નવ પદોના વર્ણોનું રહસ્ય
✨✨✨✨✨✨✨✨✨
⚪ અરિહંત પરમાત્માનો શ્વેત વર્ણ વિશ્વવાત્સલ્યનો પ્રેરક છે.
🔴 સિદ્ધ પરમાત્માનો લાલ વર્ણ આઠ કર્મોના દહન સ્વરૂપ જ્વાળા સૂચવે છે.
🟡 અરિહંતની ગેરહાજરીમાં અરિહંત દેવના માર્ગનો પ્રકાશ સૂર્યની જેમ સર્વત્ર ફેલાવતા હોવાથી આચાર્ય -પદનો વર્ણ પીળો છે.
🟢 આચાર્યની ધર્મદેશનાથી દીક્ષિત બનેલા મુમુક્ષુઓને જ્ઞાન-ધ્યાનાદિની તાલીમની શીતલ છાંયડી દેતાં વૃક્ષના જેવા ઉપાધ્યાય -પદનો વર્ણ લીલો છે.
⚫ સાધના કરીને કાળાં-ડીબાંગ કર્મોને અંદરથી બહાર કાઢતાં સાધુ -પદનો વર્ણ શ્યામ છે.
⚪ સમ્યગ્દર્શનાદિ ચાર પદો આત્માના ઉજ્વળ ધર્મો હોવાથી તેમનો વર્ણ શ્વેત છે. આ નવ પદોમાં પહેલાં પાંચ પદોના શરણે આપણે જવાનું છે.
જ્યારે સમ્યગ્દર્શનાદિ શેષ ચાર પદોને આપણા શરણમાં લાવવાના છે.
અરિહંત પ્રભુને નમન
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
હે વીતરાગ પરમાત્મા! – આપને મારા નમસ્કાર થાઓ.
હે સર્વજ્ઞ પ્રભુ! તમે સમગ્ર જગતના તમામ ભાવોને સંપૂર્ણ રીતે જાણનાર છો – આપને મારા નમસ્કાર થાઓ.
હે દેવેન્દ્ર દ્વારા પણ પૂજાતા પ્રભુ! – આપને મારા નમસ્કાર થાઓ.
હે યથાસ્થિત તત્વને જણાવનારા નાથ! જેવું છે તેવું પરમ સત્ય પ્રગટ કરનાર પ્રભુ – આપને મારા નમસ્કાર થાઓ.
હે અરિહંત પરમાત્મા! હવે પછી ક્યારેય પુનર્જન્મ ન લેતા એવા મુક્તિમાર્ગના પ્રેરક પ્રભુ – આપને મારા નમસ્કાર થાઓ.
હે ત્રણ ભુવનના જગદ્ ગુરુ! – આપને મારા નમસ્કાર થાઓ.
આવા અનેક ઉત્તમ વિશેષણોથી અલંકૃત હે અરિહંત ભગવંત! આપને મારા કોટિ કોટિ પ્રણામ.
🌼 શ્રી નવપદજી આરાધના વિધિ 🌼
⚪⚪⚪⚪⚪⚪⚪
📅 પ્રથમ દિવસ
➖➖➖➖➖➖➖
⚪ પદ : શ્રી અરિહંત
⚪ જાપ : ૐ હ્રીં નમો અરિહંતાણં
⚪ નવકારવાળી : ૨૦
⚪ વર્ણ : શ્વેત (ચોખાનું એક ધાન્ય આયંબિલ કરવું)
⚪ કાઉસ્સગ્ગ : ૧૨ લોગસ્સ
⚪ સ્વસ્તિક : ૧૨
⚪ ખમાસમણ : ૧૨
⚪ પ્રદક્ષિણા : ૧૨
⚪ નમો અરિહંતાણં ⚪
🌟 અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. “ અરિ ” એટલે આંતરિક શત્રુઓ અને “ હંત ” એટલે નાશ કરનાર.
જે આત્માએ પોતાના આંતરિક દુષણો જેવાકે 👉 ક્રોધ 👉 માન 👉 માયા 👉 લોભ વગેરે કષાયોનો સંપૂર્ણ નાશ કર્યો છે, તે અરિહંત ભગવાન કહેવાય છે. અરિહંત ભગવાન સંપૂર્ણ વિતરાગી, સર્વજ્ઞ અને કરુણાસાગર હોય છે.
🌼 અરિહંત ભગવાનના ચાર આંતરિક ગુણો 🌼
અરિહંત ભગવાનના આ ચાર ગુણો અનંત અને અખંડ હૉય છે:
૧. 🔹 અનંત જ્ઞાન
અરિહંત ભગવાનને સમગ્ર બ્રહ્માંડનું સંપૂર્ણ અને સચોટ જ્ઞાન હોય છે. કોઈ પણ પદાર્થ, સમય કે સ્થાન એમના જ્ઞાનથી અજાણ નથી.
૨. 🔹 અનંત દર્શન
એમને સર્વ વસ્તુઓનું સંપૂર્ણ અને નિર્વિઘ્ન દર્શન થાય છે. કોઈ પણ વસ્તુ એમની નજરથી છુપાઈ નથી.
૩. 🔹 અનંત ચારિત્ર
એમનું વર્તન સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર હોય છે. રાગ-દ્વેષથી સંપૂર્ણ મુક્ત અને વિતરાગી સ્વભાવ ધરાવે છે.
૪. 🔹 અનંત શક્તિ (વીર્ય)
એમનામાં અનંત આત્મશક્તિ હોય છે. ધર્મ પ્રભાવના અને લોકકલ્યાણ માટે અપરિમિત શક્તિ ધરાવે છે.
🌼 અરિહંત ભગવાનના આઠ બાહ્ય ગુણો (અષ્ટપ્રાતિહાર્ય) 🌼
અરિહંત ભગવાન જયારે સમવશરણમાં બિરાજે છે, ત્યારે આ અદભુત આઠ બાહ્ય લક્ષણો પ્રગટ થાય છે:
૧. 🌳 અશોક વૃક્ષ
ભગવાનના માથા ઉપર અશોક વૃક્ષ હોય છે, જે દુઃખ અને શોકને દૂર કરવાનું પ્રતિક છે.
૨. 🪑 સિંહાસન
ભગવાન સિંહાસન પર બિરાજે છે, જે તેમના મહિમા અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે.
૩. ☂️ છત્ર
ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉપર હોય છે, જે તેમની સર્વોચ્ચતા દર્શાવે છે.
૪. 🪶 ચામર
દેવો ભગવાનની સેવા માટે ચામર વિલાવે છે, જે ભક્તિ અને સેવા ભાવનું પ્રતિક છે.
૫. 🌟 ભામંડળ
ભગવાનના મસ્તક પાછળ તેજસ્વી પ્રકાશવાળું ભામંડળ હોય છે.
૬. 🔊 દિવ્ય ધ્વનિ
ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ સ્વરૂપે પ્રગટ થાય છે, જે દરેક જીવ પોતાની ભાષામાં સમજી શકે છે.
૭. 🌸 પુષ્પ વૃષ્ટિ
દેવો દ્વારા આકાશમાંથી ફૂલવર્ષા થાય છે.
૮. 🥁 દેવ દુંદુભિ
દેવો દ્વારા દુન્દુભિ (દિવ્ય નગારા) વગાડવામાં આવે છે, જે આનંદ અને મહિમા દર્શાવે છે.
🌺 આમ કુલ ગુણો ૧૨ 🌺
👉 ૪ આંતરિક ગુણો
👉 ૮ બાહ્ય ગુણો
➡️ આમ મળીને અરિહંત ભગવાનના કુલ ૧૨ ગુણો હોય છે.
==================================================================
🌼 શ્રી નવપદજી આરાધના વિધિ 🌼
🔴🔴🔴🔴🔴🔴🔴
📅 દ્વિતીય દિવસ
➖➖➖➖➖➖➖
🔴 પદ:- શ્રી સિદ્ધપદ
🔴 જાપ:- ૐ હ્રીં નમો સિદ્ધાણં.
🔴 *નવકારવાળી :- વીસ
🔴 વર્ણ :- લાલ એક ધાન્યનું આયંબિલ તે ઘઉંનું કરવું.
🔴 કાઉસ્સગ્ગ:- આઠ લોગસ્સ
🔴 સ્વસ્તિક:- આઠ
🔴 ખમાસમણ:- આઠ
🔴 પ્રદક્ષિણા:- આઠ
🔴 નમો સિદ્ધાણં 🔴
શ્રી સિદ્ધ ભગવંતોના આઠ મહાન ગુણો છે 🙏
જ્યારે આત્મા આઠ પ્રકારના કર્મોને સંપૂર્ણ રીતે ક્ષય કરે છે, ત્યારે આ આઠ દિવ્ય ગુણો પ્રગટ થાય છે . આ ગુણો આત્માની પરમ શુદ્ધ અને મુક્ત અવસ્થાનું પ્રતિબિંબ છે.
૧️અનંતજ્ઞાન 🍂
આત્માને સર્વ વસ્તુઓનું, સર્વ કાળનું સંપૂર્ણ અને અખંડ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કંઈપણ અજાણ રહેતું નથી.
૨️અનંતદર્શન 🍂
સર્વ તત્વોનું સ્પષ્ટ અને નિર્વિઘ્ન દર્શન થાય છે. આત્મા દરેક વસ્તુને યથાર્થ રીતે અનુભવે છે.
૩️અવ્યાબાધ સુખ 🍂
આ સુખ કોઈપણ બાહ્ય કારણ પર આધારિત નથી. એ નિરંતર, શાશ્વત અને નિર્વિકાર આનંદ છે.
૪️વીતરાગતા 🍂
રાગ અને દ્વેષથી સંપૂર્ણ મુક્ત અવસ્થા. આત્મા સંપૂર્ણ સમભાવમાં સ્થિત રહે છે.
૫️અક્ષય સ્થિતિ 🍂
આ અવસ્થા ક્યારેય નાશ પામતી નથી. આત્મા સદા માટે સિદ્ધશિલા પર સ્થિર રહે છે.
૬️અરુપીપણું 🍂
સિદ્ધ ભગવંતોનો કોઈ દેહ કે આકાર નથી. તેઓ સંપૂર્ણ રીતે નિરાકાર અને શુદ્ધ ચેતન સ્વરૂપ છે.
૭️અગુરુલઘુપણું 🍂
આત્મા ન તો ભારે છે ન તો હળવો. તે પોતાના સ્વભાવમાં અચળ અને સમતુલ્ય રહે છે.
૮️અનંતવીર્ય 🍂
આત્મામાં અપરિમિત શક્તિ અને શક્તિનું સ્રોત છે, જે ક્યારેય ક્ષય પામતું નથી.
🙏 આ આઠ ગુણો આત્માની પરમ સિદ્ધિ અને મોક્ષનો માર્ગ દર્શાવે છે. 🙏
======================
🔴 🙏 નમો સિદ્ધાણં 🔴🙏
સિદ્ધત્વ એ આત્માની એવી પરમ પવિત્ર અને નિર્મળ અવસ્થા છે , જ્યાં આત્મા સર્વ પ્રકારના કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે. આ અવસ્થા આત્માના શુદ્ધ સ્વરૂપનું પરિપૂર્ણ પ્રગટ રૂપ છે, જેમાં કોઈપણ પ્રકારનો બંધન, અશુદ્ધિ અથવા અવરોધ શેષ રહેતો નથી.
આ અવસ્થામાં જન્મ નથી અને મરણ નથી ; કારણ કે આત્મા સંસારના ચક્રથી સદાકાળ માટે પર થઈ ગયો છે. અહીં કોઈ રોગ નથી, કોઈ શોક નથી, કોઈ મોહ કે માયા નથી. દુઃખ અને દારિદ્ર જેવી તમામ સંસારિક સ્થિતિઓનું અહિયાં અસ્તિત્વ જ નથી.
સિદ્ધત્વમાં માત્ર પરમ સુખ અને પરમ આનંદનો અખંડ અનુભવ થાય છે. આ આનંદ કોઈ બાહ્ય કારણ પર આધારિત નથી, પરંતુ આત્માના સ્વભાવમાંથી જ નિરંતર પ્રગટ થતો રહે છે. આ પરમ આનંદ તેની પરાકાષ્ઠાએ પહોંચેલો છે. પૂર્ણ, નિર્વિકાર અને શાશ્વત.
સિદ્ધ ભગવંતોએ આ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ આત્માને સંપૂર્ણ રીતે શુદ્ધ બનાવી, તમામ કર્મોને ક્ષય કરીને, સિદ્ધશિલા પર સદાકાળ માટે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ હવે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખમાં સ્થિત છે.
સિદ્ધત્વ એટલે ચેતનાની પરિપૂર્ણ જાગૃતિ, જ્યાં આત્મા પોતાના સાચા સ્વરૂપને અનુભવે છે અને સદાકાળ માટે મુક્ત અને આનંદમય બની રહે છે.
🔴 નમો સિદ્ધાણં – આવા પરમ મુક્ત અને પવિત્ર આત્માઓને વંદન 🙏
==================================================================
🟡 શ્રી નવપદજી આરાધના વિધિ 🟡
🟡🟡🟡🟡🟡🟡🟡
📅 ત્રીજો દિવસ
➖➖➖➖➖➖➖
🟡 પદ :- શ્રી આચાર્ય પદ
🟡 જાપ :- ૐ હ્રીં નમો આયરિયાણં
🟡 નવકારવાળી:- વીસ
🟡 વર્ણ:- પીળો. એક ધાન્યનું આયંબિલ તે ચણાનું કરવું.
🟡 કાઉસ્સગ્ગ:- ૩૬ લોગસ્સ
🟡 સ્વસ્તિક:- ૩૬
🟡 ખમાસમણ:- ૩૬
🟡 પ્રદક્ષિણા:- ૩૬
નમો આયરિયાણં 🟡
આચાર્ય ભગવંતો છત્રીસ મહાન ગુણોના ધારક હોય છે. આ ગુણો માત્ર ગણતરી માટે નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને પરમ શાંતિ તરફ દોરી જતાં આધ્યાત્મિક સ્તંભો છે. દરેક ગુણ તેમની સાધના, તપશ્ચર્યા અને આદર્શ જીવનનું પ્રતિબિંબ છે.
સર્વપ્રથમ, આચાર્ય ભગવાન પંચ મહાવ્રતોના ધારક છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરીગ્રહ . આ પાંચ મહાવ્રતોનો તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરે છે. તેમના જીવનમાં કોઈપણ જીવને હાનિ ન થાય, કોઈ અસત્ય ન બોલાય, પરની વસ્તુનો સ્વીકાર ન થાય, ઇન્દ્રિયસુખોથી સંપૂર્ણ વિમુખતા રહે અને કોઈપણ પ્રકારની આસક્તિ ન રહે આ બધું તેઓ પોતાના વર્તનમાં ઉતારે છે.
બીજું, તેઓ પંચ સમિતિથી યુક્ત હોય છે. ઈર્યાસમિતિ (ચાલવામાં સાવચેતી), ભાષાસમિતિ (વાણીમાં સંયમ), એષણાસમિતિ (ભોજનમાં શુદ્ધિ), આદાન-નિક્ષેપ સમિતિ (વસ્તુઓના ઉપયોગમાં સાવચેતી) અને ઉત્સર્ગ સમિતિ (ત્યાગમાં સાવચેતી) આ પાંચ સમિતિઓ તેમના દરેક કાર્યમાં જાગૃતિ અને સાવચેતી લાવે છે.
ત્રીજું, તેઓ ત્રણ ગુપ્તિ ધરાવે છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિ . એટલે કે તેઓ મન, વાણી અને શરીર પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. કોઈપણ અશુદ્ધ વિચાર, અયોગ્ય શબ્દ અથવા અશોભનીય ક્રિયા તેમના દ્વારા થતી નથી.
ચોથું, તેઓ ચાર કષાયોને એટલે કે ક્રોધ, માન, માયા અને લોભને જીતનાર હોય છે. આ ચાર કષાયો આત્માને બંધનમાં બાંધે છે, પરંતુ આચાર્ય ભગવાન તેમને સંપૂર્ણ રીતે વિજય કરે છે અને સમતા, વિનમ્રતા, નિષ્ઠા અને નિર્લોભતાનું જીવન જીવે છે.
પાંચમું, તેઓ નવ વાડ સહિત બ્રહ્મચર્યનું કડક પાલન કરે છે. બ્રહ્મચર્ય માત્ર શારીરિક સંયમ નથી, પરંતુ મન, વાણી અને કાયાથી સંપૂર્ણ વિકારમુક્ત જીવન છે. નવ પ્રકારની સાવધાનીઓ રાખીને તેઓ પોતાના ચિત્તને સંપૂર્ણ શુદ્ધ અને એકાગ્ર બનાવે છે.
છઠ્ઠું, તેઓ પંચાચારથી યુક્ત હોય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. જ્ઞાન દ્વારા અજ્ઞાનનો નાશ, સાચા દર્શન દ્વારા સમ્યક્ત્વ, ચારિત્ર દ્વારા આચરણની શુદ્ધિ, તપ દ્વારા કર્મોની નિર્જરા અને વિર્ય દ્વારા આત્મશક્તિનો વિકાસ, આ પાંચ આચાર તેમના જીવનના આધારસ્તંભ છે.
સાતમું, તેઓ પાંચ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર હોય છે. દૃષ્ટિ, શ્રવણ, ઘ્રાણ, રસ અને સ્પર્શ. આ પાંચ ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમ રાખીને તેઓ ઇન્દ્રિયસુખોથી પર રહેલી આત્માનંદની અનુભૂતિ કરે છે.
આ રીતે, પંચ મહાવ્રત (૫), પંચ સમિતિ (૫), ત્રણ ગુપ્તિ (૩), ચાર કષાયનો વિજય (૪), નવ વાડ સહિત બ્રહ્મચર્ય (૯), પંચાચાર (૫) અને પાંચ ઇન્દ્રિયો પર વિજય (૫) આ બધાં મળી કુલ છત્રીસ ગુણો થાય છે.
આ છત્રીસ ગુણોથી અલંકૃત આવા આચાર્ય ભગવંતો જ સાચા અર્થમાં જિન શાસનના ધ્વજવાહક અને આત્મકલ્યાણના માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી આપણે સંયમ, સાધના અને સમતા શીખી શકીએ છીએ. આવા મહાન આચાર્ય દેવોને હૃદયપૂર્વક કોટી કોટી વંદના. 🙏
=============
🙏 નમો આયરિયાણં 🙏
આચાર્ય ભગવાન જિન શાસનના દક્ષ, નિર્ભય અને કુશળ નેતા છે. તેઓને “જિન શાસનના મહારાજા” તરીકે માન આપવામાં આવે છે. છત્રીસ ગુણોથી સંપન્ન આચાર્ય ભગવાન વર્તમાન ચોવીસીના તીર્થાધિપતિ છે અને પ્રભુ મહાવીરના શાસનની ધુરાને લાંબા સમય સુધી મજબૂતીથી સંભાળી રાખનાર મહાન પુરુષ છે. ચતુર્વિધ સંઘના અધિપતિ તરીકે તેઓ સમગ્ર સમાજને માર્ગદર્શન આપે છે અને પ્રભુના વચનોને વિશ્વના દરેક ખૂણે સરળતાથી વ્યાપિત કરે છે.
આચાર્ય ભગવાન દેવ સ્વરૂપ પણ છે. “તિથ્થયર સમો સૂરિ” અને ગુરુ સ્વરૂપ પણ છે , તેથી તેઓ પંચ પરમેષ્ઠીમાં મધ્યસ્થ સ્થાન પર બિરાજમાન છે . તેઓ તીર્થંકર પરમાત્મા દ્વારા કહેલા અને ગણધર ભગવંતો દ્વારા રચાયેલા શાસ્ત્રોના ઊંડા જાણકાર છે. તેમના દ્વારા જ્ઞાનાચારથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે, દર્શનાચારથી જડતા દૂર થાય છે, ચારિત્રાચારથી દુઃખોની સમાધિ મળે છે, તપાચારથી ઇન્દ્રિયજિત્ત્વ પ્રાપ્ત થાય છે અને વિર્યાચારથી કાયાના દુર્ગુણો દૂર થાય છે.
આચાર્ય ભગવાન પોતે આ પંચાચારનું પાલન કરે છે અને અન્યોને પણ તે માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે. તેઓ પોતાની પ્રભાવક્તા દ્વારા જીવને શિવ બનાવે છે, ખુનીને મુનિ બનાવે છે, મુર્ખને મહા વિદ્વાન બનાવે છે અને શેતાનને દેવત્વ તરફ દોરી જાય છે. તેઓ શુદ્ધ આચારોના પ્રતિક છે અને જે ધર્મ તેઓ પોતે આચરે છે તે જ ધર્મનો ઉપદેશ આપે છે. સત્યનિષ્ઠા સાથે જીવન જીવતા આવા ગુરુ જ સદગુરુ અને આચાર્ય કહેવાય છે.
આચાર્ય ભગવંતો તીર્થંકર ભગવાનના શાસનને કુશળતાથી આગળ વધારતા રહે છે. તેઓ આગમોની રક્ષા કરે છે અને પ્રભુની પરંપરાને અવિરત ચાલુ રાખે છે. તીર્થંકર ભગવાનના અભાવમાં તેઓ જ શાસનની ધુરાને સંભાળી આગળ વધે છે.
આચાર્ય ભગવંત તે છે જે કર્મો સામે સતત સંઘર્ષ કરે છે, પાપમય સંસારથી જીવને મુક્તિ તરફ દોરી જાય છે, જેમની આરાધનાથી ચારિત્રની શુદ્ધિ થાય છે અને જેમના સ્મરણથી જીવન સરળ બને છે. તેમના ધ્યાનથી મોહનો નાશ થાય છે અને આત્મા શુદ્ધિ તરફ આગળ વધે છે.
કડક આચારપાલનના આગ્રહી આચાર્ય ભગવંત જગતને સદાચારનો સંદેશ આપે છે કે જીવનમાં સાત વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ અને કુસંગથી સદા દૂર રહેવું જોઈએ. પાંચ આચારના પાલનથી પવિત્રતા પ્રાપ્ત થાય છે અને સાચા પરોપકારમાં નિરંતર તત્પર રહેતા આવા આચાર્ય ભગવાન ત્રીજા પદમાં આરાધ્ય છે.
જિન શાસનના પ્રગટ શિરતાજ એવા આચાર્ય ભગવંતોને હું બહુમાનપૂર્વક કોટી કોટી વંદન કરું છું. નવપદના તૃતીય આસનસ્થ આચાર્ય પદનો આ પાવન દિવસ સર્વ માટે મંગલમય બને તેવી પ્રાર્થના.
આવા આચાર્ય ભગવાન છત્રીસ ગુણોના ધારક છે. પંચ મહાવ્રતધારી, પંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુપ્તિ ધરાવનાર, ચાર કષાયોને જીતનાર, નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર, પંચાચારથી સમૃદ્ધ અને પાંચ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર. આ રીતે કુલ મળીને તેઓ છત્રીસ મહાન ગુણોથી અલંકૃત છે.
આવા આચાર્ય દેવોને ફરીથી હાર્દિક કોટી કોટી વંદના. 🙏

