ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન,
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન

ભાવના શબ્દનું મૂળ ભાવમાં છે. ભાવ શબ્દ વિચાર, સ્મરણ, રુચિ, ઇચ્છા, ઉલ્લાસ વગેરે અર્થોમાં વપરાય છે. જૈન મહર્ષિઓએ ભાવ શબ્દનો વિશેષ અર્થબોધ કર્યો છે. એ છે જે ભાવ વૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં આવે એ ભાવના. વળી જેના પુન: પુન: સ્મરણ વડે આત્મા મોક્ષાભિમુખ બને એ ભાવના. જૈન શાસ્ત્રકારો ભાવના શબ્દનું વધુ સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે જે મનોવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મોક્ષનો અભિલાષી બનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સંયમ સાધના પ્રત્યે દોરી જતી હોય એને ભાવના જાણવી. ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં એથી જ કહેવાયું છે…

વિત્તેન દિયતે દાનં, શીલં સત્વેન પાલ્યતે
તપોઽપિ તય્યતે કષ્ટાત, સ્વાધિનોત્તમ ભાવના

 

01. અનિત્ય ભાવના (અસ્થિરતા)

આ જગતમાં બધું જ સતત બદલાતું રહે છે. જગતનું જે અનિત્યપણું છે, તે જ તેનું નિત્યપણું છે. ડગલેને પગલે જીવનમાં થતા ફેરફારને આપણે અનુભવીએ છીએ. જે ઘરમાં આપણે રહીએ છીએ તે થોડા વખત પછી જર્જરીત થઈ પડી જાય છે. જે સ્વાદિષ્ટ વાનગીઓ આપણે ખાઈએ છીએ તે એક- બે દિવસમાં જ ખાવા લાયક રહેતી નથી. જે શરીરમાં આપણો આત્મા પુરાયો છે, તે ઉંમરની સાથે વૃધ્ધ અને અશક્ત બની છેલ્લે મૃત્યુ પામે છે. અંતર મનના ભાવો એકસરખા રહેતા નથી અને માટે જ સંબંધો બંધાય છે અને છૂટી પણ જાય છે. દાદા, દાદી અને બાલ્યકાળના મિત્રો કે જેમની સાથે આપણે એક સમય ખુબ નજીકથી જોડાયેલા હતા, મોટા થતાં તેઓ દિવસો કે મહિનાઓ સુધી યાદ આવતા નથી. આપણી ઈચ્છાઓ પણ સતત પર્યાયાન્તર પામતી રહે છે. એક સમયે ખુબ સ્વાદિષ્ટ ભોજન લેવાની ઈચ્છા થાય છે, તો થોડા વખત બાદ મોટું, સારું ઘર લેવા માટેના સ્વપ્નોમાં ખોવાય જઈએ છીએ. આજે સંપત્તિ મેળવવાનો લોભ છે તો કાલે માન, પ્રતિષ્ઠા, કિર્તી એ રૂપિયા કરતાં વધારે મહત્વના થઈ જાય છે. આપણી પ્રકૃતિ અને સ્વભાવ પણ સતત બદલાતા રહે છે. જ્યાં મોહ છે ત્યાં મન સ્થિર ક્યારેય હોતું નથી. કોઈક વ્યક્તિ માટે અખૂટ ધીરજ છે તો કોઈકને આપણે એક પળ પણ સહન કરી શકતા નથી. ગરમી અસહ્ય હોય તો અકળાય જઈએ છીએ અને વાતાનુકૂલ હોય તો પ્રમાણમાં શાંત રહીએ છીએ. બાહ્ય અને અંતરંગમાં પળે પળે બધું જ બદલાતું જાય છે. અને તે આપણા સૌનો પોતાનો અનુભવ છે.

આ દેખીતાં જગતમાં કેટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. આપણે જે જોઈએ છે અને જેનો વપરાશ કરીએ છીએ તેના અસ્તિત્વનો ખરેખર વિચાર કરીએ તો તે મર્યાદિત કાળ માટેનું છે. વિજ્ઞાને પૂરવાર કરી આપ્યું છે કે, પુદ્દ્ગલના નાનામાં નાનો ભાગ પરમાણુની અંદર પણ સતત બદલાવ ચાલુ છે.

જે કાંઈ પદાર્થો સાથે આપણે બંધાયા છીએ તેનો સ્વભાવ જ છે કે, તે સતત રૂપાંતરિત થયા કરે છે. આપણી સહુની મોટી ભુલ એ છે કે, જે સતત બદલાય રહ્યું છે તેવા અશુચિમય શરીરમાં આપણે મારાપણાનો ભાવ કરેલ છે. તે શરીરના સંજોગો અને સંબંધોને આપણે પોતાના માનીએ છીએ. આત્માથી શરીર તદ્દન જુદું જ છે. અને તે શરીર સાથેનું આપણા આત્માનું એક ક્ષેત્ર અવગાહીપણું આયુષ્ય નામ કર્મ પૂર્ણ થાય ત્યાં સુધી જ છે. હર્ષ-શોક, સુખ-દુખ, ગમો-અણગમો, આ બધું પર પદાર્થમાં રહેલા મારાપણાના ભાવને કારણે જ છે.

જેને આપણે ખુબ ચાહિએ છીએ તે શરીર અને શરીર સાથે જોડાયેલી તમામ ચીજોને છોડી દેવી પડશે એ વિચાર કાં તો વધુ મોહ કરાવે છે અને કાં તો એ વાસ્તવિક્તાની સાચી સમજણ લઈ આપણામાં વૈરાગ્ય જગાડે છે. મનુષ્ય દેહ, વિવેક કરી શકે તેવું મન, સદગુરૂની કૃપા અને આ તમામ અનિત્ય પદાર્થોથી છોડાવી દે તેવો ધ્યાનમાર્ગ, આવા બળવાન સાધન આપણી પાસે છે, તો શું આપણે આત્મવિકાસ ન સાધી શકીએ ? જરૂર સાધી શકીએ જો ઈચ્છા ને દ્રઢ મનોબળ હોય તો.

મારે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો છે કે શું હવે પછીના જીવનમાં પણ હું આ ક્ષણભંગુર વસ્તુઓને જાળવતો રહીશ? થોડા કાળ રહેનારી પરીસ્થિતિઓને મોહાંધ બની માણતો રહીશ ? મારું કથળતું જતું આરોગ્ય, સંપત્તિ, કુટુંબ, પ્રતિષ્ઠા એ કોઈ મારા નથી અને છતાંયે શું એ બધાંને સાચવતો રહું કે, જે નિત્ય છે અને સદૈવ મારો રહેવાનો છે એવા મારા આત્માને સાચવું- કર્મોથી બચાવું.

સાર: અનિત્ય ભાવના આપણને શીખવાડે છે કે આ શરીરની જવાની , ઘર , રાજ્ય , સંપત્તિ , ગાય , સ્ત્રીના સુખ , હાથી , ઘોડા , પરિવાર , પાંચ ઈન્દ્રિયોના ભોગ આ બધું ક્ષણ માત્ર છે. હંમેશા નથી રહેતા. અનિત્ય છે. અસ્થાયી છે. આ બધા સુખ , દુઃખ આપે છે. જેવી રીતે આકાશમાં ઈન્દ્ર ધનુષ્ય અને વીજળી થોડોક જ સમય રહે છે એવી જ રીતે આ સુખ થોડોક સમય જ છે.

જેવી રીતે વિવેકી જીવ એઠું ભોજન ખાવામાં કેટલું પણ સ્વાદિષ્ટ ના હોય પણ ક્યારેય મમત્વ નહિ રહેતું , એવી જ રીતે અનિત્ય ભાવના ભાવતાં જીવને આ સંસારના ખોટા ભોગ લાખો વાર ભોગવ્યા હોય તો પણ મમત્વ નહિ રાખતા. અને એના વિયોગમાં દુઃખ કરતા અને સંયોગમાં સુખ કરતા. એ સમ ભાવમાં રહે છે.

02. અશરણ ભાવના (લાચારી)

આ લોક એકાંત શોકથી પીડાય છે. અહીં કોઈ સુખી નથી. જે દેહ અનેક રોગોનું કેન્દ્ર હોય, જે દેહ વેદનાની પ્રત્યક્ષ મૂર્તિ હોય એવા દેહમાં રહીને કોઈ સુખી થઇ શકે ખરો? દરેક દેહધારીને જન્મ, જરા અને મૃત્યુના અસહ્ય દુઃખોમાંથી પસાર થવું જ પડે છે. એવું કોઈ સમર્થ શરણ ખરું કે જે જન્મ-મરણના, ભવભ્રમણના, અનંત દુઃખોમાંથી જીવાત્માઓને છોડાવી શકે?

પૂર્વના શુભ કર્મોને કારણે થોડા જીવોને ભૌતિક સુખ મળે છે અને તેઓ તેમાં મસ્ત બની જીવે છે, પણ તે સુખ ક્યાં લાંબું ટકે છે? મૃત્યુ આંગણે આવી ઊભું રહે ત્યારે એ મસ્તી ક્ષણવારમાં ઉતરી જાય છે ને જીવ ખેદ, દુઃખ અને રોગની પીડાથી ઘેરાઈ જાય છે.

મૃત્યુ એ નરી વાસ્તવિકતા છે. આપણે સહુએ તેને ખૂબ નજીકથી જોયું છે. કુટુંબીજન, ઓળખીતા સ્વજન કે પછી કોઈ મિત્ર; સમયાંતરે કોઈ ને કોઈ ગુજરી જાય છે અને સ્મશાનમાં તેના દેહના અગ્નિસંસ્કાર થાય ત્યારે ચિતામાં તે શરીરને બળતા પણ આપણે અનેક વાર જોયું છે. આપણે ઈચ્છીએ તોયે કોઈની પીડા કે દુઃખ લઇ શકતા નથી. નિ:સહાય ત્યાં ઊભા રહીને માત્ર જોયાં જ કરીએ છીએ. માતાપિતા, પત્ની, બાળકો જેને આપણે ખૂબ પ્રેમ કરીયે છીએ, જેનું દુઃખ દૂર કરવા સમસ્ત સંપત્તિ આપવા તૈયાર થઈએ છીએ છતાં તે દુઃખને આપણે દૂર કરી શકતા નથી. સિકંદર જેવો દુનિયાને જીતનારો બાદશાહ પણ કરગરતો રહ્યો, તેના કાબિલ વૈદો અને હકીમો, વિપુલ સેના, અઢળક ધન-વૈભવ, કોઈ તેને બચાવી ના શક્યું. આખી પૃથ્વી પર રાજ કરવા તે જીવનભર લડતો રહ્યો અને છેલ્લે રડતો રહ્યો. અંતે ખૂબ પસ્તાયો, કે જે મારી સાથે નથી આવવાનું તેના માટે મેં જીવન ગુમાવી દીધું. પોતાના આત્માને ધિક્કારતો રહ્યો. ભલે તે અતિ બળવાન હતો પણ લોભ, તૃષ્ણા, લૌકિક મોટાઈના ભાવોએ તેને અંતે ભિખારી બનાવી દીધો.

શરીર સ્વસ્થ હોય તોયે તૃષ્ણા અને અસંતોષને કારણે મન સતત ચંચળ અને ઉપાધિગ્રસ્ત રહે છે. સંકલ્પ અને વિકલ્પના વમળોમાં ફસાયેલું તે મન ફિકર અને ચિંતાતુર રહે છે. મોટા ભાગના મનુષ્યો, ભય અને અસ્થિરતા સાથેનું શોકમય જીવન જીવે છે અથવા એમ કહીએ કે મોહના પરિણામ સાથેનું સંઘર્ષમય જીવન જીવતાં પળે પળે મરતાં રહે છે. આવી માનસિક અને શારીરિક, કરુણ અને દયાજનક અવસ્થામાંથી કોઈ મુક્ત કરાવી શકે ખરું?

જયારે શ્વાસોશ્વાસ ખૂટી જાય, સમય પૂરો થાય, ત્યારે આ બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે જે જીવને મરણથી બચાવી શકે. રાજા હોય કે રંક, ભણેલો હોય કે નિરક્ષર, સ્ત્રી હોય કે પુરુષ, મનુષ્ય હોય કે તિર્યંચ, બધાએ એ દેહરૂપી ખોલી ખાલી કરવી જ પડે છે. અન્ય વ્યક્તિના દેહોત્સર્ગના સમાચાર સાંભળીને ખેદ થાય, દિલાસો આપતા અંતરમાં સ્મશાન વૈરાગ્યને અનુભવીએ છીએ પણ સાથોસાથ એમ નથી વિચારતાં કે મૃત્ય મારા માથા ઉપર પણ ભમી રહ્યું છે. જે શરીરમાં હું જીવું છું તે પણ નિશ્ચિત મરવાનું છે જ. જે જન્મે છે તે મરવાનું જ છે, જે ખીલે છે તે કરમાવાનું જ છે, ઉગે છે તે ચોક્કસ આથમવાનું છે. જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે, જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

તો શું મૃત્યુના ભય સાથે ડરી-ડરીને આપણે જીવન જીવવું છે કે પછી આ અશરણ સંસારમાં એક સત્પુરુષને શોધી તેમની નિશ્રામાં રહીને સત્દેવે પ્રબોધેલા ધર્મનું અનન્ય શરણ ગ્રહી ઉત્તમ આરાધના કરી અનંત કાળના દુઃખોથી મુક્ત થવું છે? સમર્પણથી પ્રગટ થતું શૌર્ય અને ભક્તિમાંથી પ્રગટ થતી શક્તિ દ્વારા આજ ભવે સમ્યક્ પરાક્રમ સર્જી શકાય છે.

શું આ અમૂલ્ય મનુષ્ય ભવ મળ્યો છે તેને દેહભાવે લૌકિક જીવન જીવીને વ્યર્થ ગુમાવી દેવો છે? મોહ અને મિથ્યાત્વની જાળ જીવે પોતે ગૂંથી છે અને તેમાં ફસાઈને અનંત દુઃખ ભોગવી રહ્યો છે તો શું આ મનુષ્યભવમાં આપણાં આત્માને છોડાવવો નથી? કુટુંબ, ધંધો, સંપત્તિ, મિત્રો સાથેનું જીવન જીવતા રાગ – દ્વેષ, સુખ – દુઃખ, હર્ષ – શોક જેવા દ્વંદ્વની વચ્ચે હજુ પણ પીસાતાં રહેવું છે?

આજ્ઞાપાલન તેમજ ધ્યાન-સાધના સાથે ઊંડી વિચારધારા ખૂબ અગત્યની છે. સૂક્ષ્મ વિચારધારાથી જ બોધ સંસ્કારિત થાય છે અને તે આચરણમાં મુકાય છે. હું આ શરીર નથી, મન – બુદ્ધિ – અહંકાર આ તો મારી સાથે જોડાયેલાં તત્વો છે પણ તે કાંઈ મારું સ્વરૂપ નથી. જે દેહમાં અત્યારે હું જીવું છું તે જ મારો નથી તો સ્ત્રી, પુત્ર, ઘર એ કશું મારું કેવી રીતે થઇ શકવાનું? હું પૂર્ણ છું, શુદ્ધ છું, ઉપયોગમય છું. ના હું જન્મુ છું કે ના હું મરું છું, જ્ઞાન અને આનંદ એ મારા ત્રિકાલિક સત્ય ગુણો છે. કોઈ મને નુકસાન પહોંચાડી શકે એમ નથી, હું અજર, અમર, અવિનાશી છું. આ જ ભવમાં મારે મારા મૂળ સ્વરૂપને ઓળખી લેવું છે, મારે મારા આત્માને અનુભવી લેવો છે.

સાર: અશરણનો અર્થ ક્યાંય પણ શરણ નહિ. સુરેન્દ્ર , નરેન્દ્ર , કાળ રૂપી સિંહના સામે કે હરણના સામે સમાન છે. નવી યોનીમાં બધા જ મહેલ , રાજ , પાટ છોડીને જવું પડે છે. અને કર્મોનું ફળ ભોગવવું પડે છે. મણિ , મંત્ર , તંત્ર , મોટામાં મોટી શક્તિ હોય , માતા , પિતા , દેવી , દેવતા , ઔષધિ હોય , મૃત્યુથી કોઈ બચાવતું નથી. ક્યાંય પણ શરણ નથી. આ અશરણ ભાવના છે. આ અશરણ ભાવના ભાવવાથી સમતા ભાવ જાગૃત થાય છે. આ ભાવના ભાવતાં જીવ શરીર ત્યાગના સમયે શોક નથી કરતો. કે બીજા કોઈના મૃત્યુમાં શોક નહિ કરતો.

 

 

03. સંસાર ભાવના (જન્મ અને મૃત્યુનું ચક્ર) જન્મ અને પુનર્જન્મના ચક્રમાં, એક જીવનની માતા બીજા જીવનમાં પત્ની બની શકે છે, અને તેવી જ રીતે પત્ની માતા બની શકે છે; અને દુશ્મન મિત્ર બની શકે છે. કેટલું વિચિત્ર અને સંસાર નિરર્થક છે? આપણને તેની સાથે કોઈ લગાવ ન હોવો જોઈએ. આ ભાવના આપણને પૂછે છે યાદ રાખો કે આ આત્મ આ સંસારમાં એક જીવનમાંથી બીજા જીવનમાં ભટકતો રહે છે સનાતન એક જીવનથી બીજા જીવનમાં આ અવિરત ભટકવાનો કોઈને કોઈ હેતુ હોવો જોઈએ. શું તેનો કોઈ અંત હોઈ શકે? ચોક્કસ, તે કુદરતની યોજના હોઈ શકે નહીં કે આ આત્મા જીવન દરમિયાન આનંદ અને પીડા, આશાઓ અને નિરાશાઓનો અનુભવ કરવા માટે અવિરતપણે આગળ વધવું જોઈએ જીવન પછી કોઈ હેતુ વગર. વધુમાં, જો કોઈ હેતુ હોય તો મારે તે શોધવું જોઈએ. તે છે જાણવા મળ્યું કે જન્મ અને પુનર્જન્મના આ અનંત ચક્રનું પુનરાવર્તન કરીને મેં કંઈ મેળવ્યું નથી, જીવન અને મૃત્યુ અને તમામ ઉતાર-ચઢાવ, તનાવ અને ઉથલપાથલ આમાં ઉદ્દેશ્યથી આગળ વધી રહી છે સંસાર. તેનાથી બચવા માટે હું શું કરી શકું? સાધક (આકાંક્ષી)નું મન સતત કબજે કરે છે આ પ્રકારની ધારણા આખરે તેને નિર્ગ્રંથની સ્થિતિમાં લઈ જાય છે (ગાંઠ વિના અથવા ગ્રંથી) જ્યાં બંધનની દરેક ગાંઠ ઓગળી જાય છે.

 

 

04. એકત્વ ભાવના (એકાંત) “હું એકલો છું, હું એકલો જ જન્મ્યો છું, હું એકલો જ મરીશ, હું એકલો બીમાર છું, મારે એકલાએ જ સહન કરવું પડશે, હું મેં કમાયેલા કર્મોનું પરિણામ એકલાએ જ ભોગવવું પડશે,” તેથી, વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ, અને આસક્તિ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. એકત્વ એટલે એકલતા અને અન્યત્વ એટલે અલગતા. અમે એકલા વિશ્વમાં પ્રવેશીએ છીએ અને અમે તેને પણ એકલા છોડીએ છીએ. આપણામાંના દરેકને આપણા વ્યક્તિગત કર્મોનું ફળ ભોગવવાનું છે. દુન્યવી બાબતોમાં આપણો સહકાર, અન્યો માટે પ્રેમ અને લાગણીને મંજૂરી ન આપવી જોઈએ જોડાણમાં અધોગતિ થઈ શકે છે કારણ કે અમારા પરિવાર માટે અથવા તો કોઈ પણ પ્રકારનું જોડાણ નથી મિત્રો આપણને જીવનની પીડામાંથી બચાવી શકે છે. સભાનતા કે હું એકલો છું અને મારે એકલા જ છે ચાર્ટ મારા જીવનનો માર્ગ સ્વાર્થી નથી. તે ઉપરાંત મારો પરિવાર, મારા મિત્રો અને મારા સામાન મારી નથી, સ્વાર્થ પેદા કરતું નથી, પરંતુ આ બધી વસ્તુઓને વળગી રહેવું, કરે છે સ્વાર્થ લાવો કારણ કે આવા વળગી રહેવું એ સ્થૂળ આસક્તિનું પરિણામ છે જે છે માનવ સ્વભાવમાં સૌથી ખરાબ અવગુણ. હકીકતમાં એકત્વ અને અન્યત્વના આ બંને ભવનો
(અન્યતા) માત્ર એકબીજા માટે સ્તુત્ય જ નથી પરંતુ તાર્કિક પણ છે ઉપર ઉલ્લેખિત આશારણ ભવનના પરિણામ. શું આ બે ભવનો prescribe, સૂચવે છે કે તમારે તમારા પોતાના કર્મોનું ફળ ભોગવવું પડશે – અન્ય તમને તેમનાથી મુક્ત કરી શકતા નથી. તેવી જ રીતે, તમે અન્ય લોકોને તેમના ફળોમાંથી મુક્ત કરી શકતા નથી કર્મો જો આપણે દૃષ્ટિકોણની આવી ઉદ્દેશ્યતા કેળવીશું, તો આપણે વધુ સારી રીતે સજ્જ થઈશું આપણી અને આપણી આસપાસના બીજાની સેવા કરીએ.

 

05. અન્યત્વ ભાવના (અન્યત્વ)

જે અન્ય છે, પારકું છે, પૃથક કે જુદું છે તે ક્યારેય પોતાનું થઈ શકતું નથી, થવાનું નથી. જે શરીરમાં આપણે વસવાટ કર્યો છે, તે આત્માની સાથે એક ક્ષેત્ર અવગાહી રહ્યું છે. તે શરીર પણ જો આપણું ન થયું તો પછી અન્ય કોઈ પણ પર વસ્તુ કે વ્યક્તિ આપણા કેવી રીતે થઈ શકે? કર્મ અનુસાર બાહ્યમાં બધું જ બદલાયા કરે છે. જે અસ્થિર છે, તેનો વિશ્વાસ કેમ કરાય? ચર્મચક્ષુ જે કંઈ જોઈ શકે છે તે બધું હરહંમેશ પારકું જ રહેવાનું છે.

આ શરીર એ જ સ્વયમ્ કર્મનું ફળ છે અથવા તો એમ કહો તે કર્મનું સાકારિત સ્વરૂપ છે. તે શરીર પુદગલ છે. ભેગું થવું અને વિખરાઈ જવું એ પુદગલનો સ્વભાવ છે. આ જીવ અને શરીર , પાણી અને દૂધ એક બીજામાં મળેલા છે. તો પણ બંને જુદાં જુદાં છે. એક નથી. શરીર અને આત્મા એક હોય તો મડદામાં જાન ના હોય ? તો આવું કેમ થાય છે કે આત્મા શરીરમાંથી નીકળ્યા પછી પણ શરીર પડ્યું રહે છે. એટલે શરીર અને આત્મા અલગ છે.
સર્જન તેનું વિસર્જન, જન્મ તેનું મૃત્યુ, નિશ્ચિત છે જ. જન્મ, જરા અને મરણ તે શરીરની અલગ અવસ્થાઓ છે કે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. ગમે તેટલા ઉપાય કરવા છતાં તે સતત જીર્ણ થતું જ રહે છે. કેવળ એક આત્મા જ આપણો છે પણ તે ભૌતિક, પૌદગલિક ચક્રવ્યુહમાં એવો તો ફસાઈ ગયો છે કે અનંત કાળથી રખડી રહ્યો છે. અનંતુ દુઃખ ભોગવવા છતાં તે સંસારની ગલીઓમાં જ સુખ શોધવા ભટકી રહ્યો છે.

જ્ઞાની અને અજ્ઞાની દરેકના જીવનનું સંચાલન મન કરે છે. પણ જ્ઞાની જાગૃત છે. અજ્ઞાની અજાગૃત છે. જ્ઞાની આત્મામાં જીવે છે જ્યારે અજ્ઞાની શરીરમાં. જ્ઞાનીના મનમાં ઉદ્દભવતા વિચારો અને ઇચ્છાઓને જ્ઞાની પોતાના જ્ઞાનભાવમાં તપાસીને અમલમાં મૂકે છે. આત્માની જાગૃતિથી, જ્ઞાયકશક્તિથી જ્ઞાનીનું જીવન દોરવાય છે માટે તેમના યોગ એ જ્ઞાનયોગ કહેવાય છે. જે અન્ય છે તેને એ પોતાનું નથી માનતા. જ્યારે અસ્થિર અને અપવિત્ર મન દ્વારા અજ્ઞાનીનું જીવન દોરવાય છે. તે મન રૂપ, રસ, રંંગ અને સ્પર્શમાં અટવાયેલું રહે છે. તે પર પદાર્થોને પોતાના માને છે. શરીરમાં હું-બુદ્ધિ પ્રબળ રીતે સ્થપાયેલી હોય છે. અજ્ઞાનીનું મન જાગેલી ઇચ્છાઓને પૂર્ણ કરવા હુકમ કરે અને મન કહે તેમ અજ્ઞાનીનો આત્મા વેઠિયો બની તે ઇચ્છાઓ પૂરી કરવામાં જોતરાઈ જાય છે. જે મન નખોદ વાળે છે તે જ મન જો કેળવાય, સંયમમાં આવે તો મોક્ષ માટેનું ઉત્તમ સાધન સાબિત થાય. મહાપુરુષોનાં વચનોમાં રહેલાં તાત્વિક રહસ્યોને તે મન અનુપ્રેક્ષણ દ્વારા પામી શકે છે. આમ અજ્ઞાનીનું મન બંધનું કારણ બને છે તો જ્ઞાનીનું મન મોક્ષનું કારણ બને છે

06. અશુચિ ભાવના (અશુદ્ધિ)

આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગ-જરાનું નિવાસ ધામ છે, એ શરીરથી હું ન્યારો છું.

અશુચિ એટલે અપવિત્રતા. જે મેલું અને કદરૂપું હોય તે. જે સહન ન થઈ શકે, અરે! જોવું પણ ન ગમે. આ સંસારમાં, અતિ ઘૃણા ઊપજાવે એવું જો કંઈ હોય તો તે છે આપણે ધારણ કરેલું શરીર અને છતાં તેની ઉપર મોટા ભાગના જીવોને ખૂબ મોહભાવ અને પ્રેમ ઊપજે છે. બાહ્યથી ભલે તે દેહ ગમે તેટલો રૂપાળો કે દેખાવડો લાગે પણ પરમકૃપાળુ દેવે તેમજ પૂર્વાચાર્યોએ તે શરીરને “મળ-મૂત્રની ખાણ” એવી ઉપમા આપી તેના સાચા સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. આંખ, કાન, નાક અને શરીરમાં રહેલા અસંખ્યાત છિદ્રોમાંથી, સતત મેલ અને મળ નીકળ્યા જ કરે છે. દુર્ગંધ મારતો પરસેવો ઝર્યા જ કરે છે. એક ક્ષણ માટે પણ આપણે આ શરીરની બાહ્ય સુંદરતાનો મોહ ઘટાડવાનો છે. તે શરીર એ જ હું છું, એવી ભ્રામિક માન્યતા અને અભિપ્રાયને હંમેશ માટે તોડી નાંખવાના છે.

ખરેખર તો શરીર પ્રત્યેના ગાઢ મોહ અને મિથ્યાત્વ ભાવ ઉપર આ ભાવના જોરથી પ્રહાર કરે છે. અનંત કાળથી જે માન્યતા ભવભ્રમણનું કારણ બની છે તે આ ભાવનાના અનુપ્રેક્ષણ દ્વારા દૂર થશે. જે ભાવના શરીર પ્રત્યેનો રાગભાવ દૂર કરાવે તે ભાવના કેટલી ઉપકારી ગણાય અને તેને સૂક્ષ્મ રીતે ભાવવી કેટલી આવશ્યક છે એ સમજાય એવું છે.આ ભાવના દ્વારા દેહનું પ્રાધાન્ય ઘટશે, તેને સાચવવા માટેના પ્રયત્નોમાંથી નિવૃત થઈશું અને મૃત્યુના ભયમાંથી મુક્ત બનીશું.

જે શરીરમાં આપણે રહીએ છીએ તે શરીરથી આપણે સુપરિચિત છીએ. હાડકાં, માંસ, લોહી, પરું, શ્લેષ્મ, મળ-મૂત્ર અને મેલથી તે શરીર રચાયેલું છે. તે પુદ્દગલ હોવાથી કાળની સાથે તે જીર્ણ થતું જ રહેશે. કોઈ પણ પદાર્થ શરીર સાથે જોડાય એટલે તે પણ તે શરીરની અશુચિનો સ્પર્શ થતાં જ બગડતો, ગંધાતો, અને નષ્ટ થતો જાય છે. ધોવાયેલા ઇસ્ત્રીબધ્ધ અથવા તો નવા ખરીદેલા કપડાં આ શરીર પર ધારણ કરીએ છીએ અને થોડાં જ કલાકોમાં તેમાંથી વાસ આવવા લાગે છે. ગમે તેટલી સ્વાદિષ્ટ અને કેસરની સુવાસથી મઘમઘે એવી વાનગી હોવા છતાં મોંઢામાં જતાં જ તે વિષ્ટા થઈ જાય છે.

સાર: આ માંસ , ખૂન , મળ , મૂત્ર , પરસેવો , હાડકાં , ચરબી વગેરે બધા અપવિત્ર પદાર્થોથી મળેલા છે. આ શરીરના 9 દ્વારમાંથી સતત મેલ નીકળ્યા કરે છે. એટલું જ નહીં આ શરીરના સ્પર્શથી પવિત્ર પદાર્થ પણ અપવિત્ર થઈ જાય છે. આવા શરીરથી કોણ પ્રેમ કરે ? કોણ મોહ રાખે ? આવું ચિંતન અશુચિ ભાવના છે.

 

07. આશ્રવ ભાવના (કર્મનો પ્રવાહ)

જીવના શુભાશુભ અધ્યવસાય તે ભાવ આશ્રવ છે. તેથી જે કર્મો બંધાય છે તે દ્રવ્ય આશ્રવ છે.

કર્મ જ્યારે આત્માને ઘેરી વળે, આવરી લે તેને આશ્રવ કહેવાય. જેમ કોઈ રાજા પોતાના કિલ્લામાં છે અને દુશ્મનની સેના તે કિલ્લાને ચારે દિશાઓથી ઘેરી લે છે તેમ કર્મ આપણા આત્માને ઘેરી લે છે. સૂર્ય છે પણ વાદળનું આવરણ આવી જાય તો તેનો પ્રકાશ ઢંકાયેલો રહે છે તેમ કર્મ આવીને આત્માની શક્તિઓને આવરી લે છે. જાણતાં કે પછી અજાણતાં, આપણો આત્મા સતત કર્મથી બંધાઈ રહ્યો છે.

અજ્ઞાન ને કારણે કર્મ બાંધીએ છીએ ત્યારે ખ્યાલ આવતો નથી. એવુ લાગે છે કે કર્મ દેખાતા નથી પણ ધારેલું શરીર અને તે દ્વારા જે કઈ આત્મા ભોગવટો કરે છે તે બધુ જ કર્મ છે. અનુભવથી તે કર્મોનું ફળ સ્પષ્ટ વેદાય છે.

કર્મ ભારી અને કઠોર છે, તે આત્માને પીડા આપે છે અને ઉર્ધ્વ ગતિ નથી કરવા દેતા. જો વહાણમાં છિદ્ર હોય તો પાણી અંદર પ્રવેશી જાય છે અને તે પાણીનું વજન વહાણને ડૂબાડી દે છે તેવીજ રીતે આશ્રવ છે તે છિદ્ર છે જે દ્વારા કર્મ આત્મા સુધી પહોંચી જાય છે. અનંત કર્મો ભોગવવાના બાકી છે તેમાં વળી નવા ઉમેરાતા જાય છે. તે શુભ અને અશુભ કર્મો એટલે કે પુણ્ય અને પાપને ભોગવવા માટે, કર્મની વિવિધ પ્રકૃતિઓ અનુસાર જન્મ મરણ કરવા પડે છે. ભવભ્રમણનું આ ચક્ર અનંત કાળથી આ રીતે ચાલુ જ રહ્યું છે. જીવ એકાંતે દુઃખ ભોગવી રહ્યો છે. ભોગવ્યા વગર, તે કર્મોથી કોઈ છૂટી શક્યું નથી. મન, વચન અને કાયાની વર્તનાનું આ ફળ છે. જેવું કરીએ તેવું ભોગવીએ, આ અફર નિયમ છે. તે નિયમમાંથી કોઈ બચી શકતું નથી.

કર્મના સિદ્ધાંતો આ જગતને યથાયોગ્ય રીતે ચલાવે છે. કર્મના સિદ્ધાંતો સરળ અને સ્પષ્ટ છે. તેને સુવ્યવસ્થિત સમજીને જો આપણે જયણા પૂર્વક જીવન જીવીએ તો આત્માને મુક્ત કરવો અઘરો નથી. શુભ કર્મો જીવને શાતા ઉપજાવે છે તો અશુભ કર્મો અશાતા. યાદ એ રાખવાનું છે કે, જીવ ત્યારે જ મુક્ત થાય છે જ્યારે તે કર્મ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. શુભ કર્મ દ્વારા જીવને એવી બાહ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય છે કે જેથી તે ધર્મ પુરુષાર્થ કરી શકે પણ અંતે મોક્ષ થવા માટે તેનાથી પણ જીવે છૂટવું જ પડે છે.

કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે તે જાગૃતિ સહિત થવું જોઇએ. રસોઈ બનાવીએ, પાણીનો ઉપયોગ કરીએ, ચાલતા હોઇએ, ધંધો, વ્યાપાર કે વ્યવહારાદિ કરતાં હોઈએ અથવા તો કંઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે, હિંસા નથી થતી ને? તે સભાનતા હોવી અત્યંત આવશ્યક છે.

દરેક જીવાત્મા માટે પ્રેમ અને આંતરિક ફિકર હોવી ખૂબ જરૂરી છે. જગતના તમામ જીવો સાથેની નિર્પેક્ષ અને નિઃસ્વાર્થ મૈત્રી, વિશ્વવત્સલ ભાવ, તે અહિંસા ધર્મનો પાયો છે. કર્મોથી બચાવી લે એવો આ કલ્યાણકારી ભાવ છે.

કર્મના બચવા માટે કોઈને દુઃખ પહોંચે એવા અથવા તો અસત્ય વચન ન બોલાઈ જાય તેની કાળજી લેવી. મનમાં ઈર્ષ્યા, કષાય તેમજ વેર જેવાં ભાવો ન થવા દેવા અને જો થાય તો તુરંત તે જીવો પાસે ક્ષમા માંગી લેવી.

અંતરના ભાવો, કાર્યનો આશય તેમજ તે કરવાની રીત ઉપર બધું નિર્ભર છે. જીવ પોતે જ પોતાનું ભવિષ્ય ઘડે છે. શુભ વિચારો, ભાવો અને આચરણ શુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે, તો અશુભ વિચારો, ભાવો અને આચરણ અશુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે. અંદરથી જાગેલા હોઈએ તો મન શું કરી રહ્યું છે તેની ખબર પડે. ગતિશીલ જીવનની ધમાલમાં, આ જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવામાં, શરીરના સુખ અને શાતાની ચિંતામાં, પૌદ્દગલિક સુખની ઇચ્છાઓ ને તૃષ્ણામાં આ અંતર જાગૃતિ વિસ્મૃત થઈ જાય છે અને તેથી આત્માએ ખુબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે.

ભગવતી સૂત્ર વાંચતા સમજાય છે કે પુણ્ય માટે પુરુષાર્થ કરવો પડે છે જ્યારે શ્વાસોશ્વાસ લેવા માત્રથી અશુભ કર્મ બંધાય છે. અવિરત મેઘની વૃષ્ટિની જેમ આત્મા સતત કર્મથી લેપાતો જ રહે છે. મન, વચન અને કાયાના યોગ દ્વારા કંઈ પણ કરીએ તેથી કર્મ બંધાય છે. શરીરમાં આત્મબુદ્ધિનો ભાવ એ જ મિથ્યાત્વ છે અને તેથી આશ્રવના દ્વારો ખુલ્લા રહે છે. તે દ્વારોમાંથી કર્મ અંદર પ્રવેશી આત્માને આવરી લે છે. જિનેશ્વર ભગવાને જે ધર્મને પ્રગટ જણાવ્યો તેને ગણધરોએ આગમોમાં વિસ્તૃત સ્વરૂપે સમજાવ્યો છે. તેની સૂક્ષ્મ સમજણ લેતાં ખ્યાલ આવે છે કે, વીતરાગનું વિજ્ઞાન કેટલું સાચુ, સચોટ અને સમ્પુર્ણ છે. તમામ તર્કો અને પ્રશ્નોના જવાબ તેમાં મળી જાય છે. આપણી શ્રદ્ધા અને આપણો સમર્પણભાવ આ સમજણ લીધા પછી પરિપક્વ બને છે. કર્મ શાસ્ત્ર ખૂબ ગહન છે. જૈન શૈલી ઉત્તમોત્તમ છે. સદગુરુ આશ્રયે તે કર્મ વિજ્ઞાનને આપણે પૂર્ણ રીતે સમજી શકીએ છીએ.

 

08. સંવર ભાવના (કર્મનો અવરોધ)

સંવર એટલે કર્મોના પ્રવાહને રોકવો.

જેમ વરસાદ કે વાવાઝોડું આવે ત્યારે પાણી અને ધૂળ ઘરમાં ન પ્રવેશી જાય માટે આપણે ઘરનાં બારી અને બારણાં બંધ કરી દઈએ છીએ, બરાબર એજ રીતે કર્મો અંદર ન પ્રવેશે તે માટે આપણે મન, વાણી અને કાયાના યોગોને સાવચેતીપૂર્વક પ્રવર્તાવવા જોઈએ. યોગાશ્રવનાં દ્વારોમાંથી કર્મો પ્રવેશે નહિ માટે આપણા જીવનના આપણે ચોકીદાર બનવાનું છે. પાપના પ્રનાલને બંધ કરવાનાં છે. કોઈ નબળો કે ખરાબ વિચાર આવે તો તેના આવતાની સાથેજ તેની ધરપકડ કરી લેવી. મનના મહેલમાં તેને ફરવા ન દેવો. આવી સતત જાગૃતિ હશે તો મન નિર્મળ અને વિવેકી બનતું જશે. સંકલ્પબળ, એકાગ્રતા, ધીરજ આવા લાભદાયી ગુણો ખીલતા જશે.

આશ્રવનાં દ્વારોને બંધ કરી દેવા તે સંવર ભાવના. સમ્યગજ્ઞાન, વિરતિ, અપ્રમત્તતા, નિ:કષાય પરિણામ અને અયોગ થકી આપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના દ્વારોમાંથી આવતાં કર્મોને રોકી દઈએ છીએ.

વાણી અને વર્તન એ વિચારોમાંથી પ્રગટ થાય છે માટે આપણું મન શું કરી રહ્યું છે તે જાણતા રહેવું એ અત્યંત જરૂરી છે. મન જો સ્વચ્છ, સ્વસ્થ અને સ્થિર છે તો બધું વ્યવસ્થિત થાય છે. મનને અધ્યાત્મમય રાખીને તેને ધર્મધ્યાનમાં રોકી રાખવું, વાણી દ્વારા પ્રભુ સ્મરણ, કીર્તન અને શાસ્ત્રવાંચન કરવું. મીઠું અને સત્ય વચન બોલતા રહેવું, વિચાર કર્યા વગર ન જ બોલવું. કાયા દ્વારા સમજણ સાથે, જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી. યોગ દ્વારા હિંસા ન થાય, અન્યને દુઃખ ન પહોંચે તે ઉપયોગ રાખીને બધાં જ કાર્યો કરવાં. જ્યાં અનુસાશન છે ત્યાં યોગ નિયંત્રિત રહે છે. અનુશાસન તેમજ સંયમિત જીવન એ આત્મવિકાસની નિસરણી છે.

ઘરમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન જાય માટે સંગ પ્રસંગે લાવેલા દાગીનાઓને ઘરની તિજોરીમાં રાખીએ છીએ અને બહાર જઇએ ત્યારે ઘર બરાબર બંધ કરીને જઈએ છીએ. આપણો આત્મા સહુથી અમૂલ્ય છે, એની કોઈ કિંમત થઇ શકે એમ નથી કારણ તે અનંત ગુણોનો અને અવ્યાબાધ સુખનો ભંડાર છે. ઈન્દ્રિયોનાં ક્ષણિક સુખની લોલુપતા આપણા આત્માને હરી ન લે, પરમાં એકાગ્ર અને ઓતપ્રોત બનીને તે પોતાનું ભાન ન ભૂલી જાય એ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.

કર્મોને રોકતાં આપણે તેના ફળને પણ રોકી દઈએ છીએ. દુઃખોથી બચવા માટે ધીરજ કેળવીને અંતર જાગૃતિ સાથે, યથાયોગ્ય રીતે મોટાં કે નાનાં કાર્યો કરવાની જરુર છે. ચિત્ર વિચિત્ર સુખ દુઃખના આ સંસારી પટ ઉપરના ચિત્રામણને ભૂંસી, તેને શ્વેત અને શુક્લ બનાવવાનો આ અચૂક ઉપાય છે.

‘સંવર’ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ કાર્યથી ઉત્પન્ન થનારા કર્મોને રોકનાર, આત્માના શુદ્ધ ભાવોનું નામ છે ‘સંવર.’ જૈન શાસ્ત્રકારોએ સંવરના ૫૭ ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૨ ભાવના, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ અને ૫ ચારિત્રધર્મ. પાંચ સમિતિમાં (૧) ઇરિયા સમિતિ, (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપ સમિતિ અને (૫) પારિષ્ઠાપનિકા સમિતિનો સમાવેશ થાય છે. ત્રણ ગુપ્તિમાં (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ આવે છે.

 

09. નિર્જરા ભાવના (કર્મનો ત્યાગ)

નિર્જરા એટલે કોઈ પર વસ્તુ વળગેલી હોય તેનાંથી છૂટકારો મેળવી લેવો. નિર્જરા એટલે ખંખેરિ નાખવું. શરીર ઊપર રેતી ચોટેલિ હોય તેને જેમ આપણે ખંખેરી નાખીએ છીએ એમ આત્મા ઉપર રહેલી કર્મરજને દૂર કરી આત્માને તેનાથી મુક્ત કરાવવો તેનું નામ નિર્જરા.

અકામ અને સકામ એમ બે રીતે આપણો આત્મા કર્મની નિર્જરા કરતો હોય છે. સમજણપૂર્વક, વિવેક સહિત ધર્મનું આરાધન કરી અબાધિત કાળના કર્મોને ખેરવી દેવા તેમજ ઉદિત કર્મોને સમભાવ રાખીને શાંતિથી ભોગવી લેવા તે સકામ નિર્જરા. વિચાર કર્યા વગર અજાણપણે શરીરીભાવે કર્મો ભોગવાતા રહે તે અકામ નિર્જરા.

જીવઆત્માઓ સતત કર્મ બાંધતા રહે છે. કર્મો અનંત પ્રકારનાં, તેમાં મૂક્યે આઠ છે, જેના ઉત્તર પ્રકાર 158 છે, જે કર્મપ્રકૃતિ તરીકે ઓળખાય છે. આઠ કર્મ પ્રકૃતિઓમાંની ચાર કર્મ પ્રકૃતિઓ આત્માનો ઘાત કરે છે એટલે કે આત્માની શક્તિઓને, તેના ગુણોને આવરી લે છે, માટે તેને ઘનઘાતી કર્મો કહેવાય છે. આ ચાર કર્મપ્રકૃતિઓને કારણે આત્મા પોતાને ઓળખી શકતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય તેનાં નામ છે.

૧. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ હોવાથી આત્મા યથાર્થ રીતે જ્ઞાન કરી શકતો નથી. તેની જ્ઞાયક શક્તિ, હેય અને ઉપાદેયનો વિવેક કરી શકતી નથી. જ્ઞાન અને ક્રિયાનો યથાર્થ સમન્વય સાધી શકતો નથી. સદગુરૂની આજ્ઞા પ્રમાણે યથાર્થ પુરુષાર્થ કરે તો તે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય છે.

૨. બીજી દર્શનાવરણીય પ્રકૃતિ છે તે પરમ સત્યનું દર્શન તેમજ તે પરમ સત્ય પ્રત્યે અવિચળ શ્રધ્ધા કરવા દેતી નથી. સતદેવ, સદગુરુ અને સતધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ કેળવી રાખવામાં આ દર્શનાવરણીય કર્મ આડું આવે છે. શ્રધ્ધાના અભાવે આત્માની એકાગ્રતા “સત” સાથે અખંડિત જોડાયેલી નથી રહેતી. જેમ જેમ સતદેવ, સદગુરુ અને સતધર્મના ગુણોનો પ્રભાવ વેદાય તેમ તેમ તે દર્શનાવરણીય પ્રકૃતિ મંદ થતી જાય છે.

૩. અંતરાય છે તે ધર્મઆરાધન કરવામાં વિઘ્નો ઉભા કરે છે. સાચી દિશામાં જીવ ચાલવા ઈચ્છે છે પણ બાહ્ય પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે તેમ કરી શકતો નથી. ભક્તિ અને પ્રાર્થનાના બળથી તે અંતરાયો દૂર થાય છે.

4. બધી કર્મપ્રકૃતિઓમાં મોહનીય કર્મ સહુથી જોરાવર છે. અધિક લાંબા કાળનો બંધ તે મોહનીય થકી જીવ બાંધે છે. આત્મા તેથી ખૂબ પીડાય છે. મોહનીય કર્મ છે તે મોહ મમત્વના પાટા બંધાવી જીવને દેહમાં આત્મ બુદ્ધિ કરાવે છે. જે મારું નથી તે પ્રત્યે મારાપણાનો ભાવ થાય છે. મોહના પડળને કારણે તે સાશ્વત ને અશાશ્વત અને અશાશ્વત ને શાશ્વત તરીકે જોય છે. ઊંધી માન્યતા તે દર્શન મોહ અને તે ઉંધી માન્યતા અને ઊંધી સમજણથી થતી પ્રવૃત્તિ તે ચારિત્ર મોહનીય કર્મ. અવિચારે કરી મોહ રહ્યો છે, તાત્વિક વિચારધારા વડે તે મોહ આચ્છાદિત થાય છે.

નિર્જરા ભાવના દ્વારા આપણો આત્મા એવી સમજણ અને શક્તિ પ્રાપ્ત કરે છે કે જેથી અબાધિત કાળના, સત્તામાં રહેલાં તે કર્મોને આપણે ખેરવી શકીયે છીએ અથવા તેને આચ્છાદિત કરી શકીયે છીએ. તપ થકી તે કર્મ નાશ પામે અથવા તે કર્મની શક્તિ ઘટી જાય. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ઘાત ગઈ, ઘણું મોટું નુકશાન થવાનું હતું પણ બહુ થોડામાં પતી ગયું જેથી દુઃખ સીમિત થઇ ગયું.

6 બાહ્ય અને 6 અભ્યન્તર એમ બાર પ્રકારના તપનું આચરણ કરવું અતિ આવશ્યક છે. ઉપવાસ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ છે બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્ત્સર્ગ એ છે અભ્યંતર તપ.

ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય માટે દરેક તપશ્ચર્યાનો હેતુ સમજીને લક્ષ સામે રાખી તપ કરવું. સ્વચ્છંદ, લોકલજ્જા, કુળધર્મના રક્ષણ અર્થે કે અહંકાર, માન પૂજા સત્કાર ભાવની લાલસાએ તપ ન આદરવું. સમજણપૂર્વક તપ કરવાથી વૃત્તિઓ સંક્ષેપાય છે. ઈચ્છાઓ, વિકારો અને વાસનાઓ જ્ઞાન બળથી શાંત થઇ જાય છે. મન શુદ્ધ બને છે અને પવિત્ર મન ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા અનંત નિર્જરા કરી શકે છે.

 

10. બોધદુર્લભ ભાવના (બોધની દુર્લભતા)

આ જીવ નવમાં ગ્રૈવેયક વિમાન સુધી , જે બાર દેવલોકની ઉપર છે. કેટલીય વાર આપણે ત્યાં દેવો બન્યા છે. પરંતુ આત્માના જ્ઞાન વગર આ જીવને સુખ સહેજ પણ નહીં મળ્યું. નરક , તિર્યચ , મનુષ્યમાં દુઃખની વાત કરીએ તો ચાલે પણ દેવલોકમાં પણ જીવ દુઃખી રહે છે. થોડુંક પણ સુખ નહિ મળ્યું. ઘર , પરિવાર , કુટુંબ , ઉત્તમ કુલ , વિદ્યા , ધન , પૈસા , બુદ્ધિ બધું સમ્યક જ્ઞાનની દુર્લભતાની આગળ સુલભ છે. સમ્યક જ્ઞાન અપાર સુખ આપવાવાળું છે. અકુળતા રહિત સુખને પ્રાપ્ત કરે છે. કર્મોને આ સમ્યક ગયન દ્વારા જ તોડી શકાય છે.

દુર્લભબોધિ એવા પંચમ કાળમાં સાચું જ્ઞાન કોને કહેવાય તેજ મોટા ભાગના મનુષ્યો જાણતા નથી માટે પ્રથમ સમ્યફજ્ઞાન શું છે તે જાણવું અગત્યનું છે.

ખાવું, પીવું, બેસવું, ચાલવું વગેરે બધી સાહજિક ક્રિયાઓ છે. આ ક્રિયાઓ થકી મનુષ્ય સ્વાવલંબી બને છે અને માટેજ બાળકનો જન્મ થાય ત્યારથીજ તે બધું શીખવા માંડે એવો ભાવ માતા પિતા તેમજ અન્ય કુટુંબીજનને હોય છે.

દરેક બાળકમાં ગ્રહણ કરવાની નૈસર્ગિક શક્તિ રહેલી છે. જેમ જેમ તે મોટું થાય, તેમ તેમ આ જગતને તે જાણતું અને સમજતું થાય છે. શાળાનો અભ્યાસ તેને વ્યવસ્થિત રીતે વિવિધ વિષયો શીખવાડે છે. વિવેકપૂર્ણ જીવન જીવવા માટે ભાષાજ્ઞાન, ગણિત, વિજ્ઞાન વગેરે ભણવાની જરૂરિયાત છે. આ ભૌતિક જ્ઞાન થકી વ્યાવહારિક જીવન ઉન્નત બને છે. દુર્ભાગ્યે, સારા મનુષ્ય બનવાને બદલે સારી નોકરી મળશે એવા લક્ષ્યે બાળકને ભણાવામાં આવે છે. ભણવું એ વાસ્તવમાં જ્ઞાન નથી, જ્ઞાન એ કંઈ જુદીજ વસ્તુ છે. પર પદાર્થોનું જ્ઞાન લેવું એ ખરેખર માત્ર માહિતી છે. પુસ્તકમાંથી વાંચેલું, કોઈનું સાંભળેલું અથવા પોતે જોવાથી કે બાહ્ય જીવનના અનુભવથી આપણે આ જગતને જાણીએ છીએ, તેની રીતભાત શીખી જીવન જીવીએ છીએ. તે જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી. જ્ઞાન એજ કે જે ભવ હેતુ નહિ પણ મોક્ષ માટેનો સેતુ બને.

અનંતકાળનું જન્મમરણનું તીવ્રતમ દુઃખ એક માત્ર આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તે જ્ઞાન ભવસમુદ્ર પાર કરાવી દે છે. આ જ્ઞાન દ્વારા અનેક ગુણો ઉત્તમ રીતે ખીલતા જાય છે અને પરમાર્થના પંથે તે આગળ વધારે છે. આ જ્ઞાનમાં સ્થાયિ નિવાસ કરતા અનંત કર્મોની નિર્જરા થાય છે. જ્ઞાનભાવમાં રહી, શુધ્ધ ચારિત્ર પાળી, અસંગ બની જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે.

એક શરીરમાં અગણિત જીવો અનંત કાળ સુધી નિગોદમાં રહી અત્યંત દુઃખ અનુભવતા રહે છે. એક આત્મા જ્યારે સિધ્ધ ગતિને વરે ત્યારે નિગોદમાંનો એક જીવ છૂટે છે. છૂટ્યા પછી જો તે જીવ સદબુધ્ધિપૂર્વક, પોતાનું કલ્યાણ વિચારીને જીવન જીવે તો અવશ્ય મોક્ષને પામે છે. આપણે અતિ ભાગ્યશાળી છીએ કે અનંત કાળના એ દુઃખમય કારાગૃહ માંથી છૂટી ગયા છીએ. અકામ નિર્જરા કરતા કરતા અસંખ્યાત કાળ વ્યતીત થયા બાદ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. નિગોદથી મનુષ્યની આ દુઃખમય યાત્રા અનંત વાર આપણા આત્માએ કરી છે પણ અફસોસ કે સંસારચક્ર હજુ સુધી ફરતુંજ રહ્યું છે. આપણે સંકલ્પ કરીએ કે સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા યથાર્થ બોધને આપણે સૂક્ષ્મ રીતે વાગોળીશું, આપણી તમામ શક્તિઓને જોડીને ઉત્તમ પુરુષાર્થ કરીશું. યાદ રાખીએ કે મનુષ્ય ભવ તે મોક્ષ પ્રાપ્તિ માટેનું અમૂલ્ય સાધન છે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય ભવ મળતાં જ મોક્ષની અર્ધી યાત્રા તો પુરી થઇ ગઈ. હવે બાકીનો અર્ધો માર્ગ પૂરો કરવામાં પ્રમાદ શું કામ કરવો જોઈએ?

ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશના, ઉત્તરાધ્યયન સૂત્રમાં 4 વસ્તુઓને ઉત્તરોત્તર અતિ દુર્લભ ગણાવી છે. મનુષ્ય ભવ, જિન ઉપદેશનું શ્રવણ, તે ઉપદેશ પરનું શ્રધ્ધાન અને ભગવાને આપેલા ઉપદેશનું જીવનમાં આચરણ. આ બોધિદુર્લભ કાળમાં ધર્મ પામવો સહેલો નથી પણ જેને પરમ કૃપાળુ દેવનું ધર્મ સાહિત્ય ભાઈશ્રી જેવા જ્ઞાનવંત ગુરુ પાસે સાંભળવા અને સમજવા મળ્યું હોય તેને તે અતિ દુર્લભ પણ સુલભ છે.

જે અતિ દુર્લભ છે તે પણ આપણે અનેક વખત પ્રાપ્ત કર્યું અને છતાંયે આપણે અહીં રાખડીએ છીએ. જન્મ અને મરણના અતિશય દુઃખ સહન કરીએ છીએ.

 

11. લોકસ્વરૂપ ભાવના (કોસમોસની પ્રકૃતિ)

કેવળજ્ઞાન અને કેવળદર્શનમાંથી પ્રગટ થયેલું વીતરાગનું વિજ્ઞાન એ બધી જ અપેક્ષાએ સંપૂર્ણ છે. વીતરાગ ભગવાનના જ્ઞાનમાં સર્વ પદાર્થો તેમજ તે પદાર્થોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પર્યાયો જણાય છે. જૈન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે. શ્રી તીર્થંકર ભગવાને આ મહામૂલા ધર્મની પ્રરુપણા કરીને તેમાં લોકનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે વર્ણવ્યું છે. વર્તમાનના વૈજ્ઞાનિકોએ હબ્બલ અને કેપ્લર ટેલિસ્કોપથી સંશોધન કરીને જાહેર કર્યું કે, આ બ્રહ્માંડ અનંત છે. જૈન ધર્મએ અનાદિ અનંત કાળથી આ વાસ્તવિકતાની ઘોષણા કરેલી છે. જૈન ધર્મના સિધ્ધાંતો અચળ છે અને માટે શાશ્વત છે. અસીમ એવા આકાશમાં કલ્પના ન કરી શકાય એવી વિરાટ દૂધ ગંગા ( Milky Way)છે. અબજથી પણ વધારે તેમાં ગ્રહો રહ્યાં છે.

જે પૃથ્વી પર આપણે રહીએ છીએ તેમાં 29% જમીન છે જેનું માપ 14 90 00 000 કિલોમીટર છે. અબજ ગ્રહોમાં પૃથ્વી એક ગ્રહ છે. તે પૃથ્વી, માત્ર એક નાનું બિંદુ છે અને તે ટપકા જેવી પૃથ્વી ઉપર 7 અબજ મનુષ્યો રહે છે.

બ્રહ્માંડ કેવું વિશાળ છે તેની કલ્પના સુધ્ધાં આપણે કરી શકીએ એમ નથી. આ વિચારને મનમાં ધરી, જો આપણે અગાસીમાં જઈ, આભની વિશાળતાને નિહાળીએ તો તેની વિરાટતાનો કદાચ થોડો પણ લક્ષ આવે અને આપણે તેની સામે કેટલા વામણા છીએ તે પણ સમજાઈ જાય.

લોકાલોકની અનંતતાને હું ક્યાંથી સમજી શકવાનો? લોકનું સ્વરૂપ શ્રી તીર્થંકરે ભાખ્યું અને શાસ્ત્રોમાં તે જળવાયું તેથી કંઇક હું સમજી શક્યો છું. આખાએ લોકમાં અનંતવાર ભ્રમણ કર્યું છતાં તેનો હું વ્યવસ્થિત વિચાર કરી શકતો નથી. કોઈ પ્રજ્ઞાવંત પુરુષ સમજાવે તો તે સમજી શકાય.

આ વિચારધારા લાંબી ચાલે તો ખ્યાલ આવે કે આ સૃષ્ટિમાં મારું શું અસ્તિત્વ છે. ખરેખર મારું કોઈ વજૂદ નથી. મારું દુઃખ અને મારી ચિંતાઓ બધી કેટલી નાની છે. મારે મારા દુઃખ કે ભૌતિક સુખ તરફ કેન્દ્રિત થવાની કોઈ આવશ્યકતા નથી. ઈચ્છાઓ અને ભાવનાઓ, સફળતા અને નિષ્ફળતા, આનંદ અને પીડાઓનું કોઈ મહત્વ રહેતું નથી. નાહક હું દેહાભિમાન સાથે મારા જીવનનું પોટલું માથે લઇ ફર્યા કરું છું. હવે અહેસાસ થાય છે કે જે મારું નથી તેને મેં મારું માન્યું, અને અનંત કાળથી તેનું અભિમાન કરતો રહ્યો છું. સંસારમાં હું ડૂબેલો હતો પણ આવી જ્ઞાન સભર વિચારણા કરવાથી મારી મોહજનિત ભ્રામિક માન્યતાઓ ઉપર પ્રહાર થાય છે અને પરમ સત્ય તરફ હું કેન્દ્રિત થાઉં છું.

લોક અગાધ છે, અકલ્પનીય છે પણ એ ભૂલવાનું નથી કે દેહની અંદર વસેલા આત્માની શક્તિ અપાર છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે આ પ્રચંડ અને અનંત શક્તિ ધરાવતા આત્માની કિંમત આપણે એક કોડી જેટલી કરી નાંખી છે. તીર્થંકર ભગવાનનો આત્મા, ત્રણે કાળના લોકસ્વરૂપને હરહંમેશ સહજ જોઈ શકે છે. જે શક્તિ તીર્થંકરના આત્મામાં રહી છે તેવી જ શક્તિ આપણા આત્મામાં ધરબાયેલી પડી છે. સાધના, ધ્યાન, અનુપ્રેક્ષા અને નિર્મળ આચાર દ્વારા આપણી સુષુપ્ત શક્તિઓને જગાડવાની છે.

જૈન શાસ્ત્રો એમ કહે છે કે લોકાકાશ અને અલોકાકાશ મળીને સંપૂર્ણ લોક રચાયેલો છે. જે લોકાકાશ છે તે પુરુષ આકારે રહ્યો છે. એક પુરુષ પોતાના બે પગ પહોળા કરીને બન્ને હાથ કમર પર રાખીને ઉભો હોય એવો તેનો આકાર છે. સમસ્ત જીવ-રાશિ અહીં જીવે છે તેમજ અજીવ જડ પદાર્થો પણ લોકાકાશમાં જ રહ્યાં છે. લોકાકાશ વિશાળ હોવા છતાં તેના ક્ષેત્રની મર્યાદા છે, એક સીમા આવે છે જયાં એ પૂરો થઇ જાય છે અને અલોક આકાશની શરૂઆત થાય છે કે જે અસીમ છે, અમર્યાદિત છે. તે લોકાકાશના નીચેના ભાગમાં ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢીદ્વીપ અને ઊંચે બાર દેવલોક, નવ ગ્રૈવેહક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખમય સિધ્ધશીલા છે.

અલોકાકાશમાં કોઈ પદાર્થ નથી, કેવળ અનંત આકાશથી તે બનેલો છે. જે લોકાકાશ છે તે 14 રાજલોક તરીકે પણ ઓળખાય છે. ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એમ તેના ત્રણ ભાગ છે. ઊર્ધ્વલોકમાં વિવિધ દેવલોક રહ્યા છે, મધ્યલોકમાં આપણે મનુષ્યો રહીએ છીએ અને અધોલોકમાં 7 નરક છે જેમાં અનંત દુઃખ રહ્યું છે. કર્મ ભોગવવાની આ એક અદ્દભૂત વ્યવસ્થા છે. કર્મ અનુસાર જીવ આ ત્રણે લોકમાં જન્મમરણ કર્યા કરે છે. લોકાકાશમાં રહેતા તમામ જીવાત્માઓ દુઃખી છે. સંસારના તાપથી ત્રાહિમામ છે. તે લોકાકાશ 6 દ્રવ્યોથી બનેલો છે. અનંત રૂપી પદાર્થો તેમાં રહેલા છે જે પુદ્દગલ તરીકે ઓળખાય છે. સ્વપરપ્રકાશક ચૈતન્ય શક્તિ ધરાવતા એવા અનંત આત્માઓ પણ તેમાં જીવી રહ્યા છે. જીવ અને પુદ્દગલને ગતિ અને સ્થિતિ કરવામાં જે સહાયક છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી આખો લોક ભરેલો છે. પુદ્દગલ અને જીવાત્માઓને જે અવગાહના આપે છે તે છે આકાશ અને જે કંઈ સતત પર્યાયાન્તર પામી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, તે જે સૂચવે છે તે છે કાળ.

આ લોકમાં રહેતા તમામ આત્માઓ સુખ શાંતિ અને સમાધિને ઈચ્છે છે પણ છતાંયે સતત દુઃખ, અશાંતિ અને અસમાધિમાં જ ટળવળી રહ્યાં છે. મોટા ભાગના જીવાત્માઓ સુખનો વિચાર સુધ્ધાં કરી શકતા નથી એવી એમની માનસિક પરિસ્થિતિ છે. જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવાત્માઓ છે તેની પાસે વિકસિત મન હોવાને કારણે સુખ અને સમાધિ વિષે વિશેષ વિચાર કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે પણ દેહમાં આત્મબુદ્ધિ કરી અમૂલ્ય જીવન વેડફી નાખે છે. પરપદાર્થો પ્રત્યેનું જોડાણ અને તાદાત્મ્ય બુધ્ધિ એવી છે કે તે જીવને કર્મબંધનું કારણ બને છે. સુખની દિશા અને ક્ષેત્ર હરહંમેશ તેને બહારમાં જ દેખાયાં છે. મૃગજળથી તૃષ્ણા છીપાવવા તે નિરર્થક પ્રયત્નો કરી રહ્યો છે. બહારમાં ભટકી રહ્યો છે. જન્મ અને મરણનું આ અતિ દુઃખદાયી ચક્ર તેનું ચાલતું જ રહ્યું છે. કોઈક વિરલા જીવો સતદેવ સતધર્મ અને સદગુરૂનો આશ્રય લઇ ઉત્તમ ધર્મનું આરાધન કરી સમસ્ત કર્મોથી મુક્ત બની સિદ્ધશિલા ઉપર અનંત સુખમાં સાદી અનંત કાળ માટે સ્થિર થાય છે.

➖➖➖➖➖➖➖

લોકસ્વભાવ ભાવના

પગ પોહળા કરીને બંને હાથ કમર પાર રાખીને ઉભેલો માનવ હોય એનો જેવો આકાર હોય, એવા આકારનું આ વિશ્વ છે.

દેવલોકોમા દિવ્ય નાટક 💃 🕺 ને સંગીત 🎶 ચાલી રહ્યા છે ને નરકની અંદર હાહાકાર 😱 મચેલો છે.

અસંખ્ય દ્વીપ-સમુદ્રોની અંદર પશુ 🦁- પંખી 🦅 – જળચરો 🪼 એક બીજાને જીવતા ચાવી રહ્યા છે, તો અનંતાનંત નિગોદના 🪱જીવો સતત જન્મ મરણ કરી રહ્યા છે.

એક બાજુ લગ્નની મહેફિલમાં કોઈ ગાંડા બનીને નાચી રહ્યા💃 🕺 છે તો એ જ સમયે ક્યાંક પ્રિય સ્વજનના મૃત્યુ 💀 ⚰️ પર બીજા માથું પછાડીને રડી રહ્યાં છે.

ક્યાંક ઉત્સવો છે 🥮 🎎, ક્યાંક યુદ્ધો 🥷🪖છે, ક્યાંક શોકના 😩 😭દરિયાએ બધું જ ખલાસ કરી દીધું છે. ક્યાંક તીવ્ર સુખ છે, 🤣 ક્યાંક તીક્ષણ દુઃખ છે 😩.

આત્મન! તું વિવેકદૃષ્ટિથી આ વિશ્વને 🌏 જો.
એનાથી તને તારા સુખ-દુઃખ વજૂદ વગરના લાગશે.
તારું મન સ્થિર થશે 🤯 અને એની સાથે જ તારી ભીતર અધ્યાત્મ સુખના ઝરા ફૂટી ⛲💦 નીકળશે.

➖➖➖➖➖➖➖

12. ધર્મ ભાવના (ધર્મ) “સર્વજ્ઞ અરિહંત ભગવાને એક ઉત્તમ શ્રુત ધર્મનું વર્ણન કર્યું છે અને ચારિત્ર ધર્મ. હું મારી જાતને એ ધર્મમાં રોકીશ.” વ્યક્તિએ આવું કરવું જોઈએ ફરીથી અને ફરીથી ચિંતન. આ બાર ભવનોનું સતત સ્મરણ આપણી વેદનાઓને હળવી કરે છે અને વિસ્તરે છે. જીવનની સમસ્યાઓ વિશેની આપણી સમજ અને જીવનની અસ્વસ્થતાપૂર્ણ પરિસ્થિતિઓ પણ કરે છે બોજારૂપ દેખાતું નથી. જો કે ત્યાં ચાર સહાયક ભવનો છે જે સકારાત્મક માધ્યમોનું પ્રતિનિધિત્વ કરે છે પાંચ શપથને ટેકો આપે છે. તેઓ વિચારની શુદ્ધતા અને પ્રામાણિકતા વિકસાવવાનો હેતુ ધરાવે છે ધર્મના વ્યવહારમાં. તેઓ a ના રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગૃહસ્થ અને આ પ્રતિબિંબો ખૂબ જ સરળતાથી પ્રેક્ટિસ કરી શકાય છે. આ ભવનો અપનાવવા રોજિંદા જીવનમાં વ્યક્તિને ખૂબ સદાચારી બનાવી શકે છે. ચાર ભવનો (કરુણાપૂર્ણ પ્રતિબિંબ) આ ચાર ભવનો (પ્રતિબિંબ) પાંચને ટેકો આપવાના સકારાત્મક માધ્યમોનું પ્રતિનિધિત્વ કરે છે વ્રતસ. અહિંસાના ભક્ત પાસે જે ગુણો હોવા જોઈએ તે છે મૈત્રી (મિત્રતા, પ્રેમ, મિત્રતા), પ્રમોદ (આનંદ અને આદર), કરુણા (કરુણા), અને મધ્યસ્થ (ઉદાસીનતા અથવા તટસ્થતા). મિત્રતા અને અહિંસા એકબીજાને મજબૂત બનાવે છે. મિત્રતા હૃદયને નરમ બનાવે છે અને ક્ષમા અને સહનશીલતાની ક્ષમતાને પોષે છે. આનંદ અને આદર સાથે અન્ય ગુણોની પ્રશંસા કરવાથી પોતાના અહંકાર અને અભિમાનને ક્ષીણ થઈ જાય છે. તેમના કમનસીબી માટે કરુણા સેવાભાવી હૃદયને ઉત્તેજન આપે છે. તટસ્થતાની ખેતી અને સમતામાં પોતાની જાતમાં અને અન્ય લોકોમાં અભિમાનને શિક્ષા કરવાની શક્તિ છે. આ ભવનો ભક્તને સારી વ્યક્તિ બનાવવા, આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક તરીકે સેવા આપવા માટે રચાયેલ છે ટુકડી ઉત્પન્ન કરો, અને ભક્તને ઇચ્છાના ક્ષેત્રમાંથી ના માર્ગ પર લઈ જાઓ શુદ્ધિકરણ તેઓ વ્યવહારમાં વિચારની શુદ્ધતા અને પ્રામાણિકતા વિકસાવવાનો હેતુ ધરાવે છે ધર્મનું.

 

 

[૧] અનિત્ય ભાવના

આ જગતમાં જે કાંઈ પણ દેખાય છે તે બધું જ અનિત્ય છે.

ઘર, શરીર, સ્વજન, સંપત્તિ, સત્તા, યૌવન, આરોગ્ય, યશ બધું જ અનિત્ય છે, નશ્વર છે.

આજે છે, કાલે નથી. શા માટે એના પર રાગ કરવો? શા માટે એની પાછળ દોડવું? શા માટે એ મળે ને હરખાવું? શા માટે એનાથી વિયોગ થાય ને ઘ્રુસકે ઘ્રુસકે રડવું?

એ બધું જ પરપોટો છે, એક દિવસ ફૂટી જ જવાનો છે.
આત્મન! તું અનિત્યની બધી જ પળોજણને છોડી દે અને તારા નિત્ય સવરૂપમાં જ લયલીન થઇ જા.

જે નાશવંત છે એના રાગથી તું નાશ પામતો રહીશ.
જે શાશ્વાત છે, એના રાગથી તું શાશ્વાત બની જઈશ.

===================
[૨] અશરણ ભાવના
તું વિચાર કે કોણ છે તારું શરણ?

તને કોણ ખાતરી આપી શકે છે કે તને કદી કેન્સર નથી થાય, ઘસમસતા આવતા તારા ઘડપણને કોણ અટકાવી શકે તેમ છે? મોત તારા માથે જ છે.

ગમે ત્યારે એ તને ઉપાડી લેવાનું છે? બોલ, છે કોઈ એવું સ્વજન જે તને બચાવી શકે?
રાજા, મહારાજા, સમ્રાટ ને ચક્રવર્તીઓ પણ અશરણ હોય છે.
મોટા મોટા દેવો ને દેવેન્દ્રો ય અશરણ હોય છે. તો તારી તો વાત જ ક્યાં રહી?

આત્મન! એક જ વ્યક્તિ એવી છે જે તને જન્મ, જરા, મરણ, વ્યાધિ, વેદના, દુર્ગતિથી કાયમ માટે બચાવી લેવા માટે સમર્થ છે. એ છે જિનધર્મ. તું એનું શરણ લઇ લે, તારું કામ થાય જશે.

===================
[૩] સંસાર ભાવના
ચોર્યાશી લાખ યોની, ચોર્યાશી લાખ નરકાવાસ અને ચૌદ રાજલોકના અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશ,
આ દરેકે દરેકમાં તું અનંત અનંત વાર જન્મી ચુક્યો છે ને મરી ચુક્યો છે.

સંસારનું એવું કોઈ દુઃખ નથી, જે તે અનંતિવાર ભોગવ્યું ન હોય, સંસારનું એવું કોઈ સુખ પણ નથી જે તને અનંતી વાર ન મળ્યું હોય. સંસારની એવી કોઈ સંપત્તિ પણ નથી, જે તને અનંતી વાર ન મળી હોય.

એવો કોઈ સબંધ નથી કે જે ટેરો સર્વ જીવો સાથે અનેક વાર કે અનંત વાર ન થયો હોય,
બધા તારા વ્હાલા થયા, તું બધાને વ્હાલો થયો, બધા તારા ખૂની થયા, તું બધાનો ખૂની થયો.

પ્રિય આત્મન! બસ, હવે બહુ થયું, હવે તું કંટાળ આ સંસારથી અને તારા મનને મોક્ષમાં જ સ્થિર કરી દે.

===================
[૪] એકત્વ ભાવના
જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે.
રસ્તા પર ખુબ ભીડ હોય ત્યારે દેખાય હજારો જાણ સાથે પણ આમ એ બધાં જ એકલા હોય છે, કારણ કે કોઈ કોઈનું હોતું જ નથી. બધાં અલ્પ સમય માટે સાથે. પછી બધાં જ પોતપોતાના રસ્તે હકીકતમાં તો બધાં સાથે લાગે ત્યારે ય કોઈ સાથે હોતું જ નથી.

હે પ્રિય આત્મન! તું મનમાં ફીટ કરી દે કે તારું કોઈ જ નથી, તું કોઈનો નથી, તું એકલો છે, તદ્દન એકલો.
એકત્વ એ તારી કમનસીબી નથી, એ તો તારું એશ્વર્ય છે. તારી અસ્મિતા છે.

જે આનંદ એકત્વમાં છે એ બીજે ક્યાંય નથી. તારી બધી જ તકલીફનું મૂળ એ જ છે કે તે રસ્તાની ભીડને તારો પરિવાર માની લીધો છે. ને પછી ડગલે ને પગલે એની પળોજણથી તું દુઃખી દુઃખી થયા કરે છે.
છોડી દે આ ભ્રમણા ને એકત્વની મસ્તીમાં મસ્ત થઈ જા.

==================
[૫] અન્યત્વ ભાવના
અન્યત્વ એટલે જુદાપણું.

તું વિચાર કે શરીર જુદું છે ને તું જુદો છે.
એ જડ – તું ચેતન,
એ નશ્વર – તું સાશ્વત,
એ અશુચિ – તું શુચિ,
એ અજ્ઞ – તું સુજ્ઞ.

તો પછી એ તું શી રીતે હોય શકે?
ને જયારે તું શરીર સુદ્ધાથી જુદો છે ત્યારે ઘર, સ્વજન, ધન વગેરેથી તો સુતરા જુદો છે.

હે પ્રિય આત્મન!
તારા સમસ્ત ભવભ્રમણનું મૂળ છે અલગાને વળગવાનું ગાંડપણ.
જુદું એ જુદું જ છે.
તું લાખ પ્રયાસ કરે, તું આકાશ- પાતાળ એક કરે, તું ગમે તેટલો ધામ પાછળ કરે, એ જુદું જ રહેવાનું છે.
બસ હવે આ ગાંડપણ છોડી દે.
તને “અન્ય” ની કોઈ જરૂર જ નથી. તને જરૂર છે અન્યત્વ ભાવનાની.

===================
[૬] અશુચિ ભાવના
આખી દુનિયામાં તાપસ કરીએ – કે ગંદામાં ગંદી વસ્તુ કઇ છે? તો જવાબ મળશે કે શરીર.
નવ અને બાર છિદ્રોમાંથી શરીર ગંદકીને ઝર્યા જ કરે છે.
વિશ્વના સર્વોત્કૃષ્ટ શરીરથી પણ જો ફક્ત ચામડી દૂર કરી દેવાય, તો એને અડવાની વાત તો દૂર છે, એને જોવું ય નહીં ગમે. જેમ ગટરલાઇનમાં ડોક્યું કરવાની ચેસ્ટા આપણે હરગીઝ નથી કરતા તો શરીરને જોવાની ચેસ્ટા શા માટે? ગટરમાં જો આપણે હાથ નાંખતા જ નથી તો શરીરને અડવાની ચેસ્ટા શા માટે?

એક પાગલ ગટરની અંદર વોટરપાર્કની માજા લય રહ્યો છે ને આપણે શરીરમાં “મજા” શોધી રહ્યા છીએ. આ બે ઘટનામાં હકીકતમાં કોઈ જ ફરક નથી.

હે પ્રિય આત્મન! તું લાખ સાબુ લગાડ કે અત્તરની બાટલીઓ ઢોળ, શરીર તો અશુચિ જ હતું, અશુચિ જ છે ને અશુચિ જ રહેવાનું છે. તું એની બધી જ આસક્તિ છોડી દે અને તારા પરમ શુચિ સ્વરૂપમાં મગ્ન થઈ જા.

===================
૭] આશ્રવ ભાવના
મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યોગ આ ચાર કારણોથી આત્મામાં કર્મોની ઘૂસણખોરી થાય છે, એનું નામ આશ્રવ.

મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિથી શુભ કર્મ બંધાય છે અને અશુભ પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાય છે.
જો મનમાં મૈત્રી વગેરે શુભ ભાવનાઓ છે, તો શુભ કર્મ બંધાય છે અને જો મનમાં કષાયો અને વિષયો રામે છે, તો અશુભ કર્મ બંધાય છે.

જે વાચનના મૂળમાં શ્રુતજ્ઞાન છે એનાથી શુભ કર્મ બંધાય છે અને જે શ્રુતજ્ઞાનથી વિરુદ્ધ વચન છે, એનાથી અશુભ કર્મ બંધાય છે.

શરીર જો કાયગુપ્તિથી યુક્ત છે, તો શુભ કર્મ બંધાય છે ને જો શરીર હિંસાદિ પાપો કરે છે તો અશુભ કર્મ બંધાય છે.

હે પ્રિય આત્મન! બહાર તો તે ઘણું ઘણું જોયું, હવે અંદર જો, આ આશ્રવોને જો.

===================
[૮] સંવર ભાવના
આશ્રાવોના બધાં જ છિદ્રોને ઢાંકીને દેવા અને આત્મામાં થઈ રહેલી કર્મોની ઘૂસણખોરી બંધ કરી દેવી એનું નામ સંવર.

આત્મામાં કર્મોનું આગમન બંધ કરવું એ દ્રવ્ય સંવર છે.
જેનાથી સંસાર વધે એવું કશું જ ન કરવું એ ભાવ સંવર છે.

જે ઉપાયથી જે આશ્રવ તળે એ ઉપાય આદરવો જોઈએ.

હે પ્રિય આત્મન! તું ક્ષમાથી ક્રોધને રોક, કોમળતાથી અભિમાનને રોક, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોક.

સંયમથી વિષયોને પહોંચી વળ, મન-વચન-કાયાની ગુપ્તીથી તું યોગોના આશ્રવને અટકાવ.
સાવદ્યત્યાગ દ્વારા તું અવિરતિનો આશ્રવ બંધ કરી દે અને સમ્યક્ત્વથી મિથ્યાત્વનો મુકાબલો કરી દે.
તું શુભધ્યાનમાં સ્થિર થાય જા અને આર્ત-રોદ્ર ધ્યાન પર જીત મેળવી લે.

હે પ્રિય આત્મન! આશ્રવોને રોકવા એટલે નરકને રોકવી, નિગોદને રોકવી અને ભવભ્રમણને રોકવું. તું એમાં જરાય પાછો પડતો નહિ.

===================
[૯] નિર્જરા ભાવના
સંસારનું બીજ છે કર્મ, એ જેમાં જારી જાય છે એનું નામ નિર્જરા.
સંસારના દુઃખો ભોગવીને પરાણે કર્મનિર્જરા કરવી, એ અકર્મનિર્જરા છે.
ખપાવવા એ સકામ નિર્જરા છે.
જેમ અશુદ્ધ સૌનું દેદીપ્યમાન આગથી શુદ્ધ થાય જાય છે તેમ તપની આગથી આત્મા પણ શુદ્ધ થાય જાય છે. ઉપવાસાદિ તાપ, ઉણોદરી, દ્રવ્યાદિ અભિગ્રહ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ બાહ્ય તાપ છે.
પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્છ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને ધ્યાન એ આંતર તપ છે.

બાહ્ય અને આંતર તપની આગ જયારે ભભૂકી ઉઠે છે ત્યારે ભારેથી ય ભારે ને ચીકણાથી ય ચીકણાં કર્મો બળીને ખાખ થઈ જાય છે.

હે પ્રિય આત્મન! અનાદિકાળથી તે એકજ કામ કર્યું છે, તારા ગુણોને બાળવાનું.
બસ હવે બહુ થયું. હવે તું તપની આગ પેટાવ અને તારા કર્મોને ભસ્મીભૂત કરી દે.

===================
[૧૦] લોકસ્વભાવ ભાવના
પગ પોહળા કરીને બંને હાથ કમર પાર રાખીને ઉભેલો માનવ હોય એનો જેવો આકાર હોય, એવા આકારનું આ વિશ્વ છે. દેવલોકોમા દિવ્ય નાટક ને સંગીત ચાલી રહ્યા છે ને નરકની અંદર હાહાકાર મચેલો છે.

અસંખ્ય દ્વીપ-સમુદ્રોની અંદર પશુ – પંખી – જળચરો એક બીજાને જીવતા ચાવી રહ્યા છે, તો અનંતાનંત નિગોદના જીવો સતત જન્મ મરણ કરી રહ્યા છે.

એક બાજુ લગ્નની મહેફિલમાં કોઈ ગાંડા બનીને નાચી રહ્યા છે તો એ જ સમયે ક્યાંક પ્રિય સ્વજનના મૃત્યુ પર બીજા માથું પછાડીને રડી રહ્યાં છે.

ક્યાંક ઉત્સવો છે, ક્યાંક યુદ્ધો છે, ક્યાંક શોકના દરિયાએ બધું જ ખલાસ કરી દીધું છે.
ક્યાંક તીવ્ર સુખ છે, ક્યાંક તીક્ષણ દુઃખ છે.

આત્મન! તું વિવેકદૃષ્ટિથી આ વિશ્વને જો.
એનાથી તને તારા સુખ-દુઃખ વજૂદ વગરના લાગશે.
તારું મન સ્થિર થશે અને એની સાથે જ તારી ભીતર અધ્યાત્મ સુખના ઝરા ફૂટી નીકળશે.
===================
[૧૧] બોઘીદુર્લભ ભાવના
અકામનિર્જરા દ્વારા જયારે ટીપે ટીપે પુણ્યનો દરિયો ભરાય ત્યારે આ જીવ સ્થાવરમાંથી ત્રસ બંને છે.
પુણ્યનો બીજો દરિયો ભરાય ત્યારે એને પંચિન્દ્રપણું મળે છે.
પુણ્યનો ત્રીજો દરિયો ભરાય એટલે માનવભવ મળે છે.
પુણ્યનો ચોથો દરિયો ભરાય એટલે આર્ય દેશ મળે છે.
પુણ્યનો પાંચમો દરિયો ભરાય એટલે ઉચ્ચ કુળ મળે છે.
પુણ્યનો છઠ્ઠો દરિયો ભરાય એટલે પરિપૂર્ણ ઇન્દ્રિયો મળે છે.
પુણ્યનો સાતમો દરિયો ભરાય એટલે પૂરતું આયુષ્ય મળે છે.
પુણ્યનો આઠમો દરિયો ભરાય એટલે સદગુરુ અને ધર્મશ્રવણ મળે છે.

પણ આટ આટલું મળ્યા પછી પણ જીવને શ્રદ્ધા પ્રગટે અને બોધિલાભ થાય એ દુર્લભ હોય છે.
આટલો ઉંચે આવેલો જીવ પણ ફરી પટકાઈ જાય અને નિગોદ ભેગો થાય જાય.

હે પ્રિય આત્મન! શાંત ચિતે વિચાર, કેટલું દુર્લભ છે આ બોધીરત્ન!
માંડ તારા હાથમાં આવ્યું છે. એ અગાધ ભવસાગરમાં પડી જાય, એની પહેલા તું તારું કલ્યાણ કરી લે.

===================
[૧૨] ધર્મ સવખ્યાતતા ભાવના
જિનેશ્વર ભગવંતે કેવો સુંદર અને શુદ્ધ ધર્મ કહ્યો છે.
આ ભાવનાનું નામ છે ધર્મ સવખ્યાતતા.

જે આ ધર્મનું અવલંબન કરે એ ભવસાગરમાં ન ડૂબે.

ક્ષમા, કોમળતા, સરળતા, ની:સંગતા, તપ, સંયમ, સત્ય, શૉચ, અંકિચનતા અને બ્રહ્મચર્ય આનું નામ જિનધર્મ.

ધર્મ તને બધાં જ દુઃખોથી બચાવવા માટે સક્ષમ છે.
ખરી માતા, ખરા પિતા, ખરો સ્વજન ને ખરો મિત્ર ધર્મ સિવાય બીજો કોઈ જ નથી.

દરિયો પૃથ્વી પર ફરી નથી વળતો એ ધર્મનો પ્રભાવ છે.
યોગ્ય સમયે વાદળ વર્ષે છે એ ધર્મનો પ્રભાવ છે.
આગ ત્રાસી નથી જતી એ પવન ઉપર નથી વાતો એ ધર્મનો પ્રભાવ છે.

અનંત અલોકમાં ચૌદ રાજલોક અદ્ધર સ્થિર છે એ ધર્મનો પ્રભાવ છે.
સૂર્ય અને ચંદ્ર ઉગે છે એ દુનિયા તાકી શકે છે એ ધર્મનો પ્રભાવ છે.

હે પ્રિય આત્મન! બાહ્ય અને આંતર બધી જ સુખ સમૃદ્ધિનો એક માત્ર સ્ત્રોત ધર્મ જ છે, બીજું કશું જ નહિ.

===================

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi