Q- મંત્રના અક્ષર કેટલા?
A-
૬૮

Q- મંત્રથી સંક્ષિપ્ત સૂત્ર કયું?
A-
નમોડ્‌હર્ત

Q- મંત્રમાં અનુસ્વાર કેટલા?
A-
૧૩

Q- મંત્રથી સંક્ષિપ્ત મંત્ર કયો?
A-

Q- મંત્રમાં પદ કેટલા?
A-

Q- મંત્રનું સુપ્રસિદ્ધ સ્તવન કયું?
A-
સમરોમંત્ર

Q- મંત્રમાં સંપદા કેટલી?
A-

Q- મંત્રનું સંસ્કૃતમાં સ્તોત્ર કયું?
A-
પર

Q- મંત્રમાં સ્વર કેટલા?
A-

Q- મંત્ર સાથે સંકળાયેલા પૂજન કયું?
A-
સિદ્ધચક્ર

Q- મંત્રમાં વ્યંજન કેટલા?
A-
૬૨

Q- મંત્ર સાથે સંકળાયેલ પૂજા કઈ?
A-
નવપદ

Q- મંત્રમાં ગુરુ અક્ષર કેટલા?
A-

Q- મંત્ર કોણ સાંભળી શકે?
A-
સંજ્ઞી પંચે.

Q- મંત્રમાં લઘુ અક્ષર કેટલા?
A-
૬૧

Q-મંત્ર કોણ બોલી શકે?
A-
બેઈન્દ્રિય જીવ

Q- મંત્રમાં કેટલા પૂર્વનો સાર?
A-
૧૪

Q- મંત્ર સાંભળી કયા તિર્યંચ તર્યા?
A-
સર્પસમડી

Q- મંત્રમાં કોને નમસ્કાર કરાયો છે?
A-

Q- મંત્ર સાંભળી કયો બાળક તરી ગયો?
A-
અમરકુમાર

Q- મંત્રમાં પાંચ પરમેષ્ઠિના ગુણ કેટલા?
A-
૧૦૮

Q- મંત્ર વારંવાર કોણ સ્મરણ કરતી?
A-
શ્રીમતી

Q- એક અક્ષરના સ્મણથી કેટલા પાપ નાશ પામે?
A-
સાગ

Q- લાલ રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
સિદ્ધ

Q- સિદ્ધ પરમાત્મા ક્યાં છે?
A-
મોક્ષમાં

Q- પીળો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
આચાર્ય

Q- એક પદના સ્મરણથી કેટલા પાપ નાશ પામે?
A-
૫૦ સાગ.

Q- સિદ્ધચક્રના આરાધક કોણ?
A-
શ્રીપાળમયણા

Q- સંપૂર્ણ મંત્રના સ્મરણથી કેટલા પાપ નાશ પામે?
A-
૫૦૦ સાગ

Q- નીલો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
ઉપાધ્યાય

Q- મંત્ર કેટલી નિધિ પ્રગટાવે?
A-
નવ

Q- નવકારવાળીના મણકા કેટલા?
A-
૧૦૮

Q- કાળો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
મુનિ

Q- મંત્ર કેટલા તીર્થનો સાર કહેવાય?
A-
૬૮

Q- સફેદ રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
અરિહંત

Q- મંત્ર સ્મરણ કેટલા શ્વાસોશ્વાસે થાય?
A-

Q- મંત્રનો જાપ કરવાનું સાધન કયું?
A-
નવકારવાળી

Q- મંત્રમાં દેવ કેટલા છે?
A-

Q- મંત્રનો જાપ કરવાનું પુસ્તક કયું?
A-
અણાનુપૂર્વી

Q- મંત્રમાં ગુરુ કેટલા છે?
A-

Q- મંત્રનો જાપ હાથ ઉપર કેવી રીતે થાય?
A-
શંખાવર્ત નંદાવર્ત

Q- કેટલા મંત્રનો જાપ તીર્થંકર નામકર્મ બંધાવે?
A-
લાખ

Q- મંત્રની રચના કોણે કરી?
A-
શાશ્વત છે

Q- મંત્ર કેટલી સિદ્ધિ દાતાર છે?
A-
આઠ

Q- કેટલા મંત્રનો જાપ નરકથી બચાવે?
A-
લાખ

Q- મંત્રની આરાધના કેવી રીતે થાય?
A-
એકાસણાથી

Q- મંત્રનું ધ્યાન કેટલા પલ્યોપમનું દેવાયું બંધાવે?
A-
૨૮૮૭૧૧/૫૯

Q- સિદ્ધચક્રની આરાધના કેવી રીતે થાય?
A-
આયંબિલથી

Q- નવપદના વધુમાં વધુ ગુણ કેટલા?
A-
૩૪૬

Q- મંત્રનું સ્મરણ કરી કઈ વસ્તુ સ્થપાય?
A-
સ્થાપનાજી

Q- નવપદના ઓછામાં ઓછા ગુણ કેટલા?
A-
૨૩૮

Q- મંત્રનું સ્મરણ કરી કઈ પ્રતિજ્ઞા લેવાય?
A-
સામાયિક

Q- ૧૪ પૂર્વ લખવા કેટલા હાથી પ્રમાણ શાહી જોઈએ?
A-
૧૬૩૮૩

Q- મંત્ર કયા યંત્ર સાથે સંકલિત છે?
A-
સિદ્ધચક્ર

Q- સંવત્સરીએ કેટલા નવકારનો કાઉ. થાય?
A-
૧૬૦

Q- મંત્રનું સ્મરણ ક્યારે થાય?
A-
ગમે ત્યારે.

Q- નવકાર મંત્ર કયા ક્ષેત્રમાં હોય?

A- ભરત-એરાવત (૧-૨-૬ આરામાં નથી)
-મહાવિદેહમા( સદા માટે )

Q- નવકાર મંત્ર કયા સૂત્રમાં છે ?
A- ભગવતી સૂત્ર-આવશ્યક સૂત્ર.

Q- નવકાર મંત્ર કેટલા દ્વિપમાં છે ?
A– અઢીદ્વિપમાં.

Q- નવકાર મંત્રના રચયિતા કોણ છે?
A– કોઇ નથી. શાશ્વત છે

Q- નવકાર મંત્રનાં કેટલા હજાર દેવો રક્ષા કરે છે ?
३५०००

Q- નવકાર મંત્રથી કેટલા જીવો તરી ગયા?
– અનંતા.

Q- નવકાર મંત્ર કઇ ભાષામાં છે?
– અર્ધમાગધી.

Q- નવકાર મંત્રમાં કેટલા સંઘ છે?
– ચાર સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા

Q- નવકાર મંત્ર નહિ ગણનાર કયા આરામાં જન્મ લે ?
– ૬ઠા આરામાં.

Q- નવકાર મંત્ર કચો મંગલ છે ?
– પ્રથમ મંગલ.

Q- વિધિપૂર્વક એક લાખ નવકાર ગણવાથી શું લાભ ?
– તીર્થંકર નામકર્મ બંધાય.

Q- નવકાર મંત્રમાં દેવતત્ત્વના કેટલા ગુણ છે?
– ૨૦

Q- નવકાર મંત્રમાં ગુરુતત્વના કેટલા ગુણ છે
-૮૮

Q- નવકારનું એક પદ ગણવાથી કેટલો લાભ થાય?
– ૫૦૦ સાગરના નરકના પાપ નાશ થાય.

Q- ૧૪ પૂર્વધર અંતિમ સમયે શું ગણે?
– નવકાર

Q- નવકાર વડે કચા કષાય પર હુમલો કરવાનો?
– માન કષાય

Q- ૧૦૮ નવકાર ગણવાથી શું લાભ થાય?
– ૫૪૦૦૦ હજાર સાગર નરકના પાપ નાશ થાય.

Q- નવકાર મંત્રની ચૂલિકા કચા છંદમાં છે?
– અનુષ્ટુપ

Q- નવકાર મંત્રના પહેલા પદમાં કઇ સિધ્ધિ છે?
– મહિમા

Q- નવકાર મંત્રની રોજ એક માળા બાધી માળા ગણવાથી
– ૨૫ વર્ષ નવલખો પૂરો થાય.

Q- સમરો મંત્ર ભલો નવકારના રચિયતા કોણ છે?
– ચંદુલાલ નાનચંદ શાહ

Q- નવપદમાં વાઈટ કલરના કેટલા?
– અરિહંત જ્ઞા.ર્દ.ચા. તપ

Q- એસો પંચ નમુક્કારોની ચૂલિકા કોણે બનાવી?
૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી.

Q- નવકારનો જાપ કરતા મનને શેનાથી ભાવિત કરવું?
– મૈત્રી ભાવથી

Q- નવકાર મંત્ર સર્વ આગમમાં કયા સ્થાને છે?
-મસ્તકના સ્થાને.

Q- નવકાર મંત્રમાં શેની આરાધના છે?
– તત્વત્રયીની (દેવ-ગુરૂ-ધર્મ).

Q- નવકારમાં કેટલા કાળના પરમેશ્વરોને નમસ્કાર થાય – -ત્રણે કાળના.

Q- નવકારને શું કહેવાય?
– મંત્રાધિરાજ.

Q- નવકાર મંત્ર છઠા આરામાં કેમ નથી?
-સાધુ-સાધ્વી અને ધર્મ નથી એટલે.

સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર એના મહિમાનો નહિ પાર, એના અર્થ અનંત ઉદાર. સમરો મંત્ર ભલો નવકાર…
સુખમાં સમરો દુઃખમા સમરો, સમરો દિવસ ને રાત, જીવતા સમરો, મરતા સમરો, સમરો સૌ સંગાથ. સમરો મંત્ર ભલો નવકાર…
યોગી સ્મરે, ભોગી સ્મરે, સમરે રાજા રંક, દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. સમરો મંત્ર ભલો નવકાર…
અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તિરથ સાર, આઠ સંપદાથી પર માણો, હરસિદ્ધિ દાતાર. સમરો મંત્ર ભલો નવકાર…
નવપદ એહના નવનિધી આપે, ભવભવના દુઃખ કાપે, વીરવચનથી હ્રદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સમરો મંત્ર ભલો નવકાર…

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2026. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi