અડસઠ તીર્થ યાત્રા
પદ-૧
નમો અરિહંતાણં
________________________________________
૧. ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ,
નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ.
હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરે,
ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.
________________________________________
૨. મો : શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી
ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે,
મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે.
શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે,
પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.
________________________________________
૩. અ : શ્રી અષ્ટાપદતીર્થ – ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ)
તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા,
ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા.
આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે,
ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.
________________________________________
૪. રિ : શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર) શ્રી નેમિનાથ સ્વામી
માલવ મનોહર દેશ જ્યાં રિંગણોદ મુકામ છે,
નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે.
દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા,
ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.
________________________________________
૫. હં : શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી
વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે,
હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે.
રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી,
ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.
________________________________________
૬. તા : શ્રી તારંગા તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી
ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો,
રાજ કુમારપાળે જ્યાં વિશાલ પ્રાસાદ કર્યો.
આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે,
ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૭. ણં(નં) : શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે,
નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે.
છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે,
ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.
પદ – ૨
નમો સિદ્ધાણં
________________________________________
૮. ન : શ્રી નર્દુલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી
નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી,
પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી.
અક્ષત અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે,
નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે.
________________________________________
૯. મો : શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
નિર્મલ નિરાલા પાર્શ્વ જિનવર કુમારપાલ ભરાવીયા,
જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા.
તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે,
આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૧૦. સિ : શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.) આદિનાથ પ્રભુ
શિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા,
કરજોડી વંદન જે કરે તે દુઃખથી બચત તદા.
ભવ બંધનોથી મુક્ત થઈને આત્મા શિવને લહે,
ચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે.
________________________________________
૧૧. દ્ધા : શ્રી ધાનેરા તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ પ્રભુ
જે રમ્યભૂમિગુર્જરા, પ્રભુ શાંતિ જિનનું ધામ છે,
ધાનેરામાં સૌમ્ય પડિમા દિવ્ય તેજ લલામ છે.
આનંદ કંદ અમંદ વિભુવર સકલ ગુણ વિશ્રામ છે,
શુભભાવ ચિદાનંદ કરવા કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૧૨. ણં(નં) : શ્રી નંદીશ્વર તીર્થ
શ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન
છે તીર્થ શાશ્વત વિશ્વમાં આ તીર્થ નંદીશ્વર જ્યાં,
શાશ્વત બિરાજે બિંબ ચૌમુખ આજ પણ છે જેમાં ત્યાં.
છપ્પન જિનાલયથી સુશોભિત ઈન્દ્ર સુર ઉત્સવ કરે,
ચિદાનંદ દ્વીપ અષ્ટમચરણમાં ત્રિયોગથી વંદન કરે.
પદ – ૩
નમો આયરિયાણં
________________________________________
૧૩. ન : શ્રી નવકાર તીર્થ (ગુજ.) શ્રી નવકાર પાર્શ્વનાથ
સરસ સુખદા તીર્થભૂમિ તીર્થનવકાર ધરા,
મોહની મૂરત બિરાજે વિમલ દૃષ્ટિ – ધરા વરા.
પરમેષ્ઠી મંદિર પરમપાવન જોતા – આરામ છે,
નવકાર પારસ ચરમમાં નિત ચિદાનંદ પ્રમાણ છે.
________________________________________
૧૪. મો : શ્રી મોડાસા તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા
શ્યામવરણી મૂરત સુંદર કર્મમલ અપહારિણી,
ભાવ વર્ધક વિશ્વવંદિત મોહજ્વર ઉતારિણી.
મોડાસા દર્શન કરીએ જિનરાજનું એ ઠામ છે,
ચિદાનંદ આદિનાથને નિત કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૧૫. આ : શ્રી આબુતીર્થ (રાજ.) શ્રી આદિનાથ દાદા
ગગન શોભિત શ્રૃંગ જ્યાં છે આબૂગઢ અચલેસરો,
તીર્થ તારક પરમપાવન સરસ સુંદર દેહરો.
વિમલ વસહિ લુણિગ વસહિ શાંતિ જિનવર વંદીએ,
ભાવપૂર્વક ચિદાનંદ ભેટીએ પાપકર્મ નિકંદિએ.
________________________________________
૧૬. ય : શ્રી યશનગર તીર્થ (રાજ.) શ્રી ચંદ્રપ્રભો સ્વામી
શ્રી મારવાડની ભૂમિમાંડી યશનગર હસતું હતું.
સેંકડો જિન ચૈત્ય શોભિત જે ભૂતનું ગૌરવ હતું.
શત પંચ ત્યાં આચાર્ય હતા ચંદ્રપ્રભો મહિમા નિધિ,
ચિદાનંદ કરતા નમન વંદન, અમ નાથને નિર્મલ વિધિ.
________________________________________
૧૭. રિ : શ્રી રિછેડ તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
સાધના ભૂમિસુહાની જગચ્ચન્દ્ર સૂરિ તણી,
મેદ પાટે મનહરી મૂરત સદા ભય ભંજની.
પ્રભુ પાર્શ્વ રાજે સુખદ છાજે દરશ છે જિનચંદના,
ચિદાનંદ આતમભાવ જગાડી કરીએ છે અમે વંદના.
________________________________________
૧૮. યા : શ્રી યાદવપુર તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી
પ્રાચીનતમ આ ધામની આયંબિલની મહિમાઘણી,
શ્રી કૃષ્ણ મહારાજા સમયની જોઈલો અહીંની કડી.
પ્રાણેશ પ્રભુજી નેમિજીનવર જગત સુખ શાંતિ કરા,
ચિદાનંદ વંદન ભાવથી ઈતિહાસની ઉત્તમધરા.
________________________________________
૧૯. ણં(ન) : શ્રી નંદકુલવતી તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ સ્વામી
નંદકુલવતી નાડલાઈ તીર્થ મનમોહન ધરા,
સામસામે પહાડિયોમાં આદિ નેમિજીનવરા.
યશોભદ્રસૂરિની પ્રતિષ્ઠા વિશ્વ વિશ્રુત ધામ છે,
ચિદાનંદ યાત્રા કરીને કરે વંદન સુગુણ વિશ્રામ છે.
પદ – ૪
નમો ઉવજ્ઝાયાણં
________________________________________
૨૦. ન : શ્રી નલિયા તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી
પંચતીર્થ કચ્છમાં આ તીર્થ નલિયા નામ છે,
ચંદ્રપ્રભુની ચંદ્રવર્ણી દિવ્ય મૂર્તિ લલામ છે.
સોળ શિખર ચૌદ મંડપ નરશીનાથા નિર્મિતા,
ભાવથી કર ચિદાનંદ વંદન પાપ બંધ પરાજીતા.
________________________________________
૨૧. મો : શ્રી મોઢેરા તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
વિશ્વવારક પાર્શ્વજિનની મૂરત સુંદર સોહતી,
ભાવ વર્ધક સમતાસિન્ધુ દર્શનીય મન મોહતી.
બપ્પભટ્ટી આમરાજનો જુડેલો ઈતિહાસ છે,
ભાવયાત્રા ચિદાનંદ અહીંની સુખદતમ સુવાસ છે.
________________________________________
૨૨. ઉ : શ્રી ઉજ્જિંતગિરિ તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી
અનંત ગુણ નિધિ શાન્ત રસસુધિ પરમપૂજ્ય જિનેશ્વરા,
આનંદ કદ અબોધ બોધક શ્યામતનું પરમેશ્વરા.
ભવબંધ વારક સુમતિકારક નાથ શિવતરુ કંદના,
ચિદાનંદ વર પ્રભુ નેમિજિનને ભાવથી કરે વંદના.
________________________________________
૨૩. વ : શ્રી વરમાણ તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
પ્રભુવીરની મૂરત અલૌકિક નંદીવર્ધન નિર્મિતા,
વરમાણ રાજસ્થાન ધરતી રાજા શ્રેણિક સંસ્તુતા.
નિષ્કલંકી નાથ ત્રિભુવન તારકા શાસનપતિ,
ચિદાનંદ વર ધારત હૃદયે થશે વિમલ આપણી મતિ.
________________________________________
૨૪. જઝા(ઝા) : શ્રી ઝાબુઆ તીર્થ (મ.પ્ર.)શ્રી આદીશ્વર દાદા
શ્રી બાવન જીનાલય દૃશ્ય સુંદર તીર્થ ત્રિભુવન નાથનું,
ભાવવર્ધક માર્ગ દર્શક સાથ ભવનિધિ પાથનો.
ભવબંધના છે રોધકા પ્રભુ તીર્થપતિ નિષ્કામ છે,
ચિદાનંદ ભાવે શ્રી આદિ જિનને કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૨૫. યા : શ્રી યાદગિરિ તીર્થ (કર્ણાટક) શ્રી સુમિતનાથ સ્વામી
યાદ કરીએ યાદગિરિની યાત્રા કરીએ ભાવથી,
ગિરિ શ્રૃંગ પર બિરાજિત ચરણને ભેટો ચાવથી.
ખારવેલ ભૂપાલની સ્મૃતિ ક્યારેક પણ ન ભૂલાય રે,
ચિદાનંદ સુમતિ ચરમવંદન શુદ્ધિ મનની લાવે રે.
________________________________________
૨૬. ણં : શ્રી નંદનવન તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી
તીર્થ નંદનવન અનોખું દેખતા દિલ ઉલ્લસે,
ભવ્ય મુનિસુવ્રત પ્રભુની મૂરત દિલમાંહે વસે.
સિદ્ધગિરિના માર્ગ પર આ બન્યું રે વિશ્રામ છે,
ભાવયાત્રામાં ચિદાનંદના કોટિ કોટિ પ્રણામ છે.
પદ – પ
નમો લોએ સવ્વસાહૂણં
________________________________________
૨૭. ન : શ્રી નવસારી તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
હે ચિંતા ચૂરક આશાપૂરક ભાવ આતમદાયકા,
ચિંતામણિ પ્રભુ પાર્શ્વસ્વામી લોકના અધિનાયક…
નવસારી મંડણ મુકુટ મણિ છે પાપ પક્ષાલન કરા.
ચિદાનંદ વંદન ભાવથી જયવંત છે જિન જયકરા…
________________________________________
૨૮. મો : શ્રી મોદરા તીર્થ (રાજ.) શ્રી સુમતિનાથ સ્વામી
પ્રભાવશાળી તીર્થ જગમાં આત્મશુદ્ધિને કરે,
તે તીર્થ ભેટીને જીવનમાં પુણ્ય પ્રકૃતિ મળે.
સુમતિનાથજી મોદરા મંડણ પ્રભુને વંદના,
ચિદાનંદ શુદ્ધિ ઉર કરતા બંધ કરે ના કર્મના.
________________________________________
૨૯. લો : શ્રી લોદ્રવા તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
થલની ધરતી હૃદય હરતી અમરજસ ઈતિહાસ છે,
લોદ્રવા પ્રભુ પાસ ભેટત હોત ભવનો નાશ છે…
તીર્થ જેસલમેરની જે નિકટતમ અભિરામ છે,
પ્રભાવશાળી નાથને ચિદાનંદ ભાવ પ્રણામ છે…
________________________________________
૩૦. એ : શ્રી એકલિંગજી તીર્થ (રાજ.) શ્રી શાંતિનાથ સ્વામી
એકલિગજી તીર્થ માંહી વિશાલ જિનઘરો સહી,
કાલક્રમે આક્રમણોની ખંડહર થયુ છે તહીં.
શ્યામવર્ણી શાંતિજિનની મૂર્તિ મન લુભાવની,
ભાવે ચિંદાનંદ વંદન મિલે મુક્તિ પાવની.
________________________________________
૩૧. સ : શ્રી સમેત શિખરજી તીર્થ (બિહાર) શ્રી પાર્શ્વનાથ
સુખદ શાશ્વત ભૂમિ છે જ્યાં વીસ જિન મુક્તિ ગયા,
અનંત સિદ્ધોની ધરા જ્યાં ગીત સંગીત નિત નયા…
દર્શનીય છે વંદનીય વિમલ વસુધા નામ છે,
સમ્મેતશિખરજી ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.
________________________________________
૩૨. વ : શ્રી વરકાણાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
ગોડવાલની પંચતીર્થ પરમપાવન જાણીએ,
વરકાણા પારસનાથ તીરથ સુખદ ઉર આણીએ.
ભવ્ય જિન મંદિર બિરાજિત નાથ નિર્મળ કર મતિ,
ચિદાનંદ વંદન ભાવથી મટી જશે ગતિ આગતિ…
________________________________________
૩૩. સા : શ્રી સાગોદિયા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ દાદા
શાંત રસ સમતાનિધિ જસ જગતમાં જયકાર છે,
પરમપદ દાતાર પ્રભુજી વિશ્વના આધાર છે…
અલખ નિરંજન આદિ જિનવર અનંત કરૂણાધામ છે,
સાગોદિયા તીરથપતિને ચિદાનંદ પ્રણામ છે.
________________________________________
૩૪. હૂ : શ્રી હૂબલી તીર્થ (કર્ણાટક) શ્રી શાંતિનાથાય
જિનદેવની જિનવર બની એ તીર્થ ભૂમિસર્વદા,
છે પાપ પંક નિવારકા જપતા ટળે બની આપદા.
હૂબલી શુભ સ્થાનમાં પ્રભુ શાંતિ સોળમા સ્વામી છે,
ચિદાનંદ કરતા ભાવથી નિત કોટી કોટી પ્રણામ છે.
________________________________________
૩૫. ણં(ન) : શ્રી નંદીગ્રામતીર્થ (ગુજ.) શ્રી સીમંધર સ્વામી
નંદકારક નંદીગ્રામે તીર્થ નિર્માણ છે થયું,
પ્રભુ પાર્શ્વ સીમંધર જિન પૂજતા કર્મમલ દુરે ગયું.
માતાવામા સત્યકી નંદન કરે વંદન ત્રિધા,
પુણ્ય યોગે ચિદાનંદ અવસર જોઈલો સારી વિધા.
પદ – ૬
એસો પંચ નમુક્કારો
________________________________________
૩૬. એ : શ્રી એલુર તીર્થ (એ.પી.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
અક્ષર અનંત સુખ પ્રાપ્ત કરવા સીધો માર્ગ છે સહી,
નવકારની આ ભાવયાત્રા ભાવવર્ધક છે કહી.
જિનદેવને દિલમાં ધરી કલ્યાણ મારગ સંચરે,
ચિદાનંદ ભક્તિભાવથી પ્રભુ પાર્શ્વને વંદન કરે.
________________________________________
૩૭. સો : શ્રી સોનાગિરિ તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ પ્રભુ
સ્વર્ણ ગિરિ કનકાચલો સોનાગિરિ શુભ નામ છે,
પ્રભુવીર પારસ આદિ શાંતિ નેમિજીનનું ધામ છે,
ભૂપ નાહડે બનાવ્યું વીર ચૈત્ય વિશેષ છે.
ગિરિવર ચઢતા દર્શન કરતા ચિદાનંદ સુવિશેષ છે.
________________________________________
૩૮. પં : શ્રી પંચાસરા તીર્થ (ગુજ.) શ્રી પંચાસરા પાર્શ્વનાથ
પંચાસરા નગરી મોટી પણ કવલિત થઈ ગઈ.
પ્રભુ પાર્શ્વ વામાનંદ પડિમા ભેટતા ભવિજન કઈ.
પંચાસર પારસ બિરાજે આજે પાટણમાં ત્યાં,
અમે ભાવયાત્રા કરીએ ચિદાનંદ વિધિ છે જ્યાં.
________________________________________
૩૯. ચ : શ્રી ચંદ્રાવતી તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રાવતી પાર્શ્વનાથ
પૂર્વ હતું ચદ્રાવતી જે આજ ચાણસ્મા બોલાય છે,
લાખોવર્ષથી અધિક પુરાની મૂર્તિ ત્યાં સોહાય છે.
પાર્શ્વ ભટેવા જેહની છે અમિય ઝરતી આંખડી,
દર્શન કરતા ચિદાનંદની ખીલતી ઉર પાંખંડી.
________________________________________
૪૦. ન : શ્રી નડિયાદ તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી
નડિયાદ છાજે અચલ રાજે અજિત જિનવર અઘહરો,
ભવિ નિત્ય ધ્યાવે શાંતિ પાવે ભાવ ભક્તિ મનહરો.
સુંદર સુશોભિત છે જિનાલય આત્મપાવન કારકા,
વંદન કરે વિધિયુત ચિદાનંદ કર્મ બંધન વારકા.
________________________________________
૪૧. મુ : શ્રી મુછાળા મહાવીર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
મહિમ અદ્ભૂત તીર્થની સહુ સુજ્ઞ જન કહેતા અહીં,
રાણા સ્વયં જોઈ કહે છે વીર મૂછાળા સહી.
સુંદર સુલૂણો ધામ ભેટત આત્મનિર્મળ કરીએ,
વંદો ચિદાનંદ ગુણગાન કરીને આસ્વાદ અમૃત પીજીએ.
________________________________________
૪૨. ક્કા(કા) : શ્રી કાપરડાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
તીર્થ કાપરડા નિહાળો મોહનો મહિમાનીલો,
ચૌમુખ બિરાજે પંચ મંજિલ ભેટીએ ત્રિભુવનતીલો.
સ્વયંભુ પારસનાથ દર્શન ભવ્યતમ હિતકારક છે,
ચિદાનંદ જિનવર ચરણમાં નમન વારંવાર છે.
________________________________________
૪૩. રો : શ્રી રોજાણા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી
રોજ આવજો અહીં મળશે આદિનાથ નિર્મળ પ્રભો,
પ્રભુ આદિ યોગીરાજ મૂરત ભેંટલો ભય હર વિભો.
માલવ ધરાએ છે વસ્યુ આ તીર્થ રોજાણા ભલા,
ચિદાનંદ યાત્રા કરીએ મળી જશે જીવનકળા.
પદ – ૭
સવ્વ પાવપ્પણાસણો
________________________________________
૪૪. સ : શ્રી સ્થંભનતિર્થ (ગુજ.) શ્રી સ્થંભન પાર્શ્વનાથ
સ્વર્ગ મર્ત્ય પાતાળ લોકે ઈન્દ્રનર પૂજા કરી.
મહિમાવતી મૂરત નિરખતા આંખડી અમૃત ઠરી.
સ્થંભન પ્રભુ પારસ ત્રિલોકી પૂજ્ય ગુણ ગુણગણધામ છે,
ભાવ ભક્તિ – આત્મશક્તિ ચિદાનંદ કોટિ પ્રણામ છે.
________________________________________
૪૫. વ્વ(વ) : શ્રી વલ્લભીપુર તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા
પાંચશત આચાર્યની અહીંયા મળી હતી પર્ષદા,
કરપૂજ્ય દેવર્ધિગણિને સૂત્ર ગૂંફન હર્ષદા
વિશ્વ વંદિત દેવ આદિનાથ દર્શન શભુ કરુ.
કરતા ચિદાનંદ વંદન હૃદય ભક્તિની ભર્યુ.
________________________________________
૪૬. પા : શ્રી પાવાપુરી તીર્થ (બિહાર) શ્રી મહાવીર સ્વામી
પાવાપુરી પ્રભુ વીરએ નિજ સંઘનું સ્થાન કર્યું,
ભય તાપ હરણી દેશના આપી સ્થાન અવિચલ પામ્યું.
પ્રભુ મોક્ષ કલ્યાણક ધરા જસ ભેટતા આનંદ છે,
ચિદાનંદ ભાવ યુત વંદનાથી થાય નિત્યાનંદ છે.
________________________________________
૪૭. વ : શ્રી વહી તીર્થ (મ.પ્ર.) શ્રી વહી પાર્શ્વનાથ સ્વામી
પ્રાચીન છે આજે પણ મંદિર મનોહર છે અહીં,
વિદ્વજ્જનોએ તીર્થની ગૌરવ મહિમા ગાઈ છે.
સિદ્ધ આસન પાર્શ્વના પદ પદ્મમાં વંદન કરે,
ચિદાનંદ રાખી ભાવનિર્મળ કર્મ બંધન નિર્જરે.
________________________________________
૪૮. પ્પ(પ) : શ્રી પરાસલી તીર્થ (મ.પ્ર.) શ્રી આદીશ્વર પ્રભુ
આદિ નરપતિ કનક પ્રભસમ આદિજિન અરિહંત છે,
પ્રભુ કલ્પતરૂ શશિ સમબિરાજે નાથશિવ વધુ કંત છે.
દર્શન કરી શાંતિ મળે સંવેગ ભાવ પ્રદાયકા,
ચિદાનંદ પરાસલી તીર્થ રાજત વંદીએ ભવક્ષાયકા.
________________________________________
૪૯. ણા(ના) : શ્રી નાગેશ્વર તીર્થ (મ.પ્ર.) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
પ્રભુ પાર્શ્વની છે ભવ્ય પ્રતિમા જોઈલો મન મોહતી,
નિર્મલ નયન કરી લે નયન છે પૂર્ણ કિરણા સોહતી,
કહતાં નિપુણ જન તારકા છે તીર્થ નાગેશ્વર ધણી,
ચિદાનંદ વર પ્રભુ પાર્શ્વની અદ્ભૂત અતિ મહિમા ભણી.
________________________________________
૫૦. સ : શ્રી સત્યપુર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
સત્યપુર સાંચોર જ્યાં પ્રભુવીર આવ્યા વિચરતા,
છે નામ જગ ચિંતમણીમાં તીર્થ ગૌતમ ઉચરતા.
પ્રભુ વીરના દર્શન કરીએ જ્યાં ગોડીજી પ્રભુ પાસ છે,
વાસુપૂજ્યજી શાંતિ કુંથું ચિદાનંદ જિન આવાસ છે.
________________________________________
૫૧. ણો(નો) : શ્રી નોંધણવદર તીર્થ (ગુજ.) શ્રી સુમતિનાથ સ્વામી
શ્રી તીર્થરાજની સમીપ માંહી પુણ્યશાળી ભૂપરે,
સદૈવ નોંધણવદર ગામે ચૈત્ય છે જે દુઃખ હરે,
માત મંગલા નંદ સુમતિનાથ સૌને ખુશ કરે,
શ્રી આત્મગુણને પામવા ચિદાનંદ પય વંદન કરે.
પદ – ૮
મંગલાણં ચ સવ્વેસિં
________________________________________
૫૨. મં(મ) : શ્રી મંડપાચલ તીર્થ (મ.પ્ર.) શ્રી સુપાર્શ્વનાથ
મંડપાચલ તીર્થ પાવન મનહરા મોહનકરા,
સુખદ માંડવગઢ જ્યાં ઈતિહાસ ઉજ્જવલતા ભરા.
સુપાસ જિનવર તીર્થનાયક ભેટિયે ભવભવ હરા,
અચિંત્ય મહિમા ચિદાનંદ છે પૂજતા વિબુધા નરા.
________________________________________
૫૩. ગ : શ્રી ગંગાણી તીર્થ(રાજ.) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
ચિંતા મટે આપદ હટે સંપદ મળે જિન પૂજતા,
ચિંતામણી પ્રભુ પાર્શ્વ ભેટત મોહ અરિગણ ધ્રુજતા.
આનંદકર દર્શન મળે જગ બંધ જગદાધાર છે,
ગંગાણી તીરથ ચિદાનંદ વંદના કરતા ભવ નિધિ પાર છે.
________________________________________
૫૪. લા : શ્રી લાખણી તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ પ્રભુ
નાથ નિરુપમ નિષ્કલંકી વિશ્વવંદિત નિર્મલા,
આદિનાથ જિનેશ્વર જપતા વિમલ મતિ થાય કોમલા.
પ્રથમતીર્થપતિ લાખણીમાં ભવ્ય જિત દેદાર છે,
ચિદાનંદ વંદ ભાવથી કરતાં શરણ સ્વીકાર છે.
________________________________________
૫૫. ણં(ન) : શ્રી નંદુરી તીર્થ(મ.પ્ર.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
ભવભીતિ હારક, કુમતિ વારક દિવ્ય દૃષ્ટા જિનવરા,
સમભાવ દૃષ્ટિ અમીય દૃષ્ટિ ભાવ સુષ્ટા ભવિવરા.
ચિંતામણીપ્રભુ પાર્શ્વ નંદિકર નમો ઉત્સાહથી,
નાનપુરમાં ચિદાનંદ ભવ્ય વિરહ યાચે નાથથી.
________________________________________
૫૬. ચ : શ્રી ચંપાપુરી તીર્થ (બિહાર) શ્રી વાસુપૂજ્ય સ્વામી
પંચ કલ્યાણક થયા જ્યાં વાસુપૂજ્ય જિનેશના,
વાસુપૂજ્ય નંદન કરતા વંદન પૂજ્યવર અખિલેશના,
ભવબંધનોના છે નિવારક ચરણમાં વંદન કરે,
ચંપાપુરીમાં ચિદાનંદ ભેટત હૃદયને નિર્મળ કરે.
________________________________________
૫૭. સ : શ્રી સમડી વિહાર તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી
પ્રભુ મુનિસુવ્રત સ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધિત કર્યો,
સમળી વિહાર છે. ચૈત્ય ભેટો ભરૂચમાં શ્રદ્ધાભર્યો.
કુમાર વિક્રમ સંપ્રતિ છે તીર્થ જીર્ણોદ્ધારકા,
મુનિસુવ્રત તીર્થધિપતિ ચિદાનંદ ભવભય વારકા.
________________________________________
૫૮. વ્વે(વ) : શ્રી વેલાર તીર્થ (રાજ.) શ્રી આદિનાથ પ્રભુ
પ્રભુ આદિ જિનવર આદિ નરપતિ શુદ્ધભાવ પ્રકાશકા,
પ્રશમરસભર પૂર્ણ છે પ્રભુ ભવ્ય ભાવોન્નયકા,
વેલારતીર્થ પવિત્ર રાજે સૌમ્ય દૃષ્ટિ સુખકરી,
કરે વંદન ભાવયાત્રમાં ચિદાનંદ ભવજલતરી.
________________________________________
૫૯. સિં(સિ) : શ્રી સિંહપુરી તીર્થ(યુ.પી.) શ્રી શ્રેયાંસનાથ સ્વામી
શ્રેયાંસ જીનવર ચ્યવન જન્મ સંયમી થયા કેવલી,
ઈતિહાસ ગૌરવમય અહીં આ તીર્થભૂમિ મનહરી.
સમ્રાટ સંપ્રતિએ બનાવ્યું સ્તૂપ જિનશાસન નિધિ,
ચિદાનંદ વંદન કરે, અમ સિંહપુરી શ્રદ્ધા વિધિ.
પદ – ૯
પઢમં હવઈ મંગલં
________________________________________
૬૦. પ : શ્રી પરોલી તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી
ભૂગર્ભમાંથી થઈ પ્રગટ પ્રભુ નેમિજીન મૂરત ત્યાંહી,
છે દર્શનીય વંદનીય દ્યુતિ પ્રભા કાંઈ ઓછી નહીં.
સંસાર દુઃખથી મુક્તિ માટે નાથ આલંબન ગ્રહી,
ચિદાનંદ તીર્થ પરોલી મંડણ વિશ્વ વંદિત છે સહી.
________________________________________
૬૧. ઢ : શ્રી ઢંકગિરિ તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ સ્વામી
ગિરિરાજનો જ આ ભાવ છે પ્રભુ આદિ જિનવર સ્પર્શના,
ઢંક મુનિવર મુક્તિ સાથે હતા સેંકડો મુનિ ગુણધના.
ભાવ ભક્તિ પૂર્ણ રાખી તીર્થયાત્રા જે કરે,
ચિદાનંદ ઢંકગિરવર સહજ ભવનિધિ નિસ્તરે…
________________________________________
૬૨. મં(મ) : શ્રી મંડાર તીર્થ(રાજ.) શ્રી મહાવીર સ્વામી
મનમોહન મહાવીરના દર્શન કરીએ શુભ ભાવથી,
દેવ નિરંતર મળ્યા, બની જઈશું ભવ દાવથી.
આપ્યો વિશ્વમૈત્રીનો સંદેશ આ સંસારને,
મંડાર તીરથ ચિદાનંદ ભેટત કર સફલ અવતારને.
________________________________________
૬૩. હ : હસ્તિનાપુર (ઉ.પ્ર.) શ્રી શાંતિનાથ સ્વામી
પ્રભુ શાંતિ કુંથુ અર જિનેશ્વર ભૂમિકલ્યાણક કહી,
વરસીતપના પારણા કર્યા આદિનાથ પ્રભુએ અહીં.
તીર્થ આ અભિનંદનીય હસ્તિનાપુર અભિરામ છે,
શાંતિજિન વંદિએ ચિદાનંદ ભવ આરામ છે.
________________________________________
૬૪. વ : શ્રી વડાલી તીર્થ (ગુજ.)થી અમિઝરા પાર્શ્વનાથ સ્વામી
અમિઝરા પ્રભુ પાર્શ્વની અદ્ભૂત મહિમા છે કહી,
શાંત આદિનાથ અક્ષય સૌમ્યદાતા છે સહી.
પ્રાચીન જિનવર બિંબ ભેટત દુઃખ દોહગ દૂર હો.
વડાલી તીરથ ચિદાનંદ વંદો ભાવ ભક્તિપ્રચૂર હો.
________________________________________
૬૫. ઈ : ઈડર ગઢ તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ સ્વામી
ગર્ભમાં આવતા જગતમાં શાંતિ પ્રસરી સર્વદા,
અચિરાના નંદન શાંતિને વંદન કરતા સદા…
તીર્થ ઈડરમાં બિરાજે આત્મભાવ પ્રકાશકા,
ભાવ ભક્તિ ચિદાનંદ વંદન તીર્થ પાપ પ્રણાશકા.
________________________________________
૬૬. મં(મ) : શ્રી મંદસૌર (મ.પ્ર.) શ્રી અજિતનાથ સ્વામી
ઐતિહાસિક છે ધરા ક્ષમાદાન પરસ્પરમાં થયો,
આર્યરક્ષિતસૂરિને નિજ માત વાણીએ સ્પર્શ્યો.
અજીત આદિ પાર્શ્વશ્રેયાંસ ચૈત્ય ઉર્ધ્વકાય છે.
મંડદસૌર ચિદાનંદ સહ નમત સુરનર થાય છે.
________________________________________
૬૭. ગ : શ્રી ગંધાર તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
જલ માર્ગથી વ્યવસાય હતો જ્યાં ધર્મપ્રેમી જન વસે,
પ્રભુવીર પારસનાથ દર્શન ભાવવર્ધક ઉલ્લસે.
આનંદમંગલ કારકા જિનરાજની આભા સદા,
ગંધાર વંદો ચિદાનંદ ભાવે નિત આતમઉન્નતિ સદા.
________________________________________
૬૮. લં(લ) : શ્રી લક્ષ્મણી તીર્થ (મ.પ્ર.) શ્રી પદ્મપ્રભુ સ્વામી
ભૂગર્ભમાંથી પ્રાપ્ત સુંદર દિવ્ય દિપ્તિવંત છે,
શ્રી પદ્મપ્રભુ મહાવીર આદિ બિંબ અતિશયવંત છે…
મન મયૂર નાચે વિમલ દર્શન કર પ્રભુના પુણ્યથી,
શ્રી લક્ષ્મણી તીર્થ વંદન કરંત ચિદાનંદના નૈપુણ્યથી.
*🛕 અડસઠ તીર્થ યાત્રા 🛕*
🚗🛺🏍️🚌✈️🚂⛵
*ચાલો આપણે સાથે મળીને ૬૮ તીર્થ યાત્રા કરીએ* 💐
*પદ-૧*
*નમો અરિહંતાણં*
🪷🪷🪷🪷🪷
*૧. ન:*
*શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ*
➖➖➖➖➖➖
🌼 *ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું* સુંદર જિનાલય મનહરુ,
*નગપુરા છે આ ગામ જ્યાં છે* દર્શનીય દુઃખહરુ.
હો અભ્યુદય *આ તીર્થની યાત્રા કરી* ભવ ભય હરે,
ચિદાનંદ કરે સહુ *વંદના સંસાર સિંધુ ને તરે*. 🌼
🔹 *૨૩* મા તીર્થંકર શ્રી પાર્શ્રવ પ્રભુ નું ભવ્ય તીર્થ સ્થળ / દેહરાસર શ્રી *નગપુરા* ગામે સ્થિત છે, જ્યાં લગભગ ૩૦૦૦ વર્ષો પહેલા ગણા સાધુ-સંતોએ આ ભૂમી ને પાવન કરેલ હતી .
🔹 આ દેહરાસર ના *થાંભલા* અણિદાર શિખર જેવા છે, જેની ઉપર બહુજ મોટો ચોતરો/ઓટલા જેવું છે, અને તેની પુરી બનાવટ *આરસપહાણ* ની છે.
🔹 દેહરાસર ની *દિવાલો* પર દેવી~દેવતાઓ તથા પ્રાણીઓ ના ચિત્ર *સુશોભિત* કરેલ છે.
🔹 *ચૌવિસ તીર્થંકર* ની આકૃતિ એક સુન્દર ઓરડા જેવી એક પવિત્ર સ્થાન મા *અલંકૃત* કરેલ છે.
🔹 આ દેહરાસરજી *ઉવસસગરહંમ* *પારશ્વ તિર્થ* ના નામે ઓડખાય છે.
🔹 *ઉવસસગરહંમ* નું મતલબ ~ નિતી-ઇત્યાદિ ના બંધન માથી મુક્ત કરનાર તે (મુક્તિદાતા).
🔹 દેહરાસર ના મુખ્ય દ્વાર ની જમણી બાજુ – પારશ્વ પ્રભુ ના *પગલા* છે.
🔹 *દેહરાસર* ના *પરિસર* મા રહેવા માટે રૂમ ભોજનશાલા , બગીચો, શ્રોતાઓ તથા પ્રેક્ષકો માટે બેસવાની જગ્યા અને અમુક નાના મંદીરો પણ છે.
🔹 પૌરાણિક મેરૂ પર્વત ઉપર *૨૪ તીર્થંકર ની મુર્તિઓ , દેવમુર્તિ ની ટૂંક* / શિખર ચડતા કે ઉતારતા ક્રમ વાણી પધ્દતીમા પ્રતિષ્ઠાપિત છે.
🔹 ત્યાં બગીચામાં નાના નાના થાંભલાઓ ઉપર *૨૪* તીર્થંકરો ની આરસપહાણ ની મુર્તિઓ છે , જેના દરેક થાંભલા ઉપર તેઓનું વર્ણન કરેલ છે.
Jain tirthas are located throughout India. Often a tirtha has a number of temples as well as residences (dharmashala) for the pilgrims and wandering monks and scholars.