What are the six dravyas in Jainism?
Six dravyas or substances mentioned in the scriptures are as follows:
Jeev (soul/living entity)
Jīva i.e. Souls – Soul (Jīva) exists as a reality, having a separate existence from the body that houses it. It is characterised by chetana (consciousness) and upayoga (knowledge and perception). Though the soul experiences both birth and death, it is neither really destroyed nor created. Decay and origin refer respectively to the disappearing of one state of soul and appearing of another state, these being merely the modes of the soul.
Pudgal (matter)
Pudgala (Matter)) – Matter is classified as solid, liquid, gaseous, energy, fine Karmic materials and extra-fine matter i.e. ultimate particles. Paramāṇu or ultimate particle (atoms) is the basic building block of all matter. One of the qualities of the Paramāṇu and Pudgala is that of permanence and indestructibility. It combines and changes its modes but its basic qualities remain the same. According to Jainism, it cannot be created nor destroyed.
Dharma (principle of motion)
Adharma (principle of rest)
Dharma tattva (Principle of Motion) and Adharma tattva (Principle of Rest) – Dharmastikāya and Adharmastikāya are distinctly peculiar to Jaina system of thought depicting the principle of Motion and Rest. They are said to pervade the entire universe. Dharma and Adharma are by itself not motion or rest but mediate motion and rest in other bodies. Without Dharmastikāya motion is not possible and without Adharmastikāya rest is not possible in universe.
Aakash (space)
Ākāśa (Space) – Space is a substance that accommodates the living souls, the matter, the principle of motion, the principle of rest and time. It is all-pervading, infinite and made of infinite space-points.
Kaal (time)
Kāla (Time) – Kāla is a real entity according to Jainism and all activities, changes or modifications can be achieved only through the progress of time
The dravya in Jainism are fundamental entities, called astikaya (literally, ‘collection that exists’).They are believed to be eternal, and the ontological building blocks that constitute and explain all existence, whether perceived or not. According to both Śvētāmbara and Digambara traditions of Jainism, there are six eternal substances in existence: Soul (jiva), Matter (pudgala), Space (akasha), motion (Dharma) and rest (Adharma) and “Time” (kala) . In both traditions, the substance of space is conceptualized as “world space” (lokakasha) and “non-world space” (alokiakasha). Further, both soul and matter are considered as active ontological substances, while the rest are inactive. Another categorization found in Jain philosophy is jiva and ajiva, the latter being all dravya that is not jiva.
जैन धर्म के छः द्रव्य, जिसमें गुण और पर्याय दोनों होते हैं, उसे द्रव्य कहते है। गुण का अर्थ है-सदा साथ में रहने वाला धर्म और पर्याय का अर्थ है-बदलने
१. जीवास्तिकाय
जो चेतनावान् है, ज्ञानवान् है, जो जानता है, देखता है,जीवास्तिकाय है। ये छहों द्रव्य लोक में पाए जाते हैं । अलोक में केवल एक आकाशास्तिकाय ही पाया जाता है, क्योंकि वहां गति और स्थिति के माध्यम द्रव्य नहीं हैं।
२. पुद्गलास्तिकाय
जो वर्ण, गंध, रस, स्पर्श युक्त होता है वह पुद्गलास्तिकाय है। पुद्गलस्तिकाय का स्वभाव ‘परिवर्तन’ होना है। हम पदार्थ में जो परिवर्तन देखते हैं, वह पुद्गलास्तिकाय का ही स्वभाव है।
३. धर्मास्तिकाय
जीव और पृद्गल दोनों गतिशील हैं । उनकी गति में जो उदासीन भाव से सहयोग देता है, उस द्रव्य को धर्मास्तिकाय कहते हैं । यह द्रव्य जीव और पुद्गल को गति नहीं कराता, किन्तु जो गति करते हैं उन में सहायक होता है ।
जैसे-पानी मछली को तैराता नहीं किन्तु उसके तैरने में सहयोगी बनता है। हम अंगुली हिलाते हैं, शरीर में रक्त का संचार होता है, यह सब इसी द्रव्य के माध्यम से होता है।
४. अधर्मास्तिकाय
जो जीव और पुद्गल को ठहरने में सहयोग देता है, उसे अधर्मास्तिकाय कहते हैं ।
उदाहरण – : चिलचिलाती धूप में पथिक जा रहा है । आम्रवृक्ष की छाया देखकर वह बैठ जाता है, ठहर जाता है। छाया पथिक के ठहरने में सहयोगी बनी, उसी प्रकार यह द्रव्य ठहरने में सहयोगी बनता है।
५. आकाशास्तिकाय
जो जीव और पुद्गल को रहने के लिए स्थान देता है, उसे आकाश कहते हैं। वह दो प्रकार का है लोकाकाश और अलोकाकाश । जहां छहों द्रव्य होते हैं उसे लोकाकाश कहते हैं,और जहां मात्र आकाश ही हो उसे अलोकाकाश कहते हैं।
६. काल
जो रात-दिन का निमित्त है, जो वस्तुओं की पर्यायों के बदलने का हेतु है, उसे काल कहते हैं।
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*Part [1] ૧૪ રાજલોક અને અલોક*
➖➖➖➖➖➖➖
*“લોક” શબ્દ “લુક ધાતુ” પરથી બનેલો છે, જેનો અર્થ “જોવું” એવો થાય છે.* જેમાં જીવ, પુદગલ વગેરે દ્રવ્યો જોવામાં આવે છે તે વિસ્તારને *લોક* કહેવાય છે, અને જ્યાં આવા દ્રવ્યો જોવામાં આવતા નથી તે વિસ્તારને *અલોક* કહેવાય છે.
*અલોક અનંતાનંત આકાશસ્તિકાય (પોલાણ)રૂપ છે.* જેમ કોઈ વિશાળ જગ્યામાં મધ્યમાં નિરાધાર પુતળું લટકાવેલું હોય, તેમ અલોકના મધ્યમાં લોક રહેલો છે.
*લોકનો આકાર એવો કહેવાય છે કે:*
એક કોડિયું (પવાલું) ઊંધું રાખીને, એના ઉપર બીજું સીધું કોડિયું મૂકી, અને તેના ઉપર ત્રીજું ઊંધું કોડિયું મૂકે, તો જેવો આકાર બને તેવો આકાર લોકનો છે. અથવા માણસ બે પગ પહોળા કરીને, બે હાથ કોણીથી પહોળા રાખીને કમરે લગાડીને ઊભો રહે, તો જેવો આકાર બને તેવો (વૈશાખ સંસ્થાન જેવો) આકાર લોકનો છે.
*નીચેના તળભાગમાં લોક શંકુ આકારનો છે, જેની પહોળાઈ ૭ રજ્જુ છે.* ત્યાંથી ઉપર જતા જતા ધીમે ધીમે ઘટતો જાય છે અને ઉપર જઈને એક રજ્જુ જેટલો પહોળો રહે છે. ત્યાર પછી ફરીથી ધીમે ધીમે પહોળો થતો જાય છે, અને ઉપર જઈને પાછો સંકોચતો જાય છે. *આખું લોક ક્ષેત્ર ૧૪ રજ્જુ ઊંચું અને ઘનાકાર માપથી ૩૪૩ ધન રજ્જુ જેટલું છે. 7x7x7 = 343*
ઘરના મધ્યમાં જેમ થાંભલો ઊભો હોય, તેમ આ લોકના મધ્યભાગમાં ૧ રજ્જુ પહોળો અને ૧૪ રજ્જુ લાંબો આકાશવિભાગ છે, *જેને ત્રસનાડી કહેવાય છે.*
*આ ત્રસનાડીની અંદર ત્રસ (ચલનશીલ) અને સ્થાવર (અચલ) બંને પ્રકારના જીવો વસે છે, જ્યારે ત્રસનાડીની બહાર માત્ર એકેન્દ્રિય સ્થાવર જીવો હોય છે.*
*અલોકની મધ્યમાં રહેલ આ લોકાકાશ ક્ષેત્ર* અસંખ્યાતા કોટાકોટી યોજન જેટલી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. એ સદા શાશ્વત અને નિરાધાર છે. *કોઈ આધાર વિના સ્થિર છે* . તેમાં *જીવ અને પુદગલ દ્રવ્યોનું પરિભ્રમણ અને પરિવર્તન સતત ચાલતું રહે છે.*
*લોકાકાશના મુખ્ય ત્રણ ભેદ છે:*
*(૧) ઊર્ધ્વલોક*
*(૨) તીરચ્છલોક (મધ્યલોક)*
*(૩) અધોલોક*
*અસંખ્યાતા કોટાકોટી યોજન જેટલા આકાશક્ષેત્રને એક રાજ (રજ્જુ) કહેવાય છે*
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*Part [2]: વિશ્વદર્શનનો વિસ્તાર : ઊર્ધ્વલોક, તીરચ્છલોક અને અધોલોક*
➖➖➖➖➖➖➖➖➖➖
એક *રાજ* ક્ષેત્રમાં *ત્રણ મુખ્ય ભાગ* છે – *ઊર્ધ્વલોક, તીરચ્છલોક અને અધોલોક.*
**ઊર્ધ્વલોક** : ઊંચાઈમાં ૧૮૦૦ યોજન કરતાં ૭ રાજ જેટલો છે.
**તીરચ્છલોક (મધ્યલોક)** : ૧૮૦૦ યોજન જેટલો ઊંચો છે.
**અધોલોક** : ૭ રાજ જેટલો ઊંચો છે.
*(૧) ઊર્ધ્વલોક*
લોકાગ્રસ્થાનથી નીચે નીચે ક્રમે આ સ્થાનો આવેલાં છે:
* સિદ્ધ પરમાત્માઓનું સ્થાન (સિદ્ધશિલા)
* પાંચ અનુત્તર વૈમાનિક લોક
* નવ ચૈવેયક લોક
* બાર વૈમાનિક દેવલોક
* નવ લોકાન્તિક દેવો
* ત્રણ કલ્પેશ્વર (કિલ્હીષિક) દેવો
આ બધા દેવલોકોમાં અનંત દેવતાઓ વસે છે, અને એ બધા ક્ષેત્રો આનંદમય છે.
*(૨) તીરચ્છલોક (મધ્યલોક)*
*તીરચ્છલોકમાં જ્યોતિષચક્ર, મેરુપર્વત, જંબુદ્રીપ વગેરે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલાં છે.*
* મેરુપર્વતની આજુબાજુ વૈતાઢ્ય પર્વત અને અન્ય પર્વતો છે, અને આ વિસ્તારોમાં *દેવ, વ્યંતરદેવ, અને જાંભુક દેવો* નાં સ્થાન છે.
* રત્નપ્રભા પૃથ્વીની સપાટીથી ૧૦ યોજન નીચે અને ૮૦ યોજન સુધી *વાણવ્યંતર દેવો* વસે છે.
* તેનાથી નીચે ૧૦ યોજન અંતરે, પછીના ૮૦૦ યોજન સુધી અન્ય *વ્યંતર દેવોનાં નગરો* આવેલાં છે.
* તીરચ્છલોકના કેન્દ્રમાં *મેરુપર્વત* છે, જે એક લાખ યોજન ઊંચો છે અને રત્નપ્રભા પૃથ્વીના મધ્યમાં સ્થિત છે.
* મેરુપર્વતની આજુબાજુ એક રાજ પહોળાઈમાં *જંબુદ્રીપ* થી શરૂ થતા અસંખ્ય દ્વીપ અને સમુદ્ર વલયાકાર રીતે ફરતા જાય છે.
* દરેક દ્વીપ અને સમુદ્ર પહેલાના કરતાં *દ્વિગુણ* પહોળો હોય છે.
* છેલ્લો સમુદ્ર *“સ્વયંભૂરમણ”* નામે ઓળખાય છે, જે અસંખ્ય યોજન જેટલો વિશાળ છે.
*(૩) અધોલોક:*
* અધોલોકમાં દસ *ભવનપતિ દેવો* અને પંદર *પરમાધામી દેવો* નાં સ્થાન છે.
* *ભવનપતિ દેવોના ભવનોની વચ્ચે વચ્ચે પ્રથમ નરકનો વિસ્તાર આવેલો છે*, અને તેની નીચે ક્રમે બીજીથી લઈને સાતમી નરક સુધીના પ્રદેશો આવેલાં છે.
* આ ક્ષેત્ર *દુઃખમય અને અંધકારમય છે.*
*આ રીતે ૧૪ રાજલોકના આકાશવિભાગમાં ઉપર સિદ્ધશિલા સુધી ઊર્ધ્વલોક, મધ્યમાં તીરચ્છલોક અને નીચે અધોલોક એમ ત્રણ મુખ્ય સ્તર છે.*
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*Part [3]: – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
*(૧) જીવદ્રવ્ય*
(૨) પુદગલદ્રવ્ય
(૩) ધર્માસ્તિકાય
(૪) અધર્માસ્તિકાય
(૫) આકાશાસ્તિકાય
(૬) કાળ
*આ બધા દ્રવ્યો અનાદિ અને અનંત છે, સદા અસ્તિત્વ ધરાવે છે અને પોતાના સ્વભાવથી જ કાર્ય કરે છે.*
*(૧) જીવદ્રવ્ય*
➖➖➖➖➖
લોકમાં અનંત જીવો વસે છે. દરેક જીવ અસંખ્ય પ્રદેશોના સમૂહરૂપ હોવાથી જીવાસ્તિકાય કહેવાય છે.
લોકાકાશ જેટલા પ્રદેશો છે તેટલા આત્મપ્રદેશો એક જીવના હોય છે.
*જીવોના ત્રણ મુખ્ય ભેદ:*
(૧) *દ્રવ્યથી* – અનંત જીવ છે.
(૨) *ક્ષેત્રથી* – દરેક જીવ પોતાના શરીર જેટલા આકાશ ક્ષેત્રમાં વ્યાપી રહ્યો છે.
(૩) *કાળથી* – જીવ અનાદિ અને અનંત છે; તેને કોઈ બનાવતું નથી અને તેનો નાશ કોઈ કરી શકતું નથી.
* જીવદ્રવ્ય કદી નવું બને નહીં અને તેનો સર્વથા નાશ પણ નહીં થાય.
* જન્મ અને મરણ એ જીવની અવસ્થાઓમાં પરિવર્તન છે. દ્રવ્ય રૂપે જીવ સદૈવ અસ્તિત્વ ધરાવે છે.
*જીવના દ્રવ્યપ્રાણો:*
* ઈન્દ્રિયો, શરીરબળ, મનબળ, વચનબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય આ દ્રવ્યપ્રાણો છે.
* જ્યારે જીવ દ્રવ્યપ્રાણોથી વિખુટો પડે તેને “મરણ” કહે છે, અને નવા સ્થળે પ્રાણ ધારણ કરે તેને “જન્મ” કહે છે.
*આત્માનો સ્વભાવ:*
* આત્મા મૂળરૂપે શુદ્ધ, અરુપી, અવિકારી, નિરંજન અને અનંત જ્ઞાન-દર્શન-સુખમય છે.
* પરંતુ અનાદિકાળથી પુદગલ કર્મના સંયોગથી તે રૂપવાળો, વિકારી, રાગી-દ્વેષી, ક્રોધી, માયી, લોભી વગેરે અવસ્થાઓ ધરાવે છે.
* દ્રવ્ય અને પર્યાય એકબીજા વિના રહી શકતા નથી દ્રવ્ય સ્થિર છે, પરંતુ પર્યાય (અવસ્થા) બદલાય છે.
*ચૌદ રાજલોકમાં અસંખ્ય જીવ સમાયેલાં છે સૂક્ષ્મ નિગોદના ગોળાં રૂપે પણ, જેમાં એક ગોળામાં અસંખ્ય શરીરો અને દરેક શરીરમાં અનંત જીવ સમાય છે.*
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*Part [4] – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
(૧) જીવદ્રવ્ય
*(૨) પુદગલદ્રવ્ય*
(૩) ધર્માસ્તિકાય
(૪) અધર્માસ્તિકાય
(૫) આકાશાસ્તિકાય
(૬) કાળ
*(૨) પુદગલદ્રવ્ય:*
➖➖➖➖➖
*પુદગલ દ્રવ્ય એ રૂપી દ્રવ્ય છે જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે.*
તેના *ચાર ભેદ છે, સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ.*
*પરમાણુ એ પુદગલનો અવિભાજ્ય અંશ છે.*
પુદગલમાં પૂરણ ( *એકત્ર થવું* ) અને ગલન ( *વિખેરાવ* ) એ બે મુખ્ય સ્વભાવ છે.
*પુદગલ સર્વત્ર વ્યાપી છે. ચૌદ રાજલોકના દરેક ભાગમાં તેનું અસ્તિત્વ છે.* તે જીવના *શરીર, વાણી, ઉર્જા, પ્રાણશક્તિ, અને કર્મ શરીરમાં* પણ ભાગ લે છે.
*પુદગલદ્રવ્ય વિના જીવનું અસ્તિત્વ શક્ય નથી,* કારણ કે શરીર, ઇન્દ્રિય, અવાજ, શ્વાસ, ખોરાક બધું પુદગલથી બનેલું છે. પરંતુ *જીવ અને પુદગલ બંને સ્વતંત્ર દ્રવ્ય છે* એકબીજાથી *અલગ છતાં પરસ્પર સહકારી છે* .
પુદગલના વિવિધ ગુણો અનુસાર તેની *૫૩૦ ભિન્નતા ગણાય છે*
*વર્ણ:* ૧૦૦
*ગંધ:* ૪૬
*રસ:* ૧૦૦
*સ્પર્શ:* ૧૮૪
*સંસ્થાન:* ૧૦૦
*કુલ* = ૫૩૦ ભેદ
જૈન ધર્મ કહે છે કે *પુદગલ નાશ પામતો નથી* તે માત્ર રૂપ બદલતો રહે છે. અર્થાત્ *પુદગલ* સદા શાશ્વત છે પરંતુ *નિત્ય પરિવર્તનશીલ છે* .
જીવ અને પુદગલનો સંબંધ પણ અદભૂત છે, *જીવ પુદગલથી બનેલા શરીરમાં વસે છે, પણ બંને સ્વતંત્ર દ્રવ્ય છે*
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*[5] – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
(૧) જીવદ્રવ્ય
(૨) પુદગલદ્રવ્ય
*(૩) ધર્માસ્તિકાય*
(૪) અધર્માસ્તિકાય
(૫) આકાશાસ્તિકાય
(૬) કાળ
*(3) ધર્માસ્તિકાય*
➖➖➖➖➖
*”ધર્મ”* શબ્દ અહીં નૈતિક ધર્મ માટે નથી, પરંતુ “ગતિને સહાય કરનારી શક્તિ” માટે છે. *“આસ્તિકાય”* શબ્દનો અર્થ એવો દ્રવ્ય, જે અનેક પ્રદેશોમાં વ્યાપેલું હોય. એટલે ધર્માસ્તિકાયનો અર્થ એવો દ્રવ્ય થાય, જે આખા લોકમાં વ્યાપી છે અને ગતિને શક્ય બનાવે છે.
*ધર્માસ્તિકાય આખા ચૌદ રાજલોકમાં વ્યાપી છે. તે એક અખંડ અચેતન દ્રવ્ય છે, જે*
*દ્રવ્યથી* એક,
*ક્ષેત્રથી* સર્વ લોકાકાશ વ્યાપી,
*કાળથી* અનાદિ અનંત,
*ભાવથી* અરુપી અને અચેતન,
*ગુણથી* “ગતિસહાયક” છે.
*સમયની દૃષ્ટિએ* તે *અનાદિ અને અનંત છે ન તો તેનું કોઈ આરંભ છે, ન અંત* . *ગુણની દૃષ્ટિએ* તે ગતિ માટે *સહાયક છે* , પરંતુ *પોતે ક્યારેય ગતિશીલ નથી* . ધર્માસ્તિકાય પોતે ક્યાંય જતું કે હલતું નથી, પરંતુ અન્ય દ્રવ્યોને હલનચલન માટે પરિસ્થિતિ પૂરું પાડે છે. તે *પોતે ગતિ કરતું નથી* , પરંતુ *જીવ અને પુદગલને ગતિ કરવા માટે સહાયરૂપ* બને છે.
*ધર્માસ્તિકાય સમગ્ર લોકાકાશમાં વ્યાપી છે* , એટલે *બ્રહ્માંડની સીમા સુધી તેનો વિસ્તાર છે* . પરંતુ *અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી* . આ કારણસર જીવ કે પુદગલ અલોકમાં જઈ શકતા નથી, કારણ કે ત્યાં ગતિ માટે સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપલબ્ધ નથી. *જ્યાં સુધી ધર્માસ્તિકાયનો વિસ્તાર છે ત્યાં સુધી જ ગતિ શક્ય છે.*
*ધર્માસ્તિકાય પોતે ગતિ કરતું નથી,* પણ જીવ અને પુદગલને ગતિ કરવા માટે પરિસ્થિતિ પૂરી પાડે છે.
જેમ *પાણીમાં માછલી 🐟 તરતી હોય છે પરંતુ પાણી તરતું નથી,* પણ તે માછલીને તરવા માટે માધ્યમ આપે છે.
તે જ રીતે ધર્માસ્તિકાય ગતિ માટે માધ્યમરૂપ છે.
*ઉદાહરણ:*
🐠 *માછલી* – જીવ
*પાણી* – ધર્માસ્તિકાય
*માછલીનું તરવું* – ગતિ
એટલે માછલીની ગતિ માટે પાણી જરૂરી છે, પણ પાણી પોતે ચાલતું નથી.
*ધર્માસ્તિકાયના આઠ ભેદ:*
*દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ, સ્કંધ, દેશ અને પ્રદેશ.*
*જૈન તત્ત્વચિંતન પ્રમાણે* ધર્માસ્તિકાય વિના વિશ્વમાં ગતિ શક્ય જ નથી. દરેક જીવ અને પુદગલ સતત પરિવર્તન અને હલનચલનમાં છે જેમ કે જન્મ, વૃદ્ધિ, વિચાર, ઉર્જા અને દરેક ક્રિયા ગતિના સ્વરૂપમાં છે
*અંતે ધર્માસ્તિકાય એટલે -* એક *અચેતન દ્રવ્ય* , જે આખા લોકાકાશમાં વ્યાપી છે અને *જીવ તથા પુદગલને ગતિ કરવામાં સહાયરૂપ બને છે.*
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*[6] – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
(૧) જીવદ્રવ્ય
(૨) પુદગલદ્રવ્ય
(૩) ધર્માસ્તિકાય
*(૪) અધર્માસ્તિકાય*
(૫) આકાશાસ્તિકાય
(૬) કાળ
*(૪) અધર્માસ્તિકાય*
➖➖➖➖➖➖
*અધર્માસ્તિકાયનું સ્વરૂપ અને કાર્ય ધર્માસ્તિકાય જેવું જ છે, પરંતુ તેનો સ્વભાવ બિલકુલ વિપરીત છે.* જ્યાં ધર્માસ્તિકાય ગતિ માટે સહાયક છે, ત્યાં અધર્માસ્તિકાય સ્થિરતા માટે સહાયક છે. એટલે કે, ધર્માસ્તિકાય જીવ અને પુદગલને ચાલવા માટે માધ્યમ પૂરો પાડે છે, તો *અધર્માસ્તિકાય તેમને થોભવા, રોકાવા અથવા સ્થિર રહેવા માટે સહાય પૂરી પાડે છે.*
*આખા ચૌદ રાજલોકમાં વ્યાપી છે. તે એક અખંડ અચેતન દ્રવ્ય છે, જે* *લોકાકાશમાં વ્યાપી છે* , પરંતુ *અલોકાકાશમાં તેનો અસ્તિત્વ નથી.*
*દ્રવ્યથી:* એક જ દ્રવ્ય છે અને તે અખંડ છે અને તે વિભાગોમાં વિભાજિત થતું નથી.
*ક્ષેત્રથી:* તે સમગ્ર લોકાકાશ (ચૌદ રાજલોક) માં વ્યાપી છે, પરંતુ અલોકાકાશમાં નથી.
*કાળથી:* અનાદિ અને અનંત છે. અધર્માસ્તિકાય કદી ઉત્પન્ન થયો નથી, કે કદી નાશ પામશે નહિ; તે સદાકાળ અસ્તિત્વમાં રહેલો દ્રવ્ય છે.
*ભાવથી:* અરુપી (રૂપરહિત) અને અચેતન છે. તેમાં કોઈ રંગ, ગંધ, રસ, સ્પર્શ અથવા ચેતના નથી. તે અદૃશ્ય અને અવિભાજ્ય તત્ત્વ છે.
*ગુણથી:* સ્થિરતામાં સહાયક. અધર્માસ્તિકાય પોતે સ્થિર નથી, પરંતુ જીવ અને પુદગલને રોકાવા, થંભવા અને વિરામ લેવા માટેની પરિસ્થિતિ પૂરી પાડે છે.
*અધર્માસ્તિકાયના પણ આઠ ભેદ કહેવામાં આવ્યા છે* : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ, સ્કંધ, દેશ અને પ્રદેશ.
*અધર્માસ્તિકાય દ્રવ્યનું સ્થાન જૈન તત્ત્વચિંતનમાં અતિમહત્વનું છે.* તે ગતિના વિરોધી નથી, પરંતુ ગતિના સંતુલન માટે જરૂરી છે. *જ્યાં ગતિ છે ત્યાં વિરામ પણ હોવો જોઈએ* , અને એ વિરામની શક્યતા અધર્માસ્તિકાયથી જ છે. *બ્રહ્માંડમાં દરેક દ્રવ્યની ગતિ પછી થંભવાનો ક્ષણ આવે છે એ વિરામની પરિસ્થિતિ અધર્માસ્તિકાયના અસ્તિત્વથી જ શક્ય બને છે.*
*અંતે કહી શકાય કે અધર્માસ્તિકાય એ શાશ્વત, અચેતન અને અરુપી દ્રવ્ય છે,* જે સમગ્ર લોકાકાશમાં વ્યાપી રહીને *જીવ અને પુદગલને સ્થિર રહેવા માટે માધ્યમ પૂરો પાડે છે* . *તે કદી બદલાતો નથી, કદી નાશ પામતો નથી* , પરંતુ હંમેશા બ્રહ્માંડના સંતુલનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*[7] – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
(૧) જીવદ્રવ્ય
(૨) પુદગલદ્રવ્ય
(૩) ધર્માસ્તિકાય
(૪) અધર્માસ્તિકાય
*(૫) આકાશાસ્તિકાય*
(૬) કાળ
*(૫) આકાશાસ્તિકાય*
➖➖➖➖➖➖
*“આકાશ” એટલે સ્થાન અથવા અવકાશ અને “આસ્તિકાય” એટલે અનેક પ્રદેશોમાં વ્યાપી દ્રવ્ય.* આકાશાસ્તિકાય એટલે એવું દ્રવ્ય કે જે બધા અન્ય દ્રવ્યોને સ્થાન આપવા માટેનું માધ્યમ પૂરો પાડે છે. અન્ય પાંચેય દ્રવ્યો જીવ, પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ આ બધા આકાશના અંદર વસે છે. આકાશ વિના કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ શક્ય નથી, *કારણ કે દરેક વસ્તુને રહેવા માટે સ્થાન જરૂરી છે, અને એ સ્થાનનું તત્ત્વ એટલે આકાશાસ્તિકાય.*
*આકાશ એક જ છે, પણ તેની રચના બે ભાગમાં થયેલી છે – લોકાકાશ અને અલોકાકાશ.* લોકાકાશ એ તે વિસ્તાર છે *જ્યાં જીવદ્રવ્ય, પુદગલદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ આ પાંચેય દ્રવ્યોનો વ્યાપ છે.* એટલે કે, આખું બ્રહ્માંડ જ્યાં સુધી આ દ્રવ્યો કાર્યરત છે, *ત્યાં સુધી લોકાકાશ છે* . તેના પરે જે વિસ્તાર છે, *જ્યાં કોઈ પણ અન્ય દ્રવ્ય નથી, તે વિસ્તારને અલોકાકાશ કહેવામાં આવે છે. ત્યાં ફક્ત શુદ્ધ આકાશ જ છે કોઈ જીવ, ગતિ, પુદગલ કે સમયનું અસ્તિત્વ ત્યાં નથી.*
*દ્રવ્યથી:* એક જ દ્રવ્ય છે. આખા લોકાકાશ અને અલોકાકાશ બંનેમાં ફક્ત એકમાત્ર આકાશાસ્તિકાય વ્યાપી છે. તે અખંડ, અવિભાજ્ય અને સર્વવ્યાપક દ્રવ્ય છે.
*ક્ષેત્રથી:* તેનું ક્ષેત્ર સમગ્ર લોક અને અલોક બંને આકાશમાં છે. લોકાકાશમાં અન્ય પાંચ દ્રવ્યો (જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, કાળ) વસે છે, જ્યારે અલોકાકાશમાં ફક્ત શુદ્ધ આકાશ જ છે.
*કાળથી:* અનાદિ અને અનંત છે. આકાશાસ્તિકાય કદી ઉત્પન્ન થયો નથી, તે કદી નાશ પામશે નહિ; તે સદાકાળ અસ્તિત્વ ધરાવતું શાશ્વત દ્રવ્ય છે.
*ભાવથી:* અરુપી (રૂપરહિત) અને અચેતન છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે ચેતના નથી. તે અદૃશ્ય, અવિભાજ્ય અને અક્રિય દ્રવ્ય છે.
*ગુણથી:* અવકાશ (સ્થાન) આપનાર સ્વભાવ ધરાવે છે. આકાશાસ્તિકાય અન્ય તમામ દ્રવ્યોને અસ્તિત્વ માટે સ્થાન પૂરો પાડે છે. તે દરેક દ્રવ્યને રહેવા, ગતિ કરવા અને કાર્ય કરવા માટે જગ્યા આપે છે.
*જૈન તત્ત્વચિંતનમાં સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે એ વિના બીજાં કોઈ દ્રવ્યો અસ્તિત્વ પામી શકતા નથી* . જીવને જીવવા માટે, પુદગલને ગતિ કરવા માટે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને કાર્ય કરવા માટે અને કાળને અસ્તિત્વ ધરાવવા માટે બધાને સ્થાનની જરૂર છે. એ સ્થાનની વ્યવસ્થા આકાશાસ્તિકાય પૂરી પાડે છે.
*અંતે કહી શકાય કે આકાશાસ્તિકાય એ શાશ્વત, અચેતન અને અરુપી દ્રવ્ય છે* , જે સમગ્ર બ્રહ્માંડ અને અલોકમાં વ્યાપી રહીને *દરેક દ્રવ્યને અવકાશ (સ્થાન) આપવાની શક્તિ ધરાવે છે*. એ જ દ્રવ્ય સમગ્ર અસ્તિત્વને ધારણ કરનાર, આધાર આપનાર અને સ્થાન પૂરું પાડનાર છે. જેમ પાણી માછલીને તરવા માટે માધ્યમ આપે છે, તેમ આકાશ બધા દ્રવ્યોને અસ્તિત્વ માટે માધ્યમરૂપ બને છે.
➖➖➖➖➖➖➖
*વિશ્વદર્શન :* 🌍
*[8] – ૧૪ રાજલોકમાં રહેલ છ દ્રવ્ય*
➖➖➖➖➖➖➖➖➖
*ચૌદ રાજલોકમાં છ દ્રવ્યો છે:*
(૧) જીવદ્રવ્ય
(૨) પુદગલદ્રવ્ય
(૩) ધર્માસ્તિકાય
(૪) અધર્માસ્તિકાય
(૫) આકાશાસ્તિકાય
*(૬) કાળ*
*(૬) કાળ*
➖➖➖
*કાળનું મુખ્ય કાર્ય છે “નવાંને જુનું કરવું” અને દરેક દ્રવ્યમાં પરિવર્તન લાવવું.* કાળની હાજરી વિના બ્રહ્માંડમાં કોઈ ક્રિયા સંપૂર્ણ રીતે શક્ય નથી. એ જ રીતે જેમ સમય સર્વજંતુઓ માટે જરૂરી છે, તેમ જ *કાળ દરેક દ્રવ્યના પરિવર્તનમાં ગતિશીલતા અને ક્રમ લાવે છે.*
*કાળ દ્રવ્યરૂપ છે, પરંતુ એ અસ્તિકાય નથી.* તેનું સ્વરૂપ શારીરિક દ્રવ્ય જેવી રીતે દેખાતું નથી, અને તેમાં કોઈ પરમાણુઓ કે ગુણાકારક એકમોનો સમૂહ નથી. તે માત્ર અનાદિ અને અનંત સમયના માધ્યમથી બધું પરિવર્તિત કરે છે. *કાળ પોતાના પર જાતે પ્રભાવ પાડતો નથી, પરંતુ દરેક દ્રવ્યને જાળવી રાખવા અને બદલાવવા માટે જરૂરી છે.*
*કાળના મુખ્ય ગુણોમાં વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વનો સમાવેશ થાય છે*. *વર્તના એટલે પરિવર્તન* લાવવાની ક્ષમતા, *પરિણામ એટલે તે પરિવર્તન* દ્વારા સર્જાતા ફળ, ક્રિયા એ પરિવર્તનની પ્રક્રિયા, અને *પરત્વ-અપરત્વ એ સમય અને ક્ષેત્રના સંબંધને દર્શાવે છે*. કાળ દ્રવ્ય રૂપે એકમાત્ર છે, ક્ષેત્ર દૃષ્ટિએ માનવક્ષેત્રમાં વ્યાપી છે અને કાળની દૃષ્ટિએ અનાદિ અનંત છે.
*દ્રવ્યથી* : એક જ દ્રવ્ય છે. આખા બ્રહ્માંડમાં ફક્ત એકમાત્ર કાળ દ્રવ્ય વ્યાપી છે. તે અખંડ અને અવિભાજ્ય છે.
*ક્ષેત્રથી* : તે માનવક્ષેત્ર અને લોચક્ષેત્ર સહિત સમગ્ર લોકમાં વ્યાપી છે. કાળ દરેક દ્રવ્યના પરિવર્તન અને ક્રિયાના વિસ્તાર સાથે સંબંધિત છે.
*કાળથી* : અનાદિ અને અનંત છે. કાળ કદી ઉત્પન્ન થયો નથી, કે કદીપણ નાશ નહિ પામે. તે સદાકાળ અસ્તિત્વમાં રહેલું શાશ્વત દ્રવ્ય છે.
*ભાવથી* : અરુપી (રૂપરહિત) અને અચેતન છે. કાળમાં કોઈ રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શ કે ચેતના નથી. તે અદૃશ્ય અને અક્રિય દ્રવ્ય છે.
*ગુણથી* : પરિવર્તન લાવનાર અને નવીન કરવા માટે સહાયક છે. કાળ દરેક દ્રવ્યમાં પરિવર્તન લાવે છે, નવા બનતા ક્રીયા-પરિણામો માટે માધ્યમ પૂરું પાડે છે.
*જૈન તત્ત્વચિંતન મુજબ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ આ પાંચ અજીવ દ્રવ્યોને મળીને ૫૬૦ ભેદ થાય છે* . જીવને લઈને ગણવું હોય તો, *૧૪ રાજલોકમાં જીવના ભેદને જોડીને ૫૬૩ ભેદ ગણાય છે* . આ *છ દ્રવ્યોને સમજ્યા વિના તત્ત્વજ્ઞાનનો સાચો અર્થ સમજવો મુશ્કેલ છે* . દરેક દ્રવ્યની ગુણ, કાર્ય અને વ્યાપને સમજીને જ બ્રહ્માંડમાં જીવ અને અજીવના પરસ્પર સંબંધ અને બ્રહ્માંડની વ્યવસ્થા સમજાય છે.
ઉપરોક્ત દ્રવ્યો અને ૧૪ રાજલોકના સ્વરૂપનું અભ્યાસ કર્યા પછી એક મહત્ત્વની હકીકત સ્પષ્ટ થાય છે. *આ સમગ્ર બ્રહ્માંડમાં આપણા આત્માએ અનાદિકાળથી અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે અસંખ્ય જન્મ અને મરણના ફેરા કર્યા છે. દરેક આકાશ પ્રદેશમાં આપણે અનેક રૂપોમાં ફરીએ છીએ – દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગામી રૂપે.*
*આ સતત ભ્રમણમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રની સાધના.* આ સાધના પૂરી થવાથી જીવ કર્મબંધનમાંથી મુક્ત થઈ સિદ્ધશિલા સુધી પહોંચી શકે છે, જ્યાં તે શાશ્વત આનંદ અને શાંતિમાં સ્થિર રહે છે. *આ જ મનુષ્ય જન્મની સાચી સાર્થકતા છે.*
➖➖➖➖➖➖➖