નવકાર મંત્ર શું છે?
નમો અરિહંતાણં
હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધાજ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે.
નમો સિદ્ધાણં
હું એવા બધા જ ભગવંતોને નમસ્કાર કરું છું કે જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
નમો આયરિયાણં
હું એવા આત્મજ્ઞાની આચાર્ય ભાગવંતોને નમસ્કાર કરું છું કે જેણે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે
નમો ઉવ્વજ્ઝાયાણં
હું મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને નમસ્કાર કરું છું
(જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને
પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું.)
નમો લોએ સવ્વ સાહૂણં
આ જગતમાં આત્મદશા સાધનાર એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
એસો પંચનમુક્કારો
ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,
સવ્વપાવપ્પણાસણો
તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.
મંગલાણં ચ સવ્વેસિં
બધા મંગલોમાં,
પઢમં હવઈ મંગલમ્ ।।
સર્વ પ્રથમ મંગલ છે. ।।