|| કલ્પસૂત્ર ||
કલ્પસુત્ર એટલે શું ?
કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.
કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.
પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.
કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.
કલ્પ સૂત્ર (સંસ્કૃત: कल्पसूत्र) એ એક જૈન ગ્રંથ છે જે જૈન તીર્થંકરોની, ખાસ કરીને પાર્શ્વનાથ અને મહાવીર જીવનચરિત્ર ધરાવે છે. [૧] પરંપરાગત માન્યતા અનુસાર તેની રચના ભદ્રબાહુએ કરી હોવાનું માનવામાં આવે છે, તે પરથી તેની રચના ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. [૨] મહાવીરના નિર્વાણ કે મોક્ષ ગમન પછી પછી લગભગ ૯૮૦ અથવા ૯૯૩ વર્ષ પછી લખવામાં આવી હતી.
ઇતિહાસ
જૈન ધર્મના શ્વેતાંબર ફિરકા પાસે ઉપલબ્ધ છ સાહિત્ય ભંડોળના છેદ સૂત્રો પૈકીનું આ એક સૂત્ર છે. આ સૂત્રમાં વિગતવાર જીવન ચરિત્રો આપેલા છે અને ૧૫ સદીની મધ્યથી તેમાં લઘુ ચિત્રો પણ મુકવામાં આવ્યા છે. તેની ઉપલબ્ધ સૌથી જુની પ્રત ૧૪મી સદીમાં પશ્ચિમી ભારતમાં કાગળ પર લખાયલી પ્રત છે.
કલ્પસૂત્ર ભદ્રબાહુ દ્વારા લખાયલી માનવામાં આવે છે, પરંપરાગત રીતે તે મહાવીરના નિર્વાણ (મૃત્યુ) પછીના ૧૫૦ વર્ષ બાદ રચાયેલી હોવાનું કહેવાય છે. [૨] તે મોટે ભાગે મહાવીરના મિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષો બાદ ધ્રુવસેનાના શાસન દરમિયાન લખાયેલી હોવાની સંભાવના છે. [૩]
મહત્વ
જૈનોના આઠ દિવસીય પર્યુષણ પર્વ દરમ્યાન મહોત્સવમાં જૈન સાધુઓ લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન અને વર્ણન કરે છે. આ ધર્મગ્રંથો ફક્ત સાધુઓ જ વાંચી શકે છે, આ પુસ્તક ખૂબ ઊંચા આધ્યાત્મિક મૂલ્યો ધરાવે છે.
કલ્પ સૂત્ર શું છે અને શા માટે જૈનો તે વાચે છે ?
કલ્પ સૂત્ર સૌથી પવિત્ર લખાણ ગણવામાં આવે છે. જૈનો શ્રદ્ધાળુઑ આ પુસ્તક ની પૂજા કરે છે, તેનુ કારણકે ખૂબ જ સરળ છે, આ પુસ્તકમા ભગવાન મહાવીર ના જીવનચરિત્ર, તથા પ્રબોધકો (તીર્થંકર) ના જીવન સમાવેશ થાય છે. આ પુસ્તકમા ઈ.સ ૫૨૭. પૂર્વે (527 BCE) આશરે અને ઇ.સ.૫૦૦ (500 AD) સુધી બધાજ સાધુઓ ની યાદી નો સમાવેશ થાય છે. આ પુસ્તકમા જૈન સાધુઓ માટે આચાર સંહિતા પણ લખેલ છે. કલ્પ સૂત્ર મૂળ લખાણ ભદ્રબાહુ સ્વામી દ્વારા લખવામાં આવ્યું હતું., જે વર્ષ ૩૫૭ ઈ.સ.(357 BCE) પૂર્વે મૃત્યુ પામ્યા હતા.
આજકાલ કલ્પ સુત્ર પાર્યૂશણ ના પવિત્ર તહેવાર દરમિયાન જૈન સાધુઓ દ્વારા વાંચવામાં આવે છે. આ પરંપરા, જ્યારે વડનગર ના રાજાના એક પુત્ર નાની વયે મૃત્યુ પામ્યા ત્યારે આચાર્ય ધનેશ્વર સૂરિ મહારાજે સાહેબઍ રાજાને કલ્પ સુત્ર વાચિ સંબડાવીઉ ત્યારથી ગુજરાતમાં આ પરંપરા શરૂ થઈ હતી.
પાર્યૂશણ ના તહેવારના પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન ઉજવણી કરે છે. આ દિવસે માતા તરિશલાના ૧૪ સપના પ્રદર્શિત કરવા મા આવે છે. કલ્પ સુત્ર શબ્દ ના વિવિધ અર્થો થાય છે, ઍમાથી ઍક અર્થ “જે બધી ઇચ્છા પરિપૂર્ણ કરે”. ઘણા લોકો માનવુ છે કે આ માંગલિક અને પવિત્ર પુસ્તક વચવા થી મનની બધી ઇચ્છા પૂર્ણ થાય છે.
જૈન શાસન જયવન્તુ વર્તો !!
કલ્પતરુ સમાન કલ્પસૂત્રની દસ વિશેષતાઓ કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૃરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે કોઈપણ ધર્મ એની આગવી પરંપરા ધરાવતો હોય છે. જૈન ધર્મનાં સાધુ-સાધ્વીઓના આચારપાલન અને એથી ય વિશેષ તીર્થંકરોનું ચરિત્રએ એનો પાયો છે. ધર્મની સમગ્ર ઇમારતીના પાયાની પહેચાન એટલે કલ્પસૂત્ર ગ્રંથ. એ મૂળભૂત તત્ત્વો અને મર્મોની ઓળખ પ્રાપ્ત થાય પછી જ ધર્મપ્રવેશ શક્ય બને. આથી કલ્પસૂત્ર ગ્રંથ જેમ અધ્યાત્મનાં ઉચ્ચ શિખરોની ઝાંખી કરાવે છે, એ જ રીતે એમાં જ્ઞાાન અને ઉપદેશનો સાગર લહેરાય છે. કલ્પસૂત્ર એ આચાર ગ્રંથ હોવાથી એમાં સાધુઓ અને શ્રાવકોને માટે જાગૃતિપૂર્ણ આચારનું આલેખન, ગહન ઉપદેશ અને ઊંડી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંથી થોડી વિગતો પર દ્રષ્ટિપાત કરીએ.
|| કલ્પસૂત્ર ||
જૈનોનું મહાપર્વ પર્યુષણ કે જે તપ અને વ્રત પછી પ્રભુ મહાવીરના જન્મ બાદ સર્વત્ર આનંદ અને આનંદ લ્હેરાય છે. પર્યુષણના દિવસો દરમિયાન આવતો શુભ દિવસ ‘મહાવીર જન્મ’ આવતી કાલથી છેક સોમવાર, એમ પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે. આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે. પ્રાચીન કાલમાં આ સૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રે સાઘુપર્ષદામાં સર્વ સાઘુઓ કાયોત્સર્ગમાં રહીને શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે આનંદપુરનો (વડનગર) રાજા ઘુ્રવસેનના પુત્રનો શોક દૂર કરવાના હેતુથી આ ‘કલ્પસૂત્ર’ જાહેરમાં વંચાયું. તે દિવસથી આજદિન સુધી કલ્પસૂત્ર દહેરાસરોના મુખ્ય હોલમાં જાહેર સભામાં વંચાય છે. જૈન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ‘કલ્પસૂત્ર’નું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માત્ર રાત્રે જ શ્રવણ-વાંચન થતું હતું. નિશીથ ચૂર્ણી આદિમાં કહેલી વાત-‘વિધિપૂર્વક સાઘ્વીજી દિવસે શ્રવણના અધિકારી છે, પણ વાંચનનો અધિકાર તેમને નથી.’ પરંતુ વડનગરમાં જાહેર વાંચનથી આમ જનતાને તેનો લાભ લેવાનો મોકો મળ્યો. ‘કલ્પ’ શબ્દની વ્યાખ્યા આપતા ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે, ‘દાન, શીલ અને તપશ્ચર્યાની વૃદ્ધિ કરીને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ’ દશાશ્રુતસ્કંધનું આ ૮મુ અઘ્યયન છે. જેનો અર્થ છે પઠન-પાઠનથી અંતરમાં ઉતારવું તે વાંચન, દોહન અને ચિંતન. એટલે જ કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’નું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને આચરણ કરે એ ભવસાગર તરી જાય છે. અત્રે છબીમાં દર્શાવવામાં આવેલું કલ્પસૂત્ર વિક્રમ સં. ૧૫૨૫ આસો સુદ ૧૦ના રોજ સુવર્ણ અને ચાંદીના પ્રવાહીથી પ્રાકૃત ભાષામાં જૈન દેવનાગરીમાં લખવામાં આવ્યું હતું.
|| શોકમાંથી સમાધિ સર્જે તે કલ્પસૂત્ર ||
શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું કથન છે.
એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.
પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.
શ્રીકલ્પસૂત્ર આ રીતે ખુદ મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગ્રથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક મહર્ષિઓએ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.
પર્યુષણા મહાપર્વના દિવસોમાં ભાદરવા સુદ ચોથનો દિવસ સૌથી મુખ્ય ગણાય છે. એ દિવસ પાંચમો દિવસ આવે એ રીતે એની પૂર્વના પાંચમા દિવસથી એટલે જ પર્યુષણા મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રો બતાવેલી છે.
શ્રી કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપ તીથઁકરો, ગણધરો, સ્થવિર મહર્ષિઓના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનાર સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે.
આજના દિવસે, પૂર્વ રાત્રિએ વિવિધ પ્રકારની ભક્તિ અને રાત્રિ-જાગરણ દ્વારા જગવવામાં આવેલ શ્રી કલ્પસૂત્રની પવિત્ર પોથીને હાથીની અંબાડી વગેરે સુયોગ્ય સાધનને પધરાવીને વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાય છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન થાય છે.
સેના-રૂપાનાં પુષ્પો તેમજ સાચા રત્નો ચડાવાય છે. ગ્રંથવાચનાર ગુરુ ભગવંતોનું શાસ્ત્રવિધિથી પૂજન કરાય છે અને ઉલ્લાસભેર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાય છે. ત્યારબાદ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરાય છે.
આજના પ્રવચનમાં જૈન સાધુ-સાધ્વીએ પાળવાના ૧૦ વિશિષ્ટ આચારોનું વર્ણન કર્યા બાદ શ્રી કલ્પસૂત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. ત્યારબાદ શ્રી કલ્પસૂત્રના વાચનના અધિકારી યોગવહન કરેલા અને ગુવૉજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો છે. સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માત્ર શ્રવણના અધિકારી છે એવી એની વાચન-શ્રવણ મર્યાદા અંગેની શાસ્ત્રાજ્ઞા સમજાવાય છે.
ત્યારબાદ નાગકેતુની ઓમ તપના પ્રભાવને વર્ણવતી કથા કહી પરમાત્મા શ્રી મહાવીરદેવના ચ્યવન કલ્યાણકની વિગતો કહેવાય છે. એમાં ઇન્દ્રે કરેલી સ્તવના, મેઘકુમાર મુનિના પૂર્વભવ અને સાધુતામાં સ્થિરતાની વાતો રજુ થાય છે. બપોરના વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીના સમ્યકત્વ પ્રાપ્તિ બાદના ૨૭ જન્મોની વાતો બાદ અંતિમ જન્મમાં એમની માતાને આવેલા ૧૪ સ્વપ્ન પૈકી ચાર સ્વપ્નાઓનું વર્ણન કરવામાં આવે છે.