અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંઆખી મંત્રમય છે. પરંતુ તેની શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો પરમાર્થો પણ સદાકાલ એકસરખા જ રહે છે.

શ્રી નવકારના પ્રભાવે શત્રુ મિત્ર બને છે, વિષ અમૃત બને છે, આપત્તિ સંપત્તિ બને છે, કારાવાસ મુક્તિ બને છે, દુઃખ સુખ બને છે, ઉપદ્રવી ભૂતપ્રેત-પિશાચ સૌ અનુકૂલ બને છે અને જ્યોતિષ ભાષિત અશુભભવિષ્ય શુભ બને છે!

શ્રી નવકારની પ્રભાવકથાઓ ખૈબ જાણીતી છે જેમાં નાગ મરીને નાગરાજ ધરણેન્દ્ર બને છે, સમડી મરીને રાજ કુમારી બને છે, અમરકુમારનો અગ્નિકુંડ સરોવર બની જાય છે અને શ્રીમતી સતીને મારી નાખવા મૂકાયેલા સર્પ પુષ્પમાલા બની જાય છે, વગેરે તો ખૂબ ખૂબ પ્રતિદ્ધ છે.

આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ જેટલી ઓછી બને ત્યારે શ્રી નવકારનો ‘ન’ સાંભલવા મફ્રે છે. શ્રી નવકારને પામેલો આત્મા દુર્ગતિઓનું સર્જન કરતો કરતો હસતાંરમતાં મુક્તિનું શિખર સર કરી શકે છે.

પુણ્યપ્રાપ્તિનાં અનેક કારણો છે. પરંતુ જેવી રીતે નક્ષત્રમાલામાં ચન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વપુણ્ય-સમુહની પ્રાપ્તિમાં નવકાર એક શ્રેષ્ઠ કારણ  છે.

મકાનને આગ લાગે ત્યારે માણસ જેમ, મૂલ્યવાન ઝવેરાતને ઉપાડીને ભાગે છે, તેમ ચૌદપૂર્વધરો પણ મૃત્યુસમયે શ્રી નવકારને ચિત્તમાં લઈને પરલોકે પ્રયાણ કરે છે.

“મને શ્રીનવકાર મળ્યો એટલે સઘય મ ગયું. જે કંઈપણ મને મળ્યું છે,તે  શ્રી નવકાર પાસે તો તરણા જેવું છે. અને એટલે જ શ્રી નવકાર મળ્યા પછી હવે મેલવવા જેવું કંઈ જ બાકી રહ્યુ નથી બધુંજ મલી ગયું છે! ખરેખર જન્માન્તરોમાં મેં જે કંઈ સુકૃતો કર્યાં છે, તે સર્વ આજે એક સાથે ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવેલા મારા પુણ્યોએ મને શ્રી નવકારની પ્રાપ્તિ કરાવી છે, તેથી હવે હું પૂર્ણ પુણ્યવાન છું. મારાં પાપો દૂર ચાલ્યા ગયા છે. હવે મારું મુક્તિમાર્ગે ગમન નિર્વિધ્ન રહેશે.” આવી આવી ભાવનાઓથી ભાવિત બનીને, શ્રી નવકારનો પારમાર્થિક પરિચય પામીને, શ્રીનવકારનું સ્મરણ કરવું જોઈએ.

સગર્ભાવસ્થામાં અને જન્મસમયે જો માતા શ્રીનવકારના સ્મરણમાં લીન હોય તો સંતાન પુણ્યશા અને પવિત્ર બને છે.

શ્રી નવકારનો આ છે અદ્ભૂત અને અપ્રતિમ પ્રભાવ (૧) તેના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે. (૨) તેના એક પદના સ્મરણથી પચાસ સાગરોપમ  પ્રમાણ પાપોનો નાશ થાય છે. અને (૩) તેના પૂર્ણ સ્મરણથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.

નવકાર એ   જીવન વિજ્ઞાન છે.
જીવન સંસ્કૃતિ અનેક છે.
નવકાર એ  જીવન યોગ છે.
જીવન મંગલ છે.
નવકાર એ  જીવન મુક્તિ છે.
આજનો યુગધર્મ છે.

ચરમ તીર્થાધીપતી શ્રી મહાવીર પ્રભુના સત્યાવીસ ભવ:~:

(૧) નયસાર
(સમકિતની પ્રાપ્તિ પશ્ચિમ મહાવિદેહમાં)

(૨) પહેલા સૌધર્મદેવલોકમાં
(એક પલ્યોપમ આયુષ્યવાળા દેવ)

(૩) મરીચી રાજકુમાર
(૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી વેષ પ્રારંભ અને કુલમદથી નીચ ગોત્ર બાંધ્યું ).

(૪) પાંચમાં બ્રહ્મલોકમાં
(૧૦ સાગરો પમ આયુષ્ય).

(૫) કૌશિક બ્રાહ્મણ
(૮૦ લાખ પૂર્વ નું આયુષ્ય, ત્રિદંડી થયા કૌલાક ગામમાં).

(૬) પુષ્પમિત્ર બ્રાહ્મણ
(૭૨ લાખ પૂર્વ નું આયુષ્ય, ત્રિદંડી થયા સ્થૂણા નગરીમાં).

(૭) પહેલા સૌધર્મદેવલોક માં
( મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૮) અગ્નિદ્યોત બ્રાહ્મણ
(૬૦ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી થયા ચૈત્ય ગામમાં).

(૯) બીજા ઇશાનદેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૧૦) અગ્નિભૂતિ બ્રાહ્મણ
(૫૬ લાખ પૂર્વનું આયુષ્ય,ત્રિદંડી થયા મંદર ગામમાં).

(૧૧) ત્રીજા સનત્કુમાર દેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૧૨) ભારધ્વાજ બ્રાહ્મણ
(મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૧૩) ચોથા માહેન્દ્ર દેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૧૪) સ્થાવર બ્રાહ્મણ
(૪૪ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી થયા રાજગૃહી નગરીમાં).

(૧૫) પાચમા બ્રહ્મલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).

(૧૬) વિશ્વભૂતી રાજકુમાર
(એક કરોડ વર્ષનું આયુષ્ય,સંભૂતિમુનિ પાસે સંયમ ગ્રહણ કરી નિયાણું કર્યું).

(૧૭) સાતમા મહાશુક્રદેવલોકમાં
(ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ).

(૧૮) ત્રિપૃષ્ઠ વાસુદેવ
(૮૪ લાખ વર્ષનું આયુષ્ય,કાનમાં સિસુ રેડાવ્યું પોતનપુરનગર).

(૧૯) સાતમી નરક
(૩૩ સાગરોપમ આયુષ્ય,તમઃતમ પ્રભા નારકીમાં માધવતી નરકવાસ) .

(૨૦) સિંહ ના ભવમાં
(તીર્યંચ ગતિમાં)

(૨૧) ચોથી નારકીમાં
(પંકપ્રભા નારકીમાં અંજના નરકવાસ).

(૨૨) વિમલ રાજકુમાર.

(૨૩) પ્રિયમિત્ર ચક્રી
(૮૪ લાખ વર્ષનું આયુષ્ય, મૂકાનગરી -પોટ્ટીલચાર્ય પાસે સંયમ ગ્રહણ).

(૨૪) સાતમાં મહાશુક્ર દેવલોકમાં
(૧૭ સાગરોપમ આયુષ્ય,સર્વાર્થ સિદ્ધવિમાનમાં.).

(૨૫) નંદન રાજકુમાર
(૨૫લાખ વર્ષનું આયુષ્ય,૧૧૮૦૬૪૫ માસક્ષમણ,છત્રીકાનગરીમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું).

(૨૬) દસમા પ્રાણાતદેવ દેવલોકમા
(૨૦ સાગરોપમનું આયુષ્ય,પુષ્પોત્તરાવસંતક વિમાનમાં).

(૨૭) વર્ધમાનકુમાર
(શ્રી મહાવીરપ્રભુ) ૭૨ વર્ષનું આયુષ્ય,ચરમ તીર્થપતિ -ક્ષત્રિયકુંડમાં.

પ્રભુ મહાવીરના ૨૭ ભવોમાં ૧૦ ભવો દેવલોકના દેવના થયા. બે ભવ નરકમાં નારકીના થયા. એક ભવ (વીસમો) તિર્યંચ અર્થાત્‌ પશુ રૂપે સિંહનો થયો. ૧૪ ભવ મનુષ્‍યના થયા. ૧૪ ભવમાં છ ભવ (૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪) બ્રાહ્મણના થયા. ૪ ભવ રાજકુમારના થયા. એક ભવ મહાવિદેહમાં ચક્રવર્તીનો થયો.

🙏🌹🛕 દહેરાસર ની🛕 વિધી અને ૧૬ ભાવ..🙏🌹

૧. “પ્રથમ નીસિહી”:
-આપણે મન,વચન,કાયાથી સંસારના કાર્યો ત્યાગ કરવા માટે બોલવી.🪷
૨. “બીજી નીસિહી”:-
આપણે મન,વચન, કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલવી.🪷
૩. “ત્રીજી નીસિહી”:- આપણેમન,વચન,કાયાથી,દ્રવ્ય ત્યાગ કરી ભાવ પૂજામાં સ્થિર થવા માટે બોલવી.🪷
૪. “જળ પૂજા” :-
આપણા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલને ધોવા માટે કરવી🪷
૫. “ચંદન પૂજા” :-
આપણા આત્માને ચંદન જેવો શીતલ બનાવવા માટે કરવી.🪷
૬. “ફૂલ પૂજા” :-
આપણો આત્મા પત્થર જેવો કઠીન છે તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી.🪷
૭. “ધૂપપુજા”:-
આપણા આત્મામાંથી દુર્ગુણો કાઢી સદગુણો લાવવા માટે કરવી.🪷
૮. “દીપક પૂજા” :-
આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારા દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે.🪷
૯. “અક્ષતપૂજા” :-
અક્ષયપદ મેળવવા માટે.🪷
૧૦. “નૈવેધપૂજા” :- અણહારીપદ મેળવવા માટે.🪷
૧૧. “ફળપૂજા” :-
મોક્ષરૂપી ફળ માટે કરવી.🪷
૧૨. “સાથીયો” :-
ચારગતી ને નાસ કરવા માટે.🪷
૧૩.”ત્રણઢગલી”:-
સમ્યગ્જ્ઞાન,સમ્યગ્દર્શન,સમ્યગ્ચારિત્રની પ્રાપ્તિ માટે.🪷
૧૪ .”સિદ્ધશીલા”:-
સિદ્ધ થવા માટે,આત્માને ચોખા જેવો ચોખ્ખો કરવા માટે,🪷
૧૫ .”ઘંટ”:-
આપણે પરમાત્મા ના પૂજા કરી તેનો આનંદ અંદરથી પ્રગટ થયો માટે વગાડવાનો હોય છે.🪷
૧૬.””ચાંદલો””:-
પરમાત્મા ની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો.

🙏 બહુજ ભક્તિભાવથી પૂજા કરવી ચૈત્યવંદન,સ્તવન,થોય, સજ્ઝાય,ભાવ પૂર્વક બોલવા. 🪷
🙏બધુંજ થાય પછી “”પરમાત્મા”” સામે પાંચ મિનિટ આંખો બંધ કરી બેસવું.”શુદ્ધ ભાવ” થી કહેવુ કે,👏 હે પ્રભુ !મને જલ્દી સંયમ મલે અને આરાધના કરી મોક્ષની પ્રાપ્તિ થાય.

🙏 જિનાલય ની બહાર આવ્યા પછી ઓટલો કે બાંકડો હોય ત્યાં બેસી ત્રણ નવકાર ગણી પછી ઘેર જવું.🙏

📚સૂત્ર પરિચય📌.

૧.નવકાર મંત્ર.- જાપ ધ્યાન મંત્ર માટે.
૨.પંચિંદિય – ગુરુ સ્થાપના માટે.
૩.ઇરછામી ખમાસમણો – દેવગુરુને વંદન.
૪.ઇરછકાર – સુગુરુને સુખશાતા પૂછવા માટે.
૫.ઇરિયાવહિયં – પાપના પ્રાયશ્ચિત માટે.
૬.અન્નત્થ – કાઉસ્સગ્ગ માં આગાર માટે.
૭.કરેમીભંતે – વિરતીના પચ્ચકખાણ માટે.
૮.સામાઇય વયજૂતો – સામયિક પારવા માટે.
૯.જગચિંતામણી – શાશ્વતાતીર્થના સ્મરણ માટે.
૧૦.ઉવસગ્ગહરં – સ્તવનસ્ત્રોત માળા જાપ માટે.
૧૧.જયવિયરાય – પ્રભુ પ્રાર્થના માટે.
૧૨.કલ્લાણકંદં – થોય સ્તુતિ માટે.
૧૩.સંસારદાવા – થોય સજઝાય માટે.
૧૪.વંદિતું – ૧૨ વ્રતના અતિચાર માટે.
૧૫.અબ્ભુટિઠઓ – ગુરુ વિનય આશતનાને ખમાવવા.
૧૬.સાતલાખ – ૮૪લાખ યોની સાથે ક્ષમાપના.
૧૭.લોગસ્સ – કાઉસ્સગ્ગમાં સ્મરણ.
૧૮.લઘુશાંતિ – શાંતિ ની ઉદ્ ઘોષણા.
૧૯. મનહજિણાણં – શ્રાવક ની સજઝાય.
૨૦.સકલતીર્થ – ત્રણલોકના તીર્થની વંદના.

 ==============================

1. सिद्ध शिला कितनी होती है ?
2. जीव कितने प्रकार के होते है ?
3. भोग भूमिया कितने प्रकार की होती है ?
4. गतियां कितनी होती है?
5. ज्योतिष देव कितने प्रकार के होते है ?
6. लेश्या कितनी होती है ?
7. नरक कितने होते है ?
8. मद कितने प्रकार के होते है ?
9. नारायण कितने होते है ?
10. धर्म के लक्षण कितने होते है ?
11. भगवान महावीर के कुल कितने गणधर थे ?
12. अनुप्रेक्षा कितनी होती है ?
13. चरित्र कितने प्रकार के होते है ?
14. चक्रवर्ती के पास कुल कितने रत्न होते है ?
15. प्रमाद कितने होते है ?
16. शत्रुंजय तीर्थ के कितने उद्धार हुए ?
17. कुंथुनाथ जी कोंन से नम्बर के तीर्थंकर है ?
18. तीर्थंकर कितने दोषों से मुक्त होते है ?
19. मल्लीनाथ भगवान कोंन से तीर्थंकर है ?
20 तीर्थराज सम्मेद शिखर जी से कितने तीर्थंकर मोक्ष गए ?
21. खड्गासन से कितने तीर्थंकर मोक्ष गए ?
22. अभक्ष्य कितने होते है ?
23. ऋजु विपुलमती मनः पर्ययः कोंन से नम्बर का सूत्र है ?
24. तीर्थंकर कुल कितने होते है ?
25. कषाय कुल कितनी होती है ?

…..उत्तर….
सभी प्रश्नों के उत्तर उनके “क्रमांक” ही हैं!

 

🏵️પ્રભુ શ્રી મહાવીર સ્વામીને ઓળખો…
➖➖➖➖➖➖➖➖➖➖➖
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ – ૨૭.

(૦૨) જન્મ સ્થળ અને દિક્ષા સ્થળ – ક્ષત્રિયકુંડ નગરીમાં.

(૦૩) તીર્થંકર નામકર્મ- નંદન રાજાના ભવમાં.

(૦૪) દેવલોકનો અંતિમ ભવ – પ્રાણત દેવલોક.

(૦૫) ચ્યવન કલ્યાણક-અષાઢ સુદ-૬, હસ્તોત્તરા (ઉત્તરાષાઢા) નક્ષત્ર અને બ્રાહ્મણકુંડ નગરીમાં.

[દેવલોકમાંથી ચ્યવીને પ્રભુ પ્રથમ બ્રાહ્મણકુંડ નગરીમાં દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા હતા. પ્રભુને ૮૨ દિવસ પછી હરિણૈગમેષી દેવે ક્ષત્રિયકુંડ નગરીમાં ત્રિશલારાણીની કુક્ષિમાં ભાદરવા વદ તેરસે, હસ્તોત્તરા નક્ષત્રમાં, સ્થાપિત કર્યા હતા.]

(૦૬) માતાનું નામ – ત્રિશલા દેવી અને પિતાનું નામ – સિદ્ધાર્થ રાજા.

(૦૭) વંશ – ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર – કાશ્યપ.

(૦૮) ગર્ભવાસ- ૯ માસ અને સાડા સાત દિવસ.

(૦૯) લંછન-સિંહ વર્ણ-સુવર્ણ.

(૧૦) જન્મ કલ્યાણક – ચૈત્ર સુદ-૧૩, હસ્તોત્તરા નક્ષત્રમાં.

(૧૧) શરીર પ્રમાણ – સાત હાથ.

(૧૨) દિક્ષા કલ્યાણક-કારતક વદ -૧૦, હસ્તોત્તરા નક્ષત્રમાં.

(૧૩) કેટલા જણ સાથે દિક્ષા-એકાકી.

(૧૪) દિક્ષા શીબીકા – ચંદ્રપ્રભા અને દિક્ષા તપ – છઠ્ઠ તપ

(૧૫) પ્રથમ પારણું-કોલ્લાક નગરીમાં બહુલ બ્રાહ્મણે ખીરથી કરાવ્યું.

(૧૬) છદ્મસ્થા અવસ્થા – સાડા બાર વર્ષ.

(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક – છઠ્ઠતપ, ક્ષત્રિયકુંડ નગરીમાં શાલિવૃક્ષની નીચે, ઋજુવાલિકા નદીના કિનારે વૈશાખ સુદ-૧૦, હસ્તોત્તરા નક્ષત્રમાં થયું.

(૧૮) શાસનદેવ – માતંગ યક્ષ અને શાસનદેવી – સિદ્ધાયિકા દેવી.

(૧૯) ચૈત્યવ્રુક્ષની ઉંચાઈ-૨૧ ધનુષ.

(૨૦) પ્રથમ દેશનાનો વિષય- યતી ધર્મ, ગૃહસ્થ ધર્મ, ગણધર વાદ .

(૨૧) સાધુ – ૧૪,૦૦૦ અને સાધ્વીજી – ચંદનબાળા આદિ ૩૬,૦૦૦.

(૨૨) શ્રાવક – ૧,૫૯,૦૦૦ અને શ્રાવિકા -૩,૧૮,૦૦૦.

(૨૩) કેવળજ્ઞાની – ૭૦૦, મન:પર્યવજ્ઞાની – ૫૦૦ અને અવધિજ્ઞાની – ૧,૩૦૦.

(૨૪) ચૌદપૂર્વધર -૩૦૦ અને વૈક્રિયલબ્ધિઘર – ૭૦૦ તથા વાદી – ૧,૪૦૦.

(૨૫) આયુષ્ય – ૭૨ વર્ષ.

(૨૬) નિર્વાણ કલ્યાણક – આસો વદ – ૩૦(અમાસ) સ્વાતિ નક્ષત્રમાં.

(૨૭) મોક્ષસ્થળ- પાવાપુરી,
મોક્ષતપ – છઠ્ઠ અને
મોક્ષાસન – પદ્માસન.

(૨૮) મોક્ષ સાથે – એકાકી

(૨૯) ગણધર – ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ – ૧૧

(૩૦) ચરમ (છેલ્લા) તીર્થંકર.
વીર પ્રભુનું શાસન ૨૧,૦૦૦ વર્ષ સુધી ચાલશે.

 

🏵️ભગવાન શ્રીમહાવીરના નિર્વાણ-મોક્ષ કલ્યાણક અને તેને લગતી હકીકતો
➖➖➖➖➖➖➖➖➖
૧.મોક્ષગમન-માસ અને તિથિ
આસો વદિ અમાસ
૨.મોક્ષસમયનું નક્ષત્ર
સ્વાતિ
૩.મોક્ષસમયની રાશિ
તુલા
૪.નિર્વાણ-મોક્ષસમયની વય
૭૨ વર્ષ
૫.મોક્ષ વખતે કયો સંવત્સર ચાલતો હતો?
ચંદ્ર નામનો બીજો સંવત્સર
૬.મોક્ષે ગયા તે મહિનાનું નામ
પ્રીતિવર્દ્ધન (શાસ્ત્રીય નામ)
૭.મોક્ષે ગયા તે પક્ષનું નામ
નંદીવર્દ્ધન (શાસ્ત્રીય નામ)
૮.મોક્ષે ગયા તે દિવસનું નામ
અગ્નિવેશ્ય અથવા ઉપશમ
૯.મોક્ષે ગયા તે રાત્રિનું નામ
દેવાનંદા અથવા નિરતિ
૧૦.મોક્ષસમયનો લવ કયો?
અર્ચ (શાસ્ત્રીય નામ)
૧૧.મોક્ષસમયનો પ્રાણ કયો?
મુહૂર્ત (શાસ્ત્રીય નામ)
૧૨.મોક્ષસમયનો સ્તોક કયો?
સિદ્ધ (શાસ્ત્રીય નામ)
૧૩.મોક્ષસમયનું કરણ કયું?
નાગ [ત્રીજું કરણ] (શાસ્ત્રીય નામ)
૧૪.મોક્ષસમયનું મુહૂર્ત કયું?
સર્વાર્થસિદ્ધ (પાછલી રાતનું) ,,
૧૫.મોક્ષસમયનું સ્થળ કયું?
પાવા-મધ્યમાં અપાપાપુરી (પ્રાચીન કાલમાં મગધવર્તી અને વર્તમાનમાં બિહારમાં)
૧૬.મોક્ષસમયનું સ્થાન કયું?
હસ્તિપાલ રાજાના કારકૂનોની શાલા
૧૭.મોક્ષ વખતે દેશના કેટલા કલાક આપી?
અખંડ ૪૮ કલાક
૧૮.કયા આસને મોક્ષે પધાર્યા?
પર્યકાસને અથવા પદ્માસને
૧૯.મોક્ષમાં ગયા પછી અશરીરી એમના આત્માની અવગાહના કેટલી?
૪-૨/૩ હાથની
૨૦.મોક્ષસમયનો તપ
છઠ્ટ (બે ઉપવાસ) તપ
૨૧.મોક્ષસમયે મોક્ષે જનારા બીજા સાથે હતા?
કોઈપણ નહિ
૨૨.મોક્ષે પધાર્યા તે સમય કયો?
પાછલી રાત્રિનો
૨૩.કયા આરામાં મોક્ષે ગયા?
ચોથા આરાના છેડે
૨૪.મોક્ષસમયે ચોથો આરો કેટલો બાકી હતો?
ત્રણ વર્ષ સાડા આઠ મહિના
૨૫.કેટલી પરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો?
ત્રણ પાટ સુધી (એટલે ત્રણ શિષ્ય-પ્રશિષ્ય સુધી)
૨૬.તેમના શાસનમાં મોક્ષે જવાનો પ્રારંભ ક્યારે થયો?
કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષે વીત્યાં ત્યારે

➖➖➖➖➖➖➖➖➖

સમ્યક્ જ્ઞાન પ્રકાશ એવમ્
આત્માના અજવાળાના દિવસો…🙏

જૈનો માટે દીપાવલીનો દિવસ એ મહાવીર પ્રભુના મોક્ષ – નિર્વાણનો દિવસ છે,ત્યાર પછીના દિવસે શ્રી ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન – કેવળ દર્શન પ્રાપ્ત થયેલું તેથી આ દિવસોને જ્ઞાનના પ્રકાશ – આત્માના અજવાળાના પ્રતિક તરીકે પણ ઊજવાય છે.
સમયક્ જ્ઞાન એ સાર્વભોમિક છે,કોઈ જ્ઞાતિ કે વ્યક્તિનો ઈજારો નથી આ વાત ઈન્દ્રભૂતિ નામના બ્રામણે સાબિત કરી દિધું.જયાંથી પણ સમયક્ જ્ઞાન મળે ત્યાંથી મેળવવું જોઈએ.જ્ઞાન સદા કલ્યાણકારક જ હોય છે.
દીપાવલીના દિવસે ધર્મ પ્રેમીઓ આખી રાત ધર્મ જાગરણ કરી માળા ફેરવી આત્મ રમણતા કરતાં હોય છે.
રાત્રે 7:00 થી 10:00 ” મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમ : ” ,
રાત્રે 12:00 થી 3:00 “મહાવીર સ્વામી પારંગતાય નમ : “
અને વ્હેલી સવારની પરોઢીએ 4:00 કલાકે ” મહાવીર સ્વામી પહોંચ્યા નિર્વાણ,ગૌતમ સ્વામી પામ્યા કેવળ જ્ઞાન ” તેમજ
નૂતન વર્ષે ” અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામી નમ : ” થી નવા વર્ષનો શુભાંરભ કરાય છે.

*અનંત ઉપકારી મહાવીર પ્રભુએ આપેલા અમૃત વચનો….*📚🙏

મોક્ષમાં પધારતાં પહેલા પ્રભુ મહાવીરે અંતિમ દેશના – ઉપદેશમાં જૈનાગમ
📕 *શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અણમોલ ભેટ આપી.*
મહાવીર નિર્વાણ કલ્યાણકના પાવન અવસરે બે હજાર ગાથાઓ અને છત્રીસ અધ્યયનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન કરીયે…

*(૧) અધ્યયન ૧ विनयश्रुत ગાથા ૪૨*

તીથઁકર 😷પરમાત્માએ બતાવ્યા મુજબ ધર્મ વ્યવહાર કરનાર કદાપિ નિંદીત થતાં નથી…

*(૨) અધ્યયન ૨ परिषह प्रविभक्ति ગાથા ૧૭*

બુધ્ધિમાન સાધુ 👩સ્ત્રીના સંગથી સદા દૂર રહે.

*(૩) અધ્યયન ૩ चतुरंगीय अध्ययन ગાથા ૧૨*

સરળ આત્મામાં જ ધમૅ વસે છે અને તેની જ શુધ્ધિ થાય છે.

*(૪) અધ્યયન ૪ असंस्कृत अध्ययन ગાથા ૫*

આ લોક કે પર લોકમાં ધનથી રક્ષણ મેળવી શકાતું નથી.

*(૫) અધ્યયન ૫ अकाम मरणीय अध्ययन ગાથા ૨૨*

સંસારી 👴હોય કે સંયમી😷 જો તેઓ સારી રીતે વ્રતનું પાલન કરતાં હોય તો દિવ્ય ગતિ ને વરે છે.

*(૬) અધ્યયન ૬ क्षुल्लक निर्ग्रन्थीय अध्ययन ગાથા ૭*

દરેક જીવને સુખ પ્રિય છે,દુ:ખ કોઈને ગમતું નથી તેથી કોઈ જીવની હિંસા કરવી નહીં.

*(૭) અધ્યયન ૭ उरभ्रीय अध्ययन ગાથા ૨૯*

ક્ષમાદિ 🙏👏ધમૅનું જે જીવાત્મા પાલન કરે છે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.

*(૮) અધ્યયન ૮ कापिलीय अध्ययन ગાથા ૧૭*

*જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે.*

*(૯) અધ્યયન ૯ नमि प्रव्रज्या अध्ययन ગાથા ૪૮*

ઈચ્છા 🌫આકાશની સમાન અનંતી છે.

*(૧૦) અધ્યયન ૧૦ द्रुम पत्रक अध्ययन ગાથા ૨૨*

પ્રભુ કહે છે…હે જીવ પ્રતિ સમય તારું આ શરીર ક્ષીણ થતું જાય છે,માટે ધમૅ ધ્યાન કરવામાં ક્ષણ માત્ર નો પ્રમાદ ન કર.

*(૧૧) અધ્યયન ૧૧ बहुश्रुत पूजा अध्ययन ગાથા ૩*

માન,ક્રોધ, પ્રમાદ,રોગ અને આળસને કારણે જીવ બોધને પામી શકતો નથી.

*(૧૨) અધ્યયન ૧૨ हरिकेशीय अध्ययन ગાથા ૪૪*

સંયમ જીવન 😷એ શાંતીનો શ્રેષ્ઠ પાઠ છે.

*(૧૩) અધ્યયન ૧૩ चित्र संभूतीय अध्ययन ગાથા ૨૩*

મહાવીરે કહ્યું કે કમૅ હંમેશાં કતૉને જ અનુસરે છે.

*(૧૪) અધ્યયન ૧૪ इषुकारीय अध्ययन ગાથા ૧૩*

કામભોગ ક્ષણ માત્રનું સુખ અને ઘણા કાળ સુધીનું દુઃખ આપે છે.

*(૧૫) અધ્યયન ૧૫ सभिक्षु अध्ययन ગાથા ૧૦*

સંયમનો સ્વીકાર કર્યા પછી ગ્રહસ્થી 👩‍👩‍👧‍👦સાથે અતિ પરિચય કેળવવો લાભદાયી નથી.

*(૧૬) અધ્યયન ૧૬ ब्रह्मचर्य समाधि स्थान अध्ययन ગાથા ૧૬*

દુષ્કર એવા બ્રહ્મચયૅ વ્રતનું પાલન કરનારને દેવો,દાનવો,ગંધર્વો,યક્ષો,રાક્ષસો,કિન્નરો 🙏નમસ્કાર કરે છે.

*(૧૭) અધ્યયન ૧૭ पाप श्रमणीय अध्ययन ગાથા ૧૨*

લડાઈ – કલહ વગેરેમાં સાધુ રસ દાખવતાં નથી.

*(૧૮) અધ્યયન ૧૮ संयतीय अध्ययन ગાથા ૧૩*

પરમાત્મા કહે છે.. *આ જીવન વીજળીના ⚡ચમકારા જેવું ચંચળ છે.*

*(૧૯) અધ્યયન ૧૯ मृगापुत्रीय अध्ययन ગાથા ૧૬*

સમગ્ર સંસાર દુઃખથી ભરેલો છે.

*(૨૦) અધ્યયન ૨૦ महानिर्ग्रंथीय अध्ययन ગાથા ૩૭*

આત્મા જ સુખ – દુઃખ નો કર્તા રહેલો છે.

*(૨૧)અધ્યયન ૨૧ समुद्र पालीय अध्ययन ગાથા ૧૬*

આ જગતમાં મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે,દરેક બાબતમાં સમભાવ રાખવો

*(૨૨) અધ્યયન ૨૨ रथनेमीय अध्ययन ગાથા ૨૬*

સમયક્ જ્ઞાન – દશૅન – ચારિત્ર અને તપમાં સદા આગળ વધવું.

*(૨૩) અધ્યયન ૨૩ केशी गौतमीय अध्ययन ગાથા ૬૮*

જન્મ અને જરાથી ડૂબતાં પ્રાણીઓ માટે ધમૅદ્રીપ👌 શ્રેષ્ઠ સ્થાન છે

*(૨૪) અધ્યયન ૨૪ प्रवचनमाता अध्ययन ગાથા ૨૭*

જે જીવાત્મા પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે આચરણ કરે છે,એ સમસ્ત સંસારથી શીઘ્ર તરી જાય છે.

*(૨૫) અધ્યયન ૨૫ यज्ञीय अध्ययन ગાથા ૩૦*

કમૅ પોતાનું ફળ આપવા કદી કચાશ કરતું નથી,સ્વયં સમથૅ છે.

*(૨૬) અધ્યયન ૨૬ सामाचारी अध्ययन ગાથા ૧૦*

પ્રભુ કહે છે સ્વાધ્યાયથી સમસ્ત દુઃખો દૂર થાય છે.

*(૨૭) અધ્યયન ૨૭ खलुंकीय अध्ययन ગાથા ૧૭*

આચાર્ય 😷હંમેશા મૃદુ,સરળ,ધીર – ગંભીર અને ચારિત્ર શીલ હોય.

*(૨૮) અધ્યયન ૨૮ मोक्ष मार्ग गति अध्ययन ગાથા ૨*

તીથઁકર પરમાત્માએ સમ્યક્ જ્ઞાન, દશૅન,ચારિત્ર અને તપને મોક્ષ માગૅ કહ્યો છે.

*(૨૯) અધ્યયન ૨૯ सम्यक्त्व पराक्रम अध्ययन ગાથા ૪૩*

વૈયાવચ્ચ કરવાથી તીથઁકર નામ કમૅ ઉપાજૅન થાય છે.

*(૩૦) અધ્યયન ૩૦ तपो मार्ग गति अध्ययन ગાથા ૬*

કરોડો ભવોના બાંધેલા કર્મો તપ દ્રારા નિજૅરી અને ખરી જાય છે.

*(૩૧) અધ્યયન ૩૧ चरण विधि अध्ययन ગાથા ૩*

રાગ અને દૈષ જન્મ – મરણનું પરિભ્રમણ કરાવે છે.

*(૩૨) અધ્યયન ૩૨ प्रमाद स्थान अध्ययन ગાથા ૩૧*

પ્રભુ કહે છે જૂઠું બોલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જૂઠું બોલ્યા પછી જીવ દુ:ખી જ થાય છે.

*(૩૩) અધ્યયન ૩૩ कर्म प्रकृति अध्ययन ગાથા ૨૫*

કર્મોના વિપાક અનુભવોને જાણીને ,જે જ્ઞાની હોય તે સદા કમૅ ક્ષય કરવાનો જ પુરુષાર્થ કરે.

*(૩૪) અધ્યયન ૩૪ लेश्या अध्ययन ગાથા ૬૧*

સાધકે સદા શુભ ભાવમાં જ રમણતાં કરવી જોઈએ.

*(૩૫) અધ્યયન ૩૫ अणगार मार्ग गति अध्ययन ગાથા ૧*

પરમાત્માએ પ્રરૂપેલ 👆માગૅની આરાધના કરવાથી જીવાત્માના ભવોભવનાં દુઃખ નો અંત આવે છે.

*(૩૬) અધ્યયન ૩૬ जीवाजीव विभाग अध्ययन ગાથા ૧*

પ્રભુ મહાવીર અંતમાં કહે છે🐜🕷 🏝🔌💡જીવ – 🥄⚽🔑✂અજીવના ભેદનું🔍 સુક્ષમ સ્વરૂપ જાણી *અહીંસા ધમૅનું પાલન કરવા સદા જાગૃત રહેવું.*

 

🎋બીજ ના ચંદ્ર દર્શન કેમ 🌙

ચંદ્ર ઉપર ૪ શાશ્વત પરમેશ્વર
(ઋષભ-ચંદ્રાનન -વારિષેણ-વર્ધમાન)ના જિનાલય છે.
બીજ ના દિવસે આ જીન મંદિર ના દ્વાર ઊઘડે છે. અને જીન મંદિર મા રહેલા જીન ને વંદના કરવાની છે માટે ચંદ્ર દર્શન કરવાના છે.

બીજી રીતે એ પણ વિચારી શકાય કે આ ચંદ્રની શીતળતા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ પ્રભુ સીમંધર સ્વામીને પણ શીતળતા અર્પી રહ્યો હશે જે આપણા થી બિલકુલ નજીક છે.

આથી ભાવના ભાવવાનું છે કે મને પણ શાશ્વત સુખ મળે ( મોક્ષ )

શાશ્વતા જિન એટલે..
રેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ભરત , ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકરોમાં ” શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન ” એ ચારે નામવાળા તીર્થંકરો અવશ્ય હોય છે. તેથી એ નામો પ્રવાહ રૂપે શાશ્વત છે. તેથી જ શાશ્વત બિબોંના નામ શ્રી ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન રાખવામાં આવેલાં છે.

શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશમાં સૂત્ર ૩૦૭ માં આ ચાર તીર્થંકરોની પ્રતિમા નદીશ્વર દ્વીપમાં હોવાનો ઉલ્લેખ છે તે નીચે મુજબ છે.

” તે મણિપીઠિકાઓની ઉપર સર્વરત્નમય , પર્યકાસને બિરાજમાન અને સ્તૂપની અભિમુખ ચાર જિન પ્રતિમાઓ રહેલી છે. તેનાં નામો ” ઋષભ , ચંદ્રાનન , વારિષેણ અને વર્ધમાન ” છે.
ભરતક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા ,
તેમાં પ્રથમ તીર્થંકરનું નામ શ્રી ઋષભ અને છેલ્લા તીર્થંકરનું નામ વર્ધમાન હતું. તથા ઐરાવત ક્ષેત્રમાં જે 24 તીર્થંકરો થઈ ગયા ,
તેમાં પ્રથમ તીર્થંકરનું નામ ચંદ્રાનન અને 24માં તીર્થંકરનું નામ વારિષેણ હતું..

 

*કોણ કેવી રીતે કેવલજ્ઞાન પામ્યા?*

*(1) મરૂદેવા માતા* – હાથી ઉપર બેઠા બેઠા.
*(2) પૃથ્વીચંદ્ર* – સિંહાસન ઉપર બેઠા બેઠા.
*(3) ગુણસાગર* – હસ્ત મેળાપ વખતે.
*(4) વલ્કલચિરિ* – પાત્ર પડિલેહણ કરતાં કરતાં.
*(5) રતિસાર કુમાર* – પત્નીને શણગાર સજતાં.
*(6) ભરત મહારાજા* – અરીસા ભવનમાં અનિત્ય ભાવના ભાવતાં.
*(7) ઈલાચી કુમાર* – દોરીપર નાચતાં નાચતાં.
*(8) અષાઢાભૂતિ* – નાટક કરતાં.
*(9) સાધ્વી શ્રી પુષ્પચૂલા* – ગોચરી લાવતાં લાવતાં.
*(10) અર્ણિકાપુત્ર* – નદીપાર કરતાં કરતાં.
*(11) અઈમુત્તા મુનિ* – ઇરિયાવહી કરતાં કરતાં.
*(12) કુરગડુ મુનિ* – ગોચરી વાપરતાની સાથે આત્મનિંદા અને તપસ્વીઓની અનુમોદના કરતાં.
*(13) નાગકેતુ* – પ્રભુની પુષ્પપૂજા કરતાં કરતાં.
*(14) પ્રસન્નચંદ્ર રાજર્ષિ* – કાર્યોત્સર્ગ ધ્યાનમાં.
*(15) કૂર્માંપુત્ર* – ઘરમાં બેઠા બેઠા.
*(16) બાહુબલીજી* – નાના ભાઈઓને વંદન માટે પગ ઉઠાવતાં.
*(17) મેતાર્ય મુનિ* – ચામડાના પટ્ટાથી મસ્તક તુટતાં,આંખો બહાર નીકળતાં.
*(18) ઢંઢણ મુનિ* – ગોચરી પરઠવતાં પરઠવતાં.
*(19) સ્કંદકસુરિ ના ૪૯૯ શિષ્ય* – ઘાણી માં પીલાતા પિલાતા.
*(20) પુણ્યાઢ્યય રાજા* – જિન દર્શન કરતાં કરતાં.
*(21) ગૌતમ સ્વામી* – વિલાપ કરતાં (વીર નિર્વાણ સમયે).
*(22) પાંચસો તાપસ* – ખીરનું ભોજન કરતાં કરતાં.
*(23) ખંધક ઋષિ* – ચામડી ઉતારતા.
*(24) ઝાંઝરીયા મુનિ* – વધ કરતી વખતે.
*(25) ચંડરૂદ્રાચાર્યના શિષ્ય* – વિહારમાં ગુરુ ના અપશબ્દ અને માર ખાતાં ખાતાં.
*(26) ચંડરૂદ્રાચાર્ય* – શિષ્યને ખામાવતાં ખામાવતાં.
*(27) મૃગાવતી સાધ્વી* – ગુરુણીને ક્ષમાપના કરતાં.
*(28) ચંદનબાળા સાધ્વી* – શિષ્યાને ખામાવતાં.
*(29) ગજસુકુમાલ મુનિ* – મસ્તક પર અંગારા બળતાં.
*(30) સંયતિ રાજા* – મૃગને મારતાં મારતાં કર્મ નું અપહરણ કર્યું.
*(31) માસતુષ મુનિ* – બાર વર્ષ લાગટ ” મા રૂષ, મા તુષ ” શબ્દ ગોખતાં.

 

કોને વૈરાગ્ય કેવીરીતે પ્રાપ્ત થયું?

(1) ગૌતમ બુદ્ધ – કરમાયેલું પુષ્પ, ઘરડો માણસ અને મૃતદેહને જોઇને.
(2) દશરથ રાજા – કંચુકીની અતિ વૃદ્ધાવસ્થા જોઇને.
(3) નંદિષેણ- વેશ્યાના વ્યંગયુક્ત” દશમાતમે”વચન સાંભળીને.
(4) દશાર્ણભદ્ર – ઈન્દ્ર ધ્વારા થયેલા સામૈયાની ઋદ્ધિ જોઇને.
(5) હનુમાનજી -સંધ્યાના વાદળ જોઇને.
(6) અષાઢાચાર્ય-મદિરાપાન કરેલી પત્નીઓને જોઇને.
(7) ધનાજી – સ્નાનાગારમાં પત્નીનું મેણું સાંભળીને.
(8) શાલીભદ્ર – મહારાજા શ્રેણિકને જોઇને ” શુ મારા માથે પણ સ્વામી ?
(9) સ્થૂલિભદ્રજી – અધિકારના જોખમથી પિતાજીના મૃત્યુને સાંભળીને.
(10) પ્રસન્નચંદ્ર – માથામાં સફેદ વાળ જોઇને.
(11) સિદ્ધર્ષિગણિ – ” જ્યાં ધ્વાર ખુલ્લા હોય ત્યાં જાવ” માતાના આવા વચન સાંભળી.
(12) બાહુબલી – મોટાભાઈ ને મારી નાખવાને માટે ઉગામેલી મુઠ્ઠી ખાલી ન જાય-એમ માનતા.
(13) નમિ રાજર્ષિ – એક કંકણનો અવાજ ક્યારેય ન હોય જાણીને.
(14) અભય કુમાર – પિતાના મુખથી “ચાલી જા શબ્દ” સાંભળી ને.
(15) મૃગપુત્ર – સાધુને જોઇને.
(16) આર્યરક્ષિત – રાજવૈભવ યુક્ત સામૈયામાં માતાની હાજરી ન દેખતાં.
(17) કરકંડુ – વૃદ્ધ બળદને જોઇને.
(18) દુમુખ રાજા – ઇન્દ્ર સ્તંભને જોઇને.
(19) નગ્ગાઈ – પત્ર -પુષ્પ રહિત વ્રુક્ષ જોઇને.
(20) સનતકુમાર ચક્રી – “આપણું શરીર રોગોનું ઘર છે” એવી દેવધ્વારા પ્રતીતિ થવાથી.
(21) અનાથી મુની – શરીર દાહજવરથી વ્યાપ્ત થતાં સંસારની અનાથતા સમજીને.

|| જૈન શ્રાવક ||

ભાવ શ્રાવક ના છ લક્ષણો…..

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી – : ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય…………

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક ના બાર વ્રત……………..

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત (2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત (3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (6) દિગ પરિમાણ વિરમણ વ્રત.(7) ભોગોપભોગ વિરમણ વ્રત (8) અનર્થ દંડ વિરમણ વ્રત (9) સામાયિક વ્રત (10) દેશાવગાસિક વ્રત.(11) પૌષધોપવાસ વ્રત અને (12) અતિથી સંવિભાગ.
શ્રાવક ના એકવીશ ગુણ………

(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય(9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત(15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી(21) લબ્ધલક્ષ્ય.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય……..

(1) એક વાર સંઘ પૂજન કરવું.

(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.

(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.

(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.

(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.

(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.

(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.

(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.

(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.

(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.

(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.

(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.

(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.

(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.

(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.

(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.

(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.

(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય…………….

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.

(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.

(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.

(4–9) સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ, પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.

(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.

(11) સુપાત્ર માં દાન આપવું.

(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.

(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.

(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.

(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.

(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.

(17) પરોપકાર કરવો.

(18) જયણાધર્મ નું પાલન કરવું.

(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.

(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.

(21) ગુરૂની સ્તુતિ કરવી.

(22) સાધર્મિક ભક્તિ કરવી.

(23) વ્યવહાર શુદ્ધ રાખવો.

(24) રથ યાત્રા કાઢવી.

(25) તીર્થ યાત્રા કરવી.

(26) ક્ષમા – ઉપશમ ભાવ રાખવો.

(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.

(28) સંવર ની કમાણી કરવી.

(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.

(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.

(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.

(32) ઇન્દ્રિયો નું દમન કરવું.

(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.

(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.

(35) ધાર્મિક પુસ્તક લખાવવું.

(36) તીર્થની પ્રભાવના કરવી.

|| સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક ||

સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્ય઼ું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.

પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારૂં ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !

આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.”

પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.”

પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.

એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાન પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નગરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.

પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. ઘણા મેરૂ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્ત્તાનું મહિમાગાન કરે છે.

આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભાવે તવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.

🌸આવતી ચોવીસી ના તીર્થંકર હાલ ક્યા અને કોનો જીવ
➖➖➖➖➖➖➖➖➖
૦૧. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ સ્વામી નામના પહેલા તીર્થંકર થશે. હાલમાં તે પહેલી નરકમાં છે.

૦૨. શ્રી સુપાર્શ્ર્વ (વીર પ્રભુના કાકા) આવતી ચોવીસીમાં શ્રી સુરદેવ સ્વામી નામના બીજા તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.

૦૩. શ્રી ઉદાયી (શ્રેણિક ના પુત્ર) આવતી ચોવીસીમાં શ્રી સુપાર્શ્ર્વ સ્વામી નામના ત્રીજા તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજા દેવલોકમાં છે.

૦૪. શ્રી પોટીલ (શ્રાવકનો જીવ) આવતી ચોવીસીમાં શ્રી સ્વયંપ્રભ સ્વામી નામના ચોથા તીર્થંકર થશે. હાલમાં તે ચોથા દેવલોકમાં છે.

૦૫. શ્રી દ્રઢકેતુ (શ્રી મલ્લિનાથના કાકા) આવતી ચોવીસીમાં શ્રી સર્વાનુભુતિ સ્વામી નામના પાંચમાં તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.

૦૬. શ્રી કાર્તિક શેઠ (આનંદગાથાના બાપા) આવતી ચોવીસીમાં શ્રી દેવશ્રુત સ્વામી નામના છઠ્ઠા તીર્થંકર થશે. હાલમાં તે પહેલા દેવલોકમાં છે.

૦૭. શ્રી શંખ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી ઉદયપ્રભ સ્વામી નામના સાતમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.

૦૮. શ્રી આનંદ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી પેઢાલ સ્વામી નામના આઠમાં તીર્થંકર થશે. હાલમાં તે પહેલા દેવલોકમાં છે.

૦૯. સુનંદા શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી પોટ્ટીલ સ્વામી નામના નવમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.

૧૦. શ્રી શતક શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી શતકીર્તિ સ્વામી નામના દસમાં તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજી નરકમાં છે.

૧૧. દેવકી આવતી ચોવીસીમાં શ્રી મુનિસુવ્રત સ્વામી નામના અગ્યારમાં તીર્થંકર થશે. હાલમાં તે આઠમાં દેવલોકમાં છે.

૧૨. શ્રી કૃષ્ણ આવતી ચોવીસીમાં શ્રી અમમનાથ સ્વામી નામના બારમાં તીર્થંકર થશે. હાલમાં તે ત્રીજી નરકમાં છે.

૧૩. સત્યકી વિદ્યાધર આવતી ચોવીસીમાં શ્રી નિષ્કષાય સ્વામી નામના તેરમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.

૧૪. બલભદ્ર આવતી ચોવીસીમાં શ્રી નિષ્પુલાક સ્વામી નામના ચૌદમાં તીર્થંકર થશે. હાલમાં તે છઠ્ઠા દેવલોકમાં છે.

૧૫. સુલસા શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી નિર્મમ સ્વામી નામના પંદરમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.

૧૬. રોહિણી (બલદેવની માતા) આવતી ચોવીસીમાં શ્રી ચિત્રગુપ્ત સ્વામી નામના સોળમાં તીર્થંકર થશે. હાલમાં તે બીજા દેવલોકમાં છે.

૧૭. રેવતી શ્રાવિકા આવતી ચોવીસીમાં શ્રી સમાધિ સ્વામી નામના સતરમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.

૧૮. શતાલી આવતી ચોવીસીમાં શ્રી સંવર સ્વામી નામના અઢારમાં તીર્થંકર થશે. હાલમાં તે આઠમાં દેવલોકમાં છે.

૧૯. દ્વૈપાયન દેવ (દ્વારિકા બાળનાર) આવતી ચોવીસીમાં શ્રી યશોધર સ્વામી નામના ઓગણીસમાં તીર્થંકર થશે. હાલમાં તે અગ્નિકુમાર ભવનમાં છે.

૨૦. કોણિક આવતી ચોવીસીમાં શ્રી વિજય સ્વામી નામના વીસમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.

૨૧. નારદ આવતી ચોવીસીમાં શ્રી મલ્લીજિન સ્વામી નામના એકવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે પાંચમાં દેવલોકમાં છે.

૨૨. અંબડ શ્રાવક આવતી ચોવીસીમાં શ્રી દેવજિત સ્વામી નામના બાવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે બારમાં દેવલોકમાં છે.

૨૩. અમર આવતી ચોવીસીમાં શ્રી અનંતવીર્ય સ્વામી નામના ત્રેવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે નવમા ગ્રૈવેયકમાં છે.

૨૪. સ્વાતિબુદ્ધ આવતી ચોવીસીમાં શ્રી ભદ્રજિન સ્વામી (ભદ્રકૃત સ્વામી) નામના ચોવીસમાં તીર્થંકર થશે. હાલમાં તે સર્વાર્થસિદ્ધમાં છે.

 

🏵️ ક્યારે શું બોલવું ?….
➖➖➖➖➖➖➖➖➖
જિન મંદિરનું શિખર/ધ્વજા દેખાય ત્યારે…
➡️ ‘નમો જિણાણં ‘ બોલવું જોઈએ.

મંદિરમાં જેટલા પણ ભગવાન હોય તેમને…
➡️ ‘નમો જિણાણં ‘ બોલવું જોઈએ.

કોઈ વ્યકિત મળે ત્યારે …
➡️ ‘જય જિનેન્દ્ર – પ્રણામ ‘ બોલવું જોઈએ.

ગુરુ મહારાજ મળે ત્યારે…
➡️ માથું નમાવીને ‘મત્થએણ વંદામિ’ બોલવું જોઈએ.

રાત્રે ગુરૂ ભગવંતને….
➡️ ‘ત્રિકાલ વંદન’ કહેવું જોઈએ.

ઘરથી બહાર જતી વખતે…
➡️ ૩ નવકાર અવશ્ય ગણવા જોઈએ.

પોતાનાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે..
➡️ ‘મિચ્છામિ દુક્કડમ્’ બોલવું જોઈએ.

ગુરૂ ભગવંત જ્યારે આપણને આજ્ઞા આપે ત્યારે…
➡️ ‘હા જી ‘ અથવા ‘તહત્તિ’ કહેવું જોઈએ.

ગુરૂ ભગવંતથી વિદાય લેતી વખતે…
➡️ ‘સુખ શાતામાં રહેજો.’ બોલવું જોઈએ.

કોઈ શાતા પૂછે ત્યારે….
➡️ ‘દેવ-ગુરૂ પસાય.’ બોલવું જોઈએ.

 

 

🌸નવ આંગી પૂજા વખતેના ભાવ
➖➖➖➖➖➖➖➖➖
(૧) અંગુઠાની પૂજા કરવા દ્વારા યુગલિક મનુષ્યોએ વિનય દાખવ્યો. મને પણ અંગુઠા પાસેથી વિનય પ્રાપ્ત થાય અને સંસાર સાગરનો અંત લાવું એવી ભાવના કરવી.

(૨) ઢીંચણ દ્વારા પરાક્રમ કરી કેવલજ્ઞાન મેળવ્યું. ભગવન્ ! મારા ઢીચણ પણ ધર્મની ક્રિયામાં અપ્રમત્ત બને અને પાપની ક્રિયાથી પાછા વળે, તેવી ઢીંચણ પાસે પ્રાર્થના કરવી.

(૩) હાથના કાંડાએ વરસીદાન આપ્યું પરમાત્મન્ ! મારો હાથ આવું વરસીદાન આપી ક્યારે દીક્ષા ગ્રહણ કરશે ?

(૪) ખભામાંથી માન ચાલી ગયું. હું તો અભિમાનનું પૂતળું છું. ભગવન્ ! આ ખભાની પૂજા દ્વારા અનાદિ કપાયભાવ દૂર થાય તેવું કર.

(૫) શિરશિખા એ સિદ્ધશિલા છે, ત્યાં અનંત સિદ્ધોની પૂજા કરવા દ્વારા મને મોક્ષ ક્યારે મળશે ? એવી ભાવના કરવી.

(૬) ભાલ-કપાળ – તીર્થંકર પદના પુણ્યથી આપ ત્રણે ભુવનમાં સેવાને પામો છો, આ કપાળ ઉપર તિલક કરવા દ્વારા મારી ભવિતવ્યતા હોય તો હું પણ તીર્થંકર બનું એવી ભાવના કરું છું.

(૭) કંઠની પૂજા કરવા દ્વારા આ કંઠે દેશના આપી છે, મને એવી દેશના સાંભળવા ક્યારે મળશે ? એવી ભાવના કરવી.

(૮) હૃદવમાં ઉપશમભાવ ધારણ કરી રાગ અને દ્વેષને બાળ્યા, પરમાત્મન્ ! ગમે તેવા પ્રસંગમાં હું ઉપશમભાવ જાળવી શકું, તેવી તાકાત મળે માટે હૃદયની પૂજા કરું છું.

(૯) નાભિ કમળ એ સકલ ગુણનું વિશ્રામ સ્થાન છે. મારો સઘળો આત્મા સઘળા ગુણને પ્રાપ્ત કરે એ માટે નાભિની પૂજા કરું છું.

આ રીતે જેની પાસે પૂજા માટે ઓછો સમય છે, તે પણ ફક્ત ગુણની પ્રાર્થના દ્વારા નવ અંગની ભાવપૂજા કરે…

 

 

|| જૈન શ્રાવક || 🤵‍♂️

ભાવ શ્રાવક 🙋‍♂️ના છ લક્ષણો

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ, દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે, વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી -: ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે. સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ, અપવાદ, ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય
(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન

શ્રાવક ના બાર વ્રત
(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત
(2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
(3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત
(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
(5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત
(6) દિગ પરિમાણ વિરમણ વ્રત
(7) ભોગોપભોગ વિરમણ વ્રત
(8) અનર્થ દંડ વિરમણ વ્રત
(9) સામાયિક વ્રત
(10) દેશાવગાસિક વ્રત
(11) પૌષધોપવાસ વ્રત અને
(12) અતિથી સંવિભાગ

શ્રાવક ના એકવીશ ગુણ
(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય (9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત (15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી (21) લબ્ધલક્ષ્ય

*🌸નવ આંગી પૂજા વખતેના ભાવ*
➖➖➖➖➖➖➖➖➖
(૧) અંગુઠાની પૂજા કરવા દ્વારા યુગલિક મનુષ્યોએ વિનય દાખવ્યો. મને પણ અંગુઠા પાસેથી વિનય પ્રાપ્ત થાય અને સંસાર સાગરનો અંત લાવું એવી ભાવના કરવી.

(૨) ઢીંચણ દ્વારા પરાક્રમ કરી કેવલજ્ઞાન મેળવ્યું. ભગવન્ ! મારા ઢીચણ પણ ધર્મની ક્રિયામાં અપ્રમત્ત બને અને પાપની ક્રિયાથી પાછા વળે, તેવી ઢીંચણ પાસે પ્રાર્થના કરવી.

(૩) હાથના કાંડાએ વરસીદાન આપ્યું પરમાત્મન્ ! મારો હાથ આવું વરસીદાન આપી ક્યારે દીક્ષા ગ્રહણ કરશે ?

(૪) ખભામાંથી માન ચાલી ગયું. હું તો અભિમાનનું પૂતળું છું. ભગવન્ ! આ ખભાની પૂજા દ્વારા અનાદિ કપાયભાવ દૂર થાય તેવું કર.

(૫) શિરશિખા એ સિદ્ધશિલા છે, ત્યાં અનંત સિદ્ધોની પૂજા કરવા દ્વારા મને મોક્ષ ક્યારે મળશે ? એવી ભાવના કરવી.

(૬) ભાલ-કપાળ – તીર્થંકર પદના પુણ્યથી આપ ત્રણે ભુવનમાં સેવાને પામો છો, આ કપાળ ઉપર તિલક કરવા દ્વારા મારી ભવિતવ્યતા હોય તો હું પણ તીર્થંકર બનું એવી ભાવના કરું છું.

(૭) કંઠની પૂજા કરવા દ્વારા આ કંઠે દેશના આપી છે, મને એવી દેશના સાંભળવા ક્યારે મળશે ? એવી ભાવના કરવી.

(૮) હૃદવમાં ઉપશમભાવ ધારણ કરી રાગ અને દ્વેષને બાળ્યા, પરમાત્મન્ ! ગમે તેવા પ્રસંગમાં હું ઉપશમભાવ જાળવી શકું, તેવી તાકાત મળે માટે હૃદયની પૂજા કરું છું.

(૯) નાભિ કમળ એ સકલ ગુણનું વિશ્રામ સ્થાન છે. મારો સઘળો આત્મા સઘળા ગુણને પ્રાપ્ત કરે એ માટે નાભિની પૂજા કરું છું.

*આ રીતે જેની પાસે પૂજા માટે ઓછો સમય છે, તે પણ ફક્ત ગુણની પ્રાર્થના દ્વારા નવ અંગની ભાવપૂજા કરે…*

અરિહંત પદ ના ૧૨ ગુણ

૧) અશોકવૃક્ષ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૨) સુરપુષ્પવૃષ્ટિ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૩) દિવ્યધ્વનિ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૪) ચામરયુગ્મ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૫) સ્વર્ણસિંહાસન પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૬) ભામંડલ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૭) દેવદુંદુભિ પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૮) છત્રત્રય પ્રતિહાર્ય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૯) અપાયાપગમ
સંયુતાય શ્રી અર્હતે નમ:

૧૦) જ્ઞાનાતિશય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૧૧) વચનાતિશય
સંયુતાય શ્રી અર્હતે નમ:

૧૨) પૂજાતિશય
સંયુતાય શ્રી અર્હતે નમ:

શ્રી સિદ્ધ પદ ના ૮ ગુણ

૧) અનંત જ્ઞાન
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

૨) અનંતદર્શન
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

૩) અવ્યાબાધ
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમ:

૪) અનંતચારિત્ર
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

૫) અક્ષય સ્થિતિ
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

૬) અરુપી નિરંજન
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

૭) અગુરુ લઘુ
ગુણસંયુતાય શ્રી સિદ્ધાર્થ નમઃ

૮) અનંત વીર્ય
ગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ

શ્રી આચાર્ય પદના ૩૬ ગુણ

૧. પ્રતિરૂપગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨. સૂર્યવતેજસ્વિગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૩. યુગપ્રધાનગમસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૪. મધુરવાકયગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૫. ગાંભીર્યગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૬. ધૈર્યગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૭. ઉપદેશગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૮. અપરિશ્રાવિગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૯. સૌમ્યપકૃતિગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૦. શીલગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૧. અવિગ્રહગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૨. અવિકથકગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧3. અચપલગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૪. પ્રસન્નવદનસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૫. ક્ષમાગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૬. ઋજુગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૭. મૃદુગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૮. સર્વાગમુક્તિગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૧૯. દ્વાદશવિધતપોગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૦. સપ્તદશવિધસંયમગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૧. સત્યવ્રતગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૨. શૌચગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૩. અકિંચનગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૪. બ્રહ્મચર્યગુણસંયુતાય
શ્રી આચાર્યાય નમઃ

૨૫. અનિત્યભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૨૬. અશરણભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૨૭. સંસારસ્વરૂપભાવનાકાય
શ્રી આચાર્યાય નમઃ

૨૮. એક્ત્વભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૨૯. અન્યત્વભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૦. અશુચિભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૧. આશ્રવભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૨. સંવરભાવનાભાવકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૩. નિજ્જૅરાભાવનાકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૪. લોકસ્વરૂપભાવનાકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૫. બોધિદુર્લભભાવનાકાય
શ્રી આચાર્યાય નમઃ

૩૬. ધર્મદુર્લભભાવનાકાય
શ્રી આચાર્યાય નમઃ

શ્રી ઉપાધ્યાય પદ ના ૨૫ ગુણ

૧) શ્રી આચારરંગ સૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨) શ્રી સૂત્રકૃતાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૩) શ્રી સ્થાનાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૪) શ્રી સમવાયાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૫) શ્રી ભગવતીસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૭) શ્રી ઉપાસકશાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૮) શ્રી અન્તકૃદદશાંગસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૯) શ્રી અનુત્તરોપપાતિકદ શાંગસુત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૧) શ્રી વિપાકસૂત્ર
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૨) શ્રી ઉત્પાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૩) શ્રી અગ્રાયણીયપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૪) શ્રી વીર્યપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૫) શ્રી અસ્તિપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૬) શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૭) શ્રી સત્યપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૮) શ્રી આત્મપ્રવાદ પૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૧૯) શ્રી કર્મપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨0) શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ,
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨૧) શ્રીવિદ્યાપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨૨) શ્રી કલ્યાણપ્રવાદપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨૩) શ્રી પ્રણાવાયપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨૪) શ્રી ક્રિયાવિશાલપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

૨૫) શ્રી લોકબિન્દુસારપૂર્વ
પઠનપાઠનગુણ યુક્તાય
શ્રી ઉપાધ્યાય નમ:

શ્રી સાધુ ના ૨૭ ગુણ

૧) સર્વથા પ્રાણાતિપાત
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૨) સર્વથા મૃષાવાદ
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૩) સર્વથા અદત્તાદાન
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૪) સર્વથા મૈથુન
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૫) સર્વથા પરિગ્રહ
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૬) સર્વથા રાત્રિભોજન
વિરમણ મહાવ્રત યુક્તાય
શ્રી સાધવે નમ:

૭) પૃથવીકાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૮) અપ્કાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૯) તેજ્સ્કાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૧૦) વાયુકાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૧૧) વનસ્પતિકાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૧૨) ત્રસકાય રક્ષકાય
શ્રી સાધવે નમ:

૧૩) સ્પર્શનેન્દ્રિય સંયતાય
શ્રી સાધવે નમ:

૧૪) રસનેન્દ્રિય સંયતાય
શ્રી સાધવે નમ:

૧૫) ધ્રાણૈન્દ્રિય સંયતાય
શ્રી સાધવે નમ:

૧૬) ચક્ષુરેન્દ્રિય સંયતાય
શ્રી સાધવે નમ:

૧૭) શ્રોત્રેન્દ્રિય સંયતાય
શ્રી સાધવે નમ:

૧૮) લોભનિગ્રહ કારકાય
શ્રી સાધવે નમ:

૧૯) ક્ષમાગુણ યુક્તાય
શ્રી સાધવે નમ:

૨૦) શુભભાવના ભાવકાય
શ્રી સાધવે નમ:

૨૧) પ્રતિલેખનાદિ
ક્રિયા શુદ્ધકારકાય
શ્રી સાધવે નમઃ

૨૨) સંયમયોગ યુક્તાય
શ્રી સાધવે નમ:

૨૩) મનોગુપ્તિ યુક્તાય
શ્રી સાધવે નમ:

૨૪) વચનગુપ્તિ યુક્તાય
શ્રી સાધવે નમ:

૨૫) કાયગુપ્તી યુક્તાય
શ્રી સાધવે નમ:

૨૬) ક્ષુધાદિ દ્વાર્વિશતી
પરિષહ સહન તત્પરરાયે
શ્રી સાધવે નમ:

૨૭) મરણાન્ત ઉપસર્ગ
સહના તત્પર આયોગ
શ્રી સાધવેં નમઃ

ચૌવીસ તીર્થંકર ભગવાન ની ૧૬ જન્મ ભૂમિ

અયોધ્યા – શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન, શ્રી અભિનન્દન નાથ ભગવાન,શ્રી સુમતિનાથ ભગવાન, શ્રી અનંતનાથ ભગવાન

શ્રાવસ્તી (ઉ.પ્ર) – શ્રી સંભવ નાથ ભગવાન

કૌશામ્બી (ઉ.પ્ર) – શ્રી પદ્મપ્રભુ ભગવાન

વારાણસી – શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન

ચંદ્રપુરી (વારાણસી)ઉ.પ્ર – શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

કાકન્દી (દેવરિયા ,ગૌરખપુર)ઉ.પ્ર – શ્રી પુષ્પદંત નાથ ભગવાન

ભદ્રિકાપુરી ઇટખોરી (ચતરા ઝારખણ્ડ) – શ્રી શીતલનાથ ભગવાન

સિહંપૂરી સારનાથ (ઉ.પ્ર) – શ્રી શ્રેયાંસનાથ ભગવાન

ચમ્પાપુરી ભાગલપુર (બિહાર) – શ્રી વાસુપૂજ્યનાથ ભગવાન

કમ્પિલપુરી (ફારુખાબાદ ઉ.પ્ર) – શ્રી વિમલનાથ ભગવાન

રત્નપૂરી (ફૈજાબાદ ઉ.પ્ર) – શ્રી ધર્મનાથ ભગવાન

હસ્તિનાપુર (મેરઠ ઉ.પ્ર.) – શ્રી શાંતિનાથ ભગવાન ,શ્રી કુન્થુનાથ ભગવાન ,શ્રીઅરહનાથ ભગવાન

મિથિલાપુરી – શ્રી મલ્લિનાથ ભગવાન,શ્રી નમિનાથ ભગવાન

રાજગૃહી (નાલંદા- બિહાર) – શ્રી મુનિસુવ્રત નાથ ભગવાન

શૌરીપુર(બટેશ્વર-ઉ.પ્ર) – શ્રી નેમીનાથ ભગવાન

ક્ષત્રિય કુંડ (નાલંદા- બિહાર) – શ્રી મહાવીર ભગવાન

 

ગઈ ચોવીસીના તીર્થંકર ભગવંતો

૦૧. શ્રી કેવળજ્ઞાનીસ્વામી
૦૨. શ્રી નિર્વાણીનાથ
૦૩. શ્રી સાગરનાથ
0૪. શ્રી મહાજસનાથ
0૫. શ્રી અભિધાનીસ્વામી
૦૬. શ્રી સર્વાનુભૂતિનાથ
૦૭. શ્રી ધરનાથ
૦૮. શ્રી સુદત્તનાથ
૦૯. શ્રી દામોદરસ્વામી
૧૦. શ્રી સુતેજાસ્વામી
૧૧. શ્રી સ્વામીનાથ સ્વામી
૧૨. શ્રી સુવ્રતનાથ
૧૩. શ્રી સુમતિનાથ
૧૪. શ્રી શિવગતિનાથ
૧૫. શ્રી અરત્યાગનાથ
૧૬. શ્રી નેમીધરનાથ
૧૭. શ્રી અનીલનાથ
૧૮. શ્રી યશોધરનાથ
૧૯. શ્રી કૃતાર્કનાથ
૨૦. શ્રી જિનેશ્વરનાથ
૨૧. શ્રી શુદ્ધમતિનાથ
૨૨. શ્રી શીવંકરસ્વામી
૨૩. શ્રી સ્પંદનસ્વામી
૨૪. શ્રી સમ્પ્રતિનાથ

વર્તમાન ચોવીસીના તીર્થંકર ભગવંતો

૦૧. શ્રી ઋષભદેવ
૦૨. શ્રી અજિતનાથ
૦૩. શ્રી સંભવનાથ
૦૪. શ્રી અભિનંદન
૦૫. શ્રી સુમતિનાથ
૦૬. શ્રી પદ્મપ્રભસ્વામી
૦૭. શ્રી સુપાર્શ્વનાથ
૦૮. શ્રી ચંદ્રપ્રભુ
૦૯. શ્રી સુવિધિનાથ
૧૦. શ્રી શીતલનાથ
૧૧. શ્રી શ્રેયાંસનાથ
૧૨. શ્રી વાસુપૂજ્ય
૧૩. શ્રી વિમલનાથ
૧૪. શ્રી અનંતનાથ
૧૫. શ્રી ધર્મનાથ
૧૬. શ્રી શાંતિનાથ
૧૭. શ્રી કુંથુનાથ
૧૮. શ્રી અરનાથ
૧૯. શ્રી મલ્લિનાથ
૨૦. શ્રી મુનિસુવ્રત
૨૧. શ્રી નમિનાથ
૨૨. શ્રી નેમિનાથ
૨૩. શ્રી પાર્શ્વનાથ
૨૪. શ્રી મહાવીર સ્વામી

આવતી ચોવીસીના તીર્થંકર ભગવંતો

૦૧. શ્રી પદ્મનાભ સ્વામી
૦૨. શ્રી સુરદેવ શ્રી સુપાર્શ્વસ્વામી
૦૩. શ્રી સુપાર્શ્વ શ્રી ઉદાયીસ્વામી
૦૪. શ્રી સ્વયંપ્રભસ્વામી
૦૫. શ્રી સર્વાનુ ભૂતિસ્વામી
૦૬. શ્રી દેવશ્રુતસ્વામી
૦૭. શ્રી ઉદયપ્રભસ્વામી
૦૮. શ્રી પેઢાલ સ્વામીસ્વામી
૦૯. શ્રી પોટ્ટીલ સ્વામી
૧૦. શ્રી શતકીર્તિસ્વામી
૧૧. શ્રી મુનિસુવ્રતસ્વામી
૧૨. શ્રી અમમ સ્વામીસ્વામી
૧૩. શ્રી નિષ્કષાયસ્વામી
૧૪. શ્રી નિષ્પુલાકસ્વામી
૧૫. શ્રી નિર્મમ સ્વામી
૧૬. શ્રી ચિત્રગુપ્તસ્વામી
૧૭. શ્રી સમાધિ સ્વામી
૧૮. શ્રી સંવર સ્વામી
૧૯. શ્રી યશોધરસ્વામી
૨૦. શ્રી વિજય સ્વામી
૨૧. શ્રી મલ્લીજિનસ્વામી
૨૨. શ્રી દેવજિતસ્વામી
૨૩. શ્રી અનંતવીર્યસ્વામી
૨૪. શ્રી ભદ્રજિનસ્વામી

આઠ પ્રકારના કર્મ

જ્ઞાનાવરણીય કર્મ
આત્માના જ્ઞાનગુણ પર આવરણ કરે. જ્ઞાનગુણને ઢાંકે તે જ્ઞાનાવરણીય કર્મ છે.

તે આંખના પાટા સમાન છે. આંખમાં જોવાની શક્તિ હોવા છંતા પાટાનું આવરણ વસ્તુના બોધમાં બાધક બને છે.

તેમ આત્મામાં અનંત જ્ઞાનગુણ હોવા છંતા જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનમાં બાધક બને છે. જેમ જેમ આવરણ દુર થાય છે, તેમ તેમ જ્ઞાનગુણ પ્રગટ થાય છે

દર્શનાવરણીય કર્મ
આત્માના દર્શનગુણ ઉપર આવરણ કરે, દર્શનગુણને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ છે.

તે રાજાના દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શનમાં બાધક બને છે તેમ દર્શનાવરણીય કર્મ પદાર્થના દર્શનમાં કે સામાન્યબોધમાં બાધક બને છ.

વેદનીય કર્મ
ઇન્દ્રિજન્ય કે મનોજન્ય ભૌતિક સુખ દુઃખ નુ વેદન કરાવે તે વેદનીય કર્મ છે.

તે મધુલિપ્ત તલવારની ધાર સમાન છે. તેમાં મધને ચાટવા સમાન અનુકુળતાની અનુભુતિ કરાવનાર શાતાવેદનીય કર્મ છે અને મધ ચાટતાં તલવારની ધારથી જીભ કપાય તેની સમાન પ્રતિકુળતાની અનુભૂતિ કરાવનાર અશાતાવેદનીય કર્મ છે.

મોહનીય કર્મ
જીવને મૂઢ બનાવી હિતાહિતનો વિવેક ન થવા દે, તે મોહનીય કર્મ છે. તે મદિરાપાન સમાન છે. મદિરાના નશામાં વ્યક્તિ ભાન ભુલી જાય છે.

તેમ મોહનીય કર્મ જીવને હિતાહિતના વિવેકમાં ભાન ભુલાવે છે.

આયુષ્ય કર્મ
જીવને નિશ્ર્ચિત કાલ સુધી એક ભવમાં જકડી રાખે તે આયુષ્ય કર્મ છે.

તે બેડી સમાન છે. જેમ બેડીમાં બંધાયેલો ગુનેગાર પોતાના દંડની સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં છુટી શકતો નથુ, તેમ આયુષ્યકર્મથી બંધાયેલો જીવ પોતાનુ આયુષ્ય પૂર્ણ થયા પહેલા છુટી શકતો નથી.

નામ કર્મ
જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિ પ્રાપ્ત કરાવે. ‘આ નારકી છે.’
‘આ દેવ છે. ‘ આ પ્રમાણે ચોક્કસ નામ ધારણ કરાવે,તે નામ કર્મ છે.

તે ચિત્રકાર સમાન છે. ચિત્રકાર વિવિધ રંગોથી વિવિધ ચિત્રો તૈયાર કરે છે. તેમ નામ કર્મના ઉદયથી જીવ વિવિધ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે.

ગોત્ર કર્મ
જીવને ઉંચ કે નીચ ગોત્રમાં જન્મ ધારણ કરાવી ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવે તે ગોત્ર કર્મ છે. તે કુંભારના ચાકડા સમાન છે. જેમ કુંભાર એકજ ચાકડા પર અનેક પ્રકારના ઘાટ બનાવે છે.

કેટલાક ધાટ અક્ષત કંકુ વગેરે શ્રેષ્ઠ સામગ્રી ભરાઈને પૂજનીય બને છે અને કેટલાક ધાટ મદિરા વગેરે નિમ્ન સામગ્રી ભરાઈને નિંદનીય બને છે. તેમ ગોત્ર કર્મ જીવને જાતિ, કુળ, બળ આદિની ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવીને જીવને પૂજનીય કે નિંદનીય બનાવે છે.

અંતરાય કર્મ
જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીયૅ-પરાકમ ફોરવવામા બાધક બને તે અંતરાય કર્મ છે.

તે રાજાના ભંડારી સમાન છે જેમ રાજા કોઈ યાચકને દાન દેવાની ઈચ્છા કરે, પરંતુ ભંડારી તેમાં વિઘ્ન કરે તો રાજાની ઈચ્છા સફળ થતી નથી તેમ અંતરાય કર્મ દાન આદિ પરિમાણોમાં વિઘ્ન કરે છે.

આ રીતે કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેનિ પેટાભેદ ૧૪૮ કે ૧૫૮ થાય છે.

ચૌદ સ્વપ્નનો પરિચય ❁
પ્રભુ મહાવીરના માતાને આવતા ચૌદ સ્વપ્નનુ જિનશાસનમાં ખૂબ માહાત્મ્ય છે. મહાવીર જન્મ કલ્યાણક તેમજ મહાવીર જન્મ વાંચન પ્રસંગે આપણે પ્રભુ મહાવીરના હાલરડા સાથે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્નને પણ યાદ કરીયે છીયે.

પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનુ વાંચન થશે તે સમયે માતા ત્રિશલાને આવેલા ચૌદ સ્વપ્ન આપણે ઉતારીશુ. આવો ચૌદ સ્વપ્ન નુ મહત્વ જાણીયે.

(૧) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભૅય થઇને વિચરશે.

(૨) ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

(૩) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ળની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભૅય બનીને વિચરશે.

(૪) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.

(૫) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમૅ સમજાવી તીથૅની સ્થાપના કરશે.

(૬) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

(૭) સૂયૅ : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂયૅ સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.

(૮) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.

(૯) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.

(૧૦) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

(૧૧) ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.

(૧૨) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.

(૧૩) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશૅનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.

 

સાત કિંમતી રત્નો – જીવન જીવવાની ચાવી | 7 Keys To Live Life

(૧) પહેલું રત્ન માફી
તમારા વિષે કોઈ ગમેં એમ બોલે પણ એને મનમાં ન લાવતાં મોટા મનથી એને માફ કરો.

(૨) બીજું રત્ન ઉપકાર
બીજા પર કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.

(૩) ત્રીજું રત્ન વિશ્વાસ
તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો, બીજાના આધારની અપેક્ષા ન રાખો.

(૪) ચોથું રત્ન સબંધો
સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબન્ધો જાળવી રાખો.

(૫) પાંચમું રત્ન દાન
સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને સમાધાન મળે છે.

(૬) છઠું રત્ન આરોગ્ય
દરરોજ વ્યાયામ, યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.

(૭) સાતમુ રત્ન વૈરાગ્ય
હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતાં વર્તમાનમાં જીવો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. ભક્તિમય જીવન જીવો. સ્થિતપજ્ઞ બનો.

એકંદરે જીવન ખુબજ સુંદર છે, એને ભરપૂર મઝાથી જીવો.
માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ- કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે.
નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ.
કુદરતના એક જીવાણુ એ આપણને બતાવી દીઘું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનુ કે શ્રીમંતાઈ કરતાંયે આપણું જીવન મહત્વનું છે.

“જીવ મહત્વનો છે”

નવપદ ની સ્તુતિઓ | नवपद की स्तुति | Navpad Stuti

શ્રી અરિહંત પદ ની સ્તુતિ
ના રોગ ના પ્રસ્વેદ ના,
મલ કોઈ તુજ તનને નડે,
તુજ રૂપની આ જગતમાં,
કોઈ ના ઉપમા ન જડ઼ે,
સૌંન્દર્ય મધમધતું તને,
આ જન્મ થી પ્રભુ! સાંપડે
અરિહંત! અતિશયવંત!
તુજને, નિરખતાં નયણા ઠર્યા

શ્રી સિદ્ધ પદ ની સ્તુતિ
વર્ણન તમારા સુખ તનુ મેં,
સામ્ભલયૂં ચે જ્યાર થી,
શિવ પામવા મન ખૂબ,
લાલયિત બન્યુ ચે ત્યારથી!
સંસારનાં ભૌતિક સુખોમાં,
રસ હવે બિલ્કુલ નથી !
હે સિદ્ધ ભગવંતો!
તમારાં સિદ્ધિ સુખ આપો મને!

શ્રી આચાર્ય પદ ની સ્તુતિ
શ્રી ગૌતમાદિ ગણધરો,
હરિભદ્ર સુરીશ્વર અને,
શ્રી હેમચંદ્ર સુરીન્દ્રને,
શ્રી અભયદેવસુરીન્દ્રને,
પ્રણમું અને પ્રાર્થ:
તમારા શરણ માં રાખો મને!
આચાર્ય ભગવંતો!
તમારા શરણ માં રાખો મને!

શ્રી ઉપાધ્યાય પદ ની સ્તુતિ
સંવેગ ને વૈરાગ્યરસનાં
અમૃતઝરણ વહાવતી,
સુવિશાલ સાધૂસમુહ ને,
શુભભાવમાં ઝીલાવતી,
ઝકઝોડ ગંગોત્રી સમી,
ઝડ઼કે તુમારી પરિણીતિ,!
વંદન ઉપાધ્યાયો!
તમારા ચરણમાં અગણિત હો!

શ્રી સાધુ પદ ની સ્તુતિ
ના એક પણ જંતુ મરે,
યે વી અજબ અપ્રમત્તતા!
અનુકૂલતા પ્રતિકૂલતા,
ચે સર્વ સ્થિતીમાં સ્વચ્છતા!
ના હર્ષ કે ના શોક મનમાં,
સર્વદા મધ્યસ્થતા!
હે સાધુ ભગવંતો!
તમ્હારી સાધના ને નમન હો!

શ્રી દર્શનપદ ની સ્તુતિ
જેના પ્રભાવે જીવનમાંથી,
પાપ દૂરે થાય છે,
જેના પ્રભાવે કર્મબંધન,
અલ્પતમ થાઈ જાયે છે,
જેના પ્રભાવી પરમશાંતિ,
જીવનમાં છલકાય છે,
તે એક સમ્યગ્ દર્શનમ્,
મલજો મને જનમો જનમ.

શ્રી જ્ઞાન પદની સ્તુતિ
જિનવર થયા સર્વજ્ઞ,
ગણધર દેવ પૂછે છે હવે,
ભગવન! કહો ને તત્વ શું છે?
ત્રિપદી પ્રભુ પાઠવે!
ને ગણધરો ન હૃદયગિરી થી
જ્ઞાન ની ગંગા વહે,
જિન કથિત સમ્યગ્જ્ઞાનને
મુજ વંદના, મુજ વંદના.

શ્રી ચારિત્ર પદ ની સ્તુતિ
વિશ્વે અનંતા કાલથી,
ચારિત્રનો છે પંથડો !
આ પંથ પર ચાલ્યા અનંતા,
જિનવરો ને ગણધરો !
આત્મા અનંતા શિવ વર્યા,
ચારિત્રનો લઈ આશરો !
ચારિત્રમાં મુજ મન વસો,
ચારિત્રમાં મુજ તન વસો.

💥 કયા ગ્રંથમાં શું વાંચશો ?
➖➖➖➖➖➖➖➖➖
૧. શ્રાવકપણાના આચારો જાણવા છે ?
▶️ શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, શ્રાવકધર્મવિધિ પ્રકરણ..

૨. ધાર્મિક સંસ્થાનો વહીવટ કરવો છે ?
▶️ દ્રવ્યસપ્તતિકા

૩. ૧૪ રાજલોકના જીવોને જાણવા છે ?
▶️ જીવવિચાર

૪. જૈન શાસનના તત્ત્વો સમજવા છે ?
▶️ નવતત્ત્વ, તત્ત્વાર્થ

૫. જિનમંદિરમાં વિધિ કેમ કરાય ? તે જાણવું છે ?
▶️ ચૈત્યવંદન ભાષ્ય

૭. ગુરુ ભગવંત સાથેના વ્યવહારો શીખવા છે ?
▶️ ગુરુવંદન ભાષ્ય

૭. જૈન શાસનના કર્મસિદ્ધાંતો જાણવા છે ?
▶️ કર્મગ્રંથ

૮. સાધકનું જીવન જાણવું છે ?
▶️ યોગશાસ્ત્ર પ્રકાશ-૧-૨-૩

૯. મોક્ષમાર્ગની સાધના જાણવી છે ?
▶️ યોગશાસ્ત્ર પ્રકાશ-૪

૧૦. ઉત્તમ મહાપુરુષોનાં જીવન જાણવા છે ?
▶️ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર

૧૧. શ્રાવકના દ્રવ્યથી અને ભાવથી ગુણો જાણવા છે ?
▶️ ધર્મરત્ન પ્રકરણ

૧૨. ધર્મમાં પ્રવેશ પામવો છે ?
▶️ ધર્મબિંદુ, યોગશાસ્ત્ર

૧૩. વિવિધ વિષયો અંગેના મહાપુરુષોના શાસ્ત્રીય ઉત્તરો જાણવા છે ?
▶️ હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, વિવિધ પ્રશ્નોત્તર

૧૪. માતા-પિતા, ભાઈ-પતિ-પત્ની-પુત્ર-ધર્મગુરુ, સરકારી પુરુષો, મિત્રવર્તુળ વગેરે સાથેનો ઉચિત આચાર જાણવો છે ?
▶️ હિતોપદેશમાળા

૧૫. સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણવું છે ?
▶️ વૈરાગ્ય શતક, શાંત સુધારસ, ભવભાવના, ઉપમિતિ ભવપ્રપંચા કથા

૧૬. અધ્યાત્મની પ્રાપ્તિના ઉપાયો જાણવા છે ?
▶️ અધ્યાત્મસાર

૧૭. મહાપુરુષોનું નામસ્મરણ કરવું છે ?
▶️ ભરહેસર સૂત્ર

૧૮. ૧૪ રાજલોકના તીર્થોને વંદના કરવી છે ?
▶️ સકલતીર્થ સૂત્ર

૧૯. જીવનમાં થતા પાપોનું મિચ્છામિ દુક્કડમ્ આપવું છે ?
▶️ અઢાર પાપસ્થાનક સૂત્ર

૨૦. અરિહંત પરમાત્માના વિશેષે ગુણો જાણવા છે ?
▶️ નમુત્થુણં સૂત્ર, લલિત વિસ્તરા

૨૧. જંબુદ્વીપનું સ્વરૂપ સમજવું છે ?
▶️ જંબુદ્વીપ સંગ્રહણી

૨૨. સમ્યગ્દર્શનનું સ્વરૂપ તથા ભેદો જાણવા છે ?
▶️ સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય

૨૩. અરિહંત પરમાત્માનું સ્વરૂપ જાણવું છે ?
▶️ અરિહંત વંદનાવલી

૨૪. ધર્મમાં પ્રયત્ન કરતા થવું છે ?
▶️ ઉપદેશમાળા

૨૫. જીવનને સમાધિમય બનાવવું છે ?
▶️ નમસ્કાર મહામંત્ર

🌸 મૌન એકાદશી 🌸

🗓️ શનિવાર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ – માગશર સુદ ૧૧

💥 આ દિવસે ત્રણ ચોવીશીના ૯૦ તીર્થંકર ભગવંતના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે

૯૦ તીર્થંકર ભગવંતના કલ્યાણ

૧ – જંબુદ્વીપે ભરતે અતીત ચોવીશી
શ્રી મહાયશ: સર્વજ્ઞાય નમઃ
શ્રી સર્વાનુ ભૂતિઅર્હતે નમઃ
શ્રી સર્વાનુ ભૂતિનાથાય નમઃ
શ્રી સર્વાનુ ભૂતિ સર્વજ્ઞાય નમઃ
શ્રી શ્રી ધરનાથ નાથાય નમઃ

૨ – જંબુદ્વીપે ભરતે વર્તમાન ચોવીશી
શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ
શ્રી મલ્લિનાથ નાથાય નમઃ
શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી અરનાથ નાથાય નમઃ

૩-જંબુદ્વીપે ભરતે અનાગત ચોવીશી
શ્રી સ્વયંપ્રભ સર્વજ્ઞાય નમઃ
શ્રી દેવશ્રુત અર્હતે નમઃ
શ્રી દેવશ્રુત નાથાય નમઃ
શ્રી દેવશ્રુત સર્વજ્ઞાય નમઃ
શ્રી ઉદયનાથ નાથાય નમઃ

૪-ઘાતકીખંડે પૂર્વ ભરતે અતીત ચોવીશી
શ્રી અકલંક સર્વજ્ઞાય નમ:
શ્રી શુભંકરનાથ અર્હતે નમઃ
શ્રી શુભંકરનાથ નાથાય નમઃ
શ્રી શુભંકરનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી સપ્તનાથ નાથાય નમઃ

૫-ઘાતકીખંડે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી બ્રહ્મેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ગુણનાથ અર્હતે નમઃ
શ્રી ગુણનાથ નાથાય નમઃ
શ્રી ગુણનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ગાંગિકનાથ નાથાય નમઃ

૬-ઘાતકીખંડે પૂર્વ ભરતે અનાગત ચોવીશી
શ્રી સાંપ્રત સર્વજ્ઞાય નમઃ
શ્રી મુનિનાથ અર્હતે નમઃ
શ્રી મુનિનાથ નાથાય નમઃ
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી વિશિષ્ટનાથ નાથાય નમઃ

૭-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અતીત ચોવીશી
શ્રી સુમૃદુનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી વ્યક્તનાથ અર્હતે નમઃ
શ્રી વ્યક્તનાથ નાથાય નમઃ
શ્રી વ્યક્તનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી કલાશતનાથ નાથાય નમઃ

૮-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી અરણ્યવાસ સર્વજ્ઞાય નમઃ
શ્રી યોગનાથ અર્હતે નમઃ
શ્રી યોગનાથ નાથાય નમઃ
શ્રી યોગનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી અયોગનાથ નાથાય નમઃ

૯-પુષ્કરવરદ્વીપે પૂર્વ ભરતે અનાગત ચોવીશી
શ્રી પરમ સર્વજ્ઞાય નમઃ
શ્રી શુદ્ધાર્તિનાથ અર્હતે નમઃ
શ્રી શુદ્ધાર્તિનાથ નાથાય નમઃ
શ્રી શુદ્ધાર્તિનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી નિઃકેશનાથાય નમઃ

૧0-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી
શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ
શ્રી હરિભદ્ર અર્હતે નમઃ
શ્રી હરિભદ્ર નાથાય નમઃ
શ્રી હરિભદ્ર સર્વજ્ઞાય નમઃ
શ્રી મગધાધિપ નાથાય નમઃ

૧૧-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી પ્રયચ્છ સર્વજ્ઞાય નમઃ
શ્રી અક્ષોભનાથ અર્હતે નમઃ
શ્રી અક્ષોભનાથ નાથાય નમઃ
શ્રી અક્ષોભનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી મલ્લસિંહ નાથાય નમઃ

૧૨-ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી
શ્રી દિનઋક સર્વજ્ઞાય નમઃ
શ્રી ધનદનાથ અર્હતે નમઃ
શ્રી ધનદનાથ નાથાય નમઃ
શ્રી ધનદનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી પૌષધનાથ નાથાય નમઃ

૧૩-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અતીત ચોવીશી
શ્રી પ્રલંબ સર્વજ્ઞાય નમઃ
શ્રી ચરિત્રનિધિ અર્હતે નમઃ
શ્રી ચરિત્રનિધિ નાથાય નમઃ
શ્રી ચરિત્રનિધિ સર્વજ્ઞાય નમઃ
શ્રી પ્રશમરાજિતનાથાય નમઃ

૧૪-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશી
શ્રી સ્વામિ સર્વજ્ઞાય નમઃ
શ્રી વિપરિતનાથ અર્હતે નમઃ
શ્રી વિપરિતનાથ નાથાય નમઃ
શ્રી વિપરિતનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી પ્રસાદનાથ નાથાય નમઃ

૧૫-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશી
શ્રી અઘટિતનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ભ્રમણેન્દ્રનાથ અર્હતે નમઃ
શ્રી ભ્રમણેન્દ્રનાથ નાથાય નમઃ
શ્રી ભ્રમણેન્દ્રનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ઋષભચંદ્ર નાથાય નમઃ

૧૬-જંબુદ્વીપે ઐરાવતે અતીત ચોવીશી
શ્રી દયાંત સર્વજ્ઞાય નમઃ
શ્રી અભિનંદનનાથ અર્હતે નમઃ
શ્રી અભિનંદન નાથ નાથાય નમઃ
શ્રી અભિનંદનનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી રત્નેશનાથ નાથાય નમઃ

૧૭-જંબુદ્વીપે ઐરાવતે વર્તમાન ચોવીશી
શ્રી શ્યામકોષ્ટ સર્વજ્ઞાય નમઃ
શ્રી મરુદેવનાથ અર્હતે નમઃ
શ્રી મરુદેવનાથ નાથાય નમઃ
શ્રી મરુદેવનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી અતિ પાર્શ્વનાથ નાથાય નમઃ

૧૮-જંબુદ્વીપે ઐરાવતે અનાગત ચોવીશી
શ્રી નંદિષેણ સર્વજ્ઞાય નમઃ
શ્રી વ્રતધરનાથ અર્હતે નમઃ
શ્રી વ્રતધરનાથ નાથાય નમઃ
શ્રી વ્રતધરનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી નિર્વાણનાથ નાથાય નમઃ

૧૯-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અતીત ચોવીશી
શ્રી સૌન્દર્યનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ત્રિવિક્રમનાથ અર્હતે નમઃ
શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમઃ
શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી નરસિંહનાથ નાથાય નમઃ

૨૦-ઘાતકીખંડે પૂર્વે ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી
શ્રી ક્ષેમંત સર્વજ્ઞાય નમઃ
શ્રી સંતોષિતનાથ અર્હતે નમઃ
શ્રી સંતોષિતનાથ નાથાય નમઃ
શ્રી સંતોષિતનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી કામનાથ નાથાય નમઃ

૨૧-ઘાતકીખંડેપૂર્વે ઐરાવતે ભરતે અનાગત ચોવીશી
શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ચંદ્રદાહ અર્હતે નમઃ
શ્રી ચંદ્રદાહ નાથાય નમઃ
શ્રી ચંદ્રદાહ સર્વજ્ઞાય નમઃ
શ્રી દિલાદિત્ય નાથાય નમઃ

૨૨-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અતીત ચોવીશી
શ્રી અષ્ટાહિક સર્વજ્ઞાય નમઃ
શ્રી વણિકનાથ અર્હતે નમઃ
શ્રી વણિકનાથ નાથાય નમઃ
શ્રી વણિકનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી ઉદયનાથ નાથાય નમઃ

૨૩-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે વર્તમાન ચોવીશી
શ્રી તમોકંદ સર્વજ્ઞાય નમઃ
શ્રી સાયકાક્ષ અર્હતે નમઃ
શ્રી સાયકાક્ષ નાથાય નમઃ
શ્રી સાયકાક્ષ સર્વજ્ઞાય નમઃ
શ્રી ક્ષેમંતનાથ નાથાય નમઃ

૨૪-પુષ્કરાદ્વે પૂર્વે ઐરાવતે અનાગત ચોવીશી
શ્રી નિર્વાણનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી રવિરાજ અર્હતે નમઃ
શ્રી રવિરાજ નાથાય નમઃ
શ્રી રવિરાજ સર્વજ્ઞાય નમઃ
શ્રી પ્રથમનાથ નાથાય નમઃ

૨૫-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે અતીત ચોવીશી
શ્રી પુરુરવા સર્વજ્ઞાય નમઃ
શ્રી અવબોધ અર્હતે નમઃ
શ્રી અવબોધ નાથાય નમઃ
શ્રી અવબોધ સર્વજ્ઞાય નમઃ
શ્રી વિક્રમેન્દ્ર નાથાય નમઃ

૨૬-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે ભરતે વર્તમાન ચોવીશી
શ્રી સુશાંતિ સર્વજ્ઞાય નમઃ
શ્રી હરનાથ અર્હતે નમઃ
શ્રી હરનાથ નાથાય નમઃ
શ્રી હરનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી નંદિકેશ નાથાય નમઃ

૨૭-ઘાતકીખંડે પશ્ચિમ ઐરાવતે અનાગત ચોવીશી
શ્રી મહામૃગેન્દ્ર સર્વજ્ઞાય નમઃ
શ્રી અશોચિત અર્હતે નમઃ
શ્રી અશોચિત નાથાય નમઃ
શ્રી અશોચિત સર્વજ્ઞાય નમઃ
શ્રી ધર્મેન્દ્રનાથ નાથાય નમઃ

૨૮-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અતીત ચોવીશી
શ્રી અશ્વવૃંદ સર્વજ્ઞાય નમઃ
શ્રી કુટિલક અર્હતે નમઃ
શ્રી કુટિલક નાથાય નમઃ
શ્રી કુટિલક સર્વજ્ઞાય નમઃ
શ્રી વર્દ્ધમાનસ્વામી નાથાય નમઃ

૨૯-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશી
શ્રી નંદિકેશ સર્વજ્ઞાય નમઃ
શ્રી ધર્મચંદ્ર અર્હતે નમઃ
શ્રી ધર્મચંદ્ર નાથાય નમઃ
શ્રી ધર્મચંદ્ર સર્વજ્ઞાય નમઃ
શ્રી વિવેકનાથ નાથાય નમઃ

૩૦-પુષ્કરવર દ્વીપે પશ્ચિમ ઐરાવતે અનાગત ચોવીશી
શ્રી કલાપક સર્વજ્ઞાય નમઃ
શ્રી વિશોમનાથ અર્હતે નમઃ
શ્રી વિશોમનાથ નાથાય નમઃ
શ્રી વિશોમનાથ સર્વજ્ઞાય નમઃ
શ્રી અરણ્યનાથ નાથાય નમઃ

🔸 ક્રિયા કરવી બહુ ગમે છે તો….

(૧) ત્રિકાળ દર્શન-પૂજા કરવી.

(૨) ત્રિકાળ ગુરુ વંદના કરવી.

(૩) ખમાસમણ ૧૭ સંડાસાપૂર્વક આપવા.

(૪) મુહપત્તિ પ્રતિલેખન ૫૦ બોલપૂર્વક કરવું.

(૫) સામાયિક કરવું.

(૬) ગુરુ ભગવંતની વૈયાવચ્ચ કરવી.

(૬) જ્ઞાનના ૫૧ ખમાસમણ આપવા (આ રીતે અન્ય પદની આરાધના કરવી).

(૭) સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી.

(૮) જ્ઞાન વગેરે પદને આશ્રયી પદ વગેરે લોગસ્સનો કાયોત્સર્ગ કરવો.

(૯) કોઈપણ વસ્તુની લે-મૂક કરતાં પૂંજવું-પ્રમાર્જવું.

(૧૦) બીજાના કામ કરી તેને ધર્મમાં સહાયક બનવું.

🔸 નવા નવા પદાર્થો જાણવા ગમે છે તો…

(૧) જીવનું અલગ અલગ દ્વારો દ્વારા સ્વરૂપ જાણવું.

(૨) જીવ-અજીવ વગેરે નવ તત્ત્વોનું સ્વરૂપ જાણવું.

(૩) ષડ્દ્રવ્યનું સ્વરૂપ જાણવું.

(૪) દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જાણવું.

(૫) સંસાર અને મોક્ષનું સ્વરૂપ જાણવું.

(૬) ચાર ગતિ અને ૧૪ રાજલોકનું સ્વરૂપ જાણવું.

(૭) કર્મ અને ગુણસ્થાનકનું સ્વરૂપ જાણવું.

(૮) સ્યાદ્વાદ-૭ નય-નિક્ષેપાનું સ્વરૂપ જાણવું.

(૯) સંખ્યાતું-અસંખ્યાતું-અનંતું-પલ્યોપમ-સાગરોપમ-પુદગલ પરાવર્તાદિનું સ્વરૂપ જાણવું.

*|| ધર્મલાભ એટલે શું ? ||* 🙏

*ધર્મલાભ એટલે ધર્મની પ્રાપ્તિ. ધાર્મિક સકૃત્યોનું ફળ. (જૈન સાધુ તરફથી મળતો આશીર્વાદ.)*

સાધુ ભગવંતો ધર્મલાભ શબ્દ દ્વારા આશીર્વાદ આપતા હોય છે. ધર્મલાભ શબ્દનો અર્થ એ છે કે સંસારથી છૂટીને સર્વવિરતિ રૂપ સંપૂર્ણ ધર્મની તમને પ્રાપ્તિ થાઓ. તમે સંયમ જીવનને સ્વીકારનારા બનો.

*|| ધર્મ કોને કહેવાય ? ||* 🙏

*એ તમને તમારી સ્કૂલ-કોલેજમાં 🏫 ભણવા નહીં મળે. પણ ધર્મ વિના તો ચાલે જ નહીં ને!*

તમને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે.
*આત્માને લાગેલા કર્મના બંધનો તોડવા ધર્મ કરવો જોઈએ.*

*ધર્મથી કર્મનાં બંધનો તૂટે અને આપણો જેવો આત્મા છે તેવો પ્રગટ 🔥 થાય.*

*ખાણમાંથી નીકળેલું સોનું રીફાઈનરીમાં જાય અને શુદ્ધ થાય, તેવી રીતે આપણો આત્મા ધર્મની રીફાઈનરીમાં શુદ્ધ થાય.*

ધર્મના પ્રભાવથી આત્માને *મનુષ્ય ભવ મળે.* 👫🏻
ધર્મના પ્રભાવથી *સારૃં શરીર મળે.* 🧘‍♂️
ધર્મના પ્રભાવથી *સારૃં રૃપ મળે.* 👄
ધર્મના પ્રભાવથી *સારૃ બળ મળે.* 💪
ધર્મના પ્રભાવથી *ખૂબ પૈસા મળે.* 💰
ધર્મના પ્રભાવથી *સદ્ગુરુ મળે અને* 🌟
ધર્મના પ્રભાવથી *સારા વિચારો આવે.* 💭

*માટે ધર્મને સમજવો જોઈએ અને જીવનમાં ધર્મ આચરવો જોઈએ.*

*જૈન ધર્મ*:- અનાદી (અગણિત) વર્ષો પૂર્વે
*વૈદિક ધર્મ*:- લગભગ ૧૯૬ કરોડ વર્ષ પૂર્વે
*રામાયણ કાળ*:- લગભગ ૧૦ લાખ વર્ષ પહેલાં
*મહાભારત કાળ*:- લગભગ ૫૨૦૦ વર્ષ પહેલાં
*હિંદુ મૂર્તિપૂજાની શરૂઆત*:- લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
*શંકરાચાર્યનો સમય*:- લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં
*હિંદુ પુરાણોનો સમય*:- લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં
*પારસી ધર્મ*:- લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં
*યહૂદી ધર્મ*:- લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં
*બુદ્ધ ધર્મ*:- લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં
*ખ્રીસ્તી ધર્મ*:- લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં
*મુસ્લિમ ધર્મ*:- લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં
*શીખ ધર્મ*:- લગભગ ૫૦૦ વર્ષ પહેલાં* બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, આનંદમાર્ગ સંપ્રદાય જેવા અનેક સંપ્રદાય*:- લગભગ ૧૦૦ થી ૧૫૦ વર્ષ પહેલાં

જગતના મુખ્ય ધર્મો

1.હિંદુ ધર્મ
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

2.ઈસ્લામ
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : ‘પરમ કૃપાળુ પરમાત્માના નામે’

3.ખ્રિસ્તી ધર્મ
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

4.જૈન ધર્મ
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

5.કોન્ફ્યુશિયસ ધર્મ
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

6.તાઓ ધર્મ
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

7.શિન્તો ધર્મ
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

8.બૌદ્ધ ધર્મ
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

9.જરથોસ્તી ધર્મ
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

10.યહૂદી ધર્મ
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

11.શીખ ધર્મ
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા

ધર્મ એટલે શું?

કોઈએ ક્યારેય પણ આ વિચાર કર્યો છે કે ધર્મ શું છે? ના આપણને નાનપણથી જ શીખવાડી દેવામાં આવે છે કે આપણે હિંદુ છીએ કે મુસલમાન છીએ અને આ રીતે જ પુજા-પાઠ કરવો જોઈએ અને અને આ રીતે જ નમાજ પઢવી જોઈએ તો આપણે તેને આપણા માનસમાં ફીટ કરી દઈએ છીએ. અને જીવન પર્યત બસ તે જ વાતને યાદ રાખીને જીવીયે છીએ અને તેનું જ અનુસરણ કરીએ છીએ પરંતુ ક્યારેય પણ તે જાણવાનો પ્રયત્ન નથી કરતાં કે ધર્મનો સાચો અર્થ શું છે?

ધર્મ એટલે કોઈ પૂજા કરવી કે મંદિરે જવું અને હિંદુ ધર્મ પાળવો તે ધર્મ નથી પરંતુ ધર્મનો સાચો અર્થ છે માનવતા. ધર્મ એક જીવન જીવવાની કળા છે. પોતે પણ સુખ મેળવવું અને બીજાને સુખ પણ આપવું તે ધર્મ છે. આપણે પણ ખુશીથી અને જીવવું અને બીજાને પણ જીવવા દેવા તેને ધર્મ કહેવાય. બધા જ લોકો શાંતિ અને સુખેથી જીવન પસાર કરવા માંગે છે અને દુ:ખને દૂર કરવા માંગે છે પરંતુ કોઈને પણ તે ખબર નથી કે સુખ શું છે અને તેને કેવી રીતે મેલવી શકાય? આપણે તેને મેળવવા માટે બસ આંધળા થઈને દોટ લગાવીએ છીએ. આપણે વાસ્તવિક સુખથી દૂર રહીને વધારે દુ:ખી થઈએ છીએ અને બીજાઓને પણ દુ:ખી કરીએ છીએ.

ખરૂ સુખ એ આપણી આંતરિક શાંતિમાં છે અને આંતરિક શાંતિ ચિત્તની વિકાર-વિહીનતામાં છે. ચિત્તની નિર્મળતામાં છે. આપણા ચિત્તની વિકાર-વિહિનતા જ ખરી રીતે સુખ શાંતિની અવસ્થા છે.

જીવનમાં સાચી શાંતિ અને સાચુ સુખ તે જ ભોગવે છે જે નિર્મળ ચિત્તે જીવન જીવે છે. જે વ્યક્તિ જેટલો વિકારોથી મુક્ત રહે છે તે તેટલી સારી રીતે જીવન જીવવાની કળા જાણે છે. અને તે જ વ્યક્તિ સાચી રીતે ધાર્મિક પણ હોય છે. નિર્મળ ચિત્તનું આચરણ કરવું તે જ ધર્મ છે. આની અંદર જે વ્યક્તિ જેટલો નિપુણ છે તે તેટલો જ ધાર્મિક છે.

પ્રકૃતિનો એક નિયમ છે કે જે જેવું કામ કરશે તેને તેવું જ પરિણામ મળશે. કારણ કે જ્યારે પણ કોઈ કારણના પરિણામસ્વરૂપ કોઈ કાર્ય સંપન્ન થાય છે, તે કારણોનાં ના રહેવાથી તે કાર્ય જ નથી થઈ શકતું. આ નિયમોનુસાર જ્યારે-જ્યારે આપણું મન ક્રોધિત થાય છે, દુ:ખી થાય છે, ઈર્ષ્યા, ભય વગેરેથી જ્યારે બુમ પાડી ઉઠે છે ત્યારે ત્યારે આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. દુ:ખને જોઈને સુખથી દૂર થઈ જઈએ છીએ. જ્યારે જ્યારે આપણું મન આવા વિકારોથી દૂર રહે છે ત્યારે ત્યારે આપણે દુ:ખથી પણ બચી રહીએ છીએ. આપણી મનની અંદરની સુખ શાંતિને અનુભવી શકીએ છીએ.

વિવિધ ધર્મોમાં આલેખાયેલા કર્મસિદ્ધાંતની ખૂબીઓની ખોજ કરતા આપણે હિંદુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જરથોસ્તી ધર્મ અને કન્ફ્યુશિયસ ધર્મનાં કર્મ સિદ્ધાંતને જોયા. હવે જેમ ચીનમાં કન્ફ્યુશિયસ ધર્મ છે, એ જ રીતે એના તાઓ ધર્મ વિશે જોઇએ.

આ ધર્મ એ સ્વરૂપ-સિદ્ધિની વાત કરે છે. મહાત્મા લાઓત્ઝુ એ કોઇ વ્યક્તિવિશેષ નામ નથી, પણ વિશેષણ છે. જેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ (ઓલ્ડ માસ્ટર) થાય છે. એમનું ખરું નામ ‘લિ’ હતું અને તેઓ કન્ફ્યુશિયસના સમકાલીન હતા. આ લાઓત્ઝુએ લખેલો ગ્રંથ તે ‘તાઓ-તે-ચિંગ’ છે. એની રચના બે વિભાગમાં, ૮૧ નાનાં પ્રકરણોમાં અને અંદાજે પાંચેક હજાર શબ્દોમાં કરવામાં આવી છે.

તાઓ ધર્મમાં કર્મનાં સિદ્ધાંતને જુદી રીતે દર્શાવવામાં આવ્યો છે. એમાં કોઇ પણ પ્રકારની દખલ વિના કુદરતને કુદરતી રીતે કાર્ય કરવા દેવાનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આ દખલ કઇ ? તો એ કહે છે કે,

‘કુદરતમાં દખલગીરી કરનારું તત્ત્વ માનવીય અહમ્ અને એની વાસનાઓ છે. મનુષ્યએ કુદરત સાથે કૃત્રિમતા ઊભા કરનારા જ્ઞાન અને ઇચ્છાને દૂર કરીને એકાકાર થવાનું છે.’ એટલે એક અર્થમાં આ સિદ્ધાંતને નૈષ્કર્મ્ય (વુ-વેઇ)નો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે અર્થાત્ જેમ સમુદ્ર પોતાના મોજાંઓને ઊંચે લાવે છે અને જેમ પુષ્પમાં કળી ખીલે છે. એ જ રીતે મનુષ્યે આપોઆપ વિકાસ કરવાનોે છે. એમાં વૈરાગ્યની વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, ઇન્દ્રિયજન્ય સુખોના અતિરેકથી જીવનમાં દુ:ખ આવે છે. એના લીધે માણસનો નૈતિક વ્યવહાર રુંધાય છે. આવી રીતે તાઓ ધર્મએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે અને કર્મને એક જુદી દૃષ્ટિએ જોવાનો આ રહસ્યવાદી ધર્મએ પ્રયાસ કર્યો છે. જેમાં નમ્રતા, સંતોષ અને સાહજિકતાના આચારમાર્ગ દ્વારા પ્રાપ્તિની વાત કરવામાં આવી છે. આથી તાઓ ધર્મ કહે છે કે,

‘વિપત્તિ અને આનંદ એ કોઇ વિશેષ દ્વાર નથી, જ્યારે મનુષ્ય સ્વયં એને બોલાવે છે, ત્યારે એ આવે છે અને એનું ફળ અચ્છાઈ અને બુરાઈનું એવી જ રીતે અનુસરણ કરે છે જેવું પદાર્થનો એનો પડછાયો અનુસરણ કરે છે.’ આ રીતે તાઓ ધર્મએ કહ્યું કે, ‘વાસનાનું સમર્થન કરવા જેવું કોઇ મોટું પાપ નથી. સંતોષ ન જાણવા કરતાં કોઇ મોટી આફત નથી, મેળવવાની ઇચ્છા કરતાં કોઇ મોટો દોષ નથી, કારણ કે જેને સંતોષ છે, તેને કશાની જરૂર નથી.’ આમ તાઓ ધર્મએ કર્મની પળોજળમાં પડવાને બદલે એમ કહ્યું છે કે, ‘જગતની પરિવર્તનશીલતાની પાછળ તાઓ નામનું કોઈ ગૂઢ તત્ત્વ રહેલું છે. જે ઇન્દ્રિયોને અગ્રાહ્ય છે, તેના અસ્તિત્વનો સ્વીકાર કરીને ઉત્તમ ધાર્મિકજીવન જીવવું જોઇએ.’

ભારતના રાષ્ટ્રપતિ અને તત્ત્વજ્ઞાની ડૉ. રાધાકૃષ્ણનના મતે તાઓવાદના કેન્દ્રિય વિચારો ઉપનિષદના વિચારો સાથે મળતા આવે છે. સંસારનું દૈવીપણું અને પરમતત્ત્વની વાસ્તવિકતા આ બે બાબતોનો મૂળભૂત સ્વીકાર બંને ધર્મમાં જોવા મળે છે, એથીયે વિશેષ તો થોડાંક ફેરફાર સિવાય સમાન પદ્ધતિથી આ પરમતત્ત્વ પર બંનેમાં વિચાર કરવામાં આવ્યો છે.

તાઓ તત્ત્વ ઉપનિષદમાં દર્શાવેલાં પરબ્રહ્મ તત્ત્વો જેવાં લક્ષણો ધરાવે છે. તે અગાધ છે, જે કંઇ છે તે દરેકનું સૃષ્ટા પરમ પિતા છે, આમ તે સર્વવ્યાપક છે અને આદિકારણ પણ છે. તે સમગ્ર વિશ્વનું સંચાલક બળ છે અને જગતનું ઉપાદાન કારણ છે. જગત તેમાંથી ઉપજે છે અને તેમાં જ વિલિન થાય છે. એ બધાને ઉત્પન્ન કરે છે, પણ સ્વયં અજન્મા છે. જેના વડે સર્વ વસ્તુઓનો વિકાસ થાય છે, એ વિકાસ સ્વયં તેને સ્પર્શી શકતો નથી અને આ રીતે લક્ષણો આપીને તાઓનું વર્ણન કરે છે અને પછી જાણે પરબ્રહ્મની વાત કરતા હોય તે જ રીતે એ લખે છે, ‘તે રહસ્યોનું રહસ્ય સર્વ આશ્ચર્યનું દ્વાર છે.’

આ રીતે આ ધર્મમાં તાઓ પરમ ગૂઢ તત્ત્વ છે અને એ તત્ત્વની શોધ અને પ્રાપ્તિ કરવી એ જ આ ધર્મનો મૂળભૂત હેતુ છે. એ માને છે કે નમ્ર અને નિરાભિમાની બનીને જ માણસ મહાન બની શકે. એમાં વૈરાગ્યનો પણ ઉપદેશ છે અને એથી જ ચીનની પ્રાચીન સંસ્કૃતિમાં રહસ્યવાદી ધર્મ પ્રત્યેનું મનોવલણ તૈયાર કરવામાં તાઓ ધર્મનો મહત્ત્વનો ફાળો રહેલો છે.

તાઓ ધર્મ સાથે ઉપનિષદની વિચારધારાનું સામ્ય છે અને વિશેષ તો લાઓત્સે સ્વયં ભારતનાં ઋષિઓની જેમ શાંત અને એકાંત પ્રિય વ્યક્તિ હતો અને પોતાના કામથી જ નિસબત રાખતો હતો. રાજકીય વાતાવરણ અનુકૂળ ન આવતા એણે સ્વ-દેશ પણ છોડી દીધો હતો. આ ધર્મ કહે છે કે, ‘જીવન સ્વપ્નવત્ છે અને જગતનાં પદાર્થ માયાથી ભરેલા છે.’ વાચકને અહીં હિંદુ ધર્મનો એ સિદ્ધાંત યાદ આવે, ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.’

એ શસ્ત્રોનો, યુદ્ધનો અને મિથ્યા ભાષણનો વિરોધ કરે છે અને કહે છે કે, ‘જેની અંદર તાઓ છે તે આ જીવનમાં પણ રાજા અને પરલોકમાં પણ રાજા છે. જેનામાં તાઓ નથી એ આ જીવનમાં દિવસનો પ્રકાશ જોઇ શકે છે, પણ પરલોકમાં માટીનો ઢગલો બની જાય છે.’

એવી રીતે એ ચેતવણીના સૂર આપે છે કે, ‘પરોપકારનું કાર્ય કરો, ત્યારે યશપ્રાપ્તિથી દૂર રહો અને પોતાનું કાર્ય કરો, ત્યારે અપયશથી દૂર રહો.’ એકાએક ભાગ્યનો ઉદય થતાં માણસ થોડો સમય શાસન કરી શકે છે, પરંતુ સ્થાયી શાસન તો પ્રેમના પ્રભાવથી થાય છે.

ચીનમાં જેમ કન્ફ્યુશિયસ ધર્મ અને તાઓ ધર્મ ઉદ્ભવ્યો એ જ રીતે જાપાનમાં શિન્તો ધર્મનો ઉદ્ભવ થયો. જાપાની પ્રજાનો આ પ્રાચીન ધર્મ છે અને ઇ.સ. પૂર્વે ૬૬૦માં એનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે. શિન્તોએ મૂળ ચીની ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘દેવોનો માર્ગ’ એમ થાય છે. આ ધર્મમાં સામાજિક અને રાજકીય વિચારણા વિશેષ છે. આધ્યાત્મિકતા પ્રમાણમાં ઓછી છે અને એથી જ ક્યારેક શિન્તો ધર્મને જાપાનના રાષ્ટ્રીય ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.

આ ધર્મના ગ્રંથો પ્રમાણે ઇશ્વરે જાપાનનાં બેટને ઉત્પન્ન કર્યો છે અને પહેલો જાપાનનો રાજા મિકાડો એ સ્વર્ગમાંના સૂર્યદેવતાનો પૃથ્વી પરનો સાક્ષાત્ અવતાર હતો. આને પરિણામે જાપાની પ્રજાની એ ધાર્મિક માન્યતા છે કે એમનો દેશ અને એમનો રાજા એ દૈવી છે અને એ અર્થમાં જોઇએ તો જાપાનની સૌથી જૂની રાજાશાહીને શિન્તો ધર્મએ મજબૂત આધાર આપ્યો છે. આ ધર્મનો કોઇ આદ્ય સ્થાપક નથી અને તેના મૂળ શાસ્ત્રગ્રંથ પણ નથી. માત્ર સંપાદિત કરવામાં આવેલા (૧) કો-જી-કી અને (૨) નિહોન્-ગી નામના બે ગ્રંથોએ શિન્તો ધર્મના મુખ્ય શાસ્ત્રગ્રંથોનું સ્થાન મેળવેલું છે. આ બે ગ્રંથો ઉપરાંત (૩) યેંગી-શિકિ અને (૪) મેનિઓ શિઉની પણ શિન્તો ધર્મના શાસ્ત્રગ્રંથોમાં ગણના થાય છે.

આ ધર્મ એ પારસી ધર્મની જેમ પવિત્રતાનો મહિમા કરે છે અને કહે છે કે, ‘પવિત્રતા દ્વારા જ દિવ્ય તત્ત્વ સાથે સાયુજ્ય સ્થાપી શકાય છે.’ આ પવિત્રતામાં દેહશુદ્ધિ એમ બેનો સમાવેશ થાય છે અને એમાં સ્પષ્ટ કહેવાયું છે કે પવિત્ર જળથી સ્નાન કરવું એ બાહ્ય પવિત્રતા છે, પરંતુ શરીર અને મન બંને પવિત્ર રાખવાથી જ આપણો આત્મા ઇશ્વર સાથે ઐક્ય અનુભવે છે.

રાજા પ્રત્યેની વફાદારી મહત્ત્વની છે અને સાથોસાથ આ ધર્મ કે છે કે જે ખરાબ છે તેની નિંદા કરો, જે સારું છે તેને ઉત્તેજન આપો, આંખો લાલચોળ થવા દેશો નહીં અને કોઇની ઇર્ષ્યા કરશો નહીં. ધર્મ અને રાષ્ટ્રભક્તિ બંનેનો સમન્વય સાધતા આ ધર્મમાં સ્વર્ગ, નરક કે મોક્ષનો ખ્યાલ જોવા મળતો નથી. વળી એની સાથોસાથ આત્મસાક્ષાત્કાર જેવી પારલૌકિક બાબતને મહત્ત્વ નથી આપ્યું. પરિણામે આ ધર્મ એ પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટેનો ધર્મ બની રહ્યો છે, પણ જો એને પ્રજા ઘડતરનું અંગ ગણવામાં આવે તો જાપાનની પ્રજાના વિકાસમાં આ ધર્મએ ઘણો મોટો ફાળો આપ્યો છે.

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi