✨✨✨✨✨
સિદ્ધાંતકોષ મુજબ:
આઠ દિક્કુમારી દેવીઓ નંદનવનમાં આવેલ આઠ કૂટો પર વસે છે – સુમેધા, મેઘમાલિની, તોયંધરા, વિચિત્રા, મણિમાલિની (પુષ્પમાલા), આનંદિતા, મેઘંકરી.
🟣 દિક્કુમારી દેવીઓ રૂચક પર્વતના કૂટો પર નિવાસ કરે છે, અને તેઓ ભગવાનના ગર્ભાવસ્થામાં તેમની માતાની સેવા કરે છે.
કેટલીક અન્ય દેવીઓના નામ છે: જય, વિજય, અજિતા, અપરાજિતા, જંભા, મોહા, સ્તંભા, સ્તંભિની.
શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, શાંતિ અને પુષ્ટિ.
પુરાણકોષ મુજબ:
દિક્કુમારી દિક્દેવતાઓની દેવીઓ છે. તેઓ છપ્પન (૫૬) છે અને મેઋ તથા રૂચકાર પર્વતોના કૂટો પર નિવાસ કરે છે.
પૂર્વ દિશાના આઠ કૂટો પર વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, નંદા, નંદોત્તરા, આનંદા અને નંદીવર્ધના વસે છે. તેઓ તીર્થંકરોના જન્મ સમયે ઝારીઓ લઇને તીર્થંકરના માતા નજીક હાજર રહે છે.
દક્ષિણ દિશાના આઠ કૂટો પર સ્વસ્થિતા, સુપ્રણિધી, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીમતી, કીર્તિમતી, વસુંધરા અને ચિત્રાદેવી વસે છે. તેઓ મણિમય દર્પણ સાથે આવીને તીર્થંકર માતાની સેવા કરે છે.
પશ્ચિમ દિશાની આઠ દેવીઓ છે:
ઇલા, સુરા, પૃથ્વી, પદ્માવતી, કાંચના, નવમિકા, સીતા અને ભદ્રિકા. તેઓ શુક્લ છત્ર ધારણ કરે છે . (૮ દિક્કુમારીઓ).
ઉત્તર દિશાના આઠ કૂટો પર વસે છે:
લંબૂસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, આશા, હ્રી, શ્રી અને વૃત્તિ.
તેઓ ચામર લઇને જિનમાતાની સેવા કરે છે . (૮ દિક્કુમારીઓ).
ગંધમાદન, માલ્યવાન, સૌમનસ્ય અને વિદ્યુત્પ્રભ પર્વતોના મધ્યવર્તી આઠ કૂટો પર વસે છે:
ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, વત્સમિલા, સુમિત્રા, વારિષેણા અને અચલવતી.
(૮ દિક્કુમારીઓ).
રૂચકવર પર્વતની વિદિશાઓના ચાર કૂટોમાં વસે છે:
રૂચકા, વિજયાર્ધદેવી, રૂચકોજ્જ્વલા, વૈજયંતી, રૂચકાભા, જયંતી, રૂચકપ્રભા અને અપરાજિતા.
(૮ દિક્કુમારીઓ).
વિદ્યુત્કુમારી અને દિક્કુમારી દ્વારા તીર્થંકરોનું જાતકર્મ થાય છે:
ચિત્રા, કનકચિત્રા, સૂત્રામણિ, ત્રિશિરા (વિદ્યુત્કુમારીઓ) અને વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા
(૮ દિક્કુમારીઓ).
નંદનવનની આઠ દિક્કુમારીઓ છે:
મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તિયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા.
(૮ દિક્કુમારીઓ).
॥ णमो अरिहंताण ॥
મુકેશ કપાશીના નમો અરિહંતાણં 🙏