ કરવા દે ને
નાહકના થોથા કાન ને પસંદ નથી તો રહેવા દે ને
આંખ સ્વરછ દૃશ્ય થી ટેવાયેલું છે તો તેને તે કરવા દે ને
ચિત્રપટ કાલનાં ખ્વાબ નું પ્રતિબિંબ તેને પડવા દે ને
નીમિતો સારા મળે છે તો તેને નિભાવા દે ને

ગડબડ ગોટાળા બહુ કર્યા હવે ખોટી મસ્તી ક્યાં સુધી
ચોખ્ખા થવા બેઠા છીયે તો ખોટા લપેડા ક્યાં સુધી
આતમ તો જ્ઞાનનો પીંડ છે તેને છેતરપિંડી ક્યાં સુધી
સ્વયંભૂ ચળકાટ થઈ ઉભેરે તેને ઉભુ રાખવું ક્યાં સુધી
પ્રસન્નતાના પ્રાંગણમાં આ નિરાશાના વાદળ ક્યાં સુધી

થોડીક મિનિટ પલાંઠી વાળી બેસી શકાય પોતાના માટે
વિચારના વંટોળને થોડો હડશેલો મરાય પોતાને માટે
આતો વાયરા જેવું છે તેનું મમત્વ ક્યાં સુધી પોતાને માટે
અંશ પરમ છું તેથી ઓછું ખપે નહિ પોતાને માટે
યાત્રા મારી તેને પરમ જાત્રા બનાવુ પોતાને માટે
🍀🍀🍁🍁🍀🍀

🍁જીવન 🍁
સરસ મજાનું મળ્યું જીવન માણી લો ભઈ માણી લો…
થઈ ગયું તે થઈ ગયું માણી લો ભઈ માણી લો….
કહ્યું તે ના થયું માણી લો ભઈ માણી લો…..
ધાર્યું તે ના થયું માણી લો ભઈ માણી લો
છોડ ને બખડજંતર માણી લો ભઈ માણી લો……

ગરીબ થઈ ના જીવાય નમાલા થઈ ના જીવાય
છે હુન્નર અંદર ઘણું, તે કહે તેમ જીવાય
એક ભૂખ્યું એક તરસ્યું ચાલે બંને ભૂખ્યામાં ના જીવાય
સફળ નિષ્ફળ છે ઘટના તેમ સમજી જીવાય
મળ્યું જીવન તે જીવી જણાય તેમ જીવાય

પર્ણ લીલું થવા ઉગે લીલાશ પહેલા અસ્ત થાય જ છે ને
ફૂલ મહેંકવા ઉગે તે પહેલા ઘણીય વાર ખરી જાય જ છે ને
ઊગવું અસ્ત છે તે ઘટના, છતાંય થાય જ છેને
હેતુ વગરનાં હેતું થી જીવાય જ છે ને
પ્રવૃત્તિ,નિવૃત્તિ ને નીરવૃતી તબક્કામાં જીવાય જ છે ને….
🍀🍀🍁🍁🍀🍀

🍁સમય 🍁
સમય ને કેમ બંધાય, તે ગૂંગળાય છે
ચાલવા દે નાહક ની મહેનત કરાય છે
કાયમી ક્રિયા સાથે કોઈ ચેડાં ના હોય
વેડફાય જવાય તેવી સમજ ના હોય
ઝરણને ના રોકાય તે સમજ ના હોય

કોઈ બોલી જાય તેને પ્રતિકાર આપવો તેવું ના હોય
તેમાં રહેલી ટકોર જીવનને દિશા આપતું, તેવું ના હોય?
શીધોસટ રોડ માં સ્પીડ બ્રેકર હોય તેવું ના હોય?
સ્વીકાર કરીયે તેમાં સારું થવાના સંકેત, તેવું ના હોય?
જીવન ને વાવવા ની પ્રકિયા બદલાવ તેવું ના હોય?

ગજબનું જીવન અજબની લ્હેરખી
છે આનંદ માં જીવી લેવાની લ્હેરખી
અહમની ક્યાં સુધી ચલાવશું ચરખી
મજાનું જીવન કોઈ લઈ લેશે ભરખી
છોડને બધું મહેસૂસ કરીયે તે લ્હેરખી
🌹🌹🍁🍁🌹🌹

પ્રભુ તું ક્યાં દૂર છે, છતાંય કેટલો દૂર
તારી સ્પર્શના કરું, છતાંય લાગે દૂર
નવ અંગે પુજુ તને તોય દિશે તું દૂર
પ્રભુ આટલો દૂર તું કેમ રહી શકે દૂર

છે છલ કપટ ભારોભાર મન મહી
ક્યાંય સરળ સહજ થવાની રીત નહિ
બેફામ જીવનમાં કોઈ આસ્થા નહિ
શ્વાસ લઉં છું તેમાંય વિશ્વાસ નહિ

રેંતાળ ને પાણી અડીને જાય પછી સૂકી ને સૂકી
લઈ ને નીરખી ઉઠવું તેનું ભાન તે ચૂકી રે ચૂકી
ઉપકાર ને અપકાર માં જીવાય તેનું ભાન મૂકી રે મૂકી
સમર્પણની ભાવના અહી તૂટી રે તૂટી
સમજાય તો સારું નહિ તો જીવન જુકી રે જુકી
🌹સરદાર એટલે સરદાર 🌹
સરદાર અમથું કહેવાય છે તે સરદાર
નીડરતા નિર્ભયતા નાં છે તે સરદાર
અનેક અવરોધો ઓળંગે છેતે સરદાર
સરદાર એટલે સરદાર……

મુશ્કેલીઓ તેને કેડે બાંધી ડરે નહિ
સમસ્યા પર સમસ્યા પણ ડગે નહિ
દેશ ને સમર્પિત થવા પગ ડગે નહિ
સરદાર એટલે સરદાર…….

કોર્ટ નો કેસ હોય આપ્ત નું મૃત્યુ હોય
ફરજ પહેલા બાકી બધું પછી હોય
જન મારું હું જણનો તે લક્ષ્ય હોય
સરદાર એટલે સરદાર……

ગામડું શહેર સંધુય એક હોય
લેવડ દેવડ અરસપરસ સાથે હોય
રાષ્ટ્ર એક તે કલ્પના સાચુકલી હોય
સરદાર એટલે સરદાર…….

આંતક નહિ આંગતુકનો આતિથ્ય હોય
બધા સાથે દોસ્તી વ્યવહારમાં હોય
કડક દેખાય વર્તન માં અનુરાગ હોય
સરદાર એટલે સરદાર…….

લોખંડી અડગ ને સિદ્ધાંત ને પકડે
ભૂલચૂક ને જ્ઞાન તુલા માં જકડે
ખોટા ને ખોટો સાચા ને સાચો તેમાં ન હટે
સરદાર એટલે સરદાર…….

યાદ આવે તું ને તારા પરાક્રમ
કર્મનિષ્ઠ તું ય…

🧬સમસ્યા🧬
ગંજીફા માં જોકર ઉતરાય રમત બદલાય
અઘરી બનતી બાજી હવે આપણી જણાય

સમસ્યા હોય પણ તેને વારે ઘડીયે ના ઉતરાય
રમત બદલનાર જોકર,સમસ્યા નહિ આ ન સમજાય

અહી પોતે ક્યાં રખડે છે, એટલે અંધારે અથડાય
ત્યાં બીજા માટે ફુરસદ ક્યાંથી સમય અણાય

પર થી પાર તેતો જૂઠી આશ નાં રાંધણ કહેવાય
સ્વ થી ઉભી થયેલી સ્વનાં મહેનતે કળાય

કુદરતે બધું એકરૂપ, ત્યાં તો જાતે સમસ્યા ઉકેલાય
અંદર છે તેને કંડરાય તો આપોઆપ સારપ જણાય

વાહ આ તો આવડી અમથી વાત તે ક્યાં થી ક્યાં ખેલાય
સાબદો થયો તો સમસ્યા, સમસ્યા ના જણાય
🎊🎊🌹🌹🎊🎊

🍀ભાણું🍀
આ હરણફાળ વિકાસમાં હુંય દોડતો રહ્યો
કેમ શા માટે શેનાં માટે પણ દોડતો રહ્યો
ચંદ્રક જીતવાની હોડમાં બસ હોમાતો રહ્યો

હાંફ ચડ્યો, થાક્યો પણ ખરો જાતને ન ઓળખ્યો
લક્ષ્ય વિના આમતેમ ભટકું અંતર ને ન ઓળખ્યો
પૂછા સુધ્ધાં ના કરું જોઈએ શું તે ન ઓળખ્યો

સ્વાર્થના માળા બાંધ્યા વહેમ આરામ નાં કર્યા
વટ મારી આજુબાજુના પડોશ ને અળગા કર્યા
અંતરથી અંતર રાખી પર માં પોષતા કર્યા

આ હવે થાક્યો ત્યારે જીવનના લક્ષ્ય જાણું
જે છે તે બહારનું અંદર તે ભર્યું ભાણું
આસ્વાદ તેનો કરું તે જ પ્રસન્નતા નું ભાણું
🍁🍁🌹🌹🍀🍀

🦠અપેક્ષા🦠
મને ગમે તે મારું તે તો જાણું
તારું એ પણ મારું તે ના જાણું

અપેક્ષા રાખી તેમાં વાંધો ક્યાં છે?
તે પ્રમાણે ના થાય તોય વાંધો ક્યાં છે

દુઃખી તે વિવશતા છે તેમાં ન ભળાય
મન નું કામ છે હૃદયે તેમાં ન ભળાય

છે તેનો સ્વીકાર કરી આગળ વધાય
નથી તો નથી ખુશીથી આગળ વધાય

અપેક્ષાઓ તો ખેલકૂદ કરે, કરવાં દે
તેની પાછળ ભાગદોડને રહેવા દે

કુંડેળા સહજે બનાવ્યા ને ફસાયો
અપેક્ષા પૂરી તોય ના થઈ, ને ફસાયો

પડાવ થયો પૂરો નવો આવીને ભરાયો
કરોડિયાની જાળમાં વારે વારે ભરાયો

નાના અહમ્ ને કેમ કરી પોષાય
અંદરના ઉદગાર કહે તે જ પોષાય
🌹🌹🍁🍁🌹🌹

🌻સ્વપ્ન🌻
ધીરે ધીરે આવ સ્વપ્ન
પાંપણ હેતની ચાદર બિછાવે
આંખોના ભરપૂર પાણી વધાવે
અભિષેક થી દ્રઢ નિશ્ચય બનાવે
ધીરે ધીરે આવ સ્વપ્ન……

સ્વપ્ન માં નીડરતા ભારોભાર હોય
સમજણ થી વધારે મૌલિકતા હોય
ન ડર ન ફિકર બસ આઝાદી હોય
ધીરે ધીરે આવ સ્વપ્ન…….

ઉડાન માટે ઉત્કૃષ્ઠતા ની પાંખો હોય
વિચારોને ખેડી લેવાની ઝંખના હોય
ઉઘાડ ને ઉજાસ નો મલકાટ હોય
ધીરે ધીરે આવ સ્વપ્ન……

સ્વપ્નને આકાર નો કલ્પ ચડતો હોય
અકબંધ ચારિત્ર નો ચળકાટ હોય
છીએ જેવા તેનો ગર્વ સમાયો હોય
કહેવાય ત્યારે ધીરે ધીરે આવ સ્વપ્ન
🌹🌹🎊🎊🌹🌹

🌹એમ્કો ને સમર્પિત…… 🌹
✊મારો પરિવાર✊
મારો પરિવાર મળ્યો આનંદ થયો
જરઠ વાળી વાતો નો દ્દોર થયો
મળ્યા સફરમાં તે વાગોળ થયો
સમી સાંજે આજે મેળાવડો થયો

કેટલા નાં વાળની સંપતિ ગઈ
કેટલા ને દાંતો ની ચોકી નબળી થઈ
કેટલાંક સ્વસ્થતા સામ્રાજય ગઈ
મળ્યા પાછા તે જાહોજલાલી રહી

અર્થ કાજે જોડાયા ને દોસ્તી થઈ
ઝગડ્યા બહુ વિવાદ ની રમત થઈ
દિવસના અંતે ભેરૂતા અગ્રીમ થઈ
આંખોની સામે તાજી થતી ગઈ

ઘણુંય નહોતું આવડતું, છતાંય ચાલ્યું
આપલે વધ્યું ને હોંશિયારી થી હાલ્યું
પરિવાર બન્યો ને શીખવતો ચાલ્યું
મોટા થયા જમીને ભૂલતા ના ભાળ્યું

મારી કંપની મારા મિત્રો મારો પરિવાર
છે આજેય અકબંધ હસતો પરિવાર
દુઃખે સુખે મદદે દોડી જાય પરિવાર હૃદયે હાંશનાં ઓતકાર આપે પરિવાર
👏👏👍👍👏👏

💫ઝળહળે ઝળહળે💫
આ સમણા આવે ને જાય
એનું કાઈ ચાલે નહિ અહી
અહમ્ ત્યાં ઊભો ને ઉભો અહી
ગાંઠે નહિ સામે ઊભો રહી જાય

જીત્યો તેની ભ્રમણા ભારે ભારે
કોલર ઊંચા રાખી ફરે ક્યારે ક્યારે
તરકટ નવી મચી છે ન્યારે ન્યારે
અહમ્ ઝળકે સર્વત્ર મલકે મલકે

પર થી પાર તે ભ્રમણા ભડકે ભડકે
બદલાવ તારાથી નહિ તે સરકે સરકે
દૃષ્ટા ભાવ ત્યાંથી ખસકે ખસકે
હું જ આખે આખો હવે ભટકે ભટકે

રે ‘ સાંભળ અંદર કઈક ટપકે ટપકે
પિપાસા સાચું ત્યાંથી ઝળકે ઝળકે
જ્ઞાન મુદ્રા અખંડ ત્યાંથી પ્રગટે પ્રગટે
મિથ્યા દોડ સમજ્યા તે ગરકે ગરકે

સંકલ્પ ને નિશ્ચય સળવળે સળવળે
મોડું ક્યાં થયું નાહક ટળવળે ટળવળે
નવી ઘોડી નવો દાવ ઝળહળે ઝળહળે
ખાધું પીધું ને રાજ કર્યું તરવરે તરવરે
🍀🍀🍁🍁🍀🍀

🍁સાથે – સાથે🍁
આમ તો કઈ હોય
લીધા દીધા એકમેક ને કોલ
આમ પાણીમાં બેસે કોય

સાથે મળીને એક દિશે જોય
ચાંદ તારા ને ચૂંટવાની વાત
આમ વીસરી જાય કોય

પ્રશ્નો તો ઘણા આવતા હોય
બધું સીધું ચાલે છે ક્યાં કઈ
આમ ડરવાનું કાઈ હોય

વિકાસ અંદર કે બહાર હોય
સહિયારો સથવારો એમ ના ભુલાય
આમ છોડીને જવાનું ના હોય

પગ ચાલવા માટે હોય
સાચી દિશામાં કરે પરાક્રમ
આમ પીઠ બતાવાનું હોય

પ્રેમ તે અંદર નો રોમાંચ હોય
તેમાં એકાકાર થવાની વાત
આમ તું સ્પર્શ થી દુર હોય

ગોળાકાર ને પણ મધ્યબિંદુ હોય
મધ્યથી ઊર્ધ્વ કે અધો ને અડાય
આમ અકળામણ થી ડરવાનું હોય

લે મળ્યા છીયે તો ટકવાનું હોય
કાળી લહેરો આવે ને જાય
આવી ઘડી એકમેક થવાનું હોય
❤️❤️🌹🌹❤️❤️

🍀ખોજ 🍀
હું જ સાચો નાં બણગા ફૂક્યાં બહુ
નબળા હોય પણ ગપ્પા હાંક્યા બહુ
ઠેકાણાં ધૂળના ગોટા ન દિશા બહુ
વાવાઝોડા જ્યાં ભરાય તે ભમે બહુ
જિંદગી આનાથી વિશેષ નહિ બહુ

ગાંજ્યા મેહ કઈ વર્ષે નહિ, ત્રાડ પડે
પછી ડરી, પોતાને આઘંપાછું થવું પડે
જીવન તણાગ્રસ્ત વાળું જીવવું પડે
મૂંઝારો ભરતા માણા ખોખલું થઈ પડે

પવનની સાત્વિકતા ને ફૂલનું ખીલવું
ભિન્ન ભિન્ન બંને સાથે રહી ખીલવું
એકરૂપ હોય છતાંય જુદામાં ખીલવું
છે,દેખે તોય કેમ આમ જાતે ન ખીલવું

સ્વભાવને જાણું સ્વભાવ માં રહી ને
લક્ષ બંધાય તે પુરુષાર્થ માં રહી ને
પરના પાથરણાં સમેટાય સ્વમાં રહી ને
આમ પાંગરે પોતાના પ્રાંગણમાં રહી ને
🎊🎊🍁🍁🎊🎊
ચાલો મતદાન કરીયે

🎊 મતદાન 🎊
અમે તો માનવ રહ્યા, માનવ થઈ રહ્યા
વિચારોથી વિકાસ કર્યા માનવ રહ્યા
સંકલ્પથી પગ ચલાવ્યા માનવ રહ્યા
દિશાઓ દમદાર બનાવી માનવ રહ્યા

મોટા થયા હાથની મુઠ્ઠીઓ ખોલી
ભેગા ભેરુ ને લીધા દુનિયા ખોલી
પડાવ કેટલાય કર્યા હ્રુદય ખોલી
મજાનું મલક બનાવ્યું ગમતું ખોલી

દાન પૈસાના કર્યા, કર્યા કન્યા દાન
આંખો ને ગમે અંદર મલકે જ્ઞાન દાન
અવાજ ઉઠે વિવાદો ટાળે તે મતદાન
નીકળો સૌ કરી લ્યો ભરપૂર મતદાન

અધિકાર આપણો, ફરજ આપણી
અંધારપટ ન રહે તે ફરજ આપણી
શહીદો જીવંત રહે તે ફરજ આપણી
મત આપી જતાવો ફરજ આપણી

🎊જન્મદિન વિશેષ 🎊
આ અવતરણ ને જીવી જાણવું
મળેલ છે તે પર્યાપ્ત તેને માણવું
આનંદ માં રહી આનંદ ને માણવું

આલોકની વાતો છે વર્તમાનની વાતો
વર્તમાન જીવે તે બનાવે ભાવિ વાતો
આપણે તો બસ કરવી જીવંત વાતો

દિન વિશેષ હું માનવ વિશેષ
હું તો ક્ષણ ક્ષણ ચિત્ર કંડારું વિશેષ
ગમી તેને જીવી જાણું બાકી અવશેષ

નિશ્ચય પહાડ જેવો કરું રહું અટલ
પગ આગળ વધ્યા પછી ન હટું અટલ
દિવસ છે મારો મંગલ રહે તે અટલ
🍀🍀🌹🌹🍀🍀

🎊 મારાં ભાઈને ભાભી ને સમર્પિત

❤️લગ્ન દિન…..
ઉમંગ, ઉલ્લાસ ને અરમાન ને તાંતણે
સમજ, સહજ ને સમર્પણ ને ચાંખડે
આરંભ થયો મનગમતો દિન લગ્ન દિન

વિચારોને એક દિશા આપી
દૃષ્ટિ ને સમદૃષ્ટિ માં મૂકી
આ સપન નો દિન લગ્ન દિન

તને ગમ્યું તે તારું ને મને ગમ્યું તે મારું
એમ નહિ પણ માણ્યું બધું સહિયારું
ભેગા ઓગળી જવાનું દિન લગ્ન દિન

મુશ્કેલીમાં પડખે, મૂંઝવણમાં પડખે
હૂંફ નાં હુફાળા સ્પર્શે રહીએ પડખે
આ તો વિશ્રામ નો દિન લગ્ન દિન

કોણ જાણે કોલ આપવાનું મન થાય
સહિયારું તત્વ તારવાનું મન થાય
ઈશ ને જાણવાનો દિન લગ્ન દિન
🌹🌹🍀🍀🌹🌹

🍁આવે🍁
ધીમા ચાલે તે ક્યારે પહોંચીશું
સવાલ આવા ક્યારે ન કરે જિજ્ઞાસુ
અનુભવના ભાથા લઈ ચાલે તે વાર લાગે
કલાકનાં કાંટા ધીમા, સમય બતાવતા લાગે

આવ્યો તે જાય પણ ખરો કઈ કર્યા વગર
તે શું થયું કહેવાય નહિ સમજ્યા વગર
ઘણા ફૂલો ડાળીથી ખરે છે મહેંક્યા વગર

ગણિત શીખવે એક વતાં એક બરાબર બે
વ્યવહારે લીધું તે દીધું સમાંતરે રહે તે બે
લાગણી ભળે તે બને અગિયાર છોડે તે બે

પૂર્વથી ઊગવું તે છે સૂરજ નો સ્વભાવ
રાત્રિ એ ખીલી જવું તે ચાંદ નો સ્વભાવ
આત્મથી જાગી જવું તે માનવ નો સ્વભાવ

કેવી છે ઘટનાક્રમ વારા ફરતી આવે
સ્થિર ક્યાં કશું છે સમય થતા આવે
જાણી લેવું તેમાં રહેવું તે જ્ઞાન થી આવે
🍀🍀🌹🌹🍀🍀

🎊માણી લે🎊
કોઈકને સુધારવા ઝંડો પકડ્યો,
સાથે ભેરુ લીધા પછી થોડો અટક્યો
સૂપડું લઈ બહારનું અંદરનું ઝાટક્યો
દેખાયું બહારનું ઝાઝું તે તો ખટક્યો

બાથ ભિડાય તે જેટલી સમાય તેટલી
હ્રુદય ની બીમારી ન પેસી જાય તેટલી
નાહકની ઉપાધિ લઈ લઈ ફરશું કેટલી
જેની છે તેને મુબારક ખુશી છે તેટલી

ઝંઝાવાત બહુ છે અંદર તેને ધ્યાન દે
વિસ્ફોટ ને આરે છે, તેને ધ્યાન દે
ઠેકાણાં કોઈ રહેશે નહિ તેને ધ્યાન દે
મળ્યો અવતાર તેને ઉજાગર કરવા દે

ક્યા બહુ જોઈએ તેને તો આપ ને
અનેક ઘણું પામીશ તો જરા ઝુંક ને
અંતર ક્યાં છે ઝાઝું તો સાંભળ ને
ભર્યું ભરું ઘણું અંદર તે માણી લે ને
🍁🍁🍀🍀🍁🍁

વ્હાલા જય – તન્વી
લગ્ન દિન….. 🌹
પરિણય પાંગરે પ્રણય સંગ
વિચારો ભળે ઉભરે ઉમંગ
વર્ષો વીતે સમય વીતે કર્યું ઉપવન
વસ્તાર ને વિસ્તાર થયો મધુવન

મંગળ અક્ષત થી વધાવ્યા
કાળાશ ને ચપતિથી ભગાવ્યા
મુખે હાસ્ય સમર્પણ ની સજાવટ
આપોઆપ જન્મી કરે નહિ રૂકાવટ

ધર્મ રેડાયો દૃષ્ટિ નાં થયા અભિષેક
નજીક આવ્યા થયા મનાભિષેક
વાહ! જીવન કેટલું ઠરીઠામ ચાલે
મેળાવડો આનંદમાં ભળતો ચાલે

🍀લગ્ન દિન ખૂબ ખૂબ વધામણી🍀

❤️હ્રુદય ❤️
ઉઠ્યો છે વંટોળ તો શું થયું
ચકરડી, ભમરડી, ઘુમેરડી બધું થયું
પોતાની જગ્યાથી ઊઠી ફંગોળાઈ
ઘડીકમાં ના સમજાય તેવું રંગોળાય

ઘેઘૂર અવાજ કાને અથડાય ને ભમે
ભયનું વાદળ જાણે એક સામટું ભમે
નિર્ણય દુર્બળ બને અસુરક્ષા તરવરે
અસ્થિર મન કેટકેટલું થઈ અટકળે

આંખોને ઝાંખપ આવે ઝામર આવે
અંધાપા નો ડર હૃદયમાં લઈ આવે
મન તું હલબલાવે અવારનવાર બસ બહુ થયું
હ્રુદય જાગ્યું છે હવે તે હવે તેનું માનતું થયું
🍁🍁🌹🌹🍁🍁

🌹સૌને ગમતો સ્વર 🌹
ટમટમ કરતા તારાઓ ઝળકે
જાણે વાદળો માં વસંત ચહકે
વાતો થાય ચાંદ ની સભામાં જાણે
આખા મધુવનમાં હરખના હેત જાણે
સ્વર નાં સ્વાગતમાં સૌ કોઈ મલકે

કૂદાકૂદ સાગરના મોજાની સમ
હાસ્ય કળી ફૂલોમાં ખીલતું સમ
નિર્મળતા તેતો નદીનું વહેતું સમ
મુદ્રાઓ પળે પળે ઊગતું નાટ્ય સમ
સ્વર જાણે ચાલતું ચિત્રપટ સમ

ગોગળું સરગમ સ્વરનાં મુખે શોભે
સુરોના ડાયરા તે આસપાસ શોભે
દાદુ,નાનુ,દાદી,નાનીનું રમતું રમકડું શોભે
પપ્પી લે પપ્પી દે તેઓના મુખ શોભે
વાહ! સ્વર તારું અંગ અંગ નાચ શોભે

ચાચા ચાચુ પપ્પા મમ્મી ટેડી ને ફરે
લાડકોડ ફેર ફૂદેડી દિલમાં ઊગતું ફરે
વર્ષ છોડી બીજા વર્ષે આંગણું હરખે
અમારા સ્વપ્નો તારી આંખોમાં હરખે
સ્વર પગલે પગલે અમારું મલક મલકે
🎊🎊🌹🌹🎊🎊
સ્વર નાં જન્મદિને અમારો હેત.. 🌹

👃મારો ગિરિરાજ 👃
અટલ છે, અસલ છે, અવિનાશી છે
ઊંચેરો છે, ઉત્કૃષ્ઠ છે, અમર છે
પ્રભુનો વાસ છે, પ્રભુનો વસવાટ છે
ગિરિરાજ તું તો સંગાથ છે……

શિખરો તારો લલાટ છે મલકાટ છે
ફરકતી ધજા ધર્મની સ્થાપન છે
છે પ્રભુ છે ત્રિલોકનાથ તે આસ્થા છે
ગિરિરાજ તું તો સંગાથ છે……

તારા કણ કણમાં જીવંત કથા છે
ધવત ધારણ ગુરુનો ગુરુવાસ છે
પદે પદે પળે પળે ગુરુના નમન છે
ગિરિરાજ તું તો સંગાથ છે……

આદિ આદિ નાં પોકાર ગુંજે ગગને
બોલતા બોલતા કર્મ તૂટે ઊંચે ગગને
મોક્ષ દ્વાર દેખાય તારે તોંચે ગગને
ગિરિરાજ તું તો સંગાથ છે……

ભક્તિ શક્તિ સ્તવના સુરો સરે
સરગમનો સહવાસ પ્રભુ મુખ સરે
ગિરિરાજ હૃદયમાં વસે સૌમાં સરે
ગિરિરાજ તું તો સંગાથ છે…….

તું વિશ્રામ તું તો વિશ્વાસ છે
તું તો ભૂત વર્ત ભાવિ નો આશ છે
ગિરિરાજ તું તો શ્વાસોશ્વાસ છે
ગિરિરાજ તું તો સંગાથ છે…….
નમન સહ,

🎊🎊🌹🌹🎊🎊

👁️જોયા છે👁️
ઘોડાની જેમ મે મને હાંફતો જોયો છે
સર્વ શ્રેષ્ઠ રહેવામાં હોમાતો જોયો છે

કઈક ખૂટે ભેખરો તૂટે એ પર્વત જોયો છે
આશ નિરાશ વચ્ચે જીવન ટૂંકા થતાં જોયા છે

રાત દિવસ વચ્ચે ભેંકાર અંધારપટ જોયા છે
નિષ્ફળતાના ગુબારમાં ડગતા મન અમે જોયા છે

લીલાં પાન પીળા થતાં ખરતા જોયા છે
ભરપૂર જીવન વિરાન બનતા જોયા છે

કશું જ નહોતું ત્યાં મધુવન થતાં જોયા છે
લક્ષ્ય મનમાં ભરાય સૌરભ પ્રસરતા જોયા છે

છે જે તે દૃષ્ટિ નો ફેર એવા દૃષ્ટા જોયા છે
સ્વ લોચન આલેખાય તે માનવ થતાં જોયા છે
🍁🍁🍀🍀🍁🍁

🍀રળિયામણી🍀
આજની ઘડી રળિયામણી
ચશ્મે સ્વપ્ના ભરું રળિયામણી
આકારથી મારું વિશ્વ બનાવુ
આંજળ કરી દૃષ્ટિ કરું રળિયામણી

સમીપે તને રાખું તારી કીકી છે ન્યારી
તરવરે કરુણા છે અવિરત બહુ ન્યારી
ઉડાન અંતર ભણે વિવિધ રંગો ભરે
થાય કરામત ને આનંદ વ્યાપી ન્યારી

રંગબેરંગી પતંગિયા ફૂલોમાં કેવા મસ્ત
સંવાદની પોટલી વહેંચે ફૂલે ફૂલે મસ્ત
ખીલી મધુવન ને સૌરભ પસરી મસ્ત
મને મૂકી પંચાત ને ડોલે અંતરે મસ્ત

શું કામે, શા માટે, કેમ થાય છે આજે
પ્રસન્નતા પ્રમાદ છોડી ચાલી છે આજે
ગયું તે ગયું પણ આજ છે પોતાની
કેટલી મહેનતનાં પરિણામ છે આજે
🎊🎊🎊🎊

🍁ભાઈ ભારે કરી🍁
બોલીએ કઈક વર્તને આવે કઈક
ભાઈ ભારે કરી
સ્વાર્થ નાં લપેડા ભાસે દિશે કઈક
ભાઈ ભારે કરી
લુચ્ચાઈ માં શિયાળ શરમાય કઈક
ભાઈ ભારે કરી
માયાનાં મિનારા ચણાય પડે પછી કઈક
ભાઈ ભારે કરી
મોહમાં ગળગોથીયા ખવાય ઘવાય પછી કઈક
ભાઈ ભારે કરી
કોયલ મૂકે ઈંડા સેવે કાગડો અહી કઈક
ભાઈ ભારે કરી
કોઈને પાણીના ફાંફા કોઈ સંઘરે કઈક
ભાઈ ભારે કરી
ચિથરેહાલ કોઈ, કોઈ બ્રાન્ડેડ માં કઈક
ભાઈ ભારે કરી
જુઠ્ઠાણાંનાં જુગટ ચાલે સત્ય રહે દૂર કઈક
ભાઈ ભારે કરી
માનવ માનવ માં ખેંચતાણ ચાલે કઈક
ભાઈ ભારે કરી
દંભથી મહેંકવું છે અંદરથી તકલાદી કઈક
ભાઈ ભારે કરી
ઋતુ બધી નડે, બહાના નીકળી પડે કઈક
ભાઈ ભારે કરી
પ્રાપ્ત માં પર્યાપ્ત તેમાં છે ઢીલાશ કઈક
ભાઈ ભારે કરી
ટાંકણીનાં પ્રદેશમાં શ્વાસનાં ફુગ્ગા ફુલાય કઈક
ભાઈ ભારે કરી
શાંતિના બણગા સંતોષની તિરાડ પાડે કઈક
ભાઈ ભારે કરી
બહાર રમખાણ ચાલે ને ચાલે અંદર દેખાવા કઈક…

🍀સમજી લેવું🍀
છે જે મીઠુ તે લાગે કડવું
જે છે કડવું તે લાગે મીઠુ
સમજી લેવું બીમારીએ પ્રગરણ કર્યું

બોલાવો તોય આવે ના
ના બોલાવે તે દોડ્યું આવે
સમજી લેવું સ્વાર્થનું ઘોડું આવ્યું

ટાણે મેઘ વરસે તે સમજી શકાય
પણ વરસે જ્યારે ફાવે તેમ
સમજી લેવું બેફામ થઈ ને આવ્યું

સમયે બોલવું યોગ્ય બોલવું છે સારું
પણ બોલવું ગમે ત્યારે જેમ તેમ
સમજી લેવું કકળાટ કંકાસ ઘેર આવ્યું

હડકાયું જાનવર ખીલે બંધાય
પણ માણા વગર ખીલે બંધાય
સમજી લેવું ભય ને ખીલે બંધાયું

બળ છે છતાંય અહિંસક રહેવું
દુરબળે અહિંસક નાં દંભ કરવો
સમજી લેવું પલાયન ભાળતું આવ્યું

ડર હોય ને ભાગવું નીડરતાની અછત
સુરક્ષા હોય તોય નાસી છૂટવું
સમજી લેવું મન બેજવાબદાર બન્યું

આ રમત છે સમજાય તો સમજાય
સમજી ને પણ હુ તુ તુ કરવું
સમજી લેવું કે જીવ્યા તે નિરર્થક થયું
😭😭😭😭

🌹વ્હાલી સ્મિતા,🌹
જન્મ દિન તારો જમાવટ છે
મુસ્કાન તારી સજાવટ છે
બોલી તારી તેમાં રમઝટ છે
લગાવ તારો બસ મદમસ્ત છે

સુડોકુ માં તું તો વ્યસ્ત
બાજીગર બને તું મસ્ત
અક્ષરથી શબ્દ બનાવે મસ્ત
જીવ તેને આપી જાણે મસ્ત

વિચાર વાસ્તવિક કરે
તેને મેજ પર ચર્ચા કરે
જોડે પણ હઠ્ઠાગ્રહ ન કરે
પોતાના કરવામાં કચાશ ન કરે

પરિસ્થિતિ માં હળવી રહે
ફરિયાદ તેનાથી સેંકડો દૂર રહે
ચાલાક કાર્યશૈલી તેની સહજ રહે
તું તો હંમેશા કિલ્લોલ કરતી રહે

જે કહેવું છે તે સ્પષ્ટ કહે
બાલિશ હોય તો બાલિશ પણ કહે
મનની વાત સહજતા થી કહે
હારજીત ની પરવા વગર કહે

રસ વ્યંજન માં વિવિધતા નીરાળી
વધેલા માંથી રસદાર બને નીરાળી
ચટાકેદાર રીતથી કરે ઉજાણી
સૌને આંગણાં ચાટતા કરે નીરાળી

તારું અસ્તિત્વ છે તેને રહે વફાદાર
મજબૂત, પ્રતિકૂળતામાં રહે વફાદાર
દરેક રમતમાં તારું સૂચન દળદાર
જીત માં રહે તું હંમેશ અમલદાર

જન્મદિન મુબારક નવવર્ષ…

🌹હવે🌹
સારું સાંભળવું અસ્ત થયું હવે
સાંભળ્યા ને સમજવું કપરું હવે
સમજવાને ગમતું કરવું ભારે હવે
ગમતાં ને પાળવું છે અશક્ય હવે

કહીએ છીએ સંત બહુ રહ્યા નહિ
માણસ હવે માણસ અહી રહ્યા નહિ
સ્વપ્ન હવે મૌલિક અહી રહ્યા નહિ
વિચારો મલિન તેય ચોક્ખા રહ્યા નહિ

નવા ક્કા બારાખડી હવે ઘૂંટાતા થયા
ચોરસ ગોળ ઈચ્છા મુજબ થતાં થયા
બીબા હવે મનને ગમે તેવા થતાં થયા
અહમ્ અહી ચોકઠાં માં મૂકાતા થયા

ક્યાં અનુશાસન ને ક્યાં છે સિદ્ધાંત
કાયદા અનુસાર વિનાનું છે સિદ્ધાંત
નવો આવે તે કરે ભ્રમણા નું સિદ્ધાંત
છે બધું અહીં મિથ્યા ભરેલું સિદ્ધાંત
🧬🧬🦠🦠🧬🧬

🙏પ્રભુ તું મારી પાસે🙏
સ્નેહ થી સંભાળ રાખું છું
મારા પ્રભુને પાસે રાખું છું
નિરખું તને જ્યારે જ્યારે
મુખડું મારું હરખે ત્યારે ત્યારે

અંતર્યુ મારું તારું મળે જ્યારે જ્યારે
ભક્તિમાં ભાવિત થાય ત્યારે ત્યારે
મારે તો તારામાં ભળવું ન્યારે ન્યારે
બસ એ જ કસમ લીધી ત્યારે ત્યારે

નીરક્ષીરમાં વહેવું જ્યારે જ્યારે
નિકુંજ બની ને ઉભરું ત્યારે ત્યારે
વાગોળું તારા ગુણો ને જ્યારે જ્યારે
અભિપ્રેત ભીતરે જોઉં છું ત્યારે ત્યારે

નયનો દીઠું તારા કરુણા રસ ધારા
બિંદુ થી સિંધુ ની છે યાત્રા પ્યારા
પૂર્ણતાની ચરમ સ્થાને બેઠો વ્હાલા
તને શીશ નમાવું પરણ તાત વ્હાલા

સંયમી તું તપસ્વી તું તું છે વિતરાગી
મુજ રાગીનો પકડે હાથ તું અવિનાશી
દર્શન જ્યારે થયું આયનો બોલતો થયો
ખોટું ખરતું ને સાચું ભરતું કરતો થયો
🌹🌹🍀🍀🌹🌹

✊ જય શેત્રુંજય ✊
કણ કણ માં તું , ક્ષણ ક્ષણમાં તું
પ્રત્યેક પગધારે તું, દરેક શ્વાસે તું
શાશ્વત છે તું, અવિનાશી છે તું
તારે તું, સંભાળે તું, જીવાડે તું
ભક્તિ તું, શક્તિ તું, વિશ્રામ તું
જય શેત્રુંજય જ્ય જય શેત્રુંજય

પ્રચંડ તું, વિશાળ તું, અટલ તું
આસ્થા તું, વિશ્વાસ તું,કિરતાર તું
આશ તું, ઈશ તું, જીજીવિષા તું
ગગન તું, મગન તું, ઝણકાર તું
જૈન તું, ભવન તું, મન ભાવન તું
જય શેત્રુંજય જય જય શેત્રુંજય

ઋષભ થી શોભે તું, સર્વજ્ઞ માં છે તું
સંયમી નાં વંદન માં તું પ્રસન્નતા માં તું
કર્મ નિર્જારા માં તું, પુણ્યનાં ભાતામાં તું
પથનાં પાવનમાં તું, હરેક ઉદગારે તું
ગમતાનો ગુલાલ તું, અંતની ઘડીમાં તું
જય શેત્રુંજય, જય જય શેત્રુંજય

રક્ષા માં તું, શિક્ષામાં તું, મુક્તિમાં તું
સેવામાં તું, ધાનમાં તું, ધ્યાનમાં તું
આનમાં તું, શાનમાં તું, સન્માનમાં તું
પર્વતનો રાજા તું, ગગનચુંબી ટોં…

આવું થાય ! 🍁
આશ સીધી લીટી એ દેખાય
તારાઓ માં અમારી કથા દેખાય
સૂરજમાં અમારા તેજ દેખાય
પરાક્રમી અમે, અમારામાં સૌર્ય દેખાય

અમે ભીતરમાં છીએ ભરપૂર
ચોકસી અમે અમારી પરખ ભરપૂર
સત્વ સ્વીકારતું થયું છું તેમાં ભરપૂર
બહારનું છોડ હવે , છે અંદર ભરપૂર

લેશ્યા નાં ક્રમાંક અમે ઉતીર્ણ થયા
દર્પણમાં વાળ ઓળતા અમે થયા
ગુણ સ્થાનક માં પાસ અમે થયા
પૂર્ણ છું સંપૂર્ણ છું કહેતા અમે થયા

કર્મનો નાતો તોડી અમે પલાઠી વાળી
થતાં માં દૃષ્ટા,તોફાનોમાં સમતા વળી
કહેવું, કરવું પુરુષાર્થમાં ઉતીર્ણ વળી
હું જ અહોભાવ શૂન્ય કરતો વળી
🎊🎊🍁🍁🎊🎊

પાતળાં થવામાં મજા હી મજા✊
પગના અંગૂઠા સીધા દેખાય
નાહવા માં સાબુ ઓછો વપરાય
વાહે હાથ છેઠ સરખે સરકાય
વાંકા વળી થાય સરખી સફાય
પાતળાં થવામાં મજા હી મજા…..

ઉઠવું હોય તો લાગે ના વાર
આળસનો રહે ના કોઈ અણસાર
રહેલા કામ સમયે થાય સુખસાર
હસતા હાંશથી સમય થાય પસાર
પાતળાં થવામાં મજા હી મજા……

દોડાય, નચાય સુસ્તી ને સ્ફૂર્તિ
નિત્ય દિન થાય ધરેલાની પૂર્તિ
રચાય મને આકાશ મેઘધનુષ કુર્તી
કેવી બની અજબ ગજબ સ્ફૂર્તિ
પાતળાં થવામાં મજા હી મજા…..

પ્રમાદ દૂર શિથિલતા છે દૂર
આ ગયું, તો રહ્યું શું તે દૂર
ભીતર રાહ જોતું હજી કેમ દૂર છલાંગ ભર કર મનને મજબૂર
પાતળાં થવામાં મજા હી માજા…..
👏👏🌾🌾👏👏

❤️અંતર ભાત ❤️
સંબંધોમાં ગણતરી ક્યાં કરું છું
ખિસ્સા માં ફદીયા ગણ્યા કરું છું

કાંઠાઓ મને હિસાબ આપતા હતા
પોતાના ફાવતા ફાયદા આપતા હતા

માથે ટોપી પગે પગરખાં સુસંગત છે
ગમે ત્યાં હવાતીયા એ તો પંગત છે

મિનિટ સેકન્ડ તે સમયની ધડકન છે
મનથી ચાલીએ હૃદયથી અનબન છે

ગગન ભેદી જાવું છે ક્યાં ઉપર નર્યા ધુવાણા છે
જિદ્દે ચડી જવું આ તાળા બહુ પુરાણા છે

માણા બદલાય ફોટો ફ્રેમ બદલાય
પ્રણ લીધું છે, પૂર્વગ્રહ કેમ બદલાય

ઉગામ્યો પત્થર બારી નાં કાંચ ફોડવા
નીકળ્યા સૌ એ કોઈની ઈચ્છા ફોડવા

સમજાય મોડી મરજીવા મોતીની વાત
ભીતરના તળિયે આવી જ કોઈ ભાત
🌹🌹❤️❤️🌹🌹

🌾જરૂરત છે✒️
આપ્યુંય ઘણું
લીધુંય ઘણું
રે છે દુનિયાવી સંબંધ
છે અંતર થી અંતર ઘણું

ગણિતમાં ગણતરી છે
બંધનમાં પણ ગણતરી છે
મીટ માંડે આકાશ ભણી
તેમાંય વચ્ચે ગણતરી છે

આંખોના આંસુ કઈક કહે છે
નીકળતી વેદના કઈક કહે છે
શ્વાસને શ્વાસ વચ્ચે ઝોંખા ખાતું
મનડું પોતાનું કઈક કહે છે

વિસામો લે હવે જરૂરત છે
આ અહેસાસ હવે જરૂરત છે
કેટલોય અંતરથી ભાગ્યો
છે પોતાનામાં તે સમજવું જરૂરત છે
🍀🍀🍁🍀🍀

🏔️પતંગ – દોર🏔️
છે એકમેક છતાંય કરે પોતાનું કામ
ઊંચે ગગને ઉડે કરે પોતાનું નામ
દોર સુરતી ને ખંભાતી પતંગ
મેલ આ તો જામ્યો સંગ સંગ

હવામાં તરી જાણે વાદળમાં ઘૂમે
બંને ભેગા આકાશના કપાળ ચૂમે
સાથે બીજાય હોય તોય રહે મગનમાં
જગા બનાવી જાણે ને રહે ગગનમાં

સાથ રહે ત્યાં સુધી જીવંત
સરખું જીવન પળે પળે જીવંત
ગાંઠો દોરીમાં પડે તોય મધુર સફર
ઠુમકા, કની લઈ કરે મધુર સફર

હવામાં વંટોળ કે વાદળ નો ઘેરાવ
અડે નહિ ઝજુમે વીંધે આ ઘેરાવ
ખેંચતાણ ઢીલ આ સંગ સંગ ચાલે
બંને સમજી તાળમેલથી સંગ ચાલે

સાથ છૂટે વસમું લાગે જીવન તૂટે
પતંગ દોર નાં હવે અસ્તિત્વ તૂટે
દોર ફિરકી એ વિંટાય ચિંતન કરે
ને પતંગ દિશા શોધતું આમતેમ ફરે

છે કથા બંનેની પ્યારી ન્યારી
સાથે છો તો અકબંધ ન્યારી
ચડ ઉતર સંધુય હોય બહારમાં
મગન પોતાનામાં રહે સઘળું બહારમાં
🍀🍀🍁🍁🍀🍀

🌷મોજ પડી🌷
અજબ ગજબ ની રીત છે
ગજબ અમારી પ્રીતની રીત છે
દેખાડા અમને ના ફાબે
અમારી આ અનોખી રીત છે

પડછાયા ધરતી કે સાગરમાં હોય
ખસતા રહે, સમય પ્રમાણે બઘું હોય
કાંકરા કેડી પર હોય તો ડરવું કા ‘
કાંકરો પગરખે ઘૂસે તો તકલીફ હોય

કેટલા જુગાડ જીવન સાથે કર્યા
સફળતા નાં રાંધણ હમેશા કર્યા
વાદળ ને પર્વત અડી અડી ને ચાલે
આવે વાયરો, રોમાંચ કરતા કર્યા

સૂરજ ચળકે સાગર ને ક્યાં તેની પડી
એક તેજમાં ને બીજું વિશાળતા અડી
આકાશ અમાપ કેટલું બાથમાં ભરીશ
પાસે પડ્યું તેને માણ તેમાં મોજ પડી
🍁🍁🌹🍁🍁

🍁 તારલાં 🍁
શોધું સંતાય નભના રજવાડામાં
આ તારાઓની મહેફિલ વાડામાં
કોઇક્તો અહી થી જ ત્યાં જડાયા
પ્રેરણા નાં પ્રકરણ બન્યા આ વાડામાં

પોતાના સામ્રાજ્ય દુનિયાએ સ્વીકાર્યું
પોતાના નિયમો શરતો સૌએ સ્વીકાર્યું
ફિકર નહિ બહારની પોતાનામાં મસ્ત
તેનાં જેવું બનવા સૌએ આવકાર્યું

માટી થી ઉભો થયેલો વિરાટ થાય
ના સૌની તેને હુંકાર માં વાળતો થાય ગાંડપણ મચ્યું અંદર તેનો ચળકાટ
બહાર ગૂંથાઈ ને વાત વાતમાં થાય

સંકટની બારીમાં તે સફળતા જોય
આશ્રિત નહિ ઊગતા સૂરજ જોય
તમસ ને છેદી તમન્નાઓ સેવી છે
તે થનગનાટ મોરની કળામાં જોય

ઉછેર મધુવનમાં સૌનો થાય
ગુલાબ જેવી ભવ્યતા સૌની ન થાય
કાંટાની જાળમાં પણ તે રહે સશક્ત
મળ્યો સહજતાથી તેને દિલડે રખાય
🌹🌹❤️❤️🌹🌹

🌹રોપાણ 🌹
પરિણય પ્રમાણ કા ‘ શોધીએ
વાત વાતમાં આંગળીઓ કા ‘ ચિંધીયે
હું ને તું એકને અલગ કા ‘ કરીયે
સમજી ને ભેગા થયા કા ‘ ઘુરકિયે

સંબંધ બાંધીએ લે નિભાવી જાણીએ
હાર જીત લે ટોલ માપથી જાણીએ?
ખોટા પડીએ લે તર્ક ધ્યાનમાં લઈએ
પ્રેમના વહેણમાં લે વિશ્વાસ ને લઈએ

સંભાળ એકબીજાની તેમાં સચવાય
ક્યાંક કોઈ ચૂક થાય તેમાં સચવાય
મધુરતાની વાત રખાય તેમાં સચવાય
સમર્પણ નો સ્પર્શ રહે તેમાં સચવાય

આપણે થયા, તે વળી હું કા ‘ આવ્યો
નળતું હતું તે કાઢ્યું,વળી કા ‘ આવ્યો
ભૂલચૂક લેતીદેતી કા ‘ ભૂલતો આવ્યો
સર્વજ્ઞ રોપાણ ને કા ‘ ભૂલતો આવ્યો
🍁🍁🍀🍀🍁🍁

🙏નાથ🙏
સમય સાથે સરકતો જાઉ છું
પ્રત્યેક પળ માણતો જાઉં છું
વિચારોનાં પડીકા ખોલતો જાઉં છું
નાથ તારી લીલા સમજતો જાઉં છું

સ્પર્શે સ્પર્શે સાગમતે સંવેદના જાગે
ભાવ અભાવમાં સ્થિરતા જાગે
ગયું તેમાં શું રહ્યું તેમાં શું ભાન જાગે
નાથ તારી લીલા માણતો જાઉ છું

પોતાના રજવાડામાં સૌ કાર્યરત છે
પોતાની ધરી ને પરિઘમાં સૌ રત છે
પોતાની જવાબદારી લેવા સૌ રત છે
નાથ તારી લીલા કળતો જાઉ છું

છે બધું મારી પાસે તે તો બાહર છે
લાંબા ચક્કર છોડી અંતર ઠરીઠામ છે
ઓળખ પોતાની તે જ તો પીપાસા છે
નાથ તારી લીલા માં મચી જાઉં છું
🌾🌾🌱🌱🌾🌾

😀ડંફાસ 😀
ડંફાસ મારવી તે જ આવડયું
દેશ વિદેશ ચાલે શું નિસ્બત કઈ નહિ
ખાલી અમથી ચોવટ કરતા આવડયું

શિયાળ જેમ ટીકાથી વિશેષ કઈ નહિ
બિલાડી જેમ ઘેર ઘેર ફરી વળવું
કરવું કઈ નહિ નિંદા સિવાય કઈ નહિ

ગાંજ્યાં મેહ વર્ષે નહિ ખબર છે
હાલત અમારી, બસ ગરજ્યા કરવું
નક્કર પરિણામ ક્યાં કઈ ખબર છે

ઘરની સફાઈમાં કોઈ ભલીવાર નહિ
સ્વચ્છતા અભિયાનમાં નીકળી પડ્યા
સફેદી નો ચમકાર વાતોમાં બાકી ભલીવાર નહિ

કેટલા મુખવટા લઈ ફરશું અહીંતહીં
ક્યારેક સાચા મોઢા લઈને ફરિયે
નાહકની રખડપટ્ટી મચી છે અહીંતહીં

પ્રેમના સોગંદ દીધા તે પણ ફોગટ
વાયદામાં પણ વાયદા તે ક્યાં સુધી
સાચા પ્રેમી બની બતાવ તે છે સોગાત
❤️❤️🌹🌹❤️❤️

🍁મંડ ભળવા🍁
ગમેતેમ હોય પણ મારાં તે મારાં
શક્યતા છે દુન્યવી સંબંધો મારાં
સમય સાથે સરકી જાય તેમાં શું
છે તું ટકી જાય એ જ છે મારાં

ઉડાન ભરવાનો હક્ક તે બધાનો
પરાક્રમી બનવાનો હક્ક તે બધાનો
આશ તેને આંખે મઢી તો તારે તેમાં શું
સાંત્વન મેળવે તો થાય તે બધાનો

વસ્તારે ભિન્ન ભિન્ન વિચાર ધારા
સાચું સૌ તે સાપેક્ષ છે તે જ ધારા
આપણું પકડી રાખીએ તેમાં મળે શું
સ્વીકારી લે વાત જલ્દી છે તે ધારા

ખોટાં લગાડવાનું છોડી દે છે તેમાં રાહત
સાથે ચર્ચા કરીએ છે તેમાં રાહત
બગડી ગયું છે તેને સુધારવામાં શું
અટકી જાય સુમેળ થાય તેમાં રાહત

સમય હવે પાંક્યો છે જાતમાં ભળવા
પ્રાથમિકતા જે બની છે તેમાં ભળવા
તે મસ્ત ગગનમાં વિહરે તેમાં શું
આપણું ગગન અંતર ભણી તે મંડ ભળવા
🌹🌹🍁🍁🌹🌹

🎵 રાગ થી અનુરાગ🎵
કોઈ બોલે ને સાંભળવું નિષ્પક્ષ થઈને
કથા વ્યથા ને સાંભળવું પ્રેમાળ થઈને
છે આ તો યાત્રા રાગ થી અનુરાગની

થોડું હસી લઈએ થોડું રડી લઈએ
પાત્ર આવે તે પ્રમાણે નિભાવી લઈએ
છે આ તો યાત્રા રાગથી અનુરાગની

ગીત થી ગાયન માં છે સપ્તપદી
સ્વસ્થતા ને સચ્ચાઈની છે સપ્તપદી
છે આ તો યાત્રા રાગ થી અનુરાગની

ફૂલોની પાંદડી માં પ્રવેશવું પડે છે
તેની સંવેદનામાં પ્રવેશવું પડે છે
છે આ તો યાત્રા રાગથી અનુરાગની

વોટ્સ એપનો આ ખેલ નથી સમજી લે
સમજ્યા વગર ભુસાય નહિ સમજી લે
છે આ તો યાત્રા રાગ થી અનુરાગની

કહે પછી પોતાનો વિચાર મૂકી શકાય
થોડા શાંત પડે તે દલીલ મૂકી શકાય
છે આ તો યાત્રા રાગ થી અનુરાગની

મહેંકતું ચહેક્તું છે જીવન યાત્રા
બંને સમજી લે બને સુખદ યાત્રા
છે આ તો યાત્રા રાગ થી અનુરાગની
❤️❤️🍁🍁❤️❤️

સ્વીકારી લે… 🎊
ભૂલો અરીસે દેખાય તો સ્વીકારી લે
ગભરામણ નાહકની છે સ્વીકારી લે
જા તેની પાસે કહી દે કહેવાનાનું છે
હ્રુદય નહિ ખમે સ્વીકારી લે…….

ભૂલો થાય તેમાંથી તો રસ્તો મળે
સમજાય તો સફળતા નો રસ્તો મળે
એરણ પર રાખી ભૂલો કેટલું ટીપિશું
હ્રુદય નહિ ખમે સ્વીકારી લે………

ઝપાટાબંધ ઘોડો ડમરી સાથે ચાલે
તેની દિશા નક્કી, સફર સૂચકથી ચાલે
બધું છોડી દે પાછળ, નક્કર નવો થઈ
હ્રુદય નહિ ખમે સ્વીકારી લે……..

ગતકડાં ઢાંપિછોડો છોડે ને બધું
સહજ માં સમર્પિતતા છે એમાં બધું
એક નવી શરૂઆત છે પગલું માંડ
હ્રુદય નહિ ખમે સ્વીકારી લે………
🍀🍀🍁🍁🍀🍀

🍀છે તો છે તેનું શું છે🍀
ચિંતા છે
વ્યથા છે
ફરિયાદ છે
અકળામણ છે
અભરખા છે
છે તો છે તેનું શું છે

પ્રેમ છે
ચોખવટ છે
સ્વાર્થ છે
રૂકાવટ છે
અપેક્ષા છે
છે તો છે તેનું શું છે

સાપેક્ષ છે
સાચું ખોટું છે
મિલન વિરહ છે
ગમો અણગમો છે
ગતિ પ્રગતિ છે
છે તો છે તેનું શું છે

ગમન છે
ઝંખના છે
ઉડાન છે
દેખીતી દિશા છે
પિપાસા છે
છે તો છે તેનું શું છે

બાથ છે
ભરાણ છે
અમાપ છે
શૃંગાર છે
છતાંય ખાલીખમ છે
છે તો છે તેનું શું છે

ખૂટે છે
તોય ચગે છે
જાણ છે
તોય અજાણ છે
આ બધાયમાં તું ક્યાં છે
છે તો છે તેનું શું છે
🙏🍁🍁🙏

🌹હટે🌹
આતો ઉપાદાન ની વાત છે
જીવ છે તેની ઘટનાક્રમની વાત છે
અફરાતફરી મચી છે અંદર બહાર
ક્યાં જશે તેની ચિંતાની વાત છે

વાવો તેવું લણો તે આજે સમજાય છે
નીગોદ ને મોક્ષ માર્ગ હવે સમજાય છે
તત્કાળ આનંદ ની વાતો પોકળ છે
ભીતર ખુશાલીની વાતો સમજાય છે

એવું નથી ઉંમર વધે ત્યારે ધર્મ આવે
ભોગવવાનું કર્યા પ્રમાણે તે કર્મ આવે
યાદ ક્યાં આવે આ યુવાની માં બધું
રહી રહીને પસ્તાવાનું હરેક પળે આવે

બદલાવું હોય તો ક્યારેય બદલાય
દિશા મળે ત્યારે દશા પણ બદલાય
ઝોંકુ આવેલ પણ પાછું બેઠું થવાય
કાલને આજની મંજરીમાં બદલાય

બહ્યમાં છે મતલબનું લક્ષ ત્યાંથી હટે
વિચારો અંદર ભણી તો વેદના હટે
આત્મસાત કરવા છે જરૂરી રટણ
છું હું ને હું પૂર્ણ માનતા અંધકાર હટે
🍁🍁🍀🍀🍁🍁

🌀ફરવું🌀
હસવું રડવું રિસાવું ઘટના છે બસ
આવે જાય સહજ રીતે લેવાય બસ
સવારે સૂરજ વાદળ ચિરી ડોકિયું કરે
તેજમાં ક્યારેક સાચ ખોટા ઢંકાયા કરે

ડાળીઓ ફેલાય ઝૂકે ફૂલ ફળ બધું જ
સાંત્વન છાયા, રાહત છે ત્યાં બધું જ
છે અશાતા વિચક્ષણ ચારેકોર દેખાય
છતાંય જીવન વહેતું ચારેકોર દેખાય

વિચારો પહાડ,વાદળ,ચાંદ તારાને અડે
નિખાર નિશ્ચય નિરાંત પ્રસારને અડે
સૌરભ છે જ તેની તપાસમાં ન પડાય
માણી લે ક્ષણ ક્ષણ તેમાં જીવ પડાય

અહમ્ અતિશય અભરખા તે સ્વાર્થ જ છે
ઝાંઝવા, તાળી, તમંચા તે ભ્રમ જ છે
પાપની ટોપલી લઈ ક્યાં ક્યાં ફરવું
હોમી દઈ અંતર ક્લેશ ટાળી ફરવું
🙏🍀🍀🙏

✊ગરવવંત✊
મારે કશું જ સાબિત નથી કરવું
આ અહીં આવીને ધખારા નથી કરવું
મારું મન જે કહેશે તે જ રીતે કરીશ
અટલ છું સ્વભાવે તે સ્વભાવે કરીશ

ચંદ્રક તળે દબાઈ જવું તે નહિ ફાવે
થતું ગયું મળતું રહ્યું તે આપણને ફાવે
કર્યો નથી કોઈની ઉપર કઈ ઉપકાર
મળેલ પાછું આપ્યું તેમાં શેનો ઉપકાર

સૃષ્ટિ પાસે આપણે તેટલું સમજી લેવું
સ્વભાવે ઉગે, ઢળે તેટલું સમજી લેવું
ચિત્રકામમાં રંગ ભરવોય પડે, ન ચાલે
જીવનમાં મેઘધનુષ રચવો પડે ન ચાલે

પ્રેમ કરુણા સત્ય ત્રિગડા પર ટકેલ છીએ
માનવ છીએ વિચાર શક્તિ પર ટકેલ છીએ
રસ વ્યંજન ભાવતા માટે ભાવ જોઈએ
પોતાને સુંદર બનવા આતમ સાત્વિક જોઈએ

ખેલ ગજબના છે બધું, છતાંય ખાલીખમ
દૃષ્ટિ બાહ્ય તેટલે ભરેલું દેખાય ખાલીખમ
બાકી સૌભાગ્યવંત થી ઉપર ગૌરવવંત
જાત જ જ્યા મોટી તે ભાત હોય જ ગરવવંત
🎊🎊🍀🍀🎊🎊

🍁સાચું – સાચું🍁
વીજળી થાય પછી આવે અવાજ
બધું જોડાયેલું પણ છે અલગ અલગ
અદ્ભુત ચિત્ર નો પૂર્ણ છે આવાજ

દરેક નદી પોતાની રીતે સાગર ને મળે
તેના મૂળ છે અલગ વ્યવહાર અલગ
સાગર શોભે આ નદીઓ જ્યારે મળે

મધુવન છે રંગ ભરેલો ફૂલ ગુલદસ્તો
હરેક ની સૌરભ અલગ જતન અલગ
ભેગા થઈ રચે પ્રસન્નતાના ગુલદસ્તો

લક્ષ્ય પકડાય ત્યારે થાય સાચું સાચું
ભલે ને વિચારો આવે અનેક અનેક
અમલ માટે એક ત્યારે થાય સાચું સાચું
🍀🍁🍀🍁🍀

🍀ઝળઝળીયા🍀
થોડું છે કે નવી સરુઆત થઈ ન શકે
થોડું છે કે અપેક્ષાઓ છોડી ન શકે
થોડું છે કે અધિકાર ને છોડી ન શકે
થોડું છે કે આગ્રહ ને છોડી ન શકે
ઝળઝળીયા માં કેટકટલું છોડ્યું અમે

ભારણ ઘટાડવા હવે કમર કસી છે
યાદ ફરિયાદ ઘટાડવા કમર કસી છે
વાદ વ્યથાને ફગાવવા કમર કસી છે
હું ના પોપડા ખંખેરવા કમર કસી છે
ઝળઝળીયા માં કેટકેટલું છોડ્યું અમે

બેફિકર થઈ જતું કરતા હવે અમે
મારું જ નું વળગાડ છોડ્યા હવે અમે
હળવા થવા મેદાનમાં આવ્યા હવે અમે
અઘરું ને સહેલું કરતા ગયા હવે અમે
ઝળઝળીયા માં કેટકેટલું પામ્યા અમે

ઓળખાણ હવે માલિકોરની થઈ
તેના વહેણમાં સાતત્ય સમજાતી થઈ
ઓથે ઓથે ઉજાસ ઉઘડતી થઈ
હાંશ! જીવનની સાર્થકતા ગમતી થઈ
ઝળઝળીયા માં કેટકેટલું ખીલ્યા અમે
🌹🌹🎊🎊🌹🌹

ઝાટકણુ🚿
રસ્તે રખડતા પાંદડા કેની શોધમાં હશે
ઘોર અંધારી રાતમાં કેની શોધમાં હશે
તૂટેલા સંબંધ નાં સંધાણ મનમાં હશે
ત્યારે તો વાયું જેટલા હળવા બની ઉડતા હશે

અપેક્ષા, ઉપેક્ષા, સમીક્ષા જિંદગી થોડી છે
આંખો આ થીગડા શોધવા થોડી છે
સૌરભ, સહવાસ સ્નેહ સરળતા અસ્ખલિત હોય
જેને વાડ જ નથી તેને બંધન થોડા હોય

પકડી રાખીએ તે પડ્યું ગંધાય જાય
તળાવના પાણી ફેરવવા પડે નદી વહેતી જાય
પહેલું આવે તે પહેલું નીકળે છે તે વિજ્ઞાનની વાત
પહેલું રહેવા દે પછીનું પણ રહેવા દે તે લાલચની વાત

આટલું અમથું સમજતા જિંદગી નીકળે
સાદું છે પણ ગૂંચવાઈ ભરેલું નીકળે
કરીયે આપણે પસ્તાય પણ આપણે
હવે નાહકનું રહેલું ઝાંટકિયે આપણે
🎊🎊🍁🍁🎊🎊

❤️પ્રેમ ❤️
તું કહે ને તેને માની લવ હું
તારું હસવું રડવું સ્વીકારી લવ હું
તારા સહવાસને માણી લવ હું
આ જ તો પ્રેમ છે…..

તર્કના ઘોડા અહી ચાલે નહિ
વ્યવહાર મનના અહી ચાલે નહિ
ભેદભાવ નાં પડદા અહી ચાલે નહિ
આ જ તો પ્રેમ છે….

ઝંખના એકબીજાને પામવા
અંદરથી મધુરતા ને પામવા
હ્રુદયથી એકાકાર ને પામવા
આ જ તો પ્રેમ છે…..

ડૂબી જવું એ આંખોમાં કશુંક શોધવા
અહેસાસ નાં વિશ્વાસને શોધવા
પ્રેમમાં ડૂબી શકાય તે ઊંડાણ શોધવા
આ જ તો પ્રેમ છે…..

બુદ્ધિ તેના આગ્રહ છોડી દે
તરંગો તેની ઉછળકૂદ છોડી દે
સીમાઓ તેની દિવાલો છોડી દે
આ જ તો પ્રેમ છે…….

 

🍁ખેવટું🍁
ગતિશીલ પ્રગતિશીલ રુવાબ છે મારો
સૈનિક છું વીરતા નો સ્વભાવ છે મારો
આડસ રાખીએ નહિ નિયત છે મારો
સ્વીકૃતિની પરવા વગર ચાલ છે મારો

ક્રોધ ની સામે ધૈર્ય નો કરું ખેવટું
દુશ્મની ભૂલી ક્ષમા થી કરું ખેવટું
રાગ દ્વેષથી દૂર રહી પ્રેમનું કરું ખેવટું
અહમ્ ઓગળી કરું સરળતાનું ખેવટું

અંતરની દિશા સૂચનને શઢ બનાવુ છું
સ્થિતપ્રજ્ઞતા સ્વભાવમાં બનાવુ છું
જ્ઞાન સાગરે પોતાને નાવિક બનાવુ છું
છે બધું અંદર તેને સંશોધક બનાવુ છું
🎊🎊🙏🙏🎊🎊

🙏પ્રભુ અજર અમર 🙏
પ્રભુ તું મને ગમે છે
હું પણ એવો જ મસ્ત છુ
તું આવને તું મને ગમે છે

પ્રેમમાં લેવા દેવાનું ક્યાં હોય છે
તે તો વાત કરવાનું છોડી જ દીધું
આમ કાઈ રિસાવું ક્યાં હોય છે

તું જોય છે તે બધું સાચું નથી
ભૂલો કરી લઉં છું છે માન્ય
આમ દૂર થઈ જા તે સાચું નથી

વિશેષણો હું તારી માટે નહિ વાપરું
મને તો સીધું કહેવાનું જોઈએ
સ્વીકારી લે આજીજી નહિ વાપરું

તારે ક્યાં પાસપોર્ટ લેવો પડે છે
અવતરી જા આધાર કાર્ડ હું લાવીશ
પ્રિયે માટે આટલો નિશ્ચય લેવો પડે છે

મીરાં, રાધા, રાજુલ ને ચંદનબાળા
છે તેમનો પ્રેમ અટલ અમર ખબર છે
મારી પડખે આવ હું એવી જ બાળા

ફૂલ ખીલે, કચડાઈ ને અસ્ત થાય
સ્વભાવ સુહાસ નો ક્યારે છોડે ના
પ્રભુ તું છે જ અમર કેમ અસ્ત થાય
🎊🎊🙏🙏🎊🎊

 

 

🌷ઓછું છે?🌷
પ્રાપ્ત છે પર્યાપ્ત છે ભાવ ક્યારે આવે
ક્ષુદ્ર કરતા ઉચ્ચ તે ભાવ ક્યારે આવે
છોડવું તે છૂટશે પકડમાં પકડવા જેવું હોય
કંકણ ને નીકળવું પડે, હીરા પકડ માં હોય

આગ્રહ ત્યાગવામાં રાખી કેમ જીવાતું હશે?
અનુગ્રહ સારપ ને સ્વીકારવાની હશે
આપોઆપ છોડવાનું છૂટી જશે
બસ આટલી વાત દિમાગ ભૂલતું હશે

વરસાદ પડે છે તેના કારણ ન હોય
ગુલાબ મહેંકે છે તેના કારણ ન હોય
દીવો પ્રગટે અંધારું ભાગે તેના કારણ ન હોય
સ્વભાવ છે તે રહે તેના કારણ ન હોય

સામા થવા કરતાં હટકે થવામાં મજા
પ્રતિકાર કરતા પ્રતિબદ્ધતા માં મજા
સુધારવા કરતા સુધરી જવામાં મજા
ઉપદ્રવી કરતા ક્ખુલી જવામાં મજા

મારી પાસે તો હું પોતે છું, ઓછું છે
પર થી હતી સ્વ માં છું, ઓછું છે?
હતું, છે, તેમાં રહેવું તે શું ઓછું છે?
આનંદ સદૈવ, છે હક્ક, શું ઓછું છે?
🍂🍂🍁🍁🍂🍂

❤️ઝણકાર ❤️
અજબ અજબ ની રીત છે
ગજબ ગજબ ની પ્રીત છે
તું કહે હું કહું આ કેવી સંપ્રિત છે

સાથે રમ્યા તે ઇસ્તો યાદ છે
હારે તું કરે ફરિયાદ યાદ છે
કેમ ભુલાય હજી બધું યાદ છે

સાથે મોટા થાય રમત કરતાંકરતાં
હળી મળી ને ગમ્મત કરતાંકરતાં
હાંશ નો ઓટકાર કરતાંકરતાં

તું પછી ચાલી તારે રસ્તે ને હું મારે રસ્તે
દિશાઓ બદલાય અલગ અલગ રસ્તે
પ્રેમનો અંશ હજી કઈક ભટકે હ્રુદય રસ્તે

સુનકારો પડઘો બની વ્યાપે ક્યારેક
વિતાવેલી ક્ષણો આંખો રમે ક્યારેક
ખિસ્સા ભરવા કોશિશ કરું ક્યારેક

ખબર છે ગયું તે ગયું પણ મનાવું કેમ
આ હાલત તારી હશે પણ જયાવું કેમ
આવ ને, પળોને ભેગી કરવી છે એમ

મારો અવાજ ને તારો રણકાર
યુતિ થશે ને જામશે તે ઝણકાર
સુરિલું બનશે રાત્રિનો ચમત્કાર
🌹🌹🍁🌹🌹

🌷ઓછું છે?🌷
પ્રાપ્ત છે પર્યાપ્ત છે ભાવ ક્યારે આવે
ક્ષુદ્ર કરતા ઉચ્ચ તે ભાવ ક્યારે આવે
છોડવું તે છૂટશે પકડમાં પકડવા જેવું હોય
કંકણ ને નીકળવું પડે, હીરા પકડ માં હોય

આગ્રહ ત્યાગવામાં રાખી કેમ જીવાતું હશે?
અનુગ્રહ સારપ ને સ્વીકારવાની હશે
આપોઆપ છોડવાનું છૂટી જશે
બસ આટલી વાત દિમાગ ભૂલતું હશે

વરસાદ પડે છે તેના કારણ ન હોય
ગુલાબ મહેંકે છે તેના કારણ ન હોય
દીવો પ્રગટે અંધારું ભાગે તેના કારણ ન હોય
સ્વભાવ છે તે રહે તેના કારણ ન હોય

સામા થવા કરતાં હટકે થવામાં મજા
પ્રતિકાર કરતા પ્રતિબદ્ધતા માં મજા
સુધારવા કરતા સુધરી જવામાં મજા
ઉપદ્રવી કરતા ક્બુલી જવામાં મજા

મારી પાસે તો હું પોતે છું, ઓછું છે
પર થી હટી સ્વ માં છું, ઓછું છે?
હતું, છે, તેમાં રહેવું તે શું ઓછું છે?
આનંદ સદૈવ, છે હક્ક, શું ઓછું છે?
🍂🍂🍁🍁🍂🍂

🍂🍂મારું તારંગા તીર્થ 🍂
તારું સાનિધ્ય શ્વાસમાં અહેસાસમાં
તું તો તોંચે બિરાજ્યો તીર્થના વાસમાં
કાને કુંડળ માથે મુગટ તુ શોભે વટ માં
નેત્ર વહે કરુણા પ્રેમ પરબ ની હેત્તમાં

લાંકડા નાં કાષ્ટમાં ચણેલા સાત માળ
તારું રજવાડું તે કેવું શોભે સદાકાળ
શ્રદ્ધાળુ આવે જાય સહજ ભાવથી
ફળે છે તેના હરેક પળો પૂરો ભાવથી

સમર્પિત થઈ ડોળી ઉઠવાનું મન થઇ આવે
મારો અજિત મારા હૃદયે અભિન્ન થઈ આવે
મારો તારો એકાકાર ઓરું ઓરુ આવતું દિશે
સહિયારું આપણું ઉજાગર થતું દિશે

ટેકરી ટેકરી શાશ્વત મહેંકે
જાણે પ્રભુની અસીમ કરુણા ચમકે
લીલાછમ ઝાડ પાન ફળ ફૂલો ચારેકોર લચકે
દેખી વાદળ ઝુંકે વાતો વાયરો લઈ ફરકે

તારે દ્વારે મીઠો મધુ વહેતો પવન
પ્રભુ ને સ્પર્શના કરી આવતું કવન
નિરાંત નેણ સંતૃપ્તિ સાકાર કરતું આવે
તારા તીર્થે વિચારો નો વિશ્રામ થતું આવે

મારાં અજિત ને એકી ટિંસે દેખ્યા કરું
નજરું હટે નહિ અશ્રુ ચીરી આ…

💐થોડુક પણ છે અમારું…..💐
હું કહું ને તું માને
તું કહે ને હું માનું
છે અંતર પ્રેમ
તેટલું અમે માને

કેટલીય વાતો કરવી છે
મૌન માં મજા કરવી છે
નાહકના શબ્દો નડે છે
પોતાની મસ્તી કરવી છે

સમય તારીખ વાર ની પરવા નથી
કેલેન્ડર અમારું બીજાની પરવા નથી
પ્રેમ માં છીએ કોઈ ઢાકપ કરવો નથી
છે અમારામાં સ્થિર એથી પરવા નથી
🌹🌹🍁🍁🌹🌹
પ્રેમી પંખીડા ને સમર્પિત…..

🌟ચેતન 🌟
આજે ધ્યાનમાં આવ્યું
મારું ચેતન મારી પાસે આવ્યું
કર્યા ‘ તા કઈક ખેલ તે સામે આવ્યું
સૂતાં સૂતાં કર્યું તે સામે આવ્યું

કર્યો ક્રોધ પછી સમજાયું કર્યો પસ્તાવો
કરે અભિમાન પછી સમજાયું કર્યો પસ્તાવો
કરે અહંકાર પછી સમજાયું કર્યો પસ્તાવો
મૂર્છિત માં કર્યું તેમાં ચેતન ક્યાં પછી પસ્તાવો

પસ્તાવો તેતો પ્રમાદ છે આટલું સમજવું
છીએ ત્યાં છીએ ગતિ નહિ આટલું સમજવું
ચેતન અંદર, શરીરના આકારે આટલું સમજવું
કરતાં ને જાણીએ બસ આટલું સમજવું

અવતાર માણસનો એતો સ્વભાવે પ્રગતિ કરે
મારે ડૂબકી જાય અંદર ને અંદર પ્રગતિ કરે
નજાણતા પ્રદેશો ને જાણતા ફરે પ્રગતિ કરે
થાય તળિયે તરફની યાત્રા ભરપૂર પ્રગતિ કરે

જીવન નો અદભુત ખેલ છે બધો
અંદર ઉતારવાનું પૂર્ણતા બહાર બધો
વૃક્ષનાં મૂળ નીચે ડાળ ફૂલ ફળ બહાર બધો
લે શીખી લીધું અંદર બહાર ચેતન બધો
🍀🍀🍁🍁🍀🍀

⭐ તેજેસ્વર ⭐
કઈક કેટલુંય છે દેખાય નહિ પણ છે
માની લેવી સ્વીકારી લેવું તેવું પણ છે

તર્ક સારું, અંતર વઢે, છોડી દેવાય
બુદ્ધિ ભટકે, તેને ક્યારેક ફાંસો દેવાય

ઉપાધિ તો ગધેડા નાં ભાર સમો છે
રહે ભાર નિરંતર વળે નહિ કાઈ, કાળ સમો છે

મારું તારું વિભાજન તે વ્યવહારુ છે
ધ્યાન એમાં કા દે તે તો અવ્યવહારુ છે

મેલને પળ થા ને આબાદ કેવું મજાનું
મારું તે મારી પાસે કરને તે મજાનું

આટલું અમથું સમજાયું નહિ ને વતેસર થયું
પાળ બાંધી સમજણ ભરી લેવું તેજેસ્વર થયું
🍁🍁🌹🌹🍁🍁

🧠મન 🧠
ફર્યા કરે ચર્યા કરે આમ તેમ થયા કરે
રોકાવું નહિ સાંભળવું નહિ જિદ્દે ફરે
મન છે સતત છે અંકુસિતમાં ક્યાં રહે

તેને વર્તમાનમાં જીવવું નહિ
અડી શકાય તે ફાવે નહિ
અગોચર બસ તેને આભ નહિ

પહોંચે ત્યાં વળી પાછું નવું નિશાન
નવી ઘોડી નવો દાવ તે તેનું વિધાન
સતત ચકેડિયે ચડવું તે તેનું શાસન

વાંકુચુંકુ અવળચંડાઈ તેની પ્રકૃતિ
પકડાય નહિ કેમાઈ ન આપે સ્વીકૃતિ
બસ હું જ સાચો ભળે તેમાં વિકૃતિ

દોડતું મન કઈ કામનું નહિ સૌ નકામું
ઉભુ રહે શાંત રહે બને કઈક કામનું
સંયમ સહજ રહે કઈક તે ચેતનવંતુ

લક્ષ્ય અહી પકડાય જ્ઞાન સાથે સાથે
છે તેનાથી ઉપર જવાય સાથે સાથે
પ્રસન્નતા પ્રસરે ઘૂંટડે ઉજાગર છે સાથે સાથે
🍀🍀🍁🍁🍀🍀

😡 ગુસ્સો😡
આવે છે જાય છે, ઘણું લઈ જાય છે
ગુસ્સો ફૂંકાય છે, ગુસ્સો ભોંકાય છે

મારું ન ચાલ્યું, થયો તાજો હું પણું
ભાનમાં ક્યાં થાય છે તે અજાણ પણું

લે જો ને તારી સામે ઊભું વટ વૃક્ષ
વાવાઝોડા વચ્ચે લીલું થઈ ઉભુ વૃક્ષ

સાગરની લહેરો ઉઠે તે સમે સાગરમાં
હસ્તે ફીણે ટાઢે કલેજે સમે સાગરમાં

સઘળે લાલ પીળા વર્તે પણ છે તે રાગ કારણ
ધૈર્ય ધરી શક્તિ ને વાળ તે તો છે તેનું મારણ

સભાનમાં ભાન ગુસ્સો શક્તિ સંગ્રહે
જો થાય જ્ઞાન હૃદયની યુતિ જાત ગ્રહે
🍀🍀🍁🍁🍀🍀

🍁મારો જન્મદિન🍁
મજાનો દિવસ, જન્મ દિવસ
જે કરવું તે કરાય
પાણીના પરપોટા ને અડાય
હવાની સુગંધ લેવાય
ફુગ્ગા ને ફૂંકો મરાય
મજાનો દિવસ, જન્મ દિવસ

કીધેલું કરી બતાવાય
મુંછે વળ દેવાય
બળ ને બળ અપાય
છું જ તેનો અહેસાસ અપાય
મજાનો દિવસ, જન્મ દિવસ

જ્ઞાન થી આકાશ ને અડાય
સ્વ ‘ને પરનો ભેદ મંડાય
એક અંદર એક બહાર સમજાય
પ્રસન્નતા નાં પગરણ મંડાય
મજાનો દિવસ, જન્મ દિવસ

હેતુ થી હેતુ સંધાય
માંયલા ને પોતાના મનાય
વિકાસ આમ સધાય
ને તૃપ્ત થી તૃપ્ત સંધાય
મજાનો દિવસ,જન્મ દિવસ
🌹🌹🍁🍁🌹🌹

🧠 વિચાર 🧠
આવે જાય વાદળ માફક
અલ્લડ વિસ્તરે એની માફક
લક્ષ ની પરવા બસ ચગ્યા કરે
બંધન નહિ બસ પોતે ફર્યા કરે

તર્ક વિતર્ક ની પંચાત માં માને નહિ
રહેવું, પણ સદાય નો વસવાટ નહિ
ઘેલછા વિવશ કરવાની ને સાચું પડેય
વ્યાકુળ થઈ ચક્કરો, ચક્કરો મારેય

અડું ત્યાં તો ભાગે ઊંચે ને ઊંચે
હાથથી પાણી સરકે અસર મનને રચે
કારણ વગર દોડે પછી બરોબર થાકે
પકડાયું કાઈ નહિ ને વેદનાઓ ઓકે

સદવિચાર કે દુવિચાર ઝંખ્યા કરે
નથી તારું તો છોડને હવાતિયાં કા ‘ મારે
તારું છે તે ધ્યાન માં લે, રે અંતરું ઠરે
ને સમજાય જાજુ તો આયખું ઠરે.
🌱🌱🌹🌹🌱🌱

👌વ્યક્તિ વિશેષ👌
મારી સરળતા રહેવા દો
મારી સહજતા રહેવા દો
મારી સમર્પિતતા રહેવા દો
મારી સહનશીલતા રહેવા દો
છે મારો સ્વભાવ તે રહેવા દો

જુઠાણું, લાલચ, ખૂંચવી લેવુ
કપટ, ચોરી, નિંદા પચાવી લેવું
આ મોહરા, આ ચાલાકી ક્યાંથી
ગજબ નો વેપલો શાન પટ્ટી ક્યાંથી
આ વાદળ્યું મારા વિરુદ્ધનું ક્યાંથી

નવો નક્કોર આવ્યો આ લોકમાં
શૂન્ય વિચાર સાથે આવ્યો લોકમાં
જીવન જીવવા આવ્યો આ લોકમાં
દૃષ્ટા બની જોવા આવ્યો આ લોકમાં
પૂર્વના અનાવરણ કરવા આવ્યો લોકમાં

કા ‘ વિપરીત માં ભળતો ગયો ખબર નહિ
નહોતું મારું ત્યાં ભળ્યો કેમ ખબર નહિ
લે વળી જઈએ, પોતાનામાં સમાય જઇએ
સાગર પણ કાઠા છોડે તેમ સામાય જઈએ
છું પૂર્ણ પૂર્ણતામાં નિ:સંકોચ સમાય જઈએ
💐⛩️💐⛩️💐

🍂જે થવાનું હોય તે થાય 🍂
આપણું શું થવાનું, જે થવાનું તે થાય
ગમ્યું તે કર્યું, હવે જે થવાનું તે થાય
ક્ષણ આવે તે જાય, દરેકમાં જીવ્યા
હવે રંજ છે શાનો જીવ્યા તે જીવ્યા

નાના હું પણા રાખી રાખી થાક્યો હવે
કહ્યું ના થયું ઘોંચમાં પડ્યું થાક્યો હવે
લીલાશની મોસમમાં આ રણ્યું કેમ?
જોઈતી ‘તી એક વસંત પાનખર કેમ?

દરેક પળના વિશ્લેષણની ખપ નહિ
થાય છે થવા દે તેમાં આગ્રહ નહિ
જે ધરી પર ઊભા ત્યાં સ્થિર રહેવાય
હલીએ તો લાગે તે સ્તબ્ધ ન થવાય

સુખ દુઃખ તે ચાકડા નાં ચક્કર હોય
આવે જાય તેના ઘાણાં જોવાના હોય
સ્વાદ અનુસાર પસંદગી સાથે હોય
લઈલે જે જોય તેનો વળગાડ ન હોય

મજાનું જીવન મજાથી જીવવાનું હોય
હૈયા હોળી તેનો ઉકેલ ક્યાંથી હોય
સમજણ ન પડે ત્યારે બેસ ને નિરાંતે
સમાધાન, કરીએ અંતર ભણી પ્રવેશ નિરાંતે
🍁🍁🌹🌹🍁🍁

👍ફક્ત👍
ગમતું નથી ગમે છે તેવું થયા કરે છે
હસવું છે રડવું છે તેવું થયા કરે છે
વિચાર ભાતીગળ કઈક થયા કરે છે

સાગર ની લહેરો લો કે પછી લો પવન
ઉઠે વહે રહે ચરે સમે પછી રહે ગમન
કેટકેટલું કરે અંતે ભાગે આવે જગન
અચરજ પમાડે પણ તેમાં છે ચમન

જગત આપણું પણ આપણે છીએ ક્યાં
અંતરિયાળ નથી બાહર નથી છીએ ક્યાં
બેમતલબ ઘુમીએ તે જ પણ છીએ ક્યાં
મળેલ જિંદગી જીવવા પણ છીએ ક્યાં

વ્યથા યથા યોગ્ય રાખી કરવું છે શું
લબાચા લઈ ફર્યા કરી કરવું છે શું
કોઈને કોઈનામાં રસ નથી તો કરવું છે શું
છોડને પંચાત નિંદામણ લઈ કરવું છે શું

હું તો હું માં છું સ્વભાવમાં છું ફક્ત
મારામાં વળી મારામાં વસવું છે ફકત
લે છોડ્યું તે ચોખ્ખો આવ્યો છું ફકત
પ્રેક્ષક બની જ્ઞાન આંખે જોવ છું ફકત
🤫🤫🫢🫢🤫🤫

🍁પૂર્ણ – અપૂર્ણ 🍁
જા તને છોડ્યો પણ છોડુ કઈ રીતે
તારી સાથે સદાયનો નાતો માણસ છીએ
ટેભા નથી આ સેતુ છે છોડું કઈ રીતે

પ્રભુ, પ્રેમ કર્યો છે તને ખબર છે ને?
ભક્તિમાં અમે લયબદ્ધ છોડ્યું છે બધું
હવે છોડી ને જવું ન શોભે તને ખબર છે ને ?

એક એક ક્ષણ તારા ગુણો માં ગાળીએ છીએ
સત્વ સમ્યક્ત્વ વિતરાગ મમરાવું છું
અમો તને પ્રત્યેક શ્વાસોમાં ગાળીએ છીએ

પૂજા કરું આરતી કરું કરું તને શણગાર
દિવ્યતા છલકે કરુણા સરકે નયનો અમારા ન હટે
પ્રભુ તું મારો હું તારો તને ભાવ વંદન અણગાર

તું ભગવાન છે તેમ નહિ તું પૂર્ણ છે
ક્યાંક ભૂલો થઈ ને રહી ગયો એ માટે
સ્વભાવે સરખો હું અધૂરો અપૂર્ણ છું
🌱🌱🌹🌹🌱🌱

વિચાર🌹
વિચાર ફર ફર ફરે
આકાશ જમીને સરે
ના ઠેકાણું બસ ફર ફર ફરે

કોઈ મતલબ નહિ કોઈ રાહ નહિ
કોઈ દીવાનગી નહિ કોઈ સમજ નહિ
દોડીને આંબવું ક્યાં તે ખબર નહિ

એક ને અડીયે ત્યાંથી બીજું ફૂટે
જંગલી વેલ આમતેમ ગમેતેમ ફૂટે
અમાપ આકાશને ન પહોંચાય તે ખૂટે

વાળ ભલે ના હોય પણ પરિસર હોય
હોય તેનો અહેસાસ તેની ક્ષણ હોય
ત્યાં પહોંચે નિરાંત હોય આનંદ હોય

વાળ પલાંઠી છે મસ્તિષ્ક ઉપયોગ કર
અંદર ઊતર શિરીર છે તેને ઢીલું કર
શરણ લઈ સમર્પિત નાં વહેણ માં ફર

જીવંત રહેવું પોતામાં રહેવું તે ધર્મ
શાસ્ત્ર ના ફાવે તોય પારદર્શક તે ધર્મ
છું પણ સર્વજ્ઞ માં સરી જવું તે ધર્મ
🍀🍀💐💐🍀🍀

ઇઝરાયેલ સમજને…. 🍂
ભણેલાનાં નું કેવું કાવતરું ચાલ્યું છે અહીં
સગવડ વાળી કરુણા વહેતું ચાલ્યું છે અહીં
દરકાર માત્ર કહેવા પૂરતી બાકી અંધાધૂંધ ચાલ્યું છે અહીં
તમારું જે થાય પણ અમે આબાદ ચાલ્યું છે અહીં
મગરના આંસુ સિવાય કાઈ નહિ ચાલ્યું છે અહીં

અણસમજ છે ફેંક્યા બોમ્બ તે ધૈર્ય ધર
તેને પાઠ ભણાવ્યો કર્યો વળતો પ્રહાર હવે ધૈર્ય ધર
છે નાનો જમીનનો ટુંકડો તેમાંય નજર ધૈર્ય ધર
જીવતા ને જીવતા બાળો છો હવે ધૈર્ય ધર
શું સિદ્ધ કરવા બેઠો છો શરમ ભર ધૈર્ય ધર

ઘરમાં મોટા એ જતું કરે તે સમાજ ને
શક્તિશાળી નમ્ર હોય તે શોભે સમજ ને
બહુ ગુસ્સો શરીર માટે સારો નહિ સમજ ને
બસ હવે અંત આણને ખાધું પીધું ને રાજ કર સમજને
ઇતિહાસ માં તારું ઉજળું દેખાય સમજ ને.
🌺🌺👌👌🌺🌺

❤️સ્વ નું સગપણ ❤️
છે તારી પાસે બે રસ્તા નક્કી કર
પરની પરોજણ કે સ્વ નું સગપણ
હવે બહુ થયું અહીં ત્યાં નક્કી કર

એક છે અમાપ વધ્યેજ વિસ્તાર
બીજું છે ટુંકુ પણ છોડવું ઘણું પડે
બસ સમજી લે આ જ છે વિસ્તાર

આ કરી લઉં તે કરી લઉં સંકેલવું પડે
મગજમારી છોડી સ્થિર થવું પડે
જેનું જે છે તે છે તે સ્વીકારવું પડે

તું કહે તો સૂરજ ઊગે ચાંદ નીકળે
એવું ન હોય તે તેના સ્વભાવે કરે
જ્ઞાનમાં ડૂબી અહેસાસ કર કઈક નીકળે

કઈક થોથા વાંચ્યા વળ્યું ના કાઈ
તત્વ ચિંતક બની હોશિયાર થયા
પણ ડગલું ના ભર્યું છે બરકત કાઈ

જન્મ ને મરણ વચ્ચે જીવન યાત્રા છે
આગ્રહ પર પર છે એક લલચામણો
બધું નિતાંત છે તે અપેક્ષાની યાત્રા છે

મળ્યું છે જીવતું તે મારી ક્યાંથી દેવાય
ગળથૂથીમાં છે તેને સમજી લેવાય
જિન થી જિનેશ્વર એને માપી લેવાય
🍀🍀🍂🍂🍀🍀

👍અહમ્ ને પડકાર👍
હું ને પડતો મૂકું અહમ્ આડો આવે
અહમ્ ને મૂકું તો હું આડો આવે
આ ટકરાવ માં જીવનનો અંત આવે

પહોંચવું છે તે રસ્તાની ખબર હોય
ત્યારે તેજ ચલાય તેમાં વાંધો ન હોય
પણ રઝળપાટ માં રઝળપાટ જ હોય

ક્યારેક તત્કાળ નિર્ણય લેતા હોઈએ
દૃશ્ય જોયું ને માની લીધું તેવું ન હોય
સચ્ચાઈ ગમે તે પક્ષ હોય તે જોઈએ

જોએ આરપાર તેમાં તથ્ય વધુ હોય
ઘટક ને ઘડનાર પરિસ્થિતિ ને આધીન હોય
સાચા ખોટા પરિપ્રેક્ષ્યમાં હોય તે હોય

આ બધી ઉપાધીમાં કેમ ફરે છે બધા
ઊર્જા જે અંદર તેને અંદર લગાવાય
હાલો કરીએ નિશ્ચય લઈએ તે બાધા

મળ્યું છે જીવન તેનો અંત છે નિશ્ચિત
ખીલવામાં પરિશ્રમ આપી ખીલી જઈએ
સહજ સરળ સ્વાભાવિક રસ્તો છે નિશ્ચિત
🌾🌾🌱🌱🌾🌾

🦶 પગલું 🦶
મારા દરેક પગલાં તારા તરફ તો છે
મારું પાગલપન તારા તરફ તો છે
તને મારામાં ભરવું તારા તરફ તો છે

કઈક કેટલા વિચારો આવે ને જાય
તારો થતો જાવ છું તે ચરમ એ જાય
ઓગળી જતો જાવ છું રહ્યું તેય જાય

પગલાં ચાલે સાથે અસ્તિત્વ ચાલે
જાત છૂટે અહમ્ તૂટે એકલો ચાલે
વાહ! તને મળવા આ પગલાં ચાલે

કોરોકટ ચોખ્ખોચટ આવીને ઊભો
લે અરીસો, છે કોઈ ફરક, લે ઊભો
પૂર્વગ્રહ છોડી સાવ સાચો થઈ ઊભો
🌹🌹🍁🍁🌹🌹

🌹 મારો સરદાર 🌹
ના એતો લોહ પુરુષ નહતો
એતો પ્રેમાળ સંભાળ લેતો હતો
કહે તે સ્પષ્ટ કહે તે સચોટ
ખોટા લપેડા નહિ નહિ કોઈ આડંબર
બસ જે છીએ જે થઈ શકે તે સત્ય
ભલો ભોળો તે નહતો લોહ પુરુષ

ના એતો લોહ પુરુષ નહતો
તે એકતા માં માને એકતા કરાવે
સીધી રીતે માને તો ઠીક નહીતો ડરાવે
જે વિચારે તે કાગળ પર ત્વરિત લખે
પછી થોડો ઠીકઠાક કરે તે તેને આચરે
આ નિષ્ઠાવાદી તે નહતો લોહ પુરુષ

ના એતો લોહ પુરુષ નહતો
દાંડી કૂચ કે સાબરમતી ની પહેલ હોય
ગાંધીનાં અહિંસા ને એલાને જંગે મૂકે
વિવાદે ઉતરે પણ બીજાને તે સ્વીકારે
હું જ સાચો તે જીદ નહિ સચાને સ્વીકારે
સત્યાગ્રહી હતો તે નહતો લોહ પુરુષ

ના એતો લોહ પુરુષ નહતો
પરિવાર પ્રેમી પણ દેશને રાખે અગ્રીમ
ભાઈ માટે તે હટે પિતાની વેદના સહે
દેશ ને રાખે હૈયે પત્ની તેમાં રહે ઉભે પગે
સિદ્ધાંત માં રહે પરિવાર તે અનુસરે
વાહ સરદાર! તે નહતો લોહ પુરુષ

તું ઉજવાય તારું …

ફરિયાદ😮‍💨
ફરિયાદ કરી શું કરવું છે તે ખબર નથી
નાહક ધમપછાડા કેમ તે ખબર નથી
મળ્યું જીવન વેડફાય કેમ ખબર નથી

ચિંતન પોતાના તરફની ક્યારે કરીશું
છે અંદર સંગેમરમર દેખા ક્યારે કરીશું
ટાંકી ને મૂર્તિ ઘડવી છે તે ક્યારે કરીશું

સરખામણી છોડ અહી છે વાત પોતાની
જો નૈસર્ગિક કેવું સૌમ્ય દિશે છતાંય છે વાત પોતાની
પણ ફરિયાદ નહિવત્ ખીલે છે એની વાત પોતાની

સંતાકૂકડી રમે તું થાકે તું પછી ફરિયાદ શાની?
થપ્પો રમીલે સારાવાના થશે પછી નહિ થાય ફરિયાદ શાની
🥱🥱🥱🥱

🔥તડપ🔥
તારા દર્શન નજર થઈ જાય બહુ થયું
ઝનૂન હ્રુદય માં ભારોભાર ભર્યું છે
તરસી નદી સાગરે સમેટવા છે આતુર
નિતાંત ભાવે પ્રતિક્ષા કરે બહુ થયું

તપાસી લે પાગલો કાઈ પણ કરી શકે
છોડ્યું જેણે તેને સંસારની ફિકર ના
બસ તે પૂર્ણ તરફ, કાઈ પણ કરી શકે

વરસાદે ભીંજાવું છે તે છે નિશ્ચિત
પવન ને છાતીએ લેવું તે છે નિશ્ચિત
ડર ભગાડી મૂકુ પાદરે તે છે નિશ્ચિત

પ્રતિક્ષાતુર આંખો આંગતુક માટે તડપે
આ પાંપણો વહેતા આંસુ ને રોકે
આવીજા, બંધન સ્વતંત્ર થવા તડપે
🍀🍀🍂🍂🍀🍀

🍂ખડબદ 🍂
અહીં અંદર કઈક ખદબદ થાય છે
જે થાય છે તે કઈક ઉતેજક થાય છે
વિસ્મય નિતાંત માલિકોર થાય છે
ન સમજાય તેવું કશુંક કઈક થાય છે

ગમતીલું છે કે પારદર્શક કહેવું મુશ્કેલ
સમ્યક્ત્વ ને અડોઅડ કહેવું મુશ્કેલ
વિસ્તારનું વિસ્તૃત વર્ણન કરવું મુશ્કેલ
જે છે તે મજાનું છે તે કહેવામાં મુશ્કેલ

દીવો થાય ત્યારે અંધારું અજવાળું દેખાય સ્પષ્ટ સ્પષ્ટ
વાદળો વિખરાય સૂરજ ચાંદ તારા દેખાય સ્પષ્ટ સ્પષ્ટ
જે પડ્યું છે તે છે જ તેમાં વળી નવાય શાની છે સ્પષ્ટ સ્પષ્ટ
જે ઊઘડી ગયું તેને જગા બનાવી તે દેખાયું સ્પષ્ટ સ્પષ્ટ

જ્ઞાની બનવામાં સંકલ્પ વિકલ્પ બધું આવે
સ્મૃતિ માં રહેલું તે જવાબ થઈ ને આવે
જે જોયું તે નવું તાજુ સંદર્ભ થી ન આવે
બસ એતો ખદબડ ખડબદ કરતું ફરી આવે
🌹🌹💐💐🌹🌹

❤️બે નાં એક ❤️
તું ને હું હું ને તું ચાલતા સાથે સાથે
તું થોડું કહે હું થોડું કહું સાથે સાથે
બંને એકબીજાનું સાંભળીયે સાથે સાથે

ક્યારેક તે માત્ર મારી સામે જોયું
એ ઓંશ બિંદુ પળભર થંભી જોયું
કઈક કેટલુંય એમાં કહેતું જોયું
આલિંગન એમ જ બિડાય જતા જોયું

અમારી આસપાસ બધું રોમાંચ ભર્યું
તારી દરેક કોશિશ મારામાં ઢળતું ભર્યું
એક શૃંગારિક તીવ્રતા તન્મય ભર્યું
બસ ઓગળતા એકબીજામાં થતું ભર્યું

ભેદભાવ નહિ હૂતું ની હુસ્સા તુસ્સી નહિ
થોડું એ સમજી લે થોડું હું પછી કોઈ પરવા નહિ
અમે તો અમારામાં મસ્ત,બસ કોઈની ફિકર નહિ
સમય સરતો જાય ને બે નાં એક થતાં કોઈ રોકે નહિ
❤️❤️🍁🍁❤️❤️

💦ધન તેરસ💦
જાય વાક્ બારસ લાવે ધન તેરસ
જ્ઞાન ને સંપતિ ની યુતિ કરતું તેરસ
શ્રી સવા ને અંકિત કરતું ભરપૂર તેરસ
મળ્યું છે આપી રહ્યું ધમાકેદાર તેરસ
આવો મારે આંગણે ડિયર ધન તેરસ

આંગણે રંગો થી સજાવી છે રંગોળી
હર્ષ રહે તે સંકલ્પની આ છે રંગોળી
સમૃદ્ધિ રહે જરૂર,આશની છે રંગોળી
હ્રુદય ઠલવાતું જાય હેતની છે રંગોળી
મારી તમારી સૌની અંકિત છે રંગોળી

યાદ આપે મળ્યું છે આપવું આ તેરસ
કરીએ સદ્વ્યય અનામી બનીને છે તેરસ
મુઠ્ઠી ને મૂકી ખુલી, વીરો છે આ તેરસ
ભાઈ ભેરુ સૌ સંગાથ ઉજવીયે તેરસ
મલકને ભરીયે પ્રેમથી છે રૂડી આ તેરસ
🍂🍂🍀🍀🍂🍂

🍂નવ વર્ષ ૨૦૮૦ ! 🍂
આવજો ૨૦૭૯ સ્વાગતમ્ ૨૦૮૦
લે આવી મોસમ નવી રંગોળીની
ભાત ભાત અમને ગમતા રંગોની
બારણે થી પધારતા આશ કિરણોની
લે આવ ભરી દે અમારી સૂકી માટીને

પ્રકાશ ચોમેર, આંગતુંક છે નવ વર્ષ
પ્રવેશવા આતુર છે મધુર નવ વર્ષ
કેવું રહેશે ખબર નહિ અનોખું કરશું નવ વર્ષ
છે અમારું વર્ષ છે વિશિષ્ટ નવ વર્ષ
પડકાર ને પ્રારબ્ધ ઓળંગી ઉજવીશું નવ વર્ષ

સંગ્રેહલું છે તે કાઢવું છે નવ વર્ષે
મારું જ છે તે ભૂલી સર્વનું છે નવ વર્ષે
ભાઈચારા ભેરૂબંધી નિભાવી છે નવ વર્ષે
સહિયારું સહજ માં સમાવી લેવું છે નવ વર્ષે
દોષારોપણથી મુક્ત વિહરવું છે નવ વર્ષે

છે અહીં સ્વર્ગ તે દ્રઢ કરવું છે વાહ! શાબાશ
જે જીવન છે તેને જીવંત કરવું છે વાહ! શાબાશ
કહ્યું છે તેને પાળી બતાવું છે વાહ! શાબાશ
૨૦૮૦ ને હ્રુદય માં સ્થાપી દેવું છે વાહ!શાબાશ
વર્ષ આપણું તે આપણું કરી બતાવું છે વાહ! શાબાશ
🍁🍁🌹🌹🍁🍁

The New Year 2024🍂
Decided has gone
Done has gone
Left has gone
Lets then welcome 2024

Few were on the records
Few were on blackboard
Few on legs track board
Bye bye 23 come come 24

Greens remained in 2023
Cream prevailed in 2023
Zeal jammed thro’ in 2023
Endearing extending in 2024

Made friends extended love
Healthier oduring like clove
Prudent winging like dove
Regardless odds ita all love

True false pun gave up
Twitt on gossip gave up
Listened tales gave up
No bills only chill come 2024
🌾🌾🌺🌺🌾🌾

🪐ત્યાં નો ત્યાં🪐
ખીજાવ છું અકળાવ છું
કોણ જાણે અકારણ કરતો જાઉં છું
આ તો પેટમાં દુખે ને ફૂટે માથું
બસ કરું છું રુવાબદાર કરું છું

આવેલી ક્ષણ વસંત હતી
પણ મને પાનખર વ્હાલી હતી
છે બધું હાથવેંત અહી ખબર છે
પણ રેંતી મુઠ્ઠી માં ભરી તે ખબર છે

કેટલાય વાર એવુંય બન્યું છે
નાહકની ઉપાડીને વાવી છે
છોડતા શીખ્યો નહિ તે માથાકૂટ વધી
ઊંટ ની જેમ દુનિયા ખેંચું તે વધી

અહંકાર નાં પોટલાં લઈ ફરું મનમાં
આ ઘટમાળ કદી શુકાય નહિ મનમાં
નાની સરખામણી રચે તાંડવ સમયે
નીકળી શકું નહિ ડૂબતો જાવ સમયે

જામી છે ટોળકી રચે દ્વંદ નિતનવા
આ તરકટ ખેલાય મનમાં નિતનવા
થોભવું ગમે નહિ દોડે ને દોડ્યા કરે
ઝંખનાઓ વળી નવા નવા રોપાયા કરે

પ્રસ્તુતિ અને પ્રસુતિ ઠેલાતું રે મન
પીડાઓ સેવ્યા કરી રિજાતું રે મન
ફળશ્રુતિ માં ઠેંગો એ લેબલ હરહંમેશ
રહું છું વસુ છું ત્યાં ને ત્યાં હરહંમેશ
🧠🧠❓❓🧠🧠

🧠ઝંખતું મન 🧠
સવારે ચાલું સાંજે ચાલું
સુગર ને રોજ ત્રાજવે તોલું

ગતકડું એવું ગાજ્યું છે મનમાં
ફુરસદ ક્યારે ન સ્થપાય મનમાં

એક પટે ત્યાં તો બીજો ઉભો જ હોય
વ્હાલીડો નવો તુક્કો લઈને ફરતો જ હોય

ટપકા થી પરિઘ ક્યાં માપે ચાલે
કોને ખબર એતો એની રીતે ચાલે

ઝંખના ઘોડાપૂર ચાલે મનમાં ને મનમાં
અલ્પવિરામ કઇક ચાલે મનમાં ને મનમાં

ઊભો રે થોભને ભાઈ બે ઘડી બેસને
છીએ વટ વાળા એમ રમત ન છોડાય બેસને

ગોતિલો અમને અમે મળીયે તો તમે ખરાં
તોય રીમોટથી કન્ટ્રોલમાં રાખીએ ખરાં

બહુ થયું, બહુ થયું હવે જાણનારો બનું
થવાનું તે થાય હૂ નિમિત્ત જાણનારો બનું
🍁🍁🍀🍀🍁🍁

🧠સ્વભાવ 🧠
ઝાકળ ને પાણી થવું છે ક્ષણે ક્ષણે
પ્રસૂતિ પીડા વેંઠતું હશે ક્ષણે ક્ષણે
થાય છે સ્વરૂપ છોડી પાણી ક્ષણે ક્ષણે

થાય છે પરિવર્તન તે સ્વીકારવામાં મજા
વાઘા બદલાતા જાય નવામાં છે મજા
ખોટા સાચા સમજતા જાય તેમાં છે મજા

ઋતુઓ ટાઢું, ગરમ, વરસાદી કરતું જાય
શરીર તેને માફક એમાં ગોઠવાતું જાય
આનંદ ઉમંગ ઉત્સાહ આમ ઉભરાતું જાય

કાયા પલટ માં વાંધો નહિ આતમ રહે અટલ
જ્ઞાન ફુંટે આતમથી તે પુંજ રહે અટલ
સ્વભાવ તે ત્યાં બેઠેલો રહે તે અટલ
🔥🔥🎊🎊🔥🔥

🌹અલગ અલગ🌹
તને મળ્યા પછી એટલું સમજાયું
નિરંતર ચિંતા પછી એટલું સમજાયું
અમે છીએ એક બસ તું હું છીએ અલગ અલગ

કહ્યા વગર કઈ કેટલુંય આપ્યું
ઘર ને બાહર સાંચવણ આપ્યું
અમે છીએ એક બસ તું હું છીએ અલગ અલગ

અમે સમંદરની વિશાળતા નથી પારખ્યું
એકબીજામાં ઓગળી જાવા નું પારખ્યુ
અમે છીએ એક બસ તું હું છીએ અલગ અલગ

નભમાં રહેલા તારાઓની ભીડ અમે જોઈ છે
અમને અમારો સંગાથ છે અમે તો તે જોઈ છે
અમે તો છીએ એક બસ તું હું છીએ અલગ અલગ

રણદ્વીપ તે તો રણની તૃપ્ત શોભા છે
છીએ સંતુષ્ટ નિરંતર અમારી શોભા છે
અમે તો છીએ એક બસ તું હું છીએ અલગ અલગ

👀મોતિયો👀
આંખ કઈક શોધતું હતું
છે એના કરતા વધારે શોધતું હતું
થઈ દૃષ્ટિ ધૂંધળી થાય આગળ પાછળ
રે મરી ગયો આંખ મોતિયા ને શોધતું

મોજાની જેમ પવનના રઘવાટની જેમ
આંખો જાણે સ્વપ્નો ને પકડતું એમ
વલખાં મારે આમતેમ મૃગજળની જેમ
રે મરી ગયો આંખ મોતિયા ને શોધતું

ધ્રુજારી કંપારી ને સહન કરતી આંખો
સંવેદના થી પાંપણો સેવતી આંખો
કઈક પંચાતની પરોજણ રહેતી આંખો
રે મરી ગયો આંખ મોતિયા ને શોધતું

હવે આંખ ને બીજી આંખથી ટકવું
પડદા ને બીજા પડદા સાથે લટકવું
એક કરતા બે ભલા સાથે ભટકવું
રે મરી ગયો આંખ મોતિયા ને શોધતું

બને કે હવે નિરાંત લઈ બેસસે બેઘડી
ભરેલ ટેભાની શરમ રાખશે તે બેઘડી
થઈ ઉંમર તો કરી લે તપ જાપ બેઘડી
રે મરી ગયો આંખ મોતિયા ને શોધતું
😭😭🍁🍁😭😭

મહેંકવાનું ચાલુ કર….,💐
ધાર્યું ન થાય એટલે અકળાય જવાનું
સાંભળ્યું નહિ તેમાં અકળાય જવાનું
મનની અંદર છે ઘોંચ કે અહમ્ ની છે પહોંચ
કર સમાધાન ને મહેંકવાનું ચાલુ કર

નાની અમથી વાત તેનું વતેસર થાય
પારકાની હોય તોય તેમાં વતેસર થાય
મલવાનું કાઈ નહિ તોય વતેસર થાય
કર સમાધાન ને મહેંકવાનું ચાલુ કર

પોતાના ઠેકાણાં નહિ સુધારવા નીકળે
બોલે તે કરે નહિ ને સુધારવા નીકળે
બેજવાબદારી થી ભટકવું ને સુધારવા નીકળે
કર સમાધાન ને મહેંકવાનું ચાલુ કર
🌹🌹🍂🍂🌹🌹

🍂જાણું ના 🍂
ગુપ્ત શું પ્રગટ શું
છે બસ ઘટના નો ભેદ
અવસ્થા ન સમજાય છે તેનો ખેદ

કઈક સુખ તેમાં સમાયું શું
લે બાજી રમી લે ખુલ્લા દિલથી
મન તેમાં જ ભરાય જાશે દિલથી

કેટલું સમજાયું કેટલું આચરણમાં શું
દોડ અંતિમ પડાવ પહોંચવાની હતી
વચ્ચે પ્રમાદની પક્કડ જાજી પડી હતી

સુખનું મૂળ શોધવા બાહિર બહુ ભટકું
પળો ની વચ્ચે વચ્ચે કઈક પોતાનું શોધું
ખ્યાલ પછી આવ્યો ભીતર ને અડ્યા વગર શોધું

ગંભીર ધૈર્ય ધરપત દલીલોની લપેટમાં છું
મૂર્ખતા ભારોભાર ભરાય શ્રદ્ધા છૂટી
વાતે વાતે સંશય ના જાણું ત્યાં જઈ ફૂટી

શ્રદ્ધા ને વિશ્વાસ વચ્ચે અટવાયા કરું
મૂળ ને વ્યવહાર નાં ભેદ ને જાણું ના
પ્લાસ્ટિક હાસ્ય માણું નિજાનંદ સ્વીકારું ના
💦💦🌱🌱💦💦

🛕ધજા આરોહણ🛕
મારું મંદિર મારાં ભગવાન
શાલગીરી તેની તેની ધજા આરોહણ
અભિપ્રેત થઈ રહ્યું છે ભાગ્યવાન

હવામાં લહેરાય ધરમ ની ધજા
વવાય સંયમ સમર્પણ શ્રદ્ધા નાં સુમન
સૌરભ થઈ પ્રસરે લહેરાતી ધજા

આસ્થા નિશ્ચય ને બળ થાય પાકા
દેખાતી ધજા ઊર્જા ભરે આખેઆખા
મુઠ્ઠી ભરેલ રેંત છોડી કર્યા હ્રુદય પાકા

મિલનની આશ ધરી પહોંચ્યો તારે દ્વારે
તું મળે ના મળે તેની પરવા નથી અમોને
તારા જેવા બનવા તેથી ઊભો તારે દ્વારે

વિકલ્પો ઉઠે છે સમે છે ધજાના દર્શનથી
મન નાં ઉદ્વેગ હેઠે બેસે ધજાનાં તરલથી
વાહ! ધજા કેટલુંય થાય છે માત્ર તારા દર્શનથી
🌹🌹🍁🍁🌹🌹

🌀તરંગો🌀
મારામાં ઉઠતા તરંગો મને લઈ જાય દૂર
કોઈ ને હાથે ના આવે તેટલા દૂર દૂર
બેધક બેજવાબદાર થઈ વિચરે છે દૂર
લક્ષ્યાંક નહિ ચાલે બેલગામ દૂર દૂર

દરેક નો સ્વભાવ છે તેને અનુરૂપ બધું હોય
અવગણના પરવડે નહિ એટલું ધ્યાન હોય
નાહકની રફતાર અકસ્માત ચિંધતું હોય
રે તરંગો હેસિયતથી વધારે કા ‘ ગતિ હોય

શ્વાસ છોડો શ્વાસ લઉં એ વચ્ચે અવકાશ છે
ત્યાં જ્ઞાન લાગે તે પ્રમાણે પ્રકાશ છે
દેખતા રહીએ ઊભા રહીએ તે અવકાશ છે
ત્યારે તો સ્વભાવ ને પર્યાયનો અજવાશ છે

વસ્તુ જે છે તે જ છે તેવી જ રહે છે
છે તેનાં પર્યાય તે ક્ષણિક જ રહે છે
સમજ આવે તે ભેદને ઉકેલતા રહે છે
આમાં જ ચૈતન્ય થી સહજાનંદ ની વૃદ્ધિ રહે છે
🌹🌹🍁🍁🌹🌹

❓કેમ માની લેવાય❓
થોડું છે થોડું રહેશે તે થઈ જશે
પંચાત છે છતાંય જીવાય જશે
આનંદમાં છીએ આનંદ જામી જશે

ચોખ્ખું જીવન સાદું જીવન બહુ થયું
અથડાવું પછડાવું તે હવે બહુ થયું
રોગ પેસી ગયો તો છોડને બહુ થયું
નિરાંતની ચા ની ચૂસકી લે બહુ થયું

ઊર્જા સારી હોય તેને આસપાસ રખાય
મોજ ને મસ્તી મજા સાથે રખાય
જે ટકે રહે સદૈવ તે સાથે રખાય
ક્ષણિક નો આનંદ ક્ષણિક તે કેમ રખાય

પ્રિય છે પ્રિય જ રહે તે કેમ માની લેવાય
શાશ્વત હોય તો ઠીક બાકી બીજું કેમ માની લેવાય
આ સાર સંભાળ તે હેતુ સાથે માની લેવાય
સ્વાર્થ અડોઅડ હોય ત્યાં સહજ કેમ માની લેવાય
🌾🌾❓❓🌾🌾

છે પ્રીત અમારી……❤️
અમથે અમથા આવીને પૂછો મારી તબિયત મને કેવું સારું લાગે
અમથે અમથા આવીને મારાં ગાલ ને સ્પર્શ કરો મને કેવું સારું લાગે
વ્યોમમાં પ્રકાશ અને ધરતીમાં મહેંક ને સથવારો તારો મને કેવું સારું લાગે

ગયા ‘ તા એક હિલ સ્ટેશને કઈક કહેવા એકબીજા ને માટે
છે ત્યાં માત્ર પિયુ પવન એની સાક્ષીએ કહેવા એકબીજા ને માટે
ભવોભવ સાથે રહેવા નાં કોલ દઈશું એકબીજા ને માટે
મળ્યો છે જીવ તે ખપાવું દિલથી ને દિલ્લારી થી એકબીજા ને માટે

ફરિયાદો હવે અમને ગમતી નથી બસ મસ્તી કરવી છે
ઓગળી જવું છે અસ્તિત્વ ને ભુલાવી બસ મસ્તી કરવી છે
છે જ્યારે બધું જ સહિયારું ત્યારે બસ મસ્તી કરવી છે
ગીત ગાવું છે યુગલ નું વધુ રોમાંચ ભર્યું બસ મસ્તી કરવી છે.
🌹🌹🌱🌱🌹🌹

🧠થાકે – પાકે🧠
વ્યક્તિ મળે તે વગર નિમિતે ચર્ચા કરે
પાછલું આગલું સાંકળી તે તર્ક કર્યા કરે
વજૂદ હોય ના બસ વાત નું વતેસર કર્યા કરે
માથાની નસો ખેંચાય પણ તે પોપકોર્ન ની જેમ ફૂટ્યા કરે
એક બંદુકમાઈથી ગોળી ને તે બોલે સરખું ચાલ્યા કરે

વ્યક્તિ એવી પણ હોય જેને નિમિત્ત જોય
બાકી બધું સરખું બસ કારણ વગર બોલતા હોય
બન્ને છે સરખા પણ વર્તમાન ઘટનાથી કોષો દૂર હોય
બેધ્યાન થઈ અવગણીએ તોય પરાણે જવાબ માંગતા હોય
સંગતમાં રહેવાનું ત્યારે કેટલા કમઠાણ સાથે હોય

મન થાકે તન થાકે ને સમય સાથે થાકે
શૂન્ય થઈ મન અકળામણ માં થાકે
મૌન થઈ ઘટતી ઘટના ક્રમથી થાકે
કરવું શું કેમ હટવું તે સુધારા વધારામાં થાકે
ત્યારે થઈ આવે આના કરતા સ્વીકારી લે તો બધું પાકે
🌋🌋🌹🌹🌋🌋

🦠 નિયતિ 🦠
દરેક કારણો વચ્ચે જીવી જાય નિયતિ
અપેક્ષિત ઘટના ન ઘટે તો આરોપિત નિયતિ
કેમ છે આ બધું ચાલ ને દૂર કાઢીએ નિયતિ

વાવાઝોડું ની પરવા ક્યાં કરે છે વૃક્ષ
ફેલાય ફૂલે ફળે વસે કેટલાય કેવો મજાનો વૃક્ષ
જીવે છે જીવંત છે લીલું રહે છે વૃક્ષ

મોગરો મહેંકી ઉઠે નિત્ય સવારે
ખીલે મધુવન રોજ નિત્ય સવારે
કોઈ બહાના વગર ઉગે નિત્ય સવારે

ઝરણું પર્વત ચિરી વહે ઝણકાર સાથે
સમર્પિત થવા નિરંતર વહે ઝણકાર સાથે
ના ફરિયાદ ના ગ્લાનિ વહે ઝણકાર સાથે

છે બધા નિયતિ નાં ખેલ છે બક્વાસ
પુરુષાર્થ ઓછો પડે બાકી બકવાસ
મળ્યું તેમાં જીવાય બાકી બકવાસ
નાહકની સરખામણી કરી છે તે બકવાસ
🥰🥰🥲🥲🥰🥰

😷ગજબ છે !😷
છે ગણતરીબાજ સૌ એટલે તો લાગણીના મશીન શોધાયા છે
લેવડ દેવડ માટે અહી એટીએમ શોધાયા છે
સંબંધો કેવા કેટલા રાખવા તેના સમીકરણ શોધાયા છે
વાહ ગજબ છે અહી માણસો નાં મશીન શોધાયા છે

નકરા સોદાબાજી ચાલતા રહે અહી મજાથી
મબલક નાં તોફાન રચાય અસ્તિત્વના અહી મજાથી
છે લોક તમાશો ભાળ્યા કરે, તાળી પાડે મજાથી
વાહ! ગજબ છે અહી વ્યવહાર ચાલે અહી મજાથી

નૈતિકતાની ઉઘાડે ચોગે થાય વસ્ત્રાહરણ
ક્યાં કોઈ ફરક પડે છે? ભલે થાય અહી સીતા હરણ
કરી એક દિવસ ચર્ચા રોક ટોંક પછી થવા દે વાતોહરણ
વાહ! ગજબ છે અહી જામ્યું છે કેવું દંભ હરણ
🧠🧠🍂🍂🧠🧠

🍁ખુશી🍁
એક નાની અમથી ઘટના
આખી જિંદગી તેની ઝંખના કરે
આમતેમ બધે ભટકિયે
તોય અંકિત થતી નથી એ ઘટના

મળી જાય છે ક્યારેક સૂરજ નાં તડકે
ક્યારેક અગાશી લટાર મારતા ચાંદ ની સોબતમાં
પણ તેઓ માત્ર આભાસ ને ભ્રમણા
ટકે નહિ જાજુ લહેરખી છે મૂકે તડકે

થાય છે ચશ્મા આવ્યા છે એટલે ધૂંધળું દેખાય
હરણની ચાલે ચાલે છે એટલે ન પકડાય
આ તો દેખાવાની તો ક્યાં વાત છે
અહેસાસ છે તોય રૂદિયામાં ન દેખાય

ખુશી છે તે તો નિરંતરમાં રહેલું છે
બકવાસથી દૂર બણતરથી ઘણું દૂર
ચિદાનંદ આગળ જ્ઞાન ઉત્સવને પાસ
આ જ તો સહજાનંદ સહજમાં રહેલું છે
🌱🌱💐💐🌱🌱

🍁છું🍁
બેમિસાલ છું, વિશિષ્ટ છું
તેજસ્વી છું, શીતળ છું
અટલ છું, આવિષ્કાર છું
નિત્ય છું, નિરંતર છું
છું બધામાં તેથી અહંકારી છું

અફલાતૂન છું, અદ્વિતીય છું
મલું છું મહેંક છું, પ્રભાવી છું
ગજબ છું, અજબ છું, ચમત્કારી છું
ચિંતાતુર છું, તણાવ છું, તાસીર છું છું બધામાં તેથી અહંકારી છું

કર્યું છે, હું જ કરી શકું, ભ્રમમાં રહું છું
ચપળ છું, હોશિયાર છું, કાવાદાવા કરું છું
રમત રમું છું, નીકળવા નીપુલ છું નિશાંત છું
સખત છું રંગ બદલું છું ટકી જાવ છું
છું બધામાં તેથી અહંકારી છું

પરમાં છું, પદે છું, પ્રકાશમાં રહું છું
પ્રતિષ્ઠા છું, લોક ભોગ્ય છું, બાહીર છું
તમસ છું, રજસ છું, વિકાર છું
મોહ છું, માન છું, માયાવી છું
છું બધામાં તેથી અહંકારી છું

વિકસિત છું, ગતિશીલ છું, જ્વલંત છું
રાગ યુક્ત છું, દ્વેષ યુક્ત છું ક્રોધ યુક્ત છું
પૂર્વગ્રહી છું પરવશ છું, પ્રબળ છું
આશક્ત છું, સાઇડ ઈફેક્ટ છું, જડ છું
છું બધામાં તેથી અહંકારી છું.
💦💦💤💤💦💦

🐦‍⬛ચકલી🐦‍⬛
ચી ચી ચી ચકલી હું શોધું છું
કોઈ ને મળે તો આપશો મને
અધીરો બનું તે અવાજ ગમે મને
તેની ચહકમાં હું મને શોધું છું

તેની નાનું કદ તેનું નાનું આકાશ
રૂપાળી નહિ છતાંય પોતીકી લાગે
તેના ફફડાટ માં કોઈ આગંતુક લાગે
ઉડે ત્યારે સાથે ઊડતું હોય આકાશ

મારાં ગેલેરી પર બાંધ્યો છે માળો
તેને ઘર બનાવી રમતી હોય બિન્દાસ્ત
ચાંચે ચણી લે પાણી પી લે બિન્દાસ્ત
આખું જગ જીતી બનાવે હુંફાળો માળો

તેને ફિકર નહિ પોતાના દિવસની
એતો હરી ફરી જીવી લે મજાથી
એ તો પ્રત્યેક પળની મજા લે મજાથી
એને ક્યાં પરવા છે પોતાના દિવસની

ઈચ્છા નહિ વ્યથા નહિ ઉડ્યા કરે
ગમે ત્યાં વિસામો લે નહિ તો ડાળી એ ઝૂલી લે
કોઈ મજાનું ગીત ગાઈ દિવસમાં ઝૂમી લે
વિહાર એના ટૂંકા તેમાં તે ઉડ્યા કરે
🍂🍂🍀🍀🍂🍂
( ચકલી ને સમર્પિત)

મહા મૂલ્ય પાણી ને સમર્પિત…. 🌹
💦જળ💦
હું વસુ ઝાડની અટલતામાં
હું વસુ છું ફૂલોની ફોરમમાં
હું વસુ ફળો ની તાજગીમાં
હું વસુ છું દેહની જીવંતમાં

જળ વહેતું તે શાંત છે શીતળ છે
તે સાગર મા હોય ત્યારે વિશાળ છે
જ્યારે નદી માં હોય ત્યારે નિર્મળ છે
ઝરણાં નાં ઝણકાર તે ગુંજન છ

જે કદ આપો તે આકારે સમાય જાય
લવચીક પરિવર્તનક્ષમ પ્રમાણમાં જાય
પહોંચે કપડે તો તે ચોખ્ખા થઈ જાય
ઘૂંટડે આવે તો પ્યાસ છીપાતી જાય

ક્યાંક ભળે તેમાં વિલીન થઈ જાય
નીરૂપ નિરાકાર વહેતું વહેતું જાય
સ્વભાવે ઠારે અગ્નિ ને મળતું જાય
મહેંકમાં ભળે તો મહેંક્તું મહેંકતુ જાય

ખુદ નૃપ કોઈના કૈદ તેને ફાવે નહિ
કોશિશ માનવની પણ તે ફળે નહિ
દેખા દે ક્યારેક રૌદ્ર પણ ઝાઝું લાંબુ ચાલે નહિ
નિર્મળ, શીતળ સ્વભાવ બીજું બધું તેને ફાવે નહિ

પાણી,જળ, નીર, સલીલ, ઉદક,પય
નામ અનેક, તે તો બાધાને કઈક પાય
હાશ! નો ઉદ્દગાર સૌના મોં એ સંભળાય
વાહ! જળ છે તારો વૈભવ તું તો બધામાં સમાય
💦💦🍁🍁💦💦

🥴ઓશિયાળો🥴
મારું જીવન મારું વર્તન
કોઈક ને ગમતામાં હોય
કોઈક ની ફિકરમાં હોય
કોઈકને કેવું લાગશે તેમ હોય
ઓશિયાળો છે મારું વર્તન

મલંગ હું, છે મારાં વિચાર
અશોક હું, છું શોકથી દૂર
આનંદ હું, છું વાસનાથી દૂર
અટલ હું, છું અપેક્ષાથી દૂર
મસ્ત હું, રહું મારામાં છે આચાર

તું છે મારી સાથે તે બહુ થયું
ગલી માં ભટકવું તે બહુ થયું
અંચિમાં કાઢ્યો વખત તે બહુ થયું
ચળસા ચળસી કરી તે બહુ થયું
અધીરો અંતર્મુખ થાવ હવે બહુ થયું

ગલીપચી થાય ઢાળ ચડતા ઉતરતા
વસવાટ વિસ્તાર વધારે ને વધારે
અર્થ ઉપાર્જન યત્ન વધારે ને વધારે
નાટક વધે અંત વગર વધારે ને વધારે
થાક લાગે છે બીપી ચડતા ઉતરતા

લોભ ને થોભ મનડું સ્વીકારે તો બસ
આંખો પોતાના પ્રતિબિંબ આપે
સારાં નરસાથી દૂર સરળતા આપે
સ્વભાવને સમજવા ફુરસદ આપે
કરુણા કંપન કહાન સ્વીકારે તો બસ
🌹🌹🍁🍁🌹🌹

⭐ફેરફાર⭐
સૂરજ ઊગે સાથે વાદળો રંગ બદલે
ઉમંગનાં વાઘા પહેરી ને આશ પલકે
પંખીની સવારી રોજી રોટી માટે વિહરે
પનિહારી પ્યાસ ની પરબ લઈ નીકળે
દફ્તર લઈ બાળકો ઊછળતું નીકળે
અર્થ ઉપાર્જન કરવા ને ટોળુ જળકે
ફેરફાર નવા જુસ્સાને ભરતો મલકે

ડૂબે ના ડૂબે ને સાંજ કેસરિયા દેખાય
ક્યાંક ભૂરી પાલવ બંધાતા દેખાય
ઘેરો રંગ પંખીઓ સંગ અસ્ત થતો દેખાય
ઘેર પહોંચવા ઉતાવળે પગે ચાલતા દેખાય
સંતાનો હુંફાળો પ્રીત રીત કરતો દેખાય
રળ્યા ખળ્યા કોઈકની વાટો જોતા દેખાય
અંતે તો સાથે મળી સૌ ગમ્મત કરતા દેખાય

શીતલ લહેરખી લઈ ચાંદની પ્રસરે
ગેબી અંધકાર માં ચાંદ અજબ વિચરે
પિયુ ને આશ પાસ રહે પ્રિયે જશ્ન રે
રોમાંચ ની થાય વાત થાય બધું મજરે
અગાશી ઉપર કોઈ નભે જુવે હક્કરે
ક્યાંક સેવાય છે સ્વપ્નો અતરંગી રે
છે બધા ગમતા ફેરફાર સહારે સહારે
🍂🍂🍁🍁🍂🍂

🍂તું છે🍂
દર્દ નાં વાદળોમાં ઘેરાયેલો છું
ને અચાનક મુખે હાસ્ય ફરકાઉ છું
તારા ભીના ભીના અહેસાસમાં છું
તું છે, તું મારા શ્વાસ શ્વાસ માં છે

નામ લીધું અમસ્તું, તે સ્નેહાળ બની ગયો
ક્યારેક ન સમજાયું છતાં હ્રુદયસ્થ બની ગયો
મારાં અંગ અંગમાં સાથે છવાતો ગયો
તું છે, તું મારા શ્વાસ શ્વાસ માં છે.

ઘેલો થયો વાજિંત્રે લીધો સુરે લગાવ્યો
શબ્દ ઊગ્યા, ગીત બન્યું સુરે લગાવ્યો
સ્પંદન થયું કંપન થયું આંખે આંજન લગાવ્યો
તું છે, તું મારાં શ્વાસ શ્વાસ માં છે

અધીરો બની પરિઘ છોડી તારે સુધી પહોંચ્યો
આંખોમાં તસ્વીર રાખી ને તારે સુધી પહોંચ્યો
અર્જુન બની એકીટસે તને પામવા સુધી પહોંચ્યો
તું છે, તું મારાં શ્વાસ શ્વાસ માં છે
🌹🌹🍀🍀🌹🌹

🧠 અહમ્ 🧠
નાના નાના અહમ્ વધ્યા છે હવે
નાના નાના અણગમા વધ્યા છે હવે
કોણ જાણે ક્યાં થી ક્યાં અટકશે હવે
સર્વ અહી પોત પોતાના માં છે હવે

સંત સાધુ શ્રમણ શ્રમણી બધા નાં ચોકા અહી
ધાર્યું ના થાય તો બેફામ બધા થાય અહી
ધર્મની પ્રભાવના એડે મૂકી સૌ બિન્દાસ્ત અહી
સમુદાય ને ગૂંચવણ માં રાખી સૌ પાકે અહી

માબાપ હોય તો લાલ આંખ કરે પણ ખરી
તેની શરમે થોડું શિસ્ત આવે પણ ખરી
લગામ ખેંચી ભૂલ ને સમજાવે પણ ખરી
સિંહ માફક થોડું હટી ઊભા રહેવાનું કહે ખરી

જાહેર માં નીકળી ગાળા ગાળી કરી શું શોભે અહી
સાધુ સંતો ને છીછરું બોલો શું શોભે અહી
આર્ય બન્યા ત્યારે તેના નિયમોથી શોભે અહી
ગમે તે હોય ઘરની અંદર સમાધાનથી સૌ શોભે અહી
🙏🙏🍂🍂🙏🙏
(થરાદમાં થયેલ ઘટનાને વેદના સભર)

🌹છોડું છું🌹
તું છોડ કે ના છોડ, હું મારું છોડું છું
ક્યાંક કોઈકે શરૂઆત કરવી પડશે
હું જ કા ‘ પહેલ ના કરું લે છોડું છું

દંભ મને ગમે ના છું હું સીધો સાદો
અટવાય ને જઈશ ક્યાં અહીં છે વાટો
જત ત્યાંથી નીકળી થવું હું સીધો સાદો

ગમાડવા માટે નહિ સાચુકલા થવું છે
બધાય માટે પારદર્શક રહી કરવી છે વાતો
બહુ થયું બધું પકડી શું હવે થવું છે

ગયેલી ક્ષણ પાછી આવે છે જ ક્યાં?
રેત મુઠ્ઠી ને છોડે તે નાતો રહે છે ક્યાં?
આવા ઢાંક પીછોડા કરી જવું છે ક્યાં?

કડવું કડવું કરવું છે પણ કડવું છે ક્યાં?
જીભ ને લાગ્યા છે ચટાકા છે અસર એની
બાકી તો મીઠાશ છે બધે તે શોધે છે ક્યાં?
🥲🥲🌾🌾🥲🥲

🌹મસ્ત 🌹
કિનારે બેસી આ વહેતી નદી જોયા કરું
પંખીના ટોળા ને આકાશમાં ઉડતા જોયા કરું
પર્ણ, ફૂલ ફળ વૃક્ષમાં અંકિત થતા જોયા કરું
વાદળોમાં પાણી ભરાય બને મેઘ ને જોયા કરું
દર્શક બની થતું હાય તેને જોયા કરું

વિચાર આવે તેને અડપલા ના કરાય
આવે તેને જવા દેવાય બીજું કંઈ ના કરાય
અસ્પૃશ્ય રહે તેમાં મજા, પોતાના ના કરાય
હું અલગ તું અલગ તેના ભેદ કરતા કરાય
સમજાય આટલું તો, ચિતમાં ફેરફાર જણાય

છે બધું રહે બધું પણ છે પોતપોતાના માં મસ્ત
અસ્તિત્વ બધાના છે અલગ, રહે પોતાનામાં મસ્ત
પરમાં પર્યાય શોધીએ સ્વ માં કેમ રહેવાય મસ્ત
પોતાનું છે તે રહે પોતાનું તેમાં રહેવાય મસ્ત
આ સમજાય જાય તો ફકીર બની રહેવાનું મસ્ત
🍁🍁🍀🍀🍁🍁

🌹હળવા એટલા ઉપર 🌹
લીંબુ પડે પાણીમાં તળિયે બેસે લીંબુ
ઘનતા ઘણી પાણી ચીરી બેસે લીંબુ
ફોરા પાણીમાં આરામથી બેસે લાંબુ
પાણીમાં ડૂબી જતુ ભારેખમ લીંબુ

ઉઠવું છે લીંબુ ને તરી જવું સપાટી પર
વિચાર એક આવ્યો વહ્યો સપાટી પર
ભળ્યું મીઠું પાણીમાં ને ડોલ્યું કઈક સપાટી પર
માત્રા વધી ને હવે લીંબુ ચાલ્યું સપાટી પર

થયો ચમત્કાર લીંબુ ચાલ્યું ઊર્ધ્વ તરફ
ચિત્ત દૃષ્ટા બની જોય આ અલગ તરફ
વિચાર છોડાય તો જવાય શૂન્ય તરફ
ચિત્ત ચાહે તો રહે તરે ચિદાનંદ તરફ
🌹🌹🍁🍁🌹🌹

🧠અનુકરણ 🧠
અનુકરણ થી સફળતા મળે તેવું કાઈ નથી
કોઈકના વિચારો સ્વયં ને અનુકૂળ પડે તેવું કાઈ નથી
તાસીર જુદી જુદી એક સરખી ગોળી ચાલતી નથી
બાબત ગમે તે હોય એક સરખી લાઠી ચાલતી નથી

મહાવીર, બુદ્ધ,રામ કૃષ્ણ સૌ નામ જુદા
માનવ થી મહા માનવ બનવાની યાત્રા છે જુદી
તેઓ સ્વયં માં રહ્યા સ્વયં તેમના અનુભવ જુદા
પ્રક્રિયા જુદી પુરુષાર્થ જુદા પહોંચ્યા સૌ જુદા

ગ્રંથો લખાય આગમો લખાય, વાત મુકાય
સઘળું આસપાસ છે તે સૌ સમજીને મુકાય
નિર્દેશ હોય, ક્યાંક ખાલી જગ્યા હોય કોઈ સંબંધ હોય
સમજવું પડે ઉપયોગ રાખવોય પડે ત્યારે પરિણામ હોય

સમય સાહસ પુરુષાર્થ પોતાના હોય
સાપેક્ષ સમજવા નૈતિકતા સ્વમાં હોય
બહુ જાજી પિંજળમાં તરબરતા ન હોય
તો સ્થિતપ્રજ્ઞતાની ગતિ અબઘડી હોય
🌋🌋🌾🌾🌋🌋

મારા માં તું તારા માં હું
છીએ એકમેકમાં તું ને હું.

હસ્ત રેખા જુદી તારી ને મારી
છતાંય વાત રહી છે તારી ને મારી

ભેંકારમાં પડઘા પડે તે સાદ પોતાનો
ઘડી તે પલભરની તેમાં સાદ પોતાનો

તારી પાયલ ને સુરમય બંસરી મારી
થયો સરગમ જામે સંગાથ તારી મારી

આવેલ પળ ને નિભાવી છે બિન્દાસ્ત
અહેસાસ ભરતો જાવો છે બિન્દાસ્ત

અધૂરા રહી ને નહિ પૂર્ણતાને માણવી છે
ભાગ ભાગમાં નહિ પૂરી ચિત્રપટ ને માણવી છે
❤️❤️🌹🌹❤️❤️

પૂરા દિલથી…..🧠
હવે ગુસ્સે થતાં પણ ક્યાં આવડે છે
હપ્તે હપ્તે ગુસ્સો કરવો પરવડે છે
પછી હરેક વખતે માફી માંગતા આવડે છે
પૂરા દિલથી ક્યાં કશું કરતા આવડે છે

રજકણ સૂરજ થવાને જાય છે તેમાં તપે છે
પછી તેની સામે થાય છે ને ખાલી ભ્રમણા સેવે છે
ખોખલા પણું ચતું થાય છે હાથમાં ક્યાં કાઈ આવે છે
પૂરા દિલથી અહી ક્યાં કશું આવે છે

બધું મને આવડે છે તે પારંપરીક અહી ગોઠવાયું છે
ખાડામાં પડે તોય નમાઝ પઢું છું કહેતા આવડ્યું છે
આપણે કરી શકીએ ને આપણે જ છીએ તે જ સમજાયું છે
પૂરા દિલથી અહી ક્યાં કશું નિભાવ્યું છે

બસ ચંકેડા કર્યા ને પગ તેમાં મુક્ત ગયા
દાવ કાંકરી થી રમ્યા જીત્યા તો અધિકૃત થયા
જગ્યા ખાલી પડી તો પચાવી પાડી તેવા હોંશિયાર થયા
પૂરા દિલથી નહિ અહી પરાણે ગમતા થયા

પૂરા ભાવથી અહી ભક્તિ પણ ક્યાં થાય છે
ભક્તિથી જ્ઞાન નો ઉઘાડ ક્યાં તેનો સ્વીકાર થાય છે
બેઠા ત્યારે એના ઉભે સ્મશાન વૈરાગ્ય થાય છે
પૂરા દિલથી અહી ક્યાં કશું થાય છે
🔥🔥🌋🌋🔥🔥

ચાલવું છે આગળ 🚶🚶🚶
અધૂરપ ને વખોડી ચાલવું છે આગળ
પૂર્ણતા છે તે માની ચાલુ છું આગળ
સ્વભાવમાં રહી ને ચાલુ છું આગળ
સ્વયં ને ઓળખી ને ચાલુ છું આગળ

ગયેલી ક્ષણ સાથે પ્રીતડી રાખું નહિ
વ્યક્તિ સાથે આશક્ત બની રહું નહિ
ઝાંઝવાના ઝળ સાથે રમત રમું નહિ
પ્રત્યેક પળ મારી કોઈની દખલ ચલાવું નહિ

દીવા પર ભારી મેઘ ને પવન બંને છે
તોય ઝલે છે સંયોગ ને ફાનસ બંને છે
આભાર સભર સ્વભાવ નિશ્ચય બંને છે
વ્યક્તિત્વ અસ્તિત્વ નાં ચાલમાં બંને છે

રાધા ને કૃષ્ણ છે એક ભક્ત બીજા ભગવાન
રાધા લીન છે માધવમાં ને શ્વાસે છે ભગવાન
બંસરી ની સરગમ રાધા તો ટેરવે છે ભગવાન
છે દોડ અંતર ભણી રાધા પામે છે ભગવાન
🌹🌹🌾🌾🌹🌹

🍄ગયું તે ગયું🍄
ગયું તે ગયું રહ્યું તે પોતાનું
સંપર્ક હતો તે બહારનો
રહ્યો વહ્યો ને પછી ગયો
રહ્યું અહી જે છે તે પોતાનો

ધમપછાડા છે તે ક્ષણભંગુર
અસલમાં છે અહમ્ નાં પછાડા
કઈક કહીએ ને તે જ થાય કેમ મનાય
રહ્યું તે પોતાનું બાકી ક્ષણભંગુર

હઠ ની આદત હવે પડી ગઈ કાયમ
દગો આપે તે કેમ સાંખી લેવાય
આટલું અમથું પણ સામ સામે
છોડ ને બધું, કર જે, પોતાનું કાયમ

રાગ દ્વેષ છે વળી ઉધઈ સમાન
હું નો પેંચ ઊડતી પતંગ સમાન
કપાય જાય તો રહે માંજો એકલો
રહ્યું તે પોતાનું બાકી બધું રાખ સમાન
🍁🍁🌹🌹🍁🍁

🔥વીર 🔥
તને ખબર ના પડે મોટાની વાતમાં
તારી હેસિયત નથી સાંભળવા મળે
ભલે છે પરની વાત પણ લાગી આવે
સામન્ય છીએ સહમી જવાય વાતમાં

વામણ વંટોળ વાયુ ફરકે છે જોરમાં
અફવા આફત અકળામણ છે ઘટમાં
ઘૂસ્યા તો લાગે છે દુઃખ મલકમાં
સામન્ય છીએ માની લેવાય જોરમાં

અહી તો વાડ બંધાય વિચારોની
આમ ના કરાય કેમ કરાય, છે લંગર જાજી
ગમે ના ગમે તે આ જ પ્રમાણે હોય છે પરોંજણ જાજી
ચુંમાય ને બેસી રહેવું પડે, છે કતાર વિચોરોની

બી બી ને જીવવું તે ખિસકોલી જેવી અફડાતફડી
ક્યાંક પોતાની ઉપર શ્રદ્ધા રાખી જીવી લેવાય
ખોવું નથી મળ્યું છે આ જીવન જડીબુટ્ટી
વીર બની નીખરવું છે છોડી આ અફડાતફડી.
👍👌👌👍

💤મુક્ત થઈએ💤
જ્યારે જ્યારે દુઃખ જોવ છું
હ્રુદય ને કંપી ઉઠતું જોવ છું
લાચાર બની આ ચિત્રપટ જોવ છું
આ અનુભૂતિ નો અહેસાસ જોવ છું

ક્યારેક ક્યારેક એમ થઈ આવે છે
આ પારાવાર દુઃખ શાને આવે છે
શીખવા મળે તે પહેલા ઘણું આવે છે
અંદરથી કઈક તૂટે છે તેવું આવે છે

બીજા પર વિતે પણ પોતાનું લાગે છે
અંદર કઈક ધબકતું પોતાનું લાગે છે
છે દેખીતી ઉપાધિ તે પોતાનું લાગે છે
જોતા રહેવુ પાલવે ના પોતાનું લાગે છે

માની લઈએ કર્તા ભાવ માંથી મુક્ત થઈએ
છે આકરું પણ થાય છે કે મુક્ત થઇએ
દૃષ્ટા બની વ્યવહાર પાળી મુક્ત થઈએ
કરું છું તેમાંથી હટી મદદ કરી મુક્ત થઈએ
🍁🍁👌👌🍁🍁

🍂જીવડો🍂
હલક ડોલક વેચાંતો છે આ જીવડો
ક્યારેક આમ ક્યારેક તેમ ફરતો જીવડો
કોઈ નહિ કોઈનો થાય નહિ આ જીવડો

જીવડો ચાલે ઊંચે આકાશમાં
કોની માટે કોને ખબર દોડે આકાશમાં
સદાય તૃષ્ણા ને શોધતો આકાશમાં

ક્યારેય પોતાના થઈને પરમાં સજીને
ઈસ્ત્રી ટાઇટ પહેરેણ માં સજીને
ઠાવકાઈ રાખી વાતોનાં ડપકા સજીને

એના ભગવાન પોતાના કામ સુધી
પછી તું કોણ સ્વાર્થ નાં કામ સુધી
પલટી જવું, ફરી જવું નિષ્કામ સુધી

જીવડાં તને જાણું છું છે તું એવો ને એવો
ધોતી માંથી પેન્ટ સર્ટ છતાંય તું એવો ને એવો
હવે તો સીધો વર્ત, કે રહેવું છે એવો ને એવો.

માનું છું સહેલું નથી સ્વભાવમાં જવામાં
આજે નહિ તો કાલે વળવું પડશે સ્વભાવમાં જવામાં
લે કર નિશ્ચય સ્વાગત છે સ્વભાવમાં જવામાં
🌹🌹🍂🍂🌹🌹

🍀હા રે હા🍀
લીધેલ વેણ તેમાંથી ના હટવું ના હટવું
છું હું આર્ય વચન થી બંધાયેલો છું
લીધેલ તે થવું ત્યાં સુધી ના હટવું ના હટવું

સૂરજ ઊગે વાદળની એની ફિકર નહિ તે નહિ
કઈક આશા ચોમેર ફેલાવે છે તેનો સ્વભાવ
ઉગી જવું છોડી બધું બાકી બધું નહિ તે નહિ

બી વવાય ત્યારે ખબર હોય શું થવાનું છે તે છે
ઊંચે કેટલું જવાનું કેટલું ફેલાવાનું સુનિશ્ચિત અહી
કાં કેરી, કે પછી લીમડો તે થવાનું છે તે છે.

ચૈતન્ય સ્વરૂપ છે મારો સ્વભાવ હા રે હા
બધું છોડી નિર્મળ બની ઓગળી જવું હા રે હા
છું તું ને હું એક ક્યાં છીએ અલગ હા રે હા..
🌹🌹❤️❤️🌹🌹

🌹કાં મૂંઝાવું🌹
ભરું છું, ડરું છું, જીવું છું, મરું છું
આ એક અવતાર હું કેટલું કરું છું
ઉડું છું, પડું છું, મહેંકું છું, પ્રસરુ છું
આ એક અવતાર હું કેટલું કરું છું

સ્વભાવ ને વાળું છું, સમજાવું છું
મનને મનાવવા કઈક ને કઈક કરું છું
છે જ્ઞાન ત્યાં તે જોવ છું, સ્વીકારું છું
મનને મનાવવા કઈક ને કઈક કરું છું

મૌન તે પરવડતું નથી તેથી બોલું છું
છે વાત મુદ્દાની તેથી કઈક કરું છું
ફૂલ મહેંક ને પવનની દોસ્તી બોલું છું
છે વાત મુદ્દાની તેથી કઈક કરું છું

ટપકી જવું, ચહકી જવું બહેંકી જવું
છે સંજોગ તેમાં તે હરખાય ન જવું
ગબડી જવું, ટાળી જવું નીકળી જવું
છે સંજોગ તેમાં તે હરખાય ન જવું

નિરંતર રહેવું, અવિરત રહેવું સ્થિર રહે મારું મારી પાસે તે કાં મૂંઝાવું
અંદર રહેવું સત્ રહેવું જાગૃત રહેવું
રહે મારું મારી પાસે તે કાં મૂંઝાવું
🍂🍂🍀🍀🍂🍂

🪷 ગંજીફો🪷
ગંજીફો પિસ્તો જાવ છું
મળેલ પતા ને રમતો જાવ છું
ખેલ છે ખેલમાં રમતો જાવ છું

બાજી ક્યારેક મારી ક્યારેક તારી
દિન સારો ખરાબ અહી હિસાબ સારી
અફડાતફડી જામે છે આખી રાત સારી

પીસાય પતા ને ભાગ્ય સાથે પીસાય
સાથે સાથે કેટલાય સ્વપ્નો પીસાય
જીવન નાં પગધાર અહીં પીસાય

રણનીતિ રસ્તા બને આ ટેબલ પર
દેશની તકદીર ખેલાય આ ટેબલ પર
કોઈકના ઘર ખેલાય આ ટેબલ પર

આમતેમ ડોલતું સ્વરૂપ આ ગંજીફામાં
કેટલું ધરી દીધું અમથું આ ગંજીફામાં
વિકાર વિકૃતિ વિસ્તરે આ ગંજીફામાં

જીવન સમાય સંકેલાય હરેક દાવમાં
પરમાં પોતાનો પર્યાય શોધે હરેક દાવમાં
મિથ્યા ભરાય થાય ફોક હરેક દાવમાં

આ સ્થૂળ ગંજીફો કેટલું હલાવે અહીં
છોડને પાછા સ્વભાવમાં ઠરીએ અહીં
વાળ પલાંઠી ચાલે ધ્યાન ધરીએ અહીં
🌾🌾👍🌾🌾

🍁દાતરડું🍁
દાતરડું ને સોનું કરે વાતો તાજુ માજુ
કહે દાતરડું હથોડી થી ઘડાવ અવાજ કરે જાજુ
કહે સોનું મારાં પર પડે હથોડી ન અવાજ આવે જાજું
ત્યારે વિષાદે ભરાય દાતરડું રડતું રડતું બોલે
અમારાં તો અમારાં જ ટીપે શું તને બોલું
તમારી જાત જુદી ભાત જુદી તે વિવેક રહ્યો
અમારી જાત એક ભાત એક તેથી અવાજ રહ્યો

છે આપણાં આપણી સાથે તેના છે ભેંકાર અવાજો
સમજે પણ રહે એવા ને એવા આ ભેંકાર અવાજો
આવું તો હોય પાણી હોય ત્યાં વમણ થાય ખરો
છોડી દઈએ મજધારે જ્યા, ત્યાં વમણ થાય ખરો
એક ઘસાય જાય ચંદન નાં ગુણ હૃદયે રાખીને
કિંમત ની અપેક્ષા અલગ અલગ હૃદયે રાખીને
ત્યાંતો ભાંજગડ થાય, કરવાનું, દૂર હ્રુદય રાખીને

મુલાકાતો વધી, વધ્યા વ્યવહાર પણ પારદર્શકતા ક્યાં?
સ્વાર્થની પૂર્તિ બાકી છે નિર્મળતા કયા?
મારું તે મારું લાગે માળે તારું મારું તે ચોખ્ખાઈ ક્યાં?
તોફાન દરિયાઈ તેમાં મોજા જાજા લહેર અપેક્ષા કેમ ર…

🍁આનંદ તે આનંદ 🍁
કોઈને રોકવાનું, ટોકવાનું, કહેવાનું ક્યાં સુધી?
છે બધા હોશિયાર તોયે હાંકવાનું ક્યાં સુધી?

વિચારવાનું હોય તો પોતાનું વિચાર ફરક પડશે
પરનાં વિચાર ગંદકીના ખોબોચિયા શું ફરક પડશે?

ધાર્યું ધારણ મજબૂત હોય તે પ્રમાણે થાય
બહારના હવાતિયાં રહેવા દે, થાય તે પ્રમાણે થાય

જોતા રહેવું પ્રક્રિયા ને તો નિરાંત એક વેંત છેટું
ભળ્યો એમાં રાગથી તો તણાવ એક વેંત છેટું

નિર્ગુણ માં ગુણ નો ભેટો છે તે સમજી લેવું
શબ્દ સાથે વિરોધાર્થી તેમાં બરકત નહિ સમજી લેવું

આનંદ ને આગળ પાછળ કાઈ નહિ, આનંદ તે આનંદ
બસ તેમાં ઓગળી જવું તો સદૈવ આનંદ તે આનંદ
🪷🪷🌹🌹🪷🪷

🌷સમર્પણ🌷
પ્રભાત ઊગે ખૂલે આંખો આશ ઊઘડે
છે બધી ઘટના ક્રમ સાથે સાથે ઊઘડે

આશથી ઉઘડતી જિંદગી સાંજે થાકે
સ્ફૂર્તિ ને ક્યાંક વાંધો પડે પછી તે થાકે

સંઘર્ષ નો લે સથવારો પછી તે ભાગે
ઊભા કરે તણાવ ચાઈને પછી તે ભાગે

દરેકમાં હું ને આગળ પડતું રાખ્યા કરે
અથાણામાં મીઠું ચડિયાતું તેમ રાખ્યા કરે

ખેડાણ જ્યારે સાગરમાં કરવું તે ભાન રહે
સંઘર્ષ છોડી સમર્પણ લેવાય તે ભાન રહે

હૃદયમાં તો ભરાતું હોય તે ભરાય
તે તો પરમ ઇશ નો તેમાં ગમે તે ન ભરાય

મિલાનોત્સવ નો જ્યા છે મહિમા મુખ્ય
ત્યાં તો સમર્પણ નાં ધ્યાનનો મહિમા મુખ્ય
🌹🌹💯💯🌹🌹

🚶હાંકલ મતદાતા ને🚶
મારો દેશ અનોખો દેશ ગમતો દેશ
લોક નિરાળો ભાત નિરાળો રંગ નિરાળો
ભાત્રું દેશ માતૃ દેશ પિતૃ દેશ સૌનો દેશ

તેના સુકાન લોક ચુંટે તે ગમતાં ને ચૂંટે
ઢબ નિરાલી સૌ કોઈ તેને સ્વીકારે
નીકળે ટોળે ટોળા સૌ લોકતંત્ર ને ચૂંટે

ગલી ,રસ્તો ગામ શહેર ભર્યા ચકાચક
સૌની આંખો શોધતી ચહેરા તે ચલાવતો દેશ
બસ એકબીજા ભળતા જાય છે દૃશ્ય ચકાચક

સવાર તાજી, ધોમધખતો તાપ ને શમી સાંજ
છત્રી હાથ પંખો લઈ દોડે પોતાના મત કાજે
છે અધિકાર તે માણે જતાવે નમતી શમી સાંજ

વ્યક્તિ પક્ષ બધું સમજી સમજી ને જાણે
કોણ બળવાન, કોણ ચાલક અહી કુંડળી કઢાય
પછી દબાય બટન બધું પાકું કરી જાણે

કદમ મિલાવી પ્રગતિ મિલાવ છલાંગ ભરવા
સોનાની ચકલી નો દેશ વિકાસ ભરતો જાણે
હૈયે સૌ સ્વપ્નો દોડે સૌ આશ ભરવા
🍂🍂🌾🌾🍂🍂

🍂નિરાંત 🍂
ભય ભોંકાય છે ભય લઈને
વધુ વિચાર છે ભય લઈને
છે તે નિશ્ચિત થઈને રહેવાનું
તેની ઉજાણી કરતા રહેવાનું

એક સત્ય છે તે મૃત્યુ તે આવવાનું
છોડીને જવાનું કઈ સાથે ન આવવાનું
દોડી ને એકત્રિત કરવાનું કોને કીધું
છે તે વાપર બાકી ભેગુ કરવાનું કોને કીધું

સાગર છે તો લહેર છે પણ સાગર ને ફિકર ક્યાં?
મન છે તો ભય છે બિન્દાસ્ત સ્વીકાર ફિકર કાં?
મૌલિકતા ને છોડ સહજ માં વસવું
વ્યર્થ છે બધું માની પોતાના માં વસવું

ભય નિર્ભય શબ્દની બની ગૂંથણી
તે ત્યાં જ સુધી ન કરીએ હૃદયે ગૂંથણી
થઈ રહ્યું છે તે થવાનું જોવામાં છે નિરાંત
એટલું સમજાયું તો આખી જિંદગીની નિરાંત
🌾🌾🍀🍀🌾🌾

🍁 આપણું 🍁
બધું છે આપણું તે રહે તે આપણું
સૌ સારાં તે વર્તન તે છે આપણું
દર્પણ છીએ તેમાં જે દીસે તે આપણું
આપણું છે, આપણું ઊગે, છે તે આપણું

અલકમલક નાં સ્વભાવ છે તે છે
અલપજલપ ની ઘટના છે તે છે
લપકજપક વીતે ચિત્રપટ છે તે છે
આવકજાવક માની લેવું છે તે છે

દેખાય સારું તો રચાય સારું અહી
ગુલાબ કમળ ઊગે છે સારું અહી
કાંટા કિચળ માં રૂપકડું ખીલે સારું અહી
સૌરભ શોભન માણે સૌ સારું અહી

પરંપરાથી મુકત યાત્રી સ્વવિચારો નાં
ભૂત ભવિષ્ય થી મુક્ત સ્વાવિચારોના
અમે તો રસ્તો બનાવ્યો જે અમને ગમ્યો
લવલીન છીએ અંતરમાં સુવિચારો નાં
🪷🪷🍂🍂🪷🪷

💯 પૂર્ણતા 💯
જીવન વલખે પૂર્ણતા
આ ઝંખના છે પૂર્ણતા
સ્વની સમજણ તે પૂર્ણતા

ગલી ગલી ભટકીયા કરીએ
મળ્યું કાઈ નહિ બસ ભટકિયા કરીએ
કેમ ખબર નહિ મનડું ભટકિયાં કરીએ

સમજાય નહિ દોષારોપણ થયા કરે
દરેક ઉદ્વેગ હૃદયે લેવા મનને થયા કરે
બેચેની બહારની અંદર ઉકળાટ થયા કરે

સ્વભાવ તો નહતો આવો ક્યાંથી ચેપ આવ્યો
મારાં માં કઈક થયું ઓછું આહવાન થી ચેપ આવ્યો
પ્રવેશ નિષેધ ત્યાં કોઈ બારીથી ચેપ આવ્યો

બહુ થયું બહુ ભોગવ્યું લઈએ યુ ટર્ન
સંકેલી બધું સ્વ તરફ લઈએ યુ ટર્ન
પૂર્વગ્રહનાં પડદા તોડી લઈએ યુ ટર્ન
🍁🍁🍂🍂🍁🍁

🌾ભૂખ 🌾
છે બધું મારી પાસે છતાંય અશાંત છું
કોણ જાણે શું થયું પણ અશાંત છું
મારો વ્યવહાર ચોખ્ખો તોય અશાંત છું
કોઈના લીધા નથી, દીધા નથી છતાંય અશાંત છું

કમાયો છું એટલું કે ખરીદી શકું છું
વિચાર આવ્યો ત્યાં ઉડાન કરી શકું છું
કોઈને કાંઈ પણ કહી હું કહી શકું છું
છે મારું આકાશ મારી ધરતી કંઇપણ કરી શકું છું

તોય બેચેની વધતી ચાલી છે એમ ને એમ
કઈક ખૂટતું હોય તેવું લાગે એમ ને એમ
ઈચ્છા પ્રબળ મેળવવાની જાગે છે એમ ને એમ
ના ખૂટતું સાગર ની જેમ વધે છે એમ ને એમ

યાદ આવે સિકંદર નીકળ્યો જગ જીતવા
મૃત્યુ ને ઓળંગી અમર પટ્ટા ને જીતવા
મારું મારું કરે જીવડાં ને જીતવા
ને રહી ગઈ મુઠ્ઠી ખાલી હારવું પડ્યું જીતવા

જ્યાં ચાહત છે ત્યાં આગળ ભૂખ છે
મળતું જાય ને છતાંય જીતાય નહિ તે ભૂખ છે
મૂળ સ્વભાવે જવા માંડતું હ્રુદય તેય ભૂખ છે
પછી ભૂખ ને છોડી શાંત સહજ થવું તે વિમુખ છે
🌹🌹🍁🍁🌹🌹

💨 પણ 💨
છે દ્વંદ્વ પણ ચાલે નિરંતર
ઘડી આમ ઘડી તેમ ચાલે નિરંતર

ઉઠું જાગુ રોજ લઈ નવી સમસ્યા
ચગડોળ નવું ભેગી લાવે સમસ્યા

પહોંચું તેના સુધી ત્યાં રાહ બીજું બેઠું
એક સાંધુ ત્યાં તેર તુટે કઈ કેટલું વેંઠું

નિરાંતની પળો લાગે નિત્ય છેટી ને છેટી
તૂટી જાવ તેની પાછળ તોય છેટી ને છેટી

મોકળાશે વિચારું થાય છે આમ કેમ
ભેગાં જવાબો મળે આપોઆપ આમ તેમ

હરણી જોય એક ઉમંગ મનને દીઠો
છલાંગ ભરે નવી આશા મનને દીઠો

ગડબડ તૃષ્ણા અંતરમાં ભરેલી કરે છે
પતાવતનો માર્ગ અંતર માં રહી કરે છે

લહેરો પર બેસી સાગર તરાય પણ જવાય
સમજણ એટલી આવે તરાય પણ જવાય

માર્ગ માં ચાલીએ તો ચોકડી ને પાર કરી શકાય
પલંગ પર બેસી નકશા દોરી પાર ન કરી શકાય

સાવ નવા નક્કોર બની આવીએ તો
પાંખડી માં પ્રવેશ કરી શકાય આમ તો
🌹🌹🍁🍁🌹🌹

☝️હું ને હું જ એક☝️
નવી સવાર, નવો સૂરજ, નવી આશા
નિત્ય નિરંતર પુરે ફલે છે નવી આશા
આગંતુક બની ને ઊભો છે તારે દ્વારે
સ્વીકારે તો તોરણ હરખના તારે દ્વારે

આ ધરા પર પગરવ થયો ત્યારથી જ
કઈક બિબાની બહાર નો છું ત્યારથી જ
મારું લક્ષ્ય મારી અન્વેષણ કઈક જુદું છે
હું છું તે ચિત્રપટ નિરાળું કઈક જૂદું છે

મારો સ્વભાવ મારું સહજ સ્વરૂપ છે
પરમાનંદ સહજાનંદ સહજ સ્વરૂપ છે
હું આકાર બાહ્ય ગમે તે લઈ શકું છું
વ્યવહારે પર્યાય નોસાથ લઈ શકું છું

નિસ્પૃહી નિજાનંદ કાઈ સ્પર્શે નહિ મને
અવઢવ માં રહું નહિ ગંદવાડ કાઈ સ્પર્શે નહિ મને
એક છું એકત્વ ભેરુ સાથે ભળી શકું
કેડી મારી છે નિશ્ચય મારો અનુભવ મારો તે હું જ કરી શકું
🌹🌹🍁🍁🌹🌹

🍂વિચાર નું વૃંદાવન🍂
ઘડીક નો આવેલો વિચાર ઘડીક માં જતો રહ્યો
આવન જાવન લહેરોની જેમ જતો રહ્યો
ખબર નહિ પરિપકવ નહિ હોય તેથી આમ થતું હશે
અજબ ગજબ નું છે વિચારનું તેથી આમ થતું હશે

કઈ લેવા દેવા નહિ છતાંય પરેશાન કરે આ વિચાર
હિંમત વગર હિંમત ભરતું કરે આ વિચાર
તેને પોતીકું બનાવી કરે સંઘર્ષ જીવન પર્યંત
પછી ઉભુ કરે તણાવ રહે અહમ્ જીવન પર્યંત

કહેવાય છે વૃક્ષ જેવું જીવાય તો રહે ભરપૂર જિંદગી
તેને ડાળીઓ , પર્ણ ફૂલ ને ફળ લાદે રહે ભરપૂર જિંદગી
પણ ખબર ક્યાં,વસંત પછી પાનખર તેતો છે નિયતિ
લીલાં પછી સૂકું તે તો વ્યવહારે ઍ જ છે નિયતિ

પ્રસન્નતાથી ટેવાયેલો છું આ ખદબદ આવ્યું ક્યાંથી
વગર મફતની ઉપાધિ ભાર લઈ આવ્યું ક્યાંથી
અહમ્ ને છોડી સમર્પણ સ્વભાવ ટકે તેમાં છે મજા
ભાગેડું બની ને નહિ સર્વજ્ઞ ઓગળી જવા તેમાં છે મજાં
🪷🪷🌾🌾🪷🪷

🍁અબઘડી🍁
તને પ્રેમ કરું છું તેનો દસ્તાવેજ ન હોય
અહેસાસ પરિપૂર્ણતા બસ પૂરતું હોય

અંતિમ ચરણ પરાકાષ્ટા નો તે અતિશય હોય
તીવ્રતા જ્યારે ચારેયકોર ત્યાં બસ સચોટ હોય

થોર કાંટા સાથે હોય છતાંય ત્યાં લીલાશ હોય
જ્યાં પ્રેમ છે અતૂટ જ્યા ભીનાશ ત્યાં લીલાશ હોય

પ્રપંચ આ યાત્રા માં હોય જ નહિ તે પૂરતું છે
જે બોલીએ તે વર્તન માં હોય તે જ પૂરતું છે

સરળતા સહજતા તે ગુણ છે જ ગળથૂથીમાં
તેં પ્રસ્તુત થાય પ્રગટે સ્વભાવત ગુણ ગળથૂથીમાં

હું નો ખોદકામ અબઘડી થાય ને હું ઓગળે અબઘડી
સામાન્ય બને જીવન યાત્રા આનંદપૂર્ણ અબઘડી
🌷🌷🍀🍀🌷🌷

🪷બધું🪷
આપણે જ આપણું બગાડીએ છીએ
શ્વાસ ઉચ્છવાસ બગાડીએ છીએ
શબ્દો ગમે તે વાપરી બગાડીએ છીએ તણાવ આવે ને બધું બગાડીએ છીએ

મન તો શેકચલી છે આમથી તેમ હાલે
બેસે નહિ જગા પર તે ગમેતેમ હાલે
ઉધરસ આવે છીંક આવે ગળફા કાઢી હાલે
ડુસકા ભરે થાક લાગે ફરિયાદ કરતું હાલે

ચંચળતા જાણે વસી ગઈ છે અંદર
ધૈર્ય નું બાસ્પીભવન થયું છે અંદર
કોણ જાણે કેવી આદત થતી જાય અંદર
કે સ્થિરતા ઠામુકી અસ્થિર બની અંદર

ઉપાય શોધું છું ઠેકાણે કરું અહી બધું
સ્વભાવ ને નિરાંતે સમજુ અહી બધું
સમય જાય તો ભલે જાય સરળ કરવું બધું
કોઈ પૂર્વગ્રહ વગર શીખવું છે અહી બધું
🍂🍂🍀🍀🍂🍂

🌾જુદા – જુદા🌾
અન્વેષણ જાત માટે તો કેટલું સારું
જમાના સાથે મતલબ નહિ પોતા સારું
બસ પોતાનાં માં મસ્ત પોતાના સારું

અંધકાર પોતાનું કામ કરે પૂરી વફાદારીથી
તેને પરવા નહિ રોશનીની રહે વફાદારીથી
સમસ્ત માં રહે સમસ્ત ને રાખે પૂરી વફાદારીથી

ફૂલ ને ફોરમ છે સાથે પણ છે જુદા જુદા
પર્ણ ને ફળ છે એક જ ડાળે છતાંય જુદા જુદા
દરેક ગુણથી ઊગે,ખીલે,ઊઘડે જુદા જુદા

છે તે હકીકત પણ સૃષ્ટિ સાથે સામન્ય
દંભ નહિ ડોળા નહિ થઈ જવું સામન્ય
બસ આમ જીવી લેવું જીતી જવું સામન્ય
🌹🌹🍂🍂🌹🌹

🍂મનોમંથન 🍂
ઉપાધિ એ છે કે બધું હૃદયે લેવાય છે
સુખ દુઃખ અહીં પરિપ્રેક્ષથી લેવાય છે

શાંતિની અપેક્ષા અહી બધાની હોય છે
તેના તરફની વફાદારી ક્યાં બધાની હોય છે

ગોતી લો મને મારાં જ દાવાનળમાં
હૈયાની હોળી નાં લાકડાં ઓમ્યાં છે દાવાનળમાં

ફિકર માં પણ બાહ્ય હોય તે પણ ક્ષણિક
અંતર ક્યાંય છેટું ક્યાં છે મનને ખેંચાણ ક્ષણિક

જીતવા બેઠો આકાશ જે છે અમાપ
પછી ખાવ ગોથા,ને અથડાવ અમાપ

નિરંતર હાર્યો છું દરેક આવતી ઉપાધિમાં
સમાધાન હંમેશા કરતો આવ્યો છું ઉપાધિમાં

જ્ઞાન પિંપાશું સ્વભાવ ખળભળે અંદર
નવા નક્કોર બની કઈક ઉકળે છે હવે અંદર
🍀🍀🍁🍁🍀🍀

❓ક્યારે આવશે?❓
પ્રેમ કરું છું પ્રેમમાં રહું છું
મસ્તી કરુ છું મસ્તીમાં રહું છું
બેફિકર બની આજમાં રહું છું

ગઈ કાલ આવતી કાલ વચ્ચે જીવું છું ક્ષણ ક્ષણ વચ્ચે જીવતર ને જીવું છું
બેફિકર બની પોતાની સાથે જીવું છું

પત્તા બાતિયે ત્યારે હુકમનું પાનું ન પણ આવે
મુશ્કેલી પડે ત્યારે પોતાનું પાસે ન પણ આવે
થયું શું, સ્વયં સાથે વાટાઘાટો કરીએ તો હલ આમ આવે

જેની સાથે રહીએ તેના જેવા થઇએ
નટ સાથે રહ્યા તો સારાં નટ જ થઇએ
મનોરંજન છે મનની ખુશામત તે સમજતા થઇએ

બાવલું મન મનોભંજન સાથે ક્યારે આવશે?
નિરાકાર નિર્મળ નૈવેદ્ય છે તે ક્યારે આવશે?
પૂર્ણ છું છે સ્વરૂપ મારું ભાન આ ક્યારે આવશે?
🌾🌾🪷🪷🌾🌾

🪷છાજે નહિ🪷
મારાં બધા છે સારાં તે ભાવ સદા
પોતાના હોય ત્યાં વાદ વિવાદ હોય સદા
શાને કાજે ઘડીકમાં દુર્ભાવ આવે સદા

આ મેળાવડો છે સંપી ને રહેવાનો
ખબર અંતર પૂછી આનંદમાં રહેવાનો
ગમતાં રહી ને ગમતીલા રહેવાનો

શું કહેવાનું જ્યારે પોતામાં રહેવાનું
બાહર સંબંધો તે વ્યવહારમાં રહેવાનું
તેટલું સ્વીકારી એય મોજમાં રહેવાનું

અમથો હું નો લલકાર કાઈ છાજે નહિ
હું જાત સાથે બાકી બહાર કાઈ છાજે નહિ
શોરબકોર આ શાનો, સંભાળી લે, બાકી છાજે નહિ
🌹🌹🍁🍁🌹🌹

એકબીજા માટે……. 🌾
અમે અમારું ચેક લીસ્ટ બનાવ્યું છે
તમારા પ્રેમ એકરાર અહી માંગ્યો છે
જરા તે સામે ટીક કરી પરત માંગ્યો છે

વોટ્સ એપ માં અમે જાતે ઠલવાયા છીએ
અતિશય માં ટેગ કરી અમો ઠલવાયા છીએ
સાવ ઓગળી જાતે અમો ઠલવાયા છીએ

જમાના એ કેટલુંય સમજાવ્યું પણ રહ્યા અટલ
તારી સાથેની ચાહત અકબંધ રહ્યા અટલ
મિલનની ઘડીઓ સમયના કાંટે અમે રહ્યા અટલ

સૌભાગ્યવંત ઘડીમાં તારો જ સાથ
અમારે ક્યાં જોઈએ ફેસબૂક નો સાથ
બસ હુંફ નિરંતર રહ્યો સૌ સાથ સાથ

એકબીજા સાથે જોડાયા તેમાં છે બઘું
જ્યારે આ હાર્ટ કબૂલે ત્યારે તેમાં છે બધું
જરુરત નહિ બસ આદતમાં રહ્યું છે બધું
🌹🌹❤️❤️🌹🌹

💪અહંકાર💪
અહંકારને પાડી દવ, મિટાવી દવ
આ બણગા ફૂંકતી વાતો જ છે
એક ને છોડુ ને બીજું પકડું આ જ છે
રહ્યા ત્યા જ ને વટથી કહીએ મિટાવી દવ

નિરર્થક સંઘર્ષ મચ્યો છે મનની અંદર
મનને મજા છે ઈચ્છે ગૂંચવણ વધે
ચાલે ધંધો તેનો તે રહે ફૂલીને ફાંદકો
વિખાતું જાય સ્વયં ને ઉભરે બેચેની અંદર

સરળ જીવતર ને થયું છે શું આ બધું
બેલગામ દિશાહીન પગરણ ભરતું
રોજ ઉઠી ને ઉપાધિ લઈને ફરતું જીવ
કારણ વગર ભ્રમણ કરે જીવતર આ બધું

કહીએ સહજ છું તે તો અહંકાર મુખવટો
જાજુ એમાં દમ નહિ છે સમયની બલિહારી
નાના પાયે ઊછળતું રહ્યું સહ્યું હુપણું
જ્યાં કોઈ રોકટોક નહિ ખાલી રહ્યો મુખવટો

દીવો પ્રગટે ઉજાસ ને અવકાશ મળે
અંધારું છે પણ પ્રકાશ અહી પાંગરે છે
સમજ ભળે તો દીવો ને અંધકાર બંને સમજાય
અહંકાર સમજાય દૃષ્ટા બનાય તો સ્વયં મળે
🌹🌹🍁🍁🌹🌹

🧑‍🦯ચાલ્યો🧑‍🦯
ક્યારેક આવતાં આંખમાં આંસું
ભીની સંવેદના નહિ તો બીજું શું છે?
પરિણિતી માં પામી જવું છે તે આંસુ

આજીજી મેળવવા પ્રભુ પાસે ગયો
પ્રશ્ન થયો મને ગમે છે મારા પ્રભુ?
ગમ્યો તેથી ચિદાનંદ પ્રભુ બની ગયો

કરું છું તે ક્રિયા પણ તેમાં ભાવ ભળે
સમભાવે દર્શન સત્વ નાં થઈ ના શકે?
આટલું થાય તો આયખું સત્ માં ભળે

જગત જીતવા લો આ સિકંદર ચાલ્યો
તે જીત્યો પણ પોતાનો જીવ જીત્યો ખરો?
સમજાયું પોતે પોતાને જીતવા તે ચાલ્યો
🌾🌾🍁🍁🌾🌾

🍄રાગ – દ્વેષ🍄
રાગ દ્વેષનાં આ ભરડામાં હું ઊભો છું
નક્કી શું કરવું આ પ્રશ્નાર્થ માં ઉભો છું
દેખાતું સહેલું પણ તણાવ માં ઉભો છું

જડ પરની જમાવટ જામી છે જ્યાં
પદાર્થ પર રાગની શિથિલતા છે જ્યા
ગમતું છે તે માત્ર ભ્રમણા તે સાબિત થયું જ્યાં

રાગ મારી વસ્તુ પર નિરંતર બદલતી રહે
ફરમાઈશ નિત્ય નવી નવી ઉઘડતી રહે
સંતોષનો કોઈ છાંટો નહિ બસ વધતી રહે

બીજો ઊભો છે દ્વેષ બાજુમાં મંઈ હેરાન કરે
કોઈને સારો દેખી કેટલીય મન સંતાપ કરે
સ્પર્ધામાં સફળ થતું કોઈ મન કકળાટ કરે

પદ કોઈ લે અને રેળાય તેલ તે મનમાં આનું શું કરવું
દ્વેષ જીવતું જગત્યુ કરાવે આનું શું કરવું
કાવાદાવાની થાય જમાવટ ઊગે રઘવાટ આનું શું કરવું

વૈરાગ્ય રાગદ્વેષ માટે થાય તો મજા હી મજા
થાય છે સમજ મા આવે તો મજા હી મજા
સમજ સમભાવ માં પ્રગટે તો મજા હી મજા
🪷🪷💐💐🪷🪷

🌱ગોતી લો 🌱
હું છુપાયો છું મનની માયા જાળમાં
હું છુપાયો છું ગેબી વાર્તાની જાળમાં
છે રહસ્ય ભરેલી જીવન યાત્રા મારી
સતત કરોળિયા માફક ફસાવ જીવન જાળમાં

વિચારો ભરે ઉડાન,પંખી માફક ગગનમાં
તરંગો રચાય, સાગરની પેતાળથી ઉભરે લહેર જાણે
ગણિત છે તર્ક છે ચોક્કસ એક આકાર છે
યાત્રા ચાલી છે શિયાળ ની લુચ્ચાઈ લઈને

ખોવાયો છું ગુંચવાયો છું ગોતી લો
અભરખા આનંદના ખોવાયા ગોતી લો
આત્મસાત કરવા કરવું શેથુકનું મળ્યું છે
દરેક વખતે નાપાસ થયો છું ગોતી લો
🌹🌹🍁🍁🌹🌹

🌾નિશ્ચય 🌾
આવતાં વિચારોમાં ઘુસુ ક્યાં સુધી?
આ ખદબડવું, આ તડપવું ક્યાં સુધી?
આવે છે તેને જાવા દે ખોટી શળી કા ‘ કર?

ગૂમડાં ને પંપાળી મોટું કરે ક્યાં સુધી?
વેદના ને બૂમ બરાડા કરે ક્યાં સુધી?
વાવેલું છે તે પ્રગટ્યું છે તે ફરિયાદ કા ‘ કર?

ગતિ છે, મતિ છે, વધી છે, હવે બહુ થયું
ચક્રવાંક દિશાહિન દોડવું , હવે બહુ થયું
શ્રવણ માં સત્વ વાણી કર આચરણ હવે બહુ થયું

સ્થિરતા રહે અકબંધ છે આટલો નિશ્ચય
તે રહે નિરંતર સદૈવ છે આટલો નિશ્ચય
ડગલું ભર્યું પરમ પામવાં છે આ પાક્કો નિશ્ચય
🌹🌹🍁🍁🌹🌹

🦶આવવું છે🦶
આ શું ચાલી રહ્યું આસપાસ
બધે હારજીત ચાલી આસપાસ
સૌ કોઈ સફળતા પાછળ દોડે છે
પ્રક્રિયાનો ના કોઈ મહિમા આસપાસ

ધમાલ મચી છે કાવાદાવા રચાય છે
જીતવા માટે અહી શું શું રચાય છે
માયાવી નગરીમાં અંજાય જવું સહેલું છે
ભ્રમણામાં ભ્રમિત નકામા સેતુ રચાય છે

આ બાહ્ય નગરી જેમાં ગણતરી ભેગી ચાલે
સોદાબાજી સટ્ટાબાજી અહી ભેગી ચાલે
ફાયદા નુકશાન નાં અહી વેપારી છે સૌ
સ્વાર્થ ને કેન્દ્રમાં રાખી કામના અહી ભેગી ચાલે

ભૂલવું છે બધ્ધું ફરી પોતાની પાસે આવવું છે
આનંદના ઉત્સવમાં હળવા થવા આવવું છે
ખેલાડી બની ખેલદિલી બરોબર દેખાડવી છે
બસ પ્રસન્નતા ની ચરમ સીમા પર આવવું છે
🌾🌾🌱🌱🌾🌾

🌾પહોંચ્યો છું🌾
તારાં પગલા ઓળખી તારા સુધી પહોંચ્યો છું
તું હ્રુદયમાં પ્રગાઢ વસ્યો તે તારા સુધી પહોંચ્યો છું

હું તો હતો ખાલીખમ તે મને કર્યો છે ભરપૂર
પળે પળે તને સમરું છું તે મને કર્યો છે
ભરપૂર

ગઈકાલ ને આજમાં ફરક છે એટલો જ માત્ર
તું કાલે ય દિલમાં અને આજે ય પણ દિલમાં માત્ર

આંખોને સ્પર્શી હ્રુદય માં તે વસવાટ કર્યો છે
હવે આમતેમ થયા વગર તારામાં વસવાટ કર્યો છે

તીર ભોંકાયું છે ને સ્પષ્ટ થયું છે આજ
મારામાં કઈક ફેરફાર થયો છે આજ

હવે ઋતુઓની ફિકર નથી મને, છું સ્થિર
એકદમ તને ગાતા ગાતા ભક્ત બન્યો છે સ્થિર
🌹🌹❤️❤️🌹🌹

🌹આનંદ 🌹
મારી દુનિયા છે બહુ સાંકડી તેને દેખું બારીએથી
સાથે છે પરંપરા પૂર્વગ્રહ તેનાથી દેખું બારીએથી

ઝંખના ખેવના એક સાથે ભરતી લે વિચારોમાં
મૌલિકતા ગુમાવતો જાવ પળે પળે વિચારોમાં

દરેક પરિઘે મેં મને માર્યો છે અહીં
સરખામણી કરતો આવ્યો છું અહીં

માંગતો ફરું છું કારણ છે આકાંક્ષા તાજી તાજી
વર્તાય ક્યાં આનંદ જ્યાંથી નીકળે આનંદ તાજી તાજી

ભીખારી છે સૌ કોઇ છે સૌની કોઈ માંગ
માંગ માંથી ક્યાં ઉપજે છે ચિદાનંદ ની માંગ

ગોકીરો કરવાથી કાઈ ના મળે બસ તે તો તે જ રહે
આનંદ થી આનંદ નીકળે ને તે તો સદૈવ તે જ રહે
💤💤💦💦💤💤

🧠ધારણાં 🧠
મારી આદતમાં ઘુસાડું ધારણાં
આ તોલમાપ કાયમ કરતું ધારણાં
બંધિયાર ને બાંધતું જતું ધારણાં
નવી ઉપાધિ ઉપજાવતા ધારણાં

મારાં કાર્યમાં મારી ધૈર્ય માં મારા વીર્યમાં
પ્રભાવ પાથરતું સંકલ્પ સજતું મારાં માં
સંકુચિત સાનિધ્ય ઈર્ષ્યા નાં ઈયળ લાવે મારા માં
કાયા કલપ પૂર્વગ્રહ પૂર્વક પાંગરે મારામાં

બનાવુ ભગવાન બનાવુ મહાત્મા છે ચોક્કસ પરિમાણ
મેં મારા ધારા ધોરણને ખાત્વ્યા તે ચોક્કસ પરિમાણ
ધારણાં વસે છે ગાજે છે સંવાદે છે ચોક્કસ પરિમાણ
સાગર ને ખાબોચિયું કરતું જાય ચોક્કસ પરિમાણ

મુક્ત નથી પરવશ છું મારાં જ ઢાંચા માં
ધ્યાનથી દૂર શૂન્યથી દૂર પ્રસરું છું ઢાંચામાં
ગમો અણગમો છે મજબૂત કાયમ ઢાંચામાં
ધારણાં થી દુર ક્યાં છું હું તો છું એક ઢાંચામાં
💨💨☝️☝️💨💨

🌹અબોલ જીવોને અંજલિ🌹
કોયલનું કુંજવું પિયુ ને યાદી આપે
વળી કાગડાભાઈ પિતૃ ની યાદી આપે
મોરનો ટહુકાર વરસાદની યાદી આપે
પક્ષીઓ કુદરત માં ભળી મધૂર્તાની યાદી આપે

સિંહ ગર્જના કરે શૌર્ય ભરી આપે
વાઘ ચિત્તા ત્વરિતતા ભરી આપે
ગાય પવિત્રતા ની પાવનતા ભરી આપે
પ્રાણી જગત એક નવો ઉત્સાહ, દિશા ભરી આપે

બોલતા નથી તેને રેહસી નાખવા
નબળા ને અબોલ ગુલામ કરી નાખવા
સ્વાર્થની પરાકાષ્ટા શખતાયથી વાઢી નાખવા
કેવા થઈ ગયા છીએ ફરતા ફરિયે વાઢી નાખવા

પ્રેમની પરબ અમે શેરીમાં ગલરીની ગોખમાં મુકીશું
તેમાં તૃપ્તિ, તેમાં સહિષ્ણુતા, રાહતો તેમાં મુકીશું
મારા અબોલનું સુરક્ષા નું કવચ તેમાં મુકીશું
અમે અબોલ બની મૈત્રી ભાવ નો વ્યવહાર તેમાં મુકીશું.
🪷🪷🍁🍁🪷🪷

🍁હળવું થવું છે🍁
કાં શોધું બાહર જે છે મારી અંદર
હડધૂત થાવ છું બહાર તોય ન જાવ અંદર
આ શેની છે અફડાતફડી ડોંક્યું ન કરું અંદર

મારાં ભ્રમિત ભગવાન ને શોધું પહાડની ટોંચે
શોધું તેને મંદિર, મસ્જિદ ગીરજાઘર નાં. ગોખલે
ભૂલી ભીતર લીલાશ ને શોધું પહાડની તોંચે

છે ધર્મશાસ્ત્ર, છે વાણી પણ તેથી શું?
સાથે છે અંકિત પૂર્વગ્રહ સંગ્રહિત તેનું શું?
અહી સૌ વિભાજિત થાય તેનું શું?

જે દ્રષ્ટિ ઉઘાડ આપે તે મૂર્તિ હોય માનવ હોય તેય બસ
જે પોતાનું જાણે પોતાનાપણું જાણે તેય બસ
આખું વિશ્વ અંદર ધરબાયેલું છે તે જાણે તેય બસ

બહુ થયું બહુ વીત્યું થવું છે સૌ હળવું
નકામા મગજના થોથા ને બહાર કાઢવા છે
એટલું થયું તે જંગ જીત્યા બસ થવું છે સૌ હળવું
🪷🪷🌹🌹🪷🪷

🌹ભગવાન 🌹
ભગવાન ને હું શોધું છું.
બહારની દુનિયામાં મહી
મળે નહિ ક્યાંય તે અહી
તું તો રહે ભીતર માં અહી

તુતો છે અમારાં જેવો અમારાં મહી
છું તું એક માનવ તે તું માનવ મહી
ઉમંગ માં છે તું ઉત્સાહમાં રહે મહી
સર્વજ્ઞ તારો સ્વભાવ સર્વજ્ઞ છે મહી

રાગ તને સ્પર્શે નહિ દ્વેષ તને ફાવે નહિ
હું જ સાચો કહે નહિ સત્ય અંશ સૌમાં મહી
અહંકાર છેટો અહી સરળ ભાસે મહી
વિકારથી મુક્ત સહજ વહેતો મહી

ફૂલોની સંવેદનાઓ તે પકડી શકે
સાગર ની લહેરો ને પારખી શકે
પ્રેમ કરુણા સૌ માટે એક સરખી રહે
તે મારાં પ્રભુ સદૈવ મારામાં રહે

ગમાં ને અણગમા તેના ખ્યલોથી દૂર
નીતરતો રહે પોતાના મહી સર્વથી દૂર
ચિંતનમાં રહે મનનાં વિકારથી ઘણા દૂર
સર્વમાં રહે વસે ઠરે છતાંય સર્વથી દૂર
🍁🍁🌾🌾🍁🍁

🧑‍🦯ચાલતો રહેજે🧑‍🦯
ચાલતો રહેજે હળવે હળવે ચાલતો રહેજે
મળ્યું છે તેને વાપરવા ચાલતો રહેજે

ભલેને તકલીફો આવી ચડે રસ્તે ચાલતા
ડગલું ભર્યું છે હવે ડર શાનો રસ્તે ચાલતા

અંદર ભરી છે ઊર્જા તેને કામે લગાડું
જે પડ્યું છે તેને ઉજાગરમાં લગાડું

મારો વિકાસ સુનિશ્ચિત છે મને તેની ખબર
જ્યાં દિશા સાચી હોય તે ક્યાંથી રહે બેખબર

શુભ અશુભ પુણ્ય પાપ તે તો છે રમત રમકડાં
ચિદાનંદ માં છીએ, ના ફાવે આ રમત રમકડાં

કર્તા નો ભાવ આ તો તૂટતો જાય છે ભલા
સાક્ષી બની સંશય આપમેળે દૂર થતો જાય છે ભલા

આ અહીં આવ્યા પછી સમજાણું છે ઘણું બધું
થાય છે તે થયા કરે છે હવે સમજાયું છે ઘણું બધું
🍂🍂🌱🌱🍂🍂

🌾ફુલાય જવું🌾
કોઈ બે શબ્દો સારાં કહે ને ફૂલાય જવું
છે ને ચાલે છે ઘટનાક્રમ જીવન પર્યંત
ને પછી તેને જ અછાજતું બોલતા જવું

લેવા દેવામાં કરતો જાવ કકળાટ અસહ્ય
ટેવ પડી ગઈ સૂકી રેંત માંથી પાણી કાઢવાની
અપેક્ષાની પરાકાષ્ટા ને વિસ્મૃતિ બને અસહ્ય

અમથે અમથું જે છીએ તેનાથી વધુ દેખાડીએ
નક્કી કામ કઢાવવાની છે આગોતરી તૈયારી
નહિતર અહી કોઈને વાઢીને સારાં દેખાડીએ

સાંબેલાના ઘા થી પીસાય જવામાં શું ફાયદો
અહી બારિકના પૈસા મળે વ્યથા ને ક્યાં માન છે?
જેટલું ઝીણું લીસું થાય તેમાં તો છે ફાયદો

રમત રમાડે રામ તે પ્રમાણે નાચ્યાં કરે
રામ ને વેચવા નીકળી પડ્યા તે મનાય સંપન્ન
નર્યો વિચાર મારો ફાયદો મારો ને નાચ્યાં કરે
🌹🌹🍁🍁🌹🌹

🍂અમારી યાત્રા🍂
છે મારી યાત્રા ભીતર ભણી
રહેલા સ્વભાવને જાણવા ભણી

સાથી સાથે છે તે તો નિમિત્ત કહેવાય
સમજવામાં રુચિ કરાવે તે રીત કહેવાય

લાંબો સાથ સહવાસ શુકનવંતો છે
કઈક કેટલુંય થઈ ગયું શુકનવંતો છે

વાણી સ્વાધ્યાય સાથે કર્યું તેની રાહત છે
પગથારે હાંશકરો મળ્યો તેની રાહત છે

ફરતો કોઈ આકાશ નથી બસ હું ને તે
ક્યારેક તેનું સ્વીકારું સત્વ મળ્યું તે

મેઘધનુષ નાં સપ્તરંગી અમને ઓછા પડે
જીવતર માં પ્રસન્નતા નાં પગરણ પડે

હળવું લાગે ગમતું લાગે સહિયારી સમજણ આવે
સ્નેહ સહજ સમર્પણ ની સજ્જતની સમજણ આવે

મજાનું જીવન છે મજાનું જરઠ છે
શુદ્ધતા આપમેળે થતી જાય તે જરઠ છે

ગયેલું તેને યાદ નથી કરતા અમે, ભલે ગયું
વર્તમાનની પળો છે સર્વોપરી, બાકી ભલે ગયું
❤️❤️💐💐❤️❤️

🌋સ્વપ્ન 🌋
વિસ્તરતો સંસાર છે આ સ્વપ્ન
ના હોય તે છે કલ્પનામાં રચતો સ્વપ્ન
અહીંથી ત્યાં, ત્યાંથી અનંત છે સ્વપ્ન

કાંઈ લેવા દેવા નહિ બસ વિસ્તાર વધારે
અહીં ખર્ચાય જાય શ્વાસોશ્વાસ વધારે
મળે કાઈ નહિ બસ ભ્રામિક એષણા વધારે

છલાંગ ભરાય આંખ ઉઘડે ત્યાં બધું તુટે
અજ્ઞાનતા નાં ઠીકરાં ઝીંકાય ત્યાં બધું તુટે
હતું સ્વપ્ન લોભામણું રાજીપો ત્યાં તુટે

હું જ કરું છું ને હું નહિ હોવ ત્યારે શું
જગતનો તાત મારા થકી દુનિયા શું
ખમ સમજાશે, ખોલ આંખ બીજું શું

વિકાસ વિસ્તાર માં અભિપ્રેત છે સ્વપ્ન
રંગોની વિવિધતા માં ડોકિયું કરે સ્વપ્ન
માત્ર ફેરો ફરકાવે પછી અંગૂઠો બતાવે સ્વપ્ન

રહેવું છે દૂર ધ્યાન ને લીધું સથવારે
ભૂલથી આવે સાક્ષી ને રાખું સથવારે
છું દૃષ્ટા, ધ્યાન રહે અવિરત સથવારે
🌾🌾🪷🪷🌾🌾

💯સમજી શકાય💯
જિંદગી જીવવાની હોય છે
પછી મારતાં જીવો કે જીવંત
બસ જીવન જીવવાની હોય છે

સાંબેલામાં પીસાતી હોય છે પળ પળ
તંબોલાના આંકડા તે ગાંઠતા ના હોય
ત્યારે જિંદગી માંગે હિસાબ પળ પળ

સુઝે નહિ કરવું શું અને થશે શું બાદ
ઘાંચી નાં બળદ સમાં ફરતા રહીએ
બેમતલબ જીવાય તે કારણ શું બાદ

પરખ પોતાની અરીસા સામે મંગાતી હોય
પોતાનું મૂળ પોતે શોધે તો યાત્રાની ખબર પડે
બાકી પર પાસે પોતાની ઓળખ મંગાતી હોય

ખેડું બનીએ ત્યારે માટી ની ઉપજ સમજી શકાય
તેમાં ક્યું વૃક્ષ લાગશે તે નક્કી થાય
સ્વભાવ ને જાણીએ ત્યારે સમ્યક્ત્વ સમજી શકાય
🌹🌹🍁🍁🌹🌹

🌾ઘણું બધું થઈ જાય 🌾
ચગે છે, ફરે છે આમતેમ ભટકે છે
જંગલી બાવળ મન ગમેતેમ ભટકે છે

નથી દિશા નક્કી નથી દશા નું ઠેકાણું
બંધન મુક્ત પવન ક્યાં હોય છે ઠેકાણું

કોઈકવાર કોઈની માટે તે મરી ફિટે
કોઈકવાર ઘાયલ શેર ની જેમ વારી ફિટે

સુખ દુઃખ સંધિ વિગ્રહ છે પાસા વધુ કાઈ નહિ
વારે વારે ભોંઠા પડી ચાલીએ વધુ કાઈ નહિ

ગમતિલું થયું તો ઈચ્છે પોતાની વાહ વાહ
બાકી કોપાયમાન અહમ્ કરે વાહ વાહ

પોષણ ગેર માર્ગે જનારું હોય તો બીજું શું કરી શકાય
ટાઢા થઈને જોતા રહીએ તો ઘણું કરી શકાય

ક્યારેક કઈ ના કરીએ તેમાં ઘણું બધું થઈ જાય
બસ આટલું સમજાય જાય તેમાં ઘણું બધું થઈ જાય
🌹🌹🍁🍁🌹🌹

🧠ભાન – બેભાન🧠
વિચારતાં થાય છે કરીએ કઈ પ્રવૃત્તિ ભાનથી
ખાવા બેસીએ
રમત માં હોઈએ
વાતો માં હોઈએ
ઊંઘતા હોઈએ
ચાલતા હોઈએ
વાંચતા હોઈએ
લખતા હોઈએ
કામમાં હોઈએ
કરીએ પ્રવૃત્તિ એમાં આપણે ક્યાં?
જેમાં છીએ તેમાં છીએ શું ભાન થી

મૂર્છિત છીએ, અર્ધ નિંદ્રા માં ચાલે બધું
ગુસ્સે થાવ
હસતો થાવ
રોતો જાવ
ગાળો ખાવ
ગાળો દવ
મૌન થાવ
પરખતો થાવ
છેતરાતો થાવ
ઉઠે બધું બુદ્ધિ કરે પ્રશ્નો જાજાં
પ્રશ્નો છે શું હોય છે તે ભાન થી?

સમય ચાલ્યો, વર્ષો વીત્યાં બેભાન માં
આનંદ ભૂલ્યાં
ઉમંગ ભૂલ્યાં
ઉત્સવ ભૂલ્યાં
ઉજાસ ભૂલ્યાં
આવિષ્કાર ભૂલ્યાં
અવકાશ ભૂલ્યાં
ઉપસ્થિતિ ભૂલ્યાં
અસ્તિત્વ ભૂલ્યાં
આતમ નાં ભેરુ અમે ભૂલ્યાં ભાન થી
ને હવે શોધીએ નિરંતર તે બેભાનથી

બહુ થયું બહુ ગયું બસ પાછા વળવું છે
જેમાં છું તેમાં રહીશ સાવ ભાન થી
🍁🍁🌾🌾🍁🍁

🍁ચાલતો રહેજે🍁
લે ચાલ્યો અંતર ભણી અંતર રહી
પ્રકાશ પારખવા ચાલ્યો પ્રકાશમાં રહી

ઉબદ ખાબડ રસ્તા છે ગામડાં નાં રસ્તા
વિચારોની ડમરી ઉડે છે તે તકરાર નાં રસ્તા

દ્વંદ્વ ચાલે, મારું તારું ચાલે ગંદકી ભરાય
ઉદ્દેશ્ય વગર કપટ કકળાટ ને મેલું ભરાય

હતું જીવન સૌ સહેલું અહીંથી ત્યાં પહોંચવાનું
કરી બેઠાં શું મારી પાસે હવે ક્યારે પહોંચવાનું

આનંદ તો આનંદ નાં સરનામે મળે
છે અંદર જ સરનામું ગોતિયે તો મળે
🌾🌾🍂🍂🌾🌾

🪷પાપ – પુણ્ય 🪷
પાપ પુણ્ય તે તો નોખા ધર્મે ધર્મે
અહિંસા હિંસા ઘાટે જુદા ધર્મે ધર્મે
કોઈ જીવને આરોગે કોઈ તેને રોકે
ખોટા નથી કોઈ છે મતિ જુદી ધર્મે ધર્મે

છે વ્યવસ્થા અટકવા હાલતાં હાલતાં
પાછું વળવું ક્યાંકથી હાલતાં હાલતાં
અનુશાસિત રહેવું તે ઇરાદાથી પણ
પણ જડતા કા આવી હાલતાં હાલતાં

જીવન બટાય અહીં માણસે માણસે
તે સતત ભય સતાવે માણસે માણસે
કરવું શું ના કરવું શું તે દ્વિધામાં રહે
જો આ લાશો ફરે છે માણસે માણસે

ભેદ ના સમજાયો ધર્મ નો વિભાગે વિભાગે
જાગરણ ને મૂર્ચ્છા છે વિભાગે વિભાગે
ચરીએ છીએ કારણ વગર તે તો મૂર્ચ્છા
જાગરણ પોતાના માં થાય વિભાગે વિભાગે

શ્વાસ સાથે બેસવું જાગતાં જાગતાં
તે ધબકારા ને જોવું જાગતાં જાગતાં
કેટલાય પ્રશ્નો અમથે અમથા ઉકેલાય
બસ જીવન જીવાય જાગતાં જાગતાં
🍁🍁🌾🌾🍁🍁

🙏ગુરૂ પ્રવેશ🙏
મોસમ આવ્યો, વસંત લાવ્યો
ઉમંગ છવાયો, ઉત્સવ લાવ્યો

હવે જ્ઞાન ની વાતો આહી થશે
શંકા સંશય ના સમાધાન થશે

આ ઝુક્વા ની મોસમ આવી ગામમાં
નમ્ર બની શ્રવણની મોસમ આવી ગામમાં

નિયમો આવશે નિયંત્રણો આવશે
બધામાં પેલા અહમ્ નાં ભુક્કા બોલશે

દૂર થશે આશક્ત ને પ્રમાદ નાં ભાવો
ભીતરના જાગરણ થશે વધશે જ્ઞાતા ભાવો

વતેસર નહિ તર્ક નહિ બસ હ્રુદય બોલશે
મળ્યો હવે બુદ્ધિ ને વિરામ ભાવ બોલશે

ક્યાંથી અટલવી કેટલે અટકવું ગુરુ કહેશે
અધૂરપ ભાગશે પ્રશ્ન તૂટશે ને ગુરુ કહેશે

આ મોસમ ખામીઓ બતાવશે દિશા બદલશે
થોડો પુરુષાર્થ થોડું શ્રવણ દશા બદલશે

આવો ગુરુદેવ જો અમે લીલાશ નાં તોરણ લાવ્યા
ભીનાશ આપ પાથરશે અમે જીવતર સાથે લાવ્યા
🌾🌾🌹🌹🌾🌾

🌾કર્મ ફળ 🌾
કરેલા કર્મનો ફળ મલે તત્કાળ
રોપો તેવું લણો છે સીધો હિસાબ
છતાંય છે કોઇ ગરીબ કોઈ અમીર
છતાંય છે કોઈ દરિદ્ર કોઈ દમદાર
દેખાય ચિત્ર માં અસમાનતા તત્કાળ

મળે તત્કાળ તો વિભિન્નતા શા કાજે?
પૂર્ણવિરામ સ્થપાયું તોય વિભિન્નતા શા કાજે?
ભોગવી લીધું જવાબ મળી ગયો હવે શા કાજે?
રહે છે પદે તફાવત, દેખાય ભિન્ન ભિન્ન સ્વરૂપે
આ શું મચ્યું છે આગળ પાછળ ને શા કાજે?

સ્વભાવગત છે તે જ તો સ્વભાવ છે
સહજ સ્વરૂપ સ્વીકારાય તેય ઘણું છે
કર્મ ને ભેરુ બનાવી આશ્રય લેવાય છે
પલાંઠી વાળી પોતાનામાં જવાય તો
ખોજ માં છે પ્રકાશ તે જ તો સ્વભાવ છે
💐💐🍂🍂💐💐

🌷 આનંદ 🌷
આનંદ છે આનંદ છે
આ તો ધરતી પરનો આનંદ છે
તું જગાડે તેનો આનંદ છે
તું જીવાડે તેનો આનંદ છે
તું સુજાવે તેનો આનંદ છે
આનંદ છે આનંદ છે……

આ વહેતી નદી ભરપૂર
આ પંખીઓનો કલશોર
છે મસ્ત પિયુ પવન ભરપૂર
મેઘધનુષ નો ગુલાલ ચકચૂર
આનંદ છે આનંદ છે……

આ વૃક્ષ ની લીલાશ
આ પર્ણ નો પાલવ
આ ફૂલ ની સૌરભ
આ ફળ છે ભરપૂર
આનંદ છે આનંદ છે………

આ સ્નેહ મિલન
આ સહજ સ્વરૂપ
આ સમજ સમભાવ
આ સરળતા છે ભરપૂર
આનંદ છે આનંદ છે…..
આતો ધરતી પરનો આનંદ છે.

🌾જીવતર 🌾
એક જ વિચારનું અતિક્રમણ
ઘડાય એવો જ માનવ ફરી ક્રમણ

સત્ય ને અસત્ય બેસે બાજુ બાજુમાં
થાય છે અર્થ ને અનર્થ બાજુબાજુમાં

લાંબુ જીવન એટલે ફળદાયી નક્કી કેમ થાય?
નાની વાતો માં અહમ્ કોતરાઈ ત્યાં નક્કી કેમ થાય?

પૂછતો હોવ ક્ષણે ક્ષણે મને સુખી છું
અરીસા સામે સ્વયં ધ્રૂજતો હોવ, કેમ કહું સુખી છું

ક્રમ પ્રમાણે કર્યું હોય તેવું ને તે જ મળે
વાવો પીપળો ત્યારે આંબો કેમ મળે

વાત ગમે ત્યાંથી શરૂ થઈ શકે જ્યારે
સારાં છે બધા મારા માનીએ ત્યારે

રટણ નિરંતર સહજ સ્વરૂપ નું જ હોય
જીવતર માં નિજાનંદ ને પરમાનંદ જ હોય
🌹🌹🍁🍁🌹🌹

🔥ઊર્જા🔥
ખબર ક્યાં પડે છે કે રાગથી ભરેલો છું
જ્યારે દુઃખો સહુ છું લાગે છે ભરેલો છું.

ગૂંચવણમાં છું આ દુઃખ છે શું કે તેમાં વહુ છું
વિષય કષાય નું ભારણ છે શું કે તેમાં વહુ છું

ભૂલ મારી એટલી માનું નહિ સામે છે પરમાત્મા સ્વરૂપ
ભૂલી જાવ છું, હું છું તેવું જ ,છે સામે સ્વરૂપ

ઊર્જા છે પણ બધી છે કામ વાસના માં પ્રવૃત્ત
ઉઠવું છે ઉપર લગાડું ઊર્જા સિદ્ધિ માં પ્રવૃત્ત

વ્યાયામ નહિ યોગ માં લાગ્યું છે દિલ હરદમ
શીર્ષાસન કરી બેઠો ને ચાલી ઊર્જા ઊર્ધ્વ તરફ હરદમ
🌷🌷🍁🍁🌷🌷

🌹સંવર 🌹
પાકેલો છે રાગ છે દ્વેષ છે
ચોંટેલો છે તે મોહ ભરપેટ છે
પાકેલું તેતો ખરે નવા ને આવતા રોકાય
ચોંટેલા તે તો સળો કરે તેને કેમ કરી રોકાય?

લે ચાલ આવતાં કર્મો અટકાવવા ઢાંકણ બનાવીએ
કરવો છે આત્માને આત્મભિમુખ ઢાંકણ બનાવીએ
નવાં લાઈન ઊભા છે કર્મો અટકાવવા ઢાંકણ બનાવીએ
આ જ તો છે સંવર મુક્તિ માર્ગ માટે ઢાંકણ બનાવીએ
🌾🌾🍁🍁🌾🌾

🪷પરખ 🪷
આ મોંકાણ છે મારા પ્રમાણે કેમ ન થાય
હું જ સાચો તે માન્યતા છે પર્વતને ટોંચે
છે બુદ્ધિ સમજાવે બુદ્ધિ અલગ રીતથી
સંઘર્ષ ની પરિક્રમા તણાવ સહ વહેતી થાય

ખેંચતાણ માં અસ્તિત્વ અહીં જોખમાય છે
વંટોળ સામે ભિહ્ અહી બરોબર ભિડાય છે
દેહ છે નાનો બુદ્ધિ તો એનાથી વધારે નાની
હાંફી જવાય છે વારંવાર તે ક્યાં કોઈ ને દેખાય છે

રસ્તો મળ્યો છે, દિશા મળી છે તે પણ સાવ સાચી
ચાલવું છે નવું જૂનું સાવ કાઢીને શ્રદ્ધા રાખીને
એ જ બળ જોઈએ છે તે અંદર થી આવે છે
પોતાની પરખ પ્રગટે જાત વિલસે તે પણ સાવ સાચી
🔥🔥🍁🍁🔥🔥

💖તું છે ખાસ💖
છે તારાં વગરનું બધું અધૂરું
તું હોય ત્યારે લાગે બધું મધુરું

એ ઇસ્તો રમત હજી સાંભરી આવે
હું હારતો જાવ તું જીતે સાંભરી આવે

તારા ગુંજનમાં મારું વિશ્વ સમાય જાય
લાગે સાવ પોતાનું મારાંમાં સમાય જાય

ક્યારેક ઝાડને ફરતે બેસી તું મને અંગત કહે
લાગે હું જ નીવાડો લાવું છું એથી તું અંગત કહે

સૂરજ ઉગતા આશા ને ચાંદ જોય રોમાંચ ભરાય
તારા સહવાસ દરમિયાન શ્વાસમાં રોમાંચ ભરાય

વાત આપણી સીધી સાદી ને સમજાય જાય તેવી
તેમાં પણ લાંબુ જીવવા કોલ આપી દેવાય તેવી

તને શું કહું પ્રેયસી, પ્રિયતમા કે કઈક ખાસ
વિગત માં નથી પડવું પણ છે આપણા સંબંધ ખાસ
❤️❤️💘💘❤️❤️

👍છે નિશ્ચય👍
ઉગતે પ્રભાતે લે કર્યો નિશ્ચય
નવાં સોપાન ભરવોનો નિશ્ચય
નવાં ઉમંગ સાથે ડગ ભરવાનો નિશ્ચય

મારું વિશ્વ મારી આંખોમાં સમાય
મેં બાથ ભરી તે સઘળું મારામાં સમાય
નજર છે, તાકાત છે કે મારામાં સમાય

નવ રસ્તો, નવ દિશા બસ તેમાં લાગી જવું છે
સંઘર્ષ અથડામણ ને નજીકથી જોવું છે
આશની નવ કિરણ પ્રભાતમાં જોવું છે

મારું જીવન છે, જીવંત બની જીવવું છે
નાની ઘટના ને પર્વ બનાવી જીવવું છે
સ્વયં જીવનને મોટું બનાવી જીવવું છે
🌾🌾🏵️🏵️🌾🌾

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi