🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 1.

💢 શું છે નવકારમાં…..💢
✴️ દુર્ગતિનાશક – સદ્દગતિ પ્રાપક✴️

💢 નમસ્કાર મંત્રનો મહિમા 💢

કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમકાલીન આચાર્ય શ્રી જયશેખરસૂરિ હતા. તેઓએ સતત તેર વર્ષ સુધી નવકાર ઉપર વિષયાંતર કર્યા વગર વ્યાખ્યાનો આપ્યા હતા. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે સર્વકાળના અરિહંતો એક પછી એક અનુક્રમે વર્ણન કરવા લાગી જાય તો પણ નવકારના પ્રથમ પદે રહેલા અરિહંતના અનંતા ગુણોનાં એક ગુણનું પણ વર્ણન પૂરું થાય નહીં. તાત્પર્ય કે નમસ્કારનો મહિમા સર્વ વાણીથી પણ પૂરો વર્ણવાય તેમ નથી, તો પણ શાસ્ત્રોમાં જે વિશેષ ગાથાઓ વડે નવકારનો મહિમા ભાવના કરવા માટે વર્ણવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીશું. નમસ્કાર મંત્રનો મહિમા મનમાં વિસ્તરે અને દૃઢ થાય એ માટે આ રીતે ભાવના કરવી.

▪️ (૧) આ પંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે અને બધા મંગલોમાં પ્રથમ મંગલ છે.

▪️ (૨) નવકારથી શત્રુ મિત્ર થાય છે, ઝેર અમૃત થાય છે, જંગલમાં મંગલ થાય છે, ચોરો ચોરી કરી શકતા નથી, જ્યોતિષની દૃષ્ટિએ ખરાબ ફળ આવતું હોય તો તે સારું થઇ જાય છે. પારકાના ખરાબ મંત્રોની આપણા પર અસર થતી નથી, પિશાચ વગેરે ખરાબ કરવાને બદલે સહાય કરતા થઈ જાય છે. સર્પો, સિંહો, વાઘ વગેરે ઉપદ્રવ કરી શકતા નથી, આપત્તિ સંપત્તિ માટે થાય છે, દુ:ખ સુખ માટે થાય છે, કેદમાંથી મુક્તિ મળે છે.

▪️ (૩) ગયા જન્મમાં પુણ્યાનુબંધી પુણ્ય જેણે ઉપાર્જન કર્યું છે અને ભાવિ જન્મમાં જેનું મહાન પુણ્યાનુબંધી સ્મરણ કરે છે, એ ભવિષ્યમાં કદી પણ નરક કે તિર્યંચગતિમાં જતો નથી. એટલું જ નહીં, પણ ઉત્તરોત્તર ચઢિયાતી સારી ગતિઓ, સુખો વગેરે પામીને અંતે મોક્ષમાં થોડાક જ ભવમાં જાય છે.

▪️ (૪) ઇંદ્ર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેની સમૃદ્ધિઓ તો નવકારના મહાન પ્રભાવથી સરળતાથી મળે છે. જેના પ્રભાવથી તીર્થંકરની સમૃદ્ધિ મળે તેવા પ્રભાવ આગળ તો ઇંદ્ર આદિની સમૃદ્ધિનો કોઇ હિસાબ જ નથી.

▪️ (૫) ત્રણે ભુવનમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની દૃષ્ટિએ જે કાંઈ સારી વસ્તુ કોઇને પણ મળેલી દેખાય બધો નવકારનો જ પ્રભાવ છે.

▪️ (૬) સર્વ આપત્તિઓથી રહિત નવકારરૂપ મહાન વાહનમાં કે જેઓ બેઠેલા છે તેઓ લીલાથી મોક્ષને પામે છે.

▪️ (૭) જેવી રીતે નક્ષત્રમાળામાં ચંદ્રમા શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વ પુણ્ય સમુદાયમાં (પુણ્યસમુદાયની પ્રાપ્તિમાં) નવકાર શ્રેષ્ઠ છે.

▪️ (૮) સૂત્રોમાં પણ પુણ્યના નવ કારણોમાં નવકાર જ શ્રેષ્ઠ કારણ દર્શાવવામાં આવ્યું છે.

▪️ (૯) જેવી રીતે મકાનને આગ લાગતાં માણસ મહામૂલ્યવાન ઝવેરાત લઇને તરત નીકળી જાય છે એવી રીતે મરણ સમયે ચૌદ પૂર્વધરો પણ નવકાર રત્નને ચિત્તમાં રાખી પરલોકમાં ચાલ્યા જાય છે.

▪️ (૧૦) જેવી રીતે તલનો સાર તેલ છે, પુષ્પનો સાર સુગંધ છે અને દહીંનો માખણ છે એવી રીતે સર્વ આગમોનો સાર નવકાર છે. કોઇક જ ધન્ય જીવ તેની ઉપાસના કરે છે.

▪️ (૧૧) મરણ સમયે કોઇ તિર્યંચ પણ નવકાર સાંભળે તો તેની અવશ્ય સદ્ગતિ થાય છે, તો પછી મનુષ્યની સદ્ગતિ થાય એમાં આશ્ચર્ય જ શું છે ?

▪️ (૧૨) જે વખતે આપણે નવકારનું ધ્યાન, સ્મરણ વગેરે કરતા હોઇએ અથવા નવકાર સાંભળતા હોઇએ તે વખતે આ ભાવના કરવી : (અ) ખરેખર ! મારા સર્વ અંગો અમૃતથી સિંચાઈ ગયા. (બ) ખરેખર ! કોઇ મહાન પુણ્યાત્માએ નિષ્કારણ બંધુ થઈને મને નવકાર આપ્યો કે નવકાર સંભળાવ્યો. (ક) આ નવકારનું સ્મરણ, શ્રવણ વગેરે ખરેખર જ મહાન પુણ્ય છે, મહાન શ્રેય છે અને મહાન મંગલ છે. (ડ ) ખરેખર! મને દુર્લભ વસ્તુનો લાભ થયો, બધા પ્રિયજનો મને મળ્યાં, મારા આત્મામાં તત્ત્વનો પ્રકાશ થયો, મને સારભૂત વસ્તુ મળી, મારા બધા દુઃખો ટળી ગયા, પાપો તો દૂર જ ભાગી ગયા, હું સંસારના પારને પામ્યો. (ઇ) મેં પૂર્વે જે કાંઇ પ્રશમ વગેરે ગુણોનું સેવન કર્યું, દેવ-ગુરુની આજ્ઞા પાળી, નિયમો કર્યા,તપ તપ્યાં તે બધા આજે સફળ થયા, મારો જન્મ આજે સફળ થયો.

▪️ (૧૩) માતાના ઉદરમાં હોય ત્યારે અને જન્મ વખતે જો માતા મનમાં નવકાર ગણતી હોય તો તે બાળક ભવિષ્યમાં મહાન પુણ્યશાળી થાય છે.

▪️ (૧૪) આપત્તિમાં નવકારનું સ્મરણ કરે તો આપત્તિ સંપત્તિરૂપ થાય અને સંપત્તિમાં નવકારનું સ્મરણ કરે તો સંપત્તિ વધે.

▪️ (૧૫) નવકારના એક અક્ષરથી સાત સાગરોપમ પ્રમાણ, એક પદથી પચાસ સાગરોપમ પ્રમાણ અને સંપૂર્ણ એક નવકારથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપો નાશ પામે છે.

▪️ (૧૬) વિધિપૂર્વક એક લાખ નવકાર ગણનાર તીર્થંકર નામકર્મ બાંધે છે. એમાં કોઈ સંદેહ નથી.

▪️ (૧૭) આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો આઠ નવકાર ગણનાર ત્રીજે ભવે મોક્ષ પામે છે.

▪️ (૧૮) હે નવકાર ! તું જ મારા માતા, પિતા, નેતા, બંધુ, મિત્ર, ગુરુ, દેવ, પ્રાણ, સ્વર્ગ, મોક્ષ વગેરે છે, હે નવકાર ! તું શાશ્વત મંગલ છે.

▪️ (૧૯) આ લોકની સર્વ ઇષ્ટ વસ્તુઓ, પરલોકની સર્વ ઇષ્ટ વસ્તુઓ અને મોક્ષ પણ લીલાથી આપનાર હે ! નવકાર! ફક્ત તું એક જ છે.

▪️ (૨૦) મહાન પુણ્યાનબંધી પુણ્યથી જે આ નવકાર પામ્યો. તેની નરક અને તિર્યંચ ગતિઓ અવશ્ય રોકાઇ ગઇ.

▪️ (૨૧) પંચ નમસ્કારની સાથે જેના પ્રાણ જાય, તે જો મોક્ષ ન પામે તો અવશ્ય દેવપણું પામે.

▪️ (૨૨) આ નવકારના પ્રભાવથી આ સંસારમાં મનુષ્ય કદાપિ નોકર, ચાકર, દાસ, દુઃખી, નીચ-કુળવાળો કે અંગોમાં ખોડખાપણવાળો થતો નથી.

▪️ (૨૩) હાથની આંગળીઓના ૧૨ વેઢા ઉપર જે ૯ વાર (૧૨ x ૯ = ૧૦૮) નવકાર ગણે તેને ભૂત, પ્રેત વગેરે છળી શકતા નથી.

▪️ (૨૪) બધા મંત્રોમાં નવકાર ૫રમ મંત્ર છે, બધા ધ્યેયોમાં નવકાર પરમ ધ્યેય છે અને બધા તત્ત્વોમાં નવકાર પરમ પવિત્ર તત્ત્વ છે.

▪️ (૨૫) આ સંસાર સમુદ્રમાં ડુબતા જીવો માટે નવકાર જેવી કોઈ સારી નૌકા નથી.

▪️ (૨૬) જ્યાં સુધી જીવ નવકાર ન પામે, ત્યાં સુધી એના શારીરિક કે માનસિક દુ:ખોનો નાશ કેવી રીતે થાય ?

▪️ (૨૭) નવકાર દુઃખ હરે છે, સુખ કરે છે, ભવસમુદ્રનું શોષણ કરે છે અને આલોક અને પરલોકના બધા જ સુખોનું મૂળ નવકાર છે.

▪️ (૨૮) ખાતાં, પીતાં, સૂતાં, જાગતાં, નગરપ્રવેશ વગેરેમાં ભય હોય ત્યારે, આપત્તિમાં તાત્પર્ય કે સર્વ કાર્યોમાં નવકારનું સ્મરણ કરવું જોઇએ.

▪️ (૨૯) બીજા બધા મંત્રો અશાશ્વત છે જ્યારે કેવળ એક નવકાર જ શાશ્વત છે.

▪️ (૩૦) સાપ ડસે ત્યારે તેનું ઝેર જેમ ગારુડમંત્ર તત્કાળ ઉતારે છે. તેમ પાપવિષને નવકાર મંત્ર તત્કાળ દૂર કરે છે.

▪️ (૩૧) શું આ નવકાર કામકુંભ છે ? ચિંતામણિ રત્ન છે ? કે કલ્પવૃક્ષ છે ? નહીં, નહીં, એ બધા કરતાં અધિક છે, કારણ કે કામકુંભ વગેરે તો એક ભવમાં જ સુખ આપે છે, જ્યારે નવકાર તો સ્વર્ગ અપવર્ગ (મોક્ષ) પણ આપે છે.

▪️ (૩૨) નમસ્કાર મહામંત્રનો નવલાખ જાપ કરવાથી અરિહંતપદ – તીર્થંકર પદની પ્રાપ્તિ થાય.

▪️ (૩૩) • નવકારમાં તીર્થ, તીર્થંકર અને તીર્થંકરનો માર્ગ આ ત્રણેય છે. પ્રભુએ આપવા જેવું બધું જ આપી દીધું. શું બાકી રહ્યું ? કેટલો ઉપકાર…

▪️ (૩૪) ચિત્ત ન લાગતું હોય તો ઉચ્ચારપૂર્વક નવકાર બોલો, વાંચો, નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે જોડાણ થશે.

▪️ (૩૫) ડૉક્ટર રોગને બહાર કાઢે, તેમ નવકારના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે.

▪️ (૩૬) મંત્ર તેને જ ફ્લેટ છે જેનું હૃદય મંત્ર અને મંત્રદાતા પર વિશ્વાસ ધરાવતું હોય. નવકારમાં પ્રભુની તાકાત જોવા શ્રદ્ધાની આંખ જોઈએ. ચામડાની આંખોથી અક્ષરો સિવાય કશું જ નહિં દેખાય.

▪️(૩૭) નવકાર ફળે ક્યારે ?સંસાર ખરાબ લાગે અને મોક્ષ સારો લાગે ત્યારે.

▪️ (૩૮) જેને નવકાર સારો લાગે તેને આખો સંસાર નઠારો લાગે.જેને સંસાર નઠારો લાગે તેને જ નવકાર સારો લાગે.

▪️ (૩૯) નવકાર ગણનારને ઝટ મોક્ષ મળે. મોક્ષ ન મળે ત્યાં સુધી સદ્ગતિ જ મળે, દુર્ગતિ તો ક્યારેય ન મળે.

▪️ (૪૦) નવપદની આરાધનાથી કર્મ ખપ્યા કે નહિં? તે શી રીતે ખબર પડે?કર્મ ઓછા થવાની નિશાની કષાય હ્રાસ છે. કષાયો ઘટતાં જાય, આવેશ માંડ પડતો જાય, મન પ્રસન્ન રહે એ કર્મો ઘટ્યાની નિશાની છે. ખેદ, સંકલેશ, ગુસ્સો, આવેશ, વિહવળતા વગેરે વધતાં જાય તો સમજવું કર્મ વધી રહ્યા છે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 2.

💢 નમસ્કાર નિષ્ઠ કેવો હોય? 💢

પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. સા.. (નવકાર પ્રભાવ પુસ્તક )

જીવનમાં સરળતા, નિર્દભતા આદિ ગુણોને પોષનારી સાત્ત્વિકતા હતી. તો ઉત્તમ ગુરુના મુખે શ્રી નવકાર સાંભળીને તન્મય બની ગયેલ ભીલ-ભીલડી બીજે ભવે રાજારાણી બની ગયાં. તેમ ઉત્તમ સામગ્રીનો જોગ થાય અને તે સામગ્રીનો ઉત્તમ માર્ગે ઉપયોગ કરવાની સારી વૃત્તિ રહે તો આત્મવિકાસ જરૂર થાય. શ્રી નવકાર શક્તિ ઉપર અફર વિશ્વાસ મૂકનારને એ સર્વથા પરહિત અને સર્વપુણ્ય સહિત બનાવે જ છે. વિશ્વાસ મૂકવા માટે પણ સત્ત્વ જોઇએ છે. સમગ્ર દ્વાદશાંગી જાણનાર યોગ્ય વ્યક્તિને જેમ સંવેગ – અને વૈરાગ્ય જાગે છે, જાગેલો વધે છે, અને નિર્મળ બને છે.

શ્રી નવકાર પાસે પૌદગલિક વસ્તુઓ માંગવી-એ જેમ મિથ્યાત્વ છે, તેમ શ્રી નવકારથી પૌદગલિક વસ્તુ ન મળે, એમ બોલવું એ પણ મિથ્યાત્વ છે. હવે જેને આપણે નમીએ છીએ, તે પંચ પરમેષ્ઠિ મહાન છે, અસાધારણ ગુણોના સ્વામી છે. તે આપણે જેમ જેમ જાણીશું તેમ-તેમ આનંદ અને પ્રેમ વધતો જશે. જિનાલયના શિખરનું દર્શન, શ્રી જિનરાજની પૂજા વગેરે જોવાથી ચિત્તને આનંદ થાય તો તે ધર્મ છે. તાજ મહાલ હોટલ જોવાથી ચિત્ત પ્રસન્ન થતું હોય, તો તે ધર્મ નથી. કેમકે જડ પ્રત્યેનો રાગ એ ચિત્ત પ્રસન્નતાનું કારણ નથી. જેને જોવાથી રાગ-દ્વેષાદિ વધે, શુદ્ધિ વધવાને બદલે ઘટે, તે પદાર્થો દર્શનીય લાગે, તો સમજવું કે દ્રષ્ટિમાં મિથ્યાત્વનું ઝેર છે. શ્રી જિનરાજની પૂજા, સુપાત્રની ભક્તિ, ધર્મ-શ્રવણ, શાસ્ત્રાભ્યાસ એ બધાથી ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય છે.

એક રાજા જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યાંની કુદરતી સંપત્તિ જોઇને તેનું મન પ્રસન્ન થયું. પાછા ફરતાં તેણે ત્યાં બધું વેરાન થયેલું જોયું એટલે તેને વૈરાગ્ય થયો. દુનિયા ક્ષણિક છે એવું લાગ્યું. તેમ આપણું જે બધું આજે રળિયામણું પ્રભાવી દેખાય છે તે પણ અસ્ત થવાનું છે. જેમને કુદરતી દ્રશ્યો જોઈને વૈરાગ્ય થાય, એવા પુરુષોને વિરલ માન્યા છે. સંધ્યાના રંગ, સાગરના તરંગ, તરણાનું નૃત્ય, ઝરણાનું સંગીત એ બધાં કુદરતી દ્રશ્યો છે.

અમુક વસ્તુઓ એવી છે કે એને જોવાથી આપણા ચિત્તને આનંદ થઇ જ જાય છે. એવી વસ્તુઓને જોવામાં ધર્મ માન્યો છે. એવી વસ્તુઓમાં ચૈત્ય, પ્રતિમા, સંઘ, રથયાત્રા, સ્નાત્રપૂજા વગેરેનો સમાવેશ થાય છે. નમસ્કારને ધર્મ એટલે માટે કહીએ છીએ કે-પંચ પરમેષ્ઠિને નમવાથી ચિત્તને આનંદ પણ થાય છે અને પ્રયોજન પણ ફળે છે. ફળ બે પ્રકારનાં છે ઇહલૌકિક અને પરલૌકિક. શાસ્ત્રો ભારપૂર્વક કહે છે કે આ શ્રી નવકારને ઉપયોગપૂર્વક ગણવાથી આ લોકના સુખો મળે છે. તેમજ પરલોકમાં ઉત્તમ ગતિ મળે છે. વળી આ લોકનાં સુખ ભોગવતી વખતે આસક્તિ થતી નથી. એવો તેનો અચિંત્ય પ્રભાવ છે. પરલોકમાં ઉત્તમકુળ, ઉત્તમ જાતિ, ઉત્તમ ગુરુ વગેરે ઉત્તમ સામગ્રીનો જોગ કરાવીને પરંપરાએ મુક્તિ પણ શ્રી નવકાર આપે છે.

દુનિયામાં ત્રણ પ્રકારનાં માણસો છે : (૧) ઉત્તમ (૨) મધ્યમ અને (૩) અધમ. મુમુક્ષુને ઉત્તમ માન્યા છે. ઉત્તમમાં પણ બે વર્ગ છે. એક મોક્ષને ઇચ્છનારો તે ઉત્તમ. જે બીજાને મોક્ષ પમાડવા ઇચ્છે છે, તેમ જ પમાડે છે તે ઉત્તમોત્તમ છે. મધ્યમ કક્ષાનો માણસ એ છે કે જે આ લોકના અલ્પ આયુષ્યનો ભોગ પાછળ ઉપયોગ નથી કરતો, પણ તપ ત્યાગ પાછળ કરે છે. અધમ તે છે-જે ‘આ ભવ મીઠા, તો પરભવ કોણે દીઠા’ એ નીતિને અનુસરીને આ લોકનાં જ સુખ મેળવવા આંધળો પ્રયત્ન કરે છે. હિંસાદિ અધમ માર્ગે પણ ધન મેળવવા મથે છે. જેની જે કક્ષા હોય છે, તે મુજબ તે જીવતો હોય છે. નમસ્કારમાં રુચિ તેમ જ પ્રીતિ અધમ કક્ષાના જીવોને ભાગ્યે જ જાગે છે. એટલે તેવાઓને જ્ઞાની ભગવંતોએ નમસ્કારના અધિકારી માન્યા નથી.

શ્રી નવકાર અનુપમ કલ્પતરુ છે. જે એનું ધ્યાન કરે છે, તેને વિપુલ સુખ આપે છે. કલ્પતરુ જે નથી આપી શકતું. તે આ શ્રી નવકારરૂપી કલ્પતરુ આપે છે. કલ્પતરુ આત્મિક સુખ ન આપી શકે. નવકાર આપી શકે. આવું સાંભળીને શ્રી નવકાર ગણવા છતાં તે ન ફળે, તો શું મૂકી દેવો ? ન ફળે, એ વાત જ ખોટી છે, આવી શંકા રહે, તો માનવું કે શ્રદ્ધા સ્પર્શી નથી. જે માણસ રાજાને સલામ ભરે, તે માણસ ખાલી હાથે પાછો ફરે તે હજુ બને, પણ મંત્રશિરોમણિ શ્રી નવકાર એના સાચા શરણાગતને ન્યાલ ન કરે, તે શક્ય નથી. જ્ઞાનીઓ કહે છે, કે શ્રી નવકાર ગણનામાં તમે સર્વોત્તમ તત્ત્વની સેવા કરો છો અને છતાં શંકા રહે કે ફળશે કે કેમ ? તો તેને તમારો દોષ માનજો. શ્રી નવકાર મંત્ર છે, પદ સ્વરૂપ છે. તેના અક્ષરોનું ધ્યાન ધરો અને પછી જુઓ કે તે ફળે છે કે નહિ. આત્મિક આનંદ અનુભવાય છે કે નહિ. આવી રીતે ગણાયેલો એક નવકાર પણ ફળે છે. નવકારના અક્ષરો આંખ સામે આવવા જોઇએ. પ્રકાશ વડે એ ઝળહળતા વંચાવા જોઇએ. તે-તે વર્ણમાં એ વંચાવા જોઇએ. ‘નમો અરિહંતાણં’ શ્વેત વર્ણમાં, ‘નમો સિદ્ધાણં’ લાલ વર્ણમાં. આવો જાપ મનશુદ્ધિ માગી લે છે. કાયા કરતાં વાણીનું કાર્ય અને વાણી કરતાં મનનું કાર્ય ઘણું કઠિન છે.

મહેનતવાળું કામ કાયાનું છે, વાણીનું છે, કે મનનું છે ? કાયાથી ગમે તેટલું તપ કરશો, ગમે તેટલી દ્રવ્ય-પૂજા અગર આવશ્યક-ક્રિયા કરશો, પણ જો તેમાં મન નહિ ભળેલું હોય, તો તે શાસ્ત્રોક્ત ફળ નહિ આપે. તેમ શ્રી નવકારનો જાપ પણ મન વગર કરશો તો નહિ ચાલે. ‘વીર વીર’ નો જાપ જપતાં શ્રી ગૌતમ સ્વામીજી કેવળ વર્યા. એવા જાપને આદર્શ જાપ કહેવાય છે.

મન એ અરણિનું લાકડું છે. ઘર્ષણ થવાથી તે સળગે છે. તેમ આપણા મનને શ્રી નવકારના અક્ષરો સાથે ઘસીએ છીએ. એટલે તેમાંથી મહામંગળકારી અગ્નિ પ્રગટે છે. જે કર્મોરૂપી કાષ્ટને બાળવામાં અજોડ છે. શ્રી નવકારના અક્ષરો સાથે મનને ઘસવું એટલે એકાગ્રતા અને ઉપયોગપૂર્વક અનન્ય ચિત્તે શ્રી નવકારનો જાપ કરવો.

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 3.

💢 નવકાર મંત્રનો પ્રભાવ અચિંત્ય…અદ્ભૂત….!💢

આ જગતમાં ભાગ્યે જ કોઈ એવો જૈન હશે કે જેને નવકારમંત્ર કંઠસ્થ નહિ હોય. દુર્લભ એવો આ મનુષ્ય જન્મ અને એમાંય જૈન કુળમાં જન્મેલા પુણ્યશાળી આત્માને ભવદુઃખમાંથી છોડાવનાર હોય તો તે આપણો નવકાર મહામંત્ર જ છે. જૈન શાસ્ત્રકારોએ એ જ આ મહામંત્રનો મહિમા ગાતા કહ્યું છે કે-

नवकारओ अव्वो सारो, मंतो न अत्थि तिमलोए |
तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परमभत्तीए ||

ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઇ મંત્ર નથી. તેટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઇએ, ગણવો જોઇએ.

આવા મહામંગળકારી અને મહાચમત્કારી નવકાર મહામંત્રના પ્રભાવ આજે પણ અચિંત્ય, અદ્ભૂત અને અમાપ છે. આ મહામંત્ર-પામવા, અનુભવવા, સાક્ષાત્કાર કરવા સાધકોએ નીચેની પાંચ વસ્તુઓને આત્મસાત કરવી જરૂરી છે. તે છે : (૧) શ્રદ્ધા (૨) સમર્પિતતા (૩) સ્નેહ (૪) સાતત્ય અને (૫) સ્થિરતા.

▪️ (૧) શ્રદ્ધા : સકલ, ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનું મૂળ જ્ઞાન,જ્ઞાનનું મૂળ ભક્તિ અને ભક્તિનું મૂળ ભગવાન છે. સાધકોને ગુરુ અને શાસ્ત્રવચનો પર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. આવી શ્રદ્ધાથી સાધક પોતાનું શ્રેય સાધી શકે.શ્રદ્ધાવાળો જીવ જ અજરામરપદ પામે છે.

▪️ (૨) સમર્પિતતા : સમર્પિતતાનો અર્થ છે અનાત્મપદાર્થોમાં આત્મબુદ્ધિનું વિસર્જન અને આત્મભાવમાં નિમજ્જન. તેને શરણાગતિ પણ કહે છે. પરમાત્મા પાસે આત્મ સમર્પણ કરવું, શરણાગતિ સ્વીકારવી એ જ સાધકનું ધ્યેય હોય છે. આવી સમર્પિતતા સાધકને પરમપદ સુધી પહોંચાડી શકે છે.

▪️ (૩) સ્નેહ : જેના હૃદયમાં સમસ્ત જીવરાશિ પર સ્નેહ હોય, તેમના કલ્યાણની ભાવના હોય તે જ સાધક “સવિ જીવ કરું શાસનરસિ’ની ભાવનાને ચરિતાર્થ કરી શકે છે. પરમાત્મા તો પ્રેમથી સભર છે, સર્વ જીવોને આત્મસમ જોનારા છે. તેથી તેના જેવા બનવા માટે આપણે જગતના સર્વ જીવોનું સતત કલ્યાણ ઇચ્છતા ઇચ્છતા આપણું શ્રેય સાધીએ.

▪️ (૪) સાતત્યતા : સાતત્યતા એટલે એકાગ્રતા. નવકાર જાપમાં કે પરમાત્માના ધ્યાનમાં સાતત્યતા ન જળવાવાથી કે એકાગ્રતા ન રહેવાથી તેનું ફળ સાધકને મળી શકતું નથી. કોઈપણ પ્રકારના અવરોધ કે અંતરાય આવે, ગમે તેવી પ્રતિકૂળતા કે મુશ્કેલ સ્થિતિ હોય તો પણ જે સાધક પોતાના જાપમાં કે ધ્યાનમાં વિચલિત થતો નથી તે તેનું ફળ મેળવીને જ રહે છે. આપણા શાસ્ત્રકારોએ એટલે જ જાપ સાધનામાં સાતત્યતા-એકાગ્રતા ઉપર વિશેષ ભાર મૂક્યો છે.

▪️ (૫) સ્થિરતા : આપણા ચિત્તને ચંચલ અને મનને માકડા જેવું કહ્યું છે. જો ચિત્ત જ સ્થિર ન હોય તો ભગવદ્ કૃપા ક્યાંથી મળી શકે ? નવકાર જાપમાં કે પરમાત્માના ધ્યાનમાં ચિત્તની સ્થિરતા અનિવાર્ય છે. સાધકોએ પોતાની સાધનામાં ચિત્તની સ્થિરતાની ટેવ કેળવવી આવશ્યક છે. સાધનાનું પ્રથમ પગથિયું જ ચિત્તની સ્થિરતા છે તે ન ભૂલવું જોઇએ.

આમ ઉપરની પાંચ વસ્તુઓને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ તો આપણે માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી દેવ અને દેવમાંથી દેવાધિદેવ પણ બની શકીએ.

શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રી નવકારમાં પ્રવેશેલો પ્રાણ પણ શુભ ભાવ વડે ભીંજાય જ. જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાણનો અધિક ભાગ શ્રી નવકારની બહાર રહે છે.

શ્રી નવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રીનવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે. શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ પક્ષપાત આપણને સહુને વહેલા-વહેલા શ્રી નવકારના અચિંત્ય અંતસ્તેજના પક્ષકાર બનાવશે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 4.

💢 સંકલ્પ(પ્રાર્થના) થી સિદ્ધિ મળે💢

👉 સવારે ઉઠતાં જ અને દરરોજ જે જે આરાધનાઓ કરો તે પૂર્વે કરવાનો સંકલ્પ (પ્રાર્થના)🙏

સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા જ બે હાથ આપણી પોતાની સામે ભેગા કરવાથી બન્ને હથેળીની ભેગી થયેલ રેખાથી સિદ્ધશીલાનો આકાર થશે. તે ઉપર બન્ને હાથની આઠ આંગળીઓમાં કુલ ચોવીસ વેઢા છે. તે એકેક વેઢા માં અરિહંત પરમાત્માની કલ્પના કરી ચોવીસ ભગવાનને ત્રણવાર “નમો જીનાણં” બોલી મસ્તક નમાવી, નમસ્કાર કરી તરત નીચેનો સંકલ્પ (પ્રાર્થના) કરવો જોઈએ અને દરરોજ જે જે આરાધના કરો તે પહેલા આ સંકલ્પ બોલી પછી આરાધના શરૂ કરવી.🙏

“ઓ કરૂણાસાગર અનંતાનંત પંચ પરમેષ્ઠિ ભગવન્તો !આપના અચિન્ત્ય પ્રભાવથી મારા આજના ચોવીસ કલાકમાં હું જે કંઇ પણ નવકાર લેખન આદિ ધર્મની આરાધના કરીશ, એ બધીજ મારી ધર્મઆરાધના દ્વારા, ત્રણે લોકના સર્વજીવોના સર્વ દોષો, દુઃખો, રોગો, પાપો અને કર્મો સંપૂર્ણ નાશ પામો. સર્વજીવો સુખ, શાંતિ, સમાધિ, પ્રસન્નતા અને આત્મિક આનંદ પ્રાપ્ત કરો. સર્વ જીવો શાશ્વત એવા મોક્ષસુખને જલ્દીથી પ્રાપ્ત કરો. જગતના સર્વજીવો પ્રત્યે મને મૈત્રી, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય ભાવ જાગો. એકપણ જીવ સાથે મને વૈર, વિરોધ, ઇર્ષ્યા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર, દુર્ભાવ, અસદ્ભાવ, અભાવ ન થાઓ. સર્વ જીવો મારા પરમ સ્નેહી જનો બની રહો. આખા વિશ્વમાં બધા જીવોની હિંસા સંપૂર્ણ બંધ થાઓ. નાના મોટા એક પણ પશુ, પક્ષી અને માછલાની હિંસા ન થાઓ. મારા રાગ, દ્વેષ, અજ્ઞાન, સહજમળ, અનાદિકાળના તીવ્ર અશુભ અનુબંધો, બધીજ પાપ વાસનાઓ સંપૂર્ણ ખતમ થાઓ.”🙏🙏🙏

આ સંકલ્પ (પ્રાર્થના) કર્યા પછી જ બાર નવકાર ગણી પથારી છોડવી. આ સંકલ્પ દરરોજ સવારે ઊઠતા કરવાનો છે અને રોજ કરવાથી દિવસે પણ યાદ આવશે વળી આખા દિવસમાં જયારે પણ જે જે ધર્મારાધના જેવી કે સામાયિક,પ્રતિક્રમણ, નમસ્કાર મહામંત્રનો જાપ- લેખન, પ્રભુદર્શન, જિનપૂજા, ગુરુવંદન,વ્યાખ્યાનશ્રવણ, રાત્રિભોજનત્યાગ, નવકારશી, પોરિસી, સાઢપોરિસી, પુરીમઢ, બેસણું, એકાસણું, લુખી નીવિ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ વગેરે વગેરે શરૂ કરીએ તે પહેલા આ સંકલ્પ કરવાથી એ સંકલ્પ (પ્રાર્થના) મજબૂત થતો જશે. દરેક આરાધના સંકલ્પયુક્ત બનતી જશે. ભાવ (સંકલ્પ) પ્રાર્થના, લક્ષ્યથી યુક્ત આરાધના (ક્રિયા) કરવા માટેનો આ આ અદ્ભૂત પ્રયોગ છે.

દરેક ક્રિયા સંકલ્પયુક્ત થવાથી આપણા આત્માના દોષો અને કર્મો નબળા પડશે. આત્માના ભાવો સુધરશે, ગુણો પ્રગટશે, શુદ્ધિ વધશે. આ સંકલ્પયુક્ત ક્રિયા કરવાથી ન કલ્પેલા પ્રભાવોનો અનુભવ આપણા જીવનમાં થશે.સંકલ્પનો મહિમા ઘણો ગવાય છે. સંકલ્પને જેટલો વધુને વધુ ઘુંટવામાં આવે તેમ તેની શક્તિ ઘણી પ્રગાઢ બનતી હોય છે. જેમ સાદી પીપર કરતાં ચોસઠ પહોરી ઘુંટેલી પીપરનો મહિમા આયુર્વેદમાં વિશેષ વર્ણવ્યો છે તેમ.

👉 બીજા પણ શુભ સંકલ્પો કરી શકાય.

આવતા ભવે સીમંધર સ્વામીના કે પદ્મનાભસ્વામીના હાથે આઠ વર્ષની વયે મને દીક્ષા મળો. આખા વિશ્વમાં બધાજ લોકોને દરરોજ પેટ ભરીને ભોજન મળો, એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂઓ. રાજા ઋષભે સ્થાપેલી ચાર પુરૂષાર્થયુક્ત આર્યસંસ્કૃતિ આખા વિશ્વમાં જલ્દીથી પાછી સ્થપાઈ જાઓ. આખા વિશ્વની પ્રજા સદ્ગુણોથી સમૃદ્ધ અને આબાદ બની જાઓ. આખા વિશ્વની દશ વર્ષથી પચાસ વર્ષ સુધીની યુવાન પ્રજા શીલસદાચારને મજબૂત પાળનારી બની જાઓ, જેથી આખા વિશ્વમાં ગર્ભપાત સંપૂર્ણ બંધ થઇ જાઓ, એકપણ ગર્ભપાત ન થાઓ. આખા વિશ્વના નાના મોટા બધાજ કતલખાનાઓ, મત્સ્યોદ્યોગો, પોલ્ટ્રીફાર્મોની બધીજ હિંસા સંપૂર્ણ બંધ થઇ જાઓ, જેથી નાના મોટા એક પણ પશુની, પક્ષીની, માછલાની કતલ ન થાઓ. ડેરી ઉદ્યોગો દ્વારા પશુઓનો પુરવઠો કતલખાને પહોંચાડાય છે તે સંપૂર્ણ બંધ થઈ જાઓ.”

આવા આવા શુભ સંકલ્પો (પ્રાર્થનાઓ) કરતા રહીએ, એને વારંવાર ઘુંટવા માંડીએ, દરરોજ વારંવાર ઘુંટતા જ રહી મજબૂત બનાવતા રહીએ…! પ્રચંડ વિશ્વાસ, બહુમાન અને અહોભાવપૂર્વક આવા બીજા શુભ સંકલ્પોને વારંવાર ઘુટી ઘુંટીને મજબૂત કરતા રહીએ તો આપણા તે બધાજ સંકલ્પો (પ્રાર્થનાઓ) પણ ધર્મમહાસત્તા પૂરા કરીને રહેશે.

કદાચ કોઈ નિકાચિત કર્મોદય ના કારણે સંકલ્પ ન પણ ફળે તો નિરાશ થઈ સંકલ્પ (પ્રાર્થના) પૂર્વકની આરાધના છોડવી નહીં. પરન્તુ તે વખતે એમ વિચારવું કે આ સંકલ્પ (પ્રાર્થના) પૂર્વકની મારી આરાધનાથી મારા દોષો તો નબળા પડશે અને પુણ્યબંધ પણ થશે, એમ સમજી સંકલ્પપૂર્વક આરાધના ચાલુ જ રાખવી.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴

💢 શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા.. 💢

ભાગ 5.

ગર્ભિત શાસ્ત્રીય શ્લોકાર્થો…

मन्त्रं संसारसारं, त्रिजगदनुपमं, सर्वपापारिमन्त्रं,
संसारोच्छेदमन्त्रं, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्रम् ।
मन्त्रं सिद्धिप्रदानं, शिबसुखजननं, केवलज्ञानमन्त्रं,
मन्त्रं नमस्कार-मन्त्रं, जप जप जपितं, जन्मनिर्वाणमन्त्रम् ।।

[મહામંત્ર શ્રી નવકાર એ સંસારમાં સારભૂત મંત્ર છે, ત્રણ જગતમાં અનુપમ છે, સર્વ પાપોને નાશ કરનાર છે, સંસારનો ઉચ્છેદ કરનાર છે, વિષમ પ્રકારના વિષને હરનાર છે, કર્મને નિર્મૂલ કરાવનાર છે, સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર છે. શિવસુખનું કારણ છે, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવા પ્રકારના અદ્ભુત સામથ્ર્યવાળા પરમેષ્ટિ મંત્રને હે ભવ્યો! તમો વારંવાર જપો. જાપ કરાયેલો આ નમસ્કાર મહામંત્ર જન્મ-મરણની જંજાળમાંથી જીવોને છોડાવનાર છે.]

નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત,
ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત.
આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ,
ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ.

૧ – હું ધન્ય છું કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિન્ત્ય ચિંતામણિ એવો પંચ પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો.

૨—નવકાર એ જિનશાસનનો સાર છે, ચઉદ પૂર્વનો સમ્યગ્ ઉદ્ધાર છે. નવકાર જેના મનને વિષે સ્થિર છે તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈપણ કરવા સમર્થ નથી.

૩–નવકાર એ સર્વ શ્રેયોમાં પરમ શ્રેય છે, સર્વ માંગલિકને વિષે પરમ માંગલિક છે,સર્વ પુણ્યોને વિષે પરમ પુણ્ય છે અને સર્વ ફળોને વિષે પરમ રમ્ય ફળ છે.

૪-પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે.તથા અરિ, મારિ,ચોર અને રાજા-સંબંધી ઘોર ઉપસર્ગોનો સંપૂર્ણપણે નાશ કરે છે.

૫–શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે, તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે.

૬—શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રી નવકારમંત્રના એક પદ વડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.

૭– જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે; તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. તેમાં જરા પણ સંદેહ નથી.

૮ પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓનો કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે, તેમ સકલ કલેશજાળને છેદી નાખે છે.

૯–અંત સમયે જેના દશ પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે, તે મોક્ષને ન પામે તો પણ વૈમાનિક અવશ્ય થાય છે.

૧૦– જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મ મલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વ પણ શ્રી જિનનવકારના જ પ્રભાવે છે, એમ જાણો.

૧૧– ૫રમ મંત્રરૂપ આ નવકાર મંગલનું ઘર છે, તે સંસારનો વિલય કરનાર છે; સકલ સંઘને સુખ ઉપજાવનાર છે, ચિંતવવા માત્રથી સુખને દેનારો થાય છે.

૧૨– પ્રણવ એટલે ૐકાર, માયા એટલે લીંકાર અને અર્હ જે પ્રભાવશાળી મંત્રબીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૐ હ્રીં અર્હ વગેરે મંત્રબીજોના મૂળમાં શ્રી નવકારમંત્ર રહેલો છે.

૧૩–ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ટિ-નમસ્કારને સ્મરવામાં નથી આવ્યો.

૧૪– ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર! પંચ—નમસ્કારને સ્મરવો જોઈએ.

૧૫-જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ પરમયોગીઓ વડે વિચારાય છે.

૧૬-યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગ્ રીતિએ આરાધન કરીને પરમ લક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે.

૧૭– હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનાર તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિઓ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે.

૧૮ – અહો! આ જગતમાં પંચ નમસ્કાર કોઈ વિશિષ્ટ ઉદાર છે, કે જે પોતે આઠ જ સંપદાને ઘારણ કરે છે, છતાં સત્પુરુષોને તે અનંત સંપદાને આપે છે.

૧૯— તું મારે ઉત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, સત્ત્વ છે, તત્ત્વ છે, મતિ છે અને ગતિ છે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴

ભાગ 6.

💢 શ્રી નમસ્કાર ભાવના💢

અહો! આજે મારો મહાન પુણ્યોદય જાગૃત થયો કે જેથી આ પંચ પરમેષ્ટિઓને નમસ્કાર કરવાનો મને ભાવોલ્લાસ થયો. આજે હું ભવસમુદ્રના પારને પામ્યો છું. અન્યથા ક્યાં હું, ક્યાં આ નવકાર અને ક્યાં મારો તેની સાથેનો સમાગમ?

અનાદિકાલથી મારો આત્મા અજ્ઞાનતા આદિના યોગે નિરાધારપણે સંસારમાં રખડી રહ્યો છે. આજે મને પરમ શરણની પ્રાપ્તિ થઈ છે. કારણ કે પંચ પરમેષ્ટિઓને કરેલો નમસ્કાર એ જ સંસારમાં ભટકતા મારા આત્માને પરમ શરણરૂપ છે.

અહો! શું આ નવકાર એ મહારત્ન છે? અથવા ચિંતામણિ સમાન છે? અથવા કલ્પવૃક્ષ સમાન છે? નહિ! નવકાર તો તે સૌથી પણ અધિકતર છે. કારણ કે ચિંતામણી વગેરે તો એક જ જન્મમાં સુખના હેતુ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે, મુક્તિ ન થાય ત્યાં સુધી પણ ભવોભવને વિષે સુખને આપનાર છે.

હે આત્મન્ ! ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી, દેવલોકનાં સુખો મેળવવાં દુર્લભ નથી દુર્લભ તો ભાવથી નમસ્કારની પ્રાપ્તિ થવી એ છે. કારણ મંદપુણ્યવાળા જીવોને સંસારમાં કદી પણ નવકારની પ્રાપ્તિ થતી નથી. આ ભાવનમસ્કાર અસંખ્ય દુ:ખોના ક્ષયનું કારણ છે. આલોક અને પરલોકનાં સુખો આપવામાં કામધેનુ સમાન છે. હે આત્મન્ ! તું આદરપૂર્વક આ મંત્રને જપ!

હે મિત્ર મન! સરલ ભાવે વારંવાર તને પ્રાર્થનાપૂર્વક કહું છું કે સંસારસમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્રને ગણવામાં તું પ્રમાદી થઈશ નહિ. આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મોક્ષનો સાચો માર્ગ છે, તથા દુર્ગતિનો નાશ કરવામાં પ્રલયકાલના પવન સમાન છે. ભવ્ય પુરુષો વડે હંમેશાં ભણાતો, ગણાતો, સંભળાતો, ચિંતન કરાતો આ નવકારમંત્ર સુખ અને મંગલની પરંપરાનું કારણ છે. ત્રણે જગતની લક્ષ્મી સુલભ છે. અષ્ટ સિદ્ધિઓ સુલભ છે. મહામંત્ર નવકારની પ્રાપ્તિ જ દુર્લભ છે. માટે હે આત્મન્ ! આ નવકારને પરમ શરણરૂપ માની તેના તરફ અત્યન્ત આદર અને બહુમાન રાખી તદ્દગતચિત્તે તેનું સ્મરણ કર!

નવકારના શબ્દોના રટણમાં આટલી તાકાત રહેલી છે, તો વિધિપૂર્વક નવકાર સાધનામાં કેટલી તાકાત હોઈ શકે? ઇત્યાદિ વિચાર કરતાં અમારું અંતર નવકારને અહોભાવપૂર્વક નમસ્કાર કરી રહ્યું છે..

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴

ભાગ 7.

💢 શ્રી લઘુ નમસ્કાર ફલ સ્તોત્રના અર્થ 💢

ધનઘાતી કર્મથી મુક્ત અરિહંતો, સર્વ સિદ્ધો, પ્રવર આચાર્યો, ઉપાધ્યાયો તથા સર્વ સાધુઓ-શ્રેષ્ઠ-લક્ષણને ધારણ કરનારા એ પાંચેય પરમેષ્ટિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્ય જીવોને પરમ શરણરૂપ છે. ૧-૨

ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગલોકમાં શ્રી જિન નવકાર પ્રધાન છે તથા સમસ્ત ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમ કારણ છે. ૩

તે કારણ સૂતાં અને ઊઠતાં આ નવકારને અનવરત સતત ગણવો જોઈએ. ભવ્ય લોકોને તે નિશ્ચયે દુ:ખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો થાય છે. ૪.

જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ થાય છે અને અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા બાદ સુગતિને આપનારો થાય છે. ૫.

આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. ૬

આ નવકારને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, તે દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિદ્યાધરના તેજને પ્રાપ્ત કરે છે. ૭

સર્પથી કરડાયેલાના વિષનો જેમ ગારુડમંત્ર નાશ કરે છે તેમ નવકાર મહામંત્ર સમગ્ર પાપરૂપી વિષનો નાશ કરે છે.૮.

શું આ નવકાર એ મહારત્ન છે? અથવા ચિંતામણિ સમાન છે? કે કલ્પવૃક્ષ સમાન છે? નહિ, નહિ, એ તો તેનાથી પણ અધિકતર છે. ચિંતામણિરત્ન વગેરે અને કલ્પતરુ એ તો માત્ર એક જન્મમાં સુખનાં કારણ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપનારો છે. ૯-૧૦

જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમ પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ-યોગીઓ વડે વિચારાય છે. ૧૧

જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વર દેવને વિધિપૂર્વક પૂજે, તે શ્રી તીર્થંકર નામગોત્રને બાંધે એમાં સંદેહ નથી. ૧૨

પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો, કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ જિન-નવકાર નિરંતર ભણાય છે. ૧૩

પાંચ ઐરવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આજ નવકાર ગણાય છે. ૧૪

મરતી વખતે જે કૃતાર્થ પુરુષે આ નવકાર પ્રાપ્ત કર્યો તે દેવલોકને વિષે જાય છે અને પરમપદને પણ પામે છે. ૧૫

આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિન ધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી નવકાર ભવ્ય જીવો વડે ભણાય છે. ૧૬

જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મ મલથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ જિન-નવકારના જ પ્રભાવે છે, એમ જાણો. ૧૭

નવકારના પ્રભાવથી ડાકિની, વેતાલ, રાક્ષસ અને મારિ વગેરેનો ભય કાંઈ કરી શકતો નથી તથા સકલ પાપો દુરિતો નાશ પામે છે. ૧૮

-શ્રી જિન-નવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથ, સંગ્રામ, સર્પ આદિના ભયો તત્ક્ષણ નાશ પામે છે. ૧૯

આ નવકાર સુર, સિદ્ધ, ખેચર વગેરે વડે ભણાયો છે. તેને જે કોઈ ભક્તિયુક્ત બનીને ભણે છે, તે પરમ નિર્વાણને પામે છે. ૨૦

અટવી, પર્વત, અરણ્યના મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયને નાશ કરે છે અને માતા જેમ પુત્રદોહિત્રોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. ૨૧

પંચ નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા અરિ, મારિ, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોનો નાશ કરે છે. ૨૨

જેઓની હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરી સિંહ નિરંતર રહેલો છે, તેઓના આઠ કર્મની ગાંઠરૂપી હાથીના સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલા છે. ૨૩

પંચ નમસ્કારરૂપી સારથીથી નિયુક્ત અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, સંયમ અને દાનરૂપી રથ પ્રગટપણે પરમ નિર્વાણને વિષે લઈ જાય છે. ૨૪

જે જિન શાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વાનો સમ્યગ્ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી. ૨૫

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 8.

💢 નમસ્કાર મહામંત્રનું સ્મરણ💢

રાત્રિના છેલ્લા પ્રહરના અર્ધ ભાગે નિદ્રાને છોડીને, દુષ્ટ કર્મરૂપી રાક્ષસનું દમન કરવાને અદ્વિતીય ચતુર એવા શ્રી પરમેષ્ઠિમંત્રને પવિત્ર મનવાળા થઈને મન-વચન-કાયાથી સ્મરવો જોઈએ.

જો ચિત્તને વિષે કલ્યાણના પદને આપનારાં પંચ પરમેષ્ઠિ -મનસ્કારરૂપી મંત્રરાજનાં પદો સ્ફુરાયમાન થાય છે, તો પછી મંત્ર અને ઔષધિઓનાં મૂળો વડે કે ગારુડ, ચિંતામણિ કે ઇંદ્રજાલો વડે શું કામ છે? અર્થાત્ તે વડે સર્યું.

શ્રી નમસ્કારના નવે પદો ખરેખર સર્વ સિદ્ધાન્તનાં સારભૂત છે. તેમાં પહેલાં પાંચ પદો અતિ મહાન છે. સત્પુરુષો તેને મુખ્ય મહાધ્યેય તરીકે સ્વીકારે છે.

મરણની ક્ષણે પાંચ પરમેષ્ઠિરૂપી પાંચ રત્નોને જે મુખને વિષે ધારણ કરે છે, તેની ભવાન્તરને વિષે સદ્ગતિ થાય છે.

બને લોકને વિષે ઇચ્છિત ફલને આપનાર અદ્વિતીય શક્તિવાળો શ્રી નમસ્કાર મંત્ર જયવંત વર્તો કે જેનાં પહેલાં પાંચ પદોને ત્રૈલોક્યપતિ શ્રી તીર્થંકર દેવોએ પંચતીર્થી તરીકે કહ્યાં છે, જિનસિદ્ધાન્તનાં રહસ્ય સારભૂત જેના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓને અજ્ઞાન અંધકારનો નાશ કરનારી આઠ અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવેલી છે.

ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને વળી · સર્વ સમયે ખરેખર! પંચનમસ્કારને સ્મરણ કરવો જોઈએ.

પરમેષ્ઠિ નમસ્કારને વારંવાર સ્મરણ કરીને ઘણા લોકો સંસારસાગરના પારને પામ્યા છે, પામે છે અને પામશે.

શ્રી જિનશાસનને વિષે પાપનો નાશ કરનાર આ મંત્ર હોતે છતે પાપો પોતાની એકછત્રતાને વિશ્વને વિષે કદી પણ ન વિચારો. (ન ધારો, ન માનો.)

સિંહથી જેમ મદોન્મત્ત ગન્ધ હસ્તિઓ, સૂર્યથી જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહો, ચંદ્રથી જેમ તાપ સંતાપના સમુદાયો, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાઓ, ગરુડથી જેમ ફણાધારી વિષધરે અને મેઘસમુદાયથી જેમ અરણ્યના દાવાનળો શાંત થાય છે, તેમ શ્રી પંચ-પરમેષ્ઠિ મંત્રના તેજથી પ્રાણીઓના ઉપદ્રવો નાશ પામે છે.

પંચ પરમેષ્ઠિના પદો વડે રણસંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુષ્ટ વ્યાધિ, અગ્નિ, શત્રુ, બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારા ભયો દૂર ભાગી જાય છે.

પરમેષ્ઠિ મંત્ર સ્મરણ કરવા માત્રથી પાપને શમાવનારો થાય છે, તો પછી તપથી પ્રબળ કરેલો અને વિધિથી પૂજેલો તે શું ન કરે? દૂધ પોતાની મેળે જ મધુર છે, પણ યુક્તિથી ઉકાળેલું અને સાકરથી મિશ્રિત કરેલું તો તે પૃથ્વીના અમૃતતુલ્ય બને છે.

તે પંચ-પરમેષ્ઠિ-નમસ્ક્રિયારૂપ અક્ષરમયી આરાધના દેવતા (તમારું) રક્ષણ કરો, કે જે સુરસંપદાઓનું આકર્ષણ છે, મુક્તિરૂપી લક્ષ્મીની વશ્યતાને કરે છે. વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, સંસારની ચાર ગતિમાં ઉત્પન્ન થનાર આત્માના દુશ્મનો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે. દુર્ગતિ પ્રતિ ગમન કરવાને પ્રયત્ન કરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન છે, અર્થાત્ મોહનો પ્રતિકાર છે.

જિનેશ્વર પ્રત્યે બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટ વર્ણોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચ પરમેષ્ઠિ નમસ્કારનો એક લાખવાર જાપ કરે અને શ્વેત સુગન્ધી લાખ પુષ્પો વડે શ્રી જિનેશ્વરદેવની વિધિપૂર્વક સમ્યક્ પ્રકારે પૂજા કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થંકર થાય.

પોતાના સ્થાને હોય ત્યારે પૂર્ણ ઉચ્ચારપૂર્વક, માર્ગમાં હોય ત્યારે અર્ધ ઉચ્ચારપૂર્વક, અકસ્માત આતંક એટલે તીવ્ર રોગ અથવા વેદના થઈ આવે ત્યારે ચોથા ભાગના ઉચ્ચારપૂર્વક અને મરણાન્તિક વખત એટલે મરણતુલ્ય પીડા સમયે માનસિક સ્મરણ માત્રથી (નવકારને જપવો જોઈએ).

કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર ને આઠ વિદ્યાઓ રહેલી છે.

જેના પ્રભાવથી ચોર મિત્ર બને છે, સર્પ ફૂલની માળા થાય છે, અગ્નિ પ્રબળ જળસ્વરૂપ અને પ્રબળ જળ સ્થળ-સ્વરૂપ બને છે તથા અટવી નગર અને સિંહ શિયાળ થઈ જાય છે.

લોકદ્વિષ્ટ અને પ્રિયઘાતક વગેરેને પણ જે નમસ્કાર મંત્રનું માત્ર સ્મરણ પણ, લોકમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે, શત્રુઓને મૂળમાંથી દૂર કરે છે, ઈષ્ટને ખેંચી લાવે છે. વશમાં નહિ આવનારને વશમાં લાવે છે, તથા મારવા આવનારને પણ સ્તંભિત કરે છે.

ધ્યાન કરાયેલો મંત્ર આ લોકમાં જ સર્વે આપદાને દૂર કરે છે, સર્વે કામનાઓને પૂર્ણ કરે છે તથા પરલોકમાં રાજ્યાદિનાં અને સ્વર્ગાપવર્ગાદિ (સ્વર્ગ અને મોક્ષ વગેરે)ના સુખોને આપે છે.

શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા તથા ધૂપોત્ક્ષેપાદિપૂર્વક શરીર અને વસ્ત્ર પવિત્ર કરીને તથા મનની એકાગ્રતા કરીને તું નિરંતર તે મંત્રનો જાપ કર.

અંત સમયે જેના દશ પ્રાણો પંચનમસ્કારની સાથે જાય છે, તે જો મોક્ષને ન પામે તો અવશ્ય વૈમાનિક થાય છે અર્થાત્ વિમાનાધિપતિ દેવ થાય છે.

અહો! આ જગતમાં પંચ નમસ્કાર એવો ઉદાર છે કે જે પોતે આઠ (જ) સંપદાને ધારણ કરે છે છતાં સત્પુરુષોને અનંત સંપદાઓને આપે છે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 9.

💢 એકાગ્રતાનો શ્રેષ્ઠ ઉપાય નવકાર મંત્ર લેખન💢

શ્રી નમસ્કાર મહામંત્ર એ ચૌદ પૂર્વનો સાર છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ મંત્ર- તંત્ર-ચમત્કારોનો ભંડાર છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ ભૌતિક જગતમાં ય ટોચની કક્ષાએ પહોંચાડી શકે છે તો આધ્યાત્મિક જગતમાં ય આગળ વધવા અને ટોચ સુધી પહોંચવા – આત્માના ઐશ્વર્યને પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

ચૌદ પૂર્વના જ્ઞાતાઓને પણ અંતકાળે બીજું બધું છોડીને શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનનું વિધાન શાસ્ત્રોમાં છે.

આ સાર-ભંડાર-ઐશ્વર્ય પામવા માટે શ્રી મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ- આદર-બહુમાન જરૂરી છે.

દુનિયાના ઘણા કાર્યો એની સમજ વિના જ થતાં હોય/કરાતા હોય છે…મણી-રત્નોના ગુણધર્મો ખબર ન હોય તોય એનો પ્રભાવ દેખાડે જ… ખોરાકના ગુણધર્મ ખબર ન હોય તોય વાત-પિત્ત-કફનું શમન કે વૃદ્ધિ કરે જ… શારીરિક પોષણ આપે જ..

તેમ, શ્રી મહામંત્રના મહિમાથી અજાણ આરાધકોને પણ એના વિશિષ્ટ ફળ તો મળે જ. જયારે શ્રદ્ધા-આદર-ભક્તિ-બહુમાન-એકાગ્રતાથી આની આરાધના કરનારને અચિત્ય, અકલ્પ્ય વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.

આજે મોટા ભાગના આરાધકોની આ ફરિયાદ હોય છે કે નવકારવાળી ગણીએ છીએ પરંતુ જોઈએ તેવી એકાગ્રતા આવતી નથી.

મૌન એકાદશીની સજઝાયમાં કહ્યું છે કે-

“કર ઉપર તો માલા ફિરતી, જીભ ફિરે મુખ માંહીં;
પણ ચિતડું તો ચિહું દિશિએ ડોલે, ઈણે ભજને સુખ નાહી”

જો આવા ભટકતા ચિત્તે જાપ કરવાથી કાંઈ લાભ ન થવાનો હોય તો જાપ કરવાનું છોડી દેવું? જાપ કરતી વખતે જ કેમ વિકલ્પો વધારે સતાવતા હોય છે ?? ઇત્યાદિ.

આનો જવાબ એ છે કે – ‘જેમ ગુંડાઓના સકંજામાં સપડાયેલો માણસ છટકવા માટે પ્રયત્ન કરે ત્યારે ગુંડાઓ પોતાની પક્કડ વધુ મજબૂત બનાવે છે. તેમ અનાદિકાળથી રાગ-દ્વેષ રૂપી ગુંડાઓના સકંજામાં સપડાયેલો આત્મા જ્યારે નવકારના આલંબનથી તેમની પક્કડમાંથી છુટવા માટે પ્રયત્ન કરતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ વધુ તોફાન કરી આત્માને ઢીલો પાડવા પ્રયત્ન કરે. પરંતુ આવા પ્રસંગે બળથી કામ લેવા કરતાં ધીરજપૂર્વક કળથી કામ લેવામાં આવે તો જ સફળતા મળી શકે છે.

▪️ જીવનને મંગલમય બનાવવું હોય તો નવકાર લખો !
▪️ સુખી થવું હોય તો નવકાર લખો !
▪️ દુઃખથી છૂટવું હોય તો નવકાર લખો !
▪️ જીવનમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતા મેળવવી હોય તો નવકાર લખો !
▪️ હૃદયમાં શ્રદ્ધા વિકસાવવી હોય તો નવકાર લખો !
▪️ રોમેરોમમાં પવિત્રતા પ્રગટાવવી હોય તો નવકાર લખો !
▪️ ઊંચા, પવિત્ર અને વ્યાપક જીવનના કોડ હોય તો નવકાર લખો !
▪️ સર્વોત્તમ કાર્યો કરવા હોય તો નવકાર લખો !
▪️ રાત અને દિવસની સઘળી પળોમાં સાચો આનંદ માણવો હોય તો નવકાર લખો !
▪️ સર્વ પ્રકારની અધમતા તજવી હોય તો નવકાર લખો !
▪️ સગા ભાઈઓ વચ્ચે અબોલા હોય તો નવકાર લખો !
▪️ બાપ બેટા વચ્ચે મનમેળ ન હોય તો નવકાર લખો !
▪️ સાસુ વહૂના ઝગડા હોય તો નવકાર લખો !
▪️ દેરાણી જેઠાણી વચ્ચે પ્રેમ ન હોય તો નવકાર લખો !
▪️ કોઈને પણ આર્થિક મુશ્કેલી હોય તો નવકાર લખો !
▪️ કોઈને શરીરમાં રોગો હેરાન કરતા હોય તો નવકાર લખો !

આ જગતના બધાજ જીવોના જે જે શારીરિક, વાયિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક દુઃખો,, તકલીફો, મુશ્કેલીઓ, અંતરાયો, વિઘ્નો હોય તે બધા જ નવકાર લેખનથી દુમ દબાવીને દૂર સુદૂર ભાગી જાય છે. નવકાર જ્યાં લખાતો હોય ત્યાં કોઈપણ આપત્તિઓ ટકી શકતી નથી ! વસંત ઋતુના આગમનથી પ્રકૃતિમાં નવી જ તાજગી ખીલી ઊઠે છે. તેમ નવકાર લેખનથી જીવનમાં નવી જ ચેતના ખીલી ઊઠે છે.

શ્રી નમસ્કાર મહામંત્ર એ જગતના સઘળા મંત્રોમાં પ્રથમ છે. સર્વ પાપોનો નાશ કરનાર છે. સંસારનો ઉચ્છેદ કરનાર છે, આલોક, પરલોક અને પરમલોકના સઘળા સુખોનું મૂળ છે. સર્વ કર્મોનો નાશ કરી મોક્ષના સુખને અપાવનાર છે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 10.

💢 નવકાર લેખનના નિયમો💢

(જ્ઞાનના કોઈપણ સાધન (ઉપકરણ) હોય પછી તે કાગળ, પેન, પેન્સિલ, નોટબેક, પુસ્તક વગેરે એક પણ ચીજ જમીન ઉપર ન મુકાય. જેથી આપણને જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય. તો પછી નવકાર લખેલી નોટ તો જમીન ઉપર કેમ મુકાય ? એટલે નવકાર લખેલી નોટ જમીન ઉપર ભૂલથી પણ ન મુકાઈ જાય તેટલો ખાસ ખ્યાલ રાખવો..
.
આપણા સહુનો રોજિંદો અનુભવ છે કે જ્યારે લખવાનું ચાલુ હોય ત્યારે પ્રાયઃ કરીને ચિત્તમાં લેખનના વિષય સિવાયના બીજા વિચારો પ્રવેશી શકતા નથી. તેથી સારી નોટબુક કે ડાયરીમાં દરરોજ નિયમિત પણે સારા અક્ષર તથા શુદ્ધ જોડણીપૂર્વક યથાશક્ય નવકાર લેખનની ટેવ પાડવામાં આવે તો હાથ તેમજ નેત્ર બંને પાવન થાય છે અને ચિત્તની ચંચળતા પણ ઘટવા માંડે છે. લખાણ વધુ આકર્ષક બને તે માટે વિવિધ રંગીન શાહીનો ઉપયોગ પણ કરી શકાય.

આવી રીતે લખાયેલી નોટબુકોને ઘરમાં સારા સ્થાને મૂકીને ધૂપ પણ કરી શકાય. આશાતનાના ખોટા ભયથી પાણીમાં પધરાવવાની જરૂર નથી. આવી નોટબુકોનો સંગ્રહ થયેલ હોય તો ઘરના બીજા સભ્યોને પણ તેમ કરવાની પ્રેરણા મળે તથા પાછલી જિંદગીમાં કે અંતસમયે આપણો આત્મા પણ સંતોષ અનુભવી શકશે કે મારા હાથે આટલું પણ સુકૃત થયું છે. આ રીતે લેખિત જાપનો પ્રારંભકરતાં પહેલાં નવકાર વિષેની પોતાની જોડણી શુદ્ધ છે કે નહિ તેની ગુરુગમની ખાત્રી કરી લેવી જોઈએ.

ટેબલ ઉપર નોટ રાખીને અથવા ખોળામાં પેડ પર નોટ રાખીને લખી શકાય એમાં વાંધો નથી, નવકાર લખતી વખતે હાથમાં પસીનો થાય તેથી કાગળ ભીનો થાય તો અક્ષર પ્રસરી જાય. તેવું ન થાય તે માટે હાથ નીચે કાચા પૂંઠા નો ટુકડો ૬”×૧૦” જેટલો રાખવો, જેથી હાથનો પસીનો કાગળને ન અડે અને અક્ષરો પ્રસરે નહીં. શુદ્ધ કાપડનો ટુક્ડો પણ હાથ નીચે રાખી શકાય.

👉 નવકાર લખનાર વ્યક્તિએ નીચેના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. જેથી નવકાર લેખન નો પ્રભાવ બહુ ઝડપથી વધશે અને અનુભવાશે.

🔹 (૧) ૧. શિકાર ૨, જુગાર, ૩. ચોરી, ૪. દારૂ, ૫. માંસ, ૬. પરસ્ત્રીગમન, ૭.વેશ્યાગમન આ સાત મહાવ્યસનોનો ત્યાગ અતિ જરૂરી છે.

🔹 (૨) બહેનોએ એમ.સી.નું પાલન કરવું અતિ જરૂરી છે.

🔹 (૩) કંદમૂળ આદિ ૩૨ અનંતકાય, રાત્રિ ભોજન આદિ રર અભક્ષ્ય વસ્તુઓ અને હોટલાદિ બજારની બધી જ તૈયાર વસ્તુઓ ભેળસેળવાળી, તામસી, આપણા આરોગ્યને ખૂબ નુકસાન કરનારી હોઈ બધી તૈયાર વસ્તુઓનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે. ઘરની બનાવેલી સત્ત્વિક અને તાજી વસ્તુઓ વાપરવી જોઈએ.

🔹 (૪) જિનપૂજા અવશ્ય કરવી જોઈએ.

🔹 (૫) બાહ્ય જીવનમાં હાથ ચોખ્ખા, હૈયું ચોખ્ખું અને આંખ ચોખ્ખી આ ત્રણ આચાર જે માનવતાના ગુણો કહેવાય તે હોવા જરૂરી છે.

🔹 (૬) પોતાનું હૈયું એકદમ સરળ, નિખાલસ હોવું જરૂરી છે. હૈયામાં માયા, દંભ, કપટ, પ્રપંચ ન હોવા જોઈએ.

🔹 (૭) જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય હોવા જોઈએ. એક પણ જીવ પ્રત્યે વૈર, વિરોધ, દુશ્મનાવટ, ઈર્ષ્યા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર, દુર્ભાવ, અસદ્ભાવ, અભાવ ન હોવો જોઈએ. કદાચ કોઈ એકાદ વ્યક્તિ પ્રત્યે વૈર કે દુશ્મનાવટ હોય તોય તેનો બદલો લેવાની વૃત્તિ તો મનમાંથી કાઢી નાંખવી અને એ વ્યક્તિને અંતરથી ખમાવી દેવી જોઈએ.

🔹 (૮) સંસારની લલચામણી વસ્તુઓ પ્રત્યે પણ રાગ, આશક્તિ ઓછા કરવા પ્રયત્ન કરવો.

🔹 (૯) પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે અંતરના ય અંતરથી શ્રદ્ધા, ભક્તિ, આદર, સત્કાર, અહોભાવ, બહુમાનભાવ હોવા જરૂરી છે.

🔹 (૧૦) શ્રી નવકાર મહામંત્ર પ્રત્યે સમર્પણ ભાવ દ્વારા, હું લખું છું એવા અહંકાર ભાવનું વિસર્જન કરવું જોઈએ, ભગવાન લખાવે છે એવો ભાવ કરવો જોઈએ.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 11.

💢 નવકાર લેખનના ફાયદા 💢

‘શું એ મહારત્ન છે? કે શું એ ચિંતામણિ છે? કે એ કલ્પવૃક્ષ સમાન (માગ્યું આપનાર) છે? ના, ના, આ (નવકાર) તો ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. “”

આ ઉદ્ગારો છે પૂર્વ મહાપુરુષોના. નવકારનો મહિમા વર્ણવતાં એમને કહેવું પડયું કે ચિંતામણિ અને કલ્પવૃક્ષ પણ નવકારની તુલના કરી શકે તેમ નથી. પરંતુ, કળિયુગના કલુષિત વાતાવરણથી ખરડાયેલ મનવાળો આજનો માનવ નવકાર ગણે છે અને તેને જ્યારે ઈચ્છિત ફળ મળતું દેખાતું નથી, ત્યારે પૂર્વ મહાપુરુષોનાં વચનોમાં તે અતિશયોક્તિ જુએ છે. એ કહે છે: “આ સ્તુતિવચનો છે, અર્થાત્ “વરઘોડે ચડે ત્યારે તેનાં ગીત ગવાય” તેમ અહીં એમણે નવકારનાં ગીત ગાયાં છે. વર કાળો હોય, કુરુપ હોય, છતાં એ પરણવા જાય ત્યારે બધાં જ સારાં રૂપકોથી એનાં ગીત ગવાય છે. એ ગીતોમાં જેમ વાસ્તવિક વસ્તુદર્શન નથી, તેમ નવકારનાં આ ગુણગાન પણ વસ્તુસ્થિતિનું નિરૂપણ નથી કરતાં પણ નવકારના માત્ર ‘ગીત’ સ્વરૂપ છે!’

આજે લગભગ સર્વત્ર આ ફરિયાદ છે કે ‘નવકારનો પ્રભાવ જેવો બતાવવામાં આવે છે તેવો દેખાતો નથી. અમે નવકાર ઘણા ગણ્યા, પણ કંઈ ચમત્કાર જોયો નહીં.’ આ ફરિયાદ કેમ સાંભળવા મળે છે? શું નવકારમાંથી શક્તિ ઘટી ગઈ? કે શું આ ફરિયાદ ખોટી છે?

👉 શું ખૂટે છે????

નથી નવકારમાંથી શક્તિ ઘટી, નથી આ ફરિયાદ ખોટી પરંતુ આ ફરિયાદનું મૂળ, નવકારનો પ્રયોગ આપણે જે રીતે કરીએ છીએ તે રીતમાં રહેલું છે..

એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે. રોટલી ઘઉંના લોટમાંથી બને છે એ હકીકત છે, પરંતુ ઘઉંના લોટથી રોટલી સુધી પહોંચવા માટે ચોક્કસ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનું એકાદ પગથિયું મૂકી દઈએ તો? ઘઉંનો લોટ લઈને સીધો જ તાવડીમાં નાખીએ તો રોટલી તૈયાર થઈ જાય? ના, ઊલટો લોટ પણ બળી જાય. રોટલી જોઈતી હોય તો, લોટમાં બરાબર પ્રમાણસર પાણી નાખી એની કણેક બનાવવી પડે. પછી એમાંથી લૂઆ બનાવી, એ લૂઆને વણીને, તાવડીમાં નાખી એને પ્રમાણસર તાપ અપાય તો લોટમાંથી રોટલી તૈયાર થાય. આ તો રોટલી માટેની સ્થૂળ પ્રક્રિયાની વાત થઈ. નાનાં નાનાં અનેક પગથિયાં વચ્ચે સાચવવાં પડે. તેમ શ્રી નવકાર મંત્રનો જે મહિમા ગાયો છે, તે અનુભવવાની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની આપણે ઉપેક્ષા કરીને તો આપણે નવકાર પાસે નથી જતાં ને?

એક બીજું ઉદાહરણ લઈએ ઃ ઇલેક્ટ્રિસિટીનું ફિટિંગ ઘરમાં કરાવ્યું, વાયર નંખાઈ ગયા, બલ્બ મૂક્યા, બટન પણ દબાવ્યું, છતાં દીવા ઝગમગી ન ઊઠે તો? ક્યાં ખામી છે તે શોધવા નીકળો છો. બલ્બ, વાયરિંગ, ફિટિંગ વગેરે બધું બરાબર છે એ ખાતરી હોય તો પ્રથમ નજર ક્યાં પડે? મેઈન સ્વીચ ચાલુ છે? અને એ પણ ચાલુ હોય તો તરત મનમાં વિચાર ઝબકી જશે કે ‘ફયુઝ’ તો નથી ઊડ્યો ને? નવકારની સાધનાનો ‘ફ્યૂઝ’ કયો?

પુ. આ. ભગવંતશ્રી ભુવનભાનુસૂરી મ. સા. ના શિષ્ય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરી મ. સા.ના શિષ્ય પં. શ્રી હેમદર્શન મ. સા. ના આજથી 19 વર્ષ પહેલા કહેલ બે દ્રષ્ટાંત..

👉 ઘાટકોપરના એક ભાઈ પોતાના દીકરાને લઈને મારી પાસે આવેલા. મને કહે કે મ.સા. આ મારા દીકરાની બુદ્ધિ સાવ મંદ છે દરેક ધોરણમાં બે-ત્રણ વિષયમાં નાપાસ થાય છે. માંડ માંડ કરીને ૧૦ માં ધોરણમાં આવ્યો છે. આપ એવો કોઈ ઉપાય બતાવો જેથી એની બુદ્ધિ વધે. મ.સા. કહે આ ઉનાળાનું વેકેશન છે એ આખા વેકેશનમાં આખો દિવસ નવકાર લખતો રહે એમ કહો. નવકાર લખશે તો નવકારના પ્રભાવથી એનું કામ થઈ જશે. એ છોકરાને પણ મગજમાં વાત બેસી ગઈ. ઘરે જઈને નવકાર લખવા બેસી ગયો. આખા વેકેશનમાં પ્રાયઃ સાતેક હજાર જેટલા નવકાર લખ્યા હશે અને એસ.એસ.સી.નું ધોરણ શરૂ થયું. બધા વિષયમાં સારા માર્ક લાવવા લાગ્યો અને બોર્ડની પરીક્ષામાં ૭૧ ટકા માર્કસ્ લાવ્યો. સોમૈયા કોલેજમાં વગર ડોનેશને એડમીશન મળી ગયું. આગળ વઘીને એમ.બી.એ. થઈ સારી જગ્યામાં કામ પણ મળી ગયું. આ પ્રભાવ છે નવકાર લેખનનો.👌🙏❤️

👉 મારું ચોમાસું માટુંગામાં હતું. ત્યાં ચોમાસાનો પ્રવેશ થયા પછી ત્રણ ચાર દિવસે બાજુમાં ધારાવી ઝુંપડપટ્ટીમાંથી એક સાધર્મિક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહે કે મ.સા. મારી દુકાન ધારાવીમાં છે પણ બિલકુલ ચાલતી નથી.મારી પત્ની બે વર્ષથી બિમાર છે, ખાટલે છે, જરાપણ કામ કરી શકતી નથી. એટલે આપની પાસે મદદ લેવા આવ્યો છું આપ મને મદદ કરાવો. મ.સા. કહે હુ તને મદદ કરાવા કરતા એક કામ આપું, એ કામના બદલામાં હું તને સો સો રૂપિયા અપાવતો રહીશ. સાધર્મિકભાઈ કહે એ તો વધારે સારું, કામના બદલામાં પૈસા મળે તો ઘણું સરસ. મને પણ માંગવામાં શરમ આવે છે. મ.સા. કહે એક નોટબુકમાં તું ૫૦૦ નવકાર લખીને લઈ આવ. તેના બદલામાં હું તને એકસો રૂપિયા અપાવીશ. (૧૯ વર્ષ પહેલા સો રૂપિયા ની પણ કિંમત ઘણી હતી.) પેલા ભાઈ તો ઘરે જઈ લખવા બેસી ગયા. મોતીના દાણા જેવા અક્ષર કરી ૫૦૦ નવકાર લખી ત્રણેક દિવસે નોટ લઈને આવ્યા. મનેં આપી, મેં જોઈ, મને ગમી અને તેને સો રૂપિયા અપાવ્યા ને કહ્યું કે જેટલી વખત ૫૦૦ નવકાર લખીને નોટ લાવશે એટલી વખત સો સો રૂપિયા અપાવતો રહીશ. ચાર મહિના બરાબર લખ્યા. પ્રાયઃ વીશ હજાર જેટલા નવકાર ચાર મહિના માં લખાયા હશે. યોમાસું પૂરું થતાં મારો વિહાર થવાનો હતો. ત્યારે એ ભાઈએ નવકાર લખેલ નોટ આપી પણ પૈસા લેવાની ના પાડી કહે કે મ.સા. હવે મને પૈસા નથી જોઈતા. મ.સા. કહે કેમ ? તું એ માટે તો લખતો હતો. પેલા ભાઈ કહે મ.સા. સાંભળો મારી વાત, આ નવકાર લખવાથી મારું પુણ્ય એટલું વધી ગયું છે કે મારી દુકાન ધમધોકાર ચાલવા લાગી છે એટલે હવે મને પૈસાની જરૂર નથી અને મારી પત્નીનો રોગ કયાં નાશી ગયો એ જ ખબર નથી, એ બધું જ ઘરનું કામ કરતી થઈ ગઈ છે. એ પ્રભાવ આ નવકાર લેખનનો છે. તેથી મ.સા. જીવનના છેડા સુધી હવે હું નવકાર લેખન નહિ છોડું. જેણે મારી બે મોટી મુશ્કેલીઓને દૂર કરી દીધી તે નવકારને હવે કેમ ભૂલાય ?

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 12.

💢 વિધી પૂર્વક નવલાખ નવકારમંત્ર ની આરાધના 💢

નવકાર મહામંત્રના ચિંતનમાં આપણે એ જોયું કે શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ દુર્લભ જ છે એમ નહિં દુર્લભની સાથે સાથે લાભકારક પણ જબરદસ્ત છે.

દુર્ગતિના દરવાજા પર તાળું મારવાની શક્તિ આ દુનિયામાં કોઇ તત્વની નથી જ્યારે શ્રી નવકાર-મહામંત્રને નવ લાખ વખત ગણવાના સંકલ્પમાત્રની એ તાકાત છે કે ગણનાર એ આત્મા માટે દુર્ગતિના દરવાજે ખંભાતી તાળુ લગાવી દેવાની શક્તિ આ મહામંત્રમાં છે.

‘સાહેબ ! આ તો બહુ સરળ રસ્તો બતાવી દીધો આપે ?’

‘કેમ ? શી રીતે ?’

‘સાહેબ ! રોજની એક માળા ગણવાનો સંકલ્પ કરી લીધો એટલે દુર્ગતિ બંધ અને સદ્ગતિ નિશ્ચિત ને ?’

‘હાસ્તો વળી’

‘તો પછી વધારે નવકારવાળી ગણવાની ઝંઝટ ન રહી ને ! માત્ર એક નવકારવાળી ગણી લેવાની અને સંકલ્પ કરી લેવાનો પચ્ચીસ વરસે નવલાખ નવકારજાપ પૂર્ણ થઇ જાય… અને કદાચ એટલું ન જીવ્યા ને વચમાં મરી ગયા તો ય દુર્ગતિ તો નથી જ થવાની કેમકે સંકલ્પ નવલાખ નવકારજાપનો કરી દીધો ભલે ને બે-પાંચલાખમાં જ અંત આવી જાય…પણ સદ્ગતિ તો હાથમાં જ ને ?’👌👌👌

‘ભાગ્યશાળી ! વાત તમારી સાચી..સદ્ગતિ તમારા હાથમાં સો ટકા પણ કઇ સદ્ગતિ ? સદગતિ પણ કંઇ એક જ પ્રકારની થોડી છે… સદ્ગતિના કેટલા બધા પ્રકાર ને કેટલી બધી તરતમતા ?’

જેમ દુનિયામાં દરેક વસ્તુની કવોલિટી હોય છે એમ અહીં પણ સમજવાનું છે. વસ્તુ એકની એક કવોલિટીમાં ફર્ક. કેરી એકની એક કવોલિટીમાં ફર્ક. અને કવોલીટીમાં ફર્ક તેમ એના ભાવમાં પણ ફર્ક રહેવાનો. લંગડો કેરી કરતાં બદામ કેરી એના કરતાં રાજાપુરી, આફૂસ, તોતાપુરી કે કેસર કેરીના ભાવ જૂદા જૂદા !

જેવા તમે ચૂકવો દામ તેવી કેરી મળે તમામ. બસ, એ જ રીતે તમારે કેવી સદ્ગતિ જોઇએ ?

આવતા ભવે એકવાર સદ્ગતિ મળી જાય પણ પછી દુર્ગતિની પરંપરા, એને ય સદ્ગતિ કહેવાય અને આવતા ભવે તો સદ્ગતિ પરંપરામાં પણ સદ્ગતિ મળે એને ય સદ્ગતિ કહેવાય !

નવલાખ નવકારના જાપ પાછળ તમારો ભોગ કેવો છે, એવી સદ્ગતિ તમે હાંસલ કરી શકો !👌👌

કેટલાક લોકો શ્રી નવકારનો નવલાખનો જાપ કરે એ રીતે કે ચાલો; કરી નાંખીએ નવલાખનો જાપ… રોજની એક બાંધીમાળા ગણવા દ્વારા…એમ ઉદાસીનભાવે ગણાતા નવલાખનો જાપ એવો જ ફળે… 😥

કેટલાક વળી ભાવપૂર્વક ગણે અને વહેલામાં વહેલી તકે નવલાખ જપવા માટે રોજની ત્રણમાળા, પાંચમાળા, દશમાળા, પંદર, વીશ કે પચ્ચીસ માળા ગણવાની ઉત્કંટતા ધરાવે. એની પાછળ એ પુણ્યાત્માનો આશય એ હોય કે જલ્દીમાં જલ્દી કરી દઉં નવલાખ શ્રી નવકારનો જાપ અને સદ્ગતિ રિઝર્વ કરાવી દઉં…તો તેવા આત્માઓને ઊંચી કેટેગરીની સદ્ગતિ ચોક્કસ પ્રાપ્ત થાય.

‘વહેલામાં વહેલી મોક્ષની પ્રાપ્તિ કરી આપે એ ઉંચામાં ઉંચી સદ્ગતિ કહેવાય !’

શ્રી નવકારના જાપમાં સંખ્યાનું બળ વધે તે ખૂબ જરૂરી છે. જેમ સો, હજાર, લાખ, દશલાખ અને કરોડ એમ ધનસંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ-તેમ સંસારી માયાવાળા જીવને પરમ આનંદ થાય.તેમ જીવનમાં રોજની ૩ કે ૫ માળાના પણ સરવાળાથી જીવનમાં આટલા હજાર-લાખ નવકાર ગણ્યા તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્વાર ખોલવાનો ભવ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે..

કોઈ પણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો વિધિપૂર્વક આરાધના જરૂરી છે, ખેડૂત જો વિધિપૂર્વક વાવવા આદિની ક્રિયા કરે છે, તો જ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે, તે માટે શ્રી નમસ્કાર મહામંત્રના જાપની વિધિ સંક્ષિપ્ત સ્વરૂપે પણ સમજી લેવી જરૂરી છે.

નવકાર મહામંત્રનું સ્મરણ શા માટે?🤔

દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે, તે રીતે શ્રી નવકારના જાપથી આંતરિક બાહ્ય અશાંતિ દૂર થાય જ!

આપણો અનુભવ આ બાબતમાં સાક્ષી નથી ભરતો, એનું કારણ આપણી અજ્ઞાનદશા છે.જન્મ-મરણના ચક્રાવામાં ફસાવનાર કર્મરૂપી મહારોગને આપણે ઓળખી શક્યા નથી.

વિધી પૂર્વકના નવલાખ નવકારનો જાપ નરક નિવારે એટલે નવકારના જાપથી નરકમાં જવાના પરિણામો-રૌદ્રધ્યાન, તેમજ તિર્યંચગતિમાં જવાનું કારણ આર્તધ્યાન દૂર થઈ જાય, પુદગ​લના તીવ્ર રાગથી આર્તધ્યાન રૌદ્રધ્યાન આવે છે, પણ નવકાર ના જાપથી પુદગ​લનો તીવ્રરાગ ઘટે.આથી આર્ત-રૌદ્રધ્યાન જાય.પરિણામે નરક-ગતિનો બંધ ન પડે.

👉 નવકાર મંત્રની નવકારવાળી કેવી રીતે ગણવી જોઈએ?🤔

શ્રી નમસ્કાર મહામંત્રના જાપનો મૌલિક શક્તિનો વિકાસ કરવા માટે અધખુલ્લી મુઠ્ઠીરૂપે ચાર આંગળીઓવાળી, તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખી, અંગુઠાના પહેલા ટેરવાથી (નખ ન અડે તે રીતે)મણકા ફેરવવારૂપે જાપ કરવાનું શાસ્ત્રીય વિધાન છે.

👉 🔹 શ્રી નવલાખ નવકારમંત્રની આરાધના…જાપ કરવાની વિધી….

પૂ. ગુરુ ભગવંત પાસે નવ લાખ નવકાર ગણવાનો નિયમ લેવો. શુભ દિવસે જાપ શરૂ કરવો.

યથાશક્તિ જિનપૂજા, ગુરુવંદન-પૂજન, રાત્રિભોજન ત્યાગ, બ્રહ્મચર્ય, જીવદયા વગેરેના નિયમો પાળવા.

જાપ પૂર્ણ થાય એ માટે કોઈ એક વસ્તુનો ત્યાગ કરવો.

જાપ માટે પ્લાસ્ટીકની માળા વપરાય જ નહીં.

શુદ્ધ અખંડ સુતરની માળા વાપર​વા ઉપયોગ રાખ​વો.

રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, સ્ફટિક આદિ ની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય.

શાંતિ અને શુભ કાર્ય માટે સફેદ રંગની માળા લેવી.

જાપના ઉપયોગમાં લેતા પહેલા માળાને શ્રી ગુરુભગ​વંત પાસે મંત્રાવ​વી જોઇએ.

જે માળાથી શ્રી ન​વકાર મંત્ર ગણતા હોઇએ તે માળાથી અન્ય મંત્ર ન ગણ​વા જોઇએ.પોતાની અને મંત્રેલી માળા જ વાપર​વી.

👉 માળા શરુ કરતા પહેલાં:

🔸 અત્યંત ભાવપૂર્વક ૩ નવકાર મંત્ર મનમાં બોલ​વા.
🔸 મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી તથા ગુરુ મહારાજ નું સ્મરણ કર​વું.

માળા ૪ આંગળીઓ પર રાખી, અંગુઠાથી માળાને નખ ન અડે તે રીતે મણકો ફેરવવો.

માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાય ગયા પછી જ બીજા મણકાને અડ​વું જોઇએ.

નાભીથી ઉપર તેમજ નાસિકા (નાક​) થી નીચે અને હ્રદયની નજીક હોવી જોઇએ.

માળા જમીન ક​ટાસણા, ચર​વળા કે મુહપતિ ઉપર ન રાખવી જોઈએ.

માળા શરીરના અન્ય ભાગને તેમજ વસ્ત્રોને ન અડ​વી જોઇએ.

એક માળા પૂરી થાય ત્યારે માળામાં કેન્દ્રિત થયેલ શક્તિને આપણા દેહમાં સ્થાપિત કરવા ભાવ પૂર્વક માળાના ફુમતાને બે આંખે સ્પર્શ કરાવવો.

માળા પૂરી થાય ત્યારે ફુમતાને ઓળંગી બીજી માળાની શરુઆત ન કરવી, પણ માળાને ઉલ્ટાવી છેલ્લે આવેલા મણકાથી પુન​: માળાની શરુઆત કર​વી.

જાપ દ્રારા ઉત્પન્ન થયેલા આરાધક ભાવને ટકાવી રાખ​વા સંકલ્પ પૂર્વક ૧૨ ન​વકાર ગણ​વા અને મંગળ ભાવના કર​વી.

નવકારવાળીથી જાપ કરવો હોય તો સફેદ સુતરની, મોતીની, ચાંદીની, સ્ફટિક કે સોનાની નવકારવાળીથી નવકાર ગણવા.

પ્રભુની પ્રતિમા કે ફોટા સમક્ષ, ધૂપ-દીપક સાથે ગણવા.

બેસવાનું આસને ઉનનું સફેદ રંગનું રાખવું.. પદ્માસન આદિ આસનોમાંથી નક્કી કરેલ અનુકૂળ આસને બેસવું.આરાધના વખતે જે જગ્યાએ બેસવાનું નક્કી કર્યું હોય તે ચોક્કસ જગ્યાએ જ દરરોજ બેસવાનું રાખવું.. કદાચ બહાર જવુ પડે તો પણ આસન સાથે લઈ જવુ.

પૂર્વ કે ઉત્તર દિશામાં જ પોતાનું મુખ રાખીને બેસવું.પણ જિનમંદિરમાં પ્રભુ સમક્ષ બેસવું.જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા સારી છે. તેમાં પણ સવારના દશ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્ય અસ્તથી અઢી ઘડી (૧ કલાક) પછી જાપ માટે ઉત્તર દિશા યોગ્ય છે.

👉 શ્રી નવકાર કેમ ગણાય?

રોજના જાપ માટે ચોક્કસ ટાઈમ રાખવો. જાપ માટે ઓછામાં ઓછી જે સંખ્યા નક્કી કરી હોય તે જાળવી રાખવી. તે સંખ્યાના જાપમાં એક પણ દિવસ ખાલી નં જવો જોઈએ.નવકારવાળીની સંખ્યા પણ ચોક્કસ રાખવી. નવકારવાળી નિત્ય એ જ રાખવી.

જાપ કરતાં ઈશારો કે સંજ્ઞા ન કરવાં.

આળસ મરડવી, બગાસું ખાવું, ખોંખારો ખાવો વગેરે ક્રિયા ન કરવી.

ક્રોધાદિ કષાયો ન કરવાં.

વિષયાધિન પ્રવૃત્તિ ન કરવી.

શુદ્ધ-અખંડ સામાયિકના વસ્ત્રોમાં જાપ કરવો.

સ્વસ્થ, શાંત અને પ્રશન્ન ચિત્તે, મૌન પણે જાપ કરવો.

ઓછામાં ઓછા ૧૦૮ નવકારનો જાપ તો સળંગ કરવો જ જોઈએ.

તીર્થંકર​ ભગવાનનું કલ્યાણક જે સ્થળે થયું હોય ત્યાં અને જ્યાં સ્થિરતા કરી હોય તે (શુભ પરમાણુમય) ક્ષેત્રમાં શક્ય હોય તો કરવો.તીર્થ સ્થાનોમાં.અશોકવૃક્ષ-શાલવૃક્ષ આદિ ઉત્તમવૃક્ષ નીચે.નદી કિનારે.પવિત્ર-શાંત-એકાંત જગ્યાએ.જાપની જગ્યા નિયત અને પવિત્ર હોવી જોઈએ.

વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત સૂર્યોદય પહેલાં ૪ ઘડી (૧ કલાક ૩૬ મિનિટ) પૂર્વે જાગૃત થઈ જાપ કરવો ઉત્તમ છે.

જાપનો સમય એક જ રાખવો જોઈએ.

સવારે ૬ વાગે બપોરે ૧૨ વાગે સાંજે ૬ વાગે તેમજ સવારે ચાર વાગ્યાથી સૂર્યોદય સુધી શ્રેષ્ઠ, સૂર્યોદયથી એક કલાક સુધી મધ્યમ અને સવારના ૧૦ વાગ્યા સુધી સામાન્ય કહેવાય.

દિવસના ૧૦ વાગ્યાથી સૂર્ય-અસ્ત પછી અઢી ઘડી (૧ કલાક) સુધીનો સમય સામાન્ય જાપ માટે યોગ્ય નથી.

સૌથી શ્રેષ્ઠ જાપનો સમય સવારે છ વાગે, બપોરે બાર વાગે અને સાંજે છ વાગે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ્યો છે.તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની છે તેમાંથી નિયત કરવો.

* પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને શુદ્ધ થઈને શ્વેત વસ્ત્રો પહેરીને સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને શ્વેત કટાસણું પાથરીને

ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ ની ભાવના વડે વાસિત કરીને દ્રષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને

માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમજ દાંત ખુલ્લા રહેવા જોઈએ.

ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ.

ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ.

જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ.

આમ કરવાથી જાપ-જન્ય સત્ત્વની સ્પર્શનાનો અદ્ભુત યોગ સધાય છે, અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે.

ધીરે, ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.

જાપ સમયે શરીર હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ.

નવકારવાળી ગણતી વખતે ડાબો હાથ માળાને અડકવો જોઈએ નહિં.

જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ.

જીભ એકલી જ નહીં પરંતુ મન બરાબર​ શ્રી ન​વકાર​ ગણતા શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવુ જોઇએ. મન શ્રી નવકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે.

માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી તો નહી જ.

જાગૃતિપૂર્વક-ઉપયોગપૂર્વક જાપ કરવો.

👉🔹 નવલાખ નવકાર કેટલા વર્ષે પૂર્ણ થાય?

દરરોજ ૧ બાંધી નવકારવાળી ગણવાથી ૨૫ વર્ષે પૂર્ણ થાય.

દરરોજ ૫ બાંધી નવકારવાળી ગણવાથી ૫ વર્ષે પૂર્ણ થાય છે.

દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવાથી ૨ વર્ષ અને છ મહિનામાં પૂર્ણ થાય.

દરરોજ ૨૫ બાંધી નવકારવાળી ગણવાથી ૧ વર્ષ પૂર્ણ થાય.

દરરોજ ૫૦ નવકારવાળી ગણવાથી ૬ મહિનામાં પૂર્ણ થાય.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 13.

💢 નવકારનો મહિમા અને ફળ💢

લોકમાં જેનો અચિંત્ય મહિમા ગવાયો છે એવા અત્યંત પ્રભાવશાળી નવકાર મંત્રને લોકોના દુઃખોને દૂર કરનારો અને સુખોને ઉત્પન્ન કરનારો સર્વશ્રેષ્ઠ મહામંત્ર માનવામાં આવ્યો છે.

નવકાર મંત્રની સાધના કરનાર સાધક અષ્ટસિદ્ધિ એટલે કે આઠ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તેમ આપણા ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયું છે. નવકાર મંત્રનો મહિમા ગાતા તેથી જ કહેવાયું છે કે-“આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર…. ”

👉 નવકાર મંત્રની સાધનાથી પ્રાપ્ત થતી આ આઠ સિદ્ધિઓ આ પ્રમાણે છે.

🔹 (1) નવકાર મંત્રના ‘નમો’ પદમાં ‘અણીમા’ નામની સિદ્ધિ રહેલી છે. આ અણિમા સિદ્ધિ એટલે શરીરને અતિ નાનું બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળો સોયના નાકામાં પણ પ્રવેશ કરી શકે તેવી નાની કાયા બનાવી શકે છે

🔹 (2) નવકાર મંત્રના ‘અરિહંતાણં’ પદમાં ‘મહિમા’નામની સિદ્ધિ રહેલી છે. આ મહિમા સિદ્ધિ એટલે શરીરને અતિ મોટું બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળો મેરુ પર્વત જેવડું મોટું શરીર બનાવી શકે છે.

🔹 (3) નવકાર મંત્રના `સિદ્ધાણં’ પદમાં ‘ગરિમા’ નામની સિદ્ધિ રહેલી છે. આ ગરિમા સિદ્ધિ એટલે શરીરને અતિ ભારે બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળો પોતાના શરીરને પહાડ જેટલું વજનદાર બનાવી શકે છે.

🔹 (4) નવકાર મંત્રના `આયરિયાણં’ પદમાં ‘લધિમા’ નામની સિદ્ધિ રહેલી છે. આ લધિમા સિદ્ધિ એટલે શરીરને અતિ હલકુ બનાવી દેવાની સિદ્ધિ. આ સિદ્ધિવાળો પોતાના શરીરને પવનથી પણ હલકુ બનાવી શકે છે.

🔹 (5) નવકાર મંત્રના ‘ઉવજઝાયાણં’ પદમાં ‘પ્રાપ્તિ’ નામની સિદ્ધિ રહેલી છે. આ પ્રાપ્તિ સિદ્ધિ એટલે પૃથ્વી પર ઉભા ઉભા જ મેરુ પર્વતના શૃંગને સ્પર્શ કરી શકે તેવી સિદ્ધિ. કેટલાક એમ માને છે કે આ સિદ્ધિથી અહીં બેઠાં ચંદ્રમાને સ્પર્શ કરી શકાય છે.

🔹 (6) નવકાર મંત્રના ‘સવ્વસાહૂણં’ પદમાં ‘પ્રાકામ્ય’ નામની સિદ્ધિ રહેલી છે. આ પ્રાકામ્ય સિદ્ધિ એટલે ભૂમિમાં પણ જળની જેમ ઉન્મજ્જન-નિમજ્જન કરવાની સિદ્ધિ.

🔹 (7) નવકાર મંત્રના ‘પંચનમુકકારો’ પદમાં ‘ઇશિત્વ’ નામની સિદ્ધિ રહેલી છે. આ ઇશિત્વ સિદ્ધિ એટલે ચક્રવર્તી તથા ઈન્દ્રની ઋદ્ધિ વિસ્તારવાની સિદ્ધિ.

🔹 (8) નવકાર મંત્રના `મંગલાણં’ પદમાં ‘વશિત્વ’ નામની સિદ્ધિ રહેલી છે. આ વશિત્વ સિદ્ધિ એટલે ગમે તેવા ક્રુર જંતુઓને પણ વશ કરવાની સિદ્ધિ.

નવકાર મંત્ર આ લોક અને પરલોક એમ બંને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે , ભાવથી નવકાર ગણતાં ચોર , સિંહ , સર્પ , પાણી અગ્નિ બંધન , રાક્ષસ , સંગ્રામ , રાજભય વગેરે ભયો જતા રહે છે..

બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે , ” પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ૠદ્ધિવંત થાય. મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે.

નવકારના એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે. નવકારના એક પદથી પચાસ સાગરોપમ પાપોનો ક્ષય થાય છે. આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.

વિધિ પૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણી વગર શંકાએ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. આઠ કરોડ , આઠ લાખ , આઠ હજાર , આઠસો આઠ ( 8,08,08,808 ) નવકાર ગણે તે પ્રાણી ખરેખર ત્રીજે ભવે મોક્ષ પદને પામે છે.”

શંખાવર્ત , નંદાવર્ત , વિપરીતાક્ષર , વિપરીત પદ અને વિપરીત નવકાર લક્ષ વાર ( 1 લાખવાર ) ગણે બંધન , શત્રુભય , પ્રમુખ કષ્ટ સત્વર જાય છે. જેનાથી કરજાપ ન થઈ શકે તેણે સૂતર , રત્ન , રૂદ્રાક્ષ વગેરેની જાપ માળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પર્શે નહિ તે રીતે તેમજ મેરુને નહિ ઉલ્લંઘન કરતા જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે જે , ” આંગળીના અગ્રભાગથી , મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનાર હોય છે.”

🌷નવકાર મહામંત્ર ની ખાસિયત

🔹 બાળક નો જન્મ થતાં તરત નવકાર સંભળાવવા માં આવે તો બાળક નું માનવ જીવન પીડા રહિત બને છે.

🔹 મૃત્યુ સમયે નવકાર સંભળાવવા થી આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય છે.

🔹 તર્જની (અંગુઠા પછી ની ) આંગળી વડે નવકાર ગણવાથી આત્મા મોક્ષ સુખ નો ભોગી બને છે.

🔹 મધ્યમાં આંગળી વડે નવકાર ગણવાથી ભૌતિક સુખો ની પ્રાપ્તિ થાય છે.

🔹 અનામિકા આંગળી વડે નવકાર ગણવાથી ગૃહ શાંતિ થાય છે.

🔹 કનિષ્ઠા આંગળી વડે નવકાર ગણવાથી શત્રુ ઓ નમે છે.

સુચના : નવકારવાળી ગણતાં મેરુ નું ઉલ્લંધન કરવું નહિ અને મણકાને નખ અડે નહિ, તેનું ધ્યાન રાખવું…

નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા રાખવા માટે સાધનભૂત હોવાથી ગણવી કહેલી છે. યોગપ્રકાશના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે…

“અરિહંત , સિદ્ધ , આયરિય , ઉવજ્ઝાય , સાહૂ ” એ સોળ અક્ષરની વિદ્યા બસોવાર જપે તો એક ઉપવાસનું ફળ પામે છે.

“અરિહંત સિદ્ધ ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસોવાર અને ” અરિહંત ” એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને ( અરિહંતમાં રહેલો પ્રથમ વર્ણ ) ‘ અ ‘ ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 14.

💢 પાપકર્મ ને તોડવા નવકારમંત્રનું લેખન💢

દરરોજ ૧૦૮ કે તેથી વધારે નવકાર લખવાથી જલ્દી પ્રભાવ તો અનુભવ થઈ શકે છે. પરંતુ રોજના માત્ર ૧૨ નવકાર લખવામાં એટલો જલ્દી પ્રભાવ ન પણ અનુભવાય.લાંબે ગાળે અનુભવાય. તેથી ૧૨ નવકાર લખનારે ધીરજથી લખ્યા કરવા. પણ પ્રભાવ અનુભવવાની અપેક્ષાથી ઉતાવળા ન થવું..

કદાચ કોઈ વ્યક્તિને નિકાચિત કર્મના ઉદયે નવકાર લેખન નો પ્રભાવ જલ્દી ન પણ અનુભવાય. તો પણ નવકાર લેખનથી દોષો તો નબળા પડે અને પુણ્યનો બંધ થાય છે એવી શ્રદ્ધાપૂર્વક નવકાર લેખન તો ચાલુ રાખવું જોઈએ.. પણ નિરાશ થઈને લેખન છોડવું નહીં.

કોઈ વ્યક્તિને પાપકર્મના ઉદયથી જીવનમાં ઘણા વિઘ્નો આવતા હોય. એ વ્યક્તિ એ પાપકર્મને તોડવા નવકાર મંત્રનું લેખન કરે. હવે ધારોકે એ વ્યક્તિનું એ પાપકર્મ અમુક સંખ્યામાં એટલે કે, ૧૦,૦૦૦ નવકાર લખાય પછી એ કર્મ તૂટવાનું હોય, એ વ્યક્તિ રોજના માત્ર ૧૨ નવકાર જ લખે તો ૨ વર્ષ ૩ મહીનાને ૨૪ દિવસે ૧૦,૦૦૦ નવકાર લખાય ત્યારે તે વ્યક્તિનું તે પાપકર્મ તૂટે. એટલે ૮૩૪ દિવસ સુધી એ વ્યક્તિએ ધીરજ રાખી નવકાર લખવા પડે. વચ્ચે નવકારના પ્રભાવને અનુભવવા અધીરા થાય તો ન અનુભવાય.

હવે એ જ વ્યક્તિ જો રોજના ૩૬ નવકાર લખવા માંડે તો ૯ મહીના ને ૮ દિ’ માં ૧૦,૦૦૦ નવકાર લખાય અને પાપકર્મ તૂટી શકે. રોજના જો ૧૦૮ નવકાર લખે તો ૭૮ દિ’ એટલે કે ર મહીનાને ૧૮ દિ’ માં ૧૦,૦૦૦ નવકાર લખાઈ જાય એટલે એ પાપકર્મ તૂટી જવા રૂપી પ્રભાવ અનુભવી શકાય. આથી માત્ર ૧૨ નવકાર લખનારે ધીરજ રાખી નવકાર લખવા પડે.

 

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 15.

💢 નવકાર મંત્ર અને સમાધિ..💢

પૂ. આચાર્ય દેવ શ્રી ભુવનભાનુસુરીશ્વરજી મહારાજ સાહેબ

નવકાર મંત્ર એ જિનશાસનનો સાર છે, કેમકે જિન શાસનની આરાધનાથી સારરૂપે ઉચ્ચ સમાધિ પ્રાપ્ત કરવાની છે, અને નવકારથી સમાધિ પ્રાપ્ત થાય છે.

જીવનમાં સમાધિ એ અતિ મહત્ત્વની વસ્તુ છે. વીતરાગ અરિહંત પરમાત્મા એ જ મારા ઇષ્ટ દેવ છે, નિગ્રંન્થ સાધુ ભગવંતો એ જ ગુરુ, અને સર્વકથિત ધર્મ એ જ મોક્ષમાર્ગ….આ શ્રદ્ધા કરીને ધર્માત્મા બન્યા તો ધર્મનાં સાક્ષાત્ ફળ તરીકે સમાધિ અનુભવવાની છે, અને તે જીવનવ્યાપી બનાવવાની છે, માટે ‘આરુગ્ગ-બોહિલાભ’ પછી ‘સમાહિવરમુત્તમંદિન્તુ’ માંગીએ છીએ. સમાધિના ઊંચા મૂલ્ય સમજાય તો લાગે કે સમાધિના જેવું બીજું સુખ નથી,બોલીએ છીએ ને, ‘જ્ઞાનસમું કોઈ ધન નહિ, સમતા સમુ નહિ સુખ, જીવિત સમ આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. આમાં ‘સમતા’ કહી તે સમતા-સમાધિ એકરૂપ ગણીને કહેલી સમજવાની છે.તો ઉત્કૃષ્ટ સુખ છે, અને તે ધર્મ-સાધનામાં પ્રત્યક્ષ એટલે તરતના ફળ તરીકે મેળવવાની છે. માટે કહેવાય કે ધર્મનું પ્રત્યક્ષ ફળ સમાધિરૂપ ઉત્કૃષ્ટ સુખ છે. આ સમાધિ એટલે શું ? ગુફામાં કે બીજે જઈને સમાધિ ચડાવે છે તે નહિ. કેમકે એ સમાધિમાં તો માત્ર નિષ્ક્રિયતા છે, ત્યાં આંતરશત્રુઓ પર વિજય નક્કી નથી.

જિનશાસનના સારભૂત સમાધિ એવી જોઇએ છે કે જેમાં દુન્યવી ઇષ્ટના હર્ષોન્માદ અને અનિષ્ટના ઉદ્વેગ આપણને પીડે નહિ, સ્પર્શે નહિ. નવકારમાં આ સમાધિ ભરી પડી છે, માટે કહેવાય છે, કે ‘નવકાર એ જિનશાસનનો સાર છે.’

પૂછો, નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે ?

(૧) નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી, ૬૮ અક્ષરો ગોઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે એનો માત્ર પહેલો અક્ષર ‘ન’ બોલતાં સાત સાગરોપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે ! ‘નમો અરિહંતાણં’ બોલતાં ૫૦ સાગરોપમની કર્મસ્થિતિ તૂટે છે ! સંપૂર્ણ નવકાર બોલી રહેતાં ૫૦૦ સાગરોપમની પાપ-સ્થિતિ તૂટે છે ! સ્થિતિ તૂટવા સાથે રસ પણ મંદ પડે છે તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે, એટલે સમાધિને અવકાશ મળે છે. જો એક વારના નવકારથી આમ તો અનેકવારના નવકારથી કેટલો લાભ ?

(૨) બીજી રીતે જોઈએ તો નવકારથી પુણ્ય વધે છે, એ સમાધિપ્રેરક સગવડ-સામગ્રી આપે છે, તેથી સમાધિ સુલભ બને છે.

(૩) વળી એક નક્કર હકીકત છે કે ચિત્ત ગમે તેટલું વિહવળ થયું હોય, અસમાધિમાં પડયું હોય તો પણ ક્રમશઃનવકારના પ્રત્યેક અક્ષર અને પદ ઉપર મન કેન્દ્રત ચલાવવાથી પેલી અસમાધિ ભુલાઈને સમાધિને સ્થાન મળે છે.

(૪) ત્યારે નવકારમાં પરમેષ્ઠિને નમસ્કાર જે કરાય છે તે ભારે વિનયકર્મ છે, તેનાથી તેવા દુષ્ટ કર્મોનું નિયમન, અપનયન, દૂરીકરણ થાય છે. તે થઇ જવાના લીધે સમાધિ સુલભ બને છે.

(૫) નવકારમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ ભગવંતોનું પ્રણિધાન થાય છે. એક અરિહંત માત્રમાં એકવાર પણ લાગેલું મેં ચિત્ત પ્રબળ કર્મક્ષય કરી ભવ્ય સ્કુર્તિ આપે છે, તો પછી પાંચે ય પરમેષ્ઠિમાં પરોવાતા ચિત્તના ફળનું પૂછવું જ શું ? એનાથી સુંદર સમાધિ મળે જ.

(૬) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિના ગુણો યાદ કરવાથી એ ગુણોની મમતા જાગે છે, ને એ ગુણોમાં ક્ષમા, સમતા,મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એમ એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે.

(૭) પરમેષ્ઠિને નમસ્કાર એ પરમેષ્ઠિના ગુણોની અનુમોદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાન સાધના આપે છે, એ પણ સમાધિને પ્રેરનાર બને છે, ઇત્યાદિ.

આ બધું સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે. માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવું જોઇએ, પામવાની ગરજ જોઇએ, એનો પ્રબળ પુણ્યાર્થ જોઇએ.

કર્મના ઉદય આપણા કાબૂમાં નથી પણ સમાધિ આપણા હાથમાં છે. જીવનમાં સમાધિની મોટી કિંમત છે…તેવા પ્રસંગ ઉપસ્થિત થાય, પણ હૃદયમાં અસમાધિ અર્થાત્ હર્ષ કે ઉદ્વેગના આંદોલનો ન ઉછળે અને સમાધિ, સ્વસ્થતા, સ્થિતપ્રજ્ઞતા જળવાઇ રહે એ કરવાની જરૂર છે. સારા ભાવિનું નિર્માણ એના ઉપર થાય છે. વર્તમાન કર્મ-ઉદય આપણા હાથમાં નથી, કાબૂમાં નથી, કેમકે એ બંધાઈ ચુકેલાં પૂર્વકર્મને આધિન છે. પરંતુ ભાવિ કેવું સર્જવું, શુભ કે અશુભ એનો આધાર વર્તમાનમાં આપણે સમાધિ રાખીએ કે અસમાધિ, એના ઉપર છે, સમાધિ આપણા હાથમાં છે. વર્તમાનમાં અશાતા આવે, અપમાન આવે, ગરીબી આવે,એ કાંઈ આપણા કાબૂમાં નથી કે એને અટકાવી શકીએ જ એને રાખવી કે ગુમાવવી છે એ આપણા માનસિક પુરષાર્થ ઉપર અવલંબે છે. આપણે અસમાધિ શા સારુ કરીએ ? ભગવાન જિનેશ્વર દેવોએ તત્ત્વવ્યવસ્થા એવી સુંદર આપી છે. અનંત કાળનું એવું મજેનું ભાન કરાવ્યું છે, ચૌદ રાજલોકના ભાવો એવા યથાર્થ બતાવ્યા છે, કે એનો વિચાર રાખીએ તો સમાધિ જાળવવી સહેલી બને છે. ‘ભાવિ ભાવ પ્રબળ છે’ એમ વિચારીએ તોય સમાધિ બની રહે છે.

સમાધિમાં તો સુખ પણ અનન્ય છે. અસમાધિવાળાને તે સમાધિવાળા ગરીબને લાખો કરોડોથી જે સુખ નથી, તે સમાધિવાળા ગરીબને પણ છે. પુણિયા શ્રાવક પાસે ક્યું ધન હતું ? કંઈ શ્રીમંતાઈ હતી ? કશી નહિ, છતાં સમાધિ સુંદર હતી. તે રાજા શ્રેણિક કરતાં વધુ સુખી હતો, સ્વસ્થ હતો ! સમાધિ છે એટલે તો હવે-વિષાદની સતામણી નથી. જે કાંઈ બીજાની દૃષ્ટિએ ઓછું પણ મળ્યું છે તેય ઘણું લાગે છે. આપત્તિ આવતાં, કર્મના નિર્ધારિત ઉદય સમજી કોઇ વિષદ તૈયારી કરવાની નથી. તાત્પર્ય, સમાધિમાં મનમાં મન મસ્ત રહે છે, ત્યારે, અસમાધિમાં બેવડો માર છે, એક તો કર્મનાં દુઃખ ઉપરાંત શોક-ઉદ્વેગનું દુ:ખ વધી જાય છે. અને બીજું એની આકુલવ્યાકૂલતામાં તથા એનાથી ઝટ છૂટવાની લાલસામાં કઇ જૂઠ, અનીતિ, માયા, પ્રપંચ, રોષ, રોફ, વગેરે દુર્ગુણો-દુષ્કૃત્યો દાખલ થઇ જાય છે. એથી ભાવિ દુઃખ નક્કી થાય છે. આમ બેવડો માર પડે છે. હર્ષની અસમાધિમાં પણ મદમત્સર, અકડાઇ-અતડાઇ, સ્વાર્થાંધતા-સમારંભ, વગેરેની બાકી રહેતી નથી. વિચાર કરી જુઓ કે માનવ માનવ મટી દાનવ કેમ બને છે ? સદ્ગુણો કમાવાની તક વેડફી નાખી દુર્ગુણો કેમ અપનાવે છે ? એટલા જ માટે કે અસમાધિ એને વિડંબી રહી છે.

નવકારમંત્રથી અપૂર્વ સમાધિ મળે છે. સમાધિ જીવનનો સાર છે, પ્રત્યક્ષ લાભ છે, સદ્ગતિની દૂતી છે, વીતરાગતાની નિસરણી છે. માટે નવકાર સ્મરણ દ્વારા ને એ ખૂબ કમાઈ લેવી જોઈએ.

 

======================================================

🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢
⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢

ભાગ 16.

💢 નમસ્કાર મહામંત્ર શા માટે ગણવાનો ?💢

🔹 શ્રી નવકાર મંત્ર વિષે શું આ તમે જાણો છો કે – શ્રી નવકાર મંત્રનો એકએક અક્ષર એક એક તીર્થ સમાન છે. આથી અડસઠ મહાન તીર્થો શ્રી નવકારમાં સ્થિત છે.

🔹 શ્રી નવકાર મંત્રના એક એક અક્ષરમાં હજાર હજાર વિદ્યાઓ સમાયેલી છે અને આ રીતે અડસઠ હજાર અવકાશગામિની જેવી વિદ્યાઓ મંત્રાધિરાજમાં સમાયેલી છે.

🔹 નમસ્કાર મહામંત્ર જૈન ધર્મનો મૂળ મંત્ર છે.

🔹 નમસ્કાર મહામંત્ર ચૌદ પૂર્વ સમેત ૪૫ આગમનો સાર છે.

🔹 નમસ્કાર મહામંત્રથી જગતના સર્વશ્રેષ્ઠ દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ, વંદના, પૂજા અને આરાધના થાય છે..

🔹 નમસ્કાર મહામંત્ર ગણનારના પાપો નાશ પામે છે.

🔹 નમસ્કાર મહામંત્ર જો ૯ લાખ વાર ગણાય તો ચોક્કસ નરક-તિર્યંચ ગતિ ટાળે છે. અર્થાત્ નમસ્કાર ગણનારો નરકે જતો નથી. પશુ-પક્ષી-વનસ્પતિ આદિ હલકી ગતિમાં જતો નથી.

🔹 નમસ્કાર મહામંત્રના એક અક્ષરને જપવાથી ૭ સાગરોપમ, એક પદને જપવાથી ૫૦ સાગરોપમ અને સંપૂર્ણ ૬૮ અક્ષરમય મંત્ર ગણવાથી ૫૦૦ સાગરોપમ જેટલાં પાપો નાશ પામે છે.

🔹 નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક એક લાખ ગણવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે.

🔹 નમસ્કાર મહામંત્રથી આ લોક ઉજળો બને છે, પરલોક સારો બને છે. ગુણો પ્રગટે છે, દોષો નાશ પામે છે.

🔹 નમસ્કાર મહામંત્ર ગણનાર ખુદ નમસ્કાર મહામંત્રમાં સ્થાન પામે છે.

🔹 નમસ્કાર મહામંત્ર ગણનારની સેવામાં શાસન દેવો હાજરાહજુર રહી એની મનોકામના પૂર્ણ કરે છે.

🔹 નમસ્કાર મહામંત્રથી રોગ, શોક, દુઃખ, દૌર્ભાગ્ય, દુર્ગતિ, ભૂત, પ્રેત, રાક્ષસ, શત્રુ, જલ, અગ્નિ, મરણ આદિના ભયો નાશ પામે છે.

🔹 નમસ્કાર મહામંત્ર મૃત્યુંજય મંત્ર હોવાથી જન્મ- મરણના ફેરા ટાળે છે અને મોક્ષ આપે છે.

🔹 દુનિયામાં એવું કશું જ નથી જે નમસ્કાર મહામંત્રથી ન મળે.

🔹 નમસ્કાર મહામંત્ર વ્યક્તિપૂજાનો મંત્ર નથી, પણ ગુણપૂજાનો મંત્ર છે, તે આપણો ખુદનો સ્વરૂપ મંત્ર છે.

🔹 ભવસાગરમાં ડૂબતા એવા જીવોને, આ નવકારરૂપી નાવને છોડીને, બીજું કોઈ ત્રાણ એટલે રક્ષણ આપનાર નથી.

🔹 ભવ્ય જીવોના અનેક જન્માંતર સંચિત શારીરિક અને માનસિક રોગ-શોકાદિ દુઃખો અને તેના કારણભૂત કર્મો, જ્યાં સુધી નવકાર મંત્ર પ્રાપ્ત નથી થયો, ત્યાં સુધી કેવી રીતે નાશ પામે?

🔹 દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે તથા આ નમસ્કાર આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ છે.

🔹 ભાવથી ચિંતન કરાતો આ નમસ્કાર ચોર-શ્વાપદ- વિષધર-જલ-અગ્નિ-બંધન-રાક્ષસ-રણસંગ્રામ અને રાજા તરફથી થતા ભયોને નાશ કરે છે.(શ્રી મહાનિશીથ)

🔹 સર્વ મંત્રરત્નોની ઉત્પત્તિનું મૂળ સ્થાન, સર્વ ઈચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ- વિષધર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર, સકલ જગતનું વશીકરણ કરવા માટે અવ્યભિચારી, પ્રૌઢપ્રભાવસંપન્ન, ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચપરમેષ્ઠિ-નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વ કાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્ભુત છે, એ વાત સર્વે સિદ્ધાન્તવેદિઓ નિર્વિવાદપણે સ્વીકારે છે.

🔹 ઉર્ધ્વ લોક, અધોલોક અને તિર્યગ્ લોકમાં શ્રી જિન નવકાર પ્રધાન છે તથા સમસ્ત ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમ કારણ છે.

🔹 સર્પથી ચડેલા વિષને જેમ ગારુડમંત્ર નાશ કરે છે, તેમ નવકાર મહામન્ત્ર સમગ્ર પાપરૂપી વિષને નાશ કરે છે.

🔹 આ નવકાર એ મહારત્ન છે ? અથવા ચિન્તામણિ સમાન છે ? કે કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ, એ તો તેનાથી પણ અધિકતર છે. ચિન્તામણિરત્ન અને કલ્પતરુતો માત્ર એક જન્મમાં સુખના કારણ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપનારો છે.

🔹 જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વર દેવને વિધિપૂર્વક પૂજે, તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે એમાં સંદેહ નથી.

🔹 જે શ્રી જિન શાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વોનો સમ્યગ્ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કાંઇ પણ કરવા સમર્થ નથી.

🔹 જાગતાં, સૂતાં, છીંકતાં, બેસતાં, ઊઠતાં, ઊભા રહેતાં, ચાલતાં, સ્ખલના પામતાં, કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્ચે અનુસરવો જોઇએ-વારંવાર સ્મરણ કરવો જોઇએ.

🔹 નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન જાતિ, કુલ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે.

🔹 ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું, અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી.

🔹 વળી આ નવકારથી મનુષ્ય સંસારમાં કદિ પણ દાસ, પ્રેષ્ય, દુર્ભગ, નીચ કે વિકલેન્દ્રિય-અપૂર્ણ ઇંદ્રિયવાળો થતો નથી.

🔹 પરમેષ્ઠિ વિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરનારો છે તથા આ લોક અને પરલોકનાં દુઃખને દળનારો છે.

🔹 પરમ-પદ-પુરને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે.

🔹 ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવ નમસ્કાર દીપક સમાન છે.

🔹 ભાવ નમસ્કાર રહિત જીવે અનંતી વાર દ્રવ્ય લિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એક-મનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવ નમસ્કારને) મનને વિષે ધારણ કર.

🌸નવકાર મંત્ર ની ખાસિયત🌸

🔹 બાળકનો જન્મ થતા તરત નવકાર સંભળાવવામાં આવેતો બાળકનું માનવ જીવન પીડા રહિત બંને છે.

🔹 મૃત્યુ સમયે નવકાર સંભળાવવામાં આવેતો આત્માને સદગતિ ની પ્રાપ્તિ થાય છે.

🔹 તજૅની (પહેલી) આંગળી વડે નવકાર ગણવામાં આવેતો આતમા જલ્દી થી મોક્ષ સુખ નો સ્વામી બને છે.

🔹 મધ્યમ આંગળી વડે નવકાર ગણવાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

🔹 અનામિકા આંગળી થી નવકાર ગણવાથી ગૃહ શાંતી થાય છે.

🔹 કનિષ્ઠા (ટચલી) આંગળીથી નવકાર ગણવાથી શત્રુંઓ નમે છે- દુશ્મન થતાં નથી.

🔹 જિંદગીમાં નવકાર થી મોટું રક્ષક કોઇ નથી

🔹 જ્યારે જ્યારે સમય મળે આંગળી ના ટેરવા થી નવકાર ગણતા રહો

🔹 રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે ફરવું એ દુર્લભ નથી પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે.

🔹 આ નવકાર એ આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વારોને રોકવા માટે મોટી અર્ગલા છે.

💢 નવકાર મંત્ર ક્યારે ગણવા જરૂરી?💢

સવારે ઉઠતા ૮ વાર, અષ્ટ કર્મોને જીતવા માટે…

ભોજન કરતા વખતે ૧ વાર, અમૃત સમાન ભોજન પ્રાપ્ત કરઈ છીએ માટે…

બહાર નિકળતા વખતે ૩ વાર, સમૃદ્ધિ સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત માટે…

દેરાસરમાં ૧૨ વાર, અરિહંત પ્રભુના ગુણો યાદ કરવા માટે…

છીંક આવે ત્યારે નમો અરિહંતાણંનો ઉચ્ચારમા ૧ વાર અમંગલ દુર કરવા માટે…

સુતા વખતે ૭ વાર, સાત પ્રકારના ભય દૂર કરવા માટે…

 

🔴🟢🟡🔵 શ્રી નવકાર મંત્રનો મહિમા 🔵🟡🟢🔴

⭕ શ્રી નવકાર મંત્ર – સર્વ પાપ નાશક અને મંગલમય ⭕

📌 નવકાર મંત્રના આંચલિક મહિમા:
1️⃣ સર્વ પાપોને નાશ કરે અને શ્રેષ્ઠ મંગલ પ્રદાન કરે.
2️⃣ શત્રુને મિત્ર બનાવે, ઝેરને અમૃત બનાવે, દુઃખને સુખમાં ફેરવી શકે.
3️⃣ જે નવકારનું સ્મરણ કરે, તે દુઃખ-સંકટમાંથી મુક્ત થાય.
4️⃣ ઇન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ જેવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સાધન.
5️⃣ સૌભાગ્ય અને સદ્ગતિ માટે નિશ્ચિત મંત્ર.

📌 અલૌકિક પ્રભાવ:
6️⃣ મરણ સમયે ચૌદ પૂર્વધરો પણ નવકારનું સ્મરણ કરે.
7️⃣ સંપત્તિમાં વૃદ્ધિ અને દુઃખ-અપત્તિમાંથી મુક્તિ આપે.
8️⃣ જન્મજાત પાપોને નાશ કરી આત્માને પરમ શાંતિ પ્રદાન કરે.
9️⃣ સાપ્તાહિક, માસિક કે વાર્ષિક આરાધનાથી જીવનમાં અદભૂત બદલાવ આવે.
🔟 નવકાર મંત્ર – સર્વ શ્રેષ્ઠ તત્વ, પરમ પવિત્ર અને મોક્ષદાતા.

📌 આત્મિક શાંતિ અને મોક્ષપ્રાપ્તિ માટે:
🔹 ખાતાં, પીતાં, સૂતાં, જાગતાં નવકારનું સ્મરણ કરો.
🔹 દરરોજ ઉદ્ગોષણા અને ધ્યાન દ્વારા નવકાર મંત્રનો લાભ લો.
🔹 શ્રદ્ધા અને વિશ્વાસથી નવકાર મંત્રની આરાધના કરનારને શ્રેષ્ઠ ફળ મળે.

🙏 નવકાર મંત્ર – સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ, સર્વ દુઃખોનો નાશક અને પરમ શાંતિદાતા. 🙏

==============================================

ભાગ 2: નમસ્કાર નિષ્ઠ કેવો હોય?

✍️ પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. (નવકાર પ્રભાવ પુસ્તક) ✍️

📌 શ્રી નવકારનો પ્રભાવ અને શ્રદ્ધાનો મહિમા

શ્રી નવકાર મંત્ર માત્ર એક મંત્ર નથી, તે જીવનમાં નિર્દોષતા અને શાંતિવૃદ્ધિ લાવે છે.

શ્રદ્ધા સાથે શ્રવણ અને ધ્યાનથી જીવનમાં સમાધિ પ્રાપ્ત થાય છે.

સત્ય વિશ્વાસ રાખનાર વ્યક્તિ માટે તે પરમ પવિત્ર અને પાપનાશક છે.

📌 શ્રી નવકાર અને પૌદગલિક વસ્તુઓ

પૌદગલિક વસ્તુઓની માગણી કરવા મિથ્યાત્વ છે, પણ શ્રી નવકારથી તે ન મળે, એમ કહેવું પણ મિથ્યાત્વ છે.

પંચ પરમેષ્ઠિ મહાન ગુણો ધરાવે છે, જેમણે પ્રભૂતા મેળવી છે, તે આપણાં આરાધ્ય છે.

📌 સંસારની ક્ષણભંગુરતા અને વૈરાગ્ય

સંસાર ક્યારેય સ્થિર નથી, જે આજે રળિયામણું છે તે પણ નાશ પામશે.

કુદરતી દ્રશ્યો જોવાથી જે વૈરાગ્ય પામે, તે વ્યક્તિ વિરલ કહેવાય.

📌 શ્રી નવકાર અને આનંદમય જીવન

જે શાસ્ત્રો, પૂજા, જિનાલય, સંઘ, રથયાત્રા વગેરે જોવાથી ચિત્ત આનંદ પામે, તે ધર્મ છે.

શ્રી નવકાર મંત્રથી આ લોક અને પરલોકમાં લાભ મળે છે, અને તેને ઉપયોગપૂર્વક ગણવાથી સર્વ સુખો પ્રાપ્ત થાય છે.

નવકાર મંત્રની ભક્તિથી આત્મા શુદ્ધિ પામે અને કર્મ બળીને ભસ્મ થાય.

📌 મોક્ષમાર્ગના સાધક ત્રણ પ્રકારનાં મનુષ્યો
1️⃣ ઉત્તમ – જે પોતે મોક્ષ ઇચ્છે.
2️⃣ ઉત્તમોત્તમ – જે બીજાને પણ મોક્ષ પમાડે.
3️⃣ મધ્યમ – જે તપ અને ત્યાગમાં પ્રવૃત હોય.
4️⃣ અધમ – જે સંસારમાં જ સુખ શોધે અને અધર્મે ધન મેળવે.

📌 શ્રી નવકાર: કલ્પતરુ સમાન

કલ્પતરુ શારીરિક સુખ આપે, પણ શ્રી નવકાર મંત્ર આત્મિક આનંદ અને પરમ શાંતિ આપે.

શ્રદ્ધા હોવી આવશ્યક છે, નવકાર મંત્ર ગણવાથી પરિણામ શંકા વગર પ્રાપ્ત થાય.

📌 શ્રી નવકારનો જાપ અને આત્મસત્તા

જો જાપ શ્રદ્ધા અને એકાગ્રતાથી થશે, તો જ તે અસર આપશે.

મન એ અગ્નિસ्वरૂપ છે, જે શ્રદ્ધા દ્વારા દિવ્ય પ્રકાશ પામે છે.

શ્રી ગૌતમ સ્વામી જેવા મહાન મુનિઓએ પણ એક જ મંત્ર દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.

🙏 “શ્રી નવકાર મંત્ર: સર્વ પાપનાશક, સુખદાતા અને મોક્ષમાર્ગનો શ્રેષ્ઠ પથ.” 🙏

=================================================

💢 નવકાર મંત્રનો પ્રભાવ અચિંત્ય…અદ્ભૂત….! 💢
🔹 (૧) શ્રદ્ધા:

સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે.

શ્રદ્ધાનું મૂળ જ્ઞાન, જ્ઞાનનું મૂળ ભક્તિ અને ભક્તિનું મૂળ ભગવાન છે.

ગુરુ અને શાસ્ત્રવચનો પર પૂર્ણ શ્રદ્ધા જરૂરી.

શ્રદ્ધાવાળો જીવ જ અજર-અમરપદ પામે છે.

🔹 (૨) સમર્પિતતા:

અનાત્મપદાર્થોમાં આત્મબુદ્ધિનું વિસર્જન અને આત્મભાવમાં નિમજ્જન.

પરમાત્મા પાસે આત્મ સમર્પણ કરવું, શરણાગતિ સ્વીકારવી એ જ ધ્યેય.

સમર્પિતતા સાધકને પરમપદ સુધી લઈ જાય છે.

🔹 (૩) સ્નેહ:

સમસ્ત જીવરાશિ પર સ્નેહ અને કલ્યાણની ભાવના અનિવાર્ય.

પરમાત્મા સર્વ જીવોને આત્મસમ જોનારા છે.

સર્વ જીવો માટે સુખ-શાંતિ અને કલ્યાણની કામના રાખવી.

🔹 (૪) સાતત્ય:

એકાગ્રતા વગર સધિયારો મળતો નથી.

અવરોધો, પ્રતિકૂળતા વચ્ચે પણ ધ્યાન અને જાપ જાળવી રાખવો.

સતત પ્રેક્ટિસ જ સફળતા અપાવે છે.

🔹 (૫) સ્થિરતા:

મન ચંચલ છે, તે સ્થિર થવું જોઈએ.

ચિત્ત સ્થિર હોય તો જ પરમ કૃપા પ્રાપ્ત થાય.

મનની એકાગ્રતા સાધનાનું પ્રથમ પગથિયું છે.

🔹 નવકારની મહત્તા:
✅ શ્રી નવકાર મંત્રના પ્રભાવથી પાપદોષ દુર થાય.
✅ આત્મશુદ્ધિ અને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય.
✅ ઇહલોક અને પરલોકના સુખનો અધિકાર મળે.
✅ મોક્ષમાર્ગે આગળ વધવા માટે નવકાર મંત્ર શ્રેષ્ઠ સાધન.

આપણે જો આ પાંચ તત્ત્વોને જીવનમાં સ્થાન આપીએ, તો માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી દેવ અને દેવમાંથી દેવાધિદેવ પણ બની શકીએ! 🚩

============================================

💢 સંકલ્પ (પ્રાર્થના) થી સિદ્ધિ મળે 💢
🔹 (૧) સંકલ્પ કરવાની પદ્ધતિ:

સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા જ હાથ ભેગા કરી સંકલ્પ કરવો.

ચોવીસ તીર્થંકરોનું સ્મરણ કરીને “નમો જીનાણં” ત્રણવાર બોલવું.

સંકલ્પ કર્યા પછી બાર નવકાર ગણી પથારી છોડવી.

🔹 (૨) સંકલ્પ (પ્રાર્થના) નો મહિમા:

સાંસારીક અને આધ્યાત્મિક શ્રેય માટે સંકલ્પ મહત્વપૂર્ણ છે.

સંકલ્પશક્તિથી આંતરિક અને બાહ્ય વિકાસ શક્ય છે.

દરરોજ આરાધના શરૂ કરતા પહેલાં સંકલ્પ કરવાથી સંકલ્પમય આરાધના બની રહેશે.

સંકલ્પપૂર્વકની આરાધના દોષ અને કર્મોની નબળાઈ લાવે છે.

🔹 (૩) સંકલ્પમાં શા માટે બળ છે?

નિયમિત સંકલ્પ આત્મિક સુધારાનું શ્રેષ્ઠ સાધન છે.

કલ્પના, શ્રદ્ધા અને પ્રયત્નો દ્વારા સંકલ્પ તીવ્ર બને છે.

વિશ્વ માટે શાંતિ અને સુખ લાવવાનો સંકલ્પ આપણી ભાવનાને વધુ ઉંચા સ્તરે લઈ જાય છે.

🔹 (૪) સંકલ્પ (પ્રાર્થના)ના લાભો:

આત્મશુદ્ધિ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય.

સુંદર ભવિષ્ય માટે પાયો તૈયાર થાય.

વિશ્વની હિંસા અને દુઃખ નિવારણ માટે પ્રાર્થના બળ આપે.

અખંડ નિરંતર પ્રભુ સ્મરણ રહે.

🔹 (૫) શુભ સંકલ્પો કેવા રાખવા?

અવસერპિણીમાં તીર્થંકરો દ્વારા મુક્તિપ્રાપ્તિની પ્રેરણા.

આવતા ભવે દીક્ષા પ્રાપ્ત કરવા માટે સંકલ્પ.

વિશ્વમાંથી હિંસા, ગર્ભપાત, અને દુઃખ દૂર થાય એ માટે સંકલ્પ.

ધર્મ-સંસ્કૃતિના પુનઃ સ્થાપન માટે સંકલ્પ.

🔹 સંકલ્પ સાથે આરાધનાને મજબૂત બનાવીએ!
💠 દરરોજ પ્રભુ સ્મરણ અને સંકલ્પથી આત્વશુદ્ધિ અને સિદ્ધિ પામવી સરળ બને.
💠 સંકલ્પપૂર્વક કરવામાં આવેલી આરાધનાનું પરિણામ અનિવાર્ય છે.
💠 અવિચલ શ્રદ્ધા અને લાગણીઓથી કરવામાં આવેલ સંકલ્પ આપણું જીવન પરિવર્તિત કરી શકે! 🚩

===========================================

💢 શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા 💢
🔹 (૧) મહામંત્રનો મહત્વપૂર્ણ અર્થ:

નવકાર મંત્ર સંસારના સર્વ શ્રેષ્ઠ મંત્રમાં અગ્રણી છે.

તે ત્રણે લોકમાં અનુપમ છે અને સર્વ પાપોને નાશ કરે છે.

કર્મને વિલીન કરીને મોક્ષપ્રાપ્તિ સુધી લઈ જાય છે.

🔹 (૨) નવકાર મંત્રની શક્તિ:

નવકાર મંત્ર વિષ અને દુઃખ હરણ કરનાર છે.

કર્મોની નષ્ટિ કરે છે અને સિદ્ધિ તરફ દોરી જાય છે.

શિવસુખ (મોક્ષ) પ્રાપ્ત કરાવનાર અને કેવલજ્ઞાન પામવા સહાયક છે.

🔹 (૩) શ્રેષ્ઠત્વ અને શ્રેયશીલતા:

નવકાર મંત્ર જિનશાસનનો સાર છે.

સમ્યગ દૃષ્ટિને પામવા માટે ચૌદ પૂર્વોનું ઉદ્ધાર કરનાર છે.

શ્રેયમાં શ્રેષ્ઠ, પુણ્યમાં પરમ અને સર્વ ફળોમાં ઉત્તમ છે.

🔹 (૪) ઉપસર્ગ નાશક શક્તિ:

અગ્નિ અને જળ પણ નવકાર મંત્રની શક્તિથી થંભી જાય છે.

શત્રુઓ, ચોરો, રાજાના ઉપસર્ગો દૂર કરે છે.

ભય, કષ્ટ, અને દુઃખોની હરણશક્તિ ધરાવે છે.

🔹 (૫) પાપનાશક શક્તિ:

એક અક્ષર પણ સાત સાગરોપમ પાપ નાશ કરે છે.

એક પદ પચાસ સાગરોપમ પાપો નાશ કરે છે.

સંપૂર્ણ નવકાર પઠનથી પાંચસો સાગરોપમ પાપો નષ્ટ થાય છે.

🔹 (૬) તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ:

જે એક લાખ વાર નવકાર વિધિપૂર્વક ગણે છે, તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે.

અંત સમયે જેના પ્રાણો પંચ નમસ્કાર સાથે જાય છે, તે વૈમાનિક બનવાનો અવશ્ય ફળ છે.

🔹 (૭) મહામંત્રનો દૈનિક પ્રયોગ:

ભોજન, શયન, જાગ્રતિ, પ્રવેશ, ભય, અને કષ્ટ સમયે નવકારનો સ્મરણ કરવો જોઈએ.

સત્ય, તત્ત્વ અને શ્રેય માટે પરમ યોગીઓ નવકારમંત્રની આરાધના કરે છે.

🔹 (૮) મહામંત્ર સર્વ સંપત્તિ દેનાર:

નવકાર એ માતા, પિતા, નેતા, દેવ, તત્વ, મતિ અને ગતિ છે.

આ મંત્ર સાધનાને અનુસરીને યોગી ત્રણે લોકમાં પૂજાય છે.

સત્પુરુષો માટે તે અનંત સંપત્તિનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

🔹 શ્રી નમસ્કાર મહામંત્ર – મોક્ષમાર્ગનું દિવ્ય દ્વાર!
💠 આ મંત્રનો જાપ શ્રેષ્ઠ શુભફળ અને આત્મશુદ્ધિ અપાવે છે.
💠 પંચ પરમેષ્ઠિઓને સ્મરી અંતર્ગત ઉન્નતિ અને મોક્ષમાર્ગ સુલભ બને.
💠 મંત્રના પ્રભાવથી સંસારનાં બધાં બાધાઓ દૂર થાય છે. 🚩

=====================================

💢 શ્રી નમસ્કાર ભાવના 💢
🕉️ પંચ પરમેષ્ટિઓને નમસ્કાર કરવાનો મહાન પાવન અવસર મળવો, એ અનંત ભવોથી રખડતા જીવો માટે દુર્લભ અવસર છે.
🕉️ સંસારના ભવ-ભયથી મુક્તિ અપાવનાર, પરમ શરણદાતા અને કલ્યાણમય એવા શ્રી નવકારમંત્ર પ્રત્યે ઊંડો ભાવ રાખવો એ જ સર્વ શ્રેષ્ઠ સાધના છે.

🔶 નમસ્કાર અને ભાવોલ્લાસ 🔶
✨ આજે મારા પુણ્યોદયથી મને શ્રી નવકાર મંત્રનો મહાન ભાવ ઉદ્દભવ થયો છે.
✨ મારું હૃદય આનંદથી ભારાવ્યું છે, કેમ કે ભવસમુદ્રના પાર ઉતરવા માટે નવકાર મંત્રરૂપ નૌકાની પ્રાપ્તિ થઈ છે.
✨ આ મંત્ર માત્ર એક જ જન્મ માટે નથી, પણ અનંત ભવો માટે સુખદાયક છે.

🔶 નવકાર – મહારત્ન કે ચિંતામણિ? 🔶
💠 નવકાર ચિંતામણિ કે કલ્પવૃક્ષ કરતાં પણ શ્રેષ્ઠ છે.
💠 ચિંતામણિ એક જ જન્મના સુખ માટે છે, પણ નવકાર તો ભવોભવ સુખ અને મોક્ષ માટે છે.
💠 આ મંત્ર મંત્રસાધના દ્વારા સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) પ્રાપ્ત કરાવનાર છે.

🔶 નવકારની દુર્લભતા 🔶
🔥 ગિરિને મૂળથી ઉખેડવું સરળ છે, દેવલોકના સુખ પ્રાપ્ત કરવું પણ સરળ છે, પરંતુ નવકાર પ્રત્યે શરદ્ધાપૂર્વક ભાવના કરવી એ દુર્લભ છે.
🔥 મંદપુણ્યવાળા જીવો માટે નવકારની પ્રાપ્તિ સહજ નથી.
🔥 જેમ કામધેનુ અનંત સુખ આપે, તેમ ભાવનમસ્કાર સંસાર અને પરમલોકનું સુખ પ્રદાન કરે છે.

🔶 નવકાર – સંસાર તરણ માટે જહાજ 🔶
🚢 સંસારના ભવ-ભવાત્મક સમુદ્રને પાર કરવા માટે નવકાર જ એકમાત્ર ઉત્તમ સાધન છે.
🚢 નવકાર ઉપસર્ગો અને દુઃખોનો નાશ કરનાર છે.
🚢 તે ત્રણે લોક માટે અખંડ મંગલનું પાવન દ્વાર છે.

🔶 મહામંત્રની મહત્તા 🔶
🌟 ત્રણે લોકની લક્ષ્મી પ્રાપ્ત થાય, અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પણ જો મહામંત્રની પ્રાપ્તિ ન થાય, તો તે દુર્લભ જ છે.
🌟 નવકાર મંત્ર પરમ શરણરૂપ છે, તેથી તેની આરાધના પરમ ભાવથી કરવી જોઈએ.
🌟 મંત્રના એક-એક શબ્દમાં રહેલી શક્તિ અપરંપાર છે, અને વિધિપૂર્વક તેની સાધનામાં અનંત શક્તિ રહેલી છે.

🔶 શ્રી નવકારને સમર્પિત અંતર 🔶
🙏 આ મંત્ર અનંત આશિષોનો પથદર્શક છે.
🙏 હે આત્મન્! તું આ પરમશક્તિ રૂપ નવકારમંત્રનો આરાધક બની, તેના પરમ આશ્રયમાં સમર્પિત થા!
🙏 આહોભાવપૂર્વક શ્રી નવકારમંત્રને નમસ્કાર!

🚩 🔴🟢🟡🔵🔴 શ્રી નવકારમંત્ર શ્રીમંત બને! 🔴🟢🟡🔵🔴 🚩

==========================================

💢 શ્રી લઘુ નમસ્કાર ફલ સ્તોત્રના અર્થ 💢
🕉️ પંચ પરમેષ્ટિઓને નમસ્કાર કરવાથી સંસારના ભટકતા જીવોને પરમ શરણ પ્રદાન થાય છે.
🕉️ આ મંત્ર આજે કોઈ અનોખા પથ પર મુક્તિ અને સુખ પામવાની શક્તિ આપે છે.

🔶 નવકાર અને તેનું વૈશ્વિક મહત્વ 🔶
1️⃣ આ મંત્ર ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગલોકમાં પ્રધાન છે.
✨ જગતના દરેક ભૂમિતિમાં સુખ અને શિવસુખનો દાતા છે.

2️⃣ શ્રેષ્ઠ મંત્ર એવા નવકારને દરેક અવસર પર, ઊઠતી વખતે અને સૂતા સમયે પણ જપવું જોઈએ.
✨ તે દુઃખને નાશ કરે છે અને સુખને વધારવા માટે મંત્રની શ્રેષ્ઠ સાધના છે.

3️⃣ જન્મ અને મરણના સમયનો નમસ્કાર:

જન્મ સમયે નમસ્કારથી આભારભરી ઉદય પ્રાપ્ત થાય છે.

મરણ સમયે તે સુગતિ તરફ દોરી જાય છે.

🔶 આ નવકારનો શક્તિશાળી પ્રભાવ 🔶
4️⃣ આપત્તિઓમાં નમસ્કાર કરવાથી અનેક વિપત્તિઓ ટાળી શકાય છે.
✨ વૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્તિમાં નવકાર મહત્ત્વ ધરાવે છે.

5️⃣ આ મંત્રનો આશ્રય લીધા પછી, મનુષ્ય દેવલોકમાં આરોગ્ય અને સાધનો પ્રાપ્ત કરે છે.
✨ તે ભગવાનના સૌભાગ્ય અને વૈભવ પ્રાપ્ત કરાવનાર છે.

6️⃣ ગારુડ મંત્ર જે રીતે શ્વાસ દ્વારા પોપીઓના પકડીને નાશ કરે છે, તે રીતે આ નવકાર મંત્ર પણ દરેક પાપને દુર કરે છે.

🔶 મહાત્મ્ય અને પરમ યોગ માટે નવકાર 🔶
7️⃣ નવકાર એ ચિંતામણિ કે કલ્પવૃક્ષથી વધુ શક્તિશાળી છે.
✨ તે સુખ, પવિત્રતા અને પ્રકાશનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.

8️⃣ આ મંત્ર પરમ યોગીઓ અને તીર્થંકરોના આધ્યાત્મિક માર્ગનો મુખ્ય આશ્રય છે.
✨ તે સંતોષ અને મુક્તિ પામવા માટે શ્રેષ્ઠ સાધન છે.

9️⃣ જેઓ એક લાખ વખત નવકારને ઉપાસતા છે, તેઓ તીર્થંકર જેવો મૂલ્ય ધરાવતો ઉપકાર કરે છે.

🔶 આપત્તિ અને રક્ષણના કારણે પ્રભાવ 🔶
🔟 જ્યારે વ્યાધિ, આગ, પાણીષક અને દુઃખોનો સામનો થાય છે, ત્યારે આ મંત્ર સમગ્ર પાપને નાશ કરે છે.

1️⃣1️⃣ જેમ હાથ અને સિંહ, અગ્નિ અને પાણી એકઠા થાય છે, તેમ આ મંત્ર દરેક પ્રકારના ભયને દૂર કરે છે.

1️⃣2️⃣ વિશ્વના સર્વરૂપે, આ નવકારમંત્ર એ જીવન અને સંસારના તમામ દુઃખોને નાશ કરે છે.
✨ તે એક મંત્ર છે, જે ભવ્ય જીવો માટે શ્રેષ્ઠ સાધન છે.

🔶 મંત્ર માટે અધ્યાત્મિક ભવિષ્ય 🔶
1️⃣3️⃣ જો આ મંત્રને મન, વચન અને કાયાથી સંપૂર્ણ રીતે શ્રદ્ધાપૂર્વક આપતા હોય, તો તે મક્તિ તરફ દોરી જાય છે.

1️⃣4️⃣ આપણા જીવનનો વિસતૃત અમૃતમાર્ગ છે – નવકાર મંત્ર.
✨ હવે, સંસારમાં કોઈ ભય કે દુઃખને અનુભવો નહિ, કારણ કે આ મંત્ર તમારું રક્ષણ કરે છે.

🔶 નિર્વાણ અને દુર્ગતિ માટે મંત્રની શક્તિ 🔶
1️⃣5️⃣ નવકારના પ્રભાવથી મરણ સમયે કૃતાર્થ પુરુષ સ્વર્ગ ને મોક્ષ પામે છે.

1️⃣6️⃣ જ્યારે સંસારના ભયોથી મુક્ત થવાનો સમય આવે, ત્યારે આ મંત્રના સહારે આતિ પરમદર્શક સ્થિતિ પ્રાપ્ત થાય છે.

🔶 નમસ્કારથી સર્વ હિત – સમાપ્ત 🔶
🙏 આ મંત્ર કોઈ પણ મુસીબત, પાપ, દુઃખ અને દુરિયાત્તિક ભયને દૂર કરનાર છે.
🙏 મહામંત્ર શ્રી નવકાર જ આ બધાને પાર કરી, આધ્યાત્મિક અને ભવિષ્ય પરિપૂર્ણ કાર્ય પૂરો કરે છે.

🚩 🔴🟢🟡🔵🔴 શ્રી નવકારમંત્ર શ્રીમંત બને! 🔴🟢🟡🔵🔴 🚩

=================================================

 

💢 નમસ્કાર મહામંત્રનું સ્મરણ 💢
🔸 રાત્રિના અંતિમ ઘડીયાંઓમાં, જ્યારે નિદ્રા છોડીને મનવિશ્વના પાપોથી મુક્તિ મેળવવાનું હોય, ત્યારે શ્રી નમસ્કાર મંત્રને પવિત્ર ચિત્તથી, મન, વચન અને કાયાથી સતત યાદ કરવું જોઈએ.
🔸 જ્યારે શ્રદ્ધાવાન અને નિરંતર આ મંત્રને સ્મરતો રહે, ત્યારે તેને ભગવાનના ઔષધિ અને ગારુડ મંત્ર જેવી શક્તિપ્રદાતાઓથી કંઈક લક્ષ્ય નથી થતું.
🔸 શ્રી નમસ્કાર મંત્રના નવે પદો એ સર્વ સિદ્ધાંતોનો સાર છે, જે સદ್ಗતિની આગળની દિશા પ્રદાન કરે છે.

🔶 પંચ પરમેષ્ઠિ મંત્રના તેજનો પ્રભાવ 🔶
1️⃣ પંચ પરમેષ્ઠિ ના પદો, જેના દ્વારા શમાવટ, વિદ્વેષ અને અન્ય દૂર્લભ વસ્તુઓનું નાશ થાય છે, તે મંત્ર જ્યારે પુણ્યાત્મા દ્વારા સ્મરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિ સંસારથી પાર પડે છે.

2️⃣ સંકટ, આપત્તિ અને દુઃખો જેવી પરિસ્થિતિમાં શ્રી નમસ્કાર મંત્ર એ અદ્વિતીય શક્તિ ધરાવતો છે.
🔸 તે મનોવૃત્તિમાં ખુશી, ચિંતામાં શાંતિ અને દુઃખમાં આરામ આપે છે.

3️⃣ પંચ પરમેષ્ઠિ મંત્રના ફલથી, સાંગઠનિક સંસારમાં અનેક દુષ્ટ શક્તિઓ અને દુશ્મનોનાં ઉપદ્રવો દૂર થઈ જાય છે.
🔸 કોઈપણ ભય (સિંહ, સાપ, દાવાનળ) માંથી સુરક્ષા અને મફત આપી શકે છે.

🔶 મંત્રના આધ્યાત્મિક ગુણ 🔶
4️⃣ પંચ નમસ્કાર મંત્રના જાપથી વ્યક્તિએ ભય, સંસારના દુઃખો અને પાપોથી મુક્તિ પામવી શક્ય બની શકે છે.
🔸 જેમ કે, યુક્તિથી મધુર દૂધ પ્રાકૃતિક રીતે અમૃત સમાન બની શકે છે, તેમ નમસ્કાર મંત્રના પુણ્ય અને પ્રભાવથી સમગ્ર દુઃખ નાશ પામે છે.

5️⃣ વિશ્વના પિતાની જેમ, આ મંત્ર પોતાની શ્રદ્ધાવાન ભક્તોનું જ્ઞાન અને આત્મનિર્વાણ આપે છે, જેમ નમસ્કારનો જાપ એક અદ્વિતીય શક્તિસ્થાન બની જાય છે.

🔶 નમસ્કાર મંત્રની વિધિ અને પરિણામ 🔶
6️⃣ જેઓ સંતોષ, મુક્તિ અને સર્વ વિઘ્નોને દૂર કરવા માટે શ્રદ્ધા અને યોગ્ય પદ્ધતિથી આ મંત્રનો પાઠ કરે છે, તેઓ પોતાના જીવનમાં સુખ અને મંગલ પામે છે.
🔸 કોઈપણ સમયે, જેમ કે ભોજન, જાગૃત અને શયન સમય, એ સમયની જરૂરીયાત મુજબ મંત્ર સ્મરણ કરવું મહત્વપૂર્ણ છે.

7️⃣ પંચ-પરમેષ્ઠિ નમસ્કારનો એક લાખ વાર જાપ કરવાથી, તે જિની વિધિપૂર્વક પૂજ્ય બને છે અને સત્ય, આધ્યાત્મિક, પરમ અવસ્થા સુધી પહોંચી શકે છે.

8️⃣ આ મંત્રનો જાપ વ્યક્તિની અંદરના દુખ-દૂરણાર મન અને ચિંતાઓને નમ્ર કરે છે, તેમજ મનમાં એકાગ્રતા અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે.

🔶 નમસ્કાર મંત્રનો ઉચ્ચાર અને તેની શક્તિ 🔶
9️⃣ પંચ-પરમેષ્ઠિ નમસ્કારના દરેક અક્ષર પર, અષ્ટાદશ વિદ્યાઓ વસે છે.
🔸 તે આપત્તિ-દોષ અને પાપોને દૂર કરે છે, અને દરેક પ્રતિકૂળતા સામે વિશિષ્ટ દયાળુતા બતાવે છે.

🔟 આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે ભવિષ્યના શત્રુઓને નશટ કરે છે, દુશ્મનોને અંતે શાંત કરે છે અને ઈષ્ટોને પોતાના આગળ આકર્ષિત કરે છે.
🔸 આ મંત્ર જે પરમ પુરુષ દ્વારા સ્મરવામાં આવે છે, તે તે જીવનના તમામ દુઃખોને નાશ કરી, તેના અંતર્ગત મુક્તિ અને સન્માન પ્રાપ્ત કરે છે.

🔶 અંતિમ શુભકામનાઓ 🔶
🔴🟢🟡🔵🔴 શ્રી નમસ્કાર મંત્રના સ્મરણથી દરેક સંઘર્ષને પાર કરો, શાંતિ અને આરામ પ્રાપ્ત કરો, અને અંતે મુક્તિ અને કલ્યાણ તરફ આગળ વધો.

===========================================

એકાગ્રતાનો શ્રેષ્ઠ ઉપાય — નવકાર મંત્ર લેખન
1. શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા
ચૌદ પૂર્વનો સાર સ્વરૂપ છે.

મંત્ર-તંત્ર-ચમત્કારોથી ભરપુર છે.

ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રે ઉન્નતિ કરાવે છે.

આત્માના ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

2. અંતકાળે પણ નમસ્કાર મંત્રનું મહત્વ
ચૌદ પૂર્વના જ્ઞાતાઓએ પણ અંતમાં નવકારનું જ ધ્યાન કરવા કહ્યું છે.

3. નવકાર મંત્ર તરફ શ્રદ્ધા-ભક્તિ આવશ્યક છે
આ મંત્ર શ્રદ્ધા, ભક્તિ, આદર અને બહુમાન સાથે કરવો.

સમજ હોવાય કે ન હોય — તેની અસર તો થવાની જ.

4. નવકાર મંત્ર લખવાથી વિશિષ્ટ ફળ મળે
ભક્તિપૂર્વક લખનારને અચિંત્ય અને અકલ્પ્ય ફળ મળે છે.

જ્યાં એકાગ્રતા થતી ન હોય ત્યાં પણ નવકાર મંત્ર લખવું.

5. ભટકતા મન માટે સમજ
મન ભટકે એ સ્વાભાવિક છે.

જેમ ગુંડાની પકડમાંથી છુટવાનું પ્રયત્ન કરીએ ત્યારે તેઓ વધુ પકડ મજબૂત કરે છે, તેમ મન પણ વધારે ભટકે છે.

હિંમત અને ધીરજથી આગળ વધવું જોઈએ.
===================
નવકાર મંત્ર લખવાના લાભો
જીવન સુધારવા માટે નવકાર મંત્ર લખો

જીવન મંગલમય બને છે.

સુખ પ્રાપ્ત થાય છે.

દુઃખમાંથી મુક્તિ મળે છે.

શાંતિ, સમાધિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

હૃદયમાં શ્રદ્ધા વધે છે.

પવિત્રતા પ્રગટે છે.

ઊંચા અને વ્યાપક જીવનમૂલ્યો વિકસે છે.

સર્વોત્તમ કાર્યો કરવા માટે શક્તિ મળે છે.

જીવનના દરેક પળમાં આનંદ અનુભવાય છે.

સંબંધો સુધારવા માટે નવકાર મંત્ર લખો
=================
સગા ભાઈઓ વચ્ચે અબોલા દૂર થાય છે.

બાપ-બેટા વચ્ચે સારા સંબંધ બને છે.

સાસુ-વહૂના ઝગડા નિવરે છે.

દેરાણી-જેઠાણી વચ્ચે પ્રેમ વધે છે.

તકલીફો દૂર કરવા માટે નવકાર મંત્ર લખો
=====================
આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

શરીરના રોગો નિવરે છે.

માનસિક અને સામાજિક તકલીફો દૂર થાય છે.

વિઘ્નો દૂર થાય છે.

દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

નવકાર મંત્ર લેખનની શક્તિ
===================
જ્યાં નવકાર મંત્ર લખાય છે ત્યાં આપત્તિઓ ટકી શકતી નથી.

નવા ચેતનાનું સ્ફુરણ થાય છે.

નમસ્કાર મહામંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે.

પાપોનો નાશ કરે છે.

સંસારના બંધનોથી મુક્તિ આપે છે.

તમામ સુખોનું મૂળ છે.

મોક્ષ સુધી પહોંચાડે છે.

 

===========================================

નવકાર લેખનના નિયમો (બિંદુવાર)
1. નવકાર લેખન કરતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી વાતો
કાગળ, પેન, પેન્સિલ, નોટબુક વગેરે કોઈપણ વસ્તુ જમીન ઉપર ન મુકવી.

નવકાર લખેલી નોટ ભૂલથી પણ જમીન ઉપર ન મૂકવી.

લખતી વખતે ચિત્ત એકાગ્ર રહે છે અને ચંચળતા ઓછી થાય છે.

સારા અક્ષર અને શુદ્ધ જોડણી સાથે લખવાનો પ્રયાસ કરવો.

રંગીન શાહીનો પણ ઉપયોગ કરી શકાય.

લખેલી નોટબુકને ઘરમાં સારા સ્થાને રાખવી અને ધૂપ પણ કરી શકાય.

પાણીમાં પધરાવવાની જરૂર નથી.

લખેલા ગ્રંથનો સંગ્રહ કરવો અને બીજાઓને પણ પ્રેરણા આપવી.

2. નવકાર લેખન કરતી વખતે પગલાં
લખતાં પહેલાં જોડણી શુદ્ધ છે કે નહિ તેની ખાતરી કરવી.

ટેબલ અથવા ખોળામાં પેડ પર લખી શકાય.

હાથમાં પસીનો ન આવે તે માટે હાથ નીચે કાચા પૂંઠો કે શુદ્ધ કાપડ રાખવું.

3. નવકાર લેખન કરનારના નિયમો
(૧) સાત મહાવ્યસનોનો ત્યાગ કરવો:
શિકાર

જુગાર

ચોરી

દારૂ

માંસ

પરસ્ત્રીગમન

વેશ્યાગમન

(૨) બહેનો માટે એમ.સી.ના નિયમોનું પાલન જરૂરી.
(૩) ભોજન સંબંધિત નિયમો:
કંદમૂળ અને અનંતકાય જેવી પદાર્થોનો ત્યાગ.

રાત્રિ ભોજન અને ભેળસેળવાળી હોટલની વસ્તુઓ ન ખાવા.

ઘરમાં બનેલી તાજી અને સાત્વિક વસ્તુઓનું સેવન.

(૪) જિનપૂજા અવશ્ય કરવી.
(૫) ત્રણ આચારનું પાલન:
હાથ ચોખ્ખા

હૈયું ચોખ્ખું

આંખ ચોખ્ખી

(૬) હૈયું સાદું અને નિખાલસ હોવું.
(૭) સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવો:
કોઈ પ્રત્યે દ્વેષ, ઇર્ષા કે દુશ્મનાવટ ન રાખવી.

દુશ્મન હોય તેને પણ અંતરથી ખમાવવો.

(૮) સંસારની લલચામણી વસ્તુઓ પ્રત્યે રાગ ઓછો કરવો.
(૯) પંચપરમેષ્ઠિ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવી.
(૧૦) નવકાર લેખન કરતી વખતે અહંકાર ન રાખવો:
ભગવાન લખાવે છે એવો ભાવ રાખવો.

=============================================

 

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi