શ્રી નવકાર પ્રશ્નોત્તરી

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૧*
➖➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર એટલે શું ?*

ઉત્તર : જીવન શુદ્ધિ માટે વિશિષ્ટ કોટિના નિર્મળ આત્મસ્વ રૂપવાળા પાંચ પરમેષ્ઠિઓને જેમાં નમસ્કા૨ ક૨વામાં આવ્યો છે, તેવો-જૈનોનો મહામંત્ર.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રના પદો કેટલાં ? સંપદાઓ કેટલી ?*

ઉત્તર : શ્રી નવકાર મહામંત્રમાં પદો નવ અને સંપદાઓ આઠ છે.

*પ્રશ્ન : શ્રી નવકાર મંત્રની સંપદા એટલે શું ?*

ઉત્તર : સમજવાની દૃષ્ટિએ અર્થ જ્યાં પૂરો થતો હોય તે સંપદા કહેવાય.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રની સંપદા કઇ કઇ ?*

ઉત્તર : પહેલા પદથી સાતમા પદ સુધીની સાત સંપદા અને આઠમા અને નવમા પદની એક સંપદા એમ કુલ આઠ સંપદા છે.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રમાં ગુરુ કેટલા ?*

ઉત્તર : સાત. તે આ પ્રમાણે છે
દ્વા, જ્ઝ , વ્વ, ક્કા, વ્વ, પ્પ, વ્વે

*પ્રશ્ન : ગુરુ એટલે ?*

ઉત્તર : જેને બોલતાં જીભ ઉપર જોર આવે તે.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રમાં બે વિભાગ છે, તે ક્યા ?*

ઉત્તર ઃ શરૂઆતના પાંચ પદ તે અધ્યયન અને છેલ્લા ચાર પદ તે ચૂલિકા.

*પ્રશ્ન : અધ્યયન એટલે ?*

ઉત્તર : કોઇપણ મોટા ગ્રંથનો મુખ્ય વિભાગ.

*પ્રશ્ન : ચૂલિકા એટલે શું ?*

ઉત્તર : ચૂલિકા, એટલે કે શ્રી નવકાર મંત્રની અદ્ભુતશક્તિ ઓનું જેમાં વર્ણન છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૨*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : પાંચ પદના અક્ષરો કેટલા ?*

ઉત્તર : પાંત્રીસ (૩૫).

*પ્રશ્ન : ચૂલિકા (છેલ્લા ચારપદ)ના અક્ષરો કેટલા ?*

ઉત્તર : તેત્રીસ. (૩૩)

*પ્રશ્ન : ચૂલિકાનો છંદ ક્યો ?*

ઉત્તર : અનુષ્ટુપ્

*પ્રશ્ન : શ્રી નવકારમાં કુલ અક્ષરો કેટલા ?*

ઉત્તર : અડસઠ.

*પ્રશ્ન : શ્રી નવકારમાં ૧૪ સ્વરમાંથી કેટલા સ્વર છે ?*

ઉત્તર : સાત.

*પ્રશ્ન : તે ક્યા ક્યા ?*

ઉત્તર : અ, આ, ઇ, ઉ, ઊ, એ, ઓ.

*પ્રશ્ન : શ્રી નવકારમાં ૩૭ વ્યંજનમાંથી કેટલા વ્યંજનો છે ?*

ઉત્તર : ઓગણીસ.

*પ્રશ્ન : તે ક્યા ક્યા ?*

ઉત્તર : ક, ગ, ચ, જ, ઝ, ઢ, ણ, ત, દ, ધ, ૫, મ, ય, ૨, લ, વ, સ, હ, અને અનુસ્વાર.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રના જાપમાં નવકારવાળી શી રીતે ગણવી ?*

ઉત્તર : અર્ધખૂલી-મુઠી ઉપર (તર્જની આંગળીના વચ્ચેના વેઢા ઉ૫૨) માળા રાખી અંગુઠાથી મણકા ફેરવવા.

*પ્રશ્ન : નવકારના એક અક્ષરના જાપથી કેટલા પાપ જાય ?*

ઉત્તર : નવકારના એક અક્ષરના જાપથી સાત સાગરોપમના પાપ જાય.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૩*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : નવકારના એક પદના જાપથી કેટલા પાપ જાય ?*

ઉત્તર : નવકારના એક પદના જાપથી પચાસ સાગરોપમના પાપ જાય. આ વાત સાધારણ અપેક્ષાએપદની મુખ્યતાએ જાણવી, પણ હકીકતમાં જે પદના જેટલા અક્ષર તેને સાતથી ગુણી એક ઉમેરવાથી જે સંખ્યા આવે તેટલા સાગરોપમના પાપોનો ક્ષય શ્રી નવકારના એક પદથી થાય.

*પ્રશ્ન : એક નવકારના જાપથી કેટલા પાપ જાય ?*

ઉત્તર : એક નવકારના જાપથી પાંચસો સાગરોપમના પાપ જાય. તે આ રીતે.

શ્રી નવકારના અક્ષરો ૬૮. એક અક્ષરના જાપથી ૭ સાગરોપમના પાપ જાય.

તેથી ૬૮ × ૭ = ૪૭૬ સાગરોપમ થાય વળી તેમાં

૯ – પદના ૯ – સાગરોપમ
૮ – પદના ૮ – સાગરોપમ
૭ – ગુરુના ૭ – સાગરોપમ
૨૪ કુલ

૨૪ – સાગરોપમ ઉમેરવાથી ૫૦૦ થાય છે.

*પ્રશ્ન : એક બાંધી નવકારવાળીના જાપથી કેટલા પાપ જાય ?*

ઉત્તર : ૫૪૦૦૦ (ચોપન હજાર) સાગરોપમ પાપ જાય.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રની આરાધના શી રીતે થાય ?*

ઉત્તર : શ્રી નવકાર મહામંત્રની આરાધના ત્રણ રીતે થાય.

(૧) અઢાર દિવસના ઉપધાનથી.
(૨) વીસ દિવસ ખીરના એકાસણાં કરી રોજ ૫૦૦૦ સફેદ ફૂલ નવકાર ગણી પ્રભુજીને ચઢાવવા સાથે એક લાખ નવકાર ગણવાથી.
(૩) નવ એકાસણાનો તપ કરવાથી.

*પ્રશ્ન : નવકારનું સ્મરણ તીર્થંકરો કરે ખરા ?*

ઉત્તર : ના. કેમ કે તીર્થંકરો પોતે અરિહંત છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમના કરતાં નાના છે. તેથી તીર્થંકરો ફક્ત નમો સિદ્ધાણં એટલું જ બોલે આ વાત માત્ર છેલ્લા ભાવની અપેક્ષાએ જાણવી.

*પ્રશ્ન : શ્રી નવકાર મંત્ર કોણે બનાવેલ છે ?*

ઉત્તર : કોઇએ બનાવ્યો નથી ! શાશ્વત છે ! દરેક તીર્થંકરોના શાસનમાં શ્રી નવકાર શબ્દથી અને અર્થથી (૬૮ અક્ષર પ્રમાણ) આવો, ને આવો જ હોય છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૪*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર પદ્ય છે કે ગદ્ય ?*

ઉત્તર : બન્ને છે. એટલે કે શરૂઆતના પાંચ પદ ગદ્ય અને છેલ્લા ચાર પદ પદ્ય છે.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રનું આગમિક નામ શું ?*

ઉત્તર : શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કંધ (સચૂલિક)

*પ્રશ્ન : આ આગમિક નામનો અર્થ શો ?*

ઉત્તર : પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપે માંગલિક અને સઘળા આગમોની ઉત્પત્તિ માટે સ્કંધ એટલે થડ સમાન અને ચૂલિકા સહિત.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રનું સૈદ્ધાંતિક નામ શું ?*

ઉત્તર : શ્રી પંચ-પરમેષ્ઠિ-નમસ્કાર-મહામંત્ર.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રનું પારિભાષિક નામ શું ?*

ઉત્તર : શ્રી નવકાર મહામંત્ર.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રનું વ્યાવહારિક નામ શું ?*

ઉત્તર : શ્રી નવકાર મંત્ર.

*પ્રશ્ન : અડસઠનો આંક શું સૂચવે છે ?*

ઉત્તર : ૬ + ૮ = ૧૪ પૂર્વ એટલે નવકાર ૧૪ પૂર્વનો સાર છે.
૬ + ૮ = ૧૪ ગુણસ્થાનક.
શ્રી નવકારના ધ્યાનથી ૧૪નું ગુણસ્થાનક (જેનાથી મોક્ષમાં જવાય છે) પ્રાપ્ત થાય છે.

૮ – ૬ = ૨. એટલે કે જીવ અને કર્મ. શ્રી નવકારના ધ્યાન દ્વારા જીવથી કર્મ છૂટું થઇ જાય છે.

૬ X ૮ = ૪૮ એટલે કે શ્રી નવકારના ધ્યાનથી ૪૮ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.

૮÷૬ = ભાગફળ ૧, શેષ ૨, એટલે શ્રી નવકા૨ના ધ્યાનથી ૮ કર્મમાં બંધાયેલ જીવને ૬ કાયની જયણાથી ૧ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, અને શુભ-અશુભ કર્મ શેષ તરીકે જુદા રહી જાય છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૫*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : પાંચ પદના અક્ષરોની સંખ્યાનો આંક શું સૂચવે છે ?*

ઉત્તર : પાંચ પદના કુલ ૩૫ અક્ષરો છે. ૩ + ૫ = ૮ પંચ પરમેષ્ઠિના ધ્યાનથી આઠ કર્મ છૂટી જાય છે. ૩ x ૫ = ૧૫ શ્રી પંચ પરમેષ્ઠિના ધ્યાનથી મનના ચાર વચનના ચાર, અને કાયાના સાત ભેદ મળી ૧૫ યોગની શુદ્ધિ થાય છે. ૫-૩ = ૨ શ્રી પંચ – ૫૨મેષ્ઠિના સ્મરણથી જીવ અને અજીવનું સ્વરૂપ સમજાય છે. ૫ ÷૩- ભાગફળ ૧ શેષ ૨ શ્રી પંચ પરમેષ્ઠિના જાપથી ૫ ઇન્દ્રિયોને મન-વચન-કાયાની શુદ્ધિના બળે કાબુમાં લેવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને શેષ રહેલા શુભ અને અશુભ કર્મ છૂટી જાય છે.

*પ્રશ્ન : ચૂલિકા (છેલ્લા ચાર પદ)ના અક્ષરોની સંખ્યા શું સૂચવે છે ?*

ઉત્તર : ચૂલિકાના ચારપદોના અક્ષરોની સંખ્યા ૩૩ છે. ૩ + ૩ = ૬ ચૂલિકાના રહસ્યને સમજવાથી ૬ કાયની રક્ષા કરવાનું બળ મળે છે. ૩ × ૩ = ૯ ચૂલિકાને યોગ્ય રીતે સમજવાથી ૯ તત્ત્વની શ્રદ્ધા મજબૂત થાય છે. ૩ – ૩ = ૦ ચૂલિકાનું સ્વરૂપ ધ્યાનમાં રાખવાથી મન, વચન, કાયાથી કરાતા ત્રણ જાતના પાપ ક૨વાની વૃત્તિ નાશ પામે છે. ૩ + ૩ = ૧ ચૂલિકાના પ્રભાવથી મન, વચન, કાયાથી પાપ ક૨વાની, કરાવવાની અને અનુમોદવાની ટેવ નાશ પામવાથી એક આત્મા શુદ્ધ રહે છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૬*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : નવકારનો જાપ કઇ માળાથી કરવો ?*

ઉત્તર : સૌથી સારી ઉત્તમ જાતિના સ્ફટિકની, તે ન મળે તો નક્કર ચાંદીની અથવા ચાંદી મઢેલ ચંદનની, તે ન મળે તો શુદ્ધ, અખંડ એક જ દોરાની ગૂંથેલી સુતરની.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રના જાપ માટે માળા કેવી લેવી ?*

ઉત્તર : અઢાર અભિષેક કરેલી, નવકારવાળીના મંત્રથી પ્રતિષ્ઠા કરેલી અને આચાર્ય, ઉપાધ્યાય આદિ પદસ્થ મુનિ મહારાજના વાસક્ષેપથી મંત્રેલી…

*પ્રશ્ન : શ્રી નવકારને ગણનારો દુ:ખી હોય ?*

ઉત્તર : ના. નવકારને ગણનારો દુ:ખી ન હોય. કેમ કે દુ:ખ ખોટી સમજણમાંથી ઉપજે છે. શ્રી નવકારના સ્મરણથી સાચી સમજણ આવે છે. તેથી આપણાં કરેલાં કર્મો જ આપણને દુઃખી કરે છે. એ વાત મનમાં નક્કી થવાથી શ્રી નવકારને ગણનારો બહારના ખરાબ નિમિત્તો-ખરાબ પરિસ્થિતિથી દુ:ખી થતો નથી. પણ આ બહાને કર્મનો ભાર હળવો થાય છે. અને શ્રી નવકારનો જાપ વધુ કરવાની તક મળી એમ જાણી રાજી થાય છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૭*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : શ્રી નવકારના જાપનું ફળ શું ?*

ઉત્તર : પાપ કરવાની વૃત્તિનો નાશ. અર્થાત્ પાપ કરવું જેટલું ભયંક૨ નથી. એના કરતાં પાપ કરવાની વૃત્તિ વધુ ભયંકર હોઇ ‘શ્રી નવકારના જાપથી પાપ વૃત્તિનો સદંતર નાશ એ શ્રી નવકાર મંત્રના જાપનું મુખ્ય ફળ છે.

*પ્રશ્ન : શ્રી નવકા૨ને ચિંતામણિ, કલ્પવૃક્ષ કામધેનુ આદિથી પણ વધારે મહિમાવાળો કેમ કહ્યો છે ?*

ઉત્તર : ચિંતામણિ આદિ પદાર્થો મનની ધારણાઓ પૂરી પાડે છે, પણ પુણ્યનો ઉદય હોય તો જ ધારણાઓ પૂરી પાડે વળી એ ભૌતિક પદાર્થોને મેળવવાની લાલસા ઘટાડવાને બદલે વધારી મૂકે છે. પણ શ્રી નવકાર મહામંત્ર તો પુણ્ય ન હોય અને પ્રબલ પાપનો ઉદય હોય તો તે પાપને તોડી પુણ્ય વધારી જગતના ભૌતિક પદાર્થો મેળવી આપે છે, તેમજ તે ભૌતિક પદાર્થોની લાલસા પણ ઘટાડી દે છે. માટે શ્રી નવકાર ચિંતામણિ રત્ન આદિ કરતાં પણ ચડીયાતો છે.

*પ્રશ્ન : કેટલા નવકાર ગણવાથી નરક-તિર્યંચની ગતિ બંધ થાય ?*

ઉત્તર : નવ લાખ. શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘નવ લાખ જપતાં નરક નિવારે’ એટલે કે વિધિપૂર્વક ગુરુની આજ્ઞા પ્રમાણે નવ લાખ નવકાર-મહામંત્રનો જાપ કરવાથી નરક કે તિર્યંચગતિમાં લઇ જનારા પાપકર્મ કરવાની વૃત્તિનો
નાશ થઇ જાય છે.

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૮*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : કેટલા નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય ?*

ઉત્તર : એક લાખ. એટલે કે વિધિપૂર્વક અખંડ મૌન સાથે વીતરાગ પરમાત્માની શાસ્ત્રીય પદ્ધતિએ અષ્ટપ્રકારી પૂજા કરવા સાથે સાત્વિક આહાર-વિહારના ધોરણ પ્રમાણે એક લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર લખવાની પદ્ધિત કઇ ?*

ઉત્તર : શરૂઆતમાં પાંચ પદોની આગળ અને પાછળ બે લીટી ઊભી કરવી. છઠ્ઠા પદની આગળ બે લીટી ક૨વી. નવમા પદની પછી બે લીટી કરવી. છઠ્ઠા પદની પછી અલ્પવિરામ (,) સાતમા પદની પછી એક ઊભી લીટી, આઠમા પદની પછી અર્ધવિરામ (;) કરવો. વળી નવકાર મહામંત્રની જોડણી જૂની દેવનાગરી (હિન્દી) લિપિને અનુસરતી લખવી.

*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર બોલવાની પદ્ધતિ શી ?*

ઉત્તર : શ્રી નવકારના શરૂઆતના પાંચ પદ સૂત્રાત્મક રીતે બોલવા એટલે કે શરૂઆતના કેટલાક અક્ષરો ઉંચા સ્વરે બોલી ત્યાર પછી કેટલાક અક્ષરો મધ્યમ સ્વરે બોલી છેલ્લા અક્ષરો ઉતરતા સ્વરે બોલવા. અને છેલ્લા ચાર પદો શ્લોકની જેમ પહેલી લીટી ઉંચા સ્વરથી, બીજી લીટી મધ્યમ સ્વરથી, ત્રીજી લીટી ઉતરતા સ્વરથી અને ચોથી લીટી નીચા સ્વરથી બોલવી.

*પ્રશ્ન : શ્રી નવકાર એ મહામંત્ર કેમ ?*

ઉત્તર : મંત્ર તેને કહેવાય કે જેનું સ્મરણ કરવાથી મનની પીડા ટળે, પણ દુનિયાના મંત્રો પુણ્યના ઉદયના આધારે ફળતા હોય છે, જ્યારે શ્રી નવકાર તો પુણ્યના ઉદયની ગેરહાજરીમાં પણ પાપને તોડીને મનને આર્તધ્યાનમાંથી બચાવે છે. માટે શ્રી નવકા૨ને મહામંત્ર છે

*🏵️શ્રી નવકાર પ્રશ્નોત્તરી…૯*
➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રમાં કોની આરાધના છે ?*

ઉત્તર : પંચ પરમેષ્ઠિઓની. કેમ કે પાંચ પરમેષ્ઠિઓના આદર્શને સામે રાખી તેની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાનું બળ શ્રી નવકારથી પ્રાપ્ત થાય છે.

*પ્રશ્ન : મરતી વખતે નવકા૨ કેમ સંભળાવાય છે ?*

ઉત્તર : શુભ ધ્યાન રહે તે માટે. કેમ કે મરતી વખતે હજારો વિંછીના ડંખની વેદના થતી હોય છે. તેથી ભલભલા જ્ઞાનીઓ પણ દૂર્ધ્યાન ન થઇ જાય તે માટે બીજા બધા શાસ્ત્રોને એક બાજુ રાખી માત્ર નવકારનું જ સ્મરણ કરતા હોય છે. માટે નવકારથી શુભધ્યાન ટકી રહે, તેથી મરતી વખતે ખાસ નવકાર સંભળાવાય છે.

*પ્રશ્ન : શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય ખરું ?*

ઉત્તર : હા. શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય કેમ કે નવકારનું સ્મરણ અશુભ સંસ્કારોને રોકવા માટે છે. આથી સ્મરણ ગમે ત્યારે થઇ શકે. સુવાવડ આદિ અશુચિ વાતાવરણમાં પણ હોઠ કે જીભ હલાવ્યા વિના નવકાર ગણી શકાય અને ખાસ કારણે ઉંચા સ્વરથી પણ નવકાર બોલી શકાય.

*પ્રશ્ન : શ્રી નવકારના જાપ માટે જરૂરી બાબતો કઇ ?*

ઉત્તર : જાપની પદ્ધતિ પ્રમાણે તો ઘણી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. અને તે યોગ્ય જ્ઞાની ગુરુ પાસેથી જાણી લેવી, છતાં ટૂંકમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. (૧) નિયત સ્થાન. (આસન) (૨) નિયત સમય. (૩) નિયત સંખ્યા. એટલે કે ચોક્કસ જગ્યાએ નક્કી કરેલા સમયે એક સરખી સંખ્યાના ધોરણે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો જરૂરી છે. તેનાથી ટૂંક સમયમાં ચિત્ત-શાંતિનો અનુભવ થાય છે

➖➖➖➖➖➖➖➖

🙏પ્રશ્ન : કેટલા નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય ?
🍂ઉત્તર : એક લાખ. એટલે કે વિધિપૂર્વક અખંડ મૌન સાથે વીતરાગ પરમાત્માની શાસ્ત્રીય પદ્ધતિએ અષ્ટપ્રકારી પૂજા કરવા સાથે સાત્વિક આહાર-વિહારના ધોરણ પ્રમાણે એક લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે.

🙏પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર લખવાની પદ્ધિત કઇ ?
🍂ઉત્તર : શરૂઆતમાં પાંચ પદોની આગળ અને પાછળ બે લીટી ઊભી કરવી. છઠ્ઠા પદની આગળ બે લીટી ક૨વી. નવમા પદની પછી બે લીટી કરવી. છઠ્ઠા પદની પછી અલ્પવિરામ (,) સાતમા પદની પછી એક ઊભી લીટી, આઠમા પદની પછી અર્ધવિરામ (;) કરવો. વળી નવકાર મહામંત્રની જોડણી જૂની દેવનાગરી (હિન્દી) લિપિને અનુસરતી લખવી.

🙏પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્ર બોલવાની પદ્ધતિ શી ?
🍂ઉત્તર : શ્રી નવકારના શરૂઆતના પાંચ પદ સૂત્રાત્મક રીતે બોલવા એટલે કે શરૂઆતના કેટલાક અક્ષરો ઉંચા સ્વરે બોલી ત્યાર પછી કેટલાક અક્ષરો મધ્યમ સ્વરે બોલી છેલ્લા અક્ષરો ઉતરતા સ્વરે બોલવા. અને છેલ્લા ચાર પદો શ્લોકની જેમ પહેલી લીટી ઉંચા સ્વરથી, બીજી લીટી મધ્યમ સ્વરથી, ત્રીજી લીટી ઉતરતા સ્વરથી અને ચોથી લીટી નીચા સ્વરથી બોલવી.

🙏પ્રશ્ન : શ્રી નવકાર એ મહામંત્ર કેમ ?
🍂ઉત્તર : મંત્ર તેને કહેવાય કે જેનું સ્મરણ કરવાથી મનની પીડા ટળે, પણ દુનિયાના મંત્રો પુણ્યના ઉદયના આધારે ફળતા હોય છે, જ્યારે શ્રી નવકાર તો પુણ્યના ઉદયની ગેરહાજરીમાં પણ પાપને તોડીને મનને આર્તધ્યાનમાંથી બચાવે છે. માટે શ્રી નવકા૨ને મહામંત્ર છે

🙏પ્રશ્ન : શ્રી નવકાર મહામંત્રમાં કોની આરાધના છે ?
🍂ઉત્તર : પંચ પરમેષ્ઠિઓની. કેમ કે પાંચ પરમેષ્ઠિઓના આદર્શને સામે રાખી તેની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાનું બળ શ્રી નવકારથી પ્રાપ્ત થાય છે.

🙏પ્રશ્ન : મરતી વખતે નવકા૨ કેમ સંભળાવાય છે ?
🍂ઉત્તર : શુભ ધ્યાન રહે તે માટે. કેમ કે મરતી વખતે હજારો વિંછીના ડંખની વેદના થતી હોય છે. તેથી ભલભલા જ્ઞાનીઓ પણ દૂર્ધ્યાન ન થઇ જાય તે માટે બીજા બધા શાસ્ત્રોને એક બાજુ રાખી માત્ર નવકારનું જ સ્મરણ કરતા હોય છે. માટે નવકારથી શુભધ્યાન ટકી રહે, તેથી મરતી વખતે ખાસ નવકાર સંભળાવાય છે.

🙏પ્રશ્ન : શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય ખરું ?
🍂ઉત્તર : હા. શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય કેમ કે નવકારનું સ્મરણ અશુભ સંસ્કારોને રોકવા માટે છે. આથી સ્મરણ ગમે ત્યારે થઇ શકે. સુવાવડ આદિ અશુચિ વાતાવરણમાં પણ હોઠ કે જીભ હલાવ્યા વિના નવકાર ગણી શકાય અને ખાસ કારણે ઉંચા સ્વરથી પણ નવકાર બોલી શકાય.

🙏પ્રશ્ન : શ્રી નવકારના જાપ માટે જરૂરી બાબતો કઇ ?
🍂ઉત્તર : જાપની પદ્ધતિ પ્રમાણે તો ઘણી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. અને તે યોગ્ય જ્ઞાની ગુરુ પાસેથી જાણી લેવી, છતાં ટૂંકમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. (૧) નિયત સ્થાન. (આસન) (૨) નિયત સમય. (૩) નિયત સંખ્યા. એટલે કે ચોક્કસ જગ્યાએ નક્કી કરેલા સમયે એક સરખી સંખ્યાના ધોરણે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો જરૂરી છે. તેનાથી ટૂંક સમયમાં ચિત્ત-શાંતિનો અનુભવ થાય છે

 

प्रश्न : जैनधर्म का सबसे प्रसिद्ध मंत्र कौन सा है?
उत्तर : नमस्कार महामंत्र।

प्रश्न : नमस्कार महामंत्र को और किस नाम से जाना जाता है?
उत्तर : नवकार मंत्र, णमोकार मंत्र, पंच परमेष्ठी।

प्रश्न : जैनधर्म का सबसे प्रचीन मंत्र कौन सा है?
उत्तर : नमस्कार महामंत्र। यह मंत्र अनादि काल से चला आ रहा है।

प्रश्न : नमस्कार महामंत्र में किस व्यक्ति को नमस्कार किया है?
उत्तर : नमस्कार महामंत्र में किसी व्यक्ति विशेष को नमस्कार नहीं किया गया है वरन् परम पावन सिद्ध आत्माओं और मुक्ति के साधकों को, महान आत्माओं को, नमस्कार किया है। पंच परमेष्ठी को नमस्कार किया है।

प्रश्न : नमस्कार महामंत्र में किसका समावेश है?
उत्तर : नमस्कार महामंत्र में पंच परमेष्टी का समावेश है। अरिहंत, सिद्ध, आचार्य उपाध्याय और साधु- इन पांचों को पंच परमेष्ठी कहते हैं।

प्रश्न : नमस्कार महामंत्र में कितने पद्य और अक्षर हैं?
उत्तर : पांच पद्य और पैतीस अक्षर। पूरे (वृहद्) महामंत्र में 9 पद और 68 अक्षर हैं।

प्रश्न : नमस्कार महामंत्र के किस पद में कितने कितने अक्षर हैं
उत्तर : पहले पद में 7,
दूसरे पद में 5,
तीसरे पद में 7,
चौथे पद में 7 और
पांचवें पद में 9 अक्षर हैं।

इस प्रकार नमस्कार महामंत्र में कुल 35 अक्षर हैं।

प्रश्न : नव पद किसे कहते हैं?
उत्तर : ऐसो पंचणमुक्कारो के चार पदों सहित सहित पूरे नमस्कार महामंत्र में नव पद हैं।

प्रश्न : नमस्कार महामंत्र में कितने अक्षर लघु, गुरु, हर्स्व और दीर्घ हैं?
उत्तर : णमो अरहंताणं में- ण, अ और र- 3
णमो सिद्धाणं में- ण – 1
णमो आयरियाणं में- ण, य और रि- 3
णमो उवज्झायाणं में – ण, उ – 2
णमो लोए सव्व साहूणं में- ण और व- 2
3+1+3+2+2=11 अक्षर लघु हैं।

नमस्कार महामंत्र के 35 में से उपर्युक्त 11 लघु अक्षरों को छोड़कर महामंत्र के 35 अक्षरों में शेष सभी 24 अक्षर गुरु हैं।

णमो अरहंताणं में- मो, हं और ता – 3
णमो सिद्धाणं में- मो और द्धा – 2
णमो आयरियाणं में- मो, आ और या – 3
णमो उवज्झायाणं में – मो, झा और या – 3
णमो लोए सव्व साहूणं में- मो, लो, सा और हू – 4
(3+2+3+3+4=)15 अक्षर दीर्घ हैं।

उपर्युक्त 15 दीर्घ अक्षरों को छोड़कर महामंत्र के 35 अक्षरों में शेष सभी 20 अक्षर हर्स्व हैं।

प्रश्न : नमस्कार महामंत्र में कितना ज्ञान समाया हुआ है?
उत्तर : जैन परम्परा के अनुसार नमस्कार महामंत्र में चौदह पूर्व का सार समाया हुआ है।

प्रश्न : “अ सि आ उ सा” मंत्र में किनको नमस्कार किया है?
उत्तर : यह नमस्कार महामंत्र का ही लघु रूप है और इसमें भी पंच परमेष्ठी को ही नमस्कार किया गया है।

प्रश्न : कौन-से परमेष्ठी कहां रहते हैं?
उत्तर : अरिहंत, आचार्य, उपाध्याय और साधु ये चार परमेष्ठी ढाई द्वीप की 170 कर्म भूमियों के आर्यखण्डों में विचरण करते हैं।
सिद्ध परमेष्ठी लोक के अग्र भाग पर सिद्ध शिला पर शाश्वत विराजमान रहते हैं।

प्रश्न : आप्त किसे कहते हैं?
उत्तर : वीतरागी, सर्वज्ञ और हितोपदेशी ये तीन गुण जिनमें होते हैं वे आप्त कहलाते हैं।

प्रश्न : नवकार मंत्र में अरिहंत देव को पहले नमस्कार क्यों किया जाता है?
उत्तर : अरिहंत देव व सिद्ध भगवान में बड़े सिद्ध भगवान है। नवकार मंत्र में अरिहंत देव को पहले नमस्कार इसलिए किया जाता है क्योकि सिद्ध भगवान कि पहचान कराने वाले अरिहंत ही है। अरिहंत मुनि जैसे होते है और सिद्ध भगवन निरंजन है व अशरीरी होने से निराकार है। महाविदेह क्षेत्र में २० अरिहंत देव है और वे साधू कि तरह अचित आहार करते है। अरिहंत देव काल करके मोक्ष में जाते है। इस भरत क्षेत्र के आखरी अरिहंत (तीर्थंकर) महावीर स्वामी अभी सिद्ध क्षेत्र में है।

प्रश्न : राग-द्वेष किसे कहते हैं?
उत्तर : अनुकल व्यक्ति, वस्तु अथवा परिस्थिति को पाकर प्रसन्न होना ‘राग’ कहलाता है, जबकि प्रतिकूल व्यक्ति, वस्तु, परिस्थिति को पाकर अप्रसन्न (नाराज) होना ‘द्वेष’ कहलाता है।

प्रश्न : मंत्र किसे कहते हैं?
उत्तर : जिसमें कम शब्दों में अधिक भाव और विचार हों और जो कार्यसिद्धि में सहायक हो, जिसके मनन से जीव को रक्षण प्राप्त हो, उसे मंत्र कहते हैं।

प्रश्न : नवकार मंत्र का क्या महत्त्व है?
उत्तर : नवकार मंत्र का अर्थ है- नमस्कार मंत्र। प्राकृत भाषा में नमस्कार को ‘णमोक्कार’ कहते हैं। इसमें पाँच पदों को नमन किया गया है। इनमें से दो देवपद (अरिहंत और सिद्ध) एवं शेष तीन गुरु पद (आचार्य, उपाध्याय एवं साधु) हैं। ये पाँचों पद अपने आराध्य या इष्ट होने के साथ हमेशा परम (श्रेष्ठ) भाव में स्थित रहते हैं, इसलिये इन्हें पंच परमेष्ठी भी कहा गया है। इस मंत्र के उच्चारण से पापों का नाश होता है। यह मंगलकारी है।

प्रश्न : नवकार मंत्र किस भाषा में है?
उत्तर : नवकार मंत्र प्राकृत (अर्धमागधी प्राकृत) भाषा में है।

प्रश्न : आचार्य किसे कहते हैं?
उत्तर : चतुर्विध संघ के वे श्रमण, जो संघ के नायक होते हैं और जो स्वयं पंचाचार का पालन करते हुए साधु-संघ में भी आचार पालन कराते हैं, उन्हें आचार्य कहते हैं। ये 36 गुणों के धारक होते हैं।

प्रश्न : उपाध्याय किसे कहते हैं?
उत्तर : वे श्रमण, जो स्वयं शास्त्रों का अध्ययन करते हैं और दूसरों को अध्ययन करवाते हैं, उन्हें उपाध्याय कहते हैं। ये 25 गुणों के धारक होते हैं।

प्रश्न : साधु किसे कहते हैं?
उत्तर : गृहस्थ धर्म का त्याग कर जो पाँच महाव्रत- 1. अहिंसा, 2. सत्य, 3. अचौर्य, 4. ब्रह्मचर्य और 5. अपरिग्रह को पालते हैं एवं शास्त्रों में बतलाये गये समस्त आचार सम्बन्धी नियमों का पालन करते हैं, उन्हें साधु कहते हैं। ये 27 गुणों के धारक होते हैं।

प्रश्न : पंच परमेष्ठी के कर्म कितने होते हैं?
उत्तर : अरिहंत के चार कर्म (नामकर्म, गौत्रकर्म, वेदनीय कर्म और आयुष्य कर्म)
सिद्ध के एक भी कर्म नहीं होता। जब सभी आठों कर्मों का क्षय हो जाता है तब सिद्ध बनते हैं।
आचार्य के आठ कर्म होते हैं।
उपाध्याय के आठ कर्म होते हैं।
साधु के आठ कर्म होते हैं।

प्रश्न : पंच परमेष्ठी के शरीर कितने होते है?
उत्तर : अरिहंत के 3 शरीर- औदारिक, तेजस् और कार्मण।
सिद्ध अशरीरी होते हैं, उनके शरीर नहीं होते।
आचार्य के छठे गुणस्थान में 5, आगे के (7 से 14 तक) शरीर तीन पाए जाते हैं।
उपाध्याय के छठे गुणस्थान में 5, आगे के (7 से 14 तक) शरीर तीन पाए जाते हैं।
साधु के छठे गुणस्थान में साधु के 5, साध्वी के 4 और आगे के (7 से 14 तक) साधु साध्वी के शरीर तीन पाए जाते हैं।

प्रश्न : पंच परमेष्ठी के गुणस्थान कौन से है?
उत्तर : अरिहंतों का गुणस्थान 13वां और 14वां होता है। अरिहंत 1. 2, 3, 5,11 इन पांच गुणस्थानों को छूते नहीं। सिद्धों का गुणस्थान नहीं होता।
आचार्यों का गुणस्थान 6 से 14 (अनेक जीवों की अपेक्षा से) होता है।
उपाध्यायों का गुणस्थान 6 से 14 (अनेक जीवों की अपेक्षा से) होता है।
साधु का गुणस्थान 6 से 14 (अनेक जीवों की अपेक्षा से) होता है।

प्रश्न : पंच परमेष्ठी के पर्याप्ति कितनी पाई जाती हैं?
उत्तर : अरिहंत के 13वें गुणस्थान की दृष्टि से 5 पर्याप्तियां (इन्द्रिय पर्याप्ति को छोड़कर) होती हैं और 14वेंगुणस्थान में मात्र 1 शरीर पर्याप्ति पाई जाती है।
सिद्धों के प्रथम समय में शरीर भी छूट जाता है इसलिए सिद्धों में कोई पर्याप्ति नहीं पाई जाती।
आचार्य के छहों पर्याप्ति पाई जाती हैं।
उपाध्याय के छहों पर्याप्ति पाई जाती हैं।
साधु के छहों पर्याप्ति पाई जाती हैं।

प्रश्न : पंच परमेष्ठी में प्राण कितने पाए जाते हैं?
उत्तर : अरिहंत में 13वें गुणस्थान की दृष्टि से 5 प्राण (5 इन्द्रिय प्राणों को छोड़कर) पाए जाते हैं और 14वें गुणस्थान में मात्र 1 आयुष्यबल प्राण।
सिद्धों के प्राण नहीं पाए जाते हैं क्योंकि वे अशरीरी हैं।
आचार्य के दसों प्राण पाए जाते हैं।
उपाध्याय के दसों प्राण पाए जाते हैं।
साधु के दसों प्राण पाए जाते हैं।

प्रश्न : पंच परमेष्ठी में योग कितने पाए जाते हैं?
उत्तर : अरिहंत के दो गुणस्थान होते हैं-13 और 14. 13वें गुणस्थान में 5 योग पाए जाते हैं और 14वें गुणस्थान में एक भी योग नहीं।
सिद्ध में एक भी योग नहीं।
आचार्य में 7 योग पाए जाते हैं।
उपाध्याय में 7 योग पाए जाते हैं।
साधु में योग 7 पाए जाते हैं।

प्रश्न : पंच परमेष्ठी में उपयोग कितने पाए जाते हैं?
उत्तर : अरिहंतों में उपयोग 2 पाए जाते हैं- केवलज्ञान और केवलदर्शन।
सिद्ध में उपयोग 2 पाए जाते हैं – केवलज्ञान और केवलदर्शन।
आचार्य में उपयोग 7 पाए जाते हैं – 4 ज्ञान मति, श्रुत, मन:पर्यव और अवधि और 3 दर्शन. चक्षु, अचक्षु और अवधि ।
उपाध्याय में उपयोग 7 पाए जाते हैं – 4 ज्ञान मति, श्रुत, मन:पर्यव और अवधि और 3 दर्शन. चक्षु, अचक्षु और अवधि।
साधु में उपयोग 7 पाए जाते हैं – 4 ज्ञान मति, श्रुत, मन:पर्यव और अवधि और 3 दर्शन. चक्षु, अचक्षु और अवधि।

प्रश्न : पंच परमेष्ठी में आत्मा कितनी पाई जाती हैं?
उत्तर : अरिहंत के आत्मा 6 या 7 पाई जाती हैं।
सिद्ध के आत्मा 4 पाई जाती हैं?
आचार्य के आत्मा 8 पाई जाती हैं?
उपाध्याय के आत्मा 8 पाई जाती हैं?
साधु के आत्मा 8 पाई जाती हैं?

प्रश्न : अभवी जीव पंच परमेष्ठी के कितने पद प्राप्त कर सकते हैं?
उत्तर : अभवी जीव पंच परमेष्ठी का एक भी पद नहीं पा सकता। अभवी सम्यक्त्वी नहीं हो सकता और बिना सम्यक्त्व के चारित्र ग्रहण नहीं कर सकता। हां, व्यवहार में अभवी साधु वेश धारणकर उपाध्याय, आचार्य बन भी सकता है । ऐसा व्यक्ति भारी तपस्या कर काल पूरा करे तो नव ग्रेवेयक तक भी जा सकता है किन्तु न तो पांच अनुत्तर विमान में जा सकता है और न मोक्ष में ही जा सकता है।

प्रश्न : क्या कोई श्रावक अपने जीवन में अरिहंत पद पा सकता है?
उत्तर : नहीं, श्रावक उस जीवन में अरिहंत नहीं बन सकता। क्योंकि श्रावक का पांचवा गुणस्थान होता है और अरिहंत अपने जीवन में कभी पांचवा गुणस्थान स्पर्श नहीं करते। वे सीधे महाव्रत ही स्वीकार करते हैं। दीक्षा लेते ही सातवां गुणस्थान आता है। अंतर्मुहूर्त्त में छठे गुणस्थान में आते हैं।

प्रश्न : क्या कोई श्रावक अपने जीवन में सिद्ध पद पा सकता है?
उत्तर : सिद्ध पद साधु ही प्राप्त कर सकता है। यदि श्रावक आगे जाकर साधु बन जाए या उसमें माता मरूदेवा की तरह “भाव साधुपन” आ जाए तो आयुष्य पूर्ण कर सिद्ध पद पा सकता है।

प्रश्न : पंच परमेष्ठी की दृष्टि कौन सी होती है।
उत्तर : दृष्टि तीन प्रकार की होती है- सम्यग् दृष्टि, सम्यग्-मिथ्या दृष्टि और मिथ्या दृष्टि। पांचों ही परमेष्ठी की दृष्टि केवल सम्यक् दृष्टि होती है।

प्रश्न : पंच परमेष्ठी में वीर्य कौन सा पाया जाता है?
उत्तर : व्रतधारण की अवस्था को वीर्य कहते हैं। वीर्य तीन प्रकार का है- बाल वीर्य, बाल-पंडित वीर्य और पंडित वीर्य। पहले से चौथे गुणस्थान तक बाल वीर्य होता है। पांचवें में बाल-पंडित वीर्य और इसके ऊपर के गुणस्थानों में पंडित वीर्य होता है। सिद्धों के वीर्य नहीं होता। बाकी चारों ही परमेष्ठी में एक ही वीर्य- पंडित वीर्य पाया जाता है।

प्रश्न : अरिहंत किसे कहते हैं?
उत्तर : अरि – शत्रु, हंत – नाश करने वाले। अर्थात् जिन्होंने आन्तरिक शत्रुओं का नाश कर दिया है, उन्हें अरिहंत कहते हैं। काम, क्रोध, मद, लोभ, राग-द्वेष आदि आन्तरिक शत्रु कहे गये हैं। अन्दर विद्यमान आन्तरिक शत्रु ही बाहरी शत्रुओं का निर्माण करते हैं। जब आन्तरिक शत्रु नहीं होते हैं तो बाहर
में कोई भी शत्रु नहीं होता है। अरिहंत को जिन, वीतराग, सर्वज्ञ, तीर्थकर, अर्हन, अरहन्त, अरुहन्त, विहरमान आदि सार्थक नामों से पुकारा जाता है।

जो आत्माएं चार घाति कर्म (ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय एवं अन्तराय) का क्षयकर राग-द्वेष रूपी कर्म शत्रुओं का नाश कर केवलज्ञान प्राप्त कर लेते हैं और धर्म की प्ररूपणा करते हैं, चार तीर्थ की स्थापना करते हैं उन्हें अरिहंत कहते हैं। सभी केवलज्ञानी अरिहंत नहीं होते। तीर्थंकरों को अरिहंत कहते हैं। ये तीर्थंकर नाम कर्म के उपार्जन से होते हैं।

प्रश्न : केवलज्ञान किसे कहते हैं?
उत्तर : सम्पूर्ण ज्ञान को। केवलज्ञान से भूत, भविष्य, वर्तमान सब कुछ जाना जाता है। यह अनंत ज्ञान है, अबाध ज्ञान है। केवल ज्ञान आत्मा का एक मूल गुण है जो ज्ञानावरणीय कर्म के क्षय हो जाने प्रकट हो जाता है।

प्रश्न : अरिहंत को और किस नाम से जाना जाता है?
उत्तर : उ. अरिहंत को अर्हत्, अरहंत, अरुहंत, तीर्थंकर, जिन, आदि नामों से जाना जाता है। सर्वज्ञ, सर्वदर्शी, वीतराग, केवली शब्द अरहंत के लिए पर्याप्त नहीं हैं। ये शब्द सामान्य केवली के लिए काम में लेते हैं। वीतराग तो छद्मस्थ भी हो सकते हैं।

प्रश्न : अरहंत साकार है या निराकार?
उत्तर : साकार। अरिहंत साकार या सशरीर परमात्मा है। सिद्ध निराकार या अशरीरी परमात्मा है, क्योंकि समस्त कर्मों के क्षीण हो जाने पर शरीर का भी अस्तित्व नहीं रहता। अरिहंत ही निराकार परमात्मा का या सिद्धों का बोध कराते हैं।

प्रश्न : क्या वर्तमान में अरिहंत भगवान विद्यमान हैं?
उत्तर : हमारे भरत क्षेत्र में तो नहीं हैं किन्तु पांच महाविदेह क्षेत्र में सीमंधर स्वामी आदि 20 अरिहंत विद्यमान हैं उन्हें 20 विहरमान भी कहा जाता है।

प्रश्न : हमारे यहां अभी कौन से अरहंत का शासन (बरतारा) चल रहा है?
उत्तर : हमारे भरतक्षेत्र में अभी भगवान महावीर का शासन चल रहा है। इस क्षेत्र में इस अवसर्पणी काल में चौबीस तीर्थंकर हुए। पहले ऋषभ और अन्तिम महावीर स्वामी।

प्रश्न : कितने परमेष्ठी नींद लेते हैं?
उत्तर : तीन- आचार्य, उपाध्याय और साधु तीनों नींद लेते हैं किन्तु केवली हो जाने पर नींद नहीं लेते।
नींद दर्शनावरणीय कर्म के उदय से आती है। अत: केवली, अरिहंत और सिद्ध नींद नहीं लेते।

प्रश्न : कितने परमेष्ठी आहार करते हैं।
उत्तर : सिद्ध को छोड़कर चारों परमेष्ठी आहार करते हैं।

प्रश्न : कितने परमेष्ठी मनुष्य हैं और कितने देवता?
उत्तर : सिद्ध को छोड़कर चारों परमेष्ठी मनुष्य हैं। सिद्ध भगवान हैं। लौकिक देवता परमेष्ठी की श्रेणी में नहीं आते। अरहंत लोकोत्तर देव कहलाते हैं किन्तु होते वे भी मनुष्य ही हैं।

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi