આગમ વાંચન કરીએ…
પ્રભુ મહાવીરની પ્રથમ ધમૅ દેશના જૈન આગમ આચારાંગ સૂત્રનું મહાત્મય…
જાણો આગમ આચારાંગ,
નીખરશે આત્માનો રંગ..🙏
આચારાંગ સૂત્ર જૈન ધમૅનો પ્રાણ કહેવાય છે….
📚📚📚📚🙏📚📚📚📚
आचारो प्रथमो धर्म : ।જૈન ધમૅ આચાર પ્રધાન છે.સાધનાના ક્ષેત્રમાં બોલેમિ ભંતે નહીં પરંતુ કરેમિ ભંતેની મહત્તા છે.
📕જેવી રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પરમાત્માની અંતિમ ધમૅ દેશના છે,તેમ આચારાંગ સૂત્ર પ્રભુની પ્રથમ ધમૅદેશના છે.
શ્રી આચારાંગ સૂત્રને દ્રાદશાંગીમાં પ્રથમ સ્થાન આપ્યું છે.શ્વેતાંબર તથા દિગંબર પરંપરામા પણ આ આગમને સૌથી પ્રથમ સ્થાન આપ્યું છે.
આચારાંગ સૂત્ર એ જૈન ધમૅનો પ્રાણ કહેવાય છે. સમગ્ર શાસ્ત્રમાં આચાર અને અહિંસાનો જ ઉપદેશ આપેલો છે.હિંસા ન કરવી તેટલું જ કહી આગમકારો અટક્યા નથી પરંતુ જયાં હિંસા થતી હોય ત્યાં અનુમોદન પણ નહીં આવું સમજાવી અહિંસા રૂપી ધ્વજ ફરકાવ્યો છે.
પ્રસ્તુત આગમ ગદ્ય – પદ્યમાં છે,કથા કે વાતૉ નહીં પરંતુ અણમોલ આગમ વાક્યો દ્રારા બોધ આપેલો છે.કુલ 25 અધ્યયન છે.પ્રથમ શ્રુત સ્કંધમાં 9 અને બીજામાં 16 અધ્યયન છે.મહાવીર જેવા મહા પુરુષે પોતાના જીવનમાં કઠોર સાધના – આરાધના કરી કર્મો ખપાવવા અજબ – ગજબનો પ્રચંડ પુરુષાથૅ કર્યો તેનું અજોડ વણૅન છે.
આચારાંગ સૂત્રનો શુભાંરભ જ એક અદ્દભુત વાક્ય દ્રારા કરવામાં આવે છે. के अहं आसी ? અથૉત્ હું કોણ હતો ? કયાંથી આવ્યો છું ? પરલોકમાં કયાં જઈશ ? આચારાંગ સૂત્ર જૈન તત્વ જ્ઞાનનો પાયો છે. માત્ર જૈન સમાજ જ નહીં પરંતુ માનવ માત્રને સ્પૅશી જાય તેવા અદભૂત અને અલૌકિક આગમ વાક્યોની હારમાળા એકદમ સરળ શૈલીમાં આગમકાર ભગવંતોએ અપૅણ કરી અનંતો ઉપકાર કર્યો છે.🙏
શાસ્ત્રોનો સાર આચાર છે.પ્રસ્તુત સૂત્રમાં આચાર ધમૅની મહત્તા પ્રગટ કરેલી છે. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરાવતું આ અણમોલ આગમ છે. દશ વૈકાલિક સૂત્ર એ સાધકો માટે બાળપોથી કહેવાય છે,જ્ઞાતા ધમૅકથા એ જ્ઞાન પોથી કહેવાય છે તેમ આચારાંગ સૂત્ર એ સાધકો માટે આચાર અને જીવનપોથી કહેવાય છે. દશ વૈકાલિક સૂત્રની રચના પૂર્વે 😷નૂતન દિક્ષીત આત્માઓને આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયન દ્રારા ઉપસ્થાપન કરાવી વડી દીક્ષા આપવામાં આવતી હતી.આચારાંગ સૂત્રનું જૈન ધમૅમાં ગરીમા એવમ્ ગૌરવપૂણૅ સ્થાન રહેલું છે.
જૈનાગમ આચારાંગ સૂત્રના અમૃત વાક્યો…📜🙏
@ માનવ આઠ કારણે હિંસા કરે છે.પ્રશંસા,સન્માનની પ્રાપ્તિ માટે, પૂજા માટે, દુઃખ – રોગના પ્રતિકાર માટે, ઉપદ્રવને દૂર કરવા માટે તો કયારેક ધમૅને માટે પણ હિંસા કરે છે.
@ હિંસાના કારણો જાણી અને ત્યાગી દે છે તે મુનિ છે.(અ1/ઉદે.1)
@अटे लोए परिजुणे । સંસારના જીવો પીડિત અને દુ:ખી છે.(અ.1ઉ.2)
@જેઓ છળ કપટના ત્યાગી અને સરળતા સભર જેઓનું જીવન છે તે મુનિ કહેવાય છે.(અ.1/3)
@जाए सद्धाए णिखंतो ।જે શ્રદ્ધાથી વૈરાગ્ય અવસ્થામાં – સંયમ માગૅમાં ડગ ભરે છે તે જ શ્રદ્ધા – નિષ્ઠા પૂવૅક યાવત્ જીવન જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ.(1/3)
@જૈન દશૅનમાં જળમાં જીવ છે તેમ નહીં પરંતુ જળ જ જીવ છે તેમ કહેલ છે.અપકાયની હિંસા માત્ર હિંસા જ નહીં પરંતુ અદત્તાદાનની ચોરી પણ છે.(1/3)
@વિષયોની આસકિત જ સંસાર છે.(1/5)
હિંસા કરતાં જ્ઞાનીને શરમ આવવી જોઈએ(1/5)
@પ્રત્યેક પ્રાણી સુખને જ ઈચ્છે છે,દુઃખ કોઈને ગમતું નથી.(1/6)
@જૈન સાધુ જીવ હિંસા કરી કદી જીવવાની ઈચ્છા રાખતા નથી.(1/7)
@ મારી માતા,મારા પિતા,મારો ભાઈ,મારી બહેન, મારી પત્ની,મારો પુત્ર અને મારો પરીવાર ઉપરાંત ધન ,સંપત્તિ આદિમાં મારૂ – મારૂ કરી જીવાત્મા કમૅ બંધન કરે છે.(2/1)
@માનવ જીવન એ સાધના – આરાધના કરવાનો શ્રેષ્ઠ ભવ છે.(2/1)
@ પ્રત્યેક જીવના સુખ અને દુઃખ પોત પોતાના કર્મોને આધીન છે.(2/1)
@खणं जाणाहि पंडिए । ક્ષણને પારખે તેને પંડિત કહેવાય.(2/1)
@भूएहिं जाणं पडिलेह सायं । દરેકને પોતાનુ આયુષ્ય એટલેકે જીવન પ્રિય છે.(2/1)……..
जेण सिया तेण णो सिया । અથૉત્ જે ભોગ સામગ્રીથી સુખ લાગે છે તેનાથી કયારેક સુખ ન પણ મળે,સુખનુ સાધન દુ:ખદાયક પણ થઈ શકે છે.(અ.2ઉદ્દેશક4).
@जीवियं दुप्पडिबूहगं । સંસાર ચલાવવો એટલે કે ગૃહસ્થ જીવનનો નિવૉહ કરવો અતિ કઠિન છે.(અ.2/5).
@जहा अंतो तहा बाहिं… કરણી અને કથની એક હોવી જોઈએ. ભીતરમા જે ભાવો ભરેલા છે,તે વચનથી વ્યકત થવા જોઈએ. સાધક માટે સવૉંગ શુધ્ધિ હોવી અનિવાર્ય છે.(2/5).
@ જીવાત્માએ નિત્ય સ્મરણમાં રાખવાનું કે એક’દિ મારે પણ મરવાનુ છે… આવું ચિંતન કરવાથી કર્મો ઓછા બંધાશે.(2/6).
@આત્મ રમણ કરનાર વ્યક્તિ કયારેય પરદોષ દ્રષ્ટિ રાખતા નથી(2/6).
@जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ । અથૉત્ આત્મદર્શી સાધક જેવી રીતે પુણ્યશાળીને ધર્મોપદેશ આપે છે તેવી જ રીતે સામાન્ય માણસને પણ ધર્મોપદેશ આપે છે.(2/6).
@ પ્રજ્ઞાવાન સાધક શાસ્ત્રોમાં નિષેધ છે તેનું કયારેય આચરણ કરતાં નથી.(2/6).
@સંયમી આત્મા સદા જાગૃત રહે છે,જયારે અજ્ઞાની જીવો સૂતા રહે છે.( અ.3ઉદે્શક1).
@अलं बालस्स संगेणं । અજ્ઞાની જીવોના સંસગૅથી સદા દૂર રહેવું.(3/2)
@बहुं च खलु पावं कम्मं पगडं । દુ:ખ આવે ત્યારે જીવાત્માએ ચિંતન કરવાનું કે મારા આત્માએ પણ ઘણા પાપ કર્મો કરેલા છે,માટે મને દુ:ખ આવ્યું છે.(3/2)
@સુખમા આસક્ત ન બનવું. વિચારવું કે સાગરોપમ અને પલ્યોપમના આયુષ્ય ધરાવતા સુખોના સ્વામી દેવો નું આયુષ્ય પણ એક’દિ પુરૂ થવાવાળુ છે.(3/2)
@तुममेव तुमं मित्तं,कि बहिया मित्तमिचछसि ? હે આત્મન ! તું જ તારો મિત્ર છે,તો પછી બહાર બીજા દોસ્તોને કેમ શોધે છે ?(3/3)
@जे एगं जाणइ से सव्वं जाणइ । જે એક આત્માને જાણી લે છે તે જગતના સવૅ પદાર્થોને જાણી લે છે.(3/3)
@जे एगं णामे से बहुं णामे…જે સ્વયંના આત્માને નમાવી દે છે તે ક્રોધાદિ કષાય સહિત સવૅને નમાવી શકે છે.(3/4)
@ જ્ઞાનીઓને કદી કોઈ ઉપાધિ હોય જ નહીં.(3/4).
@ કેવળી પ્રરૂપિત અહિંસામય ધમૅ શુદ્ધ, નિત્ય અને શાશ્ર્વત છે.( અ.4 ઉદેશક 1).
@ સાધુ કદી લોકેષણામાં તણાય નહીં કે લોકરુચિમાં ખેંચાય પણ નહીં. સાધક બહાર દેખાતા વિશ્વને એક વિચિત્ર નાટકશાળા સમજે.(4/1)
@ जे आसवा ते परिसवा…જે આશ્રવનું સ્થાન છે તે કયારેક કમૅ નિજૅરાનું સ્થાન બની જાય છે તો કયારેક નિજૅરાનો અવસર કમૅ બંધનમા બદલાઈ જાય છે.(4/2).દા.ત.નાગેશ્રીને સુપાત્ર દાનનો અવસર આવ્યો પરંતુ તપસ્વી 😷સાધુને કડવી તુંબી (દુધી)નું શાક ઊકરડો સમજીને પાત્રામાં ઠલવી અને ભયંકર કમૅ બાંધી લીધા.
@ કોઈની વતૅમાન પરિસ્થિતિ જોઈને ઘૃણા કરવી નહીં.(4/2)આજનો પાપી આત્મા આવતી કાલે પરમાત્મા પણ બની શકે છે,એટલું જ પ્રભુ પહેલા પરમ પદને પામી જાય છે.દા.ત.અર્જૂન માળી.📚જૈન દશૅન અનેકાંત દ્રષ્ટિથી ચિંતન કરવાનો બોધ આપે છે.
@ જગતના જીવોને જયારે દુઃખ આવે છે ત્યારે કર્મોનો સ્વીકાર કરવાને બદલે દુઃખને દૂર કરવા ચોતરફ દોડાદોડ કરે છે.(4/3)
@ જગતમાં રહેલા મનુષ્યોના અભિપ્રાયો ભિન્ન – ભિન્ન હોઈ શકે છે.( અ.5 ઉદેશક 2 )
@ अयं खणे त्ति अण्णेसी… માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. (5/2)
@ પરિગ્રહ મહા ભય તથા કમૅ બંધનું કારણ છે.(5/2)
@ अगगारे दीहरायं तितिखए…સિદ્ધ ન થાય ત્યાં સુધી સાધકે સહન જ કરવાનું હોય.( 5/2)
@ इमेण चेव जुझाहि…પરમાત્મા કહે છે સ્વયંના જ આત્મા સાથે યુધ્ધ કરી કર્મો શત્રુ ઉપર વિજય મેળવવા સદા પ્રયત્નશીલ રહેવું અન્યની સાથે યુધ્ધ કરવાથી શું લાભ ?(5/2)
@ तमेव सच्चं णीसंकं जं जिणहिं पवेइयं । હે પરમાત્મન્ ! આપે જે ઉપદેશ આપેલો છે તે સત્ય અને નિ:શંક છે.(5/5)
@ સાધક હોય તે સરળ હોય છે.(5/5)
@ वीरे आगमेणं सया परकमेज्जासि । મોક્ષાર્થી સાધક પ્રત્યેક પ્રવૃત્તિ પ્રભુની આજ્ઞા એવમ્ આગમ અનુસાર જ કરે.(5/6)
@ आणाए मामगं धम्मं….જિનેશ્ર્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધમૅ છે તેવું સદા ચિંતન કરવું.( અ.6 ઉદેશક 2 )
@ પૂ.સાધુ – સાધ્વીજીઓ સવૅ સત્વોનું હિત વિચારી દયા,અનુકંપા સાથે સવૅને સન્માર્ગે લાવવાના ભાવ સાથે ઉપદેશ આપતા હોય છે.(6/5)
@ જીવાત્માને જયારે પોતાનું શરીર આવશ્યક ક્રિયાઓ કરવા માટે અસમથૅ થઈ જાય અને પોતાનું મૃત્યુ સાવ નજીક દેખાઈ ત્યારે શરીરનો સવૅથા ત્યાગ કરી કમૅ સામે સંગ્રામ ખેલી મૃત્યુને મહોત્સવ બનાવે છે.( 6/5)
@ પાપનો ત્યાગ એ જ ધમૅ છે.णेव गामे णेव रण्णे.. ધમૅ વ્યક્તિના અંતરમાં હોય છે,તે ગમે ત્યાં થઈ શકે. (8/1)
@ ण मे अत्थि कोइ..હું એકલો આવ્યો છું, મારૂ મારા આત્મા સિવાય કોઈ અને કશું જ નથી.(8/6)
@ ण मे देहे परीसहा…પરીષહ આવે ત્યારે જીવાત્મા ચિંતન કરે કે આ શરીર પણ મારૂ નથી.(8/6).
નવમાં અધ્યયનમાં શાસનપતિ પ્રભુ મહાવીરનું જીવન – કવન છે.