🎋જૈન ધર્મમાં એકની વિશેષતા….
➖➖➖➖➖➖➖➖➖➖
🌹આત્મા એક છે.

🌹ધર્માસ્તિકાય વિગેરે છ દ્રવ્યમય લોક એક છે.

🌹એક મિનિટમાં શ્વાસોશ્વાસ કેટલા ? બેઠા બાર, ચાલતાં અઢાર, દોડતાં અઢાર, શયન કરતાં ત્રીશ, વિષય સેવન કરતાં ચોસઠ.

 

 

🎋જૈન ધર્મમાં બેની વિશેષતા….
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹બે પ્રકારનો ધર્મ – સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ.

🌹બે પ્રકારના આયુષ્ય – (૧) સોપકમી – ઘણું આયુષ્ય હોવા છતાં આઘાત-પ્રત્યાઘાત લાગવાથી જલ્દી ભોગવાઈ જાય તે. (૨) નિરુપકર્મી આઘાત પ્રત્યાઘાત લાગ્યા છતાં, મૃત્યુ નહીં પામતાં, પૂર્ણ આયુષ્યે પરલોકમાં જાય તે.

🌹બેથી મોક્ષ – (૧) જ્ઞાન અને (૨) ક્રિયા.

 

 

🟠 ત્રણ 🟠

♣ ત્રણ પ્રકાર ના જીવ :-
(1) ભવ્ય – મોક્ષ જવાની યોગ્યતા વાળો
(2) અભવ્ય – મોક્ષ માં જવાની અયોગ્યતા, તે જીવ ક્યારેય મોક્ષમાં જવાનો નથી, દ્રવ્ય ચારિત્રથી તે નવગ્રૈવેયક સુધી જઈ શકે છે,સમ્યક્ત્વ ક્યારેયપ્રાપ્ત નહિ થવાથી તે અનુત્તર વિમાન અને મોક્ષમાં ના જઈ શકે.
(3) જાતિ ભવ્ય- મોક્ષ જવાની યોગ્યતા હોવા છતાં તેવા પ્રકારની સામગ્રી ના અભાવથી ના જઈ શકે.તે હમેશ સુક્ષ્મનિગોદ સ્વરૂપ અવ્યવહાર રાશીમાં જ રહે છે, વ્યવહારરાશી માં ક્યારેય આવે નહિ, અને તે અનંતાનંત પુદગલ પરાવર્ત કાળ સુધી ત્યાંજ રહે માટે તેને જાતિ ભવ્યજીવ કહેવાય છે.

♣ ત્રણ પ્રકાર ના વૈરાગ્ય :- (1) દુ:ખ ગર્ભિત વૈરાગ્ય (2) મોહ ગર્ભિત વૈરાગ્ય અને (3) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય.

♣ ત્રણ પ્રકાર ના ગારવ :- (1) રસ ગારવ (2) ઋદ્ધિ ગારવ અને (3) શાતા ગારવ .

♣ ત્રણ પ્રકાર ના શાશ્વત સૂત્ર :- (1) નવકારમંત્ર (2) કરેમિભંતે અને (3) નમુત્થુણં.

♣ ત્રણ પ્રકાર ના તત્વ :- (1) દેવતત્વ (2) ગુરૂ તત્વ અને (3) ધર્મતત્વ.

♣ ત્રણ પ્રકાર ના રત્ન :- (1) સમ્યગ દર્શન (2) સમ્યગ જ્ઞાન અને (3) સમ્યગ ચારિત્ર.

♣ ત્રણ પ્રકાર ના યોગ :- (1) મન યોગ (2) વચન યોગ અને (3) કાય યોગ.

♣ ત્રણ પ્રકાર ના દંડ :- (1) મનદંડ (2) વચનદંડ અને (3) કાયદંડ.

♣ ત્રણ પ્રકાર ની ગુપ્તિ :- (1) મનગુપ્તિ (2) વચનગુપ્તિ અને (3) કાયગુપ્તિ.

♣ ત્રણ પ્રકાર ના લોક :- (1) ઉર્ધ્વલોક (2) અધોલોક અને (3) તિર્છાલોક.

♣ ત્રણ પ્રકાર ના વંદન :- (1) થોભ વંદન (2) ફેટા વંદન અને (3) દ્વાદશાવર્ત વંદન.

 

🎋જૈન ધર્મમાં ત્રણની વિશેષતા….૧
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ત્રણ પ્રકારનાં શલ્ય – માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યા-દર્શનશલ્ય.

🌹ત્રણનું પોષણ કરવું – (૧) માતા-પિતાનું (૨) બાલ-બચ્ચાઓનું અને (૩) દીન-દુ:ખીઓનું.

🌹ત્રણના ઘરે ન જવું – (૧) વેશ્યાને ઘેર (૨) જુગારીને ઘેર અને (૩) કસાઈને ઘેર.

🌹ત્રણ પ્રકારના ચંડાળ – (૧) દેવું કરીને નહીં દેનાર (૨) ગુણીજનોને દોષ દેનાર અને (૩) માતા-પિતાની સેવા નહીં કરનાર,

🌹ત્રણ પ્રકારના દુષ્કર કાર્ય – (૧) દરિદ્રાવસ્થામાં દાન કરવું (૨) સમર્થ હોવા છતાં ક્ષમા કરવી અને (૩) યુવાવસ્થામાં ઈંદ્રિયદમન કરવું.

🌹મોક્ષના ત્રણ ઉપાય – (૧) સમ્યકજ્ઞાન (૨) સમ્યગ્દર્શન અને (૩) સમ્યક્ચારિત્ર.

🌹ત્રણ ઉત્તમ વસ્તુઓ – (૧) શત્રુંજય જેવું તીર્થ (૨) શ્રી ઋષભદેવ જેવા તીર્થંકર અને (૩) પુંડરીકસ્વામી સરખા ગણધર.

🌹યોનિના ત્રણ પ્રકાર – (૧) સચિત્ત (ર) અચિત્ત અને (૩) મિશ્ર. યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાન. કુલ ૮૪ લાખ જીવયોનિ કહેવાય છે.

🌹યોનિના ત્રણ નામ-(૧) શંખાવર્ત (૨) કૂર્મોન્નતા (૩) વંશીપત્ર.

🌹ત્રણ પ્રકારની પૂજા -(૧) અંગપૂજા (ર) અગ્રપૂજા અને (૩) ભાવપૂજા.

🌹ત્રણ પ્રકારના મૃત્યુ – (૧) બાલ (૨) બાલપંડિત (૩) પંડિત.

🌹ત્રણ પ્રકારની નાડી – (૧) ઇંગળા-ડાબી બાજુની (૨) પિંગળા-જમણી બાજુની અને (૩) સુષુમણા-મધ્યની.

🌹ત્રણ જગ્યાએ તૃપ્તિ ન રાખવી (૧) દાન દેવામાં (૨) વિદ્યા ભણવામાં (૩) તપસ્યા કરવામાં.

🎋જૈન ધર્મમાં ત્રણની વિશેષતા….૨
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ત્રણ વસ્તુ અનર્થ કરાવે છે – (૧) કામ (૨) ક્રોધ (૩) લોભ,

🌹દ્રવ્યની ત્રણ ગતિ – (૧) દાન દેવું (૩) ભોગ ભોગવવો (૩) અંતે નાશ.

🌹ત્રણ પ્રકારના લોક – (૧) ઉધર્વ (૨) અધો (૩) તિરછા

🌹ત્રણ પ્રકારના આત્મા (૧) મૂઢ દ્રષ્ટિવાળો તે બહિરાત્મા, (૨) તત્વદ્રષ્ટિવાળો હોય ત્યારે અંતરાત્મા અને (૩) પૂર્ણ પ્રકાશવાળો બને ત્યારે પરમાત્મા.

🌹ત્રણ પ્રકારના મિત્ર (૧) નિત્યમિત્ર-દેહ, (૨) પર્વમિત્ર-સ્વજન અને (૩) પ્રણામમિત્ર-જૈનધર્મ.

🌹ત્રણ પ્રકારના રાગ (૧) કામરાગ અને (૨)સ્નેહરાગ બંને છોડી શકાય. જયારે (૩) દ્રષ્ટિરાગ છૂટવો મુશ્કેલ છે. જેથી દુર્ગતિ મળે છે.

🌹ત્રિપદી – (૧) ઉત્પન્નેઈ વા. ઉત્પન્ન થવું, (ર) વિગમેઈ વા. નાશ પામવું, (૩) ધુવેઇ વા. સ્થિર રહેવું. દ્વાદશાંગીની રચના. પહેલાં તીર્થંકરો ગણધરોને આ ત્રિપદી આપે.

🌹ત્રણ વસ્તુ હંમેશાં યાદ કરવી – (૧) સારા કાર્યની અનુમોદના. (૨) જે કાંઈ પાપ કર્યુ હોય તેની નિંદા કરવી. (૩) ચાર શરણમાં હંમેશાં લેવા.

🌹સુખપ્રાપ્તિના ત્રણ ઉપાયો – (૧) સાધુસેવા. (૨) વિશ્વપ્રેમ. (૩) નાશવંત પદાર્થોના મમત્વનો ત્યાગ.

🌹ત્રણ જાતની શ્રદ્ધા – (૧) સજ્ઞાન શ્રદ્ધા (૨) અજ્ઞાન શ્રદ્ધા (૩) અંધ શ્રદ્ધા.

🎋જૈન ધર્મમાં ત્રણની વિશેષતા….૩
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ત્રણ ગારવ – (૧) ઋદ્ધિ ગારવ. (૨) રસ ગારવ. (૩) સાતા ગારવ

🌹ત્રણનો ઉપકાર ન ભૂલવો – (૧) માતાપિતાનો ઉપકાર (ર) વ્યવહારુ જીવન ઉન્નત બનાવનાર શેઠ અને (૩) ધર્મ શિક્ષા દેવાવાળા ગુરુનો

🌹ત્રણ વાત દેવતા પણ ચાહે છે – (૧) મનુષ્યનો ભવ. (૨) આર્ય દેશમાં જન્મ (૩) શ્રેષ્ઠ કુળની પ્રાપ્તિ.

🌹ત્રણ પ્રકારના વંદન – (૧) ફેટાવંદન-હાથ જોડી નમન કરવા. (૨) પંચાંગ પ્રણિપાત-ખમાસમણપૂર્વક વંદન કરવા અને (૩) દ્રાદશાવર્ત વંદન-વાંદણાદેવાપૂર્વક વંદન કરવા.

🌹શ્રાવકની ત્રણ અભિલાષા (૧) ક્યારે પરિગ્રહની મમતા દૂર કરું ? (૨) ક્યારે આ સંસાર છોડીને સાધુપણું ધારણ કરૂં ? (૩) ક્યારે અંતિમ અનશન કરીને અણાહારી પદ વરું ?

🌹ત્રણ ગુપ્તિ – (૧) મનને રોકવું. (૨) વાચાને રોકવી અને(૩) શરીરનો સંયમ રાખવો.

🌹સદા આચરણમાં મૂકવા લાયક ત્રણ વાત (૧) અહિંસા. (૨) સત્ય. (૩) બ્રહ્મચર્ય.

🌹ત્રણથી સદા સાવચેત રહેવું – (૧) આપણી પ્રશંસાથી (ર) બીજાની નિંદા કરવાથી અને (૩) બીજાના દોષ જોવાથી.

🌹ત્રણથી સદા બીતા રહેવું – (૧) અભિમાન (૨) દંભ (૩) લોભ

🌹ત્રણ મહાપુરુષો – (૧) બીજાની ઉપર ઉપકાર કરનાર (૨) પોતા ઉપર ઉપકાર કરનારને યાદ રાખનાર (૩) શત્રુ પોતાને ધરે આવે તો તેનો આદર-સત્કાર કરનાર.

🎋જૈન ધર્મમાં ત્રણની વિશેષતા….૪
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ત્રણ પ્રકારના તત્વ – (૧) સુદેવ, (ર) સુગુરુ અને (૩) કેવળી પ્રરૂપિત ધર્મ.

🌹ત્રણ પ્રકારના જીવો (૧) પુદ્દગલાનંદી-જે દેહની શોભા-વિભૂષામાં જ ધર્મ માને (૨) ભવાભિનંદી-જે સંસારમાં ભ્રમણ કરવામાં જ રાચે અને (૩) આત્માનંદી-જે આત્મિક હિત સાધી મોક્ષપ્રાપ્તિ કરે.

🌹ત્રણ વ્યકિતને અહીં જ મોક્ષ – (૧) અહંકારના ત્યાગીને (૨) ક્રોધાદિ ચારે કષાયોના ત્યાગીને (૩) નિર્લોભી-સંતોષીને

🌹ત્રણ પ્રકારના સ્વભાવ (૧) સત્વગુણી જલ્દી ઉપદેશ ગ્રહણ કરે, (૨) રજોગુણી – કઠોર સ્વભાવવાળો અને (૩) તમોગુણી – વાતવાતમાં ઉગ્ર બને

🌹ત્રણ કથા – (૧) ધર્મકથા (૨) અર્થકથા (૩) કામકથા

🌹ત્રણ પ્રકારના સ્થવિર (૧) વયસ્થવિર-સાઠ વર્ષની ઉમ્મરવાળા, (૨) સૂત્રસ્થવિર-આચારાંગાદિ સૂત્રોના જ્ઞાતા અને (૩) વ્રતસ્થવિર-ત્રીશ વર્ષના દીક્ષાપર્યાયી

🌹ત્રણ પ્રકારની મુદ્રા – (૧) યોગમુદ્રા – કમળના ડોડાના આકારે બે હાથ પોલા જોડીને દશે આંગળીઓને અંદરો-અંદર મેળવીને ઉદર (પેટ) ઉપર બે કોણી સ્થાપવી (આ મુદ્ન ચૈત્ય વંદન વખતે હોય) (૨) જિનમુદ્રા – આગળના ભાગમાં બન્ને પગ વચ્ચે ચાર આંગળ અને પાછળના ભાગમાં તેથી થોડું અંતર રાખીને કાઉસ્સગ્ગ કરવો કે ઊભા ઊભા વિધિ કરવી તે (૩) મુકતાશુક્તિ મુદ્રા બન્ને હાથ કમળના ડોડાની જેમ પોલા રાખીને દશેય આંગળીઓ સામસામી અડાડીને જોડેલા બંને હાથ લલાટ પ્રદેશે લગાડે તે (સ્ત્રીઓ લલાટે ન લગાડે) આ મુદ્રા જય વીયરાય અને આયરિય ઉવજઝાય સૂત્ર બોલતા કરવાની છે

🎋જૈન ધર્મમાં ત્રણની વિશેષતા….૫
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ત્રણ પ્રકારનો આહાર – (૧) ઓજાહાર-શરીર (ત્વચા) વડે લેવાય છે. (૨) લોમાહાર-રૂંવાડાદ્રારા લેવાય છે અને (૩) કવળાહાર-કોળીયારૂપે મુખથી લેવાય છે. દેવ તથા નારકીના જીવોને પહેલા બે આહાર હોય છે તથા સર્વ જીવોને અપર્યાપ્તવસ્થામાં જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી ઓજ આહાર હોય છે. તથા સ્થાવરને પણ ઓજાહાર હોય છે. શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પછી ત્વચાના સ્પર્શ દ્વારા લોમાહાર લેવાય છે. ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી (જન્મ થયા પછી) નો કવળાહાર સુવિદિત છે.

🌹ત્રણ પ્રકારનાં વૈરાગ્ય – (૧) દુ:ખગર્ભિત-સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્યાદિ સુખને આપનાર ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈને નાશ પામે ત્યારે મનમાં દુ:ખ ઉત્પન્ન થવાથી સંસાર ઉપર ઉર્દૂગ થઈ વૈરાગ્ય થાય તે. (૨) મોહગર્ભિત-સ્વર્ગાદિક સુખની આશંસાથી જે વૈરાગ્ય પ્રગટે તે. આ વૈરાગ્ય અજ્ઞાનનિત હોય છે કારણ કે આ વૈરાગ્યવાળા જીવાજીવાદિક તત્વોના સ્વરુપને વિપરિત રૂપે ગ્રહણ કરે છે. (૩) જ્ઞાનગર્ભિત-સંસાર અસાર છે, શરીર નાશવંત છે, તેવી બુદ્ધિથી જે વૈરાગ્ય થાય તે.

🌹ત્રણ કરણ (૧) યથા પ્રવૃત્તિ કરણ-આત્માને જે પરિણામવડે આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મોની સ્થિતિ કાંઈક ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી બાકી રહે તે પરિણામ (ભાવ)ને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. (૨) અપૂર્વકરણ (પૂર્વેનહીં પ્રાપ્ત કરેલ) રાગ દ્વેષની જે અત્યંત મજબૂત ગાંઠ તેને અપૂર્વકરણ શુદ્ધ અઘ્યવસાયથી પરિણામથી ભેદી શકાય તેને અપૂર્વકરણ કહેવામાં આવે છે. (૩) અનિવૃત્તિકરણ-ઉપર પ્રમાણે અપૂર્વકરણ કર્યા પછી તેથી અધિક શુદ્ધ અનિવૃત્તિકરણ નામનું અધ્યવસાય પ્રાપ્ત થાય છે. અનિવૃતિ એટલે સમ્યક્ત્વ ઉત્પન્ન કર્યા વગર નહીં ચાલ્યો જનારો એવો કરણ એટલે આત્માનો પરિણામ.

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

🟠 ચાર 🟠

♦️ ચાર પ્રકારે અનુયોગ:- (1) દ્રવ્યાનું યોગ (2) ગણિતાનુયોગ (3) ચરણ-કરણાનુયોગ (4) ધર્મકથાનુયોગ.

♦️ ચાર આશ્રમ :- (1) બ્રહ્મચર્યાશ્રમ (2) ગૃહસ્થાશ્રમ (3) વાનપ્રસ્થાશ્રમ (4) સન્યાસાશ્રમ.

♦️ ચાર પ્રકારે બુદ્ધિ :- (1) ઔપપાતિકી (2) વૈનયિકી (3) કાર્મિકી અને (4) પારિણામિકી

♦️ ચાર દુ:ખ શય્યા :- (1) જિનવચને અશ્રધ્ધા (2) બીજાને મળતા લાભ ની ઈચ્છા (3) સારા વિષયોની અભિલાષા (4) વિભુષા કરવાની ઈચ્છા.

♦️ ચાર પ્રકારે વાણી :- (1) પરા (2) પશ્યંતિ (3) મધ્યમા (4) વૈખરી.

♦️ ચાર પ્રકારે જાપ :- (1) ભાષ્ય (2) ઉપાંશું (3) માનસ (4) અજપા.

♦️ ચાર પ્રકારે કર્મબંધ નું સ્વરૂપ :- (1) સ્પૃષ્ટ (2) બદ્ધ (3) નિઘત્ત (4) નીકાચિત.

♦️ ચાર પ્રકારના યુગ :- (1) સતયુગ (2) ત્રેતાયુગ (3) દ્વાપરયુગ (4) કલિયુગ .

♦️ ચાર પ્રકારે વર્ણ :- (1) બ્રાહ્મણ (2) ક્ષત્રિય (3) વૈશ્ય (4) ક્ષુદ્ર.

♦️ ચાર પ્રકારે દેશના :- (1) આક્ષેપિણી -આત્મ સ્વભાવ તરફ ખેંચે (2) વિક્ષેપિણી – મિથ્યાત્વ અને કષાય છોડાવે, (3) સંવેદીની – મોક્ષની રૂચી કરાવે (4) નિર્વેદિની – આત્મ સ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે.

♦️ ચાર પ્રકારે અદત્તાદાન :-
(1) સ્વામી અદત્ત – માલિકની રજા શિવાય વસ્તુ લેવી તે,
(2) જીવ અદત્ત-સજીવ વસ્તુ ને તેનો માલિક આપે છતાં,તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે.
(3) તીર્થંકર અદત્ત-સજીવ વસ્તુ ને તેનો માલિક આપે છતાં,જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી વસ્તુ લેવી તે.
(4) ગુરૂ અદત્ત- જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે.

♦️ ચાર પ્રકારના ધ્યાન :- (1) આર્ત ધ્યાન (3) રૌદ્ર ધ્યાન (3) ધર્મ ધ્યાન (4) શુક્લ ધ્યાન.

♦️ ચાર પ્રકાર ની સંજ્ઞા :- (1) આહાર સંજ્ઞા (2) ભય સંજ્ઞા (3) મૈથુન સંજ્ઞા (4) પરિગ્રહ સંજ્ઞા

♦️ ચાર પ્રકાર ના કષાય :-
(1) સંજ્વલન ક્રોધ – માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે સર્વ વિરતિનો નાશ કરે,યથાખ્યાત ચારિત્ર નો ઘાત કરે,દેવગતિ મળે.
(2) પ્રત્યાખ્યાની ક્રોધ – માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે,સર્વે વિરતિનો ઘાત કરે, મનુષ્ય પણુંપ્રાપ્ત થાય.
(3) અપ્રત્યાખાની ક્રોધ -માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે,દેશ વિરતિનો નાશ કરે,તીર્યંચ ગતિ પ્રાપ્ત થાય.
(4) અનંતાનું બંધી – માન, માયા,લોભ: જાવજ્જીવ રહે,સમ્યક્ત્વ નો નાશ કરે, નરકાવાસ અપાવે.

♦️ ચાર પ્રકારના સામાયિક :- (1) શ્રુત સામાયિક (2) સમકિત સામાયિક (3) દેશ વિરતિ સામાયિક અને (4) સર્વ વિરતિ સામાયિક.

♦️ ચાર પ્રકાર ના અનુષ્ઠાન :- (1) પ્રીતિ અનુષ્ઠાન (2) ભક્તિ અનુષ્ઠાન (3) વચન અનુષ્ઠાન(4) સંગ અનુષ્ઠાન.

♦️ ચાર પ્રકારની સમાધી :- (1) વિનય સમાધી (2) શ્રુત સમાધી (3) તપ સમાધી (4) આચાર સમાધિ.

♦️ ચાર પ્રકાર ના નરક ધ્વાર :- (1) રાત્રિભોજન (2) પરસ્ત્રી ગમન (3) બોળઅથાણું (4) અનંતકાય.

♦️ ચાર પ્રકાર ધર્મના :- (1) દાનધર્મ (2) શિયળધર્મ (3) તપધર્મ (4) ભાવધર્મ.

♦️ ચાર પ્રકારની ગતિ :- (1) મનુષ્યગતિ (2) દેવગતિ (3) તીર્યંચગતિ (4) નરકગતિ.

♦️ ચાર કથા :- (1) રાજકથા (2) ભક્તકથા (3) દેશકથા (4) સ્ત્રી કથા.

♦️ ચાર પ્રકાર ના આહાર :- (1) અશન (2) પાન (3) ખાદિમ (4) સ્વાદિમ.

♦️ ચાર નિપેક્ષા :- (1) નામ (2) સ્થાપના (3) દ્રવ્ય (4) ભાવ.

♦️ ચાર પ્રકારની ભાષા :- (1) સત્ય ભાષા (2) અસત્ય ભાષા (3) સત્યાસત્ય (મિશ્ર ભાષા),અને (4) વ્યવહાર ભાષા.

♦️ ચાર પ્રકાર કર્મબંધના : – (1) પ્રકૃતિબંધ (2) રસબંધ (3) સ્થિતિબંધ (4) પ્રદેશબંધ.

♦️ ચાર પ્રકારના મેઘ (વર્ષા) :- (1) પુષ્કરાવર્ત (2) પ્રદ્યુમ્ન (3) જીમૂત (4) નીમ્હ .

♦️ ચાર પ્રકારે મહા વિગઈ :- (1) મદિરા (2) માંસ (3) મધ (4) માખણ.

♦️ ચાર પ્રકારનો સંઘ :- (1) સાધુ (2) સાધ્વી (3) શ્રાવક (4) શ્રાવિકા

 

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૧
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર કારણ (૧) ઉપાદાન (ર) નિમિત્ત (૩) સાધારણ અને (૪) અપેક્ષા

🌹ચાર વસ્તુનો જય કરવો (૧) ઈન્દ્રિયોમાં રસનેન્દ્રિય (૨) કર્મોમાં મોહનીય કર્મ (૩) વ્રતમાં બ્રહ્મચર્યવ્રત (૪) ગુપ્તિમાં મનોગુપ્ત આ ચારનો જય કરવાથી કેવલ સ્વરૂપાનંદની પ્રાપ્તિ અને અનુક્રમે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થાય છે.

🌹ચાર ગતિના જીવોની ચાર સંજ્ઞાઓ (૧) મનુષ્યને માન (૨) દેવને લોભ (૩) નારકને ક્રોધ (૪) તિર્યંચને માયા.

🌹આત્માના ગુણ ચાર (૧) મૃદુતા (૨) સંતોષ (૩) ક્ષમા (૪) સરલતા.

🌹ચાર પ્રકારના અંધ (૧) મોહાન્ધ (૨) લોભાન્ધ (૩) વિષયાન્ધ (૪) ક્રોધાન્ધ.

🌹ચાર વેદ (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ (૪) અર્થવેદ.

🌹ચાર વિકથા (૧) સ્ત્રીકથા (૨) ભોજનકથા (૩) દેશકથા (૪) રાજકથા.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૨
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર ગતિ (૧) નરક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ

🌹આર્તધ્યાનના ચાર ભેદ છે. (૧) ઈષ્ટ વસ્તુનો વિયોગ (૨) અનિષ્ટનો સંજોગ (૩) રોગથી છૂટવાનો વિચાર (૪) આગામી વિચાર (ભવિષ્યની ચિંતા)

🌹ચાર વસ્તુ કાયમ રહે (૧) ધર્મ- નિશ્ચિત સ્નેહવાલો છે. (ર) જ્ઞાન- નિરંતર પ્રકાશમય છે. (૩) વિદ્યા- સર્વોતમ લાભ છે. (૪) શીલ- ઉત્તમ કોટિનું રૂપ છે.

🌹મનુષ્યનાં ચાર પ્રકારના કર્તવ્ય (૧) ઉદારતા-એટલે ત્યાગની બુદ્ધિએ લક્ષ્મીનો ત્યાગ કરવો (૨) સદાચાર-મન વચન શરીર દ્વારા વધુ પાપ ન થાય તેવી બુદ્ધિ. (૩) તપ-એટલે ઈચ્છાનો નિરોધ કરવો. બીજી તૃષ્ણાઓનો લોપ. (૪) હિતચિંતા-કોઈનું બુરું ચિંતવવું નહિ. સૌના સુખની વાંછા કરવી.

🌹ચાર કષાય શેનો નાશ કરે ? (૧) ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. (૨) માન વિનય ગુણનો નાશ કરે છે. (૩) માયા મિત્રાઈનો નાશ કરે છે. (૪) લોભ સર્વ વસ્તુનો નાશ કરે છે.

🌹વ્રત-નિયમને લાગતા ચાર પ્રકારના દોષો (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર અને (૪) અનાચાર. એ ચાર પ્રકારે દોષ લાગે છે. દાખલા તરીકે કોઈએ ચોવિહાર કર્યો હોય. હવે જયારે તેને અતિ તૃષા (તરસ) લાગે છે ત્યારે તે પાણી પીવાની માત્ર ઈચ્છા જ કરે છે તે અતિક્રમ, જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ, પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલો ભરી મુખ આગળ ધરે પણ પીએ નહિ તે અતિચાર. પણ જયારે તે નીડરપણે ચોવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે અનાચાર કહેવાય છે.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૩
➖➖➖➖➖➖➖➖➖➖
🌹શ્રાવકને સાધુ સાથે ચાર પ્રકારનો સંબંધ
(૧)માતા સમાન-જેમ માતા પોતાના પુત્રની દરેક પ્રકારની સાર-સંભાળ રાખે છે, તેના વિરુદ્ધ આચરણને જોઈને તેના ઉપર નિસ્નેહ કદી થતો નથી. કહેવાની જરૂર જણાય તો ખાનગીમાં શિખામણ આપે છે. તેજ મુજબ શ્રાવકો સાધુની સારસંભાળ રાખે છે. ભૂલ હોય તો ખાનગીમાં કહી દે છે તે માતપિતાતા સમાન છે.
(૨)ભાઈસમાન મુનિ મહારાજને માટે હ્રદયમાં સ્નેહને ધારણ કરે. પરન્તુ, બહારથી વિનય વિવેક આદિ મર્યાદાઓ સાચવવામાં મંદ આદર રાખનારો હોય. પરંતુ, સાધુ મહારાજનો કોઈ પરાભવ કરે ત્યારે મદદ કરવા તરત જ તૈયાર થાય તે શ્રાવક સાધુના ભાઈ સમાન છે.
(૩)મિત્રસમાન-મુનિમહારાજ કોઈ પણ કાર્યમાં તેની સાથે પૂછપરછ કરે નહિ. અગર તેની કાંઈ સલાહ લે નહિ ત્યારે રીસાઈ જાય, પોતાની જાતને કોઈકવાર મુનિ કરતાં અધિક માને તેવા શ્રાવકો મિત્ર તુલ્ય ગણાય.
(૪)શોકયસમાન-જે શ્રાવકો હંમેશાં અકકડ રહેનારાં હોય, છિદ્રો જોયા કરતા હોય અને હંમેશા જેની તેની પાસે સાધુના અવગુણો જ ગાયા કરતા હોય તથા સાધુને તૃણસમાન ગણતા હોય તેવા શ્રાવકો શોક્ય જેવા ગણાય છે.

🌹જિનેશ્વર ભગવાનના ચાર નિક્ષેપા (૧) નામનિક્ષેપો જિનેશ્વરભગવાનનું નામ (૨) સ્થાપનાનિક્ષેપો-જિનેશ્વર ભગવાનની પ્રતિમા (૩) દ્રવ્યનિક્ષેપો-જેઓ ભાવિમાં તીર્થંકર થવાના હોય તે જીવો. (૪) ભાવનિક્ષેપો-તીર્થંકરપણે વિચરતા હોય તે.

🌹ચાર સંજ્ઞા – (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૪
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર શરણા – (૧) અરિહંત (૨) સિધ્ધ (૩) સાધુ (૪) કેવળી પ્રરુપિત ધર્મ.

🌹મોક્ષપ્રાપ્તિમાં ચાર અંતરાય (૧) વિષયવાસના (૨) દષ્ટિરાગ (૩) શાસ્ત્રનું અજ્ઞાન (૪) ક્રોધ.

🌹મોક્ષપ્રાપ્તિમાં ચાર પ્રકાર દુર્લભ (૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) ધર્મને વિષે શ્રદ્ધા (૪) સંયમ

🌹બુદ્ધિના ચાર પ્રકાર – (૧) સમુદ્ર સરખી -શ્રી તીર્થંકર ભગવંતોની હોય છે. (૨) સરોવર સરખી-શ્રી ગણધર મહારાજા ઓની હોય છે. (૩) કુપ (કુવા) સરખી-સુસાધુ મહારાજાઓની હોય છે. (૪) ખાબોચિયા સરખી – અન્ય મુનિ મહારાજાઓની હોય છે.

🌹ચાર અભિષેક શિલાઓ
(૧) પૂર્વે પાંડુકશિલા છે, તેના ઉપર બે સિંહાસન છે, તે ઉપર મહાવિદેહક્ષેત્રના બે વિજયના જિનોનો અભિષેક થાય છે.
(૨) પશ્ચિમે રકતશિલા છે, તેના ઉપર બે સિંહાસન છે, તે ઉપર મહાવિદેહક્ષેત્રના બે વિજયના જિનોનો અભિષેક થાય છે.
(૩) ઉતરે રક્તકંબલ શિલા છે, તે પર એક સિંહાસન, તે પર ઐરવત ક્ષેત્રના જિનનો અભિષેક થાય છે.
(૪) દક્ષિણે પાંડુકંબલપશિલા છે, તે પર એક સિંહાસન છે, તે પર ભરતક્ષેત્રના જિનોનો અભિષેક થાય છે. તે દરેક શિલા અર્ધચંદ્રાકારે અર્જુન સુવર્ણમય ૫૦૦ યોજન લાંબી, ૨૫૦ યોજન પહોળી અને ચાર યોજન જાડી છે. તે દરેક સિંહાસન રત્નમય ૫૦૦ ધનુષ્ય લાંબા, ૨૫૦ ધનુષ્ય પહોળા અને ચાર ધનુષ્ય ઊંચા છે.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૫
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર પ્રકારના ધર્મ – (૧) દાન (૨) શીલ (૩) તપ અને (૪) ભાવ.

દાન ધર્મથી ધન્ના શાલિભદ્ર અતુલ સંપત્તિ પામ્યા,શિયલ ધર્મથી સુદર્શન શેઠ, કલાવતી આદિ સ્વર્ગસુખ પામ્યા, તપધર્મથી દૃઢપ્રહારી, ઢંઢણ આદિ ઋષિઓ મોક્ષ પામ્યા અને ભાવધર્મથી પ્રસન્નચંદ્ર, ઈલાચીકુમાર, મરુદેવાદિક સિધ્ધિસુખ પામ્યા.

🌹(૧) આચાર ધર્મ (૨) દયા ધર્મ (૩) ક્રિયા ધર્મ અને (૪) વસ્તુ ધર્મ. એ પ્રકારે પણ ચાર ધર્મ છે.

🌹મનુષ્યના ચાર પ્રકારના આહાર – (૧) અશન (૨) પાન (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ.

🌹દીપકના ચાર પ્રકાર (૧) રાત્રિનો દીપક ચંદ્રમા (૨) દિવસનો દીપક સૂર્ય. (૩) કુળનો દીપક સુપુત્ર અને (૪)ત્રણે લોકનો દીપક ધર્મ

🌹ચાર પ્રકારના નરકગામી – (૧) રાત્રિભોજન કરનાર (૨) પરસ્ત્રીગમન કરનાર (૩) બોળ અથાણું તથા અભક્ષ્ય ખાનાર (૪) કંદમૂળાદિક અનંતકાય ખાનાર.

🌹ચાર વશીકરણ – (૧) પ્રિય વચન બોલવું (૨) વિનય કરવો. (૩) દીનજનોને દાન કરવું અને (૪) ગુણીજનોના ગુણો ગ્રહણ કરવા યા તો પ્રશંસા કરવી.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૬
➖➖➖➖➖➖➖➖➖➖
🌹શ્રાવકના ચાર વિસામા (૧) સામાયિક (૨) પૌષધ (૩) દેશાવગાશિક (૪) અનશન.

🌹ચાર પ્રકારના ચંડાળો – (૧) જાતિ ચંડાળ-ચંડાળની જાતિમાં જન્મેલો (૨) કર્મ ચંડાળ-ચંડાળની જેવા મહાક્રૂર નિર્દય કર્મ કરે (૩) ક્રોધ ચંડાળ-આવેશમાં ન કરવાના કાર્યો કરે. (૪) નિંદક ચંડાળ-પારકા અવર્ણવાદ બોલી નિંદા કરે તે.

🌹ચાર પ્રકારની ભાવના (૧) મૈત્રી ભાવના-જગતના – સઘળા જીવો મારા મિત્રો છે, કોઈપણ મારો વૈરી નથી, એવી વિચારણા કરવી તે મૈત્રી ભાવના. (ર) પ્રમોદ ભાવના- અરિહંતાદિક ઉપકારી પુરુષોના ગુણો જાણી હૃદયમાં હર્ષ પામવો તે પ્રમોદ ભાવના. (૩) કરુણા ભાવના-દયા બે પ્રકારની છે. દ્રવ્ય દયા અને ભાવ દયા. પાપોદયથી દુ:ખી બનેલા પ્રાણીઓને સહાય કરવી તે દ્રવ્ય દયા અને તેવા દુ:ખી પ્રાણીને સદબુદ્ધિ આપી સન્માર્ગે જોડવાં તે ભાવ દયા. (૪) માધ્યસ્થ ભાવના-દુર્જનો કે દુશ્મનો પર પણ દ્વેષ ન કરવો, તેમને સબુદ્ધિ પ્રાપ્ત થાય તેમ ઈચ્છવું તેમજ ન સમજી શકે તેવા મૂઢ પ્રાણીઓ પર પણ માધ્યસ્થ ભાવ રાખવો અને પોતાની પ્રશંસા પરત્વે પણ ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થ ભાવના.

🌹ચાર પ્રકારની અવસ્થા (૧) ગર્ભાવસ્થા (૨) બાલ્યાવસ્થા (૩) યૌવનાવસ્થા (૪) વૃધ્ધાવસ્થા.

🌹મનુષ્યના ચાર પ્રકાર – (૧) ઉતમ-પોતાના ગુણોથી પ્રસિદ્ધિ પામે (૨) મધ્યમ-બાપના નામથી ઓળખાય (૩) અધમ-મામાના ગુણોથી પંકાય (૪) અધમાધમ-શ્વસુરાદિકના નામથી ઓળખાય

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૭
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર બાબતમાં કેવા થવું ? (૧) અકાર્ય કરવામાં આળસુ (૨) પરને પીડા દેવામાં અપંગ બનવું (૩) પારકી નિંદા કરવામાં મૂંગા બનવું (૪) પરસ્ત્રીને જોવામાં અંધ બનવું.

🌹ચાર પ્રકારના સુખી – (૧) શરીરે નિરોગી (૨) આજ્ઞાંકિત પુત્ર (૩) સરળ ને શાંત સ્ત્રી અને (૪) ખાનપાનની પૂર્ણ સગવડતા.

🌹ચાર જણની હાંસી ન કરવી – (૧) મૂર્ખની (૨) યોગીની (૩) રાજાની (૪) પંડિતની

🌹ચાર કષાય – (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ

🌹ચાર કેમ જીતવા તેની વિગત. (૧) ક્રોધને ઉપશમ ભાવથી ઉપશમ એટલે ક્ષમા (૨) માનને વિનય ભાવથી (૩) માયાને સરલતાથી (૪) લોભને સંતોષથી (આ ચારેય ગુણો જેનામાં હોય એની સોબત કરવાથી એ ગુણો આવે.)

🌹ચાર અસાધારણ વસ્તુઓ – (૧) ક્ષમા જેવું તપ નથી (ર) સંતોષ સમાન સુખ નથી (૩) તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને (૪) દયા સમાન કોઈ ધર્મ નથી.

🌹ચાર દુર્લભ – (૧) સો વ્યક્તિમાં એક શૂરવીર (૨) હજાર વ્યક્તિમાં એક પંડિત (૩) દશ હજાર વ્યકિતઓમાં કોઈ એક વકતા હોય અને (૪) દાનવીર તો હોય અને ન પણ હોય.

ઈંદ્રિયોને જીતે તે શૂરવીર, આત્મ ધર્મને આચરે તે પંડિત, સત્ય બોલનાર વક્તા ગણાય, પ્રાણીઓના કલ્યાણમાં રકત રહેનાર અભયદાતા.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૮
➖➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર શાથી શોભે ? (૧) પંડિત વિદ્યાથી (૨) રાજા સૈન્યથી (૩) વ્યાપારી પ્રમાણિક ધંધા-રોજગારથી અને (૪) સાધુ જ્ઞાન સહિત ચારિત્રથી.

🌹ચાર પ્રકારના ગૌતમ (૧) ગૌતમસ્વામી તે મહાવીરસ્વામીના શિષ્ય અને મુખ્ય ગણધર (૨) ગૌતમબુધ્ધ-બુધ્ધ ધર્મના પ્રવર્તક (૩) ગૌતમ ઋષિ વૈદિક મતમાં થયેલાં અને (૪) ગૌતમ વૈયાયિક.

🌹ચાર પ્રકારની બુધ્ધિ (૧) ઔત્પાતિક-આપણા પોતાનાથી જ ઉત્પન્ન થાય (કોઈની સહાય વિના આકસ્મિક સ્ફૂરણા થઈ આવે) (૨) વૈનેયિકી-વિનય કરતાં ઉત્પન્ન થાય (૩) કાર્મિકિ-કામ કરતાં સારી બુધ્ધિ ઉત્પન્ન થાય અને (૪) પારિણામિકી-તે વય અથવા જ્ઞાન પરિણમતાં ઉત્પન્ન થાય.

🌹સંસારના ચાર હેતુઓ – (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ.

મિથ્યાત્વ- અસત્ય અને અસત્ય ને સત્ય માનવું તે. વ્રત ગ્રહણ ન કરવાં તે અવિરતિ. જેનાથી સંસાર વધે તે કષાય અને મન, વચન, કાયાનો દુરુપયોગ તે યોગ.

🌹ચાર પ્રકારનાં ધ્યાન – (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન.

(૧) આર્તધ્યાન-સ્વજનાદિક ઈષ્ટ વસ્તુઓનો વિયોગ થવાથી જે ચિંતા, શોકાદિ થાય તે

(ર) રૌદ્રધ્યાન-પ્રાણીઓની હિંસાદિકનું ચિંત્વન કરવું તે

(૩) જે ધ્યાન ધર્મ-આત્મસ્વભાવની અભિમુખ કરે તે ધર્મધ્યાન.

(૪) શુકલધ્યાન-કશાયના ક્ષય અથવા ઉપશમથી આત્માને જે પવિત્ર કરે તે.

પહેલા તથા બીજા પ્રકારના ધ્યાનનો ત્યાગ કરવો અને ત્રીજા તથા ચોથા ધ્યાનનો આદર કરવો.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૮
➖➖➖➖➖➖➖➖➖➖
🌹સિધ્ધ ભગવાનના ચાર પ્રાણ – (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત સુખ અને (૪) અનંત વીર્ય.

🌹ચાર પ્રકારની મહાવિગય (૧) માંસ (૨) મદિરા (દારુ) (૩) મધ અને (૪) માખણ.

🌹ચાર પ્રકારની કથા

(૧) આક્ષેપણી- મોહથી આત્માને પાછો ખેંચવા રૂપ.

(૨) વિક્ષેપણી- આત્માને કુમાર્ગમાંથી સન્માર્ગમાં ખેંચવા રૂપ.

(૩) સંવેગિની- સાંભળનારને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી.

(૪) નિર્વેદિની- સાંભળનારને નિર્વેદ થાય એટલે સંસારના બંધનમાંથી છૂટવાની ભાવના.

🌹ચાર મહાપડવા – (૧) અષાઢ વદ એકમ (૨) આસો વદ એકમ (૩) કાર્તિક વદ એકમ અને (૪) ફાગણ વદ એકમ. આ ચારે મહાપડવાની અસજઝાય હોય છે. (તે દરમ્યાન શ્રુત-શાસ્ત્રનો સ્વાધ્યાય ન થઈ શકે)

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૯
➖➖➖➖➖➖➖➖➖
🌹નારકીને ચાર પ્રકારનો આહાર (૧) ઈંગાલોપમ- અંગારા જેવો (૨) મુરમુરોપમ-ભાઠાના અગ્નિ જેવો (૩) શીતલ-ઠંડો અને (૪) હિમશીતલ-બરફ જેવો ઠંડો.

🌹ધર્મના ચાર દ્વાર – (૧) ક્ષમા (૨) નિર્લોભતા-સંતોષ (૩) આર્જવ-નિષ્કપટના અને (૪) માર્દવ-કોમળતા.

🌹ચાર પ્રકારના લોકપાળ – (૧) પૂર્વ દિશાનો સોમ (૨) દક્ષિણ દિશાનો યમ (૩) પશ્ચિમ દિશાનો વરૂણ અને (૪) ઉત્તર દિશાનો કુબેર.

🌹ચાર પ્રકારની સ્ત્રી (૧) પદ્મિની (૨) ચિત્રિણી (૩) હસ્તની અને (૪) શંખિણી.

🌹ચાર પ્રકારના અનર્થદંડ (૧) પાપોપદેશ (૨) અપધ્યાન (૩) હિંસાપ્રદાન અને (૪) પ્રમાદાચરણ (૧)પોતાના પ્રયોજન વિના કાપો-ખોદો-મારો વિગેરે ઉપદેશ આપવો તે (૨) વેર-કલહ- અબોલાપણું-કઠોર શબ્દ વિગેરેનું ધ્યાન (૩) હિંસાના સાધનો બીજાને આપવા (૪) (ધાર્મિક હેતુ વિના માત્ર પ્રમાદથી હાસ્ય-રમત ક્રિયા કરવી. આશાતના કરવી)

🌹ચાર મૂળ સૂત્રો – (૧) આવશ્યક (૨) દશવૈકાલિક (૩) પિંડનિર્યુક્તિ અને (૪) ઉત્તરાધ્યયન.

🌹જીવ ચાર પ્રકારે નરકાયુ બાંધે

(૧) મહાઆરંભ રાત્રિદિવસ મહારંભના કાર્યો કર્યા કરે. (૨) મહાપરિગ્રહ-પોતાની પાસે વિપુલ સંપત્તિ હોવા છતાં અત્યંત મૂર્છાથી વિશેષ ને વિશેષ દ્રવ્ય સંગ્રહ કર્યા કરે (૩) કુત્સિત આહાર માંસ, મધ અને માખણ વિગેરેનો આહાર કરવાથી (૪) પંચેંદ્રિય વધ નિરપરાધી પંચેન્દ્રિય જીવોની જાણી-બૂઝીને હિંસા કરે.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૧૦
➖➖➖➖➖➖➖➖➖
🌹જીવ ચાર પ્રકારે તિર્યંચાયુ બાંધે

(૧) માયાવી – મોઢે મીઠું બોલે અને હ્રદયમાં કપટ રાખે

(૨) ગાઢ માયાવી – મોઢે મીઠું બોલે અને પાછળ નિંદાદિક કરે

(૩) અસત્યવાદી – જૂઠા જૂઠા લેખો લખી અધર્મ ફેલાવે

(૪) પ્રપંચી – કૂડા તોલ-માપ રાખી લેવડ-દેવડમાં છેતરવા પ્રપંચ કરે.

🌹જીવ ચાર પ્રકારે મનુષ્યાયુ બાંધે

(૧) વિનયી-દેવગુરુ ધર્મનો વિનય કરવાથી

(૨) સંતોષી-લોભનો ત્યાગ કરી ન્યાય-નીતિથી ધનોપાર્જન કરનાર

(૩) દયાળુ-તમામ જીવો પર દયા ધારણ કરનાર, પરોપકાર કરનાર અને

(૪) સ્વલ્પકષાયી-બીજાને નહીં ઠગનાર, સારું વર્તન રાખનાર તેમજ અન્યને ધર્મમાર્ગમાં જોડનાર.

🌹જીવ ચાર પ્રકારે દેવાયુ બાંધે

(૧) સરાગસંયમી-સંયમ પાળે પણ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, શિષ્યાદિક પર રાગ રાખે

(૨) સંયમાસંયમી-વિરતિ-અવિરતિપણું-કાંઈક સંયમીપણું અને કાંઈક અસંયમીપણું

(૩) અકામ નિર્જરાવાળા-રોષથી અજ્ઞાનપણે ક્ષુધા, તૃષા સહન કરે અને

(૪) બાલતપસ્વી-અજ્ઞાનપૂર્વક કષ્ટક્રિયા કરે.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૧૧
➖➖➖➖➖➖➖➖➖
🌹દેવો મનુષ્યલોકમાં કયારે આવે ?

(૧) તીર્થંકરના પાંચે કલ્યાણક પ્રસંગે (ર) પોતાના ઉપકારી આચાર્ય-ઉપાધ્યાયને વંદન-નમસ્કાર કરવા
(૩) તપસ્વીનો મહિમા દર્શાવવા અને
(૪) સ્વજનાદિક મિત્રાદિકના સ્નેહથી આકર્ષાઈને.

🌹ચાર સમયે સજઝાય ધ્યાન ન કરવું

(૧) સૂર્યોદય પહેલાં અને ઉદય પછી એક-એક ઘડી

(૨) સૂર્યાસ્ત પહેલાં અને પછીની એક-એક ઘડી

(૩) મધ્યાહ્ય સમય થી આગળ-પાછળ એક-એક ઘડી (૪) મધ્યરાત્રિ. થી આગળ-પાછળ એક-એક ઘડી

🌹ચાર કાલકાચાર્ય કયારે થયા ?

(૧) વીરનિર્વાણ પછી ત્રણસો ને પાંત્રીશ વર્ષે પ્રથમ થયા.

(૨) વીરનિર્વાણ પછી ચાર સો ને ત્રેપન વર્ષે બીજા થયા.

(૩) વીરનિર્વાણ પછી સાતસોને વીશ વર્ષે ત્રીજા થયા જેમણે શકેંદ્રના પૂછવાથી નિગોદનું સ્વરૂપ જણાવ્યું.

(૪) વીરનિર્વાણ પછી નવસો ને ત્રાણું વર્ષે ચોથા થયા. જેમણે પાંચમને બદલે ચોથની સંવત્સરી કરી.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૧૨
➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર પ્રકારનાં પ્રમાણ
(૧) આગમ પ્રમાણ-સિદ્ધાંતથી દેવ, મનુષ્ય વગેરે જાણે
(૨) અનુમાન પ્રમાણ-જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય તેમ અનુમાનથી જાણે.
(૩) ઉપમા પ્રમાણ-ગાય જેવો રોઝ હોય છે તેમ ઉપમાથી જાણે અને
(૪) પ્રત્યક્ષ પ્રમાણ-નજરે જોવાથી જાણે.

🌹ચાર પ્રકારના દુર્લભ
(૧) પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાનપામવું દુર્લભ.
(૨) છ લેશ્મામાં શુક્લલેશ્યા પામવી મહાદુર્લભ
(૩) ચાર ધ્યાનમાં ધર્મધ્યાન તથા શુકલધ્યાન પામવાં દુર્લભ અને
(૪) યુવાવસ્થામાં શિયળ પાળવું અતિ દુર્લભ.

🌹ચારને દીક્ષા ન દેવી (૧) રોગી, (૨) વિગયના લોલુપી (૩) ક્રોધી અને (૪) માયાવી.

🌹દેવને જાણવાના ચાર લક્ષણો (૧) આંખનું મટકુ ન મારે (૨) દેહનો પડછાયો ન પડે (૩) પુષ્પમાળા ન કરમાય અને (૪) જમીનથી ચાર આંગળ ઊંચે રહે.

🌹ક્રિયાનાં ચાર દૂષણો (૧) સંધ્ગદ્ય (શંકાયુક્ત) ક્રિયા (ર) શૂન્ય ક્રિયા, (૩) અવિધિ ક્રિયા અને (૪) અતિપ્રવૃતિ ક્રિયા.

🎋જૈન ધર્મમાં ચારની વિશેષતા….૧૩
➖➖➖➖➖➖➖➖➖
🌹ચાર પ્રકારના કષાય

૧. અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા અને લોભ. તે જાવજજીવ રહે.

▪️ક્રોધ-પર્વતની ફાટ સરખો જાણવો.
▪️માન-પથ્થરના સ્તંભ સરખો જાણવો.
▪️માયા-કઠિન વાંસની જડ જેવી જાણવી.
▪️લોભ-કૃમિના રંગ જેવો જાણવો.

આ કષાય આચરનાર નરક ગતિમાં જાય અને દુ:ખ પામે…

૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન માયા અને લોભ. તે એક વર્ષ પર્યંત રહે.

▪️ક્રોધ-પૃથ્વીની રેખા સરખો
▪️માન-હાડકાના સ્તંભ સરખો
▪️માયા-મેંઢાના શીંગડા સરખી
▪️લોભ-નગરની ખાળના કીચડ સરખો.

આ ક્યાય આચરનાર તિર્યંચ ગતિમાં જાય .

૩. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભની સ્થિતિ ચાર માસની છે.

▪️ક્રોધ-રેતીની રેખા સમાન છે.
▪️માન-કાષ્ઠના સ્તંભ સમાન છે.
▪️માયા-ગોમૂત્ર સરખી.
▪️લોભ-ગાડીના ખંજન (કીલ) સમાન.

આ કષાય આચરનાર મનુષ્ય ગતિમાં જાય પણ સાધુપણું પામી શકતો નથી.

૪. સંજવલન કષાય-ક્રોધ, માન, માયા અને લોભ પંદર દિવસ પર્યંત રહે.

▪️ક્રોધ-પાણીમાં કરેલ રેખા સમાન
▪️માન-નેતરની સોટી સમાન.
▪️માયા-વાંસની છાલ સમાન.
▪️લોભ-હળદરના રંગ સમાન,

આ કષાય આચરનાર દેવલોકમાં જાય, તે વીતરાગ દશા પામી શકતો નથી.

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

 

♦️ પાંચ ♦️

🔵 પ્રતિક્રમણ:- *(1)* રાઈ પ્રતિક્રમણ-રોજ સવારે કરાય *(2)* દેવસી પ્રતિક્રમણ – રોજ સાંજે કરાય *(3)* પખ્ખી પ્રતિક્રમણ -દર ચૌદસે કરાય *(4)* ચૌમાંસી પ્રતિક્રમણ -કારતક સુદ ૧૪,ફાગણ સુદ ૧૪ અને અષાઢ સુદ ૧૪ સે કરાય. *(5)* સંવત્સરી પ્રતિક્રમણ – ભાદરવા-સુદ – ચોથે કરાય.

🔵 પાંચ પ્રકારનું દાન:- *(1)* અભય દાન *(2)* સુપાત્ર દાન *(3)* અનુકંપા દાન *(4)* ઉર્ચિત દાન *(5)* કીર્તિ દાન.

🔵 પાંચ પ્રકારના મિથ્યાત્વ:- *(1)* આભિગ્રાહિક *(2)* અનાભિગ્રાહિક *(3)* આભિનિવેશિક *(4)* સાંશયિક *(5)* અનાભોગિક.

🔵 પાંચ પ્રકારના શરીર:- *(1)* ઔદારિક *(2)* વૈક્રિય *(3)* આહારક *(4)* તૈજસ *(5)* કાર્મણ.

🔵 પાંચ પ્રકાર ના પાત્ર:- *(1)* રત્ન ના પાત્રસમાન-તીર્થંકરદેવ *(2)* સુવર્ણ ના પાત્ર સમાન- સાધુભગવંત *(3)* ચાંદીના પાત્ર સમાન-વ્રત ધારી શ્રાવક *(4)* તાંબા ના પાત્ર સમાન -સમકિત દ્રષ્ટિશ્રાવક *(5)* લોઢાનાપાત્ર સમાન-અન્ય વ્યક્તિ.

🔵 પાંચ પ્રકારના જ્ઞાન:- *(1)* મતિજ્ઞાન *(2)* શ્રુતજ્ઞાન *(3)* અવધિજ્ઞાન *(4)* મન:પર્યવજ્ઞાન *(5)* કેવળજ્ઞાન.

🔵 પાંચ મહાવ્રત :- *(1)* સર્વથા પ્રાણાતિપાત વિરમણ *(2)* સર્વથા મૃષાવાદ વિરમણ *(3)* સર્વથા અદત્તાદાન વિરમણ *(4)* સર્વથા મૈથુન વિરમણ *(5)* સર્વથા પરિગ્રહવિરમણ.

🔵 પાંચ પ્રકારની ક્ષમા :- *(1)* ઉપકાર *(2)* અપકાર *(3)* વિપાક *(4)* વચન *(5)* ધર્મક્ષમા.

🔵 પાંચ પ્રકારનો સ્વાધ્યાય:- *(1)* વાચના *(2)* પૃચ્છના *(3)* પરાવર્તના *(4)* અનુપ્રેક્ષા *(5)* ધર્મકથા.

🔵 પાંચ પ્રકારના આચાર :- *(1)* જ્ઞાનાચાર *(2)* દર્શનાચાર *(3)* તાપાચાર *(4)* ચરીત્રાચાર *(5)* વિર્યાચાર.

🔵 પાંચ મેરૂ પર્વત :- (1) સુદર્શન (2) વિજય (3) અચલ મેરૂ (4) મંદર (5) વિદ્યુતમાલી.

🔵 પાંચ પ્રકારની ઇન્દ્રિય:- (1) સ્પર્શેન્દ્રિય -ચામડી*(2)* રસન્દ્રિય-જીભ (3) ધારન્દ્રિય-નાક, (4) ચક્ષુરિન્દ્રિય- આંખ (5) શ્રોતેન્દ્રિય- કાન

🔵 પાંચ પ્રકારે દાનના ભૂષણ:- (1) આનંદના આંસુ આવે*(2)* રોમાંચિત થાય (3)*બહુમાન ઉત્પન્ન થાય *(4) પ્રિયવચન બોલે, (5) સુપાત્ર ની અનુમોદના કરે.

🔵 પાંચ પ્રકારે દાન ના દુષણ:- (1) દાન લેવાવાળા નો અનાદર કરે (2) દાન દેવામાં વિલંબ કરે*(3)* વિમુખતા કરે (4) અપ્રિય વચન બોલે (5) દાન દીધા પછી પાશ્ચતાપ કરે.

🔵 પાંચ પ્રકાર ના વંદન:- (1) વંદન કર્મ (2) ચિતિકર્મ (3) કૃતિકર્મ (4) વિનયકર્મ *(5)*પૂજાકર્મ.

🔵 પાંચ પ્રકારના વ્યવહાર:- (1) આગમ (2) સૂત્ર (3) આજ્ઞા (4) ધારણા (5) જીત .

🔵 પાંચ પ્રસ્થાન :- (1) વિદ્યાપીઠ -સરસ્વતી અભય (2) સૌભાગ્યપીઠ-ત્રિભુવન સ્વામીની દેવી અકરણ, (3) લક્ષ્મીપીઠ- શ્રીદેવી અહમિન્દ્ર (4) મંત્રયોગ-રાજ્પીઠ,યક્ષરાજ તુલ્ય.(5) સુમેરૂપીઠ ઈન્દ્રાદિદેવો,કલ્પ.

🔵 પાંચ કાર્ય ઉત્પન્ન કરનાર :- (1) કાળ (2) સ્વભાવ (3) નિયતિ (4) કર્મ(પૂર્વનું.) (5) પુરુષાર્થ-ઉદ્યમ

🔵 પાંચ પ્રકારે વિનય :- (1) દર્શન વિનય (2)*જ્ઞાન વિનય (૩) ચરિત્ર વિનય *(4) તપવિનય (5) ઔપચારિક વિનય.

🔵 પરમાત્મા ના પાંચ કલ્યાણક :- (1) ચ્યવન (2) જન્મ (3) દિક્ષા (4) કેવળ જ્ઞાન (5) મોક્ષ

🔵 પાંચ પ્રકાર ના દિવ્ય :- પ્રભુ જ્યાં જ્યાં ભિક્ષા ગ્રહણ કરે ત્યાં દેવતા પંચ દિવ્ય પ્રગટ કરે છે.
(1) સાડાબાર ક્રોડ સોનૈયા ની વૃષ્ટિ કરે છે. (2) વસ્ત્ર ની વૃષ્ટિ (3) સુગંધીપુષ્પ ની વૃષ્ટિ, (4) દંદુભિનાદ (5) “અહોદાનં અહોદાનં” ની ઉદઘોષણા.

 

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૧
➖➖➖➖➖➖➖➖➖
🌹ધર્મના પાંચ લક્ષણ (૧) ઉદારતા (૨) દાક્ષિણ્યતા (૩) પાપ-જુગુપ્સા (૪) નિર્મલ બોધ (૫) જનપ્રિયતા

🌹પાંચ પ્રકારના મિથ્યાત્વ

૧ આભિગ્રહિક-પોતાનો મત જ સાચો માને.

૨ અનભિગ્રહિક-સર્વ ધર્મ સારા છે, બધા ધર્મને સરખા માને.

૩ અભિનિવેશ- પોતાનો મત ખોટો છે તેમ જાણે છતા મૂકે નહિ.

૪ સાંશયિક-સિદ્ધાંતમાં કહેલું સાચું હશે કે ખોટું ? એમ શંકા કરે.

૫ અનાભોગિક-સાચું ખોટું-અજાણપણે કાંઈ સમજે નહિ-અજાણ રહે.

🌹પાંચ પ્રકારની ક્ષમા.

(૧) અપકાર ક્ષમા- એક માણસ ગાળ દે ત્યારે ગુસ્સો આવે છે,પણ વિચાર કરે કે હું ગાળ દઈશ તો માર પડશે માટે અપકારના ભયથી ક્ષમા રાખે.

(૨) ઉપકાર ક્ષમા- શેઠ પગાર આપે છે. માટે તેની ગાળ ખમવી પડે.

(૩) વિપાક ક્ષમા- શાસ્ત્ર કહે છે કે કષાય કરવાથી દુર્ગતિ થાય છે. માટે ક્રોધ ન કરે.

(૪) શાસ્ત્ર ક્ષમા- શાસ્ત્રો ક્ષમા રાખવાનું કહે છે આત્માનો ગુણ છે. માટે ક્ષમા રાખે.

(૫) લોકોત્તર ક્ષમા- આવી રીતે શાસ્ત્ર ક્ષમા સેવતો જાય ત્યારે લોકોત્તર ક્ષમા આવે. માટે ગમે તેવો પ્રસંગ આવે તો પણ ક્રોધ કરે નહિ.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૨
➖➖➖➖➖➖➖➖➖
🌹પાંચ પ્રકારના દાન- (૧) અભયદાન. (૨) સુપાત્રદાન. (૩) અનુકંપાદાન (૪) ઉચિતદાન (૫) કીર્તિદાન

🌹દાનને દૂષિત કરનારા પાંચ કારણો
(૧) અનાદરથી આપે.
(૨) ઘણી વાર લગાડીને આપે.
(૩) વાંકુ મોં રાખીને આપે.
(૪) અપ્રિય વચન સંભળાવીને આપે. (૫) આપ્યા પછી પશ્ચાત્તાપ કરે. તો દાન દૂષિત બને.

🌹દાનનાં પાંચ ભૂષણ

(૧) આપતાં આનંદનાં આંસુ આવે.
(૨) રોમાંચ ખડા થાય.
(૩) બહુમાન પેદા થાય.
(૪) પ્રિય વચન બોલે.
(૫) આપ્યા પછી અનુમોદના કરે. તો દાન દીપી ઉઠે.

🌹પાંચ પ્રકારની નિદ્રાના નામ

(૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) થિણદ્ધિ.

(૧) સુખે સુખે જાગી જાય તે નિદ્રા,
(૨) દુ:ખ-કષ્ટ પૂર્વક મુશ્કેલીથી જાગે તે નિદ્રા.
(૩) બેઠા બેઠા અને ઊભા ઊભા ઉંધે. તે પ્રચલા.
(૪) ચાલતાં ચાલતાં ઊંઘે તે પ્રચલા -પ્રચલા
(૫) દિવસે ચિતવેલું કામ રાતે ઊંઘમાં કરી આવે તે થિણદ્ધિ આ નિંદ્રા વાલાને વાસુદેવથી અડધું બળ હોય

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….3
➖➖➖➖➖➖➖➖➖
🌹જ્ઞાનના પાંચ પ્રકાર (૧) મતિજ્ઞાન- ઇંદ્રિય તથા મનથી થાય છે (૨)શ્રુતજ્ઞાન-મતિપૂર્વક જેમાં શબ્દ તથા અર્થની આપ-લે થાય છે તે.. (૩) અવધિજ્ઞાન- ઇંદ્રિય તથા મનની અપેક્ષા વગર અમુક મર્યાદામાં રૂપીદ્રવ્યનું જ્ઞાન થાય થાય છે (૪) મન:પર્યવજ્ઞાન- ઇંદ્રિય તથા મનની અપેક્ષા વગર અમુક-મર્યાદામાં સંજ્ઞની જીવોના મનોગત ભાવો જાણી શકાય તે. (૫) કેવળજ્ઞાન-ત્રણે લોકમાં રહેલા ત્રિકાળવર્તિ સઘળા પદાર્થો તથા ભાવો સર્વથા એકી સાથે જાણી શકાય છે. તથા જોઈ શકાય છે.

🌹સિદ્ધગિરિ ઉપર કરવાના પાંચ ચૈત્યવંદન
(૧) તળેટીમાં પગલા આગળ.
(૨) ગિરિરાજ ઉપર શાંતિનાથજી દેરાસરમાં
(૩) રાયણ પગલે
(૪) પુંડરીકસ્વામીજીના દેરાસરમાં
(૫) મૂલનાયક આદીશ્વર દાદા પાસે.

🌹સમકિતનાં પાંચ લક્ષણ
(૧) ઉપશમ – રાગદ્વેષની ગાંઠ તોડવી
(ર) સંવેગ – સંસારી સુખને દુ:ખરૂપ માનવું
(૩) નિર્વેદ – સંસારના બંધનમાંથી છૂટવાની ભાવના
(૪) અનુકમ્પા- સંસારના દરેક જીવો દુ:ખથી મુક્ત કેમ થાય તેવી ભાવના.
(૫) આસ્તિક્યતા – વીતરાગભાષિત શાસ્ત્ર ઉપર શ્રદ્ધા.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૪
➖➖➖➖➖➖➖➖➖
🌹અંતરાય કર્મના પાંચ પ્રકાર

૧ દાનાંતરાય- દાન દેવાની વસ્તુ છે, પણ આપી ન શકાય.
૨ લાભાંતરાય- દાન દેવા યોગ્ય વસ્તુ છે, પણ માંગનારને ન મળે તે.
૩ ભોગાંતરાય- એક વાર ભોગમાં આવે તેવી ખાવા પીવા વિગેરેની વસ્તુ હાજર છે પણ ભોગવી ન શકે.
૪ ઉપભોગાંતરાય- વારંવાર ભોગવવા યોગ્ય સ્ત્રી,વસ્ત્રાદિ હોવા છંતા ભોગવી ન શકાય.
૫ વીર્યંતરાય-પોતે શરીરે મજબૂત હોય છતા પણ શકિત ફોરવી ન શકે એવું કર્મ.

🌹પાંચ પ્રકારના પ્રમાદ – (૧) મદ (૨) વિષય (૩) ક્યાય (૪) નિદ્રા (૫) વિક્થા

🌹પાંચ પ્રકારના આચાર

૧ જ્ઞાનાચાર- જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે,જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કરે અને ભણનારને સહાય કરે.
૨. દર્શનાચાર- શુદ્ધ સમ્યક્રત્વને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યક્ત્તવથી પડતાંને સમજાવી સ્થિર કરે.
૩. ચારિત્રાચાર- પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે.
૪ તપાચાર- છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદે.
૫ વીર્યાચાર- ધર્મક્રિયા કરવામાં શકિત ગોપવે નહિ અને તમામ આચાર પાળવામાં વીર્યશકિત સંપૂર્ણ રીતે ફોરવે.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૫
➖➖➖➖➖➖➖➖➖
🌹પંચ પરમેષ્ઠી.

૧ અરિહંત- અરિ-શત્રુ અને હંત હણનાર. એટલે કર્મરૂપી શત્રુને હણનાર. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ ચાર કર્મને ખપાવી જેઓ કેવલજ્ઞાન પામ્યા છે તે. તેમના ૧૨ ગુણ છે.

૨ સિદ્ધ- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનિય, આયુષ્ય, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય. આ આઠ કર્મને ખપાવી જેઓ મોક્ષમાં ગયા છે તે સિદ્ધ કહેવાય. તેમના આઠ ગુણો છે.

૩ આચાર્ય- પાંચ આચારને પાળે તથા પળાવે તેમજ ધર્મના નાયક. તેમના ગુણ છત્રીશ છે.

૪ ઉપાધ્યાય- સિદ્ધાંત ભણે તેમજ બીજાને ભણાવે તે. તેમના પચ્ચીશ ગુણ છે.

૫. સાધુ- મોક્ષમાર્ગ સાધવા માટે યત્ન કરે તે સાધુ. તેમના સતાવીશ ગુણ.

આ રીતે ક્રમમાં સિદ્ધભગવાન અરિહંતથી ઊંચા હોવા છતા અરિહંત ગણત્રીમાં પ્રથમ લેવાય છે. તેનુ કારણ અરિહંતો પૃથ્વી પર વિચરી,કેવલજ્ઞાની હોવાથી ભવ્ય જીવોને ઉપદેશ આપી સંસાર-સમુદ્રથી તારે છે. નિકટના ઉપકારી બની સિદ્ધ બનવાનો રસ્તો બતાવે છે. પંચ પરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણો છે.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૬
➖➖➖➖➖➖➖➖➖
🌹પાંચ પ્રકારના ચારિત્ર.

૧ સામાયિક ચારિત્ર- સમતાનો લાભ એના બે પ્રકાર છે ઈત્વર અને યાવત્કથિત (૧) ઈત્વર ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં પ્રથમ દીક્ષા લેનારને હોય (ર) યાવત્કથિત-મધ્યમ બાવીશ તીર્થંકરના સાધુને હોય,કેમકે તેઓ ૠજુ-પ્રાજ્ઞ હોવાથી ચારિત્રમાં દોષ હોતો નથી.

૨ છેદોપસ્થાપનીય- પૂર્વના ચારિત્રપર્યાયનો છેદ કરીને ફરીથી મહાવ્રત લેવા તે.

૩ પરિહારવિશુદ્ધિ- તપવિશેષથી આત્માની વિશુદ્ધિ થાય તે. એ ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળા તીર્થંકર કે કેવળજ્ઞાની પાસે ચારિત્ર ગ્રહણ કરી શકે છે. અથવા જેણે તીર્થંકર કે કેવળજ્ઞાની પાસે ચારિત્ર લીધું હોય તેવા મુનિ પાસે ગ્રહણ કરે છે.

૪ સૂક્ષ્મસંપરાય- સૂક્ષ્મ= સ્વલ્પ. સંપરાય=કષાય. સ્વલ્પ કષાય. લોભાંશનો ઉદય હોય છે. વિશુદ્ધમાનક ચારિત્ર ક્ષપકશ્રેણી અને ઉપમશ્રેણીએ ચડનારને હોય અને સંકિલશ્યમાનક ઉપશમશ્રેણીથી પડનારને હોય.

૫ યથાખ્યાત- જયારે સર્વથા કષાયનો અભાવ હોય ત્યારે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય.

આ કાળમાં, પ્રથમના બે ચારિત્રધારી સાધુ માટે છે ને બાકીના ત્રણ પ્રકારના ચારિત્ર વિચ્છેદ થયા છે.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૭
➖➖➖➖➖➖➖➖➖
🌹પાંચ પ્રકારના શરીર.

૧ ઔદારિક- જિનેશ્વર-ગણધરાદિ મહાપુરુષોને હોવાથી ઉદાર=ઔદારિક કહેવાય છે, તે તિર્યંચ અને મનુષ્યોને હોય. ઉત્કૃષ્ટ ગતિ છેક રુચક પર્વત સુધી હોય અને તે જંઘાચારણ મુનિને હોય. વિદ્યાચારણ અને વિદ્યાધરોની એ ગતિ છેક નંદીશ્વર દ્વીપ સુધી હોય.

૨ વૈક્રિય- જે લબ્ધિ આદિથી નાનું-મોટું, દ્રશ્ય-અદ્રશ્ય થઈ શકે તે. એ શરીર દેવતા અને નારકીના જીવોને હોય, કેટલાક લબ્ધિવાનોને, વાયુકાયને, સંગ્નિ તિયિંચોને અને મનુષ્યોને પણ હોય. એનું પ્રયોજન એકત્વ, અનેકત્વ,સૂક્ષ્મત્વ,સ્થૂલત્વ, આદિ તથા આકાશગમન અને સંઘને સહાય કરવાનું હોય.

૩ આહારક- આ શરીરલબ્ધિ મન:પર્યવજ્ઞાની અથવા ચારણ મુનિને હોઈ શકે. તેમજ ચૌદ પૂર્વધારીને પણ હોય. એનું પ્રયોજન સૂક્ષ્માર્થ શંકા-નિવારણ અને જિનેન્દ્રની ઋદ્ધિનું દર્શન કરવા માટે હોય. આ શરીર એક હાથ પ્રમાણ હોય. આ શરીર સર્વથી અલ્પ છે અને ક્યારેક જ થાય છે.

૪ તેજસ્- આહારને પચાવવાને સમર્થ છે. અને આ શરીર સર્વને હોય છે. તેમજ કોઈ વધારે તપશ્ચર્યાથી ઉત્પન્ન થાય છે. જયારે તુષ્ટમાન હોય તો એમાંથી શીતલેસ્યા પણ નીકળે છે.

૫ કાર્મણ- આ શરીર જીવપ્રદેશો સાથે ભળેલું હોય છે. સર્વ સંસારી જીવોને હોય. એનું પ્રયોજન અન્ય ભવમાં ગમન કરવા માટે હોય છે. તેજસ અને કાર્મણ શરીર બંને ભવાંતરમાં જવા માટે સહાયકર્તા છે.

🌹પાંચ પ્રકારનાં પ્રાયશ્ચિત

૧ ગુરુમાસ- તે ત્રીશ દિવસનું,
૨ લધુમાસ- તે સત્યાવીશ દિવસનું.
૩ ગુરુચૌમાસ- તે ત્રીશ દિવસનો માસ ગણીને ચાર માસનું
૪ લઘુચૌમાસ-તે સત્યાવીશ દિવસનો માસ ગણીને ચાર માસનું.
૫ આરોપણા તે ફરીને પાંચ મહાવ્રત ઉચ્ચરે તે.

🎋જૈન ધર્મમાં પાંચની વિશેષતા….૮
➖➖➖➖➖➖➖➖➖
🌹પાંચ જણ વિદ્યા ભણી શકે- ૧ વિનિત. ૨ ઉદ્યમવંત, ૩ નિર્મળ બુદ્ધિવાળો. ૪ ઉપયોગવંત. ૫ આજીવિકાવાળો,

🌹પાંચ કલ્યાણક ૧ ચ્યવન. ૨ જન્મ. ૩ દીક્ષા. ૪ કેવલજ્ઞાન. ૫ નિર્વાણ. (તીર્થંકરોના જીવનના વિશિષ્ટ પ્રસંગો)

🌹પાંચ પ્રકારની ક્રિયા.
૧ વિષ- આ લોકમાં સુખની અપેક્ષાથી જે ક્રિયા કરવામાં આવે તે.
૨ ગરલ- પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે.
૩ અનનુષ્ઠાન- ઉપયોગશૂન્ય થતી ક્રિયા.
૪ તદ્હેતુ- સમજણ સહિત પરંતુ વીર્યોલ્લાસ રહિત ક્રિયા.
૫ અમૃત- સમજણ સહિત અને વીર્યોલ્લાસપૂર્વકની ક્રિયા.

🌹પાંચ પ્રકારની સભા :- (૧) સુધર્મા સભા (૨) ઉ૫પાત્ત સભા (૩) અભિષેક સભા (૪) અલંકાર સભા (૫) વ્યવસાય સભા.
આ પાંચ સભાઓ દેવલોકમાં હોય.

🌹ગૃહસ્થના પાંચ કસાઈ સ્થાનો
૧ ખાંડવાનું સ્થળ (ખાંડણી)
૨ દળવાનું સ્થળ (ઘંટી)
૩ રસોઈનું સ્થાન (ફૂલો)
૪. પાણીનું સ્થાન (પાણીયારું)
૫ સાવરણી.

🌹પાંચ કારણે ધર્મ ન પામે. ૧ અહંકારથી, ૨ ક્રોધથી, ૩ રોગથી, ૪ પ્રમાદથી, ૫ આળસથી

🌹પાંચ કારણે ચોમાસામાં વિહાર થાય. (૧) ભયથી, (૨) દુષ્કાળથી, (૩) રાજ્યભયથી, (૪) પાણી ફરી વળ્યા પહેલાં, (૫) અનાર્ય પરિસહ કરે ત્યારે.

🌹પાંચ પ્રકારનાં દિવ્ય:- (૧) સુવર્ણવૃષ્ટિ, (૨) ગંધોદક- કુસુમવૃષ્ટિ, (૩) સુગંધી વાસક્ષેપ, (૪) દેવદુંદુભી, (૫) અહોદાનં અહોદાનંની ઘોષણા. (તીર્થંકરોના તપના પારણા વિગરે પ્રસંગોએ થાય)

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

 

🟠 છ પ્રકારના સંઘયણ : (1) વજ્ર ઋષભનારાચ સંઘયણ (2) ઋષભનારાચ સંઘયણ (3) નારાચ સંઘયણ (4) અર્ધ નારાચ સંઘયણ (5) કીલીકા સંઘયણ (6) સેવાર્ત-છેવટનું સંઘયણ.

🟠 છ પ્રકારના સંસ્થાન : (1) સમચતુરસ્ત્ર સંસ્થાન (2) ન્યગ્રોથ (3) સાદિ (4) વામણ (5) કુબ્જ (6) હુન્ડક.

🟠 છ` રીના નામ : (1) પાદચારી (2) ભૂમિ સંથારી (3) એકાહારી (4) સમ્યક્ત્વધારી (5) સચિત્ત પરિહારી (6) બ્રહ્મચારી.

🟠 છક્કાય ના નામ : (1) પૃથ્વીકાય (2) અપકાય (3) તેઉકાય (4) વાયુકાય (5) વનસ્પતિકાય (6) ત્રસકાય.

🟠 છ ગુણ વાણીના : (1) હિતકારી (2) મિતકારી (3) મધુર (4) અતુચ્છ (5) ગર્વ રહિત (6) સત્ય.

🟠 છ પર્યાપ્તિ નામ : (1) આહાર (2) શરીર (3) ઇન્દ્રિય (4) શ્વાસોશ્વાસ (5) ભાષા (6) મન પર્યાપ્તિ.

🟠 છ લેશ્યાના નામ : (1) કૃષ્ણ લેશ્યા (2) નીલ લેશ્યા (3) કાપોત લેશ્યા (4) તેજો લેશ્યા (5) પદ્મ લેશ્યા (6) શુકલ લેશ્યા.

🟠 છ દ્રવ્ય વિશ્વના : (1) ધર્માંસ્તિકાય (2) અધર્માસ્તિકાય (3) આકાશાસ્તિકાય (4) પુદગલાસ્તિકાય (5) જીવાસ્તિકાય (6) કાળ.

🟠 છ આવશ્યકના નામ : (1) સામાયિક (2) ચૌવિસત્થો (3) વંદન (4) પ્રતિક્રમણ (5) કાઉસગ્ગ (6) પચ્ચક્ખાણ.

🟠 છ દર્શનના નામ : (1) જૈન (2) મીમાંસક (3) બૌદ્ધ દર્શન (4) નૈયાયિક (5) ચાર્વાક દર્શન (6) સાંખ્ય દર્શન.

🟠 છ પ્રકારે બીજ : (1) અગ્ર (2) મૂળ (3) સ્કંધ (4) પર્વ (5) બીજ (6) સમુર્ચ્છણ

🟠 છ પ્રકારે ભાષા : (1) પ્રાકૃત (2) સંસ્કૃત (3) માગધી (4) પિશાચી (5) શૌરસેની (6) અપભ્રંશ.

🟠 જંબુ દ્વિપ માં આવેલ છ પર્વત : (1) હિમવંત પર્વત (2) શિખરીપર્વત (3) મહાહિમવંત પર્વત (4) રૂક્રિમ પર્વત (5) નિષધ પર્વત (6) નિલવંત પર્વત.

🟠 છ અઠ્ઠાઈ ના દિવસો :*

(1) કારતક ચોમાસા ની – કારતક સુદ-૭ થી કારતક સુદ-૧૪.
(2) ફાગણ ચોમાસા ની – ફાગણ સુદ-૭ થી ફાગણ સુદ- ૧૪ .
(3) ચૈત્ર માસ ની આયંબિલ ની ઓળી – ચૈત્રસુદ-૭ થી ચૈત્રસુદ-૧૫.
(4) અષાઢ ચોમાસા ની -અષાઢ સુદ-૭ થી અષાઢ સુદ-૧૪.
(5) પયુષણપર્વ ની – શ્રાવણવદ-૧૨ થી ભાદરવા સુદ-૪.
(6) આસો માસ ની આયંબિલ ની ઓળી – આસોસુદ-૭ થી આસોસુદ-૧૫.

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

🔹 સાત 🔹

🟣 સાત ગરણાં :-
(1) પાણી ગાળવાનું
(2) છાસ
(3) દૂધ
(4) તેલ
(5) ગરમ પાણી
(6) ઘી
(7) લોટ ચાળવાનું

🟣 સાતક્ષેત્ર :-
(1) જિન પ્રતિમા
(2) જિન મંદિર
(3) જિનાગમ
(4) સાધુ
(5) સાધ્વી
(6) શ્રાવક
(7) શ્રાવિકા.

🟣 સાત નય :-
(1) નૈગમ
(2) સંગ્રહ
(3) વ્યવહાર
(4) ઋજુસૂત્ર
(5) શબ્દ
(6) સમભિરૂઢ
(7) અવંભૂત.

🟣 જિન મંદિરની સાત શુદ્ધિ :-
(1) અંગ શુદ્ધિ
(2) વસ્ત્ર
(3) મન
(4) ભૂમિ
(5) ઉપકરણ
(6) દ્રવ્ય
(7) વિધિશુદ્ધિ.

🟣 સાત પ્રકારના ચરિત્ર :-
(1) સામયિક
(2) છેદોપસ્થાનીય
(3) પરિહાર વિશુદ્ધિ
(4) યથાખ્યાત
(5) સુક્ષ્મ સંપરાય
(6) દેશવિરતી
(7) અવિરતિ

🟣 સાત વ્યસન :-
(1) ચોરી
(2) જુગાર
(3) માંસ
(4) વેશ્યાગમન
(5) શિકાર
(6) દારૂ
(7) પરસ્ત્રીગમન.

🟣 સાત ભય :-
(1) ઇહલોક ભય
(2) પરલોક ભય
(3) આદાન ભય
(4) અકસ્માત ભય
(5) આજીવિકા ભય
(6) મરણ ભય
(7) અપયશભય

🟣 સાત માંડલી :-
(1) સૂત્ર
(2) અર્થ
(3) ભોજન
(4) કાલગ્રહણ
(5) પ્રતિક્રમણ
(6) સ્વાધ્યાય
(7) સંથારો.

🟣 જંબુદ્વિપમાં આવેલ સાતક્ષેત્ર:-
(1) ભરત ક્ષેત્ર
(2) ઐરાવત ક્ષેત્ર
(3) હિમવંત ક્ષેત્ર
(4) હિરણ્યવંત ક્ષેત્ર
(5) હરિવર્ષ ક્ષેત્ર
(6) રમ્યક ક્ષેત્ર
(7) મહાવિદેહ ક્ષેત્ર

🟣 સાત નારક :-
(1) રત્ન પ્રભા
(2) શર્કરા પ્રભા
(3) વાલુકા પ્રભા
(4) પંક પ્રભા
(5) ધુમ પ્રભા
(6) તમઃ પ્રભા
(7) તમઃ તમઃ પ્રભા

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

 

🔹 આઠ 🔹

♣️ આઠ મદ :-♣️
(1) જાતિમદ- હરિકેશ મુનિએ પૂર્વભવ માં કર્યો.
(2) કુલમદ – મરીચી (મહાવીર પ્રભુનો આત્મા) એ કર્યો.
(3) બળમદ – શ્રેણિકરાજાએ .
(4) રૂપમદ – સનત ચક્રવર્તીએ.
(5) તપમદ – કુરગુડું મુનિના સાથી મુનિઓએ .
(6) ઋદ્ધિ મદ- દશાર્ણ ભદ્રે .
(7) વિદ્યામદ- સ્થૂલીભદ્ર મુનિએ
(8) લાભમદ- સુભુમ ચક્રવર્તીએ.

♣️ આઠકર્મ :-♣️
(1) જ્ઞાનાવરણીય- સૂર્ય ને ઢાંકવા વાદળ સમાન છે.
(2) દર્શનાવરણીય- રાજા પાસે જતાં ધ્વારપાળ સમાન તથા આંખ આગળ પરદા સમાન છે.
(3) વેદનીય- મધથી ખરડાયેલી તલવાર સમાન છે, તે ચાટે તો ગળી લાગે પણ જીભ કપાય.
(4) મોહનીય- દારૂ ના નશા સમાન છે.
(5) આયુષ્ય કર્મ- તે રાજાની બેડી સમાન છે.વખત પૂરો થયા વગર છૂટે નહિ.
(6) નામકર્મ- જેમ ચિત્રકાર (ચિતારો) વિવિધ પ્રકારના રૂપ બનાવે.
(7) ગોત્રકર્મ- કુંભારનું ચક્ર જેમ પીંડ ને ફેરવે તેમ જીવને સંસાર માં ફેરવે છે.
(8) અંતરાય કર્મ- સર્વ શક્તિરૂપ ભંડાર ને રાખે, જેમ રાજાનો ભંડારી ભંડાર સાચવે તેમ.

♣️ આઠ પ્રભાવક :-♣️
(1) પ્રવચન પ્રભાવક – શ્રી વજ્ર સ્વામી.
(2) ધર્મકથી પ્રભાવક- શ્રી સર્વજ્ઞસૂરી .
(3) વાદી પ્રભાવક – શ્રી મલ્લવાદી દેવસુરી મહારાજ
(4) નિમિત્ત વેતા – શ્રી ભદ્રબાહુ સ્વામી.
(5) તપસ્વી પ્રભાવક – શ્રી કાષ્ટ મુનિ .
(6) વિદ્યા પ્રભાવક – શ્રી હેમચંદ્રાચાર્ય.
(7) સિદ્ધ પ્રભાવક – શ્રી પ્રદ્લીપ્ત સૂરી
(8) કવિ પ્રભાવક – શ્રી સીધ્ધ્સેન દિવાકર સૂરી મહારાજા.

♣️ બુદ્ધિ ના આઠ ગુણ :-♣️
(1) સુશ્રુષા – સતપુરુષ નો ઉપદેશ સંભાળવા ની ઈચ્છા.
(2) ધર્મ શ્રાવણ – આત્મહિત માટે ધર્મ દેશના સાંભળે.
(3) પ્રશ્ન પૂછે – મન ની શંકાઓનું સમાધાન કરે.
(4) વિચારણા – બોધ અનુસાર વ્યવહારનો વિચાર કરે.
(5) ગ્રહણ કરવું – શંકા દુર થયા બાદ ગ્રહણ કરવું.
(6) અપાહાં – વિચારણા પછી એમાં મનને સ્થિર કરવું.
(7) ધારણા – સાંભળી ગ્રહણ કરી, વિચાર કરી ,નક્કી કર્યું હોય તે જીવનભર પકડી રાખે.
(8) વર્તન – ધારેલું કાર્ય કરવું અને કરાવવું.

♣️ વાણી ના આઠ ગુણ :-♣️
(1) વાણી – મધુર હોવી જોઈએ.
(2) નિપુણ – જે શબ્દ મુખમાંથી નીકળે તે પૂર્ણ યથાર્થ હોવો જોઈએ.
(3) સ્તોક – એટલે અલ્પ. અર્થાંત ઓછામાં ઓછા શબ્દ યુક્ત વચન બોલવું જોઈએ.
(4) કાર્ય પતિત – જરૂરીયાત પુરતું જ બોલવું.
(5) અગર્વિત – અભિમાન વિના વાણી બોલે.
(6) અતુચ્છ – વચનમાં તુચ્છતા ના હોય.
(7) પૂર્વમતિ સંકલિત – બોલતા પહેલા વિચાર કરીને બોલે.
(8) ધર્મ સંયુક્ત – વાણી ધર્મ યુક્ત હોવી જોઈએ.

♣️ આઠ દ્રષ્ટિના નામ :-♣️ (1) મિત્રા (2) બલા (3) સ્થિરા (4) પ્રભા (5) તારા (6) દીપ્રા (7) કાન્તા (8) પરા.

♣️ આઠ સિદ્ધિના નામ :-♣️ (1) અણિમા (2) લાધિમા (3) પ્રાપ્તિ (4) ઈશિતા (5) મહિમા (6) ગરિમા (7) પ્રાકામ્ય (8) વશિતા.

♣️ આઠ વર્ગણાં :-♣️ (1) ઔદારિક (2) આહારક (3) ભાષા (4) મન (5) વૈક્રિય (6) તૈજસ (7) શ્વાસોશ્વાસ (8) કાર્મણ.

♣️ સિદ્ધિના આઠ ગુણ :-♣️ (1) અનંતજ્ઞાન (2) અનંત દર્શન (3)અનંત ચારિત્ર (4) અનંતવીર્ય (5) અવ્યાબાધ સુખ (6) અક્ષયસ્થિતિ (7) અરૂપીપણું (8) અગુરુ લઘુ પણું

♣️ અષ્ટમંગલના નામ :-♣️ (1) દર્પણ (2) ભદ્રાસન (3) વર્ધમાન (4) શ્રી વત્સ (5) મીન યુગલ (6) કળશ (7) સ્વસ્તિક (8) નંદાવર્ત.

♣️ અષ્ટપ્રકારની પૂજા :-♣️ (1) જળપૂજા (2) ચંદન પૂજા (3) પુષ્પપૂજા (4) ધૂપપૂજા (5) દીપકપૂજા (6) અક્ષતપૂજા (7) નૈવેધપૂજા (8) ફળપૂજા.

♣️ આઠ પ્રતિહાર્યના નામ :-♣️ (1) અશોક્વ્રુક્ષ (2) સુર પુષ્પ વૃષ્ટિ (3) દિવ્ય ધ્વની (4) ચામર (5) સિંહાસન (6) ભામંડળ (7) દેવ દંદુભી (8) છત્રત્રયં

♣️ આઠ પ્રવચન માતા :-♣️
પાંચ સમિતિ – (1) ઈર્ષ્યા સમિતિ (2) ભાષા સમિતિ (3) એષાનાસમિતિ (4) આદાન-ભંડ-મત્ત નિક્ષેપના સમિતિ (5) પારિષ્ઠપાણીકા
ત્રણ ગુપ્તિ – (1) મનગુપ્તિ (2) વચનગુપ્તિ (3) કાયગુપ્તિ.

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

🔹 નવ 🔹

🔵 નવ પદ ના નામ:-

(1) અરિહંત (2) સિદ્ધ (3) આચાર્ય (4) ઉપાધ્યાય (5) સાધુ (6) દર્શન (7) જ્ઞાન (8) ચરિત્ર (9) તપ.

🔵 પ્રભુના નવ અંગ ના નામ :-

(1) ડાબો-જમણો અંગુઠો (2) જમણે- ડાબે ઢીચણ (3) જમણા-ડાબા કાંડે (4) જમણા-ડાબા ખભે (5) મસ્તક-શિખાએ (6) લલાટે (7) કંઠે (8) હૃદયે (9) નાભિ.

🔵 નવ ગ્રહોના નામ –

(1) સૂર્ય (2) ચંદ્ર (3) મંગળ (4) બુધ (5) ગુરૂ (6) શુક્ર (7) શનિ (8) રાહુ (9) કેતુ.

🔵 નવરસ ના પ્રકાર –

(1) શૃંગાર (2) રૌદ્ર (3) બીભત્સ (4) હાસ્ય (5) વીર્ય (6) અદભૂત (7) કરુણ (8) ભયાનક (9) શાંત

🔵 નવ લોકાંતિક દેવ ના નામ :-

(1) સારસ્વત (2) આદિત્ય (3)વન્હિ (4) અરુણ (5) ગર્દતોય (6) તુષિત (7) અવ્યાબાધ (8) મરૂત (9) અરિષ્ટ

🔵 નવ તત્વ :-
(1) જીવતત્વ (2) અજીવતત્વ (3) પુણ્યતત્વ (4) પાપતત્વ (5) સંવરતત્વ (6) આશ્રવતત્વ (7) નિર્જરાતત્વ (8) બંધતત્વ (9) મોક્ષતત્વ.

🔵 નવ નોકષાય :-

(1) હાસ્ય (2) રતિ (3) અરતિ (4) ભય (5) શોક (6) જુગુપ્સા (7) સ્ત્રીવેદ (8) પુરુષ વેદ (9) નપુંસક વેદ.

🔵 નવ પ્રકાર ના અંધ :-

(1) ક્રોધાંધ (2) માનાન્ધ (3) માયાન્ધ (4) લોભાન્ધ (5) દીવસાંધ (6) રતાળાંધ (7) જન્માંધ (8) વિષયાંધ (9) રાગાંધ.

🔵 નવ નિધાન (ચક્રવર્તીના) :-

(1) નૈસર્પ (2) પિંગલક (3) પાંડુક (4) સર્વરત્ન (5) મહાપદ્મ (6) કાલ (7) મહાકાલ (8) માણવક (9) શંખ

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

🔵 દશ 🔵

🪷 દશ પ્રકારે યતિધર્મ :- 🪷
1. ક્ષમા 2. માર્દવ 3. આર્જવ 4. મુક્તિ 5. તપ 6. સંવર 7. સત્ય 8. શૌ 9. અકિંચન્ય 10.બ્રહ્મચર્ય.

🪷 દશ પ્રકારે કલ્પ :-🪷
1. વ્રતકલ્પ 2. શય્યાતરકલ્પ 3. જ્યેષ્ઠકલ્પ 4. અચેલકકલ્પ 5. ઉદ્દેશિકકલ્પ 6. પ્રતિક્રમણકલ્પ 7. કૃતિકલ્પ 8. રાજપિંડકલ્પ 9. માસકલ્પ 10. પર્યુષણાકલ્પ.

🪷 દશ દિગપાલ દેવ :-🪷
1. ઇન્દ્ર 2. અગ્નિ 3. યમ 4. નિઋર્તિ 5. વરુણ 6. વાયુ 7. કુબેર 8. ઇશાન 9. બ્રહ્મ 10. નાગ

🪷 દશ પ્રકારના કલ્પ વ્રુક્ષ ના નામ :-🪷
1. મત્તંગ (મત્તંગજ) – સરસ મીઠો રસ આપે.
2. ભૃંગ (ભિન્ગા) – જાતજાત ના વાસણો આપવાવાળા.
3. તુયાંગ (તુડિયંગા)- વાજિંત્રો સાથે બત્રીસ જાતના નાટકો દેખાડવાવાળા.
4. જ્યોતિ રંગ (જોઈ) – રાત્રીમાં પણ સૂર્ય જેવો પ્રકાશ આપવાવાળા.
5. દીપાંગ (દીવ) – ઘરમાં દિપક સળગાવી અજવાળું કરવાવાળા.
6. ચિત્રાંગ (ચિત્તન્ગા) – સુગંધિત ફળ આપવાવાળા.
7. ચિત્રરસ (ચિત્તરસા) – મન ગમતું ભોજન આપવાવાળી.
8. મણીતાંગ (મણીઅંગા) – આભૂષણાદિ આપવાવાળા.
9. ગેહાકાર (ગેહાગારા) – ઘર-આવાસ દેવાવાળા.
10. અનીતાંગ (અનિગિણા) – વસ્ત્ર, આસન અને શય્યાદિઆપે.

🪷 નારકીના જીવોને સહન કરવી પડતી દસ પ્રકારની વેદના :-🪷
1. શીત -ઠંડી 2. ઉષ્ણ -ગરમી 3. ક્ષુધા-ભૂખ 4. તરસ 5. ખંજવાળ 6. પરવશતા 7. જવર 8. દાહ 9. ભય 10. શોક

🪷 દસ અછેરા :-🪷
(1) કોઈપણ તીર્થંકર ને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ આવતા નથી ભગવાન મહાવીર ને કેવલજ્ઞાન પછી, ગોસાળાએ ઉપસર્ગ કર્યાં.
(2) સ્ત્રી દેવે તીર્થંકર થવાય નહિ છતાં મલ્લીનાથ ભગવાન તીર્થંકર થયા.
(3) ગર્ભ નું પલયવું બને નહિ છતાં ભગવાન મહાવીર ની બાબત માં બન્યું.
(4) તીર્થંકર ની દેશના ખાલી જાય નહિ છતાં ભગવાન મહાવીર ની બાબત માં બન્યું.
(5) વાસુદેવ બીજે જાય નહિ છતાં કૃષ્ણવાસુદેવ અપરકંકા નગરી માં દ્રૌપદીને લેવા જાય છે.
(6) યુગલીયા મરી ને નરકે જાય નહિ છતાં હરિ અને હરિણી નું જોડું નરકે ગયું.
(7) મૂળ વિમાનો સહીત દેવો કદી પૃથ્વી પર આવે નહિ છતાં સૂર્ય -ચંદ્ર મૂળ વિમાને ભગવંત ને વાંદવા આવ્યા.
(8) અસંયતિ ની પૂજા
(9) ચરમેન્દ્ર નું સૌ ધર્મદેવલોક માં જવું
(10) ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની કાયા વાળા એક સાથે ૧૦૮ નું મોક્ષે જવું.

🪷 જીવ ને કયા 10 બોલ મળવા દુર્લભ છે?🪷
1. જીવને મનુષ્યભવ મળવો દુર્લભ છે.
2. જીવને આર્યશ્રેત્ર મળવું દુર્લભ છે.
3. જીવને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે.
4. જીવને લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે.
5. જીવને પાંચ ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવું દુર્લભ છે.
6. જીવને નિરોગી શરીર મળવું દુર્લભ છે.
7. જીવને સાધુ-સાધ્વીનો સમાગમ થવો દુર્લભ છે.
8. જીવને જિનવાણી સાંભળવા મળવી દુર્લભ છે.
9. જીવને જિનવાણી ઉપર શ્રધ્ધા થવી દુર્લભ છે.
10. જીવને દીક્ષા લઈ પુરુષાર્થ કરવો દુર્લભ છે.

🪷 જ્ઞાનવૃદ્ધિના 10 બોલ કયા છે?🪷
1. જ્ઞાન શીખવા માટે ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે છે
2. ઊંધ ધટાડીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
3. ભૂખ કરતાં ઓછું ખાઈને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
4. મૈન રાખીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
5. પંડિતો પાસે અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
6. ગુરુનો વિનય કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
7. સંસારના વૈરાગ્ય સાથે અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
8. શીખેલું જ્ઞાન વારંવાર યાદ કરવાથી જ્ઞાન વધે છે.
9. પાંચ ઈન્દ્રિય વશ કરીને અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે.
10. બ્રહ્મચર્યનું પાલન અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

♣ બાર દેવલોક ના નામ:-

(1) સૌધર્મ
(2) ઇશાન
(3) સનતકુમાર
(4) માહેન્દ્ર
(5) બ્રહ્મલોક
(6) લાંતક
(7) મહાશુક્ર
(8) સહસ્ત્રાર
(9) આનત
(10) પ્રાણત
(11) આરણ
(12) અચ્યુત

♣ બાર પ્રકારના તપ

બાહ્ય તપ :- (1) અનસન (2) ઉણોદરી (3) વૃત્તિ સંક્ષેપ (4) રસત્યાગ (5) કાય કલેશ,(6) સંલીનતા
અભ્યંતર તપ :- (7) પ્રાયશ્ચિત (8) વિનય (9) વૈયાવચ્ચ (10) ધ્યાન (11) સ્વાધ્યાય (12) કર્યોત્સર્ગ

♣ બાર ભાવના અને તેને ભાવનાર :-

(1) અનિત્ય ભાવના – ભરત ચક્રવર્તી
(2) અશરણ ભાવના – આનાથી મુનિ.
(3) સંસાર ભાવના – મલ્લીનાથપ્રભુ પૂર્વે ભવે છ મિત્રો.
(4) એકત્વ ભાવના – નમિ રાજર્ષિ
(5) અન્યત્વ ભાવના – મૃગા પુત્ર
(6) અશુચિ ભાવના – સનતકુમાર ચક્રવર્તી .
(7) આશ્રવ ભાવના – સમુદ્રપાલ મુનિ.
(8) સંવર ભાવના – હરિકેશ મુનિ.
(9) નિર્જરા ભાવના – અર્જુન માળી.
(10) લોક સ્વરૂપ ભાવના – શિવ રાજર્ષિ
(11) દુર્લભબોધિ ભાવના – ઋષભ દેવ ૯૯ પુત્રો.
(12) ધર્મસ્વાખ્યાત ભાવના – ધર્મરૂચિ અણગાર

➖➖➖➖➖➖➖
મુકેશ કપાશીના પ્રણામ 🙏
➖➖➖➖➖➖➖

 

ચૌદ સ્વપ્નો :-

(1) ગજવર
(2) વૃષભ (બળદ)
(3) કેસરીસિંહ
(4) લક્ષ્મી દેવી
(5) ફૂલની માળા,
(6) ચંદ્ર
(7) સૂર્ય
(8) ધ્વજ
(9) કળશ
(10) પદ્મ સરોવર
(11) રત્નાકર
(12)દેવ વિમાન,
(13) રત્ન નો ઢગલો (રત્ન રાશી)
(14) અગ્નિ (નિર્ધૂમ).

ચૌદ ગુણસ્થાનક:-

(1) મિથ્યાત્વ
(2) સાસ્વાદન
(3) મિશ્ર
(4) અવિરતિ
(5) દેશ વિરતી
(6) પ્રમત્ત,
(7) અપ્રમત્ત
(8) નિવૃત્તિ બાદલ(અપૂર્વકરણ)
(9) અનિવૃત્તિબાદલ
(10) સુક્ષ્મ સંપરાય
(11) ઉપશાંત મોહ
(12) ક્ષીણમોહ
(13) સયોગી કેવલી
(14) અયોગી કેવલી

ચૌદ પૂર્વ :-

(1) શ્રી ઉત્પાદપૂર્વ – (૧ હાથી પ્રમાણ)
(2) શ્રી આગ્રાયાની પૂર્વ ( ૨ હાથી )
(3) શ્રી વીર્યપ્રવાદપૂર્વ( ૪ હાથી)
(4) શ્રી અસ્તિપ્રવાદ(૮ હાથી)
(5) શ્રી જ્ઞાન પ્રવાદ પૂર્વ( ૧૬ હાથી)
(6) શ્રી સત્યપ્રવાદ( ૩૨ હાથી) ,
(7) શ્રી આત્મ પ્રવાદ( ૬૪ હાથી)
(8) શ્રી કર્મ પ્રવાદ પૂર્વ (૧૨૮ હાથી)
(9) શ્રી પ્રત્યાખાણ (૨૫૬ હાથી),
(10) શ્રી વિદ્યાપ્રવાદ (૫૧૨ હાથી)
(11) શ્રી કલ્યાણપ્રવાદ(૧૦૨૪હાથી)
(12) શ્રી પ્રાણવાય (૨૦૪૮ હાથી),
(13) શ્રી ક્રિયાવિશાલ (૪૦૯૬ હાથી)
(14) શ્રી લોકબિંદુસાર પૂર્વ (૮૧૯૨ હાથી)

  1. Utpaad Pūrva: Living (Jiv), non-living (Ajiv), and its modes (Paryäya)
  2. Agrayaniya Purva: Nine realities (Navtattva), six substances (Shad-dravya), etc.
  3. Viryapravada Purva: Relating to energy of soul, non-living, etc.
  4. Asti Nasti Pravada Purva: Multiplicity of views (Anekāntvād), Saptabhangi, etc.
  5. Jnana Prāvada Pūrva: Five types of knowledge and three types of ignorance, etc.
  6. Satya Pravada Purva: Relating to truth, restraint, silence (Maun), speech, etc.
  7. Atma pavada Purva: Analysis of soul from different view points (naya)
  8. Karma Pravada Pūrva: Theory of karma, its bondage, influx, its nature, fruition, shedding
  9. Pratyakhyana Purva: Giving up (Pachchhakhän), restraint, vows, detachment, etc.
  10. Vidyā Pravāda Purva: Expertise (vidyä), exceptional abilities, practice
  11. Kalyana Pravada Purva: Spiritual alertness (Apramäd) and laziness (Pramäd)
  12. Prana Pravada Purva: Ten types of life substances or vitalities (Prän), life span, etc.
  13. Kriyā Visala Purva: Skills, 64 arts of women, 84 arts of men, etc.
  14. Lokbindus ā Purva: Three parts of universe including heavens and hells, mathematics, etc.

===============================

चौदह पूर्वो की रचना

साधु-साध्वी, श्रावक-श्राविका रूप चतुर्विध तीर्थ की स्थापना के अनन्तर भगवान महावीर ने इन्द्रभूति गौतम को, अग्निभूति आदि 10 प्रमुख शिष्यों के साथ उत्पाद (उप्पन्नेइवा), व्यय (विगमेइवा) और ध्रौव्य (धुवेइवा) – इस त्रिपदी का उपदेश देकर उन्हें संसार के समस्त तत्वों के उत्पन्न, नष्ट एवं स्थिर रहने के स्वभाव तथा स्वरूप का सम्यक् रूपेण सम्पूर्ण ज्ञान करवाया।
त्रिपदी का सार रूप में अर्थ बताते हुए भगवान महावीर ने फरमाया:
उत्पादः किसी द्रव्य द्वारा अपने मूल स्वरूप का परित्याग किये बिना दूसरे रूपान्तर का ग्रहण कर लेना उस द्रव्य का ‘उत्पाद’ स्वभाव कहा जाता है।
व्यय: किसी द्रव्य द्वारा रूपान्तर करते समय पूर्वभावपूर्वावस्था का परित्याग करना द्रव्य का ‘व्यय’ स्वभाव कहा गया है।
ध्रौव्य : उत्पाद और व्यय स्वभाव की परिस्थितियों में भी पदार्थ का अपने मूल गुणधर्म और स्वभाव में बने रहना उस द्रव्य का ध्रौव्य स्वभाव कहलाता है।
उदाहरण के रूप में स्वर्ण का एक पिण्ड है। उस स्वर्णपिण्ड को गलाकर उससे कंगण का निर्माण किया गया तो कंगण का उत्पाद हुआ और स्वर्णपिण्ड का व्यय हुआ। दोनों ही परिस्थितियों में स्वर्ण द्रव्य की विद्यमानता उस स्वर्ण का ध्रौव्य है।
इस प्रकार आत्मा, मनुष्य, देव या तिर्यंच रूप में उत्पन्न होता है तो वह आत्मा का मनुष्य, देवादि रूप में उत्पन्न होने की अपेक्षा से उत्पाद और देव, तिर्यंचादि पूर्व शरीर के त्याग की अपेक्षा से व्यय है। दोनों अवस्थाओं में आत्मगुण की विद्यमान के कारण ध्रौव्य समझना चाहिये। उत्पाद और व्यय में वस्तु के पर्याय की प्रधानता है, जबकि ध्रौव्य अवस्था में द्रव्य के मूलरूप की प्रधानता है।
तीर्थंकर महावीर की अतिशय युक्त दिव्यवाणी के प्रभाव से तथा पूर्वजन्म में कृत उत्कट साधना के परिणाम स्वरूप गौतम आदि ग्यारहों सद्यः प्रव्रजित विद्वानों के श्रुतज्ञानावरण कर्म का तत्क्षण विशिष्ट क्षयोपशम हुआ और वे उसी समय समग्र श्रुतज्ञान सागर के विशिष्ट वेत्ता बन गये। उन्होंने सर्व प्रथम चौदह पूर्वो की रचना की, जो इस प्रकार हैं:
उत्पादपूर्व
अग्रायणीपूर्व
वीर्यप्रवादपूर्व
अस्तिनास्तिप्रवादपूर्व
ज्ञानप्रवादपूर्व
सत्यप्रवादपूर्व
आत्मप्रवादपूर्व
कर्मप्रवादपूर्व
प्रत्याख्यानपूर्व
विद्यानुप्रवादपूर्व
कल्याणवादपूर्व
प्राणवायपूर्व
क्रियावादपूर्व
लोकबिन्दुसारपूर्व
अतिविशाल चौदह पूर्वो की रचना आचारांगादि द्वादशांगी के पूर्व की गई, अत: इन्हें पूर्वो के नाम से अभिहित किया गया। चौदह पूर्वो की रचना के पश्चात् अंग शास्त्रों की रचना की गई।

 

 

ચક્રવર્તી ના ચૌદરત્ન:-

(1) સેનાપતિ
(2) ગૃહપતિ
(3) પુરોહિત
(4) હસ્તિ(કુંજર)
(5) અશ્વ
(6) વાર્ધિકિ
(7) સ્ત્રીરત્ન
(8) ચક્રરત્ન
(9) છત્ર
(10) ચર્મ
(11) મણિ
(12) કાકિણિ
(13) ખડગ
(14) દંડ

પંદર પરમાધામી ના નામ:-

(1) અંબ
(2) અંબરીષ
(3) શબલ
(4) શ્યામ
(5) રુદ્ર
(6) ઉપરુદ્ર
(7) અસિપત્ર
(8) ધનુષ્ય
(9) કુંભ
(10) મહાકાલ
(11) કાલ
(12) વૈતરણી
(13) વાલુક
(14) મહાઘોષ
(15) ખરસ્વર

પંદરકર્મ ભૂમિ:-

♣ જંબુદ્વીપના :- ભરતક્ષેત્ર માં ૧ – ઐરાવત માં -૧ અને મહાવિદેહક્ષેત્રમાં -૧ = ૦૩

♣ ઘાતકીખંડના :- ભરતક્ષેત્ર માં ૨ – ઐરાવત માં -૨ અને મહાવિદેહક્ષેત્રમાં -૨ = ૦૬

♣ પુષ્કરવરદ્વીપ :- ભરતક્ષેત્ર માં ૨ – ઐરાવત માં -૨ અને મહાવિદેહક્ષેત્રમાં -૨ = ૦૬

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi