॥ ૧૪ ગુણસ્થાનક ॥
૧૪ ગુણસ્થાનક એટલે જીવ નો વિકાસ
ઉપશમ શ્રેણી કરનાર જીવ ઉપશમ ય ક્ષાયિક સમકિતી હોય છે જયારે ક્ષપકશ્રેણી કરનાર જીવ ક્ષાયિક સમકિતી જ હોય છે
ઉપશમ શ્રેણી કરનાર ૮-૯-૧૦ માં ગુણસ્થાનકે થઈ ૧૧ મેં ગુણ સ્થાનકે જાય છે
ક્ષપક શ્રેણી કરનાર ૮-૯-૧૦ માં ગુણ સ્થાનકે થઈ સીધો ૧૨ મેં ગુણ સ્થાનકે જાય છે
ઉપશમ શ્રેણી થી જીવ નું નિયમા પતન થાય છે આ પતન બે પ્રકાર નું હોય છે
૧. આયુષ્ય પૂર્ણ થયે (ભાવ ક્ષયે) ૨. ગુણ સ્થાનક નો કાળ પૂર્ણ થયે
ભાવક્ષયે જીવ વૈમાનિકમાં જાય અને કાળ ક્ષયે જેમ ચઢ્યો હોય તેમ નીચે ઉતરે ; યાવત પહેલે મિથ્યાત્વ ગુણ સ્થાનકે પણ પહોંચી જાય છે…
• અનિવૃત્તિ બંદર સાંપરાય : ચરિત્ર મોહનીય (સૂક્ષ્મ સંજવલન લોભ સિવાય) સર્વ પ્રકૃતિ નો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે,
• સૂક્ષ્મ સાંપરાય : સૂક્ષ્મ સંજવલન લોભ નો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે
• ઉપશાંત મોહ : ચરિત્ર મોહનીયની સર્વ પ્રકૃતિઓ અહીં ઉપશાંત હોય છે આ ગુણસ્થાનક થી નિયમા જીવ પાછો પડે છે
• ક્ષીણમોહ : મોહનીયની સર્વ પ્રકૃતિઓ નો અહીં ક્ષય હોય છે. અંત મુહૂર્ત રહી શેષ ત્રણ ઘાતી કર્મ નો (એટલે જ્ઞાનાવરણ , દર્શનાવરણ, અને અંતરાય કર્મ નો ) ક્ષય કરી આગળ વધે છે
• સયોગી કેવલી : કેવળજ્ઞાન , કેવળ દર્શન , અનંતચારિત્ર, અનંતવીર્ય આ ચાર આત્મગુણો અહીં પ્રગટ થાય છે
પૂર્વના ત્રીજે ભાવે જે પુણ્યવાન આત્માઓએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે , તેઓ આ સ્થાનક ને પામી સમવસરણ વીરાજી ચતુર્વિધ સંઘ ની સ્થાપના રૂપ ધર્મતીર્થ ની સ્થાપના કરી સંસાર ના નિવો ને સંસાર તારક , મોહમારક, કલ્યાણકારક મોક્ષ નો મહામાર્ગ બતાવે છે ,
આયુષ્ય કર્મ કરતા શેષ (વેદનીય – નામ – ગોત્રરૂપ ત્રણ ) અધાતુ કર્મ ની સ્થિતિ વધારે હોય, તો કેવલી ભગવંતો કેવલી સમુદઘાત કરે છે , છેલ્લા અંતમુહૂર્ત માં બંદર સૂક્ષ્મ યોગ નો નિરોધ કરી , અયોગી ૧૪ માં ગુણ સ્થાનકે જાય છે
અયોગી કેવલી : મેરુ જેવી નિષ્કમ્પ અવસ્થામાં રહેલ આત્મા પાંચ હસ્વાક્ષર (એ, એ , ઈ, લૃ ) પ્રમાણ કાળ રહી અઘાતી ચારે કર્મનો ક્ષય કરી , નિર્વાણ પામી અક્ષય . અવ્યાબાધ , શાશ્વત સ્થાનરૂપ મોક્ષપદને પામે છે
ટૂંક માં ઉઓરોકત ૧૪ ગુણસ્થાનક નો સંક્ષંપ્ત પરિચય કરાવવાની વિચારણા પાછળ ઊંડે ઊંડે એક જ વાત છુપાયેલી છે , કે આત્મા નવતત્વ ના પદાર્થ ને સમજે, જાણે, સ્વીકારે, જીંવનમાં આચરણ માં ઉતારવાનો પ્રયત્ન કરે અને સમ્યગ દર્શન – જ્ઞાન – ચરિત્ર ને પ્રાપ્ત કરી પર્મપરાએ આ ગુણ સ્થાનક મા આરોહણ કરતા કરતા અનુક્રમે મોક્ષ પામે..
ગુણસ્થાનક ની સમજ
આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને અંત ક્યારે આવે છે, એનું સ્પષ્ટીકરણ જૈન શાસ્ત્રો માં વિસ્તારથી કરવામાં આવયું છે.
જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદિત ગુણસ્થાનોને બરોબર સમજવાથી આ વિષયને સ્પષ્ટ બોધ થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસના બોધ માટે ગુણસ્થાનોની સમજ અનિવાર્ય છે. ગુણસ્થાનક શબ્દ જ આધ્યાત્મિક વિકાસનું સૂચન કરે છે.
ગુણોનું સ્થાન તે ગુણસ્થાન, અથાર્ત આત્મામાં ગુણો પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહેલા જ છે, પણ આવરાયેલા= દબાયેલા છે. જ્ઞાનાદિ ગુણો ઉપર કર્મોનું આવરણ છે. જેમ જેમ કમોનું આવરણ ખસતું જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણો પ્રગટતા જાય છે, અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે.
કર્મોથી આવરિત આત્માના ગુણોનું પ્રગટીકરણ એ જ આધ્યાત્મિક વિકાસ છે.
કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. આથી તેની અનેક ભૂમિકાઓ = અવસ્થાઓ ) છે. એ ભૂમિકાઓનું જૈન શાસ્ત્રોમાં સંક્ષેપથી ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવયું છે. એને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
14 ગુણસ્થાનક
1. મિથ્યાત્વ : જીવ અનાદિ કાળથી અધોગતિમાં પડેલો છે. વસ્તુનો યથાર્થ જ્ઞાનનો અભાવ એનું નામ મિથ્યાદ્રષ્ટિ. પ્રથમ ગુણ સ્થાનકમાં રહેલ જીવ ધર્મને અધર્મ અને અધર્મ ધર્મ સમજે છે.
2. સાસાદન (સાસ્વાદન) ગુણ સ્થાનક : સમ્યકત્વથી પડતાને મિથ્યાત્વ ગુણ સ્થાનક તરફ જતાંને મિથ્યાત્વનો ઉદય ન હોય , અનંતાનુંબંધીનો ઉદય હોય સાસ્વાદન સમ્યગ દ્રષ્ટિ ગુણ સ્થાનક હોય છે.
3. મિશ્ર : સમકિતને મિથ્યાત્વના સંયોગથી અંત મુહૂર્તની સ્થિતિવાળું મિશ્ર નામે ગુણ સ્થાનક હોય છે.
4. અવિરત સમ્યગદ્રષ્ટિ : અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી પરંતુ અનંતાનુંબંધી કષાયનો ક્ષય , ઉપસમ કે ક્ષયોપક્ષમ અવિરત સમ્યગદ્રષ્ટિ ગુણ સ્થાનકે થાય છે. સમ્યગદ્રષ્ટિ મોક્ષ પ્રાપ્તિનું પહેલું પગથિયું છે.
5. દેશવિરતિ : પ્રત્યાખ્યાની કષાયના ઉદયથી દેશવિરતિ ગુણ સ્થાનક થાય છે. અમુક અંશોમાં વ્રતોનું ગ્રહણ દેશ વિરતિ છે. જેમાં બાર વ્રત અને અણુવ્રત શ્રાવકને હોય છે.
6. પ્રમત્ત : આ ગુણ સ્થાનક સાધુને હોય છે. જેઓ પાંચ મહાવ્રત સ્વીકાર કરેલા હોવા છતાં પ્રમાદથી સર્વથા મુક્ત નથી હોતા.
7. અપ્રમત્ત : પ્રમાદમાંથી અપ્રમાદ અવસ્થામાં પાંચ મહાવ્રતધારી સાધુ જેટલો સમય આવી જાય તે સમય માટે તે અપ્રમત્ત ગુણ સ્થાનક કહેવાય છે.
8. અપૂર્વકરણ : જે ગુણ સ્થાનકની પ્રાપ્તિ થવાથી કર્મોનો સ્થિતિઘાત વગેરે અપૂર્વ રીતે થાય છે તે અપૂર્વકરણ નામનું આઠમું ગુણ સ્થાનક છે. તેને પ્રાપ્ત થયેલ મુનિ ઉપશમ શ્રેણીએ કે ક્ષપકશ્રેણીએ આરૂઢ થાય છે. તેમજ એ ગુણ સ્થાનકમાં પ્રાપ્ત થયેલ જીવો ( મુનિઓ ) પરસ્પર બાદર કષાયોથી નિવૃત્ત થાય છે. તેથી તેનું નિવૃત્ત બાદર એવું બીજુ નામ છે.
9. અનિવૃત્ત બાદર : જે ગુણ સ્થાનકે એક સમયમાં સાથે ચડેલ મુનિઓના પરિણામ પરસ્પર એક સરખા રહે છે. તે અનિવૃત્તિ બાદર નામે નવમું ગુણ સ્થાનક છે. તેની પ્રાપ્તિવાળા મુનિઓ પણ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી પર આરૂઢ હોય છે.
10. સૂક્ષ્મ સંપરાય : મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ થતાં બહુ જ અલ્પાંશે લોભ કષાય રહી જાય તે વખતની સ્થિતિમાં સૂક્ષ્મ સંપરાય ગુણ સ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. તેને પ્રાપ્ત કરેલ મુનિઓ પણ ઉપશમ શ્રેણી કે ક્ષપકકશ્રેણી ઉપર આરૂઢ હોય છે.
11. ઉપશાંત મોહ : મોહનો ઉપશાંત થવાથી ઉપશાંત મોહ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. ઉપશમ શ્રેણી હોવાથી આ ગુણસ્થાને લોભનો ઉદય થતાં જીવ નિયમથી નીચે , પ્રથમ ગુણ સ્થાનક સુધી પડે છે. કોઈ જીવ ચોથા ગુણ સ્થાનકથી ઉપર ચઢી ક્ષપક શ્રેણી માંડી તરી જાય છે.
12. ક્ષીણ મોહ : મોહનો ક્ષય થવાથી ક્ષીણ મોહ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે.
13. સયોગી કેવલી : જ્ઞાનાવરણીય , દર્શનાવરણીય , મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મનો ક્ષય થવાથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. સયોગી નામે તેરમું ગુણ સ્થાનક છે.
14. અયોગી કેવલી : નામ , ગોત્ર , આયુષ્ય અને વેદનીય કર્મના ક્ષયના અંતિમ સમયે સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે. યોગ નિરોધ થાય છે. આત્મા ઉત્કૃષ્ટ નિષ્કંપ દશાની સ્થિતિએ પહોંચે છે. અયોગી કેવલી નામે ચૌદમું ગુણ સ્થાનક છે.